Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 95
________________ સર્જકની વિચારસૃષ્ટિ) - જ્ઞાનધારા) જ્ઞાનભાવના પ્રકટ થતી રહી. દિવ્ય ક્ષયોપશમના આધારે પરમાત્માની કૃપાથી જે કંઈ મનોભૂમિમાં અવતરીત થયું તેમાંથી પ્રગટેલા વિચારો શબ્દસ્થ કરાય છે. ૨૯ ગાથાનું આ અધ્યયન સમસ્ત જૈન જગતમાં દિવ્ય ભાવનાથી ભરપુર શ્રેષ્ઠ રતન જેવું છે. આ આલેખન થઈ સમસ્ત જગતમાં નવ પલ્લવિત બનતું રહે એજ અભ્યર્થના. સંદર્ભ : કેવા હતા પ્રભુ મહાવીર : પ્રસ્તાવના : ડૉ. કુમારપાળ દેસાઈ : પ્રકાશક હર્ષદભાઈ મહેતા, જૈન એકેડમી કલકત્તા - જ્ઞાન એ અંજ્ઞાનના અંધકારમાં આત્માને ઓળખવાના દીપક જેવું કામ કરે છે. • પુસ્તકાલય અને ગ્રંથાલય જ્ઞાનની પરબ છે પાઠશાળા અને આચાર્ય પ્રદ્યુમ્નસૂરિની વિચારસૃષ્ટિ - ડૉ. ગુલાબ દેઢિયા ડૉ. ગુલાબભાઈએ સ્વામી આનંદના જીવન અને સાહિત્ય પર Ph.D. કર્યું છે. તેમના ચિંતનાત્મક લેખો. અનેક સામયિકોમાં પ્રગટ થાય છે. તેઓ સારા વક્તા અને પ્રવક્તા છે. - ઘરને ઉબરે આવી છે પાઠશાળા: ‘પાઠશાળા'ના લેખક આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિ મહારાજ છે. વિજયનેમિસૂરિશ્વરજી શાસનસમ્રાટ ગણાયા છે. તેમના શિષ્ય વિજયઅમૃતસૂરિ મહારાજ, તેમના શિષ્ય વિજયહેમચંદ્રસૂરિ મહારાજના લઘુબંધુ અને શિષ્ય આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિ મ.સા. છે. લેખક એમની વિદ્વત્તા, શાસ્ત્ર અધ્યયન, પ્રભાવક પ્રવચન શૈલી, સંયમ સાધનામાં કડક સાવચેતી, પ્રાચીન હસ્તપ્રતોના સંશોધન - સંપાદનમાં પ્રવૃત્ત રહ્યા છે. કાવ્યમીમાંસા, છંદોવિધાન, શિલ્પ-સ્થાપત્ય, મૂર્તિવિધાન, વનસ્પતિ - ઔષધશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર વગેરે અનેક જ્ઞાનશાખાઓમાં રુચિ અને જિજ્ઞાસા રાખે છે. એમની વાણીમાં સંસ્કૃતપ્રાકૃત સાહિત્યની ફોરમ છે. આધુનિક ગુજરાતી સાહિત્ય સાથે જીવંત સંપર્ક છે. સુંદર ગદ્યપદ્યના ચાહક-ભાવક છે. પ્રદ્યુમ્નસૂરિ મ.સા.નો જન્મ સંવત ૨૦૦૩, આસો વદ-૧૨ના દિવસે જંબુસર પાસેના અખણી ગામે થયો હતો. એમનું સંસારી નામ પ્રવીણકુમાર હતું. એમનો વસવાટ સાબરમતીમાં હતો. સમગ્ર પરિવાર ધર્મના અમીટ રંગે રંગાયેલો હતો. પરિવારના પાંચ સભ્યો દીક્ષિત થયા છે. એમણે ૧૩ વર્ષની વયે સંવત ૨૦૧૭માં માગસર સુદ પાંચમના દીક્ષા અંગીકાર કરી હતી. વડીલબંધુ વિજય હેમચંદ્રસૂરિ મ.સા.ના શિષ્ય બન્યા હતા. પં. દુર્ગાનાથ ઝા અને પં. બંસીધર ઝા પાસે વ્યાકરણ અને દર્શનશાસ્ત્ર ભણ્યા. સંવત ૨૦૩૬માં ગણિપદ અને સંવત ૨૦૫૨માં અમદાવાદ મુકામે એમને આચાર્યપદ ૧૮૮ T

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100