________________
જ્ઞાનધારા)
આપણે આત્મનિરીક્ષણ કરીશું ? મુળ અમરેન્દ્ર વિજયજીની વિચારસૃષ્ટિ
- જિતેન્દ્ર કામદાર ( મુંબઈસ્થિત જૈનદર્શનના અભ્યાસુ જિતેન્દ્રભાઈ કામદાર પૂ. શ્રી બંધુ ત્રિપુટી પ્રેરિત શાંતિનિકેતન સાધના કેન્દ્ર -
તીથલ સાથે સંકળાયેલા છે). ગ્રંથના રચયિતા અધ્યાત્મમૂર્તિ મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મ.સા. જૈન અને જૈનતર વર્ગમાં એક વિશિષ્ટ અધ્યાત્મ પુરુષ તરીકેનું સ્થાન પ્રાપ્ત કરનારા ઊંડા ચિંતક અને આત્મસાધક હતા.
મૌનના આરાધક અને કમાલના કસબી એવા પૂ. મુનિશ્રી યુવાન વયે દીક્ષિત થયા. અનેક શાસ્ત્રો, ગ્રંથો, આગમોનો અભ્યાસ કરી તેના પર પોતાનું ચિંતન, નિરીક્ષણ, પરીક્ષણ, તારવણ કરી તેઓશ્રીએ કેટલાક ગ્રંથોનું સર્જન કર્યું.
મને સને ૧૯૯૦ દમિયાન એક જિજ્ઞાસુ ચાહક સાથે પૂ. મુનિશ્રી સાથે ૧૫૧૦ મિનિટ સત્સંગનો લાભ મળ્યો. એક પ્રશ્ન “શું નવકારમંત્રના દરેક પદની આગળ ૩નું ઉચ્ચારણ કરવું જરૂરી છે ?' ના જવાબમાં પૂ.શ્રીએ જણાવ્યું કે ડું એ નવકારમંત્રના દરેકેદરેક પદમાં સંકળાયેલો છે માટે નું ઉચ્ચારણ જરૂરી નથી.
અન્ય એક ભક્તની તીવ્ર ઇચ્છાને માન આપી પૂ.શ્રીએ તેમનો ફોટો પાડવા દીધો. ભક્ત ફોટોગ્રાફ ઉપર તેમના હસ્તાક્ષર લેવા વિનંતી કરી. ફોટો ઉપર તેઓશ્રીએ લખ્યું :
“આ ફોટામાં જે દેખાય છે તે હું નથી અને હું છું તે આમાં દેખાતો નથી.”
વર્તમાનમાં તીથલ મુકામે શાંતિનિકેતન સાધના કેન્દ્રના સ્થાપક અને સંચાલક પૂ, “બંધુ ત્રિપુટી' મુનિવરોના તેઓશ્રી સંસારી ‘કાકા’ હતા. તા. ૨૩મી જૂન, ૧૯૯૨ના રોજ પૂ.શ્રીએ ૬૭ વર્ષની વયે ત્યાં શાંતિનિકેતન તીથલ મુકામે દેહત્યાગ કર્યો હતો.
સર્જકની વિચારસૃષ્ટિ)
ગ્રંથકતાં પૂ. મુનિશ્રીનાં અન્ય સર્જનો ૧. આત્માજ્ઞાન અને સાધનાપથ :
સંસારી કે સન્યાસી, જૈન કે જૈનેતર દરેક આત્મસાધક વ્યક્તિના જીવનમાં પ્રેરણાનો પ્રકાશ પાથરનાર અને હાથ પકડીને મંઝીલ સુધી પહોંચાડે તેવો ઉત્તમ, ધ્યાનમાર્ગને
ઉજાગર કરતો પ્રેરણાત્મક ગ્રંથ. ૨. વિજ્ઞાન અને અધ્યાત્મ :
યુવા પેઢી માટે શૈક્ષણિક મૂલ્યો ધરાવતો ઉમદા ગ્રંથ ૩. અચિંત્ય ચિંતામણિ નવકાર : નવકારમંત્રની સાધનાની સાચી પ્રક્રિયા અને મહત્ત્વના અંગો વિશે મુનિશ્રીનું
માર્ગદર્શન. ૪. સાધનાનું હૃદય. ૫. મુક્તિપથ અને વિપશ્યના, ઇત્યાદિ.
ગ્રંથસાર સંસારમાં વસતા દરેક સામાન્ય માનવીનું જીવન સુખ-ચેનભર્યું બની રહે તે માટેની તેમની પ્રાથમિક જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને ઘર છે. તે જ રીતે શાંત, સ્વસ્થ, સંતુષ્ટ અને સંવાદી જીવન માટે ધર્મની, ધર્મમય જીવનની આવશ્યકતા છે, પરંતુ વર્ષોથી તપત્યાગ, વ્રત-નિયમ, અનેક ક્રિયાકાંડ કરી રહ્યા હોવા છતાં ચિંતા, ભય, દ્વેષ, વિષાદથી વ્યાકુળ સામાન્ય જન ઘેરાયેલો રહે છે, કારણ કે ધર્મ વિશેની તેની ભ્રાંત ધૂંધળી અને અધૂરી સમજ છે.
આ માટે મુનિશ્રીએ જનસમૂહને બે વિભાગમાં વહેંચી દીધા છે. ૧) ઉપાસક વર્ગ અને ૨) સાધક વર્ગ.
ઉપાસક વર્ગ : માત્ર કુળપરંપરા કે રૂઢિથી પ્રાપ્ત થયેલી ધર્મક્રિયાઓ અને અનુષ્ઠાનોમાં જ તે સંતોષ માને છે. નિત્યક્રમ, દેવદર્શન, વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, પ્રતિકમણ, સેવા-પૂજા, આયંબિલ, ઉપવાસ, તીર્થયાત્રા વિગેરે ગતાનગતિકતાથી કે યાંત્રિક રીતે આટલું કર્યું એટલે ધર્મક્ષેત્રે કરવા યોગ્ય ઘણું મોટું કાર્ય થઈ ગયું એમ સમજી તેમાં જ ઇતિશ્રી માને છે. ત્યાર બાદ પોતાની વ્યવહારિક દિનચર્યામાં એવો ઓતપ્રોત બની જાય કે તેનો જીવનવ્યવહાર ધર્મશ્રદ્ધા રહિત અન્ય વ્યક્તિ જેવો જ બની રહે છે અને સમાજ પણ તેના બાહ્ય આચરણ જોઈને તેની ધાર્મિકતાનો આંક
- ૧૯૪
૧૩
-