________________
93
L
ܞܞ
જ્ઞાનધારા)".
ખંડન નથી, પરંતુ અન્ય દર્શનના વિચારના સંદર્ભમાં જૈન-દર્શનનો વિચાર પ્રગટ કરવામાં આવ્યો છે. આમાં ભગવાન મહાવીરનો માર્ગ સમજવાની ઉત્સુકતા છે. એમનું દર્શન જાણવાની આતુરતા છે. અને એને પામવાની ઉત્કંઠા છે. પૂ. જયંતમુનીએ સ્મૃતિમાં શુભારંભમાં સાંસ્કૃતિક અને દાર્શનિક ભેદો દર્શાવ્યા છે. વૈદિક સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ તથા જૈન-દર્શન અને બૌધ્ધ-દર્શનની ભિન્નતા સૂચવી છે. અન્ય સંપ્રદાયોની વ્યક્તિઓ માટે પરાનિર્થીક તથા તીર્થ જેવો આદર ભર્યા શબ્દ પ્રયોજ્યા છે તેના મૂળમાં અનેકાંતવાદ અને સમન્વયની ભાવના રહેલી છે. પુચ્છિસુણના વિવેચનના ગુરૂદેવના ભૌતિક જ્ઞાન, સભર તથા ભક્તિપૂર્વકનું દાર્શનિક ચિંતનને સમજવાના અવસર પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરના એકાંત હિતકારી ધર્મ અને દર્શનને અનેકાંતદષ્ટિથી સમજવાનો - તેમ જ દરેક ગાથા તથા શબ્દમાંથી ઝરતા ભક્તિભાવમાં તરવાનો પૂ. ગુરુદેવ સાથે સંપાદક હર્ષદ દોશીને અવસર પ્રાપ્ત થયો.
સાહિત્યની દષ્ટિયે પુચ્છિસુર્ણ લાધવતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેના એક એક શબ્દ અને ઉપમામાં અનેક ભાવો સમાયેલા છે. પૂ. જયંતમુનીએ આ દરેક ભાવ અને અર્થન સ્ટિક જેવી સ્પષ્ટતાથી અભિવ્યક્ત કર્યા છે. તેમાં પણ અંતિમ ગાથાઓમાં અભય, સત્ય, બ્રહ્મચર્ય અને રાત્રિ-ભોજન વિષેના અદ્ભુત વિવેચનમાં તેમની પ્રતિભાનો ચમત્કાર ઝળહળી રહ્યો છે.
પચ્છિસુર્ણમાં પ્રશ્નકર્તા તથા તેના ઉત્તર આપનારનો નામનો કોઈ ઉલ્લેખ નથી તેમ ભગવાન મહાવીર વિશે જેવું સાંભળ્યુ છે અને જેવું સમજ્યા છો તે અમને કહો - એવી પ્રશ્નથી જમ્બુસ્વામીને ઉદ્દેશીને સંભવી શકે છે. હવે પ્રત્યેક ગાથાનું સંક્ષેપમાં અર્થ-ઘટન ગુરૂદેવનું સમજીયે પુચ્છિસુણના પ્રશ્નકર્તા સામાન્ય નથી તેમને ભગવાન મહાવીરના નિગ્રંથ ધર્મને જોઈને આશ્ચર્ય થતુ હતું. ભગવાન મહાવીરને એમના ઉપદેશ દ્વારા ત્યાગ માર્ગને ફરીથી પ્રતિષ્ઠિત કર્યો. પંચમકાળને લક્ષમાં રાખીને નિયમોને વધુ કડક કર્યા. તે રીતે ધર્મનો પકાશ સર્વત્ર ફેલાવ્યો. પ્રાણીમાત્રના કલ્યાણની ભાવના ઉપસાવી નાનામાં નાના જીવ, વૃક્ષ, વનસ્પતિ, પૃથ્વી, પાણી અગ્નિ અનેવાયુ આદિ બધા જીવોમાં જીવન દર્શાવીને એમની રક્ષા થાય તે માટે જાગૃતિ ફેલાવી. જીવ હિંસા, વ્યક્તિગત હિંસા, માનસિક હિંસા અને છેક હિંસાની અનુમોદનાથી દૂર રહેવાનું જણાવ્યુ આથી બ્રાહ્મણ અને અન્ય પરંપરાના શ્રમણ અને બ્રાહ્મણ બન્ને સંસ્કૃતિના માંધાતાઓને આશ્ચર્ય ઉપજતું હતું. તેઓ ઉચ્ચકોટિના જ્ઞાની સંત સાથે વાર્તાલાપ કરીને સમાધાન મેળવા ઈચ્છતા હતા આ પૃષ્ઠભૂમિનો લક્ષમાં રાખી શાસ્ત્રકારો પુચ્છિસુગં
૧૮૫
સર્જકની વિચારસૃષ્ટિ
ગાથાનો પ્રારંભ કર્યો.
અહીં આખો પ્રશ્ન પૂછીને ભગવાન મહાવીર તથા તેમના ધર્મનો સુંદર સંશ્લેષ કરવામાં આવ્યો છે.
પૂરું અધ્યયન પ્રશ્નના સમાધાન રૂપે જીજ્ઞાસા સાથે સહેજ કુતૂહલ પણ છે. સાથોસાથ ચિત્તમાં આશ્ચર્ય ભાવ છે. શ્રમણો બ્રાહ્મણો બ્રાહ્મણોએ પૂછવાની શૈલી એવી ઉત્તમ ઉપનાવી છે કે એમની વિનમ્રશીલતા જોઈને આજે મનમાં આદર જાગે છે. ભગવાન મહાવીરના માર્ગ પ્રત્યે કશો ભંગ કટાક્ષ કે ટીકા કર્યા વિના અથવા જીનમાર્ગની ગરિમા સહેજ ઓછી કર્યા વિના પ્રશ્ન પૂછ્યા છે આ માર્ગને તેઓએ સારી રીતે સમજવાના પ્રયાસ કર્યા છે. અને તે રીતે તેઓએ પ્રશ્ન પૂછ્યા છે. તેઓ પૂછે છે કે ઊગતહિય... અર્થાત એકાંત હિતકારી માર્ગ જેણે દર્શાવ્યા છે તે મહાપુરૂષ કોણ છે? આવા વિરલમાર્ગોનું મૂલ્યાંકન કર્યા પછી એની ગરીમા જોઈને જાણે તેઓ નતમસ્તક થયા હોય અને માર્ગ પ્રગટતા પ્રત્યો જાણે અતિ આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા હોય તે રીતે પ્રશ્નની શરૂઆત કરી છે. પ્રશ્ન પૂછવાની આ શૈલીમાં લેશમાત્ર અવિનય તોછડાઈ કે છીછરાપણું નથી પરિણામે એ ફાલિત થાય છે કે વિપક્ષી વિચાર ધરાવનારા પંડિતો કેટલા વિનીત છે. વળી એ પણ સમજી શકાય છે કે તેમાં અત્યંત વ્યવહાર કુશળ, શબ્દોના ઉંડા અભસી નીતિમાર્ગ પામવાના જીજ્ઞાસું છે. અને વચન માત્રથી લેશમાત્ર દુઃખ પહોંચાડચા વિના તેઓ અમૃતવાણી ઉચ્ચારીને પ્રસન્નચિત્તે પ્રશ્ન પૂછે છે. એકાંત હિતકારી. શાસ્ત્રકારી એ સ્વીકારે છે કે જૈન-દર્શન એકાંત હિતકારી છે. બોદ્ધ દર્શન કે અન્ય દર્શનોમાં ઘણા જીવોનું કલ્યાણ થતું હોય તો થોડાનું દુ:ખ અવગણી શકાય જેમ કે સેંકડો બકરાની જગ્યાએ એકાદ બળદની હત્યાને તેઓ અનુચિત નથી માનતા તેથી જ બૌદ્ધ પ્રજા તથા બૌદ્ધ ભિક્ષુ અધિકાંશ માંસાહારી છે. બૌદ્ધ સમાજ પણ માંસાહારથી અલિપ્ત નથી. યા અધ્યયનની પ્રથમ ગાથા એ સમયના ઐતિહાસિક કાળ પર પ્રકાશ પાડે છે. સામાન્ય જીવન ધર્મ પ્રધાન હેતુ લોકો જ્ઞાની અને ત્યાગી મહાત્માઓને સહજ ભાવે મળી પરસ્પર સમાદર કરતા જ્ઞાન ચર્ચાઓ કરતા એક બીજાઓને સમજવાની કોશીશ કરતા પ્રથમ ગાથામાં ધર્મસભામાં સર્વોદયનો સુર્યોદય થયો છે.
પૂ. ગુરુદેવ જયંતમુનિએ ઉત્કૃષ્ટ ભાવે આ ગાથાનું વિવેચન કર્યું છે.
પૂ. ગુરૂદેવ અહીં અધ્યયન વિષે વિચારણા કહે છે કે સૂક્ષ્મ વિવેચન કરવાનો મને જે યોગ મળ્યો છે. તે સૌભાગ્યનો અવસર છે. પ્રત્યેક પદની વ્યાખ્યા કરતા ઉત્કૃષ્ટ
. ૧૯૬
93
R