________________
જ્ઞાનધારા) (૧૨) આત્મસિદ્ધિ શાસ્ત્ર ભાગ.(૧૩) ભક્તોમર સ્તોત્ર - ભક્તામર પર ગુરૂદેવનું વિસ્તારરૂપેણ આલેખન (૧૪) અરિહંત વંદનાવલી.(૧૫)ઋષભ ચરિત્ર મહાકાવ્ય - પૂ. જગજીવનજી મહારાજ દ્વારા રચિત દોહારૂપે અષભચરિત્ર-પૂ. જયંતમુની દ્વારા ગદ્યકથા. (૧૬) ઈલા અલંકાર - ૫ જગજીવજી મ. દ્વારા લિખિત ઈલાયચી કુમારની કથા ઉપર દોહા પૂ. જયંતમુનીએ દોહાનું વિવેચન કર્યું છે. (૧૭) અલૈકિકા ઉપલબ્ધિ શ્રીમદ રાજચંદ્રના અપૂર્વ અવસરના પદોનું જયંતમુનીએ કરેલું વિવેચન. (૧૮). આચાર્ય સિદ્ધસેન દિવાકર વિરચિત પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી વિવૃત્ત શ્રી કલ્યાણ મંદિર (૧૯) ચિંતામણી પાર્શ્વનાથ સ્તોત્ર વિવૃત્તિ.
આ બધા ગ્રંથોના સંપાદનનું કાર્ય, હર્ષદભાઈ દોશી (કલકત્તા) ગુણવંતભાઈ બરવાળિયા (મુંબઈ) અને ધનલક્ષ્મી બહેન બદાણી (નાગપુર) દ્વારા કરવામાં આવ્યું છે. આમાંના મોટા ભાગના ગ્રંથોનું પ્રકાશન સૌરાષ્ટ્ર કેસરી જૈન સેંટર મુંબઈ દ્વારા કરવામાં આવેલ છે.
કહો કેવા હતા પ્રભુ મહાવીર'માં પરમ દાર્શનિક બા.બ્ર.પૂ. જયંતમુનિની વિચાર સૃષ્ટિ દિવ્ય છે. પુચિાસુર્ણ વીર સ્મૃતિ વિદ્વાન શ્રમણો બ્રાહ્મણો, ગૃહસ્થો અને અને અન્ય ધર્મીઓ ઉત્સાહથી પૂછે છે. આવા અનુપમ, સર્વજન હિતકારી સમ્યક ધર્મના પ્રરૂપનાર કેવા હતા? અમને કહો ભગવાન મહાવીરના જ્ઞાન દર્શન અને ચરિત્ર જેવા હતા? પુચ્છિસુર્ણ પુછે છે કે – એવા એક પ્રશ્નના સમાધાન રૂપે આખું અધ્યયન પ્રરૂપાય છે.
પરમ દર્શનિક બા.બ્ર.પૂ. જયંતમુનિએ આ ગ્રંથમાં તેમના આધ્યાત્મિક ચિંતનનો અર્ક પ્રસ્તુત કર્યો છે. જૈન-દર્શન વિશેની તેઓની વિચારણાની આધારશીલા છે. ૨૯ ગાથાનું આ પુરિછસુર્ણ સુત્ર ભાષા, ભક્તિ, સાહિત્ય, કલ્પના અને અલંકાર તથા દાર્શનિકતા એ તમામ દષ્ટિયે જૈન સાહિત્યનું વિરલ સૂત્ર છે. પૂ. જયંતમુનીએ તેમાં ભક્તિ સહ-અલંકાર વૈભવ, કાવ્યાત્મકતાની સાથોસાથ ગુણમહિમા અને દાર્શનિક રહસ્ય એકરૂપ બની ગયા છે સુયગડાંગ સુત્રમાં વાચકને જૈન-દર્શન સાથે અન્ય દર્શનનો તુલનાત્મક અભ્યાસ કરવાનો અવસર મળે છે, જે પરમ દાર્શનિક પૂ. જયંતમુનીએ ભગવાન મહાવીરના અનુપમ ગુણોની વિવિધ ઉપમાઓ તથા અલંકાર યુક્ત ભાષામાં વિવેચન કર્યું છે. પ્રસ્તુત સુત્ર સુયગડાંગ સુત્રના પ્રથમ શ્રુત સ્કંધમાં છઠ્ઠા અધ્યયન વીરથુઈ વીર સ્તુતિ સાથે પ્રસ્તુત થઈ છે. જેમાં ગાથા નહી પરંતુ પ્રત્યેક શબ્દમાં ગહન અને વિશ્લેષણ યુક્ત ચર્ચા કરવામાં આવી છે. પૃચ્છિસુણ એ ભગવાન મહાવીરની સહુથી પ્રાચીન સ્મૃતિ છે. જેમાં મંગલમય પ્રારંભ સહજ અને સ્વાભાવિક પ્રશ્ન દ્વારા
- ૧૮૩
સર્જકની વિચારસૃષ્ટિ કરવામાં આવ્યો છે. અહીં પ્રશ્નકર્તા કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ તે સમયની ભારતની બે મહાન સંસ્કૃતિ બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિનું પ્રતિનીધિત્વ કરનારા ઉચ્ચકોટિના સંસ્કારવાળા વિદ્વાનો છે. જ્યારે ઉત્તર આપનાર સુધર્મસ્વામીના પટ્ટધર શિખ્ય જખ્ખસ્વામી છે, આ અધ્યનની ભાષા અર્ધમાગધી છે. આ ભાષા તે સમયની પ્રાકૃતિક ભાષા છે. સર્વજન વ્યાપક બને તે માટે સંસ્કૃત-ભાષાનો પરિહાર કરી લોકભાષાનો સ્વીકાર કર્યો હતો. ધર્મનો સંદેશ, અહિંસાના સંદેશ ઘર-ઘર જન-જન સુધી પહોંચાડવા માટે માગધી ભાષાનું અવલમ્બન લેવામાં આવ્યું હતુ. વીરસ્તૃતીના અર્ધમાગધી ભાષા ગંગાની ધારથી પણ વધુ પવિત્ર છે. પૂ. જયંતમુનિ વીરતૂતીના એક એક શબ્દની એટલા ભાવિત તથા મહાવીરના ગુણોથી ઉલ્લશિત થઈ ગયા છે કે યા પુસ્તકમાં એક એક ગાથાના વૈભવ અલંકાર ઉપમા ભક્તિ દ્વારા છ પૃષ્ઠોમાં અંકિત કરી દિધા છે. જમ્મુ સ્વામી દ્વારા રચિત પૂ. જયંતમુનિ દ્વારા વિવૃત્ત પુચ્છિસુણમાં ભગવાન મહાવીરના ઉત્કૃષ્ટ ગુણોનું યશોગાન ૨૯ ગાથાના આ અધ્યયનમાં ભગવાન મહાવીરની અનુપમ સ્તુતિ દ્વારા તેમણે પ્રરૂપેલ વિશ્વ કલ્યાણકારી અને જીવમાત્ર માટે પરમ હિતકારી ધર્મનું સ્વરૂપ અને સ્વયં ભગવાન મહાવીરના અપ્રતિમ ધૈર્ય, આધ્યાત્મિક પરાક્રમ, કષાય-વિજય અને જ્ઞાન દર્શન ચરિત્રનું અદ્ભુત વર્ણન ભાવવાહી શૈલીથી કરવામાં આવ્યા છે. તેમ જ જૈન દર્શનના પાયાના સિદ્ધાંતોનો તેની સાથે ગુંથવામાં આવ્યા છે.
પૂ. જયંતમુનિ ભાવ-વિભોર થઈ કહે છે કે પુચ્છિસર્ણ જીવનભર મારા માટે દીવાદાંડી બન્યું છે. વીરસ્કૃતિના અદ્ભુત ભાવ મારા ચિંતનનો આધાર રહ્યો છે. તેઓ એમ પણ ફરમાવે છે કે ભક્તામરની જેમ પુચ્છિસુણનું પણ રોજ નિયમિત પઠન થવું જોઈએ.
પુચ્છિસૂર્ણ સ્તુતિની વિશેષતા એ છે કે ગુણ-દર્શન સાથે એમાં જૈન-દર્શનની વિશેષતાઓ કુશળતાથી વણી લીધી છે. પરિણામે વિવિધ ઉપમાઓ દ્વારા પ્રભુ મહાવીરનું ગુણ-દર્શન એ જૈન-ધર્મના મૌલિક તત્વોનું પ્રકટીકરણ બની જાય છે.
જીજ્ઞાસા એ જ્ઞાન-અને વિજ્ઞાનની જનની છે એવી જીજ્ઞાસાથી આ સ્તુતિનો શુભારંભ થાય છે. આ જીજ્ઞાસા અન્ય દર્શન અને અન્ય મતાવલંબીઓની વિચારણાને આદરપૂર્વક પ્રગટ કરે છે આમાં ઉત્કંઠા છે - ભગવાન મહાવીરના જ્ઞાન-દર્શન અને શીલને ઓળખવાની. તેથી જ તો પુસ્તક્મ શીર્ષક કહો. ‘કેવા હતા પ્રભુ મહાવીર’થી પુસ્તકનો શુભારંભ થાય છે. જૈન ધર્મના મૂળરૂપને પામવાનો - અને અન્ય ધર્મોનું
૧૮૪