________________
જ્ઞાનધારા) નથી, પ્રતીતિ કરતા આગલી હરોળમાં બેઠી છે.
વામજથી વિહાર કરી શેરીસા પહોંચતાં, વિહારમાં મહારાજ સાહેબને જે સૌન્દર્યની અનુભૂતિ થઈ તે એમણે ‘પાઠશાળા'માં આ રીતે મૂકી છે.
પણ આનંદની અવધિ હજ ક્યાં આવી હતી ! ખૂલતાં પીળાં ફૂલથી લચી પડેલાં આવળ જોયાં ને કુદતી કરામત પર આફરીન થઈ જવાયું. આ રંગો કોણ પૂરે છે? રંગોનું વૈવિધ્ય પણ કેવું ? રાઈનાં ફૂલ પીળાં, કરેણના ફૂલ પણ પીળાં અને આવળાનાં ફૂલ પણ પીળાં. પીળાશમાં તરતમ ભાવ જોઈ, કુદરત પર ઓવારી જવાય છે.' (પૃ. ૧૭૧).
સાધુજીવનમાં વિહાર સ્વાભાવિક હોય પણ આ અનુભૂતિ અને આલેખન કેવાં આફ્લાદક છે !
આ પાઠશાળા’ સમજણને મૂળ મંત્ર માનીને ચાલે છે. પાને પાને સમજની વાતો છે. માનવજીવનની વિવિધતા, વિચિત્રતા અને વિશિષ્ટતા અહીં આલેખાઈ છે. પદસ્તવન, કાવ્ય અને મુક્તકોનો જે રસાસ્વાદ છે તે લેખકની સજ્જતાને દેખાડે છે.
મહારાજ સાહેબના લેખનની ચીવટ તેવી જ સંપાદક શ્રી રમેશભાઈ શાહની સંપાદકીય સૂઝ. શ્રેષ્ઠથી તસુભાર નીચું કંઈ જ નથી.
તમે રસિક હો એ જ પાઠાશાળામાં પ્રવેશ મેળવવાની એક માત્ર શરત છે. પંદર વિભાગોમાં જ્ઞાનબાગ ખીલ્યો છે. હિતની વાતો છે, ચિંતનની પળો છે, દાદાના અભિષેકની પ્રસાદી છે, મુનિવરોનું પાવન સ્મરણ છે, શ્રાવક-શ્રાવિકાઓનાં જીવનના ઉત્તમનું આલેખન છે, અશ્રુમાળા ધન્ય કરે એવી છે, વહીવટદાર કેવો હોય તે પણ અહીં જોવા મળે છે. શબ્દકથા છે, ચિત્રકારો, છબીકારોનો મેળો છે.
ઘરને ઉબરે આવેલ ‘પાઠશાળા' ગ્રંથને ઉંબરેથી ઉરે સ્થાપીએ. આ ગ્રંથ કબાટની નહિ કાળજાની શોભા બની રહેશે.
આજે અનેક પત્ર-પત્રિકાઓમાં આધુનિકતાને નામે મોંઘા કાગળ, સ્ટાઈલીસ પ્રિન્ટિંગ, ગ્રાફિક્સ, ફોટોગ્રાફી ઘણું બધું જોવા મળે છે, પણ એ પાછળ લખાણની અરાજકતા, ખોટાં વિશેષણો, ભભકાની ભરમાર બધા પર પાણી ફેરવી દે છે. ટૅકનોલૉજીને સમજીને વાપવાની જરૂર છે. વસ્તુ કલાત્મક બનવી જોઈએ, થોડી વાર માટે આકર્ષક લાગે પણ સત્વહીનતા એને નીચે પછાડે છે જેનાથી સાવચેત થવાની જરૂર છે.
‘પાઠશાળા' પાછળ જે કલાદષ્ટિ છે, સુરુચિપૂર્ણ માવજત છે તે સમજવાની જરૂર છે. લેખકના ગદ્યની તાસીર પ્રસન્નતાભરી છે. કાકાસાહેબ કાલેલકર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ફાધર વાલેસ અને રસિક ઝવેરીના ગદ્યની અહીં યાદ આવે છે. | ‘પાઠશાળા' વાંચતાં રસતરબોળ થઈ જઈએ છીએ. ધર્મ કે ધાર્મિક સાહિત્ય
સર્જકની વિચારસૃષ્ટિ) શુષ્ક નથી, નિર્જીવ નથી કે અરુચિકર નથી તેની પ્રતીતિ અહીં થાય છે, જે આપણા માટે પાઠશાળાનો મોટો પાઠ છે. આજની પેઢીને આપવા જેવું સત્ત્વશીલ અહીં પાઠ છે. 'કુમાર', 'સંસ્કૃતિ', 'અખંડ આનંદની અહીં યાદ આવે છે.
‘પાઠશાળા'માં આચાર્યશ્રી આપણી સન્મુખ છે, મુખામુખ વાત કરે છે. એમની સરળતા, નમ્રતા, પારદર્શકતા સુખકર અને શાતાદાયક છે. જે એમની શીલ તેવી શૈલીમાં પ્રતીત થાય છે. વર્ષોના ઉત્તમ સ્વાધ્યાયથી એમને સમજાયું હશે કે, 'સારા લેખકે શું ન લખવું જોઈએ'. અંદરથી, ઉલટથી જે આવે તે જ લખવું.
‘પાઠશાળા'માં વિષયાંતર નથી, અતિશયોક્તિ નથી, શબ્દાળુ શાયરીઓ નથી, પુનરાવર્તન નથી, કંટાળાજનક પ્રસ્તાર નથી, તર્ક છે. મનોવિજ્ઞાન છે, હકારાત્મક અભિગમ છે. વર્તમાન નજર સામે છે જેન ધર્મને કેન્દ્રમાં રાખીને, કેવી રમ્ય વાતો થઈ શકે, કેવા કેવા જીવનલક્ષી વિચારો ધર્મ સાથે સુસંગત છે તે અહીં પાને પાને વાંચવા મળે છે. સંસ્કૃત ભાષાનો મીઠો પ્રભાવ પ્રભાવના બનીને આવે છે. આચાર્યશ્રીનો વિદ્વાનો, કલાકારો, સાહિત્યકારોનો સત્સંગ અહીં મહોર્યો છે. ‘પાઠશાળા' એક રીતે ઉપનિષદ છે. અહીં પ્રશ્નો છે, જિજ્ઞાસા છે અને તેના મન ઠારે એવા ઉત્તર છે.
‘પાઠશાળામાં લિઓનાર્ડો દ વિન્સી, રોંદા, ગગનેન્દ્રનાથ ટાગોર, નંદલાલ બસુ, રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ, અશ્વિન મહેતા, ગોકુળભાઈ કાપડિયા, વાસુદેવ સ્માત, સવજી છાયા જેવા અનેક ઉત્તમ કલાકારોનાં ચિત્રો-છબીઓ અહીં બિરાજમાન છે.
કવિવર રવીન્દ્રનાથ, મકરંદ દવે, રાજેન્દ્ર શુક્લ, ગંગાસતી, ધ્રુવ ભટ્ટ જેવા કવિઓની કૃતિઓના રસાસ્વાદ છે. હા, રોબર્ટ ફ્રોસ્ટ પણ છે. જૈન ધર્મને સમજવા રસિકતાને પ્રાથમિકતા કઈ રીતે આપી શકાય તેની દિશા અહીં છે.
‘પાઠશાળા'ના સંપાદક શ્રી રમેશભાઈ બી. શાહની સજજતા, કલાદષ્ટિ, ચીવટ, ઉત્તમ આપવામાં ભાગીદાર ખરેખર વખાણવા લાયક છે. અજૈન વાચક પણ ‘પાઠશાળા’ના ગ્રંથને વાંચી ધન્ય થઈ જાય એ આ ગ્રંથની સીમોલંઘનની ઉજ્જવળ નિશાની છે.
પ.પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિ મ.સા.ને આપણને ચિરંજીવ પાઠશાળા આપવા બદલ ભાવપૂર્વક વંદન કરું છું.
૧૯૧
૧૯૨