________________
" જ્ઞાનધારા) પ્રદાન થયું છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત ગુર્જર સાહિત્ય સંગ્રહ ‘યશોવાણી'ની ત્રીજી આવૃત્તિનું સંપાદન કર્યું છે. ગ્રંથને અપ્રગટ કૃતિઓના ઉમેરણ, શુદ્ધિ અને ચિત્રોથી સમૃદ્ધ બનાવ્યો છે. સંપાદન અને લેખન પાછળ એમની દષ્ટિ એ રહી છે કે, 'મને મળ્યું. મને ગમ્યું અને મને ફળ્યું તેવું બધાને મળો, બધાંને ગમો અને બધાંને ફળો.'
'પાઠશાળા' સામયિકના બે ડબલ ક્રાઉન સાઉઝના ગ્રંથો પ્રકાશિત થયા છે. ૩૩૦ પાનાંનો પાઠશાળા'નો પ્રથમ ગ્રંથ ૨૦૦૫માં પ્રગટ થયો છે. તે વખતે ૩૦૦૦ પ્રત
છપાઈ હતી, જેની બીજી આવૃત્તિ, ત્રીજી આવૃત્તિ થઈ ત્યારે ૧૦૦૦ પ્રત છપાઈ છે. ‘પાઠશાળા'નો ભાગ-૨ પ્રગટ થયો છે. ઉત્તમ જૈન ગ્રંથ ભાવપૂર્વક વંચાય છે તેનો આ તાજો પુરાવો છે.
'જૈન ગુર્જર કવિઓ’ની સંવર્ધિત આવૃત્તિનું ઉત્તમ રીતે ખૂબ ખંતથી સંપાદનકાર્ય શ્રી જયંત કોઠારીએ પાર પાડ્યું, ત્યારે એ પ્રસંગને ઓચ્છવ તરીકે ઉજવવાની પ્રેરણા પ્રદ્યુમ્નસૂરિ મ.સાહેબે આપી પોતાની જ્ઞાનપ્રીતિનો પુરાવો આપ્યો છે. હરિવલ્લભ ભાયાણી સહેબ, ભોળાભાઈ પટેલ અને અન્ય સાહિત્યકારો મ.સા.ના નિકટના સંપર્કમાં હતા, જે એક આનંદદાયક યોગાનુયોગ છે.
દરેક સામયિકની એક વિશેષ પ્રતિભા હોય છે. એનો ખાસ વાચક વર્ગ હોય છે. અમુક સામયિકો એકસાથે ઘણા વિષયોને સાથે લઈને ચાલે છે, જ્યારે થોડાં એવાં સામયિકો હોય છે જે ખાસ વિષયને લઈને જ કાર્ય કરે છે. અમુક સામયિકો આગ્રહી અને હઠીલાં હોય છે, તેઓ એક વાર આપણા ઘરમાં અને મનમાં પ્રવેશે કે પાછી જવાનું નામ ન લે. જે સામયિકને પસ્તીમાં ન કાઢી શકાય તે આ વર્ગમાં આવે છે. આવા સામયિકો ફરી ફરી વાંચવા પડે છે. દર વખતે કંઈક નવું મળે છે. જૂની વાતનો પણ નવો અર્થ મળે છે.
'પાઠશાળા’ના આઠ-દસ પાનાનું ૫.પૂઆચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ સાહેબ લિખિત એક વિશિષ્ટ સામયિક છે. “પાઠશાળા"નું પહેલું દર્શન એક ઝેરોક્ષ નકલ રૂપે થયું હતું. પછી ક્રમશ: અંક મળવા લાગ્યા. આગળના અંક મેળવવાની ઇચ્છા થઈ. સુરત રમેશભાઈ શાહને લખ્યું. ખટતા અંકની ઝેરોક્ષ મોકલી આપી. “પાઠશાળા'ના એકથી પિસ્તાળીસ અંક સાચવવા પડે એવા એના પાઠ છે. જે દિવસ પાઠશાળા ઘરે આવે તે દિવસની તાજગી વધી જાય. મન પ્રસન્ન થઈ ઊઠે. પાઠ શીખવા પાઠશાળામાં જવું પડે પણ આ તો ઊલટો પ્રવાહ છે. પાઠશાળા ધર્મનો મર્મ લઈને આપણા બારણે ટકોરા મારે છે.
પાઠશાળાના પિસ્તાળીસ અંક સાચવીને, ગોઠવીને મૂક્ય તો હતા, પણ એ બધા છૂટા છૂટા હતા. હવે એ પિસ્તાળીસ અંક ‘પાઠશાળા' ગ્રંથરૂપે આવ્યા ત્યારે તો આનંદ
૧૮૯
સર્જકની વિચારસૃષ્ટિ પિસ્તાળીશ ગણો વધી જાય એવું થયું. ઉત્તમ સામયિકો જ્યારે ગ્રંથનું રૂપ ધારણ કરે છે ત્યારે વધુ સુંદર બની રહે છે.
આ ગ્રંથ વાચકો, મુદ્રકો, વ્યાખ્યાનકારો, લખનારા, સંપાદકો સોને ઠીક ઠીક અપ લાગે એવો છે.
ધર્મનાં અનેક પુસ્તકો છપાય છે. અમુક પુસ્તકો નિઃશંક ઉત્તમ હોય છે, પરંતુ સમગ્ર દષ્ટિએ, એની ભાષા, વિષયવસ્તુ, રજૂઆત, આયોજન, મુદ્રણ અને સજાવટ બધું મનને ઠારે એવું દરેક પુસ્તકના ભાગ્યમાં નથી હોતું. અધુરાં વાક્યો છોડી પછી ટપકાંની હાર કરવી. આશ્ચર્ય ચિહ્નો અને પ્રશ્નાર્થ ચિહ્નોના તોરણ બાંધી દેવાં ?!! બિનજરૂરી અંગ્રેજી વાક્યો અને શબ્દોનો મારો કરવો. અકાવ્યત્વ છતું થાય એવી શાયરીઓનો છંટકાવ કરવો. આવા અનેક દોષો ધાર્મિક પુસ્તકોનું આજનું સરેરાશ પ્રકાશન જોઈને તરત નજરે પડે.
| ‘પાઠશાળા'ની વાત નોખી છે. અહીં સાફસુથરી સ્વસ્થ ભાષા છે. અને એવી સરળ, રસિક, પ્રમાણભાનવાળી ભાષાનો કોઈ પર્યાય નથી. જેમ સ્વચ્છ સરનામાનો વિકલ્પ નથી તેમ ઔચિત્યથી ધબકતો ભાષાનો ક્યાં વિકલ્પ છે ?
કાવ્યનો આત્મા ‘ઔચિત્ય'ને માનવામાં આવેલ છે તેમ ઉત્તમ પુસ્તક તરીકે ‘પાઠશાળા'માં સવાંગે કશું નજરે ચડે તે ઔચિત્ય છે. ધર્મની વાત માનવતાની પાંખ લઈને આવી છે. જીવન જીવવાની અનેક ચાવીઓ અહીં છે. સદ્ગણોને શોધી શોધીને કલાત્મક રીતે, રસતરબોળ કરે એવી કથન શૈલીમાં મૂકવામાં આવ્યાં છે.
અતિશયોક્તિ કે અતિરેક કે વિષયાંતર તો ક્યાંથી શોધ્યાં જડે ? એક એક વાક્ય રસાઈને, ઘડાઈને રોચક બનીને આવ્યું છે. મુખોમુખ વાત થતી હોય એવી રજૂઆત છે.
આ જીવન જીવવા જેવું છે, આ જીવનમાં ઉત્કર્ષ શક્ય છે, હજી સુગરાજન અહીં વસે છે. બધેથી આશા ખોઈ બેસવા જવું નથી. એવી વિધાયક વાતો અહીં વાંચવા મળે છે.
અંગત પ્રસંગોને પૂરા તાટસ્થ સાથે મૂક્યા છે. હું ક્યાંય કઠતો નથી, વાગતો નથી. વિવેક વગર આમ થવું શક્ય નથી..
ગ્રંથમાં જે કલાવૈભવ છે, ચિત્રો છે, રેખાચિત્રો છે, કાવ્યો છે, આસ્વાદ છે. આ બધું જાણે પરિતૃપ્ત હૃદયમાંથી ઊભરાઈને આવતું. સૌને સ્પર્શતું વિસ્તરતું રહે છે. જૈન સાધુ પાસે ધર્મની વાતો તો હોય એ સ્વાભાવિક છે, પણ જૈન સાધુની કલાદષ્ટિ, મુદ્રણકળાની સમજ, રસિકતાના ટેસ્ટ કેવાં હોઈ શકે છે તે અહીં જોવા મળે છે. વાચકને એક પગથિયું ઉપર થવું પડે એવું ચુંબકીય ખેંચાણ અહીં છે. મૃતક અસંભવ દષ્ટાંતો
૦ ૧૯૦