Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L
Catalog link: https://jainqq.org/explore/034386/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સજીની વિચારસૃષ્ટિ ગુણવંત બરવાળિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ Gyandhara Edited by : Gunvant Barvalia 14th Feb. 2015 જ્ઞાનધારા સર્જકની વિચારસૃષ્ટિ જ્ઞાનધારા : સર્જકની વિચારસૃષ્ટિ સંપાદન : ગુણવંત બરવાળિયા ૧૪-૦૨-૨૦૧૫ મૂલ્ય : રૂ!. ૨૦૦/ (જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૨ના વિદ્વાનો દ્વારા પ્રાપ્ત શોધપત્રો અને નિબંધોનો સંગ્રહ) - સંપાદન :ગુણવંત બરવાળિયા પ્રકાશક: પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. ઢેબર ચોક, રાજકોટ. -: પ્રકાશક :પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. ઢેબર રોડ, રાજકોટ. ડિઝાઈન-ટાઈપસેટિંગ : shree]I Art : 09833422890 Page #3 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) સર્જકની વિચારસૃષ્ટિ) : સંપાદકીય શ્રુતજ્ઞાનને અભિનંદના અહમ સ્પિરીચ્યુંઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણપુર જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર દ્વારા ૧૪-૧૫ ફેબ્રુઆરીના પારસધામ, ઘાટકોપર મુકામે યોજાનાર જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૨ માટે ગૌરવવંતા ગ્રંથના સંદર્ભે ‘સર્જકની વિચારસૃષ્ટિ' એ વિષય માટેના પ્રાપ્ત શોધપત્રો-નિબંધોને ગ્રંથસ્થ કરી “જ્ઞાનધારા” રૂપે પ્રગટ કરતાં આનંદની લાગણી અનુભવે છે. આ જ્ઞાનસત્રનો ‘ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા' વિષય પર પ્રાપ્ત વિદ્વાનોના શોધપત્રોને અલગ પુસ્તકમાં પ્રકાશિત કર્યા છે. અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ - મુંબઈના મુખત્ર “જૈન પ્રકાશ'ના શતાબ્દી પ્રસંગે શ્રી બૃહમુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘ પ્રેરિત આ જ્ઞાનસત્રને સફળ બનાવવા બન્ને સંસ્થાના પ્રમુખ શ્રી મગનલાલ હરિલાલ દોશી અને શ્રી પ્રાણલાલ રામજીભાઈ શેઠ વેકરીવાળાનું સતત માર્ગદર્શન મળ્યું છે. સમગ્ર આયોજન માટે ખીમજીભાઈ છાડવા, બકુલભાઈ ગાંધી, રજનીભાઈ ગાંધીનો આભાર માનું છું. પારસધામ-ઘાટકોપરના ટ્રસ્ટીઓનો ઋણ સ્વીકાર કરીએ છીએ. વિદ્વત્તાપૂર્ણ શોધપત્રો અને નિબંધો પાઠવનાર વિદ્વાનોનો આભાર. ગ્રંથના સમયસર પ્રકાશન કાર્ય માટે પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. - રાજકોટના શ્રી ગોપાલભાઈનો આભાર. ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ). ગુણવંત બરવાળિયા તા. ૧૫-૦૧-૨૦૧૫ શ્રુતજ્ઞાન તુજને આજ મારા ભાવભર્યા નમસ્કાર છે, ને સમ્યક રૂપે પરિણામો એ ભાવ વારંવાર છે; મને પ્રકાશ દીધો મુક્તિમાર્ગે તારો મહા ઉપકાર છે, ને હજુએ તારી હાજરી પૂર્ણ મને કરનાર છે... N Page #4 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) જ્ઞાધારા અનુક્રમણિકા.. | | | સર્જકની વિચારસૃષ્ટિ) (૧૪) આચાર્ય શઐભવસૂરિની દશવૈકાલિક સંદર્ભે વિચારસૃષ્ટિ - ડૉ. પાર્વતી નેણશી ખીરાણી ૯૭ (૧૫) ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર : કલિકાલા સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની વિચારસૃષ્ટિ - ડૉ. રેખા વોરા (૧૬) શ્રી સિદ્ધર્ષિગણિની ઉપમિતિભવપ્રપંચા કથામાં સર્જકની વિચારસૃષ્ટિ - ડૉ. રતનબહેન ખીમજી છાડવા ૧૧૧ (૧૭) જૈનતત્ત્વ પ્રકાશ : પૂ. અમોલખ ઋષિજીની વિચારસૃષ્ટિ - ડૉ. કેતકી શાહ ૧૧૯ (૧૮) તત્ત્વાર્થ સૂત્રકાર ઉમાસ્વાતિની વિચારસૃષ્ટિ - ડૉ. પ્રવીણભાઈ શાહ ૧૨૮ (૧૯) ઉપદેશમાલા બાલવબોધ : શ્રી સોમસુંદરજીની વિચારસૃષ્ટિ, - ડૉ. કાંતિભાઈ શાહ ૧૩૩ (૨૦) જૈન દષ્ટિએ ગીતાદર્શન : | મુનિશ્રી સંતબાલજીની વિચારસૃષ્ટિ - ગુણવંત બરવાળિયા ૧૪૧ (૨૧). સમંચસારનો સાર : ડૉ. હુકમચંદ ભાટિલની વિચારસૃષ્ટિ • ડૉ. ઉત્પલા કે. મોદી ૧૫૦ (૨૨) ‘મહાવીર સ્વામીનો સંચમર્ધ : ગોપાલદાસ પટેલની વિચારસૃષ્ટિ - જાગૃતિ થીવાલા ૧૫૫ ) ઋષભચરિત્ર : મહાકાવ્ય - તપોધની પૂ. જગજીવનજી મ.સા.ની વિચરસૃષ્ટિ - રમેશ કે. ગાંધી ૧૬૦ (૨૪) પ્રથમ રતિઃ શ્રી ઉમાસ્વાતિની વિચારસૃષ્ટિ - ઇલા શાહ (૨૫) જિનમાર્ગનું જતન : રતિલાલ દીપચંદ દેસાઈની વિચારસૃષ્ટિ - ડૉ. માલતી શાહ (૨૬) કહો કેવા હતા મહાવીર ? પરમદાર્શનિક પૂ. જયંતમુનિની વિચારસૃષ્ટિ - ધનલક્ષ્મીબહેન બદાણી, ૧૮૧ (૨૭) પાઠશાળા અને આચાર્ય પ્રદ્યુમ્નસૂરિની વિચારસૃષ્ટિ - ડૉ. ગુલાબ દેઢિયા ૧૮૮ (૨૮) આપણે આત્મનિરીક્ષણ કરીશું ? મુનિ અમરેન્દ્ર વિજયજીની વિચારસૃષ્ટિ - જિનેન્દ્ર કામદાર ૧૯૩ (૧) સત્ય, સમાજ, સમન્વચ અને સંસ્કૃતિના ઉદ્ગાતા પંડિત સુખલાલજીની વિચારસૃષ્ટિ - ડૉ. કુમારપાળ દેસાઈ (૨) શ્રીમદ્ રાજચંદ્ર વિરતિ આત્મસિદ્ધિ શાસ્ત્ર : પૂ. રાકેશભાઈની વિચારસૃષ્ટિ - ડૉ. ધનવંત શાહ ૧૨ (૩) અધ્યાત્મ પળે : પૂ. બાપજીની વિચારસૃષ્ટિ - ડૉ. તરુલતાબાઈ મ.સ. ૨૨ (૪) સિદ્ધત્વની યાત્રા રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સ.ની વિચારસૃષ્ટિ - ડૉ. આરતીબાઈ મ.સ. (૫) શાંત સુધારસ શાંત ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીની વિચારસૃષ્ટિ - ડૉ. રમિ ઝવેરી. (૬) સાધક સાથી : પૂ. આત્માનંદજીની વિચારસૃષ્ટિ - મિતેશ શાહ (૭) “જૈન ફિલોસોફી” અને વીરચંદ રાઘવજી ગાંધીની વિચારસૃષ્ટિ - હિંમતભાઈ ગાંધી (૮) આજની આપણી રક્ષક કર્તવ્ય દિશા : પંડિતવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખની વિચારસૃષ્ટિ - ડૉ. છાયા શાહ પપ (૯) માનવતાનું મીઠું જગત : કવિવર્ચ. નાનચંદ્રજી મ.સા.ની વિચારસૃષ્ટિ - ડૉ. મધુબહેન બરવાળિયા ૬૦ (૧૦) અધ્યાત્મ કલ્પદ્રુમ : ઉપાધ્યાય મુનિસુંદર વિજયજીની વિચારસૃષ્ટિ - ચેતનકુમાર શાહ ‘ચૈતન્ય’ ૬૭. શતાવધની મુનિશ્રી રત્નચંદ્ર રચિત ભાવનાશતકમાં સર્જકની વિચારસૃષ્ટિ - ખીમજી મણશી છાડવા ૭૯ (૧૨) અમૂર્ત ચિંતનઃ આચાર્ય મહાપ્રજ્ઞજીની વિચારસૃષ્ટિ - અંજના રમિકુમાર ઝવેરી ૮૩ (૧૩) ઈસ્ટોપદેશઃ આચાર્ય દેવનંદિજીની વિચારસૃષ્ટિ - પૂર્ણિમા એસ. મહેતા ૯૨ ; 8 8 8 8 | 8 - પ . - Page #5 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) સત્ય, સમાજ, સમષ્ટિ, સમન્વય અને સંસ્કૃતિના ઉણાતા પંડિત સુખલાલજીની વિચારસૃષ્ટિ - પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ દેશ-વિદેશમાં જૈન ધર્મ પર મનનીય પ્રવચનો આપે છે. તેમણે જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિપુલ ગ્રંથોનું સર્જન અને સંપાદન કર્યું છે. શિક્ષણ, પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં પણ તેમનું નોંધનીય પ્રદાન છે. પંડિત સુખલાલજીની સત્યનિષ્ઠાનું સ્મરણ થાય એટલે ચિત્તમાં સત્યને કાજે ખાંડાની ધારે ચાલતા ગ્રીક તત્ત્વવેત્તા સૉક્રેટિસનું સ્મરણ થાય. સૉક્રેટિસની સત્યની ખેવના સાથે પંડિત સુખલાલજીની સત્યનિષ્ઠા યાદ આવે. સમયે સમયે ધર્મના સત્ય પર કાટ લાગી જતો હોય છે. એ અંધશ્રદ્ધા, જડ આચાર કે અજ્ઞાનનો કાટ દૂર થાય તો જ સત્ય પ્રગટ થાય. સત્યને કદી કાટ લાગતો નથી, પરંતુ કાટમાળથી સત્યને દબાવી દેવાનો પ્રયાસ થાય છે. પં. સુખલાલજીએ માન્યતાઓ અને ગતાનુગતિક્તાને સત્ય માનીને ચાલતા સમાજને સત્યનો પ્રકાશ દર્શાવ્યો. રૂઢિચુસ્તોની આંખો અંજાઈ જતી હોવાથી તેઓ સત્યનો પ્રકાશ સહન કરી શકતા નથી તેથી તેઓ આંખો મીંચીને એ સત્યનો વિરોધ કરે છે. પં. સુખલાલજી આવા વિરોધ સહન કરીને પણ ધીંગી, સ્પષ્ટ, માનવસંવેદનાયુક્ત અને તડજોડ વિનાની તાર્કિકતાથી સ્વતંત્ર ચિંતન આપતા રહ્યા. સાંપ્રદાયિક્તાની સંકીર્ણ દીવાલો ધર્મોમાં ભેદ ઉભા કરે છે. પં. સુખલાલજીએ આને માટે પ્રતિકાર કર્યો અને એ કાજે જે કંઈ સહેવું પડે તે લેશમાત્ર ફરિયાદ વિના સહન કર્યું, પણ સત્ય સાથે એમણે ક્યારેય કોઈ બાંધછોડ કે તડજોડ કરી નહીં. ગ્રીસના તત્ત્વચિંતક સૉક્રેટિસ, પ્લેટો જેવા કેટલાય તરણોમાં પ્રિય હતા. એમણે સેંકડો તરુણોને જીવનશિક્ષણ આપ્યું. તો સુખલાલજીએ પણ આ રીતે કેટલાય તરુણોના જીવનમાં વિદ્યાવ્યાસંગ જગાવ્યો, જેને પરિણામે પદ્મભૂષણ દલસુખભાઈ માલવણિયા, સર્જકની વિચારસૃષ્ટિ) ડૉ. પદ્મનાભ જૈની, ડૉ. ઇન્દુલાબહેન ઝવેરી, ડૉ. નગીનભાઈ શાહ જેવા કેટલાય વિદ્વાનો સમાજને પ્રાપ્ત થયા. પં. સુખલાલજીની આ સત્યોપાસના મર્મપર્શી, સર્વપર્શી અને સારગ્રાહી હતી. તેઓ માનતા કે સાચું જ્ઞાન તેને કહેવાય કે જેના ઉદય પછી રાગદ્વેષ વગેરેની પરિણતિ મંદ પડવા લાગે. જીવનમાં એમણે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કર્યો, એમાં ક્યાંય પલાયનવૃત્તિનો આશરો લીધો નહીં, એવું જ ‘ન દૈન્યમ, ન પલાયન” એમના વિચાર, આચાર, વક્તવ્ય અને લેખનમાં જોવા મળે છે. તેઓ ધર્મના બે પ્રકાર બતાવે છે, એક છે તેનો દેહ અને બીજે છે એનો આત્મા. બાહ્ય ક્રિયાકાંડ અને વિવિધ વિધાનો એ ધર્મનો દેહ છે, જ્યારે સત્ય, પ્રેમ, ઉદારતા, વિવેક, વિનય આદિ સદ્ગુણો એ ધર્મનો આત્મા છે. ગમે તેવો મહાન ધર્મ હોય, પણ જ્યારે તે બાહ્ય ક્રિયામાં અટવાઈ જાય છે ત્યારે એનો આત્મા વિલીન થવા લાગે છે અને ધીરે ધીરે એનું અસ્તિત્વ ગુમાવે છે. પં. સુખલાલજી એમ માનતા હતા કે સત્યની જિજ્ઞાસા અને શોધ કોઈ પણ એક સદીને વરેલી નથી. દરેક સદી અને યુગમાં ઇચ્છે તેને માટે તેનો સંભવ છે અને બીજા માટે ગમે તે સદીમાં અને ગમે તે યુગમાં પણ એનાં દ્વાર બંધ જ છે. એમણે એક મહત્ત્વની વાત એ કરી કે દાર્શનિકતા એ રાષ્ટ્ર કે સમાજના વાસ્તવિક અનોથી ક્યારેય વિમુખ રહી શકે નહીં. અન્ય દર્શનોના અભ્યાસ વિના મ દર્શનનું રહસ્ય સમજવું પણ મુશ્કેલ છે. વળી એની સાથોસાથ પં. સુખલાલજીએ એ સમયે શ્રી પરમાનંદ કાપડિયાની સામાજિક પ્રવૃત્તિઓને પણ ટેકો આપ્યો હતો અને એથી જ તત્ત્વજ્ઞાન એ સત્યની શોધમાંથી ફલિત થયેલા સિદ્ધાંતો છે અને ધર્મ એવા સિદ્ધાંતોને અનુસરીને નિર્માણ થયેલો વ્યક્તિગત તેમ જ સામૂહિક જીવનવ્યવહાર છે. તેઓની જૈન માટેની વ્યાખ્યા વિશિષ્ટ છે. તેઓ કહે છે, જે પારકાના શ્રમનો ઉપયોગ કરવાની વૃત્તિથી મુક્ત હોય, જે શ્રમનું મૂલ્ય પિછાણતો હોય જે લોભ-લાલચની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જૈન.” (“જૈન ધર્મ અને દર્શન’, ભાગ-૨, પંડિત સુખલાલજી, પૃ ૩૧૯) પં. સુખલાલજી દાર્શનિક હોવા છતાં વિશ્વચેતના સાથે સતત અનુબંધ ધરાવે છે. એમણે નવ વર્ષ સુધી કાશીમાં અભ્યાસ કર્યો. વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રના તેઓ સમર્થ વિદ્વાન હતા. દર્શન અને તત્ત્વજ્ઞાનના પારગામી પંડિત હતા, પરંતુ એ સમયે પણ બંગભંગની ચળવળથી તેઓ વાકેફ હતા અને એ પછી ભારતના આઝાદી-આંદોલનના પ્રત્યેક તબક્કાઓને તેઓ જાણતા હતા. એટલું જ નહીં Page #6 -------------------------------------------------------------------------- ________________ 5 L “ં જ્ઞાનધારા "" પણ ૧૯૩૮ના પર્યુષણ પર્વના વ્યાખ્યાનમાં આ બધા સંપ્રદાયોએ પોતપોતાના ચોકામાં રહીને અથવા ચોકામાંથી બહાર નીકળીને વાસ્તવિક ઉદારતા સાથે આઝાદીના આંદોલનની આગેવાની સંભાળતી રાષ્ટ્રીય મહાસભા સાથે સહયોગ સાધવો જોઈએ એમ તેઓ માનતા હતા. વળી આ મહાસભા એ રાષ્ટ્રીય સંસ્થા હોઈ ધાર્મિક નથી એવી ભ્રમણાથી મુક્ત થવા ભલામણ કરતા હતા. બધા પોતાની સ્વતંત્ર દષ્ટિએ વિચાર કરતા થાય એવી તેમની ઇચ્છા હતી અને તેથી તેઓ અર્થશાસ્ત્ર, ઇતિહાસ કે રાજકારણના ઊંડા જ્ઞાતા નહોતા, તેમ છતાં દેશની સ્થિતિના સતત પરિચયમાં રહીને એ વિશે સ્વતંત્ર ચિંતન કરતા હતા. એમણે સ્વતંત્રતાનો અર્થ સમજાવતાં કહ્યું કે, “સ્વતંત્રતામાં શાસકોએ જનતાના હિતને પોતાનું હિત સમજવું જોઈએ એમ ગરીબ અને અમીર વચ્ચેનું અંતર મિટાવવા પ્રયત્ન કરવો જોઈએ. જો સંપત્તિ અને ગરીબીનો ભેદ ભૂંસાય નહીં, તો લોકતંત્ર નામનું જ રહે - એમ તેઓ માનતા હતા. તેઓ કહે છે કે- સ્વરાજ્ય અને સુરાજ્ય એક નથી. હજી સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું નથી. આ ઉપરાંત બાળશિક્ષણની મૉન્ટેસોરી પદ્ધતિ અને પુરુષ-સ્ત્રીની સમાનતા જેવા વિષયો અંગે પણ એમણે પ્રતિભાવ આપ્યા છે. ૧૯૫૬ના મે મહિનામાં ‘ગૃહમાધુરી’ સામયિકમાં એમણે લખ્યું, ‘સ્ત્રી અને પુરષનાં જીવનક્ષેત્રો અમુક અંશે જુદાં હોવા છતાં તે બંનેની સમાન શક્તિઓને દબાવ્યા વિના કામ કરવાની બધી તકો પૂરી પાડવી. પુરુષની પેઠે સ્ત્રી પણ કમાઈ શકે અને સ્ત્રીની પેઠે પુરુષ પણ ઘરની કેટલીક જવાબદારીઓ સંભાળી શકે. સ્ત્રી કમાય તો એનો આત્મવિશ્વાસ વધે અને પુરુષની અવિવેકી સત્તાનો ભોગ બનવું ન પડે. વળી, સ્ત્રી કમાઈ શકતી હોય તો એને પુરુષોપાર્જિત ધન ઉપર કબજો મેળવવાની દૃષ્ટિએ અનેક કૃત્રિમ આકર્ષણો ઊભાં કરવાં ન પડે. સાથે જ પુરુષનો બોજ પણ હલકો થાય.'' આ રીતે માત્ર શાસ્ત્ર, સાહિત્ય ને સંસ્કૃતિને સ્પર્શે તેવા નહીં, પરંતુ સામાજિક વિષયો તથા વ્યક્તિગત જીવનને લગતા પ્રશ્નોની પણ તેઓ વ્યવહારુ ચર્ચા કરતા હતા. તેઓ માનતા હતા કે પ્રત્યેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત અને સામાજિક કર્તવ્ય પ્રત્યે સભાન હોય. કર્તવ્યને રસપૂર્વક મૂર્ત કરી દેખાડવાના પુરુષાર્થ માટેની જાગૃતિ હોય તો પ્રજાજીવનમાં સમગ્રપણે પલટો આવે અને એવી સ્થિતિનું નિર્માણ કરવું એ જ ધર્મનું એક ધ્યેય ગણી શકાય. હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું પં. સુખલાલજીએ જીવનની પળેપળ જાગૃતિમાં વિતાવી હતી એટલું જ નહીં, પણ સમાજ્યું કોઈ પણ કામ કરવામાં એમને સંદેવ આનંદ આવતો હતો. એમની જીવનસાધના ઉત્કૃષ્ટ હતી. બે જોડી કપડાં અને પુસ્તકો સિવાય કોઈ દુન્યવી મિલકત નહોતી. લોભ-લાલચ કે પ્રશંસાના મોહમાં ફસાઈ ન જવાય એની અહર્નિશ તકેદારી રાખતા. પ્રમાદને ક્યારેય પોતાની પાસે ફૂંકવા દેતા નહીં. અમદાવાદમાં એમનું પોતાનું ઘર પણ નહોતું અને એમના પરિચિતો એમની સમક્ષ ઘર બાંધવાનો પ્રસ્તાવ મૂકે, ત્યારે હસતા હસતા કહેતા, ‘“હું જ્યાં બેસું, ત્યાં મારું ઘર.’’ વડોદરામાં મહાવીરજયંતીના પ્રસંગે પ્રો. નરસિંહરાવ દોશી પં. સુખલાલજીનો પરિચય આપવા ઊભા થયા. આ સમયે પં. સુખલાલજીએ પોતે ઊભા થઈને એમને પરિચય આપતાં અટકાવ્યા અને પોતાના ભાષણમાં કહ્યું, “મારે પ્રો. દોશીને રોકવા પડચા તે માટે મને તેઓ માફ કરે, પણ આજે તો મહાવીરજયંતી છે. એમાં મારી પ્રશંસા શા માટે હોય ? મારી સામે જ મારી પ્રશસ્તિ ગવાય તે ઉચિત નથી.’’ પં. સુખલાલજીનું સમાજદર્શન અને સંસારદર્શન એક સત્યશોધકનું દર્શન હતાં અને તેથી જ ધાર્મિક ક્રિયાકાંડો પાછળ થતા લખલૂટ ખર્ચને જોઈને તેઓને વેદના થતી હતી અને કહેતા કે આવી બાબતો વ્યક્તિના વિકાસ અને સમાજની તંદુરસ્તી માટે બાધક છે. પં. સુખલાલજી પાસે સમષ્ટિને બાથમાં લેતું દર્શન હતું, આથી જ એ સમષ્ટિદ્રષ્ટાને માણસ વચ્ચે ઊંચ-નીચના અવાસ્તવિક ભેદનું પોષણ કરનારી કોઈ પણ પ્રવૃત્તિ કોઈ કાળે મંજૂર નહોતી. કોઈ પણ શાસ્ત્રગ્રંથ હોય કે પછી કોઈ મહાન વ્યક્તિ હોય, પરંતુ એ માનવ-માનવ વચ્ચે ભેદનું સર્જન કરતી હોય તો એવી પ્રવૃત્તિનું પં. સુખલાલજીને મન લેશમાત્ર મૂલ્ય નહોતું. બીજી બાજુ મનુષ્યજાતિને પ્રેમ, મૈત્રી અને બંધુત્વથી જોડવા માટે પ્રયાસ કરનાર નાનામાં નાની વ્યક્તિ કે પ્રવૃત્તિનું એમને મન ઘણું મોટું મૂલ્ય હતું. આવા સમષ્ટિદ્રષ્ટા હોવાને કારણે જ માહાત્મા ગાંધી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરને પણ પં. સુખલાલજી માટે અગાધ સ્નેહ હતો. એક વાર પં. સુખલાલજી યુવાન વાડીલાલ ડગલીને લઈને મહાત્મા ગાંધીજીને મળવા માટે ગયા હતા. ગાંધીજીની તેઓએ વિદાય લીધી ત્યારે ગાંધીજીએ યુવાન વાડીલાલ ડગલીને કહ્યું, “છોકરા, એમને છોડતો મા. એ તો આપણી ચાલતી-ફરતી વિદ્યાપીઠ છે.'' આ જ સમદ્રિા પંડિત સુખલાલજીએ ભારતીય તત્ત્વજ્ઞાનમાં એમણે આપેલા ૧૦ 5 R Page #7 -------------------------------------------------------------------------- ________________ સર્જકની વિચારસૃષ્ટિ) """"""""""જ્ઞાનધારા) પ્રદાન માટે સુવર્ણચંદ્રક અપાયો ત્યારે, એમણે એક કૉલેજિયનને એ સુવર્ણચંદ્રક આપીને કહ્યું. “જા, સોનીને જઈને આ વેચી આવ. એના જે પૈસા આવે તે આદિવાસીનું કલ્યાણ કરતી સંસ્થાને આપણે મોકલીશું.” પંડિત સુખલાલજીનું અનેકાંત ચિંતન એમનામાં સમન્વયનો ભાવ જગાવે છે. એ દર્શનશાસ્ત્રોના ભેદમાં રહેલા અભેદને શોધી કાઢીને સમન્વયને પ્રબોધે છે. ખંડન-મંડનને બદલે તેઓ તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન કરીને એમાંથી સમત્વની ભૂમિકા શોધી આપે છે, આથી જ સાચા અને નકલી ધર્મગ્રંથો વચ્ચેના ભેદને તેઓ સહજ રીતે પારખી લેતા હતા. સમન્વય કે બંધુભાવ જગાવવાને બદલે પરસ્પર વચ્ચે વિરોધ કે વૈમનસ્યનો ભાવ જગાડનારાં તત્ત્વોને એમણે બુલંદ પડકાર ફેંક્યો છે. આથી જ પાંડિત્ય જોવા મળે, બહુશ્રુતતા પણ ક્યાંક જોવા મળે, પરંતુ પં. સુખલાલજી જેવી સૂક્ષ્મ, મર્મગામી, તુલનાત્મક અને ઊંડું મનન ધરાવતી સમન્વયશોધક દષ્ટિ મળવી વિરલ છે. અમદાવાદમાં એમના નિવાસ્થાનનું નામ હતું અનેકાંતવિહાર' જે અનેક વ્યક્તિઓને માટે તીર્થસ્થાન હતું. પં. સુખલાલજીએ પોતાના ગહન શાસ્ત્રજ્ઞાનને સમન્વય દષ્ટિથી વિશેષ ઊજળું બનાવ્યું. મુંબઈ યુનિવર્સિટીમાં એમણે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આચાર્ય હરિભદ્રસૂરિજી વિશે પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં. તેનું પુસ્તક મુંબઈ યુનિવર્સિટીએ ઈ.સ. ૧૯૬૧માં પ્રગટ કર્યું. આ પુસ્તક ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર' એ નામે પ્રગટ થયું. પંડિત સુખલાલજી પણ એવા જ સમદર્શી હતા. વળી ૫. સુખલાલજીએ જૈન ધર્મ અને દર્શનના હાડની સમજૂતી આપવાની સાથોસાથ અહિંસા અને અનેકાંતદષ્ટિની વિશેષતા પ્રગટ કરી આપી. વળી જૈનદર્શનના મર્મને પ્રગટ કરવાની સાથોસાથ એમણે સમગ્ર રાષ્ટ્રની ચિંતનધારાઓમાં રહેલા સામંજસ્યનું પોતીકી દષ્ટિથી આકલન કર્યું. સત્યશોધનને વરેલી એમની તુલનાત્મક દષ્ટિને પોતાનું અને પરાયું એવા કોઈ ભેદ નહોતા. જૈનદર્શન અને ભારતીય દર્શન તો ખરાં જ, પણ એથીય વિશેષ ખ્રિસ્તી અને ઇસ્લામનાં દર્શનનો પણ એમણે અભ્યાસ કર્યો હતો. ‘દર્શન અને ચિંતન', ‘તત્ત્વાર્થસૂત્ર’, ‘સન્મતિ તક', 'ભારતીય વિદ્યા' જેવા ગ્રંથોમાં સમર્થતત્ત્વજ્ઞ તરીકનું પં. સુખલાલજીનું દર્શન અને ચિંતન જોવા મળે છે અને એ રીતે એમણે ભારતીય સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી. શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત આત્મસિદ્ધિ શારશઃ પૂ. રાકેશભાઈની વિચારસૃષ્ટિ - ડૉ. ધનવંત શાહ ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી અને જૈન યુવક સંઘના મંત્રી શ્રી ધનવંતભાઈએ કેટલાંક સુંદર નાટકો લખ્યાં છે અને તે સફળ રીતે ભજવાયાં છે. તેમનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન સાહિત્ય સમારોહના સફળ સંયોજક છે. ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' સ્વયં અને એ વિશેના આ વિવચન ગ્રંથો, બેઉ પૂર્વ ગ્રંથોની સમકક્ષ એની ભીતર દર્શિત થયેલા જ્ઞાનભંડારને કારણે. અવનિના અમૃત અને મહાસાગર જેવા આ આત્મસિદ્ધિ શાસ્ત્રકાવ્યનો મારા જીવનમાં આ પહેલાં અને પછી ચમત્કારિક પ્રવેશ થઈ ચૂક્યો હતો. | સર્વપ્રથમ બાળપણમાં સોનગઢમાં પૂ. કાનજીસ્વામી પાસે પછી લગભગ ત્યારે ૧૯૮૫-૮૬ની આસપાસ મહાસતી પૂ. તરુલતાજીનો ચાતુર્માસ મદ્રાસમાં હતાં ત્યારે એઓશ્રી પૂજ્યશ્રી શ્રીમદ્ રાજચંદ્ર, આનંદઘનજી, કબીર અને બનારસીદાસ ઉપર પીએચ.ડી. માટે શોધ-નિબંધ લખી રહ્યા હતા ત્યારે વિષયની ચર્ચા કરવા પૂજ્યશ્રી સમીપ મને જવાનું થયું. ચર્ચા પછી સાંજે જ ફલાઈટમાં મુંબઈ જવાનું હતું, પણ સંઘના અગ્રણી શ્રી સુરેન્દ્રભાઈએ, મને આગ્રહ આજ્ઞા કરી કે સવારે પૂ. તરુલતા મહાસતીજી હું આત્મા છું' એ વિષય ઉપર પ્રવચન શ્રેણી શરૂ કરવાના છે, એ પ્રથમ વ્યાખ્યાન સાંભળીને જ મારે બીજા દિવસની બપોરની ફલાઈટમાં મુંબઈ જવું. પ્રવચનનનો લાભ લીધો, હું આનંદવિભોર થઈ ગયો, ધન્યતા અનુભવી. તે દિવસે આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રથમ ગાથાની પ્રથમ પંક્તિ વિશે પ્રવચન હતું. ફલાઈટમાં વિચાર્યું, આ પ્રવચન શ્રેણીને ટેપ'માં સંગ્રહિત કરાય તો સારું. ત્યારે સી.ડી.નો પ્રવેશ થયો ન હતો. - ૧૧ - F Page #8 -------------------------------------------------------------------------- ________________ ' →→ જ્ઞાનધારા અને મારા આશ્ચર્ય વચ્ચે બે વર્ષ પછી એ પ્રવચનના પુસ્તકાકારે પ્રૂફ મને પૂજ્યશ્રીએ મોકલ્યાં. પછી તો આ ‘હું આત્મા છું’ એના અંગ્રેજી, હિંદી અનુવાદ થયા અને ૧-૨ ભાગની પાંચ આવૃત્તિ. એક ઇતિહાસ રચાતો ગયો. ‘હું આત્મા છું’ એ ગ્રંથ દેવતાઈ અરીસા જેવો મહાન ગ્રંથ છે, જ્ઞાનગ્રંથ છે’, ‘અમૃતભંડાર જેવો ગ્રંથ છે, આ એવું કલ્પવૃક્ષ છે જેને કદી પાનખર આવતી જ નથી, તેને તો સદાય વસંત વસંત જ છે' આવાં વાક્યોથી આ ગ્રંથ નવાજાયો છે. ‘હું આત્મા છું' પછી કોણ જાણે કેમ, મારા ઉપર ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની અતાર્કિક કૃપાવર્ષા થતી રહી, પ્રયત્ન વગર એ વિશે પુસ્તક આવતાં રહ્યાં, ‘આત્મસિદ્ધિ અનુશીલન’ – પંડિત ફૂલચંદ શાસ્ત્રી, ‘આત્મસિદ્ધિ મહાભાષ્ય’ - ગોંડલ ગચ્છ શિરોમણિ પૂ. જયંતીલાલજી મ.સા. અને હમણાં ૬ એપ્રિલના સર્વમંગલમ્ આશ્રમ-સાગોડિયા, પાટણ જવાનું થયું ત્યાંથી પણ પૂ. ભાનુવિજયજી મ.સા.એ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રવચનમાળા'ના ત્રણ દળદાર ગ્રંથ આપ્યા. ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર‘ વિશે અત્યાર સુધી જેટલા વિવેચન ગ્રંથો લખાયા છે એ ઉપર એક મહાનિબંધ લખવો જોઈએ. કોઈ અભ્યાસી એ કામ કરશે તો શ્રુતપૂજાની એ મહાપૂજા હશે. કોઈ માને કે ન માને, પણ આશ્ચર્યજનક એક સત્ય ઘટના એવી થઈ કે ૨૦૧૧ના જુલાઈમાં શાંતિનિકેતનથી આવ્યા પછી આત્મમિત્ર બિપીનભાઈ અને રેશ્માના સતત આ આત્મસિદ્ધિના ગાન ગુંજારવના ધ્વનિએ મારા ઉપર આવેલ હૃદયરોગના હુમલાને સ્થિર કર્યો, સારવાર માટે સમય મળી ગયો અને આજે આપની સેવામાં ઉપસ્થિત છું. આ ઘટના ‘પ્રબુદ્ધજીવન’ના ઑક્ટોબર-૨૦૧૧ના અંકમાં મેં વર્ણિત કરી છે. હમણાં ૧૫ ફેબ્રુઆરીના ભાગ્ય સંયોગે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-ધરમપુર જવાનું થયું. પૂ. રાકેશભાઈની ‘ગણધરવાદ’ વિશેની શ્રુત ભાગીરથીમાંથી યથામતિ આચમન કર્યું અને પૂર્વનિર્ણય ન હોવા છતાં પૂ. રાકેશભાઈએ જ્ઞાનગોષ્ટિ માટે અમને રૂબરૂ વીસેક મિનિટ આપી. પૂ. રાકેશભાઈની સૂરતી ભાષા ધ્વનિત લહેકાવાળી – જે કાલી કાલી ભાષામાં પ્રેમ અને સરળતા નિતરતી હતી હોઈ - વાણીનો હૃદયસ્પર્શ અનુભવતા આ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ચર્ચાનો આંશિક ઉલ્લેખ પણ થયો. પૂ. રમણભાઈએ ત્યારે મને કહ્યું હતું કે, ‘આ શોધ-નિબંધ લખનાર ૧૩ મારા બાળ $.....સર્જકની વિચારસૃષ્ટિ શ્રી રાકેશભાઈ પૂર્વજન્મના આરાધક જીવ છે અને આત્મસાધનાનું મોટું ભાથું લઈને આવ્યા છે અને આ મહાનિબંધ માત્ર એમના અભ્યાસનું જ નહીં, એમની આત્મસાધનાનું પણ પરિણામ છે.' પ્રત્યેક ગ્રંથ લગભગ ૭૮૦ પૃષ્ઠો એટલે કુલ ૩૦૫૯ પૃષ્ઠોની ભિતર ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર‘નું વિશાળ અને ભવ્ય આકાશ! મેં મારી ઍકેડેમિક યાત્રામાં આટલી મોટી ચિસિસ હજુ સુધી જોઈ નથી. પીએચ.ડી.ના Refree તરીકે મને viva voce સમયે ચિસિસ લખનારને જ્યારે પૂછ્યું છે કે, આ ચિસિસ તમે શા માટે લખી? તો ઉત્તર મળે કે, ડૉક્ટરેટની ડિગ્રી માટે. જ્યારે અહીં તો આ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી શ્રી રાકેશભાઈ લખે છે, ‘તા. ૨-૧૨-૯૮ના રોજ સંધ્યાકાળે મુંબઈ યુનિવર્સિટીની પદવીદાન દીક્ષાંત સમરંભમાં પ્રસ્તુત શોપ્રબંધ (થિસિસ) માટે મને પીએચ.ડી.ની ઉપાધિ એનાયત કરવામાં આવી તે જ રાત્રે એ ઉપલબ્ધિના ઊગમ સમા મારા પરોપકારી પ્રભુના ઉદાત્ત ચરણોમાં તે ઉપાધિ મેં અર્પણ કરી દીધી.' એટલે પૂ. રાકેશભાઈ માટે આ શોધપ્રબંધ કોઈ પણ પ્રકારની સ્પૃહા વિનાનું એ વિષયના અભ્યાસ માટેનું માત્ર અવલંબન જ. આપણે હવે આ પૂજ્યશ્રીને ડૉ. રાકેશભાઈ ઝવેરી એમ ઉદ્બોધન ન કરી શકીએ. આ પ્રસંગે મને મારા પીએચ.ડી.ના માર્ગદર્શન પ્રકાંડ પંડિત રામપ્રસાદ બક્ષીનું સ્મરણ થાય છે. મને બરોબર યાદ છે, મને ઉપાધિ મળ્યા પછી એ પૂજ્યશ્રીએ મને કહ્યું હતું, ‘ઍકેડેમિક યાત્રામાં આ છેલ્લી ઉપાધિ છે, પણ સાચા જ્ઞાનની પ્રાપ્તિનો પ્રારંભ હવેથી શરૂ થાય છે. માટે આ ઉપાધિને ઉપાધિ સમજી એને છોડી દે તો સમાધિ મળશે, નહીં તો જીવનભરનું આ વળગણ સાચા જ્ઞાનની દિશા નહીં દેખાડે.’ આશ્ચર્ય પમાડે એવો બીજો જોગાનુજોગ એ જડચો કે, રાકેશભાઈને આ ઉપાધિ પ્રાપ્ત થઈ ૧૯૯૮માં, એટલે ત્યારે એ પૂજ્યશ્રીની ઉંમર ૩૨ વર્ષ. ડૉ. રમણભાઈ લખે છે કે આ શોધપ્રબંધ લખતા રાકેશભાઈને સાડા ત્રણ વર્ષ લાગ્યાં. જોકે, આ આટલા મોટા ગ્રંથ લખવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ જોઈએ - એટલે લગભગ - ૨૮ વર્ષની ઉંમરે પૂ. રાકેશભાઈએ આ શોધપ્રબંધ માટે નિર્ણય કર્યો હશે. આ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ની રચના પરમકૃપાળુ પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રે કરી ત્યારે કૃપાળુદેવ પૂજ્યશ્રીની ઉંમર ૨૮ વર્ષની હતી ! પૂર્વજન્મના સંસ્કારોની આથી વિશેષ શી સાબિતી ? ૧૪ 7 R Page #9 -------------------------------------------------------------------------- ________________ િજ્ઞાનધારા) પૂ. રમણભાઈએ જે ગ્રંથો મને આપ્યા, ત્યારે “જ્ઞાનાસર અને અધ્યાત્મસાર’નું તો અધ્યયન એ સમયગાળામાં કર્યું હતું, પણ પૂ. રાકેશભાઈના આ ચાર ગ્રંથો માત્ર ઉપરઉપરથી જોઈ ગયો હતો અને પ્રભાવિત થયો હતો અને ક્યારેક વિગતે વાંચીશ એવું નક્કી કર્યું હતું પણ ૧૫ ફેબ્રુઆરીએ પૂજ્યશ્રીના રૂબરૂ દર્શન થયા પછી બીજે દિવસે નિત્યક્રમમાં કબાટ ખોલતાં સામે જ આ ચાર ગ્રંથનાં દર્શન થયાં. નક્કી કર્યું, હવે તે નિયમિત વાંચન અધ્યયન કરી જ લઉં, અને દોઢેક મહિને એ શક્ય બન્યું. પણ હજી તૃપ્તિ થઈ નથી. ફરી ક્યારેક, ક્યાંક નિરાંતે બેસીને અધ્યયન કરીશ, એ થશે, એ પ્રમાણે જીવાશે તો મોક્ષ નકકી, એવી શ્રદ્ધા જન્મી ચૂકી છે. કાલિદાસનું ‘શાકુંતલ’ વાંચી જર્મન કવિ ગેટે એ ગ્રંથને માથા ઉપર મૂકી નાચ્યો હતો. આ ગ્રંથો વાંચી મુમુક્ષનો આત્મા ન નાચી ઉઠે તો જ નવાઈ ! પૂજ્યશ્રીના આ ચાર વિવેચન ગ્રંથોનું વિવેચન કરવાની મારી કોઈ ક્ષમત નથી. અહીં માત્ર મારા વાચન-અધ્યયન આનંદની અનુભૂતિનું રસદર્શન છે. અને જ્યાં હોય ત્યાં અન્ય મુમુક્ષુને આ ગ્રંથ વાંચવાના ભાવ જાગે એ જ ભાવ છે. સાગર જેવા વિશાળ અને ઊંડા આ ગ્રંથોને પાર કરતા અવશ્ય હાંફી જવાય, પણ એ તરણને અંતે જે જે મોતી મળ્યાં હોય એનો આનંદ તો પરમોચ્ચ કક્ષાનો સચ્ચિદાનંદ જેવો જ હોય. મહીં પડ્યા હોય એ જાણે અને મહાસુખ માણે. પૂ. રાકેશભાઈના પ્રસન્ન ચિત્તની ભાગીરથી ધારાનું અહીં અવિરત અવતરણ છે. જ્ઞાનચયનની ખળખળ વહેતા ઝરણાં જેવી નિષ્પત્તિ છે. સંસ્કૃત, પ્રાકૃતના ૧૯૦ ગ્રંથો, ગુજરાતી ભાષાના ૧૪૫ ગ્રંથો, અંગ્રેજીના ૧૫ અને ૧૧ એમ કુલ ૩૬૧થી વધુ ગ્રંથોનું અધ્યયન અને એ સાથે સ્વ પ્રજ્ઞા અને સર્જકતાનું પરિણામ એટલે આ ચાર ગ્રંથો. પૂજ્યશ્રીએ સુંદરમ્ની અર્વાચીન કવિતા,ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગાંધીજીની આત્મકથા, આનંદ શંકરનું ‘આપણો ધર્મ અને રાહુલ સાંકૃત્યાયનનો પણ સ્પર્શ કર્યો છે. જિજ્ઞાસુએ ચોથા ભાગના અંતે પરિશિષ્ટ જોવું. ઉપરાંત ૬૫ પાનાંની વિષયસૂચિના અવશ્ય દર્શન કરવા. ચાર ભાગમાં વિસ્તરાયેલી ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ૧૪૨ ગાથાનું રસ, અર્થ અને ધ્વનિદર્શન, પિતા કે ગુરુ પોતાના બાળક-શિષ્યની આંગળી પકડીને કરાવે એ રીતે કરાવે છે. સર્જકની વિચારસૃષ્ટિ) પ્રથમ પૂર્વની ગાથાનું અનુસંધાન વિચારભૂમિકા સ્વરૂપે, પછી ગાથા, પછી એ ગાથાનો અર્થ, પછી ભાવાર્થ અને ત્યાર પછી વિશેષાર્થ અને છેલ્લે પ્રત્યેક ગાથાને અંતે શ્રી ગિરધરભાઈની કાવ્ય પંક્તિમાં પાદપૂર્તિ. ગ્રંથકાર પૂ. રાકેશભાઈ આપણી આંગળી પકડે, થોડું ચલાવે, થોડું ચઢાવે અને પછી બેસાડીને નિરાતે વિશેષાર્થ સમજાવે. આ વિશેષાર્થનું ફલક અતિવિશાળ અને ગહન. અહીં અનેક ગ્રંથો અને દર્શનોનો આપણને પરિચય-ચિંતન કરાવે. બધું ખૂબ જ સરળ ભાષામાં, ક્યાંય અતિશયોક્તિ કે આડંબર નહીં, જે કહેવું છે, જેટલું સમજાવવું છે એટલી જ ચર્ચા-ચિંતન કરવાના. પછી ઉઠો, અને ચાલો મારી સાથે. આ યાત્રા કરો એટલે આ ગ્રંથાધિરાજ, કાવ્યશિરોમણિ 'આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રાપ્તિ નકકી સ્વની ઓળખ, સ્વ સાથેનું જોડાણ, મતાથપણું ગયું. આત્માર્થી થવાયું.. આ જ સિદ્ધિ, એટલે જ આત્મખ્યાતિ ટીકામાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે, હે જીવ! તું છ મહિના આ તત્ત્વનો અભ્યાસ કર, તને જરૂર આત્માની પ્રાપ્તિ થશે.' હું પણ કહું છું કે, હે સાધક, બધું ત્યજી આ ગ્રંથનો છ મહિના સતત અભ્યાસ કર, તો ઘણાં જાળાં તૂટી જશે, અને જે પ્રાપ્ત થશે એ કહેવા તું રોકાઈશ નહીં. સહજ સ્વરૂપે સમજાશે અને સહજ જીવી જવાશે. ગ્રંથકર્તાએ સન ૧૯૯૮ સુધી ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશે જ્યાં જ્યાં જે જે લખાયું છે એનો ગહન અભ્યાસ કરી એ સર્વનો અર્ક અહીં પીરસ્યો છે. આત્મસિદ્ધિ પામેલા મહા આત્માએ આ ‘આત્મસિદ્ધિ'નું સર્જન કર્યું એમ આ કાવ્યને પૂર્ણ રીતે પામેલા એવા જ આ ગ્રંથકર્તા પ્રાજ્ઞ આત્માએ એના ઉપર ગહન અને વિશદ વિવેચન કર્યું છે એની પ્રતીતિ વાચકને પુરે થાય છે અને વાચકના ભીતરની ધન્યતા ઉઘડતી જાય છે. - ક્રિયા જડતા, સદ્ગરનું સેવન, મતાર્થીની શંકા, ગુરુ-શિષ્ય સંવાદ, અન્ય દર્શનોનું દર્શન, આ બધું તટસ્થ ભાવથી ગ્રંથકર્તા અહીં જણાવે છે. કયાંય પૂર્વગ્રહ નથી. સાપેક્ષવાદના સિદ્ધાંતને ગ્રંથકર્તા પૂરા વફાદાર રહ્યા છે. પોતાના વિચારના સમર્થન માટે પૂર્વસૂરિઓના વિચારને વિગત સાથે દર્શાવે છે. વિચારોની પારદર્શકતા છે, ખંડન ક્યાંય નથી. પ્રત્યેક ગાથાની ચર્ચા-ચિંતન એક એક સ્વતંત્ર પ્રકરણ બને એવા છે. શાસ્ત્રની સાથે વૈજ્ઞાનિક આધાર છે, ઉપરાંત કથા દષ્ટાંતોથી એ વિવેચન ગ્રાહ્ય, સહ્ય અને ૧૬. Page #10 -------------------------------------------------------------------------- ________________ િજ્ઞાનધારા) આસ્વાદ્ય બને છે. મહાપ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્ર રચિત આ કાવ્ય શિરોમણિમાં આગમ તત્ત્વો અને ગણધરવાદના પ્રશ્ન-ઉત્તરો છે. પ્રારંભમાં જે પંક્તિ ટાંકી છે તે છ પદ (૧) આત્મા છે (૨) આત્મા નિત્ય છે (૩) આત્મા કર્મનો કર્તા છે (૪) આત્મા કર્મનો ભોક્તા છે (૫) મોક્ષ છે અને (૬) મોક્ષનો ઉપાય છે. આ બધું સમજાવવા પડ્ઝર્શન, ચાર્વાક, જૈન, બૌદ્ધ, ન્યાય-વૈશેષિક, સાંખ્ય, પૂર્વમિમાંસા અને ઉત્તમર મિમાંસા દર્શનની વિગતે ચર્ચા છે, એનો પુનઃ પુનઃ આધાર લેવાયો છે, જે તે તે સ્થાને યથાર્થ છે. આ માટે ગ્રંથકર્તાએ આ દર્શનોનો અતિ ઊંડાણથી અભ્યાસ કર્યો છે એની પ્રતીતિ થાય છે. ગુરુ-શિષ્ય સંવાદ શૈલીથી લખાયેલા આ મહાકાવ્યને ગ્રંથકાર ગીતાકાર કૃષ્ણની જેમ આપણને સમજાવે છે. એમાં કર્મચક્ર અને મોક્ષની પ્રાપ્તિની સ્પષ્ટતા છે. ભાગ-૩ ગાથા ૧૦૭માં ગ્રંથકાર આ ગાથાનો વિશેષાર્થ સમજાવતા લખે છે, ‘શુદ્ધ આત્માનું ભાન થયું તે સમ્યમ્ જ્ઞાન, તેની પ્રતીતિ થવી તે સમ્યમ્ દર્શન અને તેમાં રમણતા થવી તે સમ્યમ્ ચરિત્ર'. ભારે તત્ત્વને ગ્રંથકાર કેવી સરળ ભાષામાં સમજાવે છે એનું આ દષ્ટાંત છે. ભાગ-૩, ગાથા ૧૧૦નો વિશેષાર્થ સમજાવતા પૂજ્યશ્રી લખે છે : “સંસારથી થાકેલાને જ આ સમ્ય દર્શનની પ્રાપ્તિ થાય છે. જીવમાં જિજ્ઞાસુનાં લક્ષણો પણૂટે, સ ઓનો યોગ થાય, બોધ મળે અને સરના લક્ષે વર્તે તો જીવને શુદ્ધ સમકિતી પ્રાપ્તિ થાય. સદ્દગુરુની નિશ્રામાં સ્વરૂપનો બોધ થયા પછી, યથાર્થ તન્ય નિર્ણય અને ઉપયોગની અંતર્મુખતાના અભ્યાસથી સ્વાનુભૂતિ થાય છે. સદગુરના લક્ષે મિથ્યાત્વના દળિયા ખસે છે અને આત્મ સાક્ષાત્કાર થાય છે. એક ક્ષણ પણ આત્માનું સ્વસંવેદન થાય તો જીવન અમર્યાદિત સંસાર મર્યાદિત થઈ જાય છે. ગાયના શિંગડાની અણી ઉપર રાઈનો દાણો જેટલો કાળ રહી શકે એટલા અલ્પકાળ માટે પણ જો આત્માનો અનુભવ થાય તો પછી મોક્ષ વિશેષ દૂર નથી.' આવું ઉત્તમોત્તમ સ્વચિંતન અને ગ્રાહ્ય દષ્ટાંતો આ ગ્રંથકાર આપણે આ વિશાળ પૃપટોમાં આપે છે. બીજું એક સરળ દષ્ટાંત ઓ - ભાગ ૩ : પાનું ૧૦૨. ‘બંધ છેદ - એરંડા બીજ : એરંડાનું ફળ પાકતાં, તેની ઉપરનું પડ સુકાઈ જવાથી તે ફાટી જાય છે અને તેમાં રહેલ બીજ એકદમ ઉપર ઉછળે છે. એરંડ ફળનું સર્જકની વિચારસૃષ્ટિ) બંધન છેદતાં બીજની તુરંત ઉપરની તરફ ગતિ થાય છે. જ્યાં સુધી પડના બે ભાગ ન થાય ત્યાં સુધી બીજ એ પડમાં રહે છે, કારણ કે પડનું બંધન તેને ઉપર જતાં અટકાવે છે. તેમ સંસારી જીવને કર્મનું બંધન છે. કર્મના બંધનનો વિયોગ થતાં જીવ એરંડાના બીજની જેમ ઊર્ધ્વ ગતિ કરે છે. જે રીતે ઉપરનું ફોતરૂં નીકળતાં જ એરંડાનું બીજ છૂટીને ઉપર જાય છે, તે રીતે ભવ પ્રાપ્ત કરાવનારાં કર્મનાં બંધન દૂર થતાં જ જીવની ઊર્ધ્વ ગતિ થાય છે. જ્યારે જીવના કર્મ બંધનનો છેદ થતાં તે મુક્ત થાય છે ત્યારે તે મુક્ત જીવ ઊર્ધ્વગમન કરીને સિદ્ધાલયમાં જાય છે.' કર્મ, તત્ત્વ, સર, આત્મા, મોક્ષ અને અન્ય ગહન વિષયોનું એક પછી એક રહસ્યોદ્ધાટન થતું જાય છે. ગ્રંથકાર ગાથાના એક એક શબ્દના તારને છૂટા કરી પોતાની પ્રજ્ઞાથી પિંજે છે અને શુદ્ધ અને સ્પષ્ટ સ્વરૂપે એના વહાલા સાધકને આપે છે. ગ્રંથકાર આત્મસિદ્ધિ કાવ્યના માત્ર તત્ત્વની જ તપાસ નથી કરતા, પણ આ કાવ્યના કાવ્ય સૌદર્ય, એની ભાષા, શબ્દાલંકાર, અર્થાલંકાર, કાવ્યના દોહરા છંદનું બંધારણ, ગુરુ-શિષ્ય સંવાદ શૈલીથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સંવત ૧૭૦૧માં અખાએ આરંભ કર્યો હતો એ ઘટના, ઉપરાંત ગીતામાં કૃષ્ણ-અર્જુન સંવાદ છે, વગેરે ભાષાકીય સાહિત્યિક તત્ત્વોની પણ ચર્ચા મૂલ્યાંકન કરે છે. જૈન શાસ્ત્રો ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે : (૧) દ્રવ્યાનુયોગ (૨) ચારણાનુયોગ (૩) ગણિતાનુયોગ અને (૪) ધર્મકથાનુયોગ. પડપદ અને પડદર્શનની સાથોસાથ ઉપરોક્ત વિષયની પણ યથાસ્થાને ચર્ચા ગ્રંથકાર કરે છે. સંક્ષેપમાં કહીએ તો ગ્રંથકારે વિવિધ દર્શનોનો જે ગહન અભ્યાસ કર્યો છે એનો અર્થ અહીં શબ્દસુગંધ દ્વારા પ્રસ્તુત કર્યો છે. ક્રિયાજડ અને શુષ્ક જ્ઞાનીને માર્ગદર્શન આપી સાધકને યથાર્થ મોક્ષમાર્ગે વાળ્યા છે. નયની ચર્ચા કરતાં વ્યવહારનય અને નિશ્ચયનયને રેલવેના પાટાની સાથે સરખાવી, બંનેનું મહત્વ સમજાવી, મંઝિલ તો એક મોક્ષની જ છે એવું સરળ દષ્ટાંત દ્વારા સમજાવ્યું છે, એટલે ક્યાંય કોઈ વસ્તુનું ખંડન નથી, મંડન અને મોક્ષમાર્ગનું નિર્માણ માત્ર અહીં છે. આવું ગહન તત્ત્વજ્ઞાન ગ્રંથકારે ખૂબ જ સરળ અને પથ્ય ભાષામાં પ્રસ્તુત કર્યું છે. દષ્ટાંતો સાથની શૈલી રસવંતી છે. વિચાર-શૃંખલાની કડી રસાયણની જેમ એવી ઓતપ્રોત થાય છે કે એ વાંચની વખતે ગ્રંથના પૃષ્ટો ભેગાં કરવાની ઇચ્છા ન થાય. ૧૮ » – Page #11 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) કર્મક્ષયથી મોક્ષ સંપદાની પ્રાપ્તિ કરાવનાર કાવ્ય ચૂડામણિ ગુણગર્ભિત લબ્ધિવાક્યાવલીથી ભય ભય ‘આત્મસિદ્ધિ શાસ્ત્રને પૂરા ભાવ સાથે સરળ ભાષામાં સમજાવતા આ ગ્રંથો જિજ્ઞાસુ માટે દીપક સમાન છે. મહાકવિ જયદેવને એમની એકમાત્ર કૃતિ “ગીતગોવિંદ'થી જે યશકળશ મળ્યો એવી જ યશસંપદા ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર વિવેચન'ના ગ્રંથકારે પ્રાપ્ત કરી લીધી છે જ અને એ ચિરંજીવ રહેશે. શકવર્તી બનવાને સર્જાયેલા આ ગ્રંથોનું વાંચન, મનન, અધ્યયન, પરિશિલન ચિંતન જે મુમુક્ષુ કરશે તો એમના આત્મ-કલ્યાણનું, જીવને શિવ તરફ ગતિ કરાવવાનું એ અવશ્ય નિર્મિત બની રહેશે. ચોથા ભાગમાં ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિશે ગ્રંથકારે જે વાક્યો લખ્યાં છે એમના એ જ વાક્યો આ ગ્રંથના સંદર્ભમાં હું એ પૂજ્યશ્રીને અર્પણ કરું છું. ‘આવા અર્થગંભીર ગ્રંથનું વિવેચન કરવું એ ખરેખર સમુદ્રને કળશથી ઉલેચવા જેવું દુર્ગમ કાર્ય છે.' આ ગ્રંથો વિશે અધિકાધિક લખવાના ભાવ અંતરમાં ભરાયા છે, પણ સ્થળમર્યાદાને કારણે અહીં, અત્યારે તો આ અલ્પાઅલ્પ જ. મેઘધનુષ્ય અને સંધ્યાના રંગને ક્યાં જુદા પાડી શકાય છે ! આવા ઉત્તમોત્તમ ગ્રંથોનું માર્ગદર્શન આપવા માટે આપણે ડૉ. રમણભાઈનો આભાર તો માનીએ જ, પણ વિશેષ આભાર તો શ્રી સુરેન્દ્રભાઈ ઝવેરીનો અને શ્રી મહેશભાઈ ખોખાણીનો માનીએ કે જેમણે મુંબઈ યુનિવર્સિટીના અભિમન્યુ કોઠાને પાર કરી પીએચ.ડી.ના અભ્યાસ માટે આવશ્યક પરવાનગી પ્રાપ્ત કરાવી. પુનઃ પુનઃ લખું છું કે, આ ગ્રંથ સમજવામાં સરળ છે અને એનો જે અભ્યાસ કરશે એના માટે મોક્ષ પથ ટૂંકડો છે. કીડી જેમ કરતાલ લઈને ભક્તિ કરવા જાય, એમ, એવી રીતે અહીં આ ગ્રંથની શબ્દ ભક્તિ મેં કરી છે, આનંદદર્શન કર્યું, કરાવ્યું છે, એથી વિશેષ મારી કાઈ ક્ષમતા નથી. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - ધરમપુર ‘શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર એ સાધકોના આત્મવિકાસની વૃદ્ધિ તથા સમાજોત્થાન અર્થે કાર્યરત વિશ્વવ્યાપી યજ્ઞ છે.' સર્જકની વિચારસૃષ્ટિ) ‘પોતાનું સ્વરૂપ ઓળખો અને અન્યની નિષ્કામ સેવા કરો.' ‘આ પરપે (શ્રીમદ્ રાજચંદ્ર) ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું અને હજુ સુધી કોઈ પણ માણસે મારા હૃદય ઉપર તેવો પ્રભાવ પાડ્યો નથી. મેં બીજે સ્થળે કહ્યું છે કે, મારું આંતરિક જીવન ઘડવામાં કવિ (શ્રીમદ્જી) સાથે રસ્કિન અને ટૉલ્સટોયનો ફાળો છે, પણ કવિની અસર મારા મન ઉપર વધુ ઊંડી છે, કારણ કે હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો.' - મોહનદાસ ગાંધી (મોડર્ન રિવ્યુ, જૂન-૧૯૩૦) આગળ જે ગ્રંથનો આનંદ-ઉલ્લાસ ગાયો એ ગ્રંથના કર્તા પૂ. રાકેશભાઈ ઝવેરીએ ૧૯૯૪માં જેની સ્થાપના કરી છે, જે વર્તમાનમાં ૨૨૩ એકરમાં વલસાડ પાસે ધરમપુરની મોહનગઢ ટેકરી ઉપર આકાર પામ્યો છે એ ધરતીમાં પ્રવેશતા જ અશાબ્દિક અનુભવ થયો. આ આશ્રમ, એમાં યોજાતા સત્સંગ અને સ્વાધ્યાય, સેવા અને કરુણાના કામો, અજબ-ગજબની શિસ્ત અને વ્યવસ્થા, આ સુવાસ સાંભળી હતી અને એ જોવા મન ઉત્સુક પણ હતું. આશ્રમના ટ્રસ્ટી મહેશભાઈ ખોખાણીએ આત્મર્પિત ભાઈ શ્રી નેમીનો પરિચય કરાવ્યો અને સમયની મર્યાદા પ્રમાણે શક્ય એટલું અલ્પ આશ્રમ દર્શન ભાવ અને ઉત્સાહ સાથે અમને કરાવ્યું. પ્રત્યેક સ્થળે અધ્યાત્મની સુવાસ અને અધ્યાત્મનું દર્શન. સામાન્ય રીતે આવા સાધના સ્થળોએ ૫૦-૬૦થી વધુ ઉંમરના સાધકોના દર્શન થાય, પણ અહીં તો યુવાવર્ગ વિશેષ હતો. આજના યુવાનને ધર્મ સમજવો છે, પણ એમને એમની રીતે સમજાવાય તો એ એવા ધર્મને સ્વીકારે. ગુરુદેવ પૂ. રાકેશભાઈ ઝવેરીએ યુવાનોને ધર્મનું તત્ત્વ સમજાવી એ સર્વેને આ સાધના અને સેવાની પ્રવૃત્તિથી દીક્ષિત કર્યા છે. સેવા અને સમર્પણ માટે વય પ્રમાણે જૂથોની રચના કરાઈ છે : ગભર્પિત, સમર્પિત, જીવનાર્પિત, હૃદયાર્ષિત, સર્વાર્ષિત, શરણાર્પિત, પ્રેમાર્પિત, ચરણાર્પિત, આત્માપિત અને સેવાર્ષિત. તમને સુખ તજી દેવાનું કહેતો નથી. હું તો માત્ર તમને સુખનો ચડિયાતો સ્તોત્ર દર્શાવવા ઇચ્છું છું.' - ૨૦ - ૧૯ - Page #12 -------------------------------------------------------------------------- ________________ સર્જકની વિચારસૃષ્ટિ) જ્ઞાનધારા) આ વાક્યો સાથે બાળકો અને યુવાનો માટે વિવિધ શિક્ષણ યોજના ડીવાઈન ટચ, મેજિક ટચ, અહંત ટચ અને સ્પિરિટ્યુઅલ ટચના શીર્ષકથી યોજી છે. માત્ર આધ્યાત્મ અને શિક્ષણ જ નહીં, વિવિધ સેવા માટે ‘લવ ઍન્ડ કેર' શીર્ષકથી અહીં કરૂણાના કામો થાય છે, જેમાં કેળવણી, આરોગ્ય, પશુચિકિત્સા, ગૌશાળા વિગેરે મુખ્ય છે. થોડાં માટે સહાનુભૂતિ એ આસક્તિ છે. સર્વ માટે કરૂણા એ પ્રેમ છે. તમે પ્રેમ કરો છો ત્યારે સેવા સહજ બની જાય છે.' અહીં અધ્યાત્મ, ભક્તિ અને સેવાનો સમન્વય છે. નવું વર્ષ, હોળી, જન્મકલ્યાણક વગેરે યુવા દ્વારા યોજિત અહીંના ઉત્સવો માણવા એક લ્હાવો છે. અહીં ઉલ્લાસ સાથે આત્મિક વિકાસ છે, જે યુવાનોને અહીં આકર્ષે છે. એકસાથે હજારો સાધકોની વ્યવસ્થા કરવી, થવી એ એક અજાયબ યોજનાશક્તિનું અહીં દર્શન છે. અહીં ઉત્સવોમાં શિસ્ત છે, ધર્મ છે અને તત્ત્વની સંસ્કારદીક્ષા છે. પૂ. ગુરુદેવે અત્યાર સુધી વિવિધ શાસ્ત્રો ઉપર ચિંતીય પ્રવચન આપ્યાં છે. આ જ્ઞાનની સી.ડી. અહીં ઉપલબ્ધ છે. ધબકતા ધર્મ ઉત્સવો હોય, જ્ઞાનની સાચી સમજણ વહેતી હોય તો ત્યાં યુવાધન ખેંચાય આવે જ. આ સંસ્થાનાં ભારત તેમ જ અન્ય દેશોમાં લગભગ ૬૫ કેન્દ્રો છે. અધ્યાત્મ પળેઃ પૂ. બાપજીની વિચારસૃષ્ટિ - પૂ. ડૉ. તલતાબાઈ મહાસતીજી અધ્યાત્મયોગિની પૂ. બાપજીનાં શિષ્યા પૂ. ડૉ. તરુલતાબાઈ મહાસતીજીએ અવધૂતયોગી આનંદધન, બનારસીદાસ, શ્રીમદ્ રાજચંદ્ર અને સંતકવિ કબીરના સાહિત્ય પર શોધપ્રબંધ લખી Ph.D. કર્યું છે. આત્મસિદ્ધિ | શાસ્ત્ર પરનો તેમનો ગ્રંથ “હું આત્મા છું” ખૂબ જ લોકપ્રિય બન્યો. તે ગ્રંથનો હિન્દી અને ઇંગ્લિશમાં પણ અનુવાદ થયો છે. વિદુષી પ્રખર વક્તા છે. શીલ અને સંસ્કારની સૌરભ ચોપાસ ફેલાવતું એક અનોખું વ્યક્તિત્વ તે જ અપણાં લલિતાબાઈ મહાસતીજી, જેમને દેશ-વિદેશમાં સહુ ‘પૂ. બાપજી'ના આદરભર્યા નામે યાદ કરે છે. સુગંધનો કોઈ પરિચય નથી હોતો, પણ હા, ઉપવન અને માળીને સંભારવા રહ્યાં. સોરઠ ધરાનું ધોરાજી ગામ અને શ્રી ત્રિભોવનભાઈ દોશી તથા શ્રીમતી ચંપાબહેન દોશીનાં વ્હાલસોયાં સંતાન. માન-મર્યાદાના એ કાળમાં શહેરી અને ગ્રામ્ય સંસ્કૃતિનો સમન્વય. એમનાં માનસમાં, વાણીમાં, વ્યવહારમાં, પહેરવેશમાં ભારતીય સંસ્કૃતિની છાંટ, આસપાસમાં રહેતા વૈષ્ણવ કુટુંબના પરિચયના કારણે નવરાત્રિ વગેરેના ગરબા-ગીતોને કોકિલકંઠ ગાવાનો શોખ. આ રીતે વ્યતીત થતા જીવનમાં આવ્યો એક ટર્નિગ અને જૈન ધર્મની દીક્ષા લઈ ગુરુદેવ સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તથા ગુણીદેવા પૂ. શ્રી મોતીબાઈનાં ચરણે સમર્પિત થઈ; અલખના આરાધક થયાં. અંતરનાં દ્વાર અંતર્યામિની HEALTH HER HER-TH REFER HER: ૨૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) પધરામણી માટે ખૂલ્લા મૂક્યાં તો શરીર વડીલ મહાસતીજીઓની સેવામાં સંલગ્ન બની ગયું. પરિણામે જ્ઞાનનો દીપક પ્રવળી ઉઠ્યો. એ પ્રકાશે સંઘ-સમા-શ્રાવકોમાં દીપ્તિ પ્રસરાવી તો બીજી બાજુ શિખ્યાઓનું જીવનઘડતર થયું. સર્વ જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિના માર્ગે અગ્રસર થયાં. જન્મભૂમિના પ્રદેશને છોડી, મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, આંધ, બિહાર, બંગાળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ વગેરે પ્રદેશોમાં હજારો માઈલની પદયાત્રા વડે, ભાવિકોને પોતાની વાણીથી ભિંજવતાની સાથે જૈન ધર્મના ગોંડલગચ્છની, ગુરુ-ગુરણીની શાન વધારી તેમનું નામ રોશન કર્યું. - સાધુ-સાધ્વી સમાજમાં તેમજ શ્રાવક-શ્રાવિકાઓનાં અંતરમાં એક આગવી છાપ ઊભી કરી. સહની શ્રદ્ધા-ભક્તિનાં ભાજન બનવાની સાથે પોતાની વિચક્ષણતા, દીર્ધદર્શિતા, ગંભીરતા, વાત્સલ્ય, કરૂણા, પ્રેમ આદિ અનુપમ ગુણોના કારણે ચતુર્વિધ સંઘના માર્ગદર્શક બનતા રહ્યાં તેમજ મુંઝાતી વ્યક્તિઓ માટે ‘પૂછવા ઠેકાણું' કહેવાયાં. આધ્યાત્મિક સમજ, વિચારોની સ્પષ્ટતા, સમાંતર ભાવોનું અવલોકન, સ્વપરિણતી પ્રત્યે સજાગતા, પોતાના પરીક્ષણમાં પ્રામાણિકતા આદિના ધારક વિ.ના કારણે અધ્યાત્મયોગિનીના સાર્થક નામધારી થયાં. રાત-દિન માત્ર સ્વરૂપ ચિંતન કરતાં રહ્યાં, જેના કારણે અધ્યાત્મ રહસ્યો એમના અંતરમાં પ્રગટ થતાં ગયાં....જે મર્મો ગ્રંથોમાં ન સમજાય તે અનુભવીના અનુભવમાં સમજાય છે. વળી, પૂ. બાપજી ચિંતન સાથે ધ્યાન-સાધનામાં રત રહ્યાં. જે કમ જીવનનાં અંત સુધી ચાલતો રહ્યો. આખાયે જીવનનું સરવૈયું મૃત્યુશૈયા પર આલોકિત થાય છે, જે પૂ. બાપજીના અંતિમ સમયે સ્પષ્ટરૂપે દર્શનીય હતું. છેલ્લા શ્વાસ સુધીની પૂર્ણ જાગૃતિ અને પ્રસન્નતા જીવંત વ્યક્તિનાં જીવનમાં મળવી જોઈએ એવી કાંતિ દેખાય, તે પૂ.બાપજીના મુખ પરની રેખાઓમાં ઝળકતું હતું તથા દેહ-આત્માની ભિન્નતાની અનુભૂતિનું અમૃત ચારે બાજુ પ્રસર્યું. સમગ્ર જીવન પ્રભુચરણે ધરી અલિપ્ત-અનાસક્ત થઈને જીવ્યા અને નિર્લેપતા સાથે આત્મસ્થ થઈને સર્વ છોડી દઈ, સ્વમાં સમાહિત થઈ ગયા. આત્માના ગષક પૂબાપજીએ સાહિત્યિક ક્ષેત્રે પણ ચંચુપાત કર્યો. તેઓશ્રીની કુશાગ્ર પ્રજ્ઞાએ જૈન દર્શનની કર્મ-ફિલોસોફીના સૂક્ષ્મ રહસ્યોને અતિ ટૂંકા ગાળામાં આત્માસાત ર્યા. શ્રી દેવેન્દ્રસૂરિ દ્વારા વિરચિત પ્રાકૃત ભાષાના કર્મગ્રન્થની ગાથાઓ પર પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ વિસ્તૃત વિવેચન હિન્દી ભાષામાં કર્યું હતું. ગુજરાત-કાઠિયાવાડના વિદ્યાર્થીઓ માટે હિન્દી ભાષા અપરિચિત હતી, જેથી સર્વને સરળ થાય તે હેતુથી પૂ. બાપજીએ તેનું સરળ ગુજરાતીમાં અનુવાદ કરી જૈન વિદ્યાર્થજગત પર મહાઉપકાર કર્યો. જૈન પરંપરાના આવશ્યક સૂત્ર રૂપ પ્રતિક્રમણની અર્ધમાગધી ભાષા સર્વેને સમજવી સુલભ નથી હોતી. આ વાત લક્ષ્યમાં રાખી બાપજીએ શ્રાવક પ્રતિક્રમણનાં ભાવો “આલોચનાની આંખે અને પ્રાયશ્ચિતની પાંખે' નામક ગ્રંથમાં ગૂંચ્યા. જે વ્યક્તિ અભ્યાસુ ન હોય તે પણ સહજ સમજી શકે. ‘જાગે તે પામે’ નામનું અતિશય નાનું પુસ્તક ‘સમાધિ મરણ'નો દસ્તાવેજ છે. છે તો એ મુમુક્ષને લખાયેલો પત્ર, પરંતુ આયુષ્ય પૂરા થવાના સમયે જીવને અસમાધિ વરતતી હોય, દેહાદિની આસક્તિમાં જીવ અટવાતો હોય, આત્મલક્ષ જાગૃત ન થયું હોય, એ સમયે આ પત્રનું પારાયણ વ્યક્તિ સમીપે કોઈ કહે, એક-બે અને ત્રણ વાર આ પત્ર વાંચી સંભળાવે, તો એ જીવની પરિણતી પરિવર્તિત થઈ જઈ, સમાધિભાવ થઈ જાય અને શાંતિ-પ્રસન્નતા સાથે પ્રભુના સ્મરણ સાથે સદ્ગતિ થાય, તેવા કેટલા પ્રસંગો બન્યા છે જેના સાક્ષી અનેક ભાવુકો છે. પૂ. બાપજીએ અધ્યાત્મ ચિંતનથી જે દેહ-આત્માની ભિન્તાને માણી, તે આ પત્રરૂપે પ્રગટ થઈ છે. રહી વાત ‘અધ્યાત્મ પળે'ની તે તો બાપજીના સમગ્ર જીવનનો નિચોડ છે. નાની-નાની કાપલીઓમાં લખેલી બહુ મોટી વાતો, સાધકને સ્પર્યા વિના નથી રહેતી. આગમમાં કહ્યું છે કે ‘ા નાનાદિ gિ” ક્ષણને પામે, અનુભવે તે પંડિતજ્ઞાની. ધ્યાનની ગાઢ રુચિના કારણે, કોઈ અદશ્ય શક્તિનું માર્ગદર્શન તેમજ પ્રેરણા મળી અને પૂ. બાપજી એ માર્ગે ડગ ભરતાં-ભરતાં આગળ વધતાં રહ્યાં. ધ્યાન થાય તે માટે માનસિક તેમજ વૈચારિક યોગ્યતા કેવી જોઈએ, તે વાત બતાવતાં પૂ. બાપજી, પ્રેરક આત્માના શબ્દોમાં જ લખે છે - ‘પહેલાં વિકલ્પોને ટાળવા, સંકલ્પ કર, એટલે કે અશુભ વિચારોને છોડી શુભ વિચાર કર, પછી તત્ત્વોનો વિચાર. તત્ત્વોનો વિચાર કર્યા પછી, તેનું જાણપણું થયા પછી તેનું ચિંતવન કર. પહેલાં જીવ-અજીવ એ તત્ત્વોનું ચિંતવન કરવું. ચિંતવન કરતાં કરતાં મનને એકાગ્રતાની તાલીમ આપવી... શરૂઆત ભલે એક સેકન્ડથી થાય.' ૨૩ ૨૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) પૂ. બાપજીએ આ પ્રયોગ તરત કર્યો અને સફળતા મળી. આ રીતે અનેક પ્રકારે ધ્યાન થતું ગયું અને પરિણામ એ આવ્યું કે, પૂ. બાપજી સહજ ધ્યાન દશામાં સરી પડતાં. કંઈક વાંચતાં હોય, કંઈ ચિંતવન ચાલતું હોય કે પછી ભાં-ઊભાં પ્રતિક્રમણ કરતાં હોય, સહજ ધ્યાન લાગી જાય. દેહભાન ભુલાઈ જાય. ન ગરમી-દંડી અનુભવાય કે ન તો મચ્છરના ઉપદ્રવનો ખ્યાલ આવે. ૨-રા-૩ કલાક સુધી આ ભાવદશામાં સ્થિર રહે... વળી પણ પૂ. બાપજી કહે છે - 'ધ્યાનમાં પ્રવેશ અને પ્રગતિ અર્થે બે અંગો અતિમહત્ત્વનાં છે, સમત્વની કેળવણી અને ચિત્તની એકાગ્રતા અથવા સાક્ષીભાવ. ધ્યાન સાધનામાં જેમ-જેમ સમતા અને સાક્ષીભાવ વધતો જાય તેમ-તેમ સાધક વ્યવહાર દષ્ટિથી ઉપર ઊઠી નિશ્ચયનાં લક્ષ્ય સાધના કરે છે. લોકનાં સર્વ દ્રવ્યોગુણ-પર્યાયોને નિશ્ચય અને વ્યવહાર રૂપે સમજ્યા પછી નિશ્ચયને મુખ્ય કરી આત્મભાવમાં ઓતપ્રોત થાય છે ત્યારે ધ્યાનના ઉચ્ચ પ્રકારની સંપર્શના ક્રે છે. તેમાં એક વિશેષ ધ્યાન છે. 'સોહમ્' સાથે સ્વને જોડવો. તેની સમજ આપતાં પૂ. બાપજી ફરમાવે છે - | ‘સોડમ - પરપેક્ષ- જે શુદ્ધ સ્વરૂપે સિદ્ધ પરમાત્ય છે, તે જ સ્વરૂપ મારું છે, હું પણ તેવો જ આત્મા છું. મારા આત્મામાં તિરોભાવે પરમાધ્યશક્તિ પહેલાં છે, પરંતુ તેના પર કોઈ વસ્તુનું આવરણ છે.' ‘સોહમ્ - સ્વપેક્ષા - જે-જે તત્ત્વોનું મેં નિરીક્ષણ કર્યું. તે-તે તત્ત્વ અને તેનો જોનાર તથા શક્તિરૂપ અર્થાત્ જ્ઞાતા-દષ્ટા રૂપ તે જ હું. જો આ બે ગુણો જ કામે લાગી જાય તો તે આત્માના અનંત ગુણોને વિકસાવી શકે તેમ છે.' આમ ધ્યાન વિષયક ગહન અનુભૂતિ અને સમ્યક સમજનાં દર્શન સર્વત્ર થાય છે. પૂ. બાપજીએ અન્યને ઉપદેશ આપતાં પહેલાં પોતાને જ ઠેરઠેર ઉપદેશ આપ્યો છે. ‘હે જીવ ! પ્રશંસાના સમયે તું જેટલો હરખાઈશ એટલો જ નિંદાના પ્રસંગે નિરાશ થઈશ, આ એક કુદરતનો ન્યાય છે.' હે જીવાત્મા ! તારા આત્માને અર્થાત્ ઉપયોગને પરમાત્મામાં જોડ અને પરમાત્મા પણ તને પરોક્ષ લાગતા હોય તો મહાત્મા યા ધરમાત્મામાં જોડ, નહીં તો તારા ઉપયોગનો દુરૂપયોગ થયો ગણાશે. સાથે ત્રણેય યોગનો પણ દુરૂપયોગ થઈ જશે.' સર્જકની વિચારસૃષ્ટિ) પૂ. બાપજીનું આંતરનિરીક્ષણ કાયમ ચાલતું, તેથી જ ઉપદેશ આપવાની વૃત્તિ વિરમતી ગઈ. વળી તેના પર ખૂબ જ ચિંતન થયું, તેથી તેઓ કહે છે - શ્રીમદ્ રાજચંદ્રજીનું વચન - પ્રથમ લે ઉપદેશ તું ‘આ વાક્ય પર વિચાર ને ઘૂંટણ ચાલ્યું અને વ્યાખ્યાન બંધ કર્યું. ને બીજાને ઉપદેશ દેવા કરતાં પોતાની જાતને ઉપદેશ દેવો એવો નિર્ણય કર્યો. સતત ઘૂંટવાથી એ ફળ મળ્યું કે અત્યાર સુધી જે ઉપદેશ અપાણો છે તે બીજાને, સામેના જનસમુદાયને લક્ષમાં રાખીને દેવાણો છે, પરંતુ હવે જે બોલાય છે તે હું જાણું-માનું-સ્વીકારું ને આચરું છું તે જ બોલાય છે. બીજું જ બોલાય તો તરત જ એમ થાય કે આ મારા જીવનમાં નથી. એટલે સ્પષ્ટ કહી દઉં કે આ મારામાં નથી.' પૂ. બાપજીમાં સચ્ચાઈનો ગુણ ઉજાગર હતો. પ્રત્યેક પળ સત્યતા સાથે જ વીતે તે માટે તેઓ ઘણા જાગૃત હતાં. તેઓ કહેતા આ જીવનમાં બીજું કાંઈ બની શકે કે નહીં પણ સચ્ચાઈને વરી જાવ. મનસા વાચા - કર્મણા સર્વદા - સર્વથા સચ્ચાઈથી જ વર્તવું... આત્માની શુદ્ધતા પ્રતિ તેઓ જેટલી જાગૃતિ સેવતા એટલી જ ગુરુભક્તિ - શ્રદ્ધા - સમર્પણ પણ તેઓને વરેલાં હતાં. સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ પ્રત્યે તેઓની ગુરભક્તિ સરાહનીય હતી. પૂ. બાપજીના શબ્દોમાં - 'મારા હૃદયમંદિર, શ્રદ્ધા સિંહાસન પર પૂજ્યપાદ ગ્રદેવની મંગલમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી, નિત્ય - નિરંતર માનસપૂજા કરતી રહી છું, જે અધપિ પર્યંત અખંડભાવે ચાલુ જ છે.' આવી જ ભક્તિ જિનેશ્વર પરમાત્મા પ્રત્યે પણ પૂ. બાપજીએ દાખવી છે. પ્રભુ સાથે પ્રત્યક્ષ વાતો કરતા હોય તેવા ભાવા તેમની કાવ્યરચનામાં ઝળકે છે - 'પ્રભુ ! તારું-મારું અંતર મારે કાપવું છે'. આ ઉપરાંત પૂ. બાપજીનાં કાવ્યોમાં સાધના કરી શુદ્ધ થવાનો તલસાટ પ્રદર્શિત થાય છે. પોતાના દોષોને છતા કરી પરમાત્માની કૃપા અને કરૂણા પોતા પર ઉતરે તેવી યાચના કરે છે. “કરૂણા કેરો તું સાગર ને નાનકડી મુજ નૈયા, ઝંઝાવાતે જાળવજે હો ભવસાગર ખેવૈયા...' હું તો ભાવના ભાવું છું ભવનાં અંતની રે...' પૂ. બાપજીને આશ્રયે આવેલા ભક્તજનને ભવ તરી જવાની તૈયા પૂ. બાપજી જ આપે છે. વળી અશાતા વેદનીયના ઉદયમાં કઈ રીતે સ્વભાવમાં રહેવું, એ ચાવી પણ એ જ આપે છે. શ્રીમતી અરૂણાબહેન કમાણીના અંતિમ દિવસોમાં ૨૫ ૨૬ Page #15 -------------------------------------------------------------------------- ________________ સર્જકની વિચારસૃષ્ટિ) જ્ઞાનધારા) તેમના પર લખેલા પત્રમાં અદભુત ભાવો સાથે પ્રેરણા પૂરી પાડી છે... હે આત્મા ! તું ગભરાય છે શા માટે ? ઊઠ ઊભો થાય, કાલનો દિવસ વીતી ગયો. આજનો દિવસ પણ તેજીથી વિતી રહ્યો છે. કાળ શિર પર તૈયાર છે, બોલ આત્મન્ ! જાગવું છે કે ભાગવું છે....?' પૂ. બાપજીનું પત્રસાહિત્ય પણ વિશાળ છે. તેઓશ્રી બહુ પત્રો તો લખતાં નહીં પણ પોતાની શિષ્યાઓ જ્યારે પોતાથી દૂર અન્ય ક્ષેત્રે હોય ત્યારે પ્રસંગ આવ્યે પત્ર લખતાં તેમજ ભાવિક ભક્તોને પણ જન્મદિન, નૂતન વર્ષ, સંવત્સરિ, તપસ્યા વગેરે વગેરે પ્રસંગોએ પત્રો લખ્યા છે, તે પણ સૂચક અને જ્ઞાન-તત્ત્વથી ભરેલા... ‘તારો અભ્યાસ તથા વાંચન ચાલતા હશે. હવે ચિંતનની કલા હસ્તગત થઈ હશે. નહીં તો એ માટે ખાસ કોશિશ કરજે, ચિંતવન વગરનું ચિત્ત વિચિત્ર બની જાય છે'... ક્યાંક પત્રમાં પોતની દશાનું વર્ણન કરે છે... “હમણાં મારા મગજ અને મન ખાલી જેવા થઈ ગયા. અને હજુ પણ ખાલી કરવા ઈચ્છું છું... ! વળી સંવત્સરી કે માખીનાં ખમત ખામણા પરસ્પર થતાં હોય તે માત્ર ઔપચારિકતા ન બની રહે પણ હૃદયના પશ્ચાતાપ સાથે જાગૃતિપૂર્વક થાય તે માટે કહે છે...! ‘અનેક ભવો સુધી ખમાવાનું કાર્ય કર્યું છતાં હજુ પૂરું થયું નથી, તેનું કારણ શું છે તે શોધવું જોઈએ...?' ( પત્રોમાં ભિન્નભિન્ન દષ્ટિથી, હરીફરીને સાધના-આરાધના ને કેમ વેગ મળે તે જ વાતો આવી છે... પૂ. બાપજીની અધ્યાત્મ ભાવોને માણવાની પળો એ છે ‘અધ્યાત્મ પળે', જ્યારે આ ગ્રંથનું સંપાદન કરવાનું કાર્ય, મારા ભાગે આવ્યું ત્યારે એક બાજુ હતી મૂંઝવણ અને ગભરામણ... એ માટે કે પૂ. બાપજીએ બતાવેલાં તથ્યો અને સત્યોને એના પૂર્ણ ભાવો સાથે રજૂ કરી શકીશ કે નહીં તો બીજી બાજુ અંતરમાં અપાર હર્ષ હતો કે જેમાં પૂજ્ય બાપજીનું આત્મિક અસ્તિત્વ સમગ્રપણે ઊભરી રહ્યું છે, તેવા ભાવોની સ્પર્શના કરવાનો અવસર પામવા ભાગ્યશાળી બની. પ્રાન્ત આ ગ્રન્થ સાગરમાં ડૂબકી લગાડનારને અવશ્ય સાધનાનાં માણિક્ય હાથ લાગવાની સાથે દર્શન વિશુદ્ધિ અને ચારિત્ર પર્યવને માણવાનો મહાન લાભ થશે જ થશે... ગંથ : અધ્યાત્મ પળે (પૂ. બાપજીના વચનામૃત) સં. : ડૉ. તરુલતાબાઈ સ્વામી પ્રકાશક : લ્પતરુ સાધના કેન્દ્ર, મુંબઈ. ફોન : ૦૯૮૨૦૨૧૫૫૪૨. -:::: :::: સિદ્ધત્વની યાત્રાઃ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ની વિચારસૃષ્ટિ -પૂ. ડૉ. આરતીબાઈ મહાસતીજી ગો. સ.ના પૂ. વીરમતીબાઈ મ.સા.ના વિદ્વાન શિષ્યા ડૉ. આરતીબાઈ મ.સ.જીએ આ. દેવચંદ્રજી ચોવીશી પર મહાનિબંધ લખી Ph.D. કર્યું છે. તેમણે કેટલાંક પુસ્તકોનું લેખન સંપાદન કર્યું છે. જૈન આગમાં સાહિત્યના સંશોધન સંપાદનમાં એમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે) એક એવું વ્યક્તિત્વ જેમનું અસ્તિત્વ સદાય અનુભવાય. સમાજ ઉત્કર્ષ અને યુગ ઉપકારી મિશન્સ દ્વારા વિશ્વખ્યાતિને વરેલા રાષ્ટ્રસંત યુગ દિવાકર પૂજ્ય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ એટલે વિશિષ્ટ ગુરસ્વધારક અસામાન્ય વ્યક્તિ...!! જેનાર સર્વને પોતાના લાગે છતાં સતત 'સ્વ' આત્મામાં રમણ કરતાં કરતાં આત્માની ઉચ્ચત્તમ અવસ્થાને પામેલા મોક્ષાભિલાષી...! પ્રસિદ્ધિના શિખરે પહોંચેલા અને સિદ્ધત્વની મંઝિલ તરફ તીવ્ર ગતિથી પ્રગતિ કરનાર વિરલ વ્યક્તિ...!! ૧૯૭૦ની ૨૬મી સપ્ટેમ્બરે નાગપુરમાં શ્રી પુષ્પાબેન (જે હાલ પૂજ્યશ્રી પ્રબોધિકાબાઈ મ.સ. છે) કનૈયાલાલ ભાયાણી પરિવારમાં ત્રીજા પુત્ર તરીકે જન્મેલા મહાવીર...!! માત્ર પોણા ત્રણ વર્ષની ઉંમરે પિતૃપ્રેમનું છત્ર ગુમાવ્યું. ૧૯૯૧, ફેબ્રુઆરીમાં ૨૦ વર્ષની યુવા ઉમંરે, નાનપણથી પ્રાપ્ત સીકસ્થ સેન્સની જાગૃતિ અને અંતર રિત સંકેત પ્રમાણે દીક્ષા ગ્રહણ કર્યા બાદ ૧૯૯૬માં નવ મહિના પિતાતુલ્ય ગુરુ ભગવંત ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.નું પાવન સાંનિધ્ય પ્રાપ્ત થયું અને ઉત્કૃષ્ટ વિનય અને નિષ્કામ સેવા અને ભક્તિ દ્વારા એમના કૃપાપાત્ર અંતેવાસી સુશિષ્ય બન્યા. ૨૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ """" જ્ઞાનધારા) જેમ મરજીવા સાગરના ઊંડાણમાં જઈ મોતી પ્રાપ્ત કરે, એમ જૈન ધર્મના ઉપદેશ ગ્રંથો આગમના અતલ ઊંડાણ સુધી જઈ એના એક-એક રહસ્યોને ઉકેલી સમાજ સમક્ષ સરળ શૈલીમાં સમજ આપે છે. કુમળી વયે જૈન ધર્મના કઠિન નીતિ-નિયમોની ભઠ્ઠીમાં શેકાયા, સંઘર્ષોના વાવાઝોડાને સમભાવે સહન કર્યા અને આત્મગુણોને વિકસાવ્યા. સૌરાષ્ટ્ર, ગુજરાત, બૃહદ મુંબઈ, કોલકાતા, ચેન્નઈ આદિ ક્ષેત્રોમાં એક-એક્થી સવાયા અને ઐતિહાસિક ચાતુર્માસ કરી હજારો યંગસ્ટર્સને જીવદયાના કાર્યો દ્વારા અધ્યાત્મના માર્ગે વાળ્યા અને એમનામાં ધર્મરૂચિ જગાડી, વ્યસનમુક્ત ર્યા અને યુવાહૃદયના સમ્રાટ બની ગયા. થર્ડ આય દ્વારા વર્તમાન પરિસ્થિતિ સામે જૈન સમાજના ભવિષ્યને ખુલ્લી આંખે નિહાળી ઉન્નત બનાવવા બંધ આંખે ઉત્કૃષ્ટ સાધના અને પ્રબળ પુરુષાર્થ દ્વારા બાળકોમાં જૈનત્વના સંસ્કાર અને મોરલ વેલ્યુઝનું સિંચન કરવા ‘લુક-એન-લર્ન જૈન જ્ઞાનધામ તથા યુવા પેઢીની લાઈફમાં યુ ટર્ન લાવવા ‘અહમ યુવા ગ્રુપ'નું સર્જન કર્યું. એમના આ મિશન્સને મળતી સફળતા અને પ્રતિસાદની ફળશ્રુતિ એટલે સમસ્ત વિશ્વમાં શરૂ થયેલી સેંકડો શાખાઓ અને એમાં જોડાયેલાં હજારો-હજારો બાળકો અને યંગસ્ટર્સ ! આ ઉપરાંત મિડલ એજ માટે ધર્મ શ્રવણ અને ડીવાઈન મિશન, પરમાત્માનું ભક્તિ અને સેવા માટે “શ્રી ઉવસગ્ગહર ભક્તિ ગ્રુપ', ધ્યાન સાધના દ્વારા સ્વને મળવા માટે ‘સંબોધિ ગ્રુપ', ગુરુ પ્રત્યક્ષ ન હોય ત્યારે ગુરુ સાથે સતત કનેકશનમાં રહેવા અને દષ્ટિબોધ પ્રાપ્ત કરવા માટે “અહંમ સત્સંગ', દેશ-વિદેશમાં પરમાત્માના ધર્મસંદેશના પ્રસારણ માટે ‘શાસન પ્રભાવક ગ્રુપ' અને ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથો આગમને વિશ્વવ્યાપી બનાવવા... હરએકના હૃદય સુધી પહોંચાડવા... આગમ ઇંગ્લિશ ટ્રાન્સલેશન માટે જૈન આગમ મિશન' શરૂ કર્યો છે. વિધવા અને અપંગો સ્વમાનભેર જીવી શકે તે માટે તેમને સ્વાવલંબી બનાવવા ‘અહમ હેલ્પ'ની શરૂઆત કરી છે. કાઈ પણ વ્યક્તિ ધ્યાન સાધના, પરમાત્માન્ ભક્તિ અને સેવાના કાર્યો કરી શકે તે માટે સેવા, સાધના અને સમર્પણતાના સંકુલ... ‘પારસધામ' જે મુંબઈમાં ઘાટકોપરમાં, રાજકોટમાં અને કોલકાતામાં નિર્માણ પામ્યાં છે. સર્વધર્મ સમભાવની પ્રતીતિ કરાવતાં ‘પાવનધામ’ મુંબઈમાં કાંદિવલીમાં, વડોદરામાં અને કોલકાતાના હાવડા વિસ્તારમાં નિર્માણ પામ્યા છે. પ્રેમ, પ્રસન્નતા અને પોઝિટિવિટીના પ્રતિક રૂપ ૧૧૦૦ સાધર્મિક જરૂરિયાતમંદો માટેની આવાસ યોજના સર્જકની વિચારસૃષ્ટિ) એટલે નાયગાંવસ્થિત ‘પવિત્રધામ'...! પૂજ્ય ગુરુદેવશ્રીનું આગામી મિશન છે ‘વિઝન ૨૦-૨૦' જેમાં જૈન સમાજ અને રાષ્ટ્રસંત ઉન્નત કરનારા ૨૦ પ્રોજેટ્સ છે જેવા કે, જૈન બેંક, જૈન યુનિવર્સિટી, સાધકો અને સાધુ-સાધ્વીજીના ઉચ્ચ અભ્યાસ અર્થે વિદ્યાપીઠ જે સંબોધિ વિદ્યાપીઠના નિર્માણની જાહેરાત થઈ ગઈ છે. સંત વિહાર વ્યવસ્થા, ધર્મ સ્થાનકમાં વડીલ અને બીમાર સંત-સતીજીઓ માટે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે, હૉસ્પિટલ બેડ, વૉકર, ઑક્સિજન, મેડિકલ એઈડ વગેરે. - રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવના દરેક મિશન્સમાં પારસી, સિંધી, પંજાબી, મારવાડી. ગુજરાતી, વૈષ્ણવ, લોહાણા આદિ નાત-જાત અને કોમના ભેદભાવ વિના જૈન-અજૈન સર્વ તન, મન, ધનથી જોડાયાં છે અને ગુરુકૃપા અને ગુરુ આશીર્વાદને અનુભવી રહ્યાં છે. રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. એટલે ત્રેવીસમા તીર્થંકર પરમાત્મા પાર્શ્વનાથની સ્તુતિ મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રના આરાધક અને ઉપાસક ! આ સ્તોત્ર એમને ૧૯૯૨માં જીવનની અંતિમ ક્ષણે પૂર્વજન્મની આરાધના રૂપે સ્વયં રિત થયો છે અને નવજીવન બક્ષનાર બન્યો છે. કઠિન સાધના અને સતત મરણ દ્વારા એમણે આ સ્તોત્રને આત્મસાત કર્યો છે, લાખોને આ સ્તોત્રની સમજ આપી બોલતા ક્ય છે, હજારો લોકોએ આ સ્તોત્રના સાક્ષાત્કારનો અનુભવ કરાવ્યો છે. સર્વ આત્માના હિત, શ્રેય અને કલ્યાણની ભાવનાવાળા આત્માનુભૂતિકર રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રીની ભાવના છે કે વધુને વધુ લોકોને દેહ અને આત્માનું ભેદજ્ઞાન સમજાય, સત્યની પ્રતીતિ થાય, ધર્મની રૂચિ થાય અને સુખ, શાંતિ અને સમાધિમય જીવન સાથે આત્મકલ્યાણ સાધી માનવભવને સાર્થક કરે. એમની શુભ ભાવના, પાવન પ્રેરણા અને પ્રબળ પુરુષાર્થના સંયોગથી, એમની ભાવનાની પરિપૂર્ણતા રૂપે આજના યુગના દીકરા, દીકરીઓ સત્યની સમજ સાથે આત્મકલ્યાણના માર્ગે જવા તત્પર બની છે. એમાં ૧૧ વીરાંગનાઓ પરમ પંથે આવી ગયાં છે, એમની પ્રસન્નતા, ચહેરા પરનું તેજ અને એમની શુભ ઓરામાં ગ્રુપાના દિવ્ય દર્શન થાય છે. ગુરુદેવશ્રીના સાંનિધ્યમાં આવા બીજા અનેક સદ્ભાગી આત્માઓ આત્મસમજ પામી રહ્યા છે. પૂજ્ય ગુદેવશ્રીની અલ્પ સમયમાં જ ૧૦૦થી વધુ આત્માઓને આત્મકલ્યાણના માર્ગે અને પંચ મહાવ્રતધારી દીક્ષા ગ્રહણ કરાવવાની ભાવનાને સાકાર કરવા પુરુષાર્થ કરી રહ્યા છે. ૩૦. Page #17 -------------------------------------------------------------------------- ________________ """" જ્ઞાનધારા) આત્માર્થ સાથે પરમાર્થની ખેવના કરનાર રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવ શાસનની શાન અને સંપ્રદાયનું ગૌરવ છે. સંસારસાગર તરવા ઇચ્છુક સાધકોના તારણહારા છે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રીની કરૂણા ભાવનાથી દર વર્ષે એમનો જન્મોત્સવ ‘માનવતા મહોત્સવ' રૂપે ઉજવાય છે જેમાં માનવસેવા અને જીવદયાનાં અનેક કાર્યોમાં ભાવિકો મન મૂકીને ગુરુભક્તિ અર્પણ કરે છે. દેશ-વિદેશમાં વસતા હજારો ભક્તો પોતપોતાના ક્ષેત્રોમાં અન્નદાન, વસ્ત્રદાન, જ્ઞાનદાન, રક્તદાન, પાણીના કુલર, પશુપક્ષીઓ માટે દાણા-પાણીનાં કુંડ, પાંજરાપોળમાં ચારો અને દવા આદિની વ્યવસ્થા, કતલખાને જતાં પશુઓને છોડાવવા અને યોગ્ય પાંજરાપોળમાં પહોંચાડવા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ આદિમાં મિષ્ટભોજન આદિ અનેક સબ્રવૃત્તિઓ કરે છે અને દર વર્ષે પૂજ્ય ગુદેવશ્રીની પ્રેરણા ભાવનાથી સેવા, સાધના અને સત્કાર્યો માટે નવા સંકુલનું સર્જન થાય છે. પૂ. ગુરુદેવનાં ૧૭ પુસ્તકોનું ગુજરાતીમાં બાર પુસ્તકોનું ઈંગ્લીશ અને ચારનું હિન્દી ભાષામાં પ્રકાશન થયું છે. તેમનાં પ્રવચનો ૩૨ જેટલી સી.ડી. અને ડીવીડીમાં ઉપલબ્ધ છે. શાસન પ્રભાવનાની એકમાત્ર ભાવનાથી પૂ. ગુરુદેવનું ઘણું સાહિત્ય પુસ્તક અને સીડી રૂપે પ્રકાશિત થયેલું છે. તેમાં ‘સિદ્ધત્વની યાત્રા ચાર ભાગમાં પ્રકાશિત પુસ્તકોનો સેટ એક અનોખી ભાત પાડે છે. મંઝિલ તરફનું ગમન તે યાત્રા છે. લૌકિક અને લોકોતર, તેમ બે પ્રકારની યાત્રામાં સિદ્ધત્વની યાત્રા તે લોકોતર યાત્રા છે. શ્રી રાષ્ટ્રસંતના શબ્દોમાં જ કહીએ તો - સ્વથી સર્વસ્વને પામવું તે સિદ્ધત્વની યાત્રા. પરમાત્મા મહાવીરની અંતિમ દેશના શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં અનેકવિધ વિષયો સમાવિષ્ટ છે. તેમાં ૨૯માં સત્ત્વ પરાક્રમ નામના અધ્યયનમાં પરમ કૃપાળુ પરમાત્માએ સિદ્ધત્વની યાત્રાનું સાવંત દર્શન કરાવ્યું છે. તેમાં સિદ્ધત્વની યાત્રાના ૭૩ માઈલસ્ટોન અને તે દરેક માઈલસ્ટોનને પ્રાપ્ત થવાથી સાધક કેવા પ્રકારની આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત કરે છે, તેનું વિસ્તૃત વિવેચન છે. તેનો પ્રારંભ ‘સંવેગ’ નામના પ્રથમ બોલથી થાય છે. સંવેગ એટલે પરમ તત્ત્વની પ્રતિ તીવ્રતમ આકર્ષણ અને તેની પ્રાપ્તિ માટેનો પ્રબળ પુરુષાર્થ સંવેગ અધ્યાત્મયાત્રાનું પ્રવેશદ્વાર છે. સંવેગને પ્રાપ્ત થયા પછી જ સાધક ક્રમશઃ વિકાસ - ૩૧ સર્જકની વિચારસૃષ્ટિ) કરતાં એક એક માઈલસ્ટોનને પસાર કરતા અંતે યોગનિરોધ કરી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મભાવમાં શાશ્વતકાળ પર્યંત સ્થિર થઈ જાય છે. તેની અનાદિકાલીન જન્મ-મરણની યાત્રાનો અંત થાય છે. જીવ મટીને સિદ્ધદશાને પામે છે. અહીં સિદ્ધત્વની યાત્રાનું પૂર્ણવિરામ છે. સિદ્ધત્વની યાત્રા ત્રિકાલ શાશ્વત છે. - રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.એ ઈ.સ. ૨૦૦૬ના ઘાટકોપર હિંગવાલા લેનના ચાતુર્માસમાં સિદ્ધત્વની યાત્રાને પોતાના વ્યાખ્યાનનો વિષય બનાવ્યો અને શ્રી ઉતરાધ્યયન સૂત્રના માધ્યમે ૭૩ માઈલસ્ટોનને અત્યંત સરળ ભાષામાં સમજાવીને તે વિષયને લોકભોગ્ય બનાવ્યો છે, જે ‘સિદ્ધત્વની યાત્રા’ પુસ્તકરૂપે ચાર ભાગમાં પ્રકાશિત થયા છે. | ‘સિદ્ધત્વની યાત્રા’ પુસ્તકનું અવલોકન કરતાં સહજ રીતે સ્પષ્ટ થાય છે કે, પૂ. ગુરુદેવનું શાસ્ત્રજ્ઞાન ઊંડાણ ભરેલું છે. દરેક વિષયમાં તેઓની અનુપ્રેક્ષા ગહનતમ છે. પરમાત્મા પ્રતિ દઢતમ શ્રદ્ધા તેઓના શબ્દ શબ્દ પ્રગટ થાય છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનું યોગ, કથાનુયોગ કે ગણિતાનુયોગ, આ ચારે અનુયોગના શાસ્ત્રના દરેક વિષયો તેમના માટે સુગમ્ય છે. ગહનતમ વિષયોને શાસ્ત્રીય દષ્ટાંતોથી અથવા વ્યવહારુ રૂપક દ્વારા સમજાવવાની તેમની આગવી કળા છે. શાસ્ત્રના પરિભાષિક શબ્દોને તેઓએ સ્વયં સમજીને પચાવ્યા છે. તેથી ગંભીર વિષયોને સરળ રીતે જન-સમાજ પારખી શકે છે. જેમ સંવેગને સમજવા માટે તેઓએ ચંદનબાળાનું દષ્ટાંત આપ્યું છે, જેમ ચંદનબાળાને પ્રભુ મહાવીર પ્રત્યે અનન્ય આકર્ષણ થયું પછી પ્રભુને પામવા માટે તેની તીવ્ર લગની તેના સંવેગભાવને પ્રગટ કરે છે. પરમ તત્ત્વને પામવાની તલપ જેમ જેમ વધે તેમ તેમ સંસાર તરફથી સહજ વૈરાગ્યભાવ પ્રગટ થયા વિના રહેતો નથી. સામાન્ય કક્ષાના વાંચકો પણ ચંદનબાળાના દષ્ટાંતથી સંવેદના સ્વરૂપને, તેની ઉપયોગિતા અને તેનાથી થતા લાભને સમજી શકે છે. આ પુસ્તકની વિવેચનશૈલી ધર્મવિમુખ વ્યક્તિઓને ધર્મ સન્મુખ બનાવે છે અને ધર્મસન્મુખ હોય તેને ધર્મમાર્ગમાં સ્થિર કરે છે, બાળસાધકોને સિદ્ધત્વની યાત્રાનું આકર્ષણ કરાવે છે અને પરિપક્વ સાધકો પોતાની યાત્રાને વેગ આપી શકે તેવા ગંભીર ભાવો તેમાં ભરેલા છે. પૂ. ગુરુદેવની કથનરીલી સચોટ અને સ્પષ્ટ છે. આજના યુગની ભીષણતામાં લોકો માનવતાના કાર્યોને જ પ્રધાનતા આપીને માનવતાનાં કાર્યો કરીને ધર્મ કર્યાનો ૩૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ 17 L ܀܀ જે જ્ઞાનધારા *** સંતોષ માને છે. પૂ. ગુરુદેવ પુણ્ય અને ધર્મનો ભેદ સ્પષ્ટ કરે છે. માનવતાનાં કાર્યો વગેરે પ્રવૃત્તિઓ પુણ્યકર્મનો બંધ કરાવે છે. કર્મસિદ્ધાંત અનુસાર તમે કોઈને ભોજન આપો, તો પછીના ભવમાં ભોજન મળે તેવું પુણ્ય બંધાય છે અર્થાત્ જીવોને આ ભવની અનુકૂળતા કે શારીરિક અનુકૂળતા મળે તેવું પુણ્ય બંધાય છે, આ પ્રકારના કે પુણ્યથી ધર્મ થતો નથી. અન્ય જીવોને ધર્મ તરફ આકર્ષિત કરવાથી, યેન-કેન પ્રકારે શાસનપ્રભાવના કરવાથી જીવ ભદ્રપુણ્યકર્મનો બંધ કરે છે. ભદ્રપુણ્યકર્મના ઉદયે જીવન ધર્મગુરુ કે ધર્મારાધનાના યોગને પ્રાપ્ત કરે છે. સદ્ગુણના યોગે સાધક અધ્યાત્મવિકાસ કરી શકે છે. આ પ્રકારની સ્પષ્ટતાથી લોકો માત્ર પુણ્યકર્મ કરીને અટકી જતા નથી. પૂ. ગુરુદેવના અનુભવે કોઈ પણ વ્યક્તિ શાસ્ત્ર વાંચીને સ્વયં આત્મશુદ્ધિ કે આત્મસિદ્ધિ કરી શકતી નથી. વ્યક્તિ સંસારી હોય કે સાધુ, તેને પોતાના સર્વાંગી વિકાસ માટે પ્રત્યક્ષ ગુરુની જરૂર છે. તેઓ સાદી ભાષામાં પરંતુ સ્પષ્ટ શબ્દોમાં નક્કર સત્ય પ્રગટ કરી શકે છે. જેમ વ્યક્તિ પોતાના શરીરની રક્ષા માટે ફેમિલી ડૉક્ટર રાખે છે, અન્ય અનેક ડૉક્ટરો હોય, પરંતુ ફેમિલી ડૉક્ટરો વ્યક્તિની તાસીર જાણીને દવા આપે અને વ્યક્તિ તુરંત શાતા અનુભવે છે. તેમ અધ્યાત્મ વિકાસ માટે ફુલગુરુની અત્યંત આવશ્યકતા છે. ગુરુ વ્યક્તિના ભૂતકાળને જાણીને તેનો વર્તમાન સુધારે અને તેનાથી ભાવિ પણ સુધરી જાય છે. સામાન્ય સંતો જનરલ પ્રવચનો આપે, તે સાંભળીને વ્યક્તિ કદાચ બે, પાંચ વ્રત, તપ, જપ, રૂપ આરાધના કરીને સંતોષ માને પણ તેનાથી તેનું મૂળભુત પરિવર્તન થતું નથી. ગુરુ વ્યક્તિની વૃત્તિને જાણીને તેની યોગ્યતાનુસાર આરાધના કરાવીને વ્યક્તિનું આમૂલ પરિવર્તન કરાવી શકે છે. આમ સિદ્ધત્વની યાત્રા પુસ્તકનું અવલોકન કરતાં પૂ. ગુરુદેવની એક અધ્યાત્મ સાધનાના અનુભવી સાધક અને સબળ શાસન પ્રભાવક તરીકેની છાપ સ્પષ્ટપણે ઉપસી આવે છે. કોઈ પણ પુસ્તક તેના લેખકની હૂબહુ પ્રતિકૃતિ હોય છે. તેના દ્વારા લેખકના વ્યક્તિત્વને, તેની વિચારસરણીને, તેના વિઝનને જાણી શકાય છે. વ્યક્તિના વિચારો જ્યારે પુસ્તકારૂઢ થાય ત્યારે તે જ વિચારો, તે જ દષ્ટિ અન્ય અનેક વ્યક્તિની બની જાય અને આ જ રીતે શાસનપ્રભાવના થાય છે. તેથી જ વિવિધ માધ્યમો દ્વારા 33 સર્જકની વિચારસૃષ્ટિ શ્રુતલેખન કે શ્રુતપ્રકાશન શાસનની મહત્તમ સેવા છે. પૂ. ગુરુદેવના કથનમાં શ્રદ્ધાનું પાસુ દઢતમ હોય છે. તેઓના પ્રત્યેક શબ્દોમાં તમેવ સર્જા નિસર્ન નં નિભેદું પવૅત્ત્વનો નાદ ગુંજતો હોય છે. સ્વયં આજના ભૌતિક યુગના કોઈ પણ સાધનોની ઊંડાણપૂર્વકની જાણકારી મેળવે છે, ત્યાર પછી તેની શાસ્ત્રીયભાવો સાથે તુલના કરીને પોતાની શ્રદ્ધાને દઢ કરે છે અને સામી વ્યક્તિની શ્રદ્ધાને દઢ કરાવે છે. તેઓ હંમેશાં સમજાવે છે કે સર્વજ્ઞના વચનમાં આંશિક પણ શંકા ન હોવી જોઈએ. કલિકાલના પ્રભાવે કે આપણા શરીરના દૌર્બલ્યના કારણે પરમાત્માની આજ્ઞાનું પૂર્ણ પાલન થઈ ન શકે તેમ છતાં આપણી શ્રદ્ધામાં પરમાત્માની નાનામાં નાની આજ્ઞાનું પણ મૂલ્ય ઘટવું ન જોઈએ. ન જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં જ્ઞાન કે ચારિત્રની આરાધના આપણે પૂર્ણતઃ કરી શકતા નથી, પરંતુ જો શ્રદ્રાને અવિચલ બનાવીએ તો દર્શનની આરાધના પૂર્ણતઃ થઈ શકે છે. પૂ. ગુરુદેવની વિચારસરણી વ્યક્તિને શ્રદ્ધાશીલ બનાવે છે. શ્રદ્ધાશીલ વ્યક્તિ અનેક પાપપ્રવૃત્તિથી અટકી જાય છે, અર્થાત્ પ્રતિક્રમણ કરે છે. પ્રતિક્રમણ જેવી મહત્ત્વપૂર્ણ સાધનાને પૂ. ગુરુદેવે અત્યંત સરળ શબ્દોમાં સમજાવી છે. તેઓ કહે છે કે તમે પારકાને પોતાના બનાવો તે અતિક્રમણ છે, અતિક્રમણમાં ગયેલા આત્માને પાછો લાવવો તેને પ્રતિક્રમણ કહે છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી, જ્ઞાન સ્વરૂપી અત્મા જ આપણું સ્વરૂપ છે, તે સિવાયના તમામ ભાવો પારકા છે, તેનાથી પાછું ફરવું તે પ્રતિક્રમણ છે. આ રીતે સાધકો જો નાની નાની વાતમાં લક્ષ્ય આપે તો આરાધનાના એક-એક અનુષ્ઠાનોમાં સ્થિર થતા જાય છે. ૪ સંક્ષેપમાં, વ્યક્તિ સ્વયંના જીવનને સુધારે એટલું જ નહીં તેના ભવિષ્યના અનેક જન્મો સુધરી જાય, વ્યક્તિ-વ્યક્તિનો વિકાસ કુટુંબ પરિવારને અને સમાજને સંગઠિત અને વિકસિત બનાવે. ભૌતિક ક્ષેત્રે સરળ અને સાત્વિક જીવન જીવીને વ્યક્તિ આધ્યાત્મવિકાસ કરે છે. વ્યક્તિમાત્ર કઈ રીતે ધર્મની સન્મુખ થાય, પરમાત્માના ધર્મનો પ્રસાર વધુમાં વધુ કઈ રીતે થાય તે જ પૂ. ગુરુદેવની વિચારસરણી છે. નિશ્ચયથી સ્વયનો આધ્યાત્મવિકાસ અને વ્યવહારથી અધિકતમ શાસનપ્રભાવના તે જ તેઓનું લક્ષ્ય છે. તે લક્ષ્યની સિદ્ધિ માટે તેમનો તમામ પુરુષાર્થ છે. ‘સિદ્ધત્વની યાત્રા’ ભાગ-૧ થી ૪ : પારસધામ-ઘાટકોપર. .૩૪ 17 R Page #19 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) શાંત સુધારસઃ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીની વિચારસૃષ્ટિ - ડૉ. રશ્મિભાઈ ઝવેરી પ્રેક્ષાધ્યાની અને જૈન દર્શનના અભ્યાસુ ડૉ. રમિભાઈ | ઝવેરી જૈન ધર્મ પર દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે. સૂત્રકૃતાંગ આગમના અનુવાદ સહિત તેમનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી સત્તરમા સૈકાના એક મહાન સંત-કવિ હતા. જૈન દર્શન, અનુપ્રેક્ષાની ભાવનાઓ તથા સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. આપણા કમનસીબે આવા મહાન સંત કે એમના જીવન વિશે અત્યંત અલ્પ માહિતી વર્તમાનમાં ઉપલબ્ધ છે. એના આધારે કહી શકાય કે તેઓ આચાર્ય હીરવિજયસૂરિ જેવા મહાન જૈનાચાર્યની (વિ.સં. ૧૫૮૩-૧૬૫૨) વાટે ઊતરી આવેલા હતા. એમની પટ્ટાવલી આ પ્રમાણે છે : શ્રી હીરવિજયસૂરિ સર્જકની વિચારસૃષ્ટિ) આનંદઘનજી અને ઉપાધ્યાય વિનયવિજયજી - ત્રણેય સમકાલીન હતા. લગભગ એમના જ સમયમાં દરિયાપુરી સ્થાનકવાસી આચાર્ય શ્રી ધર્મસિંહજી (દિવંગત સં. ૧૭૨૮) અને ‘બાવીસ ટોળાં'ના સ્થાપક સ્વામી ધર્મદાસજી (દિવંગત સં. ૧૭૭૨) થઈ ગયા, જે આગળ જતાં સ્થાનકવાસી, ઢુંઢિયા, સાધુમાર્ગી, આદિ નામોથી ઓળખાવા લાગ્યા. જૈન ધર્મ કપરા કાળમાંથી પસાર થતો હતો; એક બાજુ બ્રાહ્મણોના ઇર્ષ્યા-દ્વેષ નડતા હતા, તો બીજી બાજુ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, યતિયો -આદિ સહુ જૈન મતાવલંબીઓ પરસ્પર ખંડન-મંડનાત્મક પ્રવૃત્તિમાં પડી જૈન ધર્મની અવહેલના કરતા હતા. ઉપાધ્યાય વિનયવિજયજી તો બહુ જ વૈરાગ્યમય, ક્ષમાશીલ, ભક્તિનિમગ્ન અને શાંત-ધીર-ગંભીર સંત હતા, પણ ઉપાધ્યાય યશોવિજયજીએ શ્રી પ્રતિમા શતક', હુંડી'નું દોઢસો ગાથાનું સ્તવન', ‘દિપટ ચોરાશી બોલનું કાવ્ય’ ‘અધ્યાત્મક) મતપરીક્ષા’ આદિ ગ્રંથો દ્વારા શિથિલાચારીઓ પ્રત્યે આકરા પ્રહારો કર્યા હતા. શ્રી આનંદધનજીથી આ કાળનો ‘રોગ’ સહન થયો નહીં, અને એમણે તો સ્વકલ્યાણ માટે વનવાસ લઈ લીધો. ઉપાધ્યાય વિનયવિજયનું અન્ય ધૃતસાહિત્ય એમના વૈરાગ્ય અને ભક્તિ બહુ ઊંચા પ્રકારના હતા. એમની રચના ‘વિનય વિલાસના પદો બહુ લોકપ્રિય છે. શ્રી શત્રુંજય ધણી ઋષભદેવ'ની સરળ પદોમાં અદભૂત ભક્તિ ગાઈ છે. “પામી સદગરપસાયરે શ્રી શત્રુંજય ધણી, શ્રી રિષદેસર વિનવું એ” પદથી એમની અનન્ય ભક્તિનો અહેસાસ થાય છે. ‘શ્રીપાલ રાજાનો રાસ' એમણે અને યશોવિજયજીએ સાથે રચ્યો છે, પરંતુ આ ગ્રંથ અપૂર્ણ હતો ત્યારે જ તેઓ કાળધર્મને પામી ગયા અને યશોવિજયજીએ એ પૂર્ણ કર્યો હતો. શ્રી વિનયવિજયજીએ ‘લોકપ્રકાશ’ નામનો ગ્રંથ લખ્યો છે, જેમાં લોકનું સ્વરૂપ બોધનારા ગણિતાનુયોગનું દર્શન થાય છે. આ ઉપરાંત “નયકર્ણિકા” નામનો ન્યાયનો ગ્રંથ પણ લખ્યો છે, જેમાં ન્યાયનું દર્શન થાય છે. સંસ્કૃતના આ પંડિતે “શ્રી લઘુ હૈમી પ્રક્રિયા’ નામનું સંસ્કૃત વ્યાકરણ રચ્યું છે જે બહુ સરળ હોવાથી સંસ્કૃતના વિદ્યાર્થીને ઉપયોગી છે. આ ઉપરાંત 'કલ્પસૂત્ર સુખબોધિકા રચી છે જેમાં કલ્પસૂત્રનો બોધ કરાવવામાં આવ્યો છે. શાંતસુધારસ - આ બધા ગ્રંથો કરતા આ વૈરાગ્ય શિરોમણિએ જે ‘શાંતસુધારસ' ગ્રંથની રચના કરી છે તે તો અદ્ભુત છે. એમાં એમના સંસ્કૃત ભાષાના ૩૬. શ્રી વિજયસેનસૂરિ વાચકકીતિ વિજયગણિ વાચક સોમવિજયગણિ શ્રી વિજય દેવસૂરિ શ્રી વિજયસિંહસૂરિ વિનયવિજયગણિ શ્રી વિજયપ્રભસૂરિ શ્રી વિનયવિજયગણિએ શ્રી વિજયપ્રભસૂરિના શાસનાચાર્યપણા નીચે શ્રી શાંતસુધારસ ગ્રંથની રચના વિ.સં. ૧૭૨૩માં ગંધપુરનગરે કરી એમ તેઓ સ્વયં પ્રશસ્તિ શ્લોકોમાં જણાવે છે. એમાં એ કહે છે કે વાચક કીર્તિવિજય અને વાચક સોમવિજય બંને સગા બંધુઓ હતા અને પોતે વાચક કીર્તિવિજયજીના શિષ્ય હતા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી (સં. ૧૬૬૫-સં. ૧૭૪૫) અધ્યાત્મયોગી - ૩૫ - Page #20 -------------------------------------------------------------------------- ________________ િજ્ઞાનધારા) પ્રચંડ જ્ઞાનના દર્શન થાય છે. એની સોળસોળ ભાવનાઓમાંથી વૈરાગ્યરસ અવિરત ટપકતો જોવા મળે છે. એમની કાવ્યશક્તિ પણ અદ્ભુત હતી. આ ગ્રંથમાં તેઓએ અલગ અલગ રાગરાગણીરૂપે - ઢાળરૂપે - સંસ્કૃત ભાષામાં ભાવનાઓ ગાઈ છે. એમની કુશળ રચનાશક્તિ એવી છે કે રાગના તાલ-સૂરને કે ગ્રંથના વસ્તુવિષયને કે ભાષાના વ્યાકરણ-શબ્દ-અર્થને લેશમાત્ર બાધ નથી આવતો. સંસ્કૃત ભાષામાં આવી ઢાળો બીજે ક્યાંય જોવા નથી મળતી. રચના વસ્તુ આ ગ્રંથનો વિષય છે - અનુપ્રેક્ષાની બાર ભાવનાઓ અને એને પુષ્ટિ કરતી અન્ય ચાર ભાવનાઓ. અનુપ્રેક્ષાની બાર ભાવનાઓ ક્રમશ: આ પ્રમાણે છે : ૧. અનિત્ય ૨. અશરણ ૩. સંસાર ૪. એકત્વ ૫. અન્યત્વ ૬. અશુચિ ૭. આશ્રવ ૮. સંવર ૯. નિર્જરા ૧૦. ધર્મ ૧૧. લોક અને ૧૨, બોધિ-દુર્લભ. આ બાર અનુપ્રેક્ષાઓ બાર શાશ્વત વૈકાલિક સત્યને પ્રગટ કરે છે. આ અનુપ્રેક્ષાઓ ઉપરથી બાર વૈરાગ્યની ભાવનાઓનું વર્ણન આ ગ્રંથમાં છે. આ પ્રકારની ભાવનાઓ પર સંસ્કૃતમાં ગેય કાવ્યના રૂપમાં આ એક અદ્વિતીય રચના છે. આ પહેલાં શ્રી કુન્દકુંદાચાર્ય રચિત ‘બારસ-અણુવેખા’ અને સ્વામી કાર્તિકેય રચિત ‘કાન્તિકેયાનુપ્રેક્ષા'માં પણ આ બાર ભાવનાઓનું વર્ણન છે, પણ આ બંને ગ્રંથો પ્રાકૃત ભાષમાં છે. ઉમાસ્વાતિજી રચિત તત્ત્વાર્થ સૂત્રમાં સંસ્કૃતમાં આ બાર અનુપ્રેક્ષાઓનો પ્રાસંગિક ઉલ્લેખ મળે છે, પણ એ સૂત્રાત્મક છે. આ ઉપરાંત શ્રી આચારંગસૂત્ર, શ્રી ઉત્તરાધ્યાન સૂત્ર, શ્રી દશવૈકાલિક સૂત્ર આદિમાં પણ આ ભાવનાઓનો પ્રાસંગિક ઉલ્લેખ છે. શ્રી શિવાર્યકૃત ‘શ્રી ભગવતી-આરાધના', શ્રી વઢ઼કરકૃત ‘મૂલાચાર', પૂજ્યપાદકૃત ‘સર્વાર્થસિદ્ધિ' ‘મરણસમાધિ’ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ‘યોગશાસ્ત્ર' આદિમાં પણ અનુપ્રેક્ષાઓની ભાવનાઓનું વર્ણન જોવા મળે છે. ગ્રંથની શરૂઆત ઉપોદઘાતથી કરે છે. પ્રથમ શ્લોક શાર્દૂલવિક્રીડિત છદંમાં તીર્થકરની મંગલ વાણીનું મહાભ્ય બતાવે છે. અત્યંત સુંદર શબ્દરચના સાથે ભયંકર ભવરૂપી જંગલમાં પાંચ આશ્રવરૂપ વરસાદનું નિરંતર વરસવું, વિવિધ પ્રકારની કર્મરૂપી વેલીઓનું ઊંડા મૂળ નાખી ફેલાઈ જવું; આવાં ભયંકર સંસારરૂપી વનમાં ગાઢ અંધકારનું છવાઈ જવું - આવી અત્યંત ભયાનક પરિસ્થિતિમાં ભટકતા નિરાધાર જીવોને જોઈ જેમને કરણા ઉપજી છે એવા મહાન કરુણા કરનારા તીર્થંકર ભગવાનના વચનામૃતોની જે રચના કરી છે - જેની સહાયથી ૮૪ લાખ જીવાયોનિમાં ભટકતા જીવો આવા સર્જકની વિચારસૃષ્ટિ) સંસાર સમુદ્રને પાર પામી શકે છે; એવા એ પવિત્ર વચનામૃતો તમારું રક્ષણ કરો. આમ પ્રથમ શ્લોકમાં આવી ઉદાર પવિત્ર વાણીની મહત્તા બતાવી સાતમાં અને આઠમા શ્લોકમાં અનિત્ય આદિ ૧૨ ભાવનાઓના નામોલ્લેખ છે. પ્રથમ ભાવના - અનિત્ય ભાવના પ્રથમ ત્રણ શ્લોકમાં શરીરની, જુવાનીની, આયુષ્યની, ઇન્દ્રિયોના વિષયોની, મિત્ર-સ્ત્રી, સ્વજન આદિની તથા જગતની, ક્ષણભંગુર ઘટમાળની અનિત્યત્યાનું વર્ણન કરી “રામગિરિ રાગ'માં પ્રથમ અનિત્ય ભાવના કહે છે. બીજી અશરણ ભાવના બહુ જ સુંદર ‘મારુણીન રાગ'માં છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ - એ ચાર જ સાચાં શરણાં છે. બાકી દુનિયાની બધી વસ્તુ, બધા સંબંધો ત્રાણ દેનાર નથી એનું વર્ણન આ ભાવનામાં છે. આની ધ્રુવ ગાથામાં સુંદર શબ્દરચનાનો પ્રાસ છે. વિનય વિધીયતાં રે શ્રી જિનધર્મ શરણ અનુસંધીયતાં રે શુચિતર ચરણ સ્મરણમ્ II ત્રીજી સંસારભાવના કંદારા' રાગમાં છે. આમાં સંસારની વિચિત્રતા, સંસારની અસારતા ને સંસારનું ભયંકર સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. ચોથી એકત્વ ભાવના ‘પરજીયો રાગ'માં છે. આમાં આત્માના એકાકી સ્વરૂપનું વર્ણન છે. આમાં ઉપમા આપતા કહે છે કે, દારૂ પીધેલો માણસ જેમ પોતાનું ભાન ભૂલી જાય છે તેમ મોહનીય કર્મને વશ આત્મા પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. વળી સોનાનું શુદ્ધ સ્વરૂપ માટી વગેરે સાથે મળતાં અશુદ્ધ ભાસે છે, પણ એ અશુદ્ધિ દૂર થતાં સોનાનું શુદ્ધ સ્વરૂપ જોવા મળે છે. એમ આત્માથી કર્મરૂપી કચરો દૂર કરવાથી શુદ્ધ આત્મા પ્રકાશે છે. વસ્તુતઃ ‘એકત્વ’ અને ‘અન્યત્વ ભાવનાઓ સિક્કાની બે બાજુ સમાન છે. પાંચમી અન્યત્વ ભાવનામાં પોતાના શુદ્ધ આત્મા સિવાય-દુનિયાની બધી ચીજવસ્તુઓ, ઘર, દુકાન, ધન, દોલત, જર-જમીન, સંબંધો, પોતે ધારણ કરેલું શરીર - આ બધું અન્ય છે. આ ભાવનાની શરૂઆતના શ્લોકોના પ્રથમ શ્લોકમાં જ બહ સુંદર ઉપમા આપી કહે છે કે, ‘પ: પ્રવિણ: ફરતે વિનાશ” - કોઈ પણ પર-પારકી અન્ય વસ્તુ આપણી અંદર પ્રવેશે ત્યારે એ વિનાશ જ નોતરે છે. ચિકિત્સાશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, શરીરમાં પ્રવેશેલું "foreign body" ભયંકર રોગ બની જાય છે. - છઠ્ઠી ‘અશુચિ' ભાવનામાં અશુચિમય શરીર પર મોહ ન રાખવાનો ઉપદેશ છે. ૩૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ 20 - * જ્ઞાનધારા ‘આસાવરી‘ રાગમાં રચાયેલી આ ભાવનામાં આખરે એમ પણ કહે છે કે માત્ર માનવશરીર જ મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે સહાયરૂપ છે. સાત, આઠ અને નવમી ભાવનાઓ ક્રમશઃ આશ્રવ, સંવર અને નિર્જરા પર છે. આશ્રવ દ્વારા કર્મ પ્રવેશે છે. સંવર દ્વારા કર્મનું આવવાનું બંધ થાય છે અને નિર્જરાથી સંચિત કર્મોનો ક્ષય થાય છે. આ ત્રણેય ભાવનાઓ વૈરાગ્યરસથી છલોછલ છે. દસમી ધર્મભાવના બહુ સુંદર રાગમાં રચાયેલી ઉત્તમ ભાવના છે, જેમાં જ્ઞાનદર્શન-ચરિત્ર-તપરૂપ ધર્મ તથા ક્ષમા, સંતોષ આદિ દસ ધર્મ-રૂપ જિન ધર્મની મહત્તા દર્શાવવામાં આવી છે. સંસ્કૃત શબ્દોની કોમળ લયમય ગૂંથણી અદ્ભુત છે. જેમ કે પ્રથમ ગાથામાં કહે છે - “પાલય । પાલય । રે, પાલખ મામ્ જિન ધર્મ, મંગલ કમલા હે કેલિનિકેતન,કરુણા કેતન ધીર ! શિવસુખ સાધન ભયભયબાધન જગદાધાર ગંભીર... પાલય... અગિયારમી લોકસ્વરૂપ ભાવનામાં લોકાકાશનું બિભત્સ અને સુંદર સ્વરૂપ, પુદ્ગલની મહાન શક્તિ, લોકમાં હર્ષ-શોક વગેરેના બનાવો દર્શાવ્યા પછી જૈન દર્શનનું મહાન સત્ય કહે છે કે પ્રત્યેક આત્માએ અન્ય પ્રત્યેક અનંત આત્માઓ સાથે અનન્ત વાર વિવિધ પ્રકારના સંબંધો બાંધ્યો છે. હવે જો એનાથી કંટાળીને-ત્રાસ પામીનેછૂટકારો પામવો હોય તો જિન ભગવાનનું શરણ એ એક જ ઉત્તમ ઉપાય છે. બારમી ‘બોધિદુર્લભ’ ભાવનામાં માનવજન્મ, ધર્મનું શ્રવણ, એમાં શ્રદ્ધા અને એ માર્ગ પર પરાક્રમ કરવાનું કેટલું દુર્લભ છે તે દર્શાવવામાં આવ્યું છે. તેરમીથી સોળમી ભાવના પ્રથમ બાર ભાવનાની પુષ્ટિ માટે છે. શ્રી વિનયવિજયજી ઉત્તમ ઉપમા આપી કહે છે કે, આ ચાર ભાવાનાઓ તો ધર્મધ્યાન માટે ‘રસાયણ’ રૂપે છે. એને જેટલી વાર ઘુંટશો એટલી એ અધિક પ્રબળ થશે. આ જિંદગીમાં જ ધરતી પર સ્વર્ગ ઉતારવા માટે આ ચારેય ભાવનાઓ ભાવવી ઘટે છે. આ શાંતસુધારસનું શબ્દલાલિત્ય અને અર્થસંરચના : શ્રી વિનયવિજયજીએ સંસ્કૃત શબ્દોના અદ્ભુત પ્રયોગો આ ગીતોમાં કર્યા છે. દા.ત. તેરમી મૈત્રી ભાવનામાં કહે છે, “અનુચિતમિહ કલહંસતાં, ત્યજ સમરસમીન, ભજ વિવેકકલહંસતાં, ગુણ પરિચયપીન,” (૧૩/૪) પ્રથમ ‘કલહું સાં’નો કલહ માટે પ્રયોગ થયો છે. પછી ‘વિવેક-કલહસતાં ૩૯ સર્જકની વિચારસૃષ્ટિ નો પ્રયોગ રાજહંસ માટે થયો છે. આવું જ એક બીજું દષ્ટાંત : પંદરમી કારુણ્ય ભાવનામાં કહે છે ‘સહ્યત ઇહ કિં ભવકાંતારે, ગદનિકુરંબમ પારં, અનુસરતા હિત જગદુપકાર, જિતપતિમગદ કાર રે (૧૪-૭) પ્રથમ ‘ગતનિકુર્રબ’માં રોગોના સમૂહ માટે પ્રયોગ થયો છે અને પછી જિનપતિમગકાર’માં જિનેશ્વર ભગવાનરૂપી વૈદ્ય માટે એવા જ શબ્દસમૂહોનો પ્રયોગ થયો છે. એમની કાવ્યમય પ્રાસ સાથે શબ્દલાલિત્યનું અન્ય દષ્ટાંત નવમી નિર્જરા ભાવનામાં જોવા મળે છે “શમયિત તાપં, ગમતિ પાપં, રમયિત માનસહંસમ્’ ગ્રંથની રચનાશૈલી આ ગ્રંથમાં સોળ ભાવનાના પંદર અષ્ટઢાળિયા છે અને એક પ્રથમ ભાવના અનિત્યનું નવઢાળિયું છે. પ્રત્યેક ગેય ઢાળની પહેલાં વિષયપ્રવેશના આઠથી નવ શ્લોકો છે જેમાં સંસ્કૃતના વિવિધ અઢાર છંદોનો (વૃત્તોનો) ઉપયોગ સુંદર રીતે કરવામાં આવ્યો છે. જેમ કે શાર્દૂલવિક્રીડિત, વ્રુતવિલંબિત, રથોદ્ધતા, વસંતતિલકા, અનુષ્ટુપ, પુષ્પિતાગ્રા, સ્વાગતા, શિખરિણી, ઉપજાતિ, વૈતાલીય, મંદાક્રાંતા, ઉપેન્દ્રવજ્રા, ભુજંગપ્રયાનં, પ્રહર્ષણી, ઇંદ્રવજ્રા શાલિની, સંગધરા, માલિની. અંતમાં સાત પ્રશસ્તિ શ્લોકોમાં ભાવનાઓની પ્રશસ્તિ અને પોતાના દાદાગુરુ શ્રીહીરવિજયસૂરિ, ગુરુબંધુઓ, રસ્થાસ્થળ અને રચનાકાળનો ઉલ્લેખ છે. ગ્રંથ ઉપર વિવેચનો - આ શોધલેખના લેખકના વાંચનમાં બે વિશિષ્ટ વિવેચન ગ્રંથો આવ્યા છે. પ્રથમ છે - સ્વ. મનસુખભાઈ કીરનચંદ્ર મહેતા ધૃત ભાવાનુવાદ. એમણે કરેલા અનુવાદ અને વિવેચનનનું પ્રકાશન એમના સુપુત્ર ડૉ. ભગવાનદાસ મહેતાએ ઈ.સ. ૧૯૩૬માં કર્યું છે. આ વિસ્તૃત વિવચનમાં વિદ્વાન વિવેચકે પાંડિત્યપૂર્વક સમસ્ત ગ્રંથના હાર્દને સરળ ગુજરાતી ભાષામાં સમજાવ્યું છે. બીજું સંપાદન અનુવાદ આચાર્યશ્રી તુલસીના શિષ્ય શાસનથી મુનિ રાજેન્દ્રકુમારનું છે, જેનું પ્રકાશન આદર્શ સાહિત્ય સંઘે ઈ.સ. ૧૯૮૪માં કર્યું છે. આમાં પ્રત્યેક ભાવાનાનો હિંદીમાં અનુવાદ છે જેની શરૂઆતમાં પ્રત્યેક ભાવનાની ‘સંકેતિકા’-વિષયપ્રવેશમાં ભાવનાનું હાર્દ સમજાવવામાં આવ્યું છે. અંતમાં ૬૦ પૃષ્ઠોમાં પરિશિષ્ટ-૧માં પ્રત્યેક ભાવના પર ૧૬ ભાવનાબોધક રોમાંચક કથાઓ અને પરિશિષ્ટ-૨માં ત્રણ સાંકેતિક કથાઓ આપવામા આવી છે. ४० 20 R Page #22 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) સાધક સાથી : પૂ. આત્માનંદજીની વિચારસૃષ્ટિ - મિતેશ એ. શાહ જૈન ધર્મના અભ્યાસુ, સાધક મિતેશભાઈ શ્રીમદ્ રાજચંદ્રજી આશ્રમ - ગાંધીનગર કોબા સાથે સંકળાયેલા || છે અને “દિવ્ય ધ્વનિ'ના તંત્રી છે. ભારતીય સંસ્કૃતિના ઉત્થાન, પોષણ અને વિકાસમાં ભારતીય સંતોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ભારતીય પ્રજામાં ધર્મ પ્રત્યે આસ્થા, સત્ય, દયા , અહિંસા, પરોપકારાદિ ગુણો દષ્ટિગોચર થાય છે. તેના મૂળ સ્ત્રોત ભારતીય સંતો-મહાત્માઓ છે. આવા એક મહાન સંત અમદાવાદથી આશરે ૧૬ કિ.મી.ના અંતરે આવેલ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના અધિષ્ઠાતા, પ્રબુદ્ધ, મહાન અધ્યાત્મ પ્રવક્તા અને ભક્તસાધક શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી છે. તેઓશ્રીના પવિત્ર જીવનથી વિશાળ શાસ્ત્રજ્ઞાનથી, પ્રભાવક વકતૃત્વથી, તીર્થંકરો અને સંતો પ્રત્યેના અપૂર્વ ભક્તિભાવથી તથા ધર્મ અને સમાજ પ્રત્યેના સદ્ભાવ અને સંનિષ્ઠાથી હજારો મનુષ્યોને દિવ્ય જીવન જીવવાની પ્રેરણા મળતી રહે છે. પૂજ્યશ્રી આત્માનંદજીના પાવન સાન્નિધ્યમાં હજારો મુમુક્ષુ ભાઈ-બહેનો સેવા-સાધના-સંસ્કારના માધ્યમથી આધ્યાત્મિક ઉન્નતિ સાધી રહ્યાં છે. ગુજરાતી જનતા જેઓને ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંત તરીકે ઓળખે છે તેવા અને સ્વ-પર કલ્યાણમાં અહોનિશ તત્પર રહેતા સંતશ્રી આત્માનંદજી તેમના સાધનાપ્રધાન જીવન, વિશાળ શાસ્ત્રજ્ઞાન અને અનુભવવાણી દ્વારા અનેક મુમુક્ષુઓને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડે છે. છેલ્લાં પાંત્રીસ વર્ષોથી આધ્યાત્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વાધ્યાય-પ્રવચનો, તીર્થયાત્રાઓ, યુવાશિબિરો, સાહિત્ય પ્રકાશનો, ગુરફળ સંચાલન તથા આરોગ્ય સેવાઓના ક્ષેત્રે તેઓશ્રીએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલું છે. તેઓશ્રીની કાર્યશૈલીની વિશેષતા એ છે કે નાત, જાત કે સંપ્રદાયના ભેદભાવ વિના જૈન સર્જકની વિચારસૃષ્ટિ) ધર્મ ઉપરાંત સ્વામિનારાયણ તથા હિંદુ ધર્મની અનેક વિચારધારાઓને અનુસરતી સંસ્થાઓમાં પણ તેઓશ્રી પોતાના જ્ઞાન અને અનુભવોનો લાભ આપે છે. તા. ૦૨-૧૨-૧૯૩૧ના રોજ અમદાવાદ મુકામે તેઓશ્રીનો જન્મ થયો હતો. બાળપણનું નામ મુકુંદ સોનેજી હતું. નાનપણથી જ તેઓમાં ધાર્મિક સંસ્કારો દષ્ટિગોચર થતા હતા. M.B.B.s. બાદ તેઓશ્રીએ ઇંગ્લેન્ડમાં દાક્તરી અભ્યાસ કરી M.R.C.P. તથા D.T.M. & H.ની ઉચ્ચ મેડિકલ ડીગ્રીઓ પ્રાપ્ત કરી. ‘કુંદકુંદાચાર્યના ત્રણ રત્નો” અને “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના ઊંડા અધ્યયનથી તેઓની આધ્યાત્મિક સાધનાને વેગ મળ્યો.મોઢામાં છાલાની ગંભીર બીમારી દરમ્યાન શાસ્ત્રોના ગહન ચિંતન અને મનનના ફળરૂપે તા. ૧૪-૦૨-૧૯૬૯ના દિવસે તેઓને શુદ્ધ આત્મજ્ઞાનનો ઉદય (આત્મ સાક્ષાત્કાર) થયો. ઇ.સ. ૧૯૭૫માં અમદાવાદ મુકામે સત્કૃત-સેવા - સાધના કેન્દ્રની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૭૬ માં સહજાનંદ વર્ણ મહારાજની પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. ઈ.સ. ૧૯૮૨માં કોબા મુકામે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધનાકેન્દ્રની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૮૪માં ગિરનાર મુકામે પૂજ્ય મુનિશ્રી સમંતભદ્ર મહારાજની આજ્ઞાથી વિશિષ્ટ નિયમ-વ્રતોને અંગીકાર કરી આત્માનંદજી નામ ધારણ કર્યું. યુ.કે. અને યુ.એસ.એ.ની ધર્મયાત્રાઓ દ્વારા વિદેશસ્થિત મુમુક્ષુઓને ધર્મજીવનનું માર્ગદર્શન પૂરું પાડયું. ઈ.સ. ૧૯૯૩માં શિકાગોમાં મળેલ વિશ્વધર્મ પરિષદની શતાબ્દી નિમિત્તે ભારતીય સંસ્કૃતિ, જૈન ધર્મ અને શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાનની સચોટ રજૂઆત કરી. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, કોબામાં વિશાળ સ્વાધ્યાય હૉલ, લાયબ્રેરી, જિનમંદિર, મુમુક્ષુઓના આવાસ, ભોજનાલય, સ્વાગતકક્ષ, ગુરફળ, મેડિકલ સેન્ટર આદિની સુંદર સુવિધાઓ ઉપલબ્ધ છે. આજે ૮૩ વર્ષની ઉંમરે પૂજ્યશ્રી આત્માનંદજી સ્વ-પર કલ્યાણમય જીવન જીવી રહ્યા છે. પૂજ્યશ્રીની સાહિત્યિક અધ્યાત્મપ્રેરક કૃતિઓ : ‘fહતત્ત્વ મામૂ તિ સાહિત્યમ્’ સાહિત્ય એ સમાજનું દર્પણ છે. ભગવાન મહાવીરની ‘દિવ્ય ધ્વનિ'રૂપે નીકળેલ અમૃતમય વાણી શ્રી ગણધર ભગવંતો, શ્રી આચાર્ય ભગવંતો તથા સંતો-મહાત્માઓ દ્વારા પરંપરારૂપે આપણને પ્રાપ્ત થઈ છે. સમાજને યોગ્ય દિશાસૂચન કરવામાં તેમજ સમાજનું ઘડતર કરવામાં સંતોના અમૂલ્ય સાહિત્યનું બહુમૂલ્ય યોગદાન છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે જે વ્યક્તિના ઘરમાં સારાં પુસ્તકોનો સંગ્રહ નથી એ ઘર નથી પણ સ્મશાન છે. - 9 Page #23 -------------------------------------------------------------------------- ________________ 22 L ં જ્ઞાનધારા ક રત્ન બહારથી ચમક બતાવે છે, જ્યારે સારા પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ કરે છે. તેથી પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાં પણ વધુ છે. ઉત્તમ ગ્રંથો એ સર્વોત્તમ સાથી છે. તે બોધપ્રદાનકર્તા પરમમિત્ર છે. તે સદાય બદલાની આશા સિવાય મૌન સેવકની જેમ સાથ આપે છે. વાચન એ આપણા જીવનનો અરીસો છે, જીવનચણતરનો પાયો છે, વ્યક્તિત્વ ઘડતરનું સોપાન છે માટે સાત્ત્વિક સાહિત્ય વાંચવાની સુટેવ દરકે કેળવવી જોઈએ. ܞܞ સરસ્વતીમાતાની ઉપાસના કરનાર સંતશ્રી આત્માનંદજીએ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાઓમાં ૪૦ ઉપરાંત નાનાં-મોટાં પુસ્તકોની સમાજને ભેટ આપેલ છે; જેમાંના કેટલાકની યાદી નીચે મુજબ છે : (૧) સાધના સોપાન (૨) દૈનિક ભક્તિક્રમ (૩) સાધકસાથી (૪) સાધકભાવના (૫) આપણો સંસ્કારવારસો (૬) ભક્તિમાર્ગની આરાધના (૭) સંસ્કાર (૮) જીવનવિજ્ઞાન (૯) અધ્યાત્મ (૧૦) અધ્યાત્મજ્ઞાન પ્રવેશિકા (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી) (૧૧) અધ્યાત્મ-તત્ત્વ પ્રશ્નોત્તરી (૧૨) ચારિત્ર્ય સુવાસ (ગુજરાતી, હિન્દી), (૧૩) અધ્યાત્મને પંથે (૧૪) બોધસાર (૧૫) આત્મદર્શન (૧૬) પ્રાર્થના (૧૭) દ્રવ્યસંગ્રહ પ્રશ્નોત્તરી ટીકા (૧૮) શ્રીમદ્ રાજચંદ્રની જીવનસાધના (૧૯) ભક્તિના વીસ દોહરા (હે પ્રભુ...પદ પર વિવચેન) (૨૦) સંતોની પદ્યાવતરણ ગંગા (૨૧) અર્વાચીન જૈન જ્યોતિર્ધરો (૨૨) યોગ, સ્વાસ્થ્ય અને માનવમૂલ્યો (૨૩) હિરદે મેં પ્રભુ આપ (પૂજ્યશ્રીની અધ્યાત્મયાત્રાના જીવંત આલેખનો) (૨૪) Jain Approach to self-Realization (25) Prayer and its power (26) Aspirant's Guide. પરમકૃપાળુ શ્રીમદ્ રાચંદ્રજીએ કહ્યું છે, “મહત્પુરુષનો નિરંતર આપવા વિશેષ સમાગમ, વીતરાગશ્રુત ચિંતવના અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે.'' સાધકનો સાચા અર્થમાં સાથી બનતો ગ્રંથ-સાધકસાથી પૂજ્યશ્રી આત્માનંદજી વિરચિત ‘સાધકસાથી’ ગ્રંથ ઈ.સ. ૧૯૭૮માં પ્રગટ થયો હતો; જેની આઠ આવૃત્તિઓ બહાર પડેલ છે, જે ગ્રંથની લોકપ્રિયતા દર્શાવે છે. મહાન આચાર્ય ભગવંતો દ્વારા ઉત્તમ ગ્રંથોની રચા થઈ છે; તે પરમ શ્રેયકર વાણી હોવા છતાં પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં રચાયેલી હોવાથી સામાન્ય જનતા તેને સમજી ૪૩ સર્જકની વિચારસૃષ્ટિ શકતી નથી. તેનો ગુજરાતીમાં અનુવાદ થયો હોય તોપણ તેના પારિભાષિક શબ્દો સામાન્ય લોકો સમજી શકતા નથી. તેથી વર્તમાનકાળમાં કોઈ સાધકે સાધના દ્વારા આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો હોય તેઓ જો સરળ, લોકભોગ્ય શૈલીમાં, લોકભાષામાં, વ્યવહારજીવનમાં ઉપયોગ બને તેવી, ઉદાર આશયવાળી તથા સરળતાથી સમજી શકાય તેવી શૈલીમાં સાહિત્યની રચના કરે તો કોઈ જિજ્ઞાસુને શાસ્ત્રોના સારરૂપ આવું સાહિત્ય સંપ્રાપ્ત થાય તો. જેમ ડૂબતાને નાવ મળે તેમ તેનો આત્મા નિરાંત અને ઉલ્લાસનો અનુભવ કરે છે. આમ થવાથી તેમનું જિજ્ઞાસાબળ ઘણું વધી જાય છે અને જો સાચી સાધનાના માર્ગે તેઓ ચડી જાય તો તેમના જીવનનું કલ્યાણ થવું સંભવે છે. આવી ભાવનાને સાકાર કરવા પૂજ્યશ્રી આત્માનંદજીએ ‘સાધકસાથી’ ગ્રંથની રચના કરી. આ ગ્રંથની વિશેષતા એ છે કે પૂજ્યશ્રીએ આધ્યાત્મિક સાધના કેવી રીતે કરી, તેમાં કેવો અનુભવો થયા, વિવિધ સદ્ગુણો ક્રમે કરીને જીવનમાં કેવી રીતે પ્રગટાવ્યાં તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન સાધકને આપેલું છે. ભાષા સરળ અને અસરકારક હોવાથી સામાન્ય માનવીને તે સમજવામાં બાધા આવતી નથી. આ ગ્રંથ બે ભાગમાં વહેંચાયેલો છે - (૧) અધ્યયન ખંડ, (૨) પ્રશ્નોત્તર ખંડ. (i) અધ્યયન ખંડ : આ ખંડમાં ત્રેપન પ્રકરણ છે. જે જે પ્રકરણમાં જે જે વિષયનું આલેખન કરવામાં આવ્યું છે તે તે પ્રકરણનું નામ તેને અનુરૂપ રાખવામાં આવ્યું છે. પ્રથમ, વિષયની સામાન્ય વ્યાખ્યા આપવામાં આવી છે, પછી તેની વિશેષ વ્યાખ્યા આપી છે અને ત્યાર પછી વિષયનું બહુમુખી વર્ણન કરેલું છે. દા.ત. અમુક ગુણ કે સાધના પદ્ધતિનો જીવનમાં કેવી રીતે પ્રયોગ કરવો, તેની પ્રાપ્તિ માટે કયા આંતર્બાહ્ય સાધનો અંગીકાર કરવાં, તેમાં શું વિઘ્નો આવવા યોગ્ય છે, તે વિઘ્નોનો પ્રતિકાર કઈ રીતે કરી શકાય તથા તે સાધનપદ્ધતિને વિવિધ કક્ષાએ સિદ્ધ કરેલ હોય તેવા પુરુષનું જીવંત વ્યક્તિત્વ કેવું હોવું સંભવે છે ઇત્યાદિ વસ્તુવિષયને અવતરિત કર્યા છે. મોટા ભાગના પ્રકરણોના અંતે તે તે વિષયનો મહિમા અવતરિત કર્યો છે. આ રજૂઆત કરવામાં સમસ્ત પ્રાચીન અને અર્વાચીન ભારતીય સાહિત્યનો આધાર લેવામાં આવ્યો છે. ક્યાંક પાશ્ચાત્ય વિદ્વાનોના સાહિત્યનો પણ આધાર લીધો છે. જે શાસ્ત્રો 22 R Page #24 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) કે મહાપુરુષોનો આધાર લીધો છે તેની સાભાર શુભ નામાવલિ ગ્રંથના અંતે આપેલ પરિશિષ્ટમાં રજૂ કરી છે. પ્રસ્તુત વિષયને આ પ્રમાણે રજૂ કર્યા પછી, આગળનું વાંચન વિશેષ રસપ્રદ બને તે હેતુથી, રજૂ કરેલ સાધનાપદ્ધતિ કે સણોના ઇતિહાસપ્રસિદ્ધ દ્રષ્ટાંતો - બનાવો કે કસોટી-પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા છે. ગ્રંથમાં કહેલી વાતો ‘પોથીમાના રીંગણાં' નથી તેવી સ્પષ્ટ પ્રતીતિ સાધકને થાય તે અર્થે તેનું આયોજન કરેલ છે, વળી, આ વાચનથી સાધકને પોતાની સાધકદશાનું મૂલ્યાંકન કરવાની અને પૂર્વે થયેલા મહાપુપોના જીવનમાંથી પ્રેરણા લેવાનું પણ બની શકશે. આ ખંડમાં ક્ષમા, દાન, બ્રહ્મચર્ય, મૌન, વિનય, સંતોષ, સત્સમાગમ, કરુણા, વૈરાગ્ય, શ્રદ્ધા, તપ, મુમુક્ષુતા, પ્રમાદ જેવાં ૫૩ પ્રકરણોમાં સરળ છતાં સચોટ શૈલીમાં સમજૂતી આપી છે. ઉદાહરણ રૂપે “મૈત્રી’ નામના પ્રકરણમાં પૂજ્યશ્રી જણાવે છે, "સાચા જ્ઞાનથી સર્વ જીવોને જો પોતા સમાન જાણ્યા છે તો તે વેપારી ક્યા ગ્રાહકને છેતરીને હલકો માલ આપશે ? તે ડૉક્ટર ક્યા દરદીને ભળતી દવા આપશે ? તે શિક્ષક કયા વિદ્યાર્થી પ્રત્યે પક્ષાપાત દાખવશે ? તે વકીલ યા અસીલને ઊંધી સલાહ આપશે ? તે સાધક યા બીજા સાધકની નિંદા કરશે ?” | (ii) પ્રશ્નોત્તર ખંડ: આ ખંડ નાનો છે. તેમાં વિવેક, મનુષ્યભાવ, સાચા સુખનું સ્વરૂપ, દેવ-ગુરનું સ્વરૂપ, આત્મસ્વરૂપ વગેરે સાત પ્રકરણ છે. પ્રશ્નોત્તરરૂપે તે તે વિષયનું આલેખન કરવામાં નીચેના ફાયદા જણાય છે : (૧) વાચન સરળ બને છે. (૨) મોટા ભાગે પૂર્વાપર સંબંધ વિના પણ વાચન થઈ શકે છે. (૩) નવીનતાને લીધે વાચન રસપ્રદ બને છે. (૪) રજૂઆતમાં મુદ્દાસર સ્પષ્ટતા આવવા ઉપરાંત ન્યાયપુર: સરતાને લીધે વિધાનની પ્રામાણિકતા વધારે સ્પષ્ટ થાય છે અને જ્ઞાનમાં નિઃશંકતા ઉપજે છે. કોઈ કોઈ ઉત્તરો વધારે લંબાણવાળા થાય છે, પણ ત્યાં વિષય ખૂબ અગત્યનો હોવાથી વિસ્તારભયના દોષને પણ વહોરી લેવામાં આવ્યો છે. ગ્રંથની મર્યાદા: (૧) આધ્યાત્મિક દષ્ટિની મુખ્યતા રાખવામાં આવી છે. આમ છતાં સાધનામય જીવન જીવવા માટે ઉપયોગી એવું જે કાંઈ જરૂરી પાથેય હોય તેનું સ્પષ્ટ અને વિવિધલક્ષી આલેખન કરવામાં આવ્યું છે, જેથી સાધક જ્ઞાનાર્જન કરી શકે. (૨) વસ્તુવિષયની રજૂઆત મધ્યમ વિસ્તારવાળી રાખવામાં આવી છે. - ૫ - સર્જકની વિચારસૃષ્ટિ (૩) પારિભાષિક શબ્દોનો પ્રયોગ ઓછા પ્રમાણમાં કર્યો છે. (૪) રજૂઆતની પદ્ધતિમાં બિનસાંપ્રદાયિક દષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે. ગ્રંથનું પ્રયોજન : ગૃહસ્થધર્મની મર્યાદામાં રહીને સાધના કરવા ઇચ્છતા જિજ્ઞાસુઓને ઘણી વાર જરૂરી માર્ગદર્શન મળતું નથી. સમાજનો નાનકડો વિવેકવર્ગ સંપ્રદાયબુદ્ધિથી અતીત થઈ, આત્મશુધ્ધિ જેનું મૂળ છે, આત્મશાંતિ જેમાં રહેલી છે અને પૂર્ણ આત્મસમાધિ જેનું ફળ છે તેવા શુદ્ધ ધર્મને ઉપસ્થિત થાય છે, જેમકે હું કોણ છું ? મારું સાચું સ્વરૂપ શું છે ? શું મેં જીવનને ખરેખર સાર્થક કર્યું છે ? જીવનને સફળ બનાવવા માટે મારે શું કરવું જોઈએ ? મારે કોનો સત્સંગ કરવો ? સત્સાધનો કેવી રીતે ઉપાસવાં ? આવા અનેક વિચારો જેના મનમાં ઊગ્યા છે તેવા સાધકને મુખ્યપણે સહાયક હોવાથી આ ગ્રંથને ‘સાધકસાથી” એવું નામ આપવામાં આવ્યું છે. જોકે શાશ્વત આનંદની પ્રાપ્તિની ઇચ્છાવાળા મનુષ્યો આ કળિયુગમાં ઓછા હોય છે, છતાં સાધના કરવા માગતા નાનકડા વર્ગને આ ગ્રંથ મોક્ષમાર્ગના ભોમિયા રૂપે ઉપયોગ થાય તેમ છે. ગ્રંથની ઉપયોગિતા ? (૧) જે કોઈ સાત્ત્વિક ગુણોને અભિનંદે છે અને જે પોતાના જીવનને ઊંચે સ્તરે લઈ જઈ સ્વાધ્યાયપરાયણ, ઉદાર, શિસ્તબદ્ધ, શાંત અને નિરુપાધિક થવા માગે છે તેવા સજ્જનોને આ ગ્રંથ ઉપયોગી છે. (૨). ધર્મશાસ્ત્રના તથા તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થીઓને, આધ્યાત્મિક વિષયો પર સંશોધન કરતા અભ્યાસીઓને તથા આધ્યાત્મિક પ્રવચનકાર થવા માટેની દોરવણી જેઓ લઈ રહ્યા હોય તેવા પંડિતવર્ગને ઉપયોગી છે. આત્મજ્ઞ સંતપુરુષોને તથા દશપ્રાપ્ત ત્યાગીજનોને પણ આત્માના અભ્યાસનો મહિમા બતાવનાર તથા નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિમાં વિશેષ પ્રેરણા આપનાર પ્રકરણો એક સારા સહાધ્યાયીની ગરજ સારશે અને આત્મભાવના ભાવવા માટેનું પાથેય આ ગ્રંથના અધ્યયનથી મળી રહેશે. પૂજ્યશ્રી આત્માનંદજીએ પોતાની આધ્યાત્મની સાધનાના ભાગરૂપે કરવામાં આવેલ સ્વાધ્યાયશીલતા અને ઊંડા ચિંતન-મનનના દીર્ધ પ્રયોગના ફળરૂપે પ્રાપ્ત થયેલું જીવનનું જે અનુભવરૂપી નવનીત, તેને સ્વશક્તિ પ્રમાણે વ્યવસ્થિત કરીને આલેખવાથી આ ગ્રંથની રચના થઈ છે. આ ગ્રંથના અધ્યયન અને પ્રયોગ દ્વારા સૌ સાધકો પોતાના સાધ્યને પ્રાપ્ત કરે તેવી અભ્યર્થના. - ૪૬. Page #25 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) ધી ના ફિલોસોફી” અને વિરચંદ રાઘવજી ગાંધીની વિચારસૃષ્ટિ - હિંમતભાઈ ગાંધી હિંમતભાઈ ગાંધી એ જેન એસોસિયેશન ઑફ ઈન્ડિયાના મંત્રી છે અને શ્રી ગોડીજી જૈન દેરાસર પાયધુની અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ટ્રસ્ટી/ મંત્રી તરીકે સેવા આપેલ છે. વિશ્વમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો ધ્વજ ફરકાવનાર મહુવાના પનોતા પુત્ર સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધી હતા. તેઓ એક બહુશ્રુત વિદ્વાન લેખક, સ્પષ્ટ અને પ્રખર વક્તા તથા ઉત્કૃષ્ટ સાધક હતા. આજથી ૧૫૦ વર્ષ પૂર્વે મહુવાના એક વેપારી સુશ્રાવક, સુધારક શ્રી રાઘવજીભાઈ ગાંધીના ઘરે ૨૫ ઑગષ્ટ, ૧૮૬૪ના શુભ દિને એક તેજસ્વી તારલાનો જન્મ થયો હતો. મહુવા તથા ભાવનગરમાં શાળા શિક્ષણ પૂર્ણ કરીને, મુંબઈમાં ૧૮૮૪માં ફક્ત ૨૦ વર્ષની ઉમરે તેઓ બી.એ. વીથ ઓનર્સ થઈને સમસ્ત જૈન સમાજના પ્રથમ સ્નાતક થયા અને તે જ વર્ષે જૈનોની એકમાત્ર સંસ્થા ‘જૈન એસોસિયેશન ઓફ ઇન્ડિયા'ના મંત્રી તરીકેની મહત્ત્વની જવાબદારી તેમને સોંપવામાં આવી છે તેમણે ખૂબ જ યશસ્વી રીતે નિભાવી. જૈન શાસનના મહત્વનાં તીથ - શત્રુંજય, સમેતશિખરજી તથા મક્ષીજીના કેસોમાં વિજય મેળવીને તીર્થરક્ષા કરવાનું, શાસનરક્ષાનું જૈન ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય તેવાં મહાન કાર્યો કર્યાં. જૈન ધર્મ-દર્શનનો તો તેમને ઊંડો અભ્યાસ હતો, તે ઉપરાંત અન્ય દર્શનોના પણ તેઓ નિષ્ણાત વિદ્વાન હતા. સાંખ્ય, યોગ, ન્યાય અને મીમાંસા ઉપરાંત દ્વૈત અને અદ્વૈત ઉપર પણ તેમનું પ્રભુત્વ હતું. તેઓ ચૌદ ભાષાના જાણકાર હતા. તેઓ વૈદીક ધર્મ, બૌદ્ધ ધર્મ, ઈસાઈ ધર્મ તથા પશ્ચિમના ધર્મોના પણ ઊંડા અભ્યાસી હતા જેના કારણે ૧૮૯૩માં ચિકાગોમાં ભરાયેલ પ્રથમ વિશ્વધર્મ પરિષદમાં, સમસ્ત વિશ્વના ૩૦૦૦ કરતાં વધારે ધર્મગુરુઓ - પ્રતિનિધિઓ ઉપર આગવી છાપ પાડીને, જૈન સર્જકની વિચારસૃષ્ટિ) ધર્મ એક સ્વતંત્ર અને અતિપ્રાચીન ધર્મ છે તે સ્થાપિત કર્યું અને ભારતીય દર્શનો અને સંસ્કૃતિનો ઝંડો લહેરાવીને રજતચંદ્રક મેળવવાનું બહુમાન પ્રાપ્ત કર્યું. સમગ્ર યુરોપમાં પણ જૈન દર્શન અને ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રવચનો આપ્યાં તથા તેના અભ્યાસ તથા પ્રચાર માટે અમેરિકા અને યુરોપમાં સંસ્થાઓ સ્થાપી. તેઓ ભગવાન મહાવીર પ્રબોધેલા આચારોનું ચુસ્ત પાલન કરનાર તો હતા જ પણ સાથે સાથે એક મહાન દેશભક્ત પણ હતા. સન ૧૮૮૫માં ‘ઇંડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ હતી. તેના પુના અધિવેશનમાં મુંબઈના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદભાઈએ સફળ રીતે ભાગ લીધો હતો. અને ૧૮૯૬માં પડેલ દુષ્કાળ સમયે, અમેરિકામાં “દુષ્કાળ રાહત સમિતિ' સ્થાપીને એક સ્ટીમર ભરીને અનાજ તથા રૂા. ૪૦,૦૦૦/- જેવી એ જમાનાની માતબર રકમ રાહત માટે મોકલી હતી. તેઓ મહાત્મા ગાંધીના મિત્ર હતા તેમ જ ભારતીય કાનૂનો અંગે તેમણે મહાત્મા ગાંધીને જાણકારી આપી હતી અને ગાંધીજી સાથે તેમણે શાકાહાર તથા ખોરાકના પ્રયોગો કર્યા હતા. ચિકાગોમાં તથા મહુવામાં તેમની અર્ધ પ્રતિમા સ્થાપીને તથા કેનેડા અને ભારત સરકારે તેમની ટપાલ ટિકિટ પ્રગટ કરીને તેમનું યોગ્ય બહુમાન કરેલ છે. શાસન સમર્પિત શાસનરક્ષક, રાષ્ટ્રપ્રેમી દેશભક્ત, વિશ્વધર્મ પરષિદના હીરો તરીકે તો લોકો શ્રી વીરચંદભાઈને જાણતા થયા છે, પરંતુ વિદ્વાન લેખક, ગ્રંથસર્જક તરીકે બહુ જ ઓછા લોકો તેમને જાણે છે, કારણ કે તેમની હયાતીમાં તેમના ફક્ત બે જ ગ્રંથો (પુસ્તકો) પ્રકાશિત થયા હતા. (૧) "રડવા-ફૂટવાની હાનિકારક ચાલ” વિશે શાસ્ત્રઆધારિત નિબંધ. ૧૮૮૬માં તેમણે જ પ્રકાશન ક્રેલ. (ગુજરાતી). (2) The Unknown Life of Jesus Christ (English) - MERIH ICEYHL ચિકાગોમાં - તેમણે જ પ્રકાશન કરેલ. (૩) The Jaina Philosophy (English) - ૧૯૧૧માં VRનાં લખાણો તથા પ્રવચનો ઉપરથી - ભગુભાઈ એફ. કોઠારી દ્વારા. (૪) Karma Philosophy (English) - ૧૯૧૩માં VRGનાં લખાણો તથા પ્રવચનો ઉપરથી - ભગુભાઈ એફ કોઠારી દ્વારા. (૫) The systems of Indian Pholosophy (English) ૧૯૭૦માં VRGનાં ૪૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) લખાણો તથા પ્રવચનો ઉપરથી કે. કે. દીક્ષિતે લખેલ - પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. (૬) selected speeches of NRG (English) ૧૯૬૪માં – પ્રકાશક વલ્લભ સ્મારક નિધિ, મુંબઈ. (૭) Yoga Philosophy (English) - ૧૯૯૩માં VRO નાં લખાણો તથા પ્રવચનો ઉપરથી - ભગુભાઈ એફ. કારભારી, પ્રકાશક: શ્રી મહુવા તપગચ્છ જૈન સંઘ, મહુવા. (૮) વીર્ય યાન - ગુજરાતી - ૧૯૦૨, બીજી આવૃત્તિ ૧૯૮૯, આચાર્ય શુભ ચંદ્રદેવ, અનુવાદક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, સંકલન: પનાલાલ આર. શાહ, પ્રકાશક : ધ જૈન એસોસિએશન ઑફ ઈંડિયા. (૯) Religions and Philosophy of the Jainas (English) ૧૯૯૩માં VRGનાં લખાણો તથા પ્રવચનો - ડૉ. નગીનદાસ જે. શાહ, પ્રકાશક : જૈન ઇન્ટરનેશનલ - અમદાવાદ. (૧૦) Biography of Virchand Raghavji Gandhi (English) ૨૦૦૩માં લેખક : પનાલાલ આર. શાહ, એડિટેડ બાય - ગુણવંત બરવાળિયા, અનુવાદ : કુરાંગી દેસાઈ, પ્રકાશક : JAINA - USA. ઉપરનામાંથી ૧, ૨, ૩, ૭, પુસ્તકો-૨૦૦૯માં પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સંપાદિત-પ્રકાશન - World Jain confederation - મુંબઈ આ ઉપરાંત તેમણે - સાંખ્ય, યોગ, ન્યાય, મીમાંસા, ભારતીય તત્ત્વજ્ઞાનદર્શનો, હિપ્નોટીઝમ, ગુઢવિદ્યા, ધાસનુ વિજ્ઞાન, આહાર વિજ્ઞાન, માંસાહારના ભયસ્થાનો, આભામંડળ, હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાન, ભારતની સામાજિક, રાજકીય પરિસ્થિતિ, ધી લો ઑફ એથિકલ કોઝેશન એ સોલ્યુશન ઑફ લાઈફ વિ. ઘણા બધા વિષયો ઉપર પ્રવચનો આપેલ - જે ઉમદા સાહિત્ય આપણે મેળવી કે સાચવી શક્યા નથી. - ગ્રંથ : જૈન ફિલોસોફી. શ્રી વીરચંદભાઈના જૈન ફિલોસોફીકલ કે અન્ય દર્શનો ઉપરના પ્રમાણભુત, શાસ્ત્રોક્ત છતાં વિદેશીઓને સમજી શકાય તેવી સરળ ભાષામાં અપાયેલા મહત્ત્વપૂર્ણ પ્રવચનોનું એક પણ પુસ્તક તેમની હયાતી દરમિયાન છપાયું ન હતું તે જૈન શાસનની સર્જકની વિચારસૃષ્ટિ) એક મોટામાં મોટી કમનસીબી છે. એમની વિદ્વત્તા-વૈચારિક પ્રતિભાને શાસન સમક્ષ મૂકવાનું શ્રેય "ધ જૈન’ અને ‘પેટ્રિયટ'ના તંત્રી શ્રી ભગુભાઈ એફ. કારભારીને જાય છે, જેમની મહેનત અને ઉમદા કાર્ય માટે જૈન શાસન તેમનું પણ આભારી રહેશે. ડૉ. હર્બટ હોરેન તથા અન્ય વિદેશી વિદ્વાનો તથા સંસ્થાઓ પાસેથી વીરચંદભાઈનાં લખાણો તથા પ્રવચનોની પ્રતો મેળવીને ૧૯૧૧માં તેમણે મુંબઈની પ્રસિદ્ધ પ્રકાશન સંસ્થા એન. એમ. ત્રિપાઠી દ્વારા "Jain Philosophy" (English) પ્રથમ ગ્રંથ પુસ્તક પ્રગટ કરાવ્યું. આમાં VRGએ અમેરિકા અને ઈંગ્લાંડમાં આપેલાં પ્રવચનો અને લેખોનો સમાવેશ થાય છે. આ ગ્રંથમાં શ્રી VRની જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશેની સિદ્ધાંતલક્ષી મર્મગામી છતાં સરળ ભાષામાં કરેલ હદયસ્પર્શી છણાવટ તો મળે છે, પરંતુ સાથોસાથ ભારતીય સંસ્કૃતિ અને દર્શનોની ગહનતા, ભવ્યતા અને ગૌરવની પણ ઝાંખી થાય છે. વીરચંદભાઈએ આ ગ્રંથમાં જૈન, બૌદ્ધ, સાંખ્ય, વેદાંત અને ન્યાય જેવા દર્શનોની તત્વવિચારણાનો વિદેશી શ્રોતાઓ સમક્ષ પ્રકાશ પાડ્યો છે એટલું જ નહીં પણ એની મહત્તા સ્થાપિત કરી છે. એ સમયે સમગ્ર વિશ્વમાં એક પ્રબળ માન્યતા પ્રર્વતતી હતી કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મનો એક ફોટો છે, પરંતુ તર્કબદ્ધ રીતે શ્રી વીરચંદભાઈએ પ્રસ્થાપિત કર્યું કે જૈન ધર્મનું આચારશાસ્ત્ર બૌદ્ધ ધર્મ હોવા છતાં, આધ્યાત્મિક તત્ત્વોની દષ્ટિએ તે એનાથી ભિન્ન છે. વળી જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મ કરતાં ઘણો પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે. જૈન દર્શનની સમજાવટ કરતી વખતે એમણે પરિભાષાનો ઉપયોગ કર્યો છે, પણ એ પરિભાષા એવી રીતે પ્રયોજે છે જેથી એ વાત કે વિચારને સહુ કોઈ સાચા અર્થમાં સમજી શકે. જૈન દર્શનમાં દરેક વસ્તુને બે વિભાગમાં વહેંચવામાં આવી છે. (૧) દ્રવ્યાર્થીક નય અને (૨) પર્યાયાર્થિક નય. એ સમજાવતા તેઓ જણાવે છે કે કોઈ પણ વસ્તુ ઉત્પાદિત કરવાની પ્રક્રિયા કે નિયમ એટલે જે વસ્તુ ઉત્પન્ન કરી તેનું પહેલા અસ્તિત્વ જ ન હતું. હવે એ જ વાતને બીજા વિભાગથી જોઈએ - એટલે પર્યાય અથવા સુધારો, એટલે એ પહેલા વિભાગ મુજબ જેનું અસ્તિત્વ નહોતું તેનું ઉત્પાદન, એટલે દ્રવ્ય અથવા સબસ્ટન્સ. દ્રવ્યાર્થીકાય નય મુજબ વિશ્વનો આદિ કે અંત નથી, પરંતુ પર્યાયાર્થિકાય નય મુજબ દરેક ક્ષણે નવી ઉત્પન્ન અને નાશ-સર્જન અને વિનાશ થતાં જ રહે છે. (૨) જૈન પ્રણાલીને બે વિભાગમાં વહેંચી શકાય, પહેલું મૃતધર્મ અને બીજું ચારિત્ર ધર્મ. પo Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 L (જ્ઞાનધારા શ્રુતધર્મ અંતર્ગત નવ સાર્વભૌમિક ક્રિયાશીલ તત્ત્વો છે. તેના પ્રકારો, છ પ્રકારના જીવંત જીવ અને ચાર પ્રકારની ગતી અસ્તિત્વ છે. નવ તત્ત્વોમાં પહેલું આત્મા છે. જૈન ધર્મ પ્રમાણે આત્મા એક એવું સત્ય છે કે જે સમજે છે, વિચારે છે અને અનુભવે છે. જીવમાં સૌથી દિવ્ય આત્મા છે. આત્માનો મૂળ સ્વભાવ સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્ ચારિત્ર છે. આત્મા એ પુનર્જન્મનો, ઉત્ક્રાંતિનો વિષય છે. પુનર્જન્મનો અથવા પુનઃ અવતરણનો સિદ્ધાંત એ જૈન તત્ત્વજ્ઞાનનો મહત્ત્વનો સિદ્ધાંત છે. બીજો સિદ્ધાંત અનાત્માનો છે. જેમાં જીવ નથી તે અજીવ છે. અજીવના મેળાપ અને જુદાઈથી ઉત્પન્ન થયેલ પરિસ્થિતિઓ છે. જૈન ધર્મે આપેલ મહત્ત્વનો સિદ્ધાંત તે કર્મનો સિદ્ધાંત છે. ત્રીજો સિદ્ધાંત કાર્મિક પુદ્ગલોનું આકર્ષણ (આશ્રવ) જેનાથી સુખનો અનુભવ થાય. ચોથો સિદ્ધાંત જીવનું કર્મ સાથે બંધન (બંધ) જેનાથી દુઃખનો અનુભવ થાય. પાંચમા મુજબ સુખ અને દુ:ખનો અનુભવ થાય. છઠ્ઠું સોમવરા (સંવર) જે કર્મના આકર્ષણનો નિરોધ કરે છે. સાતમું કર્મનો આંશિક ક્ષય કરે છે (નિર્જરા). આઠમું આત્માનું કર્મ સાથેનું બંધન અને નવમું સંપૂર્ણ અને અનાદિકાળ માટે આત્માની કર્મથી મુક્તિ (મોક્ષ). - નાશ વસ્તુના પ્રકાર : જીવજ્ઞ, મેટર, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, સ્થિર, અવકાશ અને સમય. છ પ્રકારના જીવો : પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને એકિંદ્રિય (સ્પર્શની સેન્સ). એ પાછા ચાર પ્રકારમાં –ડીવાઈડ કરવામાં આવ્યા છે. બેન્દ્રિય - જે જીવોને સ્પર્શ અને સ્વાદની સંજ્ઞા છે - જેમકે અળશીયા. વેઇંદ્રિય જેમને સ્પર્શ, સ્વાદ તથા સુંઘવાની શક્તિ છે, જેમ કે કીડી, મકોડા વિ. ચૌઇંદ્રિય - ચાર શક્તિ - સ્પર્શ, સ્વાદ, સુંઘવા તથા જોવાની (દિષ્ટ) જેમ કે સર્પ. જેમનામાં પાંચ ઇંદ્રિય-પંચેન્દ્રિય - સ્પર્શ, સ્વાદ, સુંઘવું, જોવાની તથા સાંભળવાની શક્તિ છે - જેમ કે મનુષ્ય, પશુ, પક્ષી, ઈશ્વર વિ. બધા જ જીવો નીચે મુજબની ચાર, પાંચ કે છ શક્તિ ધરાવે છે. ખોરાક લેવાની, શરીર બનાવવાની, અવયવો બનાવવાની, શ્વાસ લેવાની, બોલવાની તથા વિચારવાની. એકિંન્દ્રિયને પહેલી પાંચ શક્તિ હોય છે, જ્યારે પંચેન્દ્રિયને છએ છ શક્તિ હોય છે. ફક્ત જૈન શાસ્ત્રો અને સિદ્ધાંતોમાં જ આટલા ઊંડાણપૂર્વક જીવશાસ્ત્રની ૫૧ સર્જકની વિચારસૃષ્ટિ સમજ આપવામાં આવેલ છે. VRG એ વિશ્વ (Universe) શું છે ? તે તર્કબદ્ધ રીતે સમજાવ્યું. વિશ્વને આદિ કે અંત છે કે તે અંતરહિત છે ? સમગ્ર વિશ્વની દરેક વસ્તુને સંયુક્ત સામૂહિક રીતે લઈએ તો તે અનાદિ છે. હવે જો તે અનાદિ હોય તો તેનું સર્જન ઈશ્વરે કર્યું છે તેમ કેમ કહી શકાય ? છતાં પણ હંમેશાં દરેક વસ્તુનું વિસર્જન અને સર્જન થાય છે. આ દરેક વિશ્વની જુદી જુદી શક્તિ છે અને તે નિયમ, નિયમન અને કાયદાથી બંધાયેલ છે. તો શા માટે આવી સંયુક્ત શક્તિને આપણે ઈશ્વર માનીએ છીએ ? જૈન ધર્મ મુજબ જે વ્યક્તિમાં દિવ્ય શક્તિ હોય, જે સંસારના દરેક રાગ-દ્વેષ, સુખ-દુઃખથી, દરેક કર્મોથી મુક્તિ પામે, જે સર્વોચ્ચ છે, જે એ માર્ગે આપણને લઈ જાય છે તેને તીર્થંકર-ઈશ્વર તરીકે પૂજે છે. જૈન પ્રાર્થના તે શક્તિ પાસેથી કશું માગવા માટે નથી પણ તેના જેવા થવા માટે છે. તે કશું આપશે, સુખી કરશે, તેનાથી ફાયદો થશે એવા કોઈ સ્વાર્થ સાથે પ્રાર્થના નથી કરતા પણ તેમણે બતાવેલા માર્ગે ચાલી તેમના જેવા થવા માટેની છે. ઈશ્વર કશું જ કરતો નથી, પરંતુ પોતે જ એ સ્થિતિ પામવાની છે. જીવનનો ખરો અર્થ અને ઉપયોગ શું છે ? જૈન ધર્મ એટલે way of Life, જીવન જીવવાનો, આચારનો ધર્મ. તેમણે જૈન ધર્મનાં મૂળ પાંચ વ્રત - અણુવ્રતની સરળ ભાષામાં સમજણ આપી - (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) શીલ-બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ, (૧) અહિંસાવ્રત : કોઈ પણ જીવની હત્યા ન કરવી, કોઈ પણ જીવને હાની થાય કે દુ:ખ થાય તેવું કોઈ પણ કાર્ય ન કરવું, ન કરાવવું કે તેવો વિચાર પણ ન કરવો. (૨) સત્ય : હંમેશાં સત્ય બોલવું તેમજ તે મુજબ જ આચરણ કરવું. (૩) અચૌર્ય : ચોરી અથવા અનીતિથી કશું મેળવવું નહીં. (૪) શીલ : બ્રહ્મચર્ય પાળવું અને આચાર તથા વિચારોને નિર્મળ રાખવા. (૫) અપરિગ્રહ : જીવનજરૂરિયાતોને મર્યાદિત રાખવા, સંગ્રહ ન કરવો. . તેમણે ખાસ જૈન ધર્મની વિશ્વને ભેટ - અનેકાંતવાદનો સિદ્ધાંત સમજાવ્યો. તેમણે સમજાવ્યું કે એક વાત અમુક સંજોગોમાં સાચી હોય તે બીજા સંજોગોમાં સત્ય ન પણ હોય. અનેકાંતવાદ એટલે કોઈ પણ વાતને દરેક એંગલથી વિચારીને સ્વીકારવી એ જૈન ધર્મનું જ્ઞાનપ્રાપ્તિ માટેનં અતિમહત્ત્વનું પ્રદાન છે. સ્યાદ્વાદ એટલે ભિન્ન દ્રષ્ટિકોણનો સ્વીકાર. આત્માનો સાચો સ્વભાવ એ છે - સાચું જ્ઞાન, સંપૂર્ણ સાચો પર ~ ; Page #28 -------------------------------------------------------------------------- ________________ 27 L જ્ઞાનધારા વિશ્વાસ-શ્રદ્ધા અને સત્યનું આચરણ. આ ગ્રંથમાં તેઓ આહાર-વિહાર વિજ્ઞાન - આહારશાસ્ત્રની વાત કરતાં સમજાવે છે કે ખોરાક ત્રણ પ્રકારના હોય છે. પહેલા પ્રકારનો ખોરાક શાંતિ આપે છે. બીજો ક્રિયા-ગતિ કે ગરમી આપે છે અને ત્રીજા પ્રકારનો ખોરાક તિ અવરોધે છે. (તામસી આહાર). જૈનો જમીનની નીચે ઊગેલી વનસ્પતિ કેમ ખાતા નથી એનો મર્મ સમજાવે છે. એ જ રીતે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવાના એના સિદ્ધાંતનો હેતુ દર્શાવતા કહે છે કે અંધારામાં સૂર્યપ્રકાશના લાભદાયક તત્ત્વો મળતાં નથી. વળી તેની પાછળ રહેલ ગૂઢ વિજ્ઞાનની પણ વાત કરે છે. આ ગ્રંથના "The occult Law of Science" જેવા લેખમાં એમની મૌલિક વિચારધારા જોવા મળે છે. તેઓ મનુષ્યજાતિના ત્રણ પ્રકાર દર્શાવે છે. એક અધમ પ્રકાર જેમાં અનૈતિક અને અજ્ઞાની માણસોનો સમાવેશ થાય છે. બીજો મધ્યમ પ્રકાર, જે માત્ર પોતાની ઇંદ્રિયોને ખુશ કરતો આનંદમાં ડુબેલો રહે છે જ્યારે ત્રીજા ઉચ્ચ વર્ગમાં એવા લોકો છે જે આધ્યાત્મિક કલ્યાણ કાજે પોતાનો સમય અને શક્તિ ખર્ચતા હોય છે. આમ માણસે પહેલું સમર્પણ ઈન્દ્રિય ભોગોને આપવું જોઈએ. બીજું સમર્પણ વડીલો અને માતા-પિતા પ્રત્યે કરવું જોઈએ. ત્રીજું સમર્પણ ગરીબ અને જરૂરિયાદમંદ માટે કરવું જોઈએ. ચોથું સમર્પણ પ્રાણીઓના કલ્યાણ કાજે કરવું જોઈએ અને પાંચમું સમર્પણ પોતાની આધ્યાત્મિક ઉર્ધ્વતા માટે ધન, સમય અને શક્તિ વાપરવાનું કરવું જોઈએ. વીરચંદ ગાંધી કહે છે કે આવા પાંચ સમર્પણથી વ્યક્તિ ‘એનિમલ મૅન’માંથી ‘હ્યુમન’ બનશે. આ લેખમાં VRG ઉપભોગમાં જીવતા માનવીને આધ્યાત્મિક ઉર્ધ્વતાનું દર્શન કરાવે છે. આ ગ્રંથમાં સંગ્રહિત થયેલા 'Symbolism'ના પ્રવચનમાં ધાર્મિક પ્રતીકોના અર્થઘટન કરતાં આ વિષયનો તેમનો ઊંડો અને વ્યાપક અભ્યાસ પ્રગટ થાય છે. પર્શિયન, ગ્રીક, રોમન, ઈજીપ્શિયન અને પારસી ધર્મનાં પ્રતીકોની વાત કરે છે. હિંદુ અને જૈન ધર્મનાં પ્રતીકો વિશે વિસ્તૃત આલેખન કર્યું છે. એક જ પ્રતીક બન્ને ધર્મોમાં કેવા ભિન્ન ભિન્ન અર્થો ધરાવે છે તેની છણાવટ કરે છે, સાથોસાથ એ પ્રતીકો સાથે એ ધાર્મિક પરંપરાનું અનુસંધાન સાધે છે. આકૃતિ દ્વારા જૈન સ્વસ્તિકનો અર્થ સમજાવીને કહે છે કે પશ્ચિમના લોકો માને છે તેમ સ્વસ્તિક એક ભારતીય પરંપરામાં માત્ર સદ્ભાવ (ગુડલક) આપનારું નથી, પરંતુ મુક્ત આત્માની ઓળખ આપનારું છે. ૫૩ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું સાત આંધળા અને હાથીનું અનેકાંતવાદ દર્શાવતું દષ્ટાંત કે પછી માનવીની તૃષાને દર્શાવતું મધુબિંદુનું દૃષ્ટાંત અથવા તો આખું વૃક્ષ કાપવાને બદલે જમીન પર પડેલા જાંબુ લેવાનું લેશ્યાઓનું દષ્ટાંત સમજાવે છે. "Jain Doctrine of karma" વિશે વીરચંદ ગાંધીએ વિશ્વનું સૌપ્રથમ ધ્યાન ખેંચ્યું. પશ્ચિમના જૈન ધર્મના વિદ્વાન ગ્લાસનેપ જૈન કર્મ સિદ્ધાંતના ઊંડા અભ્યાસી હતા અને પોતાનો ડૉક્ટરેટનો નિબંધ આ વિષય ઉપર લખ્યો હતો. એમના કહેવા પ્રમાણે વીરચંદ ગાંધીના આ પ્રવચનો આજે પણ આ વિષયમાં નવો પ્રકાશ પાડનારા છે. વીરચંદ ગાંધી કર્મ વિશે વૈદિક, બૌદ્ધિક અને જૈન ધર્મની વિચારધારાઓને જાણતા હતા. કર્મ શબ્દોના જુદા જુદા સમયે થયેલા અર્થનાં પરિવર્તનને સમજતા હતા અને એથી એમનો કર્મ વિશનો ઊંડો અભ્યાસ ‘કર્મ ફિલોસોર્ફી” નામના ગ્રંથમાં જોવા મળે છે. "The True Laws of Life" માં પૂર્વ અને પશ્ચિમના જીવન વિશેની ભિન્નતાની વાત કરે છે. મૈત્રી, કરુણા, મૃદુતા અને ઉપેક્ષાના ચાર સિદ્ધાંતો દર્શાવે છે. આમાં આત્મા અને દેહ વચ્ચેના સંબંધને પ્રગટ કરે છે. પૂર્વ અને પશ્ચિમની જીવનપદ્ધતિનાં મૂળ તત્ત્વોને દર્શાવે છે. બંને સુખોની શોધ કરે છે, પરંતુ પૂર્વનો સુખનો અર્થ આત્મા સાથે જોડાયેલો આધ્યાત્મિક અર્થ છે. પશ્ચિમના સુખનો વિચાર શરીરની સાથે જોડાયેલો છે અને શરીરસુખમાં જ સુખની સમાપ્તિમાં માને છે. જૈન તત્ત્વજ્ઞાન એ એક પૂર્ણ પદ્ધતિ છે અને કઈ રીતે સ્મૃતિશક્તિને ખીલવવી એ પણ શીખવે છે. અહીં વીરચંદ રાઘવજી ગાંધી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્ર અને પં. ગટુલાલજીનાં ઉદાહરણો આપીને ભારતમાં કેવા અદ્ભુત સ્મૃતિશક્તિ ધરાવતા મહાન પુરુષો પેદા થયા છે તેની વાત કરે છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ૪૦ લહિયાઓ પાસે અલગ અલગ ૪૦ ગ્રંથો એક જ સાથે લખાવતા અને શ્રીમદ્ રાજચંદ્ર શતાવધાનના પ્રયોગો કરતા તે સમજાવે છે. એ પછીના પ્રકરણોમાં તેઓ હિંદુ ધર્મ, જૈન ધર્મ અને ધર્મના મહત્ત્વના સિદ્ધાંતોની ચર્ચા કરે છે અને આ ત્રણે વિચારધારા આત્મા, કર્મ અને પુનર્જન્મ જેવા સિદ્ધાંતો કેવી રીતે દર્શાવે છે તેની ચર્ચા કરે છે. આમાં દેવ, દેવીઓ, અસુર, પ્રજાપતિ વગેરેના અર્થો પણ સમજાવે છે. આ ગ્રંથમાં અન્ય પણ કેટલાક મહત્ત્વના લેખો છે, પરંતુ મર્યાદાના કારણે આ લેખમાં તેનો સમાવેશ ન કરી શકવા બદલ ક્ષમા ચાહું છું. 1) . ૫૪ Fr Page #29 -------------------------------------------------------------------------- ________________ - જ્ઞાનધારા) આજની આપણી રક્ષક કર્તવ્ય દિશાઃ પંડિતવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખી વિચારસૃષ્ટિ - ડૉ. છાયા શાહ (અમદાવાદ સ્થિત ડૉ. છાયાબહેન શાહ જૈન ધર્મનાં અભ્યાસુ છે. પાઠશાળા અને સંતોની વૈયાવચ્ચ પ્રવૃત્તિમાં રસ લે છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં ભાગ || લે છે) જીવન ઝરમર” ઊંચા હિમાલયની શ્વત ગિરિકંદરાઓ વચ્ચે આવેલા કોઈ સરોવરની કલ્પના કરો અને તેના નિર્મળ ઝીલમીલ થતા પાણીના તરંગોમાં તરતાં બાલસૂર્યના તેજકિરણો જુવો અંતરપટ પર તેનું જે વિચળ અને ભવ્ય દશ્ય અંકિત થાય તેના જેવું શ્રી પ્રભુદાસભાઈનું બાહ્ય અને આંતરવ્યક્તિત્વ હતું. “સૌમ્ય, પ્રસન્ન અને ઓજસ્વી.” ગુજરાતની રત્નભૂમિએ પ્રત્યેક ક્ષેત્રમાં એવી મહાન વિભૂતિઓ જન્માવી છે કે જેમણે પોતાના કાર્યક્ષેત્રો વિશ્વના તખતા સુધી વિસ્તાર્યા હોય, જેમના કીર્તિકળશો યાવરચંદ્ર દિવાકરી ઝળહળી રહ્યા હોય, જેમની સિદ્ધિઓ સ્થળકાળથી પર અમર બની ગઈ હોય એવા ધર્મશૂર અને કર્મચૂર મહાત્માઓથી ગુર્જરીમાતાનું કીર્તિમંદિર શોભી રહ્યું છે. એવા ગૌરવવંતા કીર્તિમંદિરનો એક સુવર્ણ કળશ છે. “પૂ. પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ.” તેઓ માત્ર ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસમાં જ નહીં, પરંતુ જૈન શાસનના ઇતિહાસમાં નોંધપાત્ર સીમાચિન્હ છે. એ મહાન ત્યાગી, તપસ્વી અને પ્રભાવક શ્રાવક છે. આ એક શુદ્ધ સમન્વધારી, આર્ય સંસ્કૃતિરક્ષક, દીર્ઘદરા શ્રાવકના જીવનની ઝરમર છે. જીવન જીવી જાણે તે જૈન” આ વ્યાખ્યા પ્રમાણે જૈનત્વનું જીવન જીવનાર કર્તવ્યનિષ્ઠ દાના જીવનની ઝરમર છે. - ૫ સર્જકની વિચારસૃષ્ટિ) - આ એક મર્મજ્ઞાતા ધર્મનિષ્ઠ, પરમશ્રદ્ધાળુ, સંસ્કૃતપ્રેમી સૌરાષ્ટ્રના ખમીરવંતા પુરુષના જીવનની ઝરમર છે. પોતાના આત્માની જ્યોતને જવલંત બનાવી અનેકોના આત્માની જ્યોતને દીપ્તિમંત બનાવનાર એક પ્રજ્ઞા પ્રાપ્ત વ્યક્તિત્વના જીવનની ઝરમર છે. જીવન જીવી જાણવું અને મરણ માણી જાણવું એ જીવતરની શોભા છે. આવી શોભા જેના અણુએ અણુમાં રમતી હતી તેવા આ યુગના સત્યનિષ્ઠ, સિદ્ધાંતવાદી, નિઃસ્પૃહી નીડર લેખકના જીવનની આ ઝરમર છે. અસલ સૌરાષ્ટ્રવાસી ફેંટો, ખેસ, કોટ, ધોતિયું, પારંપારિક જૈન શ્રાવકને માટે સુયોગ્ય તેવો નખશિખ પહેરવેશ તેમણે જિંદગી સુધી જાળવી રાખ્યો છે અને વેશને અનુરૂપ ખમીર તેમની જિંદગીભર બતાવ્યું છે એવા ખમીરવંતા પુરુષની આ જીવન ઝરમર છે. પ્રભુદાસ પારેખના તે સમયની સાંપ્રત સમસ્યાને ચર્ચતા ગ્રંથો (૧) અહિંસાની હિંસા (૨) પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ કે પછી ધર્મભક્ષક દૈત્ય ? (૩) આજની આપણી રક્ષક કર્તવ્યદિશા (૪) મહાગુરફળ વાસ (૫) સત્ય કે પછી ભ્રમણા ? સોનાનું પિંજર (૬) જીવનવિકાસ અને વિશ્વાવલોકન (૭) શ્રી જૈનશાસન સંસ્થા - એક મહત્ત્વનું અંગ (૮) પ્રજાના ભલા માટે વિનોબાજીને ખુલ્લો પત્ર (૯) મનનીય નિબંધ સંગ્રહ (૧૦) ભારતના બંધારણમાં પવિત્રતા (૧૧) આપણું ગામ ગોકુળગામ (૧૨) શ્રી શત્રુંજય મહાતીર્થની આશાતના (૧૩) ચૂંટણી કરોળિયાનું જાળું (૧૪) આહાર મીમાંસા. આ ઉપરાંત હિત-મિત-પ-સત્યમ્ ભાગ -૧ થી ૧૨, અંક, ભરૂચ સ્વાતિ વાત્સલ્ય કેસ, વીણેલા મોતી, ક્યા કલાપ, સંસ્કૃતિના સૉણબા. આધ્યાત્મિક પુસ્તકો (૧) તત્વાર્થાધિગમ સૂત્ર (૨) દ્રવ્ય સપ્તતિકા ગ્રંથ (૩) પંચ પ્રતિક્રમણ સૂત્ર સાર્થ (૪) કરેમિ ભંતે (૫) રત્નજયોતિ (૬) આરાધનાચિંતામણિ (૭) પ્રાકૃત પ્રવેશિકા (૮) ધર્મવીર શેઠશ્રી વેણીચંદભાઈ (૯) શ્રી-અયઅનંતકાય વિચાર (૧૦) શ્રી આનંદઘન ચોવીશી (૧૧) પ્રશમરતિ પ્રકરણ (૧૨) ક્રર્મગ્રંથ સાર-ભાગ-૧-૨ (૧૩) શ્રી પંચપ્રતિક્રમણાદિ સૂત્રો-ભૂમિકા (૧૪) સમક્તિના સડસઠ બોલની સજાય (૧૫) શ્રી સિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસનમ્ - ૫૬ - Page #30 -------------------------------------------------------------------------- ________________ 29 જે જ્ઞાનધારા (૧૬) સ્યાદવાદ અને સર્વજ્ઞતા (૧૭) અતિચાર. ઉપરાંત બે પ્રતિક્રમણ સાર્થ : સામાયિક સૂત્ર સાર્થ, જીવનવિચાર સાર્થ. નવતત્વ સાર્થ, આરાધના ચિંતામણિ, જિનગુણ પચાવલી, રત્નાકરપચીશી વગેરે પુસ્તકોનું સંપાદન વિવેચન કરેલ છે. આ પુસ્તકો ઉપરાંત આ સૂક્ષ્મચિંતક પુરુષના પાંચ હજાર જેટલા લેખો અપ્રગટ પડચા છે. તેનું અમીકરણ કરી નાની પુસ્તિકાઓના રૂપમાં પ્રગટ કરવાનું ભગીરથ કામ વિનિયોગ પરિવાર ટ્રસ્ટ તથા શારદાબેન ચીમનલાલ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર કરી રહી છે. ગ્રંથ ‘સેનપ્રશ્ન’ : લેખક પ્રભદાસ પારેખ - પ્રકાશક- વિનિયોગ પરિવાર ધર્મ-અર્થ-કામ અને મોક્ષના ચતુર્વિદ્ પાયા પર આધારિત આર્યાવર્તની આ મહાન ધરા ઉત્કૃષ્ટ ધર્મના નિયંત્રણ હેઠળ સમસ્ત વિશ્વના કલ્યાણની ભાવના સાથે પોતાના જીવની જીવતી આવી છે. આ ભરત ખંડની આર્ય પ્રજાઓ મૂળતઃ એક જ, પરંતુ સ્વરૂપે કંઈક કંઈક અલગ એવા વૈદિક અને જૈન ધર્મને અનુસરતી આવી છે. જૈન ધર્મના તારક તીર્થંકર દેવોના ઉપદેશો દ્વાદશાંગીમાં વર્ણિત છે જેને આધારે આગમોની અને અન્ય શાસ્ત્રોની રચના થઈ. રત્નત્રયી મનાથી સમ્યક્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રની સરિતામાં સમ્યગ્ જ્ઞાનના ક્ષેત્રે ભાવિક જીવોને અનેક સંશયો-પ્રશ્નો ઉદ્ભવ્યા કરે છે અને આવા કેટલાક સંશયોના ખુલાસાવાર જવાબ શ્રી તપાગચ્છધિપતિ ભટ્ટારક શ્રીમાન્ વિજયસેનસૂરિશ્વરજી મ.સા.એ આગમ ધર્મશાસ્ત્રોની વિવેચનાને આધારે આપ્યા છે. તે સંશયો-પ્રશ્નો અને તેમના ખુલાસા એ જ “સેનપ્રશ્ન” - જૈન શાસનનો એક મહામૂલો ગ્રંથ. આ ગ્રંથ મૂળ સંસ્કૃતિમાં (પરમ પૂજ્ય હિરસૂરીશ્વરજી મ.સા.ના કાળ પછી) લખાયેલ અને ત્યાર બાદ તેનો ગુજરાતી ભાષા પર્યાય પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયકુમુદસૂરિશ્વરજી મ.સા. દ્વારા સંવત્ ૧૯૯૫માં કરવામાં આવ્યો. ગુજરાતી ભાષા પર્યાયની પ્રસ્તાવના લખવાનું કાર્ય શ્રાવકરત્ન, સંસ્કૃતિ હિતચિંતક અને ભગવાન આદિનાથ પ્રભુની મહાવ્યવસ્થાના પ્રખર હિમાયતી વિદ્વાન પંડિતવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખને સોંપાયું. મૂળ ગ્રંથની મહાનતા-ગરિમા અને મહત્ત્વને ન્યાય આપી શકે તેવી વ્યક્તિ પંડિતજી સિવાય ભાગ્યે જ કોઈ મળત. જાણે કે સ્વર્ણ અને સુગંધનું મિલન થયું. ઉચ્ચ કોટિની બુદ્ધિપ્રતિભા ધરાવનાર પંડિતજીએ ૬૭ પાનાંની પ્રસ્તાવના લખી, ૫૭ હું સર્જકની વિચારસૃષ્ટિ તેમની વેધક પ્રજ્ઞા કોઈક દિવ્યદષ્ટાની જેમ કાળના વહેણને તેના અતિસૂક્ષ્મથી અતિવિશાળ સ્વરૂપમાં ઓળખતી હતી અને ક્રમે ક્રમે પેસતા જતા નરસાપણાથી વ્યથિત થતી હતી. જેમ ‘સેનપ્રશ્ન’ એ સંશયોના નિરસનનો ગ્રંથ છે, તેમ પંડિતજીએ લખેલ પ્રસ્તાવના વહેતા કાળના નરસાપણા સામેમાત્ર લાલબત્તી જ નહીં, પરંતુ સંશયરહિત સચોટ માર્ગદર્શિકા છે. સને ૧૯૪૨થી વિશ્વવ્યવસ્થાના સરળ પ્રવાહમાં જે ખળભળાટ, વિનાશક પરિબળોનો ઉદ્ભવ થયો તેની સામે રક્ષણ માટેના કર્તવ્યની દિશા પંડિતજીએ સ્પષ્ટ શબ્દોમાં આપી છે. અતિશય પાયાની ભલામણ સહુ પોતપોતાના ધર્મને મડાગાંઠની જેમ વળગી રહો-થી શરૂઆત કરી અર્થ પુરુષાર્થ, કામ-પુરુષાર્થ, સમાજવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, મોક્ષમાર્ગની આરાધના, જીવદયા, સાચી અહિંસા, કેળવણી, શ્રાવક-શ્રવિકાઓના ધર્મોકર્તવ્યો અને સહુથી સવિશેષ તો શ્રમણ વર્ગની જવાબદારી બાબત પંડિતજીએ ખૂબ વિનયપૂર્વક પરંતુ દૃઢતાપૂર્વક દિશા-નિર્દેશ કર્યો છે. પશ્ચિમના શયતાની કાવતરાએ આપણી વ્યવસ્થાના દરેક સુદઢ બળને તેના સાચા સ્વરૂપમાં ઓળખ્યો છે, તેનો અભ્યાસ કર્યો છે અને તેને નામશેષ કરવાની યોજના કરી છે. ધર્મગુરુઓ તે સુદઢ તે બળોમાંના સર્વાધિક બળશાલી આધારસ્તંભો છે અને તેમના ઋષભ કંધો પર સમસ્ત વિશ્વના કલ્યાણની વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, તેથી તેમને નબળા પાડવાના સવિશેષ પ્રયત્નો થયા છે, થઈ રહ્યા છે અને થશે. તેની સામે સજાગ થઈ ચતુર્વિધશ્રી સંઘના ક્ષેમની કાળજી માટે શું કરવું તેનો દિશા-નિર્દેશ પણ પંડિતજીએ આપ્યો છે. બૃહદ સ્તરના મૂળભૂત સિદ્ધાંતોથી માંડી, ઝીણામાં ઝીણી બાબત-બધાનો સમાવેશ આ પુસ્તક છે અને તે લખાયા બાદ ૬૦ વર્ષોના વીતેલા સમયમાં જ્યારે તેમણે વ્યક્ત કરેલા લગભગ દરેક અંદેશા દુર્ભાગ્યે સાચા પડચા છે ત્યારે તેમણે સૂચવેલા દિશા-નિર્દેશો વધુ ધ્યાન, કાળજી અને ક્રિયાન્વય માગે છે. ‘‘સેનપ્રશ્ન’’ની ગૂંચો અને ઉકેલોનો અભ્યાસ એ આધાર પર છે કે જયવંતા શ્રી જૈન શાસનના અસ્તિત્વ સામે કોઈ ખતરો નથી. એ ગ્રંથ તેના અભ્યાસુને સમ્યગ્ જ્ઞાનના વધુ ઊંચા ધરાતલ પર લઈ જાય છે. જ્યારે પંડિતજીની પ્રસ્તાવના એવા સંદર્ભમાં છે જ્યાં શ્રી શાસનના અસ્તિત્વ સામે ભયંકર ખતરાઓ માથું ઊંચકી રહ્યા છે અને સમસ્ત શ્રી સંઘે ‘‘ફાયર ફ્રાઈટીંગ’’ની કપરી અને તત્કાલની જવાબદારી અદા કરવાની છે. પ્રસ્તાવનાનું આગવું મહત્ત્વ પિછાણી તેને એક સ્વતંત્ર નિબંધ તરીકે પ્રકાશિત ૫૮ 29 R Page #31 -------------------------------------------------------------------------- ________________ સર્જકની વિચારસૃષ્ટિ) જ્ઞાનધારા કરવાની તાતી જરૂર જણાતા, તે પ્રયત્ન હાથ ધર્યો છે જેથી માત્ર શ્રી જૈન સંઘ જ નહીં પરંતુ આર્યાવર્તની મહાન સંસ્કૃતિની રક્ષા માટે સંચિત એવા તમામને માર્ગદર્શન મળે અને જે હેતુથી પૂજ્ય પંડિતજીએ આ મહામૂલી પ્રસ્તાવના લખી તે સિદ્ધ થાય. આર્ય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આર્યસંસ્કૃતિ અને પૂર્વાપરના પવિત્ર સંસ્કારની વારસદાર આર્યપ્રજાને જગતમાં ટકાવી રાખવા માટે આર્ય સંસ્કારોને વળગી રહેલી; આદર્શ મનાતી અને જીવનમાં સાક્ષાત્ જીવતી, ભારતીય આર્ય લોહીવાળી પ્રજાનો ભારતવર્ષ સાથેનો સંબંધ કાયમ ટકાવી રાખવા માટે અને તે સર્વના અતિમહત્ત્વના કેન્દ્રભૂત જૈન શાસન; તેનાં તત્ત્વો; તેનો પૂર્વાપરનો વહીવટ; અને તેના મુખ્ય મુખ્ય પ્રતિકો ટકાવી રાખવા માટે; મુનિ મહારાજાઓએ પણ દર્શના શુદ્ધિના કર્તવ્યની દૃષ્ટિથી હાલના જમાનામાં હવે પછી કઈ જાતના ઉપદેશો આપવા તરફ વલણ ધરાવવું જોઈએ ? અને આર્યપ્રજાનું તદનુકુળ માનસ ઘડવા માટે કયા પ્રયત્નોને સંમત થવું જોઈએ ? તે વિશે અત્યંત ટૂંકાણમાં નિર્દેશ વગેરે વિષયોને આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યા છે. આર્ય સંસ્કૃતિને બચાવવા આપણું કર્તવ્ય કેવું હોવું જોઈએ તેની માહિતી પંડિતજીએ આપી છે. માનવતાનું મીઠું જગત : કવિવર્ય નાનચંદ્રજી મ.સા.ની વિચારસૃષ્ટિ - ડૉ. મધુબહેન જી. બરવાળિયા ( મુંબઈ સ્થિત ડૉ. મધુબહેન જી. બરવાળિયાએ હિન્દી સાહિત્યમાં Ph.D. કર્યું છે. તેમના જૈનદર્શનના પરિપ્રેક્ષ્યમાં ‘શાકાહાર', અધ્યાત્મ સુધા અને અધ્યાત્મસૂર સંપાદિત પુસ્તકો છે. સંતો, મહંતો અને વીરોની ભૂમિ સૌરાષ્ટ્રમાં અન્ય પ્રદેશોની સરખામણીમાં સૂકા ગણાતા ઝાલાવાડનું એક નાનકડું ગામ સાયલા. આ ગામના લાલા ભગતથી પ્રભાવિત થયેલી આસપાસના વિસ્તારની જનતા આ સાયલાને ભગતના ગામથી જ ઓળખતા હતા. આ ગામમાં જેચંદ જસરાજનું જૈન વણિક કુટુંબ. એ કટુંબના પાનાચંદભાઈ અને રળિયાતબહેન બને વિરલ દંપતી. પાનાચંદભાઈ ધર્મપરાયણ અને નીતિનિષ્ઠ તેવાં જ રળિયાતબાઈ ભદ્રહૃદયા અને દયાળુ સંવત ૧૯૩૩નો શિયાળાનો સમય અને રળિયાતબાઈની કુક્ષિએ પુત્રરત્નનો જન્મ થયો. નામ પાડયું નાગરદાસ. સ્થાનકવાસી સંતો આ ગામોમાં આવતા બાળક નાગરને કુતૂહલ થતું કે મહારાજ સાહેબ આવા કપડાં કેમ પહેરે છે? શું વાંચે છે? વડીલો બાલસહજ જીજ્ઞાસા સંતોષતા. પાંચ વર્ષની ઉમરે બાળક નાગરએ માતા રળિયાતબાનું છત્ર ગુમાવ્યું.નાગરદાસે સાયલાની તાલુકાશાળામાં શિક્ષણ લીધું એકવાર ગામમાં એક સાધુ આવેલ, તે બીમાર પડે છે. ત્યારે જ નાગરદાસ ભાભુ સાંકળીમા સાથે ઉપાશ્રયે ગયા. સાધુને ઝાડા-ઉલટી થયાં પણ સાંકળીમા કશું કરી શકતાં નથી અને નાગરને સમજાવે છે કે એક સ્ત્રી સાધુને અડી ન શકે તેથી તે સાફ કરી શકતાં નથી. સાધુના કોઈ શિષ્ય પણ નથી. એ સમય ઉલ્લાસભાવથી નાગર, સાધુની ૬o. Page #32 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) સેવા-વૈયાવચ્ચ કરે છે. નાગર ઉપાશ્રયમાં આવતા સાધુની જીવનચર્યા અને સામાયિક અંગે જાણે છે. વ્યાખ્યાનો સાંભળે છે. નાગરદાસની ૧૩-૧૪ વર્ષની ઉમર. સાયલામાં મુનિચતુરલાલ અને જીવણજી મ.સા. પધારે છે. એ વખતે નાગરદાસ અને તેના પિત્રાઈ ભાઈ જીવરાજ નિર્ણય કરે છે કે આપણે આ સંસાર છોડી દીક્ષા લઈએ અને સાધુઓએ વિહાર કર્યો તો છૂપી રીતે તેની પાછળ ગયા. રામપરા ગામે પહોંચ્યા ત્યારે મહારાજે તેમને જોતાં પૂછયું કે, માતાપિતાને કહીને આવ્યા છો ? તો કહે ના. વડીલને બોલાવી લીધા. વડીલો સાથે જવાની બન્નેએ ના પાડી. મહારાજશ્રીએ સમજાવી કહ્યું કે, વડીલો પાસેથી પ્રેમપૂર્વક સંમતિ લેશું પછી દીક્ષા આપીશું, ને પાછા ગયા. પિતાજીનું અવસાન થયું. મોટાભાઈ જેશીંગભાઈના લગ્ન થયાં. સં.૧૫૬નું વર્ષ. આ વખતે નાગરદાસની ઉમર ૨૧-૨૨ વર્ષની હતી. જીવનમાં ત્યાગધર્મની પ્રતીતિ થતાં તેમણે આજીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. તેમની સગાઈ માટે કપટથી કન્યા મોટી બતાવેલ અને સગાઈ કરી તો કન્યા નાની હતી તે જાણ થતાં કપટમય સંસારનું વધુ સ્પષ્ટીકરણ થયું અને આમ આજીવન બ્રહ્મચર્ય વ્રત માટે આ અગત્યનું કારણ મળ્યું. લીમડીના શેઠ કુટુંબના પોપટભાઈએ નાગરદાસને લીમડી સંપ્રદાયના પૂ. દેવચંદ્રજી મ.સા.ને મળવા જણાવ્યું. સરની શોધમાં નીકળેલ નાગરભાઈનો ગુરુને મળવા તલસાટ વધ્યો. સુદામડામાં વાગદત્તાને ઘરે જઈ તેના માતા-પિતાની પ્રત્યક્ષ કહ્યું. “સમજબહેન, આજથી તું મારી બહેન... ભાઈ તરીકે આ ચૂંદડી ભેટ આપું છું ... અને સગપણથી મુક્ત થયા. ત્યાગ ધર્મની પ્રેક્ટિસ કરવા નાગરદાસ લોચ કરતા, ઉપવાસ કરતા, તડકામાં રેતી પર આતાપના લેતા સં. ૧૯૫૬માં દેવચંદ્રજી મ.સા.નો પ્રત્યક્ષ પરિચય થયો અને પૂ. દેવચૂંજી મ.સા. નાગરભાઈના અંતરમાં ગુસ્થાને પ્રતિષ્ઠિત થયા. ગુર અંજારમાં હતા. સં. ૧૯૫૭ના ફાગણ સુદ-૩ના આનંદ-ઉલ્લાસ સાથે દીક્ષા અપાઈ. નવદીક્ષિત નાગરભાઈનું નામ ‘મુનિ નાનચંદ્રજી' રાખવામાં આવ્યું. એમનો મનનો મોરલો ગુંજી રહ્યો. સંયમ મારો શ્વાસ સંયમ પ્રભુના અહેસાસ આતમ થયો ઉજાગર જે પરમાત્મા થવા ... પરમાત્મા દીક્ષિત જીવનનાં ૧૦ વર્ષ સં. ૧૯૫૩થી ૬૬ દરમિયાન તેમણે માંડવી (કચ્છ), જામનગર, મોરબી, જેતપુર, જૂનાગઢ, માંડવી, વાંકાનેર, મોરબી, અને રામણીયા - ૬૧ - ‘ સર્જકની વિચારસૃષ્ટિ) ચાતુર્માસ કર્યા. સં. ૧૯૬૬માં રામણીયામાં સાધુસંમેલનમાં યોગ્ય પ્રેરણા આપી. સમાજ સુધારણા માટે સમાજકલ્યાણ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરી. ૧૯૬૭થી ૭૬ના તબક્કામાં પૂ. ગુરુની સેવા વૈયાવચ્ચ અંગે ૯ વર્ષ લીમડી રહ્યા. અગ્લાન ભાવ સેવાના કારણે “ળિયુગના પંથકજી"નાં બિરૂદ મેળવ્યું. વૈયાવચ્ચે એ એમના હૃદયની સંવેદના હતી. તેમનું હીર, તેમની આત્મદશાનું દર્શન તેમના ભક્તિગાનમાં અને પ્રવચન અને કથા આખ્યાનમાં દર્શાવેલ છે. તેમની વાણી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી પરંતુ તેમના અંતરના ઊંડાણમાં પહોંચી જીવનનું પરિવર્તન અને સંસ્કરણ પણ કરાવતી. કવિવર્ય પૂ. નાનચંદ્રજી મ.સા.નું સાહિત્યસર્જન : પ્રાર્થનામંદિર કવિવર્ય નાનચંદ્રજી મહારાજ “સંત શિષ્ય” દ્વારા તૈયાર કરાયેલ આ સુંદર પ્રાર્થના સંગ્રહ છે. જેમાં પ્રાર્થનાઓ, ભજનો અને ધૂનો સંગ્રાહિત થયેલ છે, જેમાં કવિવર્ષે પોતાની સ્વરચિત રચનાઓ ઉપરાંત સુપ્રસિદ્ધ સંતો અને ભક્તકવિઓની રચના સંગ્રહિત કરી છે. આ સંગ્રહની અંદર આવૃત્તિઓ પ્રકાશન પામી ચૂકી છે તે જ એની લોકપ્રિયતાનો પુરાવો છે. સંસ્કૃત કાવ્યાનંદ ભાગ : ૧ થી ૩ મુનિશ્રી નાનચંદ્રજી સ્વામીએ આ નાનકડી પુસ્તિકામાં ૩૭૧ સુંદર અને પ્રસિદ્ધ શ્લોકોનું સંકલન કર્યું છે. સંસ્કૃત કાવ્યાનંદનો આ બીજો અને ત્રીજો ભાગ પ્રબોધ પ્રભાકર રૂપે પ્રગટ થયો. આ પુસ્તિકામાં સંસ્કૃત ગ્રંથો જેવા કે ગીતા, વિવેક ચૂડામણિ, જ્ઞાનાર્ણવ, હૃદયપ્રદીપ, વિચારપ્રદીપ, ગરુડપુરાણ વિગેરેમાંથી ખાસ ચૂંટવામાં આવેલા લોકો વિવિધ વિષયો પરનો બોધદાયક સુભાષિત સંચય ઇત્યાદિ સાહિત્ય સામગી આપવામાં આવી છે. પૂ નાનચંદ્રજીના શિષ્ય મુનિશ્રી સંતબાલજીએ ગીતાના આ શ્લોકમાંથી પ્રેરણા મેળવી “જૈન દષ્ટિએ ગીતા દર્શન’ના બે સુંદર ગ્રંથોની રચના કરી. પ્રેરણા પીયૂષ આત્માના ઉધ્વીકરણના હેતુને લક્ષમાં રાખીને કવિવર્ય નાનચંદ્રજી મ.સા. સંપાદિત ૧૧૨ પાનાંના આ પુસ્તકમાં મહર્ષિ અરવિંદ ઘોષની જીવનની ઝાંખી કરાવતો “અધ્યાત્મ પથદર્શન' નામનો લેખ પૂરા ૪૫ પાનાંનો છે. તત્ત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી સુશીલે અરવિંદના બંગાળી અને અંગ્રેજી સાહિત્યમાંથી સાધક જીવનને ઉપયોગી થાય એવી ૬૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) સુંદર કંડિકાઓનું આ સંકલન છે. આ કંડિકાઓ અધ્યાપક જીવનની અભીપ્સા સેવનારાઓ માટે ઉપયોગી તેમજ માર્ગદર્શક બની રહે છે. જ્યારે “પરમેશ્વરની હજુરમાં' એ શીર્ષક નીચેના લખાણમાં ચિંતક અને લેખક વાડીલાલ મોતીલાલ શાહે ભક્તિયોગની દષ્ટિએ જૈન તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરેલ છે. છેલ્લે સંસ્કૃત સુવાક્યો, આગમ સુધાબિન્દુ અને વચનામૃતો છે. સંતશિષ્ય પત્રસુધા સંતોનો સાધકો સાથ, ગુરુવર્યનો શિષ્ય-શિષ્યાઓ સાથે અને શ્રાવકો કે મહાજન સાથે પત્ર વ્યવહાર થતો હોય છે, પરંતુ આપણે ત્યાં આવા પત્રોની સાચવણી અને તેનું સંપાદન કરે અને પ્રકાશન કરવાનું બહુ જ જૂજ બન્યું છે. આવા પત્રો સચવાણા હોય અને યોગ્ય સમયે તેનું પ્રકાશન થાય તે ઘણું ઉપયોગી અને ઉપકારી છે. કવિવર્ય નાનચંદ્રજી મહારાજનો પત્રવ્યવહાર વિપુલ છે અને સદ્ભાગ્યે મોટી સંખ્યામાં પત્રો સચવાયા છે અને પ્રકાશન માટે પ્રાપ્ત થયા છે. પત્રોનું સંકલન મુનિશ્રી સંતબાલજીએ વિષયવાર વિભાગ કરી ૨૬ વિભાગમાં વહેંચ્યા છે. દરેક પત્રને યોગ્ય શીર્ષક પણ આપ્યું છે. દરેક વિભાગની શરૂઆતમાં વિષય પ્રવેશ રૂપે ઉદ્દબોધન અને અંતે ઉપસંહાર સંતબાલજીએ લખી આપ્યો છે. પૂ. દમયંતીબાઈ મ.સ.એ પણ સંગ્રહ તૈયાર કરવામાં ઘણો પરિશ્રમ લીધો. આમ જોઈએ તો પત્રવ્યવહાર અંગત વસ્તુ છે. કેટલેક દરજે નિરપેક્ષતાથી લખી શકાય છે. પત્ર લેખનમાં નિકટ સંબંધ છે, તેમાં કેટલુંક પ્રાસંગિક હોય અને કેટલુંક ચિરંજીવ તત્વ હોય. બધા ધર્મોમાં અને ખાસ કરીને જૈન ધર્મમાં ગુરુનો અસીમ મહિમા બતાવ્યો છે. ગુર વિના જ્ઞાન નહિ. સાચું આધ્યાત્મિક જ્ઞાન બુદ્ધિ કે તર્ક નહીં પણ આધ્યાત્મિક અનુભૂતિનો વિષય છે. જ્યારે જ્યારે અધ્યાત્મમાર્ગ સાધનામાં મૂંઝવણ ઊભી થાય ત્યારે ગુરનું મર્ગદર્શન અનિવાર્ય બની જાય છે. ગુરુનો પ્રત્યક્ષ યોગ ન હોય ત્યારે પત્રો દ્વારા પણ માર્ગદર્શન મેળવી શકાય છે. અહીં ગ્રંથસ્થ પત્રો જીવન પંથને સાચો રાહ બતાવવા માર્ગર્શક પડ્યો છે. સંતશિષ્ય પત્રસુધા રૂપ જે પત્રસંગ્રહ પ્રગટ થયો છે તેમાં મુનિશ્રીએ વિવિધ સ્વરૂપે માર્ગદર્શન આપ્યું છે તે જોઈ શકાય છે. કવિશ્રીની એક વિશેષતા એ હતી કે ગૃહસ્થને ગ્રહસ્થ ધર્મન લગતો જ ઉપદેશ આપતા શ્રાવક અને શ્રાવિકા બન્નેને લક્ષમાં લઈને આપતા. ટૂંકમાં નિશ્ચય અને વ્યવહાર દષ્ટિનો બરાબર સમન્વય સાધતા. વ્યક્તિગત માર્ગદર્શન આપવાનું હોય ત્યારે શિષ્યની લાયકાત પ્રમાણે જ્ઞાન આપે, - ૬૩ ‘ સર્જકની વિચારસૃષ્ટિ) ન ઓછું ન વધુ. અધ્યાત્મ પંથે વિચરતાને વિટંબણા, મુસીબતો કે મૂંઝવણો હોય, કોઈને ધ્યાન માટે, કોઈને તપ માટે, કોઈને નામસ્મરણ જાપ માટે, કોઈને યોગ માટે તો કોઈને કષાય મંદતા માટે યોગ્ય સાધકને યોગ્ય સમયે પત્રોથી પ્રેરણા આપતા. આમ કવિશ્રીના આ પત્રોએ દિશા વિહીનને દીક્ષા બતાવી છે તો ભટકી ગયેલાને પાછા યોગ્ય રાહ પર લાવવામાં આ પત્રોએ અગત્યની ભૂમિકા ભજવી છે. કવિવર્ય નાનચંદ્ર મ.સા. ભજનો અને પદો કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજે કાવ્યો, પ્રાર્થનાઓ, ભજનો અને પદોની રચના કરી છે. મહારાજશ્રીએ જૂના ભજનોના લોકઢાળો લઈને પદો રચ્યા છે. અપરિચિતોને તો એમ જ લાગે કે આ કોઈ જૂનું ભજન છે, પરંતુ નામાચરણમાં “સંતશિષ્ય" એવું નામ આવે ત્યારે જ ખબર પડે કે આ તો મહારાજ રચિત ભજન છે. સાંપ્રદાયિકતાના સીમાડા ભેદીને સર્વધર્મ સમભાવ સુધી આ પદોની ભાવના પહોંચી છે. માનવતાનું મીઠું જગત : ભાગ-૧થી ૪માં સર્જકની વિચારસૃષ્ટિ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબના પ્રવચનોના આ ગ્રંથો આત્મલક્ષી માનવતાનો સંદેશ આપતા સાત્ત્વિક સાહિત્યના સંપુટ છે. સમાજમાં જીવનમૂલ્યોનું જાણે-અજાયે સારું એવું પરિવર્તન થઈ રહ્યું હોઈ, સંપત્તિ અને માત્ર સંપત્તિની સૃષ્ટિની જાણે બોલબાલા દેખાય એવા સંજોગોમાં મૂલ્ય પરિવર્તનનો આ ઝોક સાચી દિશામાં છે કે કેમ એ એક ગંભીર અભ્યાસનો વિષય બની જાય છે. કવિવર્ય નાનચંદ્રજી મહારાજના વ્યાખ્યાનોના આ સંગ્રહમાં જીવનના આ મૂલ્યોને પર્શતા વિવિધ વિષયોની છણાવટ કરવામાં આવી છે. જીવનનું રહસ્ય, મનુષ્યની સુખની શોધ, શક્તિનું મૂળ, અહિંસા, સ્વધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, યુગધર્મ, સેવાનો માર્ગ વિગેરે બાબતોની છણાવટ કરીને, મુનિશ્રીએ આ ભૌતિક જગતમાં જ દિવ્યતા પ્રગટાવવાનો અહીં આ ધરતી પર જ સ્વર્ગને સજાવવાનો સંદેશો આ ગ્રંથોમાં આપ્યો છે. - ટૂંકમાં કહીએ તો આત્મલક્ષી માનવતાનું એટલે કે સ્કૂલ અને સૂક્ષ્મને આવરી લેતી સાચી અને અખંડિત આધ્યાત્મિક્તાનું સ્વરૂપ તેમણે અહીં સમજાવ્યું છે અને તે પણ સામાન્ય માણસો સમજી શકે તેવી સરળ શૈલીમાં આલેખન થયું છે. આ ગ્રંથની ખાસ એક વિશિષ્ટતા એ કહી શકાય કે મુનિશ્રી સ્થાનકવાસી સંપ્રદાયના હોવા છતાં તેમના લખાણો-કાવ્યો કે વ્યાખ્યાનમાં સંકુચિત સાંપ્રદાયિકતા કે એકાંગી દષ્ટિનો અભાવ છે એ કારણ જ આ પુસ્તકોનું મૂલ્ય વધારી દે છે. વળી આ સંપાદન પણ યોગ્ય અધિકારી વ્યક્તિ મુનિશ્રીના વિદ્વાન શિષ્ય શ્રી સંતબાલજીના હસ્તે થયું છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ સર્જકની વિચારસૃષ્ટિ) પોતાની જાતને પૂર્ણ માનનારા ઉપદેશકો જનતા પર સાચી શીખામણની અસર કદી ઉપજાવી શકતા નથી. એમની વાતો સર્વદેશી અને સર્વસ્પર્શી જ રહેતી. ભક્તો કે સંપ્રદાય પ્રતિ પક્ષપાત ક્યારેય કર્યો નથી. ‘ભક્તિનો મહિમા' એ વિષય પર બોલતા હોય તો સર્વધર્મને લક્ષમાં રાખવા ગીતા અને ઉપનિષદના પદો તેમની પ્રાર્થનામાં આપણે જોઈએ છીએ. તેઓ કહેતા ભક્તિ કરનારનું હૃદય નિર્મળ સ્વચ્છ ટિક જેવું હોય તો પરમાત્મા તેની સ્તુતિ કબૂલ રાખે છે. “મનમાં ભરી રાખેલો મેલ તો મેલને જ આકર્ષે છે. નીતિમય અને પવિત્ર જીવન વગર માનવી પ્રાર્થના કરી શકે જ નહીં.” રમણ મહર્ષિ અને આનંદઘનનો સંદર્ભ આપી તેઓ કહેતા કે ઘણાં ક્રિયાકાંડો કરતાં સત્યનો સ્વીકાર કરી મસ્ત જીવન જીવનારાનું જ અનુકરણ આપણું કલ્યાણ કરી જ્ઞાનધારા) પરિણામે વિષયની રજૂઆત સચોટ, સંગીન અને સુસંકલિત બની છે. મોટેભાગે સંસાર ત્યાગ કરીને સંયમને માર્ગે ગયેલા સંતો, ધર્મગુરુઓ, સન્યાસીઓ ધર્મ, અધ્યાત્મ અને આત્માની વાતો જ કેન્દ્રસ્થાને રાખીને ઉપદેશ આપતા હોય છે. કર્મમુક્તિની સાધનાના મહત્ત્વને કારણે માનવતા વિશે પ્રવચન કરનારા કે લખનારા ભાગ્યે જ જોવા મળશે. મન વડે કર્મબંધન થાય, મન જ કર્મમાંથી મુક્તિનો માર્ગ કરી આપે છે. આ માનવભવમાં શક્ય છે માટે માનવભવ જ શ્રેષ્ઠ ગણાય છે કારણકે માનવો જ નિર્જરાનો માર્ગ લઈ શકે છે. - જનસમાજમાં સામાન્ય રીતે એક એવી છાપ છે કે જૈન ધર્મ નિવૃત્તિપ્રધાન છે. પ્રવૃત્તિથી કર્મબંધન છે માટે અહીં આત્મલક્ષી સાધનાને જ માત્ર સ્થાન છે. પરંતુ આ એકાંગી કથન છે. ભગવાન મહાવીર પ્રબુદ્ધ કરુણાના કરનાર હતા. તેઓ અહિંસાના વિધેયક દષ્ટિકોણના પુરસ્કર્તા હતા. અન્યની હિંસા ન કરવી તે અહિંસાનું એક પાસુ પરંતુ અન્યને શાતા પમાડવી કે તેની પીડા ઓછી કરવી તે અહિંસાનું બીજું પાસુ છે. આ વાત સમજી શકે તે જ સ્વીકારી શકે કે મહાવીર ધર્મના કણકણમાં માનવતાનું અમૃત ભર્યું છે અને આ અમૃતવાલીના પાન કરીને કરાવનાર કવિવર્ય નાનચંદ્રજી મહારાજ હતા. તે હંમેશાં મહાવીર ધર્મના સેવા ભાવને ઉજાગર કરવાની વાત કરતા. મુનિશ્રીએ જનતા સમક્ષ અનેક વાતો અને દષ્ટાંતો રજૂ કરીને આ પંચમકાળમાં માનવતાનું મીઠું જગત" ક્યાં છે અને તેની મીઠાશ કેમ માણી શકાય તેવી અનેક કળા પોતાના “માનવતાનું મીઠું જગત” એ ગ્રંથમાં જીજ્ઞાસુઓને પીરસી છે. ચાર ભાગમાં વહેંચાયેલા આ વિશાળ સંપુટમાં આવી શિખામણની ઉચ્ચ કથાની વાતો કરનાર ગ્રંથના સર્જક કે પ્રવચનકાર તો પોતાને પણ સની કોટીમાં ગણીને “સંત શિષ્ય' એ નામે જ એ મીઠા જગતની ચૂંટી કાઢેલી વાનગીઓ પીરસી છે. તેઓ માનતા કે અધૂરો માનવી બીજાને શી રીતે ઉપદેશ દઈ શકે ? વાસ્તવિક રીતે જોઈએ તો આવા પુરુષો જ “માનવતાનું મીઠું જગત”નું સાહિત્ય લોકોને પીરસી શકે કારણ કે તેમણે એ મીઠા જગતની મીઠાશ માણેલી હોય છે. “માનવતાનું મૂલ્ય' એ કાવ્ય દ્વારા કવિવર્ય મુનિશ્રીએ આ વાતને સ્પષ્ટ કરી છે. પોતે પૂરણ અહિત રચી પોતા તણું સંતશિષ્ય કહે, દુર્ગતિએ જાય મદમાતા, મછરાળા, મૂરખ માનવી નથી સમજતા માનવભવનું મૂલ્ય જે” - ૬૫ - બ્રહ્મચર્ય અને સંયમની વાતની પુષ્ટિ કરવા ત્રીજા ભાગમાં નાગિલા અને ભવદેવનો સુંદર સંવાદ વર્ણવ્યો છે. ચોથા ભાગમાં શ્રોતા અને વાંચકોને માનવતાના મીઠા જગતનો આદર્શ બતાવે છે. “માનવતાનું મીઠું જગત" એ એવા વ્યાખ્યાનોનો સંગ્રહ છે કે તેનું સતત અમૃતપાન કર્યા જ કરીએ એવી અનુભૂતિ થયા વગર રહેતી નથી. કવિવર્ય પૂ. નાનચંદ્રજી મ.સા.ની શિષ્ય સંપદામાં વિ.સં. ૧૯૮૩માં ૫ ચુનીલાલજી મ.સા.ને તથા પૂ. મુનિશ્રી સંતબાલજી વિ.સં. ૧૯૮૫માં દીક્ષા આપી હતી. સંતબાલજીનું વ્યક્તિત્વ ક્રાંતિકારી હતું. તેમણે પોતાના ગુરુના વિચારો ઝીલ્યા હતા, અને ગાંધીવિચારધારા તેમના જીવનમાં પ્રતિબિંબિત થાય છે. તેમને ભાલનળ કાંઠા અને વિધવાત્સલ્ય પ્રયોગિક સંઘ મુંબઈ તથા ચીંચણમાં મહાવીર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરેલી. વિ.સં. ૨૦૨૧ના માગસર વદ-૯ ને રવિવારે પ્રાર્થના નિત્યક્રમ પૂર્ણ કરી ચાર શરણના સ્વીકારી સમાધિભાવે ૧૦.૨૫ મિનિટે મહાપ્રયાણ કર્યું. ભારતભરના અનેક સ્થળેથી અંતિમવિધિમાં સાયલામાં દસ હજાર ભક્તોએ ભાગ લીધો. એકંદર ૬૪ વર્ષના સંયમ પર્યાય બાદ માનવધર્મ અને પ્રાર્થનાની મહત્તાના સંસ્કાર રેડી પૂ. મહારાજશ્રીએ ચિરવિદાય લીધી. સદાચાર અને નિર્બસનતાના પુરસ્કર્તા કવિવર્ય નાનચંદ્રજી મ.સા.ને ભાવાંજલિ. . ૬૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) અધ્યાત્મ કલ્પદ્રુમઃ ઉપાધ્યાય મનિસ્ર વિજયજીની વિચારસૃષ્ટિ - ચેતનકુમાર શાહ “ચૈતન્ય’ જૈન ધર્મના અભ્યાસુ ભાવનગરસ્થિત ચેતનભાઈ ! સાહિત્ય સંશોધન પ્રવૃત્તિમાં રસ ધરાવે છે અને પુસ્તકાલય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. જૈન સાહિત્યમાં ગૌરવવંતા ગ્રંથ અંતર્ગત અધ્યાત્મરૂપ કલ્પવૃક્ષ, અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથનું સંક્ષિપ્ત પરિચય કાર્ય અને વાંચકોને આ ગ્રંથ વાંચનનો અભિગમ થાય તે હેતુએ ગ્રંથગૌરવ અને સર્જકોની વિચારસૃષ્ટિ અને પરિચય આપવાના હેતુથી આ નિબંધનું આયોજન કરેલ છે. સમગ્ર વિશ્વના ચેતનવંતા જીવો માટે જન્મવું, જીવન જીવવું અને પોતાનું નિયત આયુષ્ય પૂર્ણ કરવું એ એકસરખી પ્રક્રિયા છે. પ્રાચીન સમયકાળ હોય કે અર્વાચીન કે આધુનિક સમયકાળ હોય; પુરાતન સમયની સાત્વિક જીવનશૈલી હોય કે વર્તમાન સમયનું અતિઆધુનિક વિજ્ઞાન હોય કે ભૌતિક સાધનોની ભરમાળ હોય; મૃત્યુને અટકાવવું કે જીવને અમર કરવું એ શક્તિ કોઈનામાં જ નથી. જીવનું મૃત્યુ થાય પછી શું ? તે અંગે મતભેદ અને અલગ અલગ માન્યતાઓ હોઈ શકે પરંતુ મૃત્યુ નિશ્ચિત છે જ તેમાં કોઈ મતભેદ હોઈ શકે નહીં. માટે જ આ અનંતકાળના સમય સમુદ્રમાં એક બિંદુ સમાન પ્રાપ્ત થયેલ જીવન કેવી રીતે જીવવું એ અનુપમ કળા વિશે જ્ઞાની આત્માઓએ જરૂર ને જરૂર વિચારવા પ્રેરણા થાય તેવા અધ્યાત્મ સાહિત્યના સંપુટના રત્ન સમાન અધ્યાત્મકલ્પદ્રુમ” ગ્રંથના ગૌરવનું દોહન દરેક પેઢી માટે જરૂરી જણાય છે. અનેકવિધ યોનિઓમાંથી જન્મેલા અને નિગોદથી માનવ સુધી સૃષ્ટિમાં અસંખ્ય જીવયોનિઓ પોતાને પ્રાપ્ત થયેલ ઇન્દ્રિયોની વૃત્તિના આધારે મુખ્યત્વે ચાર સંજ્ઞાઓનો સર્જકની વિચારસૃષ્ટિ) સ્વભાવ લઈ જન્મ લે છે. આહારસંશા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા, આ ચાર સંજ્ઞા એ દરેક જીવોમાં સામાન્યતઃ હોય છે અને દરેક જીવ સામાન્ય રીતે “સુખ” તત્વની આકાંક્ષા સાથે જીવન વ્યતીત કરતો હોય છે. માનવભવ પ્રાપ્ત કરેલ અસંખ્ય જીવોમાંના મોટા ભાગના જીવો ભૌતિક ચીજોના ઉપભોગ, સંગ્રહ અને સ્વામીપણાની અનુભૂતિને સુખની પ્રાપ્તિની પરિભાષામાં સમાવવાનો કલ્પિત આનંદ, ઉપલબ્ધિ અને ક્ષણભંગુર સંતોષ મેળવે છે. બહુ અલ્પ લોકો બુદ્ધિપ્રતિભા ધરાવતા હોય, વ્યવસાયિક સફળતા મેળવી ચુક્ય હોય કે દુનિયાનું ઉચે શિક્ષણ મેળવી ચુક્યા હોય છતાં પણ આત્મિયસુખ અને અધ્યાત્મજ્ઞાનને જ પ્રધાનતા આપતા હોય છે. જીવ, અજીવનો વિચાર, વિશ્વમાં પથરાયેલ મૂળભૂત તત્વ, પ્રકૃતિની અનુપમ ગતિવિધિ અને નિગોદથી મોક્ષર્માગમાં શ્રદ્ધેય થઈ આત્મજ્ઞાનમાં પ્રવેશ કર્યા બાદ જ જીવનમાં અધ્યાત્મનો પ્રવેશ શક્ય બને છે. આ અલ્પ જીવનકાળમાં મૃત્યુ અંગેની ચિંતા તો મિથ્યાત્વ છે. પરભવ અને પરલોકમાં ઉત્કૃષ્ટ ગતિ પ્રાપ્ત કરવા અંગેનું ચિંતન એ જ અધ્યાત્મ છે. જ્ઞાની ગુરુભગવંતો આપણને અલ્પજ્ઞાનીને આ વાત સમજાવવા અને તે અંગે પુરૂષાર્થ કરવા પ્રેરણા કરતા હોય છે. મનોવિજ્ઞાનની દષ્ટિએ મનની ત્રણ અવસ્થા છે. જાગૃત મન, અર્ધજાગૃત મન અને અજાગૃત મન. જાગૃત મન બાહ્ય દબાણનો અને પોતાની નિયંત્રણ કરવાની શક્તિના આધારે કામ કરે છે, જ્યારે અર્ધજાગૃત મન એ જાગૃત મન જ્યારે સુષુપ્ત અવસ્થા એટલ કે નિદ્રા અવસ્થામાં હોય છે ત્યારે કામ કરે છે. અર્ધજાગૃત મન દબાણ વગર વધુ સારી રીતે કામ કરે છે. પોતા પાસે રહેલી અસંખ્ય માહિતીના આધારે તલસ્પર્શી પૃથ્થકરણ કરી વધુ સારા નિર્ણયો તારવી શકે છે. આપણે જાગૃત મનથી કરેલ કોઈ વિચાર પડતો મૂકીએ છીએ અને અન્યત્ર કાર્યમાં પરોવાઈ જઈએ છીએ. અચાનક જ અર્ધજાગૃત મનની મદહ્યી તે વિચારનું સમાધાન મળી જાય છે અને તે વધુ સચોટ અને સત્યની નજદીક હોય છે. અનેક પૂર્વજન્મોમાં મેળવેલ સંસ્કારો અને જ્ઞાનનો ખજાનો એ અજાગૃત મન સમાન સંપુટ છે જેનો પ્રભાવ આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન સતત પડતો રહે છે. આ સિદ્ધાંતો વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલ છે. આ અનંત ભવોમાં મેળવેલ સંસ્કારો અને જ્ઞાનના સંપુટનું વર્ણન કરતા પ્રકાશમાન આત્માનું શુદ્ધિકરણ કરીને તેને ઊર્ધ્વગામી બનાવવાની પ્રક્રિયાનું મુખ્ય ચાલકબળ એ અધ્યાત્મજ્ઞાન છે. “અધ્યાત્મ કલ્પદ્રુમ” એ આત્મજ્ઞાનનું કલ્પવૃક્ષ છે. તેની પાસે યાચના કરતો ૬૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ 35 L ܀܀ "હું" જ્ઞાનધારા આત્મા સમર્થ, વીર અને સિંહની ઉપમા ધારણ કરે છે. અધ્યાત્મ એ પ્રત્યક્ષ ધર્મ છે. જીવનમાં ઉદ્ભવતી તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન કરવા અંગેની સમર્થતા તેમાં વાઘેલી છે. મિથ્યાત્વ જે સ્થિતિમાં મનને વ્યાકુળ અને ઉગ્ર કરી ચિંતા કરવા પ્રેરે છે, ત્યાં અધ્યાત્મ એ સ્થિતિ અને સમસ્યામાં મનને ચિંતન કરવા પ્રેરે છે. જીવનમાં નવો દષ્ટિકોણ અધ્યાત્મજ્ઞાનથી પ્રગટે છે અને સ્થિતિને યોગ્ય દિશા અને સમાધાન પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ ચિંતન અને આદર્શ કર્તવ્યપાલન એ અધ્યાત્મનો મુખ્ય સિધ્ધાંત છે. જે જે ક્ષેત્રમાં તેનો ઉપયોગ થાય, જે જે રીતે Apply થાય ત્યાં તેની અલગ અલગ રીત અને પદ્ધતિ થઈ જાય છે. અધ્યાત્મજ્ઞાનનું જીવનમાં અવતરણ એ શૂરવીરતા અને બહાદુરીનું આચરણ છ. જે રીતે બાહ્યશત્રુઓ સામે લડવા બાહુબળ, જૂથબળ અને સશસ્રબળ આવશ્યક છે, તે જ રીતે અત્યંતર શત્રુઓ, રાગ, દ્વેષ, કષાય વિ. શત્રુઓ સાથની ભીષણ લડાઈમાં વિજય પ્રાપ્ત કરવા અંગેનું અનિવાર્ય શસ્ત્ર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાન શરીર, મન અને આત્માનું રક્ષણ કરે છે. અધ્યાત્મનો ઉન્નતિક્રમ દરેક ક્ષેત્રે માનવીનું અધિપત્ય સિદ્ધ કરે છે. માનવ પાસે વિચારશક્તિ છે, વાણીશક્તિ છે, વ્યવસ્થાશક્તિ છે અને સર્વથી ચઢિયાતી વિવેકશક્તિ છે. પશુઓની વૃત્તિવાચક “પાશવીવૃત્તિ' શબ્દ સાંભળતાં જ ચરચરાટ થાય છે અને “માનવીયવૃત્તિ'' શબ્દ સાંભળતાં જ શાતાનો અનુભવ થાય છે, એક પ્રકારે સુવાસનો અનુભવ થાય છે. માનવીય જીવનની આ સુવાસ પ્રાપ્ત કરવા, આ ગુણવત્તાનું સ્તર ઉત્પન્ન કરવા કે માનવીય જીવનને બાહ્ય કે અભ્યાતર ક્ષેત્રમાં ઉભય રીતે સજાવવા, શણગારવા માટે જરૂરી છે અધ્યાત્મ જ્ઞાનધારાનું જીવનમાં સિંચન. ભયંકર અટવિમાં સિંહ કરતાં પણ શક્તિશાળી પ્રાણી હાથી છે, પરંતુ સિંહની પદવી અને ઉપમાના વિશેષણ ઉત્કૃષ્ટ છે. સિંહ બળવાન, આક્રમક કે હિંસક હોવાથી ઉત્કૃષ્ટ નથી પરંતુ તેનામાં રહેલ સત્વ; પરાક્રમ અને નિર્ભયતાના ગુણોથી સજ્જ હૃદયને કારણે તે સર્વોપરિતા ધારણ કરે છે. અનેક ઉપસહ, કર્મઆક્રમણ અને વિષય કષાયના અતિક્રમણમાં પણ સત્વશીલ, કર્મનિર્જરા, પરાક્રમી અને મૃત્યુ પ્રત્યે નિર્ભય એવા મહાન આત્માઓને આથી જ સિંહની ઉપમા આપવામાં આવે છે. અનંતયાત્રી મોક્ષમાર્ગી તેજસ્વી આત્મા આ બધા જ ઉત્કૃષ્ટ ગુણો ધરાવે છે, પણ તે ગુણોને ઉજાગર કરવા GC ....હું સર્જકની વિચારસૃષ્ટિ ******* અંગેનું એકમાત્ર માધ્યમ એ અધ્યાત્મ જ્ઞાન છે. દોષના નાનામાં નાના કેન્દ્રને જોવાસમજવાની દિષ્ટ, ગરૂડ પક્ષી જેવી દષ્ટિ એ અધ્યાત્મ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, પરંતુ અધ્યાત્મ જ્ઞાનના સંસ્કાર મૂળને સુરક્ષિત રાખવા જ્ઞાનેન્દ્રિયોના વિકૃત સ્વરૂપને વિવેક કવચથી અનાવ્રત રાખવા ખૂબ જ જરૂરીી છે. ܞܞܞ વિવેચક્થી કહે છે, અધ્યાત્મ એટલે શરીર, મન અને આત્માનું સંયોજન કરનાર અતુલ્ય માધ્યમ. સફળતાની યાત્રામાં જોડાઈ જીવનને વિશુદ્ધ, ઉજ્જવળ અને અપ્રમાદિ આત્મશુદ્ધિ પરાક્રમી બનાવવા અધ્યાત્મ જ્ઞાન-ચિંતન જરૂરી છે. નિર્ભિક મન અને અપૂર્વ' શાંતિ મેળવવાનું કલ્પવૃક્ષ, જીવનમાં ઘટતી અનેક શુભ-અશુભ ઘટનાઓમાં પણ મનને પ્રસન્ન રાખી પરમતત્ત્વ ઈશ્વર સાથેનું તાદમ્ય જાળવવાનું માધ્યમ એ અધ્યાત્મ છે. જીવનમાં અધ્યાત્મ ઉતારવો અતિ આવશ્યક છે. અજ્ઞાન અંધારા ઉલેચવાના ન હોય, પરંતુ જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટાવવાનો હોય. એ જ આ મહામૂલ્યવાન મનુષ્યભવની ફલશ્રુતિ હોઈ શકે. વિક્રમ સંવત ૧૪૬૬માં પ્રગટ થયેલ આ રત્નમણિ દીપક સમાન મહાન ગ્રંથ ‘‘અધ્યાત્મકલ્પદ્રુમ’” એ સહસ્ત્રાવધાનિ, કાલી સરસ્વતી, વાચકેન્દ્ર (ઉપાધ્યાયજી) શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા સાહેબ રચિત અનેક શાસ્ત્રસર્જન પૈકીનું એક ઉત્કૃષ્ટ સર્જન છે. સ્મરણશક્તિ, કલ્પનાશક્તિ અને તર્કશક્તિના સ્વામી એવા શ્રી મુનિસંદરસૂરિ મ.સા., શ્રી સોમસુંદરસૂરિ મ.સા.ના પ્રખર મેધાશક્તિ ધરાવતા શિષ્ય હતા. આ મહાગ્રંથની રચના મુખ્યત્વે સંસ્કૃત ભાષામાં શ્લોક સ્વરૂપે થયેલ છે. ૪૯૬ શ્લોક વિસ્તારપૂર્વક અનુક્રમે સોળ શાખાના કલ્પવૃક્ષ સ્વરૂપ સોળ અધિકારો રસાધિરાજ શાંતરસ વિસ્તારે વિદિત થયેલ છે. ‘‘અધ્યાત્મ કલ્પદ્રુમ’”નો અર્થ એ થાય છે કે અનંતયાત્રી પરમ તેજસ્વી આત્મા દરેક જીવયોનિમાં જન્મ લઈને પુણ્ય અને કર્મના આધારે નિયતિથી ગતિ કરે છે. મનુષ્યભવમાં આવતાં જ આ આત્મા છે ઇન્દ્રિયના રથ પર આરૂઢ થઈ પુણ્ય અને કર્મના મહાઅનુષ્ઠાનમાં પ્રવેશે છે. પરમજ્ઞાની આત્મા ઇન્દ્રિયોને અધ્યાત્મના માધ્યમથી જ્ઞાન આચાર, દર્શન આચાર, ચારિત્ર આચાર અને તપ આચારના સંયમ અને વિશ્વના તમામ પદાર્થો સાથે મૈત્રી અને પ્રમોદભાવ ધારણ કરવા વિનવે છે. જેમ કલ્પવૃક્ષ પાસે યાચક ભૌતિક સુખની દષ્ટિ અંગેના પદાર્થોની યાચના કરી તે પ્રાપ્ત કરે છે, તે જ રીતે અધ્યાત્મ કલ્પદ્રુપ એ અધ્યાત્મિક ગુણોની યાચના કરવા અંગેનું કલ્પવૃક્ષ છે. આત્મા તેની સોળ અધિકાર સમાન શાખાઓ પાસે યાચના કરીને ७० 35 R Page #37 -------------------------------------------------------------------------- ________________ gu હું જે જ્ઞાનધારા આત્મશુદ્ધિ અંગેનું અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષગામી થાય તેવું સર્જકની વિચારસૃષ્ટિનું લક્ષ્યબિંદુ આ સમગ્ર ગ્રંથમાં વિસ્તારથી નિરૂપણ થયેલ છે. શૃંગારરસ, હાસ્યરસ, વીરરસ, રૌદ્રરસ વિગેરે અનેકવિધ રસથી ચઢિયાતો શાંતરસ એ રસાધિરાજ છે. શાંતરસ એટલે કે અમૃતરસ એ સર્વ રસમાં મહામાંગલિક છે. ચિરસ્થાયી, અંત વગરનો અપૂર્વ આનંદ તો શાંતરસની પ્રાપ્તિથી જ થાય. શાંતરસ એટલે કે અમૃતરસ આત્મપ્રદેશમાં વ્યાપ્ત થાય તેવા કેન્દ્રવર્તી ઉપદેશ માધ્યમથી આ સમગ્ર ગ્રંથને સાધ્ય રાખવામાં આવેલ છે. સ્વસ્થ મનથી વાંચતા, ઊંડાણપૂર્વક ચિંતન અને આત્મપ્રદેશમાં રમણ સમાન મનનથી આ ગ્રંથનું અધ્યયન થાય તો અનેક મિથ્યાત્વિ તત્ત્વોનો અંધકાર ઉલેચાઈ જાય અને મનપ્રદેશ પર આધ્યાત્મિકતાનો સૂર્યોદય થાય અને અપૂર્વ પ્રસન્નતાના પ્રદેશનું નિર્માણ થાય કે જે ચિત્ત, જગતના સમગ્ર ચેતઅચેત પદાર્થો સાથે મૈત્રી અને પ્રમોદભાવના સાધીને આત્માને ઉન્નતિમાર્ગે પ્રયાણ કરવાનું શુદ્ધિકરણ પ્રાપ્ત કરાવે. અનુવાદક અને વિવેચક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ આ ગ્રંથનું ઉત્તમ આયોજન કરેલ છે. આવા મહાન ગ્રંથ ‘‘અધ્યાત્મ કલ્પદ્રુમ’’નો તલસ્પર્શી અભ્યાસ તેના ગૌરવ અંગે આપણા મનમાં વૃદ્ધિ કરાવે છે. સરળ છતાં સમૃધ્ધ ભાષા અને શ્રી મોતીચંદભાઈની વિચારસૃષ્ટિ અત્રે પ્રગટ થાય છે. અનંતભવોથી વિવિધ યોનિઓમાં અલ્પ અને દીર્ઘ આયુષ્યબંધ ભોગવી, પુણ્ય અને કર્મના આધારે ગતિ કરતા મોક્ષગામી મનુષ્યોને આ ગ્રંથના માધ્યમથી અધ્યાત્મજ્ઞાન અંગે માર્ગદર્શક થયા છે. પૂ. શ્રી મુનિસુંદરસૂરિ મ.સા. અને વર્તમાન સમયમાં શ્રી મોતીચંદ ગિ. કાપડયા જેઓનો પરિચય આપણે આગળ ઉપર જોઈશું. જ્ઞાન અને સ્વાધ્યાયથી આભૂષિત પંડિતજનો જ આ રસાધિરાજ શાંતરસના ઉપદેશ માટે યોગ્ય અને સક્ષમ છે. પંડિતો અને વિશ્વજનો જ આ શાંતરસના શાસ્ત્રની બારીકાઈ અને ખૂબીઓ સમજી શકે અને તે અંગે આલેખન અને પ્રવચન કરી શકે. શ્રી મુનિસુંદરસૂરિ મ.સા.એ ‘‘બુદ્ધ” શબ્ર્હ્મી પંડિતોને સંબોધન કરેલ છે. જેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજી અને પુદ્ગલો અને આત્માનો ભેદ સમજ્યા હોય, કર્મની પ્રક્રિયા સમજ્યા હોય અને તે દ્વારા ભવ્ય જીવોને આત્મશુદ્ધિની પ્રક્રિયા સમજાવવા, આચરણ કરાવવા સક્ષમ હોય તેને જ શાસ્ત્રકાર પંડિત કહે છે. ܀܀ ‘“સાધનરૂપ પુદ્ગલોથી જેઓની ક્ષમતા વિશુદ્ધ થઈ છે, તે સાધ્યરૂપ સમતા છે. ઉચ્ચ કોટીની સમતાના પ્રાપ્તિસ્થાન કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ, કોઈ પણ એકની ૭૧ સર્જકની વિચારસૃષ્ટિ પૂર્ણ સાધનાથી જીવનમાં અધ્યાત્મ સ્થિર થયું છે. સમતા વિશુદ્ધ થઈ છે, તો એ સમતા જ સાક્ષાત પરમાત્મા છે. નિંદા અને સ્તુતિને સમાન ગણે છે તે જ જ્ઞાની છે. શ્રીમાન યશોવિજયજી મહારાજ સાહેબ ‘“અધ્યાત્મકલ્પદ્રુમ’’નો અર્થ કહે છે. અધ્યાત્મ એ વ્યુત્પતિથી પંચાચારમાં વ્યવહારવર્તન કરવું અને રૂઢ અર્થ કરે છે કે બાહ્યવ્યવહારથી મહત્તા પ્રાપ્ત કરેલા મનને મંત્રી, પ્રમોદ વિગેરે ભાવનાઓથી વાક્ષિત કરવું એ થાય છે. કલ્પદ્રુમ એ સોળ શાખાવાળું આત્મિક ઉપલબ્ધિઓને પૂરક જ્ઞાન અર્પતું કલ્પવૃક્ષ છે. અધ્યાત્મજ્ઞાન અને પુદ્ગલો પ્રત્યેનો વૈરાગ્ય એકબીજાના પૂરક અને પોષણકર્તા છે. અજ્ઞાનથી સાચી સમજણ વગરનો વૈરાગ્ય એ વૈરાગ્ય નથી, પરંતુ રુંધાયેલો કપાય છે, જે તેના અનુકૂળ વાતાવરણમાં પાછો તેનું સ્વરૂપ બતાવે છે. અધ્યાત્મ દ્વારા પ્રગટેલો વૈરાગ્ય નિસ્પૃહતામાં વૃદ્ધિ કરે છે. અધ્યાત્મ જીવનને નિયમથી વૈરાગ્યમય થવા અનુકૂળ હોય છે. “અધ્યાત્મ કલ્પદ્રુમ” ગ્રંથમાં ગુરુભગવંતશ્રી મુનિસુંદરસૂરિ મ.સા. ક્રમવાર બોધ આપે છે જે ભાવાર્થથી આ પ્રમાણે છે, જે સર્જકની વિચારસૃષ્ટિનો નિર્દેશ કરે છે. હે મોક્ષાર્થી જીવ, તું જ્ઞાન અને સ્વાધ્યાયથી સમતામાં લીન ચિત્તવાળો થા. સ્ત્રી, પુત્ર, ધન અને શરીર ઉપરથી મમત્વ છોડી દે. વર્ણ, ગ્રંથ, રસ, સ્પર્શ વિગેરે ઇન્દ્રિયોના વિષયો અને ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયોને વશ નહીં થાય. શાસ્ત્રજ્ઞાનરૂપ લગાવ વડે તારા મનરૂપ અશ્વને તું કાબૂમાં રાખ. વૈરાગ્ય વડે શુદ્ધ-નિષ્કલંક ધર્મવાન થા. (સાધુના દશ, તિના બાર અને શ્રાવકના બાર વ્રતનો પાલક થા). દેવ, ગુરુ, ધર્મનું શુદ્ધ સ્વરૂપ જાણનારો થા, સર્વ પ્રકારના સાવદ્ય યોગથી નિવૃત્તિરૂપ વિરતી ધારણ કર, (સત્તાવન પ્રકારના) સંવરવાળો થા. તારી વૃત્તિઓને શુદ્ધ રાખ અને સમ્યકત્વને તું ભજ. ‘‘અધ્યાત્મકલ્પદ્રુમ’’ સર્વે આગમ, સુશાસ્ત્રના સમુદ્રના સારભુત અમૃતરસ સમાન રસાધિરાજ શાંતરસ, જે આલોક અને પરલોક સંબંધી અનંત આનંદ સમૂહની પ્રાપ્તિનું સાધન છે તે શાંતરસની ભાવનાવાળા આ ગ્રંથ પ્રકરણને નિપુણ પદ્મબંધ વડે શ્રી મુનિસુંદરસૂરિ મહારાજાએ આ અનુપમ રચના કરેલ છે. આ ગ્રંથમાં કહેવાતા સોળ અધિકારો સંક્ષિપ્તમાં અનુક્રમે સૂચવ્યા છે, તેની સૂચી આ પ્રમાણે છે : (૧) સમતા (૨) સ્ત્રી (લલના) મમત્વ મોચન ૭૨ (૯) ચિત્તમોદન (૧૦) વૈરાગ્યોપદેશ 36 R Page #38 -------------------------------------------------------------------------- ________________ 37 L (૩) અપત્ય મમત્વ મોચન (૪) ધન મમત્વ મોચન (૫) દેહ મમત્વ મોચન (૬) વિષય-પ્રમાદ ત્યાગ (૭) કષાય ત્યાગ (૮) શાસ્ત્રાભ્યાસ જ્ઞાનધારા (૧૧) ધર્મશુદ્ધિ (૧૨) ગુરુશુદ્ધિ (૧૩) યતિશિક્ષા (૧૪) મિથ્યાત્વાદિ નિરોધ–સંવરોપદેશ (૧૫) શુભવૃત્તિ (૧૬) સામ્યસર્વસ્વ ઉપરોક્ત સોળ વિષય અધ્યાત્મ અંગેના છે. એના ઉપર સંપૂર્ણ ગ્રંથમાં મૂળ શ્લોક, ભાષાંતર અને ઉત્તમ પ્રકારનું વિવેચન શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા દ્વારા થયેલ છે. આ ગ્રંથને અધ્યાત્મના કલ્પવૃક્ષ સમાન સન્માનીય દર્શાવ્યો છે. સુજ્ઞ વાચકોને તેનું વાંચન, મનન અને ચિંતન તથા નિદિધ્યાસન કરવા આગ્રહ કરી અનુરોધ કરેલ છે. સર્જકની વિચારસૃષ્ટિ અંગે આ મહાન પ્રકરણ ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’’ના સારરૂપ એટલું તો અવશ્ય અનુભૂત થાય છે કે વિષયજન્ય સુખ ફક્ત માન્યતામાં જ રહે છે. તેથી કોઈ પ્રકારનો આનંદ થતો નથી. આનંદની અનુભૂતિ પણ મિથ્યા છે, અસ્થિર છે, અલ્પસમય માટે જ છે, તેનું કલ્પિત અસ્તિત્વ પણ અલ્પકાલિન છે. એટલે એનું સુખ ચિરકાલિન છે તેમ માનવું પણ ભૂલભરેલું છે. સુખનું ખરેખરું સ્થાન ચિત્તની પ્રસન્નતામાં છે, મનની સમતામાં છે. ચિત્તની આત્મપ્રદેશમાં રમણતામાં છે. આવા પ્રકારના સુખની પ્રાપ્તિ કરવાનું પરમ સાધન શાંતરસની ભાવના ચિત્તક્ષેત્રમાં સ્થિર કરવી એ જ છે. શાંતરસ ભાવતા જે સુખ પ્રાપ્ત થાય છે તે અનિર્વચનીય છે. મમતા એ સર્વ દુઃખોનું મૂળ છે અને સમતા એ સર્વ સુખોનું મૂળ છે. ચાર કપાયના નિવારણ અંગે ક્રોધાગ્નિને શમજળથી શરમાવવો, વિવેકવજ્રથી માનપવતનો છેદ કરવો, સરળતા ઔષધિથી માયાશલ્યનું નિવારણ કરવું અને સંતોષરૂપ જાંગુલિ મંત્રથી લોભ ભુજંગને વશ કરવો, આમ ચારેય કષાયને નાથવા અને વિષયોને ત્યજી દેવા એ સમતાપ્રાપ્તિનો ઉપાય છે. આ સમતા સમકિત દષ્ટિ તત્ત્વજીજ્ઞાસુને મન સર્વસ્વ છે; એની ખાતર ચિંતામણિરત્ન કે કામધેનુ ગાય ત્યજી દેવાય તો પણ કંઈ રંજ થતો નથી. આ ગ્રંથમાં સૂચવેલ સોળ અધિકારોનો બોધ જીવનમાં ઉતરે અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય, પુદ્ગલો અને પદાર્થોથી પ્રાપ્ત થતા શોક અને વ્યવહારના અવ્યવહારૂ અભ્યાસથી ઉદ્ભવતા મિથ્યાત્વ જ્ઞાનનો નાશ થાય અને ચિત્તને આત્મરમણમાં સ્થિરતા પ્રાપ્ત કરવા મદદરૂપ થાય અને અભ્યાસુ જીવને સાચા અર્થમાં પ્રબુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય એ જ લેખકની અંત:કરણની ૭૩ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું પ્રાર્થના અને ઇચ્છા છે, તેવી આ ગ્રંથના અભ્યાસથી સતત ને સતત પ્રતીતિ થાય છે. વિશ્વના અનેક પ્રાચીન ધર્મ, મત કે સંપ્રદાય અથવા તો આધુનિક જગતના વર્તમાન સમયના અનેક ધર્મ, મત, વિચારક કે સંપ્રદાયના આધારથી વિચારોનું અનેક માધ્યમ દ્વારા સંક્રમણ જોવા મળે છે. મુખ્યત્વે તો ધર્મસંપ્રદાયો અને ધર્મગુરુઓની વાણી Painkillerનું કામ કરતી હોય છે. સમાજોને insulation (આવરણ) પૂરું પાડે છે. જ્ઞાની ભવ્ય આત્માઓ, વિચારકો એવા હોય છે કે જેઓ આ સંસારમાં રહેલ મિથ્યાત્વના આક્રમણમાં જીવતા ભાવિક માનવજનોની વાસ્તવિક સ્થિતું નિરીક્ષણ કરે છે, એને વિશે વિચારે છે. પોતાના ઉત્કૃષ્ટ જ્ઞાનના આધારથી ચિંતન કરે છે અને ભાવિક જીવોને અધ્યાત્મની સાચી દિશા સૂચવે છે. સામાન્યજન અનેક ગ્રંથિઓના બંધનોથી બંધાયેલ હોય છે, એ ગ્રંથિઓ જ્ઞાનના માધ્યમથી છોડાવવાનું કાર્ય એ જ આવા મહાન આત્મઉદ્ધારક ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’’ ગ્રંથનું સર્જન, ભાષાંતર અને વિવેચન. આ ગ્રંથના કર્તા શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા સાહેબનો પરિચય અત્રે સંક્ષિપ્ત રીતે જોઈએ. પ.પૂ. શ્રી મુનિસુંદરસૂરિ મ.સા.નો જન્મ વિ.સં. ૧૪૩૬ (ઈ.સ. ૧૩૮૦)માં થયેલ. જન્મસ્થળ વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ય નથી. વિ.સં. ૧૪૪૩ની સાલમાં બાલ્યવય સાત વર્ષની ઉમરે પ્રવજ્યા સ્વીકારી જૈન સાધુપણું સ્વીકારીને જૈન શાસનને પ્રાપ્ત થયા હતા. શ્રી વજ્રસ્વામી, શ્રી અભયદેવસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી સોમસુંદરસૂરિ, શ્રી યશોવિજયજી આ તમામ તથા પરંપરાએ અનેક વીર મહાત્માઓએ બાલ્યવયમાં જ દીક્ષા ગ્રહણ કરેલ. આજે વર્તમાન સમયમાં પણ આ પરંપરાએ બાલ્યદીક્ષાઓના પ્રસંગો બને છે. જૈન શાસનના દૃષ્ટિકોણ મુજબ ઊંડાણપૂર્વક શાસ્ત્રાભ્યાસ અને ઉત્તમ પ્રકારના સાધુઆચારના પ્રશિક્ષણ માટે બાલ્યઅવસ્થામાં દીક્ષા એ જ યોગ્ય વય અવસ્થા અનેક વખત પુરવાર થયેલ છ. માટે સુજ્ઞ સાધર્મિક ભાઈ-બહેનોએ ક્યારેય મુમુક્ષોનાં ચારિત્રગ્રહણમાં અંતરાય ન કરવો અને અનુમોદના કરી શાસન પ્રત્યે અભિપ્રાય પ્રગટ કરવો ઘટે. ન શ્રેષ્ઠ સ્વચ્છ બુદ્ધિપ્રતિભા ધરાવતા શ્રી મુનિસુંદરસૂરિ મ.સા. આ ગ્રંથ પોતાના આચાર્યપદ મેળવવા પહેલા એટલે કે વાચકેન્દ્ર (ઉપાધ્યાયજી) સંબોધનથી આ ગ્રંથમાં પોતાની ઓળખ અપાયેલ. ત્યાર બાદ વડનગરના ઉત્તમ શ્રેષ્ઠીઓએ ખૂબ જ ભવ્ય રીતે તેઓની આચાર્યપદવી સમારંભ કરેલ અને ખૂબ જ વિશાળ સંખ્યા સહિત તેઓની નિશ્રાએ શત્રુંજયગિરિનો છ’રિ પાલિત સંઘ આયોજન પરિપૂર્ણ કરેલ અને દૈવનાચલ (ગિરિનારજી) પણ શ્રી સંઘ લઈને ગયા હતા. સુયુક્તિથી ભરપૂર સંસ્કૃત બોલવાની શક્તિ, એક હજાર ૭૪ 37 R Page #39 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાનધારા) નામો એકસાથે કહેવાની શક્તિ અને તત્કાલ નવિન કાવ્યો રચવાની શક્તિ એ ત્રણેય શક્તિને કારણે તેઓ ઉગ્રવાદીઓ સાથે વાદ-વિવાદમાં પણ અજોડ હતા અને શાસ્ત્રજ્ઞાન તેઓની વાચા પર હરહંમેશ રહેતું, કોઈ પણ નિરવઘ વિદ્યા કે ઉત્તમ કળા એવી ન હતી કે જેમાં તેઓની બુદ્ધિ પ્રસાર પામતી ન હોય. દૂષણરહિત વીરતા ધારણ કરનાર અનેક વિદ્વાનો વચ્ચે પણ પ્રસાર પામતી ઉત્કર્ષવાહી બુદ્ધિ ધારણ કરનાર વિદ્વાન શ્રી મુનિસુંદરસૂરિ મ.સા. અજોડ અને અનન્ય હતા. “સહસાવધાની” શ્રી મુનિસુંદરસૂરિ મ.સા.ને દક્ષિણના મુત્સદ્દી વિદ્વાન પંડિતોએ ગુરભગવંતના વર્ણ અને જ્ઞાનને કારણે પ્રભાવિત થઈને "કાલી સરસ્વતી''નું બિરૂદ આપ્યું હતું. એ ઘટના સૂચન કરે છે કે પૂજ્ય ગુરુભગવંતે યા તો દક્ષિણ ભારતમાં વિહાર કર્યો હશે અથવા તો તેઓનું સાહિત્ય તે પ્રદેશમાં પ્રસાર પામ્યું હશે યા તો તે પ્રદેશના પંડિતવાદીઓને શાવાદમાં પરાસ્ત કર્યા હશે. ૧૦૮ વાટકાના અલગ અલગ ધ્વનિથી કોઈ પણ ક્રમથી તે વાટકો પડે અને ધ્વનિ નીકળે તો તેઓ તેને વ્યવસ્થિત ક્રમમાં ઓળખી બતાવતા હતા. કવિત્વ ઉપરાંત તર્ક-ન્યાયમાં પણ નિપુણ હતા. તેઓને મુસ્લિમ બાદશાહ મુઝફરખાન તરફથી “વાદી ગોકુળ પઢ"નું બિરૂદ મળેલ. સ્મરણશક્તિ, SCHARSH BH A RUSI, Memory, imagination and reasoning faculty BALL ત્રણેય મગજની શક્તિ છે. આ ત્રણેય શક્તિ એક જ પુરુષમાં વિકસ્વર થયેલી હોય તેવાં ઉદાહરણો જવલ્લે જ જોવા મળે છે. સુરિમંત્ર સ્મરણ કરવાની વિસ્મયકારક શક્તિની દક્ષતા તેઓએ કેળવી હતી. મરકી (પ્લેન) જેવા મહાન રોગશત્રુને નાથવા રાજ્યના રાજાએ શિકારનો ત્યાગ અને અમારી પ્રવર્તનનો અમલ તેઓના ઉપદેશથી કરેલ. મહાન સાક્ષાત્ ચમત્કારી એવા શાંતિકર સ્તોત્ર કે જે વર્તમાનમાં પણ નવસ્મરણમાં સ્થાન ધરાવે છે તેની શિઘરચના પૂજ્ય ગુરુભગવંત શ્રી મુનિસુંદરસૂરિ મ.સા.એ કરેલ છે. આ સૂત્રની રચના શિવપુરમાં કરેલ. પૂજ્ય ગુરભગવંતની રચનાઓ (૧) ત્રિદશતરંગિણી (૨) ઉપદેશ રત્નાકર (૩) અધ્યાત્મ કલ્પદ્રુમ (૪) સ્તોત્ર રત્નકોષ (૫) મિત્રચતુષ્ક કથા (૬) શાંતિકર સ્તોત્ર (૭) પાક્ષિક સિત્તરી (૮) અંગુલ સિત્તરી (૯) વનસ્પતિ સિત્તરી (૧૦) તપાગચ્છ પદાવલી (૧૧) શાંતરસરાજ આ ગ્રંથો વર્તમાન સમયમાં લભ્ય છે. જૈન ધર્મ અભ્યાસીઓ, વાચક ગુરભગવંતો અને આત્મજ્ઞાન અભ્યાસ ઇચ્છુક તમામ ભાવિકોને વિવેચકશ્રી વાંચન કરવા અનુરોધ કરે છે. મહંમદ તઘલખ વંશના અતિવિકટ રાજ્યકાળમાં અવ્યવસ્થિત સમાજસ્થિતિમાં મહદઅંશે જાનમાલ અને ધર્મવ્યવસ્થા જોખમમાં હતાં. રાજ્યક્રાંતિ વારંવાર - ૭૫ સર્જકની વિચારસૃષ્ટિ થતી અને મહમુદ બેગડો (ગાંડો) પણ રાજ્યકર્તા તરીકે આવી ગયેલ હતો, પરંતુ અધ્યાત્મવાંછુ અલ્પ જ્ઞાતિઓ અને પંડિત પુરુષોના જનગણ માટે ગુરુભગવંતો આ પ્રકારનાં શાસ્ત્રોની રચના કરતા. જ્ઞાનપ્રવાહ ક્ષીણ થયો હશે પણ લુપ્ત થયો ન હતો. ગચ્છના ભેદો અગિયારમા અને બારમા સૈકામાં શરૂ થઈ ગયેલ પણ જ્ઞાન અને શાસ્ત્રશિક્ષણ અંગેના વ્યવહારો રહેતા હતા. એકબીજા માટે સન્માન અને વિનય માટે પ્રશંસનીય હતાં. આજે વર્તમાન સમય જેવી કપરી સ્થિતિ ન હતી. અન્ય કોમ કરતાં જૈન કોમને રાજ્યકર્તાઓ તરફથી ગુરભગવંતોને કારણે ઘણી જ મદદ અને સગવડતાઓ અને સુરક્ષા વિધર્મી રાજાઓ તરફથી પણ મળી રહેતા. સાધુ-સાધ્વી, ભગવંતોની સંખ્યા વિપુલ હતી. જ્ઞાનાભ્યાસ, ક્રિયા, તપ અને આચાર, પરિગ્રહ બાબતે નિર્દોષ હતાં. શ્રાવક વર્ગ જ્ઞાન, ક્રિયા અને તપમાં નૈતીક રીતે સુદઢ ને સાત ક્ષેત્રના દ્રવ્યવ્યવહારમાં ઉત્સાહી રહેતો હતો. પરમ પૂજ્ય શ્રી મુનિસુંદરસૂરિ મ.સા.નું સ્વર્ગગમન સંવત ૧૫૦૩માં થયું. તેઓનું આયુષ્ય ૬૭ વર્ષનું, ૬૦ વર્ષ દીક્ષા પર્યાય પાળ્યો, ૨૫ વર્ષ આચાર્યપદવી અને ૪ વર્ષ ગચ્છધિપતિપણાનો ભાર વહન કર્યો. જીવનના અંત સુધી શ્રાવકોનાં હિતચિંતન અને સાહિત્ય સર્જનને પ્રાધાન્ય આપ્યું. મહાન શારા સાહિત્ય “અધ્યાત્મ કલ્પદ્રમ” ગ્રંથના લેખક, અનુવાદક અને વિવેચક સૌહાર્દમૂર્તિ, “મૌક્તિક" બહુશ્રુત શાસ્ત્ર સાહિત્યકાર, સંસ્કારમૂર્તિ અને જૈન સમાજના ઉત્થાનના કર્મનિષ્ઠ ભેખધારી, આત્મશુદ્ધિ અપ્રમાદી, વર્તમાન જૈન સાહિત્ય રચનાઓના દટા શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા એ વર્તમાન સમયના અધ્યાત્મ સાહિત્યના કલ્પવૃક્ષ સમાન વિદ્વાન લેખક અને વિવેચક છે. એક નૈતિક રીતે સુદઢ અને પ્રમાણકિ સમાજ જ સમયાંતરે આવા ધિંગાપુરુષોનું સર્જન કરી શકે. આવા મહાન પુરુષો જે તે કામ-સમયને ઓળખી, પોતાના જ્ઞાની આત્માઓથી વાસીત સમાજને અન્ય મિથ્યાત્વી સંસ્કૃતિઓ, મિથ્યાત્વી વિચાર વ્યવહાર પદ્ધતિના આક્રમણમાં પોતાના શ્રેષ્ઠ અને સમૃદ્ધ સંસ્કારવારસાને સાચવે તેવા માર્ગદર્શક સાહિત્યની રચના કરે. ભવિષ્યની પેઢીની સંસ્કારિતા વિચલિત ન થાય તેવી ખેવના માટે સતત અને સતત જાગૃત રહી, અભ્યાસ, ચિંતન અને આલેખન કરે એવા સમૃદ્ધ વિચારોની સૃષ્ટિ ધરાવતા શ્રી મોતીચંદનો જન્મ ભાવનગર શહેરના કાપડના વ્યાપાર ધરાવતા અગ્રણી પરિવારમાં વિ.સં. ૧૯૩૬ માં. વ. ૨, તા. ૭-૧૨-૧૮૭૯માં થયેલ. બાલ્યકાળથી જ પૂજ્ય કાકા જૈન શાસ્ત્રના પંડિત શ્રી કુંવરજીભાઈ પાસે જૈન શાસ્ત્રોનું પાયાનું શિક્ષણ ઊંડાણપૂર્વક મેળવ્યું. કઠોર અને શિક્ષાબદ્ધ - ૭૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ 39 L જ્ઞાનધારા અભ્યાસ પદ્ધતિથી તેઓએ વ્યવહારિક ભાષાઓ ગુજરાતી, હિંદી, અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત, માગધી, અર્ધમાગધી, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી અને દેવનાગરી જેવી અન્ય અનેક ભાષાઓ પર પણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. જે ભાષામાં અનુવાદક કરવો હોય અને જે ભાષાનો અનુવાદ કરવાનો હોય તે બન્ને ભાષા પરનું પ્રભુત્વ ખૂબ જ જરૂરી છે. વિવેચન માટે તે ભાષાના વ્યાકરણ ઉપરાંત શબ્દોની સંવેદના પણ અતિઆવશ્યક રીતે પ્રગટ થવી જોઈએ અને અશુદ્ધિ એ સ્ખલના અંગે તેઓ હંમેશાં ચિંતિત રહેતા અને શૈલી જળવાઈ રહે તે અંગે તેઓ હંમેશાં જાગૃત રહેતા હતા. મહાત્મા ગાંધીજી જે કૉલેજમાં અમુક વર્ષો પહેલાં જ ભણી ચુક્યા હતા તે ભાવનગરની જગવિખ્યાત શામળદાસ કૉલેજમાં તેઓઅ B.A. સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ B.A. LL.B. મુંબઈમાં કરેલ. ભાવનગરમાં મરકી (પ્લેગ)ના રોગચાળામાં સ્થળાંતર કરી બાજુના અકવાડા ગામમાં રહેવાનું થયું, પૂજ્ય કાકાશ્રી કુંવરજીભાઈ અને શ્રી અમરચંદ ઘેલાભાઈની પ્રેરણા, શુભેચ્છા અને સાહિત્યપ્રાપ્તિ મદદથી તેઓએ આ “અધ્યાત્મ કલ્પદ્રુમ’’ ગ્રંથની સરળ અને સચોટ લોકભોગ્ય ભાષામાં રચના કરી. વ્યવહારિક અભ્યાસ અને અન્ય કાર્ય વ્યસ્તતાને કારણે લગભગ છ વર્ષમાં આ ગ્રંથ તૈયાર થઈ વિ.સં. ૧૯૫૫માં પ્રથમ આવૃત્તિ સ્વરૂપે ભાવગનરના પ્રાચીન અને વિખ્યાત ગ્રંથભંડાર “શ્રી જૈન પ્રસારક સભા” દ્વારા પ્રકાશિત થયો. ત્રણ આવૃત્તિ બાદ ચતુર્થ આવૃત્તિ ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય’” મુંબઈ દ્વારા પ્રકાશન થયું. પ.પૂ. વલ્લભસૂરિ મ.સા.ની પ્રેરણાથી વિશ્વવિખ્યાત “શ્રી મહાવીર જૈન વિદ્યાલય’”ના પણ તેઓ સ્થાપક અને પાયાના પત્થર રહ્યા હતા. તેઓએ ભાવનગરમાં શાળા અને કૉલેજના અભ્યાસ, દરમ્યાન વિશ્વવિખ્યાત ‘‘બાર્ટન લાઈબ્રેરી’’ને પોતાના આભ્યાસનું . વાંચનનું કેન્દ્ર બનાવેલ. તેઓના તે વખતના વાંચક સમકાલિન, ભાવનગરના સાહિત્ય સુવર્ણકાળના તારલાઓ, યુગપુરુષો શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી, કૃષ્ણલાલ ત્રિવેદી, બળવંતરાય ઠાકોર, રણજીતરાય મહેતા, કવિ કાન્ત, રવિશંકર રાવળ, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી, ઝવેરચદ મેઘાણી, પ્રભાશકરભાઈ પટ્ટી, રવિશંકર મ. જોષી, ગિરધરલાલ મોહનલાલ શાહ, સાહિત્ય પંડિતો અને સહાધ્યાયીઓ તેઓના સમકાલિન રહી ચુક્યા છે. મોહનલાલ ક. ગાંધી, સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદ ગાંધી જેવા તત્વવતા અને સાહિત્યકારોથી તેઓ ઘણા જ પ્રભાવિત હતા અને આવા ઉમદા ચારિત્રવાન પુરુષોને તેઓ આદર્શરૂપે જીવનમાં વણી ચુક્યા હતા. તેઓ શાસ્ત્રવાંચન અને લેખનકાર્ય હંમેશાં સામાયિકમાં રહીને કરવાનો નિયમ ધરાવતા ܀ ૭૭ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું હતા. ‘‘જૈન ધર્મપ્રકાશ’” માસિકને તેઓ હંમેશાં લેખો અને સાહિત્ય નિયમિત આપતા તેથી તે સામયિકના સુજ્ઞ અને સામાન્ય વાચકોનો બહોળો વર્ગ અભ્યાસ કરતો થયો અને સુત્રજ્ઞાન । સાથે શાસ્ત્રજ્ઞાન પણ સામાન્ય શ્રાવક-શ્રાવિકાઓને સરળતાથી પ્રાપ્ય થયું. અભ્યાસ અને ચિંતન એ આત્મશુદ્ધિના શ્રેષ્ઠ માધ્યમ તરીકે માનતા શ્રી મોતીચંદભાઈએ અન્ય અનેક રચનાઓ કરી અને પ્રકાશિત પણ થઈ. શ્રી ઉપમિતિભવ પ્રપંચાકથા, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ.પૂ. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયકૃત શાંત સુધારસ ભાગ-૧-૨, આત્મનિરીક્ષણ લેખમાળા, જૈન દષ્ટિએ યોગ, આનંદઘનજીના પદો ભાગ૧-૨, ચરિત્રગ્રંથ સિદ્ધહસ્તયુગપ્રધાન શ્રી સિદ્ધર્ષિ, ચરિત્રગ્રંથ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમંદ્રાચાર્ય, ચરિત્રગ્રંથ ‘‘મુંબઈના નામાંકિત નાગરિક શેઠ મોતીશાહ, પંડિત શ્રી હિરવિજયજીનું જન્મચરિત્ર, ચરિત્ર ગ્રંથ યશોધર ચરિત્ર, બહુત ગઈ, થોડી રહી યાને દાક્ષિણ્યનિધિ ક્ષુલ્લક - નવલકથા ભાગ-૧-૨, પ્રવાસલેખન ‘યુરોપના સંસ્મરણો’, નવયુગનો જૈન, સાધ્યના માર્ગે, કૉલેજજીવન અને ધાર્મિક શિક્ષણ, ધર્મકૌશલ્ય, વ્યવહાર કૌશલ્ય, વ્યાપાર કૌશલ્ય, આનંદઘનજી કૃત ચોવિશી, શ્રી ઉમાસ્વાતિકૃત ‘પંશમરતિ ગ્રંથ' અર્થતથા વિવેચન, કર્મગ્રંથના બે ભાગનું વિવેચન, મહાવીર ચરિત્ર ૨૬ પૂર્વભવ, મહાવીરસ્વામી ૨૭મો ભવ વિગેરે અનેક પ્રકારે સાહિત્ય સંપુટની રચના અને પ્રકાશન થયાં. પોતે B.A. LL.B. સોલિસીટર હોવાથી અત્યંત વ્યસ્ત અને આગવી શૈલીના વ્યવસાયિક હોવા છતાં અનેક સંસ્થાઓ અને સમાજના સંનિષ્ઠ કાર્યકર અને માર્ગદર્શક હતા. તેમના અંગત મિત્ર નરોત્તમભાઈ ભાણજી કાપડિયા, કુંવરજીભાઈ કાપડિયા, નેમચંદભાઈ કાપડિયા સતત તેમના સાહિત્ય સર્જનના મદદગાર અને ઉત્સાહપ્રેરક રહ્યા હતા. સતત અપ્રમાદ, આત્મશુદ્ધિનો પુરુષાર્થ, ધર્મક્રિયાઓ, શાસ્ત્રવાંચન, શ્રવણલેખન અને લોકકાર્યમાં સતત ગતિશીલ રહેવું એ જ સંસ્કારિતા, ધર્મતત્વ, સત્વ અને અજોડ પરંપરા ટકાવશે એ જ વિચારસૃષ્ટિ તેમના તમામ સાહિત્યસર્જનમાં દષ્ટિપાત થતી રહે છે. ૭૨ વર્ષની વયે વિ.સં. ૨૦૦૭, ફા. વ. ૫, તા. ૨૭-૦૩-૧૯૫૧ના રોજ મુંબઈ મુકામે તેઓનું પૂર્ણ સમતા સાથે સ્વર્ગગમન થયું. પરિવારજનો, સમાજને અને આવનારી અનેક પેઢીઓને તારનાર સ્થાવર શાસ્ત્ર-સાહિત્ય આપતા ગયા અને અનેક યુવાન વિદ્યાર્થીઓનાં ચારિત્રઘડતરના માધ્યમ સ્વરૂપ “શ્રી મહાવીર જૈન વિદ્યાલય’' જેવું આવલંબન રચતા ગયા. “અધ્યાત્મ કલ્પદ્રુમ’” ગ્રંથનું ગૌરવ, શ્રી મુનિસુંદરસૂરિ મ.સા.ની આ રચના અને શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા દ્વારા થયેલ નવસર્જન એ આઠ વખત પુનઃપ્રકાશન પામેલ અજોડ શાસ્ત્ર-સાહિત્યના ગુણાનુવાદને અત્રે હું અલ્પવિરામ આપું છું. * ७८ 39 R Page #41 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) શતાવધાની મુનિશ્રી રત્નચંદ્રજી રચિત ભાવનાશતકમાં સર્જકની વિચારસૃષ્ટિ - ખીમજી મણશી છાડવા (M. Sc.) (શ્રી ખીમજીભાઈ મુંબઈ મહાસંઘના અને તાડદેવ ઉપાશ્રયના ટ્રસ્ટી છે. મહાસંઘમાં તેમનાં માતુશ્રીના નામે જૈન શિક્ષણ બોર્ડમાં કાર્યરત છે. સંતોની વૈયાવચ્ચ, જેના સાહિત્ય સંશોધન અને શિણક્ષના કાર્યમાં ઋચિ ધરાવે છે) ભાવના શતકના રચયિતા મુનિશ્રી રત્નચંદ્રજી મ.સા.નો જન્મ કચ્છના ભોરારા ગામે સં. ૧૯૩૬ માં થયો. પિતાજીનું નામ વીરપાળ અને માતાનું નામ લક્ષ્મદિવી. વીશા ઓસવાળ જ્ઞાતિનો આ પરિવાર ખૂબ જ ધાર્મિક હતો. તેમણે પુત્રનું નામ રાયસિંહ રાખ્યું હતું. સંસ્કારી કુટુંબનો આ પુત્ર તેજસ્વી લાગતો, ભણવામાં હોશિયાર હોતાં તે સમયે દસ વર્ષની ઉમંરે તો સાત ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. સાથે સાથે ધાર્મિક જ્ઞાન પણ મેળવી લીધું. પછી મોટાભાઈ સાથે અર્થોપાર્જન માટે પરદેશ જવાનું થયું. ૧૩ વર્ષની ઉમરે બુદ્ધિચાતુર્ય ખીલ્યું અને વેપારી કુનેહ આવી ગઈ. વેપાર કરતાં કરતાં અંગ્રેજી પણ શીખી લીધું. કમાવા લાગતાં રાયસિંહને સં. ૧૯૪૯માં પરણાવી તો દીધો પણ તેનું મન સંસારમાં ન ચોંટયું. બન્યું એવું કે પ્રસવકાળે તેની પત્નીનું અકાળ અવસાન થયું અને રાયસિંહ જાણે મુક્ત થઈ ગયો. તેનું મન વૈરાગ્યમાં દઢ થયું. સંતોનો સહવાસ મળ્યો. સં. ૧૯૫૩માં મા-બાપને સમજાવી ગુરુ ગુલાબચંદ્રજી પાસે દીક્ષા લીધી. ગુરુએ તેમનું નામ રત્નચંદ્રજી રાખ્યું. નવદીક્ષિત મુનિ તેજસ્વી તો હતા જ, વળી તેમની વાણી પણ પ્રભાવક હોવાથી લોકો તેમના પ્રવચનો સાંભળવા ટોળે વળવા લાગ્યા. મુનિ રત્નચંદ્રજીએ જૈન અગમોનો ઉંડો અભ્યાસ કર્યો. સંસ્કૃત-પ્રાકૃતમાં પારંગત બન્યા. યોગસાધના પણ કરવા લાગ્યા. ધીરે ધીરે અવધાન કૌશલ્ય કેળવ્યું. સર્જકની વિચારસૃષ્ટિ) સફળતાપૂર્વક અવધાનના પ્રયોગો થતાં, શતાવધાનીની કક્ષાએ પહોંચ્યા. પરિણામે ધર્મસંસદ દ્વારા તેમને ભારતભૂષણની પદવી એનાયત થઈ અને દિલ્હીમાં તો તેમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા. કચ્છથી શરૂ કરી સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, જમ્મુ. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ વગેરે સ્થળોએ વિચરણ કર્યું. જુદાં જુદાં શહેરોમાં ૪૪ ચાતુર્માસ કર્યા. સ્થાનકવાસી સંપ્રદાયના આ મુનિ પરમ વિદ્વાન બન્યા અને શ્રેષ્ઠ સાહિત્યકાર પણ બન્યા. તેમણે વિવિધ વિષયો પર અનેક ગ્રંથોની રચના કરી. આગમોની બત્રીસીમાંથી ભગીરથ પ્રયત્ન કરી એકઠા કરેલ શબ્દો - સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અર્થો સાથે, અવતરણો અને સંદર્ભગ્રંથોની નોંધ સાથે, એક અજોડ શબ્દકોષ સમાજને ચરણે ધર્યો. અર્ધમાગધી ભાષાનું પાણિનીની ઢબે વ્યાકરણ રચ્યું. રેવતીધન સમાલોચના જેવા ગંભીર મનનપૂર્ણ લેખો દ્વારા સંશોધકોની આંખો ઉઘાડી, પોતાની પ્રકાંડ વિદ્વત્તા અને તર્કશક્તિનો પરિચય કરાવ્યો છે તેમ જ કર્તવ્યકૌમુદી બે ભાગ 'અર્ધમાગધી’ કૌષ, પાંચ ભાગ જૈન આગમ શબ્દકોષ, રેવતીદાન સમાલોચના, અજરામર સ્તોત્ર વિગેરે ગ્રંથો પ્રગટ થયા છે. આ વિદ્વાન મુનિ પુંગવ, ભારતભૂષણ, ભારતરત્ન, શતાવધાની પંડિત મુનિ શ્રી રત્નચંદ્રજી મહારાજે ઈ.સ. ૧૬-૫-૧૯૪૧ના મુંબઈના ઘાટકોપર પરામાં દેહત્યાગ ર્યો. તેમણે શરૂ કરાવેલી જૈન પાઠશાળાઓ અને સંસ્કૃત પાઠશાળાઓ, રત્ન ચિંતામણી શિક્ષણ સંકુલ અને અનન્ય સાહિત્યકૃતિઓ દ્વારા આજે પણ તેઓ અજર-અમર છે. તેમની કૃતિ ભાવના શતક એ વૈરાગ્યમય કાવ્યકુંજ છે. આ કૃતિ દ્વારા તેઓ જૈન સમાજના ભર્તુહરી કહેવાય છે. ભાવના શતક: જૈન શાસ્ત્રમાં ભાવનાના મુખ્યત્વે બાર પ્રકાર બતાવ્યા છે. તે બાર ભાવના ઉપર મુનિશ્રી રત્નચંદ્રજીએ સંસ્કૃતમાં ૧૦૦ શ્લોકો રચી, દરેક શ્લોક પર અર્થ, વિવેચન આપી, ભવ્યજીવોને સન્માર્ગે જવામાં પ્રેરણા આપી છે. પ્રત્યેક ભાવના પર સુંદર વિવચન સાથે દષ્ટાંતો અને જૈન શાસ્ત્રની ગાથાઓ આપી, દરેક વિષયને બુદ્ધિગમ્ય રીતે રજૂ કર્યો છે, જેથી ભાવનાનું સ્વરૂપ વાંચવા વિચારવાથી ભવ્ય જીવોના ભાવબંધનનો નાશ થાય ૮૦ - Page #42 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાનધારા) મ્ અર્થાત થવું, હોવું એ ધાતુમાંથી માવના શબ્દ સિદ્ધ થયો છે. એટલે ભાવનાનો અર્થ ‘જેના જેવા આપણે થવું જોઈએ તે' થઈ શકે; તેવા વિચાર, આશય કે ઇચ્છા હોઈ શકે, પણ ખરો ભાવાર્થ એવો થઈ શકે કે એક સત્યયુક્ત અને હિતકર દઢ વિચાર કે જે મનુષ્યજીવન ઉપર કાયમની અસર નિપજાવી શકે તેને જ ‘ભાવના' કહી શકાય. જેવી રીતે ગુણસ્થાનકો ક્રમ પ્રમાણે મોક્ષ તરફ લઈ જાય છે તેવી જ રીતે ભાવનામાં પણ ક્રમે ક્રમે આગળ વધી શકાય છે. સીડીના પગથિયાં સમાન બારે ભાવનાઓ આત્મકલ્યાણ તરફ લઈ જાય છે. પહેલી અનિત્ય ભાવના દ્વારા આ જગતની અનિત્યતાનું ચિંતન કરવાનું છે. જગતની કોઈ પણ વસ્તુ નિત્ય નથી. નિત્ય ફક્ત આત્મા છે અને તેને માટે જડ જગતની કોઈ ચીજ ઉપયોગી નથી. જે છે તે છે. અશરણ ભાવના-બીજી ભાવના- ત્રી સંસાર ભાવના દ્વારા સંસારની સારરહિતતાનું ચિંતન કરી વૈરાગ્યવાન થવાનું છે. સંસારભાવના દ્વારા મનુષ્ય રાગદ્વેષનો ત્યાગ કરવાનું જ્ઞાન મેળવવાનું છે. આત્માના જડ વસ્તુઓ સાથેના સંબંધનું જ્ઞાન મેળવ્યા પછી તેની સૂક્ષ્મ સ્થિતિનું જ્ઞાન મેળવવાની જરૂર ઊભી થાય છે, જે ચોથી એકત્વ ભાવના અને પાંચમી અન્યત્વ ભાવના દ્વારા મેળવી શકાય છે. એકત્વ ભાવના દ્વારા આત્માની એકાંકિતાનું ચિંતન કરવાનું છે. જીવ એકલો જ જન્મે છે, એકલો જ મરે છે, તે એકલો જ કર્મનો કર્તા છે અને એકલો જ કર્મનો ભોક્તા છે. તેવી જ રીતે સર્વ વસ્તુઓથી ‘અન્ય’ અર્થાત્ ન્યારો છે. આત્મા સિવાયની સર્વ બાહ્ય વસ્તુઓ જડ છે અને આત્માને તેની સાથે કશો સંબંધ નથી અને એટલે જ પોતાના દેહ સાથે પણ આત્માને સંબંધ નથી એવું દર્શાવતાં છઠ્ઠી અશુચિ ભાવનામાં દેહની અસારતાનું જ્ઞાન કરાવ્યું છે. | મિથ્યાત્વ, અવિરતિ આદિ જે દોષોથી આત્માને કર્મ વળગે છે તે દોષોનું જ્ઞાન મેળવવું અને ઈચ્છવું કે એ દોષો દૂર થાય તે સાતમી આશ્રવ ભાવના છે. પછી નવાં કર્મ આત્માને વળગે નહીં તે માટે સમ્યમ્ જ્ઞાનથી મિથ્યાત્વ અટકાવવું, વિરતિથી અવિરતિનો રોધ કરવો; ક્ષમતી ક્રોધનો ધ્વંસ કરવો ઇત્યાદિ વિધિ આઠમી સંવર ભાવના અંતર્ગત છે. નવાં કર્મો બંધાતાં અટક્યા પરંતુ જૂનાં કર્મોને ખપાવવાનું કાર્ય નવમી નિર્જરા ભાવના દ્વારા કરવાનું છે. સર્જકની વિચારસૃષ્ટિ) દસમી લોકભાવનામાં લોકનો વિસ્તાર કેવો છે, કેટલો છે, કેવી રીતે ઋદ્ધિવાળા જીવો તેમાં રહેલા છે, કેવી કરણી દ્વારા તેઓ તેવી ઋદ્ધિને પ્રાપ્ત થયેલા છે વગેરેનું ચિંતન કરવાનું છે. આ બધું જાણ્યા પછી જે કાંઈ બાકી રહે છે તે જ્ઞાન અને ધર્મની પ્રાપ્તિ જ માત્ર છે. સત્ય જ્ઞાન દુર્લભ છે માટે સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતો ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી, સને સત્ તરીકે અને અને અસત્ તરીકે ઓળખવું એ છે. બોધી દુર્લભ ભાવના-અગિયારમી ભાવના. છેલ્લી-બારમી ભાવના ધર્મભાવના છે. એક ધર્મના આલંબનથી નિવણ સ્થિતિએ પહોંચી શકાય છે. આ છેલ્લી ભાવનાના ચિંતન તથા અનુસરણ દ્વારા આત્મા પોતાનું સંપૂર્ણ શ્રેય સાધી શકે છે. આમ બાર ભાવગનાનો બોધ વિસ્તૃતરૂપે ફેલાવવા મુનિશ્રી રત્નચંદ્રજીએ ભાવના શતક ગ્રંથ રચ્યું છે. પ્રત્યેક ભાવનાની સમજુતીને માટે આઠ-આઠ શ્લોકની રચના કરી છે અને ઉપસંહાર રૂપે બીજા થોડા શ્લોકની રચના કરીને શતક-સો શ્લોકો પૂરા કરવામાં આવ્યા છે. મુનિશ્રી રત્નચંદ્રજી દઢપણે માનતા હોવા જોઈએ કે મનુષ્યોનું જીવન આ બાર ભાવનાઓથી જ શ્રેષ્ઠ બને છે. જીવનને દુ:ખી કરનાર ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો જ છે. મહાદોષરૂપી આ કષાયોને દૂર કરવાની દવા ભાવનામાં છે. ભાવના આધિ-ઉપાધિને વિખેરી નાખવા સમર્થ છે. દુઃખનું મૂળ ઉપાધિ છે અને તે છૂટતાં દુ:ખનો ધ્વંશ થાય છે. હીરાને ઘસતાં જેમ પાસાદાર અને પ્રકાશિત બને છે તેમ ભાવના ભાવતાં ભાવતાં આત્માને ઓપ ચડે છે, અજ્ઞાન નષ્ટ થાય છે અને જ્ઞાનનો પ્રકાશ પ્રસરી રહે છે. - કલ્યાણકારી મુનિ શ્રી રત્નચંદ્રજી બરાબર જાણતા હતા કે મનુષ્યજીવનનું લક્ષ્યબિંદુ એ નિર્વાણ-મોક્ષરૂપી ઉજ્જવલ દીપક છે અને આ દીપક પ્રગટાવવાનું કામ ભાવના જ કરી શકશે. એ આશયથી તેમણે ભાવના શતકનું નિર્માણ કર્યું. એમના માનસમાંથી એક ઉત્તમ સર્જન જગતને પ્રાપ્ત થયું. ભાવાનાબોધક શ્લોકોનો પ્રેમથી, ખરા આદરથી જે પાઠ કે શ્રવણ કરવામાં આવે તો કષાયની શાંતિ વગેરે બતાવેલ ફળ અવશ્ય પ્રાપ્ત થાય. જે મનુષ્ય મન, વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક ખરી લાગણીથી ભાવના ભાવે તો તે કષાયો ઉપર વિજય મેળવી આધિ, વ્યાધિ કે ઉપાધિઓને દબાવી જ્ઞાનપ્રકાશ ફેલાવી દુઃખનો વિલય કરી શકે અને તેમ કરતાં અંતે મોક્ષનું અક્ષયસુખ મેળવી શકે જે સર્જકની ઉત્તમ વિચારસૃષ્ટિ જ છે. * ૮ - ૮૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) અમૂર્ત ચિંતન આચાર્ય મહાપ્રજ્ઞજીની વિચારસૃષ્ટિ -અંજના રશ્મિકુમાર ઝવેરી જૈન ધર્મનાં અભ્યાસુ મુંબઈસ્થિત અંજનાબહેન તેરાપંથી સંપ્રદાયનાં આચાર્યોના ગ્રંથોના સ્વાધ્યાયમાં ખૂબ જ રસ ધરાવે છે અને જૈન સેમિનાર્સ માટે અભ્યાસ લેખો તૈયાર કરે છે. જીવન ઝરમર ટમકોર (રાજસ્થાન)માં જન્મેલા, એક ૧૧ વર્ષના અબુધ, સરળ અને ભોળા બાળકે માતાના સંસ્કાર અને સત્સંગથી ઉત્પન્ન આત્મસ્ટ્રરણાથી સંસારનો ત્યાગ કરી જૈન મુનિની દીક્ષા ગ્રહણ કરી. તેરાપંથના અણામાચાર્ય કાલગણિએ આ બાળક મુનિ નથમલને સદ્ભાગ્ય મુનિ તુલસી જેવા પ્રતિભાસંપન્ન શિક્ષાગુરુને સોંપી દીધા. એમણે નિષ્ણાત ઝવેરીની જેમ બાળમુનિના જીવનમાં અનેક પાસાંઓને પ્રમાર્જિત કરી નથમલમાંથી મહાપ્રજ્ઞ બનાવી દીધા. એક બાજુ શિષ્યનું સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા, બીજી બાજુ મહાજ્ઞાની શિક્ષાગુરુની પરમ કૃપાદૃષ્ટિ. નજીકના ઈતિહાસમાં આવા ગુરુશિષ્યની જોડી જડવી મુશ્કેલ છે. માધ્યમિક શાળા કે કૉલેજના અભ્યાસથી વંચિત રહેલ મુનિ નથમલે તુલસી વિશ્વવિદ્યાલયમાં રહી નિષ્ઠા અને શ્રમથી હિંદી, સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની આદિ ભાષાઓ, જૈન તત્ત્વ, આગમ, ઇતિહાસ, દર્શન, સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સૈધ્ધાંતિક પરિચર્યા, પ્રવચન, લેખન અને આગમ - સંપાદનના ક્ષેત્રમાં ઊતર્યા પછી પોતાના અધ્યયન ક્ષેત્રને તેમણે વ્યાપક બનાવ્યું. આધુનિક વિજ્ઞાન, આયુર્વેદ, રાજનીતિ, અર્થશારા, સામ્યવાદ અને સમાજવાદ આદિનું ગહન અધ્યયન કર્યું અને થોડા જ સમયમાં માત્ર તેરાપંથી સંપ્રદાયમાં જ નહીં પણ સમગ્ર જૈન સમાજમાં તેઓ એક વિરલ, વરિષ્ઠ અને વિદ્વાન મુનિ બની ગયા. સર્જકની વિચારસૃષ્ટિ) ગુરુદેવ આચાર્ય તુલસી સાથે કચ્છથી કોલકાતા અને કન્યાકુમારીથી પંજાબ સુધી ઐતિહાસિક પદયાત્રાઓ કરીને ધર્મના ક્ષેત્રમાં પ્રસરેલી ખોટી ધારણાઓ, દંભી ધાર્મિક કર્મકાંડો વગેરે ઉપર જાહેર સભાઓમાં એમણે વેધક પ્રહારો કર્યા. એ કહેતા કે જે ધર્મ માનવીના જીવનમાં પરિવર્તન લાવે અને શાંતિ પ્રદાન કરે એ જ સાચો ધર્મ છે. તામસિક અને પાશવિક વૃત્તિઓના પરિમાર્જન માટે એમણે પ્રાયોગિક ધર્મનું સ્વરૂપ પ્રક્ષાધ્યાનના રૂપમાં પ્રસ્તુત કર્યું. આગમ સાહિત્યમાં ઊંડું અનુસંધાન કરી દયાનપ્રક્રિયાના સૂત્રોનું ગહન અન્વેષણ કરી અને આજના મનોવૈજ્ઞાનિક શાસ્ત્રનો આધાર લઈ એમણે ધર્મ અને વિજ્ઞાનનો સુંદર સુમેળ રચ્યો છે. પોતાના શરીરને પ્રયોગશાળા (લેબોરેટરી) બનાવી ધ્યાન-સાધનાના અનેક પ્રયોગો કર્યા. મહિનાઓ સુધી એકાંતમાં રહીને એમણે આ સંપૂર્ણ દાર્શનિક-વૈજ્ઞાનિક પદ્ધતિ, સુવાંગીણ વિકાસ યોગ્ય બનાવી જગત સામે રજૂ કરી. આજે આ પ્રક્ષાધ્યાનની પ્રાયોગિક સાધના દેશ-વિદેશમાં સફળતાથી થઈ રહી છે. આજ સુધીમાં ૫૦૦થી વધુ પ્રેક્ષાધ્યાન શિબિરો દ્વારા હજારો લોકોએ પોતાના જીવનમાંથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક તણાવો દૂર કરી શાંતિ અને આનંદનો અનુભવ કર્યો છે. આંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (endocrine glands)ના પ્રવાહો અને ચૈતન્ય કેન્દ્રો પર પ્રેક્ષા અને અનુપ્રેક્ષાના પ્રયોગથી સેંકડો સાધકો નિષેધાત્મક (negative) ભાવોને વિધેયાત્મક (positive) ભાવોમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યા છે. સાહિત્ય સર્જન આચાર્ય મહાપ્રજ્ઞ ઊચ્ચ કોટિના ચિંતક અને મનીષી હતા. એમણ વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓનું ચિંતન કરી એને માટે સમાધાન પણ આપ્યું. આરોગ્ય માટે મહાવીરનું આરોગ્યશાસ્ત્ર' ઇકોનોમિક્સ પર “મહાવીરનું અર્થશાસ્ત્ર', રાજકીય તંત્ર માટે ‘લોકતંત્ર: નવી શક્તિ નવો સમાજ અને જૈનતત્ત્વ માટે ‘જૈન દર્શન-મનન અને મીમાંસા' જેવા વિવિધ વિષયો પર ચિંતનશીલ પુસ્તકો લખ્યાં. મનની અશાંતિ અને ચિત્તની ચંચળતા દૂર કરવા માટે પચાસેક ગ્રંથોની રચના કરી. સાહિત્યના ક્ષેત્રમાં આગમ સાહિત્ય પર અનુસંધાન કરી જૈનાગમોના અનુવાદનું અને સંપાદનનું ભગીરથ કાર્ય કર્યું છે, જે માટે જૈન સમાજ એમનો ઋણી છે. જૈન આગમોમાં સૌથી પ્રાચીન તેમજ ગૂઢ મનાતા આચરાગ સૂત્ર પર એમણે સંસ્કૃતમાં પ્રથમવાર “આચરાંગ ભાષ્ય લખ્યું, જેમાં એમણે સ્વપ્રજ્ઞાથી કેટલાય ગૂઢ રહસ્યોને ૮૩ - Page #44 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) ઉદઘાટિત કર્યા. મહાવીરના દર્શનની સાંપ્રત સંદર્ભોમાં - અહિંસા, પર્યાવરણ સુષ્ટિ, વિજ્ઞાન આદિની નવી પ્રસ્થાપના કરી. કુશળ સાહિત્યકાર મહપ્રજ્ઞજી એક સંવેદનશીલ કવિ પણ હતા. સંસ્કૃતના તો ઉત્કૃષ્ટ કવિ હતા. ‘સંબોધિ' એમની કાવ્યધારાનું વિરલ સર્જન છે, જેમાં મહાવીર અને મેધકુમારના સંવાદથી સંસ્કૃત ભાષામાં જૈનદર્શનના ઊંડા સિદ્ધાંતો એમણે સમજાવ્યા છે. આ રચનાને જૈન ધર્મની ગીતા કહી શકાય. આ ઉપરાંત સંસ્કૃતમાં રચાયેલું ‘ષભાયણ' પ્રથમ તીર્થંકરના જીવનનું સચોટ દર્શન કરાવે છે. મુનિ નથમલમાંથી આચાર્ય મહાપ્રજ્ઞ આવા મહાન દાર્શનિક, ચિંતક વૈજ્ઞાનિક, ત્યાગી, યોગીની અંતદષ્ટિ અને પ્રજ્ઞાનું મૂલ્યાંકન કરી ૧૯૬૮માં આચાર્યશ્રી તુલસીએ એમને ‘મહાપ્રજ્ઞ'નું અલંકરણ આપ્યું હતું અને કહ્યું હતું કે, “ફક્ત વિદ્વાન અથવા ભાષ્યકાર અથવા ધ્યાન-સાધના કરનારને જ હું મહાપ્રજ્ઞ નથી માનતો. મારી દષ્ટિમાં મહાપ્રજ્ઞ અને કહી શકાય જેનામાં વિદ્યાનો પૂરો સમાવેશ થયો હોય અને સાથે સાધનાનો સમાગમ હોય. મુનિ નથમલજીમાં જ્ઞાન, ધ્યાન અને સાધનાનો ત્રિવેણીસંગમ છે.” ૧૯૭૯માં એમને યુવાચાર્યપદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. ‘યુવાચાર્ય મહપ્રજ્ઞ'નું સાહિત્ય ગુજરાતી ભાષામાં, અનેકાન્ત ભારતી પ્રકાશન’ (અમદાવાદ) દ્વારા શુભકરણ સુરાણાએ પ્રકાશિત કર્યું છે, જેમાં ૧૦૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચુક્યાં છે. ૧૯૮૯થી મહપ્રજ્ઞજી આંતરરાષ્ટ્રીય ભારતીય દર્શન કોંગ્રેસની કાર્યકારિણીના સન્માનિત સભ્ય હતા. જૈન યોગના ક્ષેત્રમાં કરવામાં આવેલા ઉલ્લેખનીય કાર્યથી, ૧૨ સપ્ટેમ્બર ૧૯૮૯માં તેમને ‘જેન યોગના પુનરુધ્ધારક’ સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા. ૧૯૯૪માં એક અજબ ઘટનામાં નવમાચાર્ય આચાર્ય તુલસીએ પોતાના આચાર્યપદનો સ્વેચ્છાએ ત્યાગ કરી મહાપ્રજ્ઞજીનો તેરાપંથ સંપ્રદાયના દશમા આચાર્ય તરીકેનો પદાભિષેક કર્યો. વિદ્વાનોની નજરે આ પ્રસંગે જૈન વિદ્વાન પંડિત દલસુખભાઈ માલવણિયા લખે છે, “મુનિ શ્રી નથમલજી (આચાર્ય મહાપ્રજ્ઞ)ની સાથે મારો પરિચય બહુ જૂનો છે. અમે આપસમાં વાદ-વિવાદ પણ કર્યા છે. આ પ્રસંગોમાં એમનો વર્તાવ વિદ્વાન જનોચિત • ૮૫ સર્જકની વિચારસૃષ્ટિ) અને અદ્વિતીય હતો. મેં એમને હંમેશ પ્રસન્ન જ જોયા છે. વિનમ્રતા અને ગુરુ પ્રતિ સમર્પણ ભાવ એ એમની બે વિશેષતા છે. આચાર્ય તુલસીએ જૈન સમાજને ઘણું આપ્યું છે પણ મુનિ નથમલજી આચાર્ય મહાપ્રજ્ઞ બનીને એનાથી પણ વધારે કેવલ જૈન સમાજને જ નહીં પણ સમગ્ર ભારતીય સમાજને આપશે એમાં કોઈ સંદેહ નથી.” આ પ્રસંગે શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ પોતાની અભિવંદના વ્યક્ત કરતાં કહેલું છે, “મને એ જાણી પ્રસન્નતા થઈ છે કે આચાર્ય તુસલીજીએ મહાપ્રાજીને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા છે. મારી હજારો વંદના.” આવા આધ્યાત્મયોગી, વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્ય મહપ્રજ્ઞ કોઈ વ્યક્તિ નહોતા, વિચાર હતા; એવો વિચાર કે જે ક્ષેત્ર અને કાળની સીમાઓમાં ક્યારેય બંધાતો નથી. તેઓ જ્ઞાનના જળાશય નહીં, સ્રોત હતા. જળાશયમાં દરેક વખતે સ્વચ્છ પાણીની પ્રાપ્તિ શક્ય નથી હોતી. એ શક્તિ તો ગહન સોતમાં જ હોય છે. આચાર્ય મહાપ્રજ્ઞ એક એવા સ્રોત હતા જે અસંખ્ય લોકોની તરસ ઉત્પન્ન પણ કરતા અને બુઝાવતા પણ હતા. પ્રસિદ્ધ સાહિત્કાર જૈનેન્દ્રકુમારે એમને એક “અનૂઠા અનાગ્રહી ચિંતક' તરીકે બિરદાવ્યા છે. ગુજરાતી જૈન અગ્રણી ડૉ. કુમારપાળ દેસાઈ એમને 'જ્ઞાન-દર્શન - ચારિત્રના ત્રિવેણીસંગમ માને છે અને કહે છે કે, “એમની પ્રત્યેક પ્રવૃત્તિમાં એમના કાર્યની મહાનતા બોલતી હોય છે. મેં એમને નિકટથી જોયા છે. એમાં પણ સાહિત્યિક નિકટતા અધિક છે. મને લાગે છે કે એમની વાણી બોલતી વાણી છે. એમના સાહિત્યમાં દર્શનનું ઊંડાણ અને ભાવોનું ગાંભીર્ય છે. એમના સાહિત્યમાં બધી જગાએ સ્યાદ્વાદનું દર્શન થાય છે." જાણીતા ચિંતક શ્રી ગુણવંત શાહ એમના ચિંતનને વૈશ્વિક અને અર્થઘટનને મૌલિક, માર્મિક અને માંગલિક ગણાવે છે. એકવાર ગુરૂદેવ તુલસીના સાન્નિધ્યમાં મહાપ્રજ્ઞ તત્ત્વાર્થાધિગમ સૂત્રનું અધ્યાપન કરાવી રહ્યા હતા. અનેક સાધુ-સાધ્વીઓ અને સમણીઓ આનો લાભ લઈ રહ્યા હતા. તત્ત્વાર્થસૂત્રનો અંગ્રેજી અનુવાદ કરનાર જૈન વિદ્વાન ડા. નથમલ ટાટિયા પણ રોજ એમાં ભાગ લેતા. એકવાર નયવાદનું પ્રકરણ ચાલી રહ્યું હતું. મહાપ્રા આ અઘરા વિષયની અનેક સમસ્યાઓનો સરલ ભાષામાં બોધ આપી રહ્યા હતા. ડૉ. ટાટિયાજી એમની પ્રજ્ઞાથી એટલા બધા પ્રભાવિત થયા અને કહ્યું, “મહાપ્રાઇ, હું તમને જૈન પરંપરાના આચાર્ય સિદ્ધસેન માનું છું.” અને ગુરુદેવ તુલસીને ઉદેશીને ૮૬ Page #45 -------------------------------------------------------------------------- ________________ 44 L ܀܀ * જ્ઞાનધારા કહ્યું, ‘ગુરુદેવ ! પ્રશાસક બહુ મળશે પણ મહાપ્રજ્ઞજી જેવા વિદ્વાન, પ્રજ્ઞાવાન અને વિલક્ષણ બુદ્ધિમાન નહીં મળે.'' ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ શતાબ્દીના નિમિત્તે સાહૂ શાંતિપ્રસાદ જૈનના નિવાસસ્થાન પર ગુરુદેવ તુલસી અને મહાપ્રજ્ઞાજીના સાન્નિધ્યમાં સાહિત્યકારની ગોષ્ઠી ચાલતી હતી. એમાં રાષ્ટ્રકવિ દિનકર, જૈનેન્દ્રકુમાર, ડૉ. વિજયેન્દ્ર સ્નાતક, યશપાલ જૈન, કનૈયાલાલ મિશ્ર ‘પ્રભાકર’ વગેરે વિદ્વાનો ઉપસ્થિત હતા.આ વખતે ગહન વિચારોનું સંસ્કારી સાહિત્ય આપવા માટે પ્રભાકરજીએ મહાપ્રજ્ઞજીને આધુનિક યુગના વિવેકાનંદ કહ્યા હતા. આચાર્ય મહાપ્રજ્ઞજીની ચિર વિદાય વેળાએ ‘ગુજરાત સમાચાર’માં પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ લખ્યું છે ‘આચાર્યશ્રી તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞની ગુરુશિષ્યની અનુપમ જોડીએ તેરાપંથ સમાજમાં પ્રચર્ડ ક્રાંતિ કરી, આજથી આઠ વર્ષ પહેલાં આ સમાજ પાસે પુસ્તકરૂપે સંપ્રદાયની આચાર-સંહિતાની નાની, ફાટેલી-તૂટેલી પુસ્તિકા હતી. એમાંથી આ ગુરુ-શિષ્યએ જ્ઞાનનું એવું પ્રચંડ આંદોલન જગાડયું કે આજે એકમાત્ર આચાર્ય મહાપ્રજ્ઞજીએ લખેલાં અઢીસો પુસ્તકો મળે છે. ‘‘ભગવાન મહાવીર વિશે એમણે જેટલા ગ્રંથોની રચના કરી તેટલા ગ્રંથો આજ સુધી કોઈએ રચ્યા નથી. આજે છવ્વીસસો વર્ષે પણ ભગવાન મહાવીર વિશેષ પ્રસ્તુત છે એની એમણે વાત કરી.' “જૈન આગમો પર સાંપ્રદાયિક સંકીર્ણતા તજીને વ્યાપક દૃષ્ટિએ ભાષ્યની રચના કરી. અન્યત્ર એવું ન હોય, તેવી ગાથાઓ કાઢી નાખવામાં આવતી અથવા તેનો મારી-મચડીને અન્ય અર્થ કરવામાં આવતો. જ્યારે આચાર્ય મહાપ્રજ્ઞજીએ શ્રી આચારાંગ સૂત્ર, શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી સૂત્રકૃતાંગ જેવાં બાર આગમો પર વિસ્તૃત ભાષ્ય લખ્યું જેનાથી એમણે પૂ. અભયદેવસૂરિ, શીલાંકસૂરિ શંકરાચાર્ય અને વાચસ્પતિ મિશ્ર જેવા ભાષ્યકારોની કોટિમાં સ્થાન મેળવ્યું. '' “ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને આચાર્ય મહાપ્રજ્ઞજીની ગોષ્ઠિ વિજ્ઞાન અને આધ્યાત્મના મધુર મિલન જેવી લાગતી હતી.’’ ૨૦૦૩ની ૧૫મી ઑક્ટોબરે સુરતમાં ધર્મગુરુઓના સંમેલનમાં આ બંને મહાનુભાવોનો પ્રથમ મેળાપ થયો. એમણે સુરતમાં સંયુક્તરૂપે આધ્યાત્મિક ઘોષણા કરી અને એને માટે ‘ફ્યુરેક’ નામની સંસ્થાની સ્થાપના કરી. એટલું જ નહીં પણ એ.પી.જે. ૮૭ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું અબ્દુલ કલામ સાથે મળીને એમણે “ધ ફેમિલી ઍન્ડ ધ નેશન' નામના ગ્રંથની રચના કરી. આત્મા અને વિજ્ઞાન બંને સામસામે છેડે હોવાની વાતનો વિરોધ કર્યો. વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એમની વચ્ચે કશો વિરોધ નથી. વર્તમાન યુગની માનવીય સમસ્યાઓના ઉકેલ માટે બંનેનું સાયુજ્ય અનિવાર્ય છે.’ આચાર્ય મહાપ્રજ્ઞજીની ૮૯મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં જૈન વિદ્વાન અને સાહિત્યકાર શ્રી ગુણવંત બરવાળિયા ‘ગુંજન’ લખે છે કે, “આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીનાં લખાણો કે પ્રવચનોમાં ઉચ્ચસ્તરીય વિદ્વત્તાપૂર્ણ જ્ઞાનની લગીર ન્યૂનતા કે અભાવ નથી. વળી સાથેસાથે પ્રાથમિક જ્ઞાનની હાજરીનીચ નોંધ લેવી પડે. તેમનું જીવન અને કવન નિશ્ચયને સ્પર્શ કરી વહેવારના શિખર પર વિવેકની ધ્વજા લહેરાવે છે. ‘‘તેઓશ્રીએ સેંકડો પુસ્તકોના વિશાળ સાહિત્ય સર્જન-સંપાદનમાં વિવિધ વિષયોની છણાવટ કરી પેતાની સર્જક પ્રતિભાના આપણને દર્શન કરાવ્યાં છે, જેમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજાવી આત્મકર્તૃત્વના અચલ સનાતન નિયમોનું વ્યાવહારિક સંકલન કર્યું છે. ‘સંબોધિક' પુસ્તક જૈન ધર્મની ગીતા કહી શકાય એવું દિવ્ય સર્જન છે. “ધર્મનો આધાર જીવન છે અને દર્શનનો આધાર સાહિત્ય છે. સાંપ્રત સ્થિતિમાં જીવનગત, આત્મગત, વ્યક્તિગત કે સમૂહગત તથ્યોને સાહિત્યના માધ્યમથી અભિવ્યક્ત કરી શકાય એ ઉક્તિને આચાર્ય મહાપ્રજ્ઞજીએ સર્જન દ્વારા ચરિતાર્થ કરી છે.’’ ગ્રંથ દર્શન : અમૂર્ત ચિંતન વિવિધ વિષયો પર પાંડિત્યપૂર્ણ શ્રુત સર્જન કરનારા આચાર્ય મહાપ્રજ્ઞનો એક અદ્વિતીય ગ્રંથ છે ‘અમૂર્ત્તચિંતન’. આનું સર્જન જ્યારે ‘યુવાચાર્ય મહાપ્રજ્ઞ’ હતા ત્યારે કરેલું.જૈન વિશ્વભારતી લાડનુંએ ૧૯૮૮માં પ્રકાશિત કરેલું. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ અનેકાંત ભારતીએ અમદાવાદથી કર્યો હતો. અમૂર્ત તત્ત્વ શબ્દ, રુપ, ગંધ, રસ અને સ્પર્શથી જાણી શકાતું નથી. એ માત્ર ઇન્દ્રિયાતીત ચેતના વડે જ જાણી શકાય છે. આપણું જ્ઞાન મોટે ભાગે ઇન્દ્રિયો દ્વારા જ થાય છે. ધર્મનું પ્રથમ બિંદુ છે અતીન્દ્રિય ચેતના. એના વગર ધર્મનું મૂલ્ય ન સમજાય. પુદ્ગલ રૂપી પદાર્થ છે, ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય છે, પણ એનાથી પરે જે ઇન્દ્રિયાતીત જ્ઞાન છે એના પર ધ્યાન અને ચિંતન કરવું એને અમૂર્ત ચિંતન કહેવાય છે. લગભગ ૩૦૦ પૃષ્ઠોના આ ગ્રંથનું હાર્દ છે અનુપ્રેક્ષાની બાર ભાવનાઓ અને ૮૮ 44 R Page #46 -------------------------------------------------------------------------- ________________ 45 L ܀܀ (જ્ઞાનધારા) એની પુષ્ટિ માટેની બીજી ચાર ભાવનાઓ. જે વિષયોનું વારંવાર અનુચિંતન કરવામાં આવે તો એનાથી મન પ્રભાવિત થાય છે. આવા પુનઃ પુન: repeatative) ચિંતનને ભાવના કહેવામાં આવે છે. આનાથી મન પર સંસ્કારનું નિર્માણ થાય છે. આ ગ્રંથમાં બાર શાશ્વત અથવા વૈકાલિક સત્યો પર વિવેચન છે. આ બાર સત્યો એ જ બાર અનુપ્રેક્ષાના વિષયો છે, જે ક્રમશઃ આ પ્રમાણે છે - અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્ય, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, ધર્મ, લોકપ્રકાશ અને બોધિદુર્લભ. આ પ્રત્યેક અનુપ્રેક્ષા પર આચાર્યશ્રીએ અત્યંત ઊંડાણપૂર્વક વિવેચન કર્યું છે અને અનેક ચિંતનબિંદુઓ ઉદ્ઘાટિત કર્યાં છે. અનિત્ય અનુપ્રેક્ષા માટે તેઓ લખે છે કે જે વ્યક્તિની શરીરની, સંબંધોની, ધન-વૈભવની આદિની અનિત્યતાની ભાવના પુષ્ટ થઈ જાય છે એ ક્યારેય પણ - કોઈ પણ સંયોગોમાં કોઈ પણ બનાવ ઘટના – વાતથી વિચલિત નહીં થાય. એ ઘટનાને જાણશે પણ ભોગવશે નહીં, એનાથી સુખી કે દુ:ખી નહીં થાય. આવી જ રીતે બારેબાર ભાવનાઓ અને મૈત્રી-પ્રમોદ-કરુણા-મધ્યસ્થ આદિ ચાર ભાવનાઓને જેણે આત્મસાત કરી છે તે જીવનમાં પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક સંયોગોમાં -આનંદમાં રહી શકશે - આ વાતને તેઓ એક સચોટ દષ્ટાંત દ્વારા સમજાવે છે. અનુપ્રેક્ષાની ભાવનાઓ મનુષ્યના જીવનમાં વિવેક જગાડે છે. કષાયો રાગદ્વેષને ઉપશાંત બનાવે છે. દુર્લભ મનુષ્યભવને સફળ બનાવવાની પ્રેરણા આપે છે અને સંસારમાં સ્વર્ગ ઉતારે છે. આના સંદર્ભમાં આપણે બે ચિત્રો જોઈએ. એક માણસ યુવાન છે, તંદુરસ્ત છે, ભણેલો છે. સારા પગારની નોકરી મળી છે. પ્રેમાળ પત્ની અને સમજુ બાળકો પણ છે. એ સવારે ઊઠે ત્યાં સુધી એની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે ઘરના બધા સાવચેત રહે છે. ઊઠતાંની સાથે છાપું, બાથરૂમ આદિ પર એનો પ્રથમ હક હોય છે. એનો નાસ્તાનો, ચાનો, તૈયાર થવાનો બધાનો સમય સાચવી લેવામાં આવે છે. બધી બાબતોમાં એને પ્રાથમિકતા મળે છે. ઑફિસે જવા નીકળે એટલે એના હાથમાં ઑફિસની બૅગ, રૂમાલ, મોટરની ચાવી આદિ હાજર જ હોય છે. ઑફિસેથી પાછો આવે ત્યારે ચા-નાસ્તો તૈયાર હોય છે. ટીવી પર એની પસંદગીની ચૅનલ શરૂ થાય છે. સમયસર ‘ડીનર’ તૈયાર થઈ જાય છે. આમ દરેક બાબતમાં ઘરના માલિકની દરેક જરૂરિયાતોનું ઘરના દરેક સભ્ય ચીવટાઈપૂર્વક ધ્યાન રાખે છે. ZE હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું હવે બીજું ચિત્ર : વર્ષો વીતી જાય છે, એની યુવાની જતી રહે છે, નોકરીમાંથી પણ નિવૃત્ત થવું પડે છે. ઘેર બેસવાનો વારો આવે છે ! હવે પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે. સમીકરણો બદલાઈ ગયાં છે. પુત્રો કમાતા થઈ ગયા છે. પૌત્રો શાળાએ જતા થઈ ગયા છે. રાત્રે ટીવીની છેલ્લી સિરિયલ જોઈ મોડેથી સૂઈ જનારી અને સવારે મોડેથી ઊઠનારી પુત્રવધૂઓ રઘવાઈ થઈ પતિ અને સંતાનોનો સમય સાચવવામાં પડી છે. વૃદ્ધ પત્ની બીમાર રહે છે. ત્યારે નિવૃત્ત થયેલો, એક વખતના કમાતા-ધમાતા ઘરના માલિકની શી દશા થાય છે ? સવારે ચા માગે તો પુત્રવધૂ કહેશે, ‘અત્યારે તમારે માટે ચા બનવવાનો સમય ક્યાં છે ? તમારા પુત્રને ઑફિસે જવાનો અને છોકરાંઓને શાળાએ જવાનો સમય અમારે સાચવવાનો છે; જ્યારે પરવારીશ ત્યારે ચા બનશે.” દાદાજી બાથરૂમમાં જવા જાય ત્યાં નાનો પૌત્ર એની પહેલાં બાથરૂમમાં ઘૂસી જઈ કહેશે કે, “દાદાજી ! મને શાળાએ જવાનું મોડું થાય છે, તમારે ક્યાં કશે જવાનું છે ?'' છાપું માગશે તો જવાબ મળશે કે એ તો તમારા પુત્ર વાંચે છે, તમે પછી વાંચજો. જે-જે કામો માટે એને પ્રાથમિકતા મળતી એ બધામાં હવે એને કોઈ દાદ નથી આપતું, કોઈ ગણકારતું નથી, અવગણના કરે છે. આખા દિવસમાં કોઇને એની પાસે બેસીને વાત કરવાની ફુરસદ નથી. આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ વૃદ્ધ પાસે બે વિકલ્પો હોય છે (૧) પ્રથમ વિકલ્પ એવા માણસનું છે જેણે જિંદગીમાં ક્યારેય સત્સંગ નથી કર્યો, સાંચન નથી કર્યું અને અનુપ્રેક્ષાની ભાવનાઓ સમજવાનો પ્રયત્ન નથી કર્યો. પરિસ્થિતિ સાથે બદલાવાનું નથી શીખ્યો. એ વૃધ્ધ આવી અવગણના સહન નથી કરી શકતો. આખો દિવસ બળાપો કાઢચા કરે છે, “અરે, આખી જિંદગી તમારા માટે વૈતરું કર્યું તેનો આવો બદલો આપો છો ?'' કડવાં વેણ કહી સમસ્ત ઘરનું વાતાવરણ કડવું ઝેર જેવું કરી નાખે છે. સ્વયં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં રહી પાપકર્મ બાંધે છે. અશાંત વાતાવરણમાં દુ:ખી થઈ જાય છે જેથી તનથી અને મનથી ભાંગી જાય છે. જીવનમાં ઘોર નિરાશા, હતાશા, માનસિક સંતાપ અને દુ:ખનો અનુભવ કરે છે. (૨) આનાથી વિપરીત એક માણસે જીવનમાં સત્સંગ, સહવાંચન અને અનુપ્રેક્ષાની ભાવનાઓથી મનને ભાવિત કર્યું છે. ઉપર જણાવેલી પરિસ્થિતિમાં એના વિચાર, વાણી અને વર્તણૂક કેવાં હશે ? સવારે ઉઠતાંવેંત ચા ન મળે તો એ વિચારે Go 45 R Page #47 -------------------------------------------------------------------------- ________________ E I ܀܀ જ્ઞાનધારા છે કે બરાબર છે, આખી જિંદગી તો નવકારશી વગેરે તપ નથી કર્યું. હવે અનાયાસે સમય અને તક મળ્યાં છે. પુત્રવધૂને કહેશે, ‘કંઈ વાંધો નહીં બેટા! હવેથી હું નવકારશી કરીશ. એટલે બધાં કામોથી પરવારી પછી જ મારા માટે ચા બનાવજો.' સવારે એક લોટો પાણી પીવાથી પેટ પણ સાફ થઈ જશે. એ વિચારે છે કે સવારે એક સામાયિક કરીશ પછી આરામથી છાપું વાંચીશ. આવી નિરાંત તો જીવનમાં ક્યારેય મળી નથી. એક પછી એક અનુપ્રેક્ષાની ભાવનાઓ યાદ કરી આનંદમાં રહે છે. એ સમજે છે આ બધા સંબંધો અનિત્ય છે. સંસારનો આ નિયમ છે કે સ્વાર્થ વગર કોઈ કોઈનું થતું નથી. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ સિવાય અન્ય કોઈ શરણ નથી. સૌથી વધુ તે એકત્વ ભાવનામાં આનંદોલ્લાસની લહેરમાં મસ્ત બની રહે છે. બે મળે ત્યાં વિવાદ-કંકાસ થવાનો જ. મને તો અનાયાસે એકત્વ ભાવનામાં ભાવવાનો અમૂલ્ય અવસર મળ્યો છે.'' એ જાણે છે કે એકલતા (Loneliness) એ ઠોકી બેસાડેલી દુ:ખદ પરિસ્થિતિ છે, પણ એકત્વ (Solitariness) તો જીવનનું અમૃત છે એટલે એને એકલતા સાલતી નથી, પણ એકત્વમાં આનંદ છે. (loneliness is thrust upon you while solitariness is what you seek) દુનિયાની બધી ભૌતિક ચીજો અને દુન્યવી સંબંધોને એ પોતાનાથી - પોતાના આત્માથી ભિન્ન માનીને અન્યત્વ ભાવના ભાવે છે. આ જ પ્રમાણે અશુદ્ધિ આદિ અન્ય ભાવનાઓ ભાવતા ભાવતા એ પોતાનો માનવજન્મ સફળ કરે છે. આમ આચાર્ય મહાપ્રજ્ઞ જૈન ધર્મના શાશ્વત સિદ્ધાંતોને પ્રાયોગિક રૂપ આપી સફળ અને શાંત જીવન જીવવાની વાત આ ગ્રંથમાં કરે છે. ૧ ܞܞܞ ......(સર્જકની વિચારસૃષ્ટિ ******* ઈસ્ટોપદેશ ઃ આચાર્ય દેવબંધ્ધિની વિચારસૃષ્ટિ - ડૉ. પૂર્ણિમા એસ. મહેતા અમદાવાદસ્થિત ડૉ. પૂર્ણિમાબહેન ગુજરાત વિદ્યાપીઠના આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યપન કેન્દ્ર સાથે સંકળાયેલાં છે. જૈન સેમિનાર્સમાં ભાગ લે છે. પૂજ્યપાદના નામે જાણીતા આચાર્ય દેવનંદિની એક વિશિષ્ટ રચના છે ઈટોપદે ! આ ગ્રંથમાં ૫૧ શ્લોકો છે. અધ્યાત્મમાર્ગના સાધકો માટે ભોમિયાની માર્ગદર્શકની ગરજ સારે તેવો આ ઇષ્ટોપદેશ ગ્રંથ સંસ્કૃત ભાષામાં અનુષ્ટુપ છંદમાં રચાયેલો છે. પૂજ્યપાદ દેવનંદિ કર્ણાટક દેશમાં વિક્રમની ૬ઠ્ઠી શતાબ્દીમાં થયેલા હોવાના પ્રમાણો વિદ્વોનોએ સ્વીકાર્યા છે. જોકે નિશ્ચિમ સમય માટે વિદ્વાનોમાં મતભેદો છે. સામાન્ય રીતે ગ્રંથકર્તા પોતાના ગ્રંથના અંતે પ્રશસ્તિ, ઉપસંહાર કે સમાપન કરતા શ્લોકોમાં રચના-વર્ષ, સ્થાન, નિમિત્ત વગેરેનો ઉલ્લેખ પ્રગટ કે અપ્રગટપણે કરતા હોય છે. ક્યારેક રૂપકાત્મક ભાષાનો પ્રયોગ કરીને પણ રચના-વર્ષનો ચોક્કસ નિર્દેશ કરે છે. પણ દેવનંદિ આચાર્યની કોઈ રચનામાં આવા ઉલ્લેખો મળતા નથી. કન્નડ ભાષામાં લખાયેલા ‘પૂજ્યપાદ રચિત’ અને ‘રાજાવલીક્શે’ નામના ગ્રંથોમાં તેમના પિતાનું નામ માધવ ભટ્ટ અને માતાનું નામ શ્રીંદવી ઉલ્લેખિત છે. તેઓનો જન્મ કર્ણાટકના કોલંગલ ગામમાં થયો હતો. દેવનંદિ આચાર્ય દિગબંર પરંપરાના મૂલસંઘની શાખા નંદિસંઘના પ્રમુખ પ્રતિભાવાન આચાર્ય હતા. તેઓશ્રીની પ્રતિભા તાર્કિક, મહાન ચિંતક તથા કઠોર તપસ્વીના રૂપમાં જાણીતી હતી. શ્રવણ બેલગોલાના ઉપલબ્ધ શિલાલેખોમાં એમને આચાર્ય સમન્તભદ્ર પછી અને તેમના અનુયાયી તરીકે બતાવાયા છે. દેવનંદિએ સ્વયં પણ પોતાની રચના જૈનેન્દ્ર વ્યાકરણામાં ‘ચતુષ્ટયં સમન્ત મત્સ્ય' . ૯૨ Dr Page #48 -------------------------------------------------------------------------- ________________ િજ્ઞાનધારા) (5-4-168) ઉલ્લેખ કરીને સમન્તભદ્ર આચાર્ય પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો છે. આચાર્ય દેવનંદિએ ભગવાન ઉમાસ્વાતિકૃત તત્વાર્થસૂત્ર ઉપર ‘સર્વાર્થસિદ્ધિ નામની ટીકા લખી છે. આ સર્વાર્થસિદ્ધિના ઉદ્ધરણો ભટ્ટ અકલંકદેવે તત્વાર્થ પરની એમણે લખેલી ટીકા-તત્વાર્થરાજ વાર્તિક (સમય ઈ.સ. ૬ ૨૦થી ૬૮૦) તથા પૂજ્ય વિદ્યાનંદ આચાર્ય તત્વાર્થે પરની ટીકા તત્વાર્થ શ્લોક વાર્તિકમાં ટાંક્યા છે. આ વાતો પણ એઓ ઈ.સ. ૬૨૦ પહેલાં થયાનું સૂચવે છે. દેવસેનાચાર્યે દર્શનસાર નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, પૂજ્યપાદ દેવનંદિના એક શિષ્ય વજનંદિએ વિ.સં. પર૬માં દ્રાવિક સંઘની સ્થાપના કરી હતી. જોકે દેવસેનાચાર્ય દ્રાવિક સંઘનો સમાવેશ જૈનાભાસ તરીકે ઓળખાતા સંઘોમાં કર્યો છે. તેમના અન્ય નામો જિનેન્દ્ર બુદ્ધિ પૂજ્યપાદ વગેરે પણ પ્રસિદ્ધ થયા હતા. ૧. તેઓ અદ્વિતીય મંત્ર-તંત્ર ઔષધિઓના જ્ઞાતા અને ધારક હતા. ૨. તેઓએ મહાવિદેહ સ્થિત જિનેન્દ્રોનાં દર્શન કર્યા હતાં. ૩. તેના પાદોદક (ચરણજલ)થી લોઢું સુવર્ણ થઈ ગયું હતું. ૪. ઘોર તપના કારણે તેમની આંખોની જ્યોતિ જતી રહી હતી. છતાંયે શાન્યષ્ટકની રચના અને પાઠથી તેમણે પુન:નેત્ર તેજ પ્રાપ્ત કર્યું હતું. તેમના ગ્રંથોમાં જૈનેન્દ્ર વ્યાકરણ, શબ્દાવતાર, સર્વાર્થસિદ્ધિ, સમાધિતંત્ર, ઈબ્દોપદેશ, જૈનાભિષેક, ઇન્દ્રશાસ્ત્ર, દશભક્તિ, અસ્ત્રતિષ્ઠા, શાન્યષ્ટક, સારસંગ્રહ વગેરેનો સમાવેશ થાય છે. તેમની સાધના સ્થળી મૈસૂર પાસેની તીર્થભૂમિ કનકગિરિ આજે પણ શ્રદ્ધાવંતો માટે યાત્રાસ્થળ છે. ઇબ્દોપદેશ : આ ગ્રંથ ઉપર આશાધરજીએ વિ.સં. ૧૨૫૦ (ઈ.સ. ૧૧૯૪)માં સંસ્કૃત ભાષામાં વિદ્વત્તાપૂર્ણ ટીકા લખી છે જે પ્રખ્યાત છે. ધન્યકુમાર જૈને હિન્દી વિવેચન તથા બેરિસ્ટર ચમ્પરાય જેને (Discover Divine) નામે અંગ્રેજી વિવેચન પણ લખ્યું છે. શીતલપ્રસાદજીએ હિન્દી ભાષામાં દોહારૂપે અનુવાદ કર્યો છે, જ્યારે મોતીલાલ હીરાચંદ ગાંધીએ મરાઠી પદ્યાનુસાર અને શ્રી રાવજીભાઈ દેસાઈએ ગુજરાતી પદ્યાનુવાદ પ્રગટ કર્યા છે. ઉપરાંત એડવોકેટ જય ભગવાનજીએ વિસ્તૃત અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત કર્યો છે. પરમથુત પ્રભાવક મંડલ અગાસ દ્વારા આ મૂળ ગ્રંથ ૭ ભાષામાં સંયુક્ત રીતે ૯૩ સર્જકની વિચારસૃષ્ટિ) અનુવાદ-વિવેચન સાથે પ્રગટ કરાયો છે. * આદિપુરાણ (જિનસેનાચાર્યકુત) * હરિવંશપુરાણ (જિનસેનસૂરિફત) * પાર્શ્વનાથ ચરિત્ર (વાદિરાજસૂરિકૃત) * જ્ઞાનાર્ણવ (શુભચન્દ્રકૃત) * જૈનેન્દ્ર મહાવૃત્તિ (અભયનંદિકૃત) * પાંડવપુરાણ (શુભચંદ્રભદ્વારકકૃત) * શ્રવણ બેલ્ગોલ શિલાલેખ * નગર તાલુકા શિલાલેખ * સમાધિતંત્ર ટીકા (પ્રભાચંદ્રકૃત) વગેરે ગ્રંથોમાં વિવિધ મહાન આચાર્યો દ્વારા પૂજ્યપાદ દેવનંદિ પ્રત્યે અહોભાવપૂર્ણ સ્તવના કરાઈ છે જે એમના સંયમ તપોપૂત પ્રખર વ્યક્તિત્વના પુરાવા છે. ઇષ્પોટદેશ ગ્રંથમાં ૫૧ શ્લોકોમાં અધ્યાત્મરસના ભાવો ઠાંસીઠાંસીને ભર્યા છે. આત્મ, શરીર, કર્મ, બંધન, સંસાર, મોક્ષ, ગુર, આસક્તિ, અનાસક્તિ, આત્મવિત, જ્ઞાની, દેહાસક્તિ, અજ્ઞાન, યોગી, યોગ, પુલ, રાગ-દ્વેષ, મોહનીય કર્મ, મનોનિગ્રહ, ધ્યાન, આત્મસ્વરૂપ, પરમાનંદ, તત્વસંગ્રહ, તસાર, શાસ્ત્ર અધ્યયન, પરદ્રવ્ય સંસર્ગજન્ય દોષ, વિષયોગીની વગેરે વિષયોની તર્કપૂર્ણ છણાવટ કરીને ગ્રંથના શ્લોકે શ્લોકે પોતાના નિજાનુભવની ગૂંથણી કરી છે. - દેહસક્તિ તથા પદાર્થાસક્તિને તોડવા, અનુરક્તિને છોડવા, અને મનોજગતને અનાસક્તિ તથા વિરક્તિ સાથે જોડવા માટે આ ગ્રંથ ગુરુચાવી છે - “માસ્ટર કી' છે. ઇબ્દોપદેશની ગાથાઓમાં ગૂંતિ ઇટ, મિટ, શિષ્ટ અને વિશિષ્ટ વાતોની વહેંચણી સાધકને સહજ સાધનાના કિનારે દોરી જાય છે. વળી આ ગ્રંથમાં આત્મલક્ષી સારભૂત બાબતોનો નિર્દેશ પણ સરળ અને સર્વગ્રાહી ભાષામાં કરવામાં આવ્યો છે. કેટલાક શ્લોકોના ભાવ ખરેખર આત્માને વિભોર બનાવવા માટે પર્યાપ્ત છે. થોડાક શ્લોકોનો સ્વાધ્યાય કરીએ. ૧. ઉપાદાન વસ્તુની સહજ નિજશક્તિ છે અને નિમિત્ત તો સંયોગરૂપ કારણ છે. કાર્ય પોતાના ઉપદાનથી જ થાય છે. તે વખતે તેને અનુકૂળ નિમિત્ત હોય જ! તેને શોધવાની ચા મેળવવાની વ્યગ્રતા જરૂરી હોય જ નહીં. (શ્લોક-૨). ૨. વ્રતો દ્વારા દિવ્ય સ્થાન મળે તો સારું છે, પણ અવ્રતો દ્વારા નરકનું સ્થાન મળે તે સારું નથી. છાયા અને તડકામાં ઊભેલી ને રાહ જોતી બંને વ્યક્તિઓ વચ્ચે મોટો તફાવત છે. (શ્લોક- ૩). ૩. મોક્ષ માટે પ્રવૃત્તિ કરનારને સ્વર્ગનું સુખ સહજે પ્રાપ્ત થાય છે. (યોલક-૪). ૪. સંસારી જીવોનાં સુખ-દુ:ખ કેવળ વાસનામાત્ર જ હોય છે. તે સુખ-દુ:ખરૂપ Page #49 -------------------------------------------------------------------------- ________________ 48 L ܞ જ્ઞાનધારા ભોગા આપત્તિ-કાલે રોગસમાન ઉદ્વેગ પમાડે છે (શ્લોક-૬). ૫. કોઈ વસ્તુ-સુખદુઃખરૂપ નથી, પરંતુ અજ્ઞાનતાને લીધે તેમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી જીવ રાગ-દ્વેષ કરી સુખ-દુ:ખ અનુભવે છે. ૬. મોહથી ઢંકાયેલું જ્ઞાન સ્વરૂપને પામી શકતું નથી. જેમ મદનકોદ્રવથી ઉન્મત થયેલો પુરુષ પદાર્થોનું (સ્વરૂપ જાણી શકતો નથી. (શ્લોક-૭) ૭. શરીર, ઘર, ધન, પત્ની,પુત્રો, મિત્રો, શત્રુઓ આ બધા સર્વથા અન્ય સ્વભાવના હોવા છતાં પણ મૂઢ જીવ તેમને પોતાના સમજે છે. (શ્લોક-૮). ૮. દિશાઓ એ પ્રદેશોમાંથી પંખીઓ આવીને વૃક્ષ પર વસે છે અને પોતપોતાના કાર્યથી સવારે સવારે ભિન્ન પ્રદેશમાં અને ભિન્ન દિશાઓમાં જાય છે. (શ્લોક-૯) ૯. મિથ્યાત્વયુક્ત રાગ-દ્વેષ-એ સંસાર-સમુદ્રમાં બહુ લાંબા કાળ સુધી ભ્રમણનું કારણ છે. (શ્લોક-૧૧) ૧૦. સંસારરૂપી આપદાવર્ત્તમાં નાના રસ્તાની જેમ જ્યાં સુધીમાં એક આપત્તિને પસાર કરવામાં આવે ત્યાં સુધીમાં તો બીજી અનેક આપત્તિઓ આવી પડે છે. (શ્લોક-૧૨) ૧૧. જેઓ શરૂઆતમાં સંતાપ આપે છે, મળ્યા પછી અતૃપ્તિ આપે છે અને અંતે જેમનો ત્યાગ કરવો ખૂબ મુશ્કેલ થઈ પડે છે, એવા કામોનું કયો ડાહ્યો માણસ અત્યંત સેવન કરે ? (શ્લોક-૧૭) ૧૨. મમતાવાળો અને નિર્મમ જીવ ક્રમશઃબંધ અને મોક્ષ પામે છે. માટે સર્વ પ્રયત્નથી નિર્મમત્વનું વિભાવન કરવું જોઈએ. (શ્લોક-૨૬) ૧૩. હું એક, નિર્મમ, શુદ્ધ, જ્ઞાની અને યોગીન્દ્ર વિષય છું. સંયોગજનિત સર્વ ભાવો મારાથી સર્વથા બાહ્ય છે. (શ્લોક-૨૭) ૧૪. જીવો સંયોગથી દુ:ખોના સમૂહના ભાગી થાય છે. માટે એ સર્વનો હું મનવચન-કાયાથી ત્યાગ કરું છું. (શ્લોક-૨૮) ૧૫. મારું મૃત્યુ નથી, ડર શાનો ? મને રોગ નથી, વ્યથા શાની ? હું બાળ, વૃદ્ધ કે યુવાન નથી, એ તો પુદ્ગલમાં હોય છે. (શ્લોક-૨૯) ૧૬. ગુરુના ઉપદેશથી, અભ્યાસથી અને સ્વસંવેદનશીલથી જે પોતાનું અને બીજાનું અંતર જાણે છે તે નિરંતર મોક્ષસુખને જાણે છે. (શ્લોક-૩૩) ૯૫ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું ૧૭. પોતાના વિશે પ્રશસ્ત અભિલાષી હોવાથી, ઇષ્ટનો જ્ઞાપક હોવાથી અને સ્વયં પોતનું હિત કરનાર હોવાથી, આત્માનો ગુરુ છે. (શ્લોક-૩૪) જેમ જેમ ઉત્તમ તત્ત્વ સંવેદનમાં આવે તેમતેમ સુલભ વિષયો પણ રૂચતા નથી. (શ્લોક-૩૭) ૧૮. ધ્યાન-પરાયણ યોગીને પોતાના દેહનું પણ ભાન હોતું નથી. (શ્લોક-૪૨) ૧૯. પર તે પર છે, તેનો આશ્રય કરવાથી દુ:ખ છે અને આત્મા તે આત્મા છે; તેનાથી સુખ છે. તેથી મહાત્માઓ આત્માર્થે જ ઉદ્યમ કરે છ. (શ્લોક-૪૫) ૨૦. જે અજ્ઞાની પુદ્ગલને અભિનંદે છે તેનો કેડો (પીછો) ચાર ગતિમાં પુદ્ગલ કદી છોડતું નથી. (શ્લોક-૪૬) ૨૧. અવિદ્યાને દૂર કરવાવાળી મહાન ઉત્કૃષ્ટ જ્ઞાનજ્યોતિ છે. મુમુક્ષુઓએ તેના સંબંધમાં પૃચ્છા કરવી, તેની જ વાછા કરવી અને તેનો જ અનુભવ કરવો જોઈએ. (શ્લોક-૪૯) y ૨૨. જીવ અન્ય છે અને પુદ્ગલ અન્ય છે - એ તત્વકથનનો સાર છે. બીજું જે કાંઈ કહેવામાં આવ્યું છે તે બધો તેનો જ વિસ્તાર છે. (શ્લોક-૫૦) અને છેલ્લે ઉપસંહાર ને સમાપન કરતા પૂજ્યપાદ દેવનંદીજી સ્વરચિત ઇષ્ટોપદેશના સ્વાધ્યાય માટે પ્રેરણા કરીને સાધક માટે આત્મકલ્યાણનો સીધો સટ નકશો દોરી આપે છે. ૨૩. ‘‘જે બુદ્ધિમાન ભવ્ય આ ઇષ્ટોપદેશનું સમ્યક્ અધ્યયન કરે, એ પોતાના મતથી માન-અપમાન પ્રત્યે સમતાનો વિસ્તાર કરે, આગ્રહરહિત બનેલો તે આત્મા લોકસહિત સ્થાનમાં કે વનમાં રહેતો હોય તોય નિરૂપમ એવી મોક્ષલક્ષ્મીને પામે છે’. (શ્લોક-૫૧) સંદર્ભ : ઇષ્ટોપદેશ - ભાગ : ૧-૨-૩ /પૂજ્યપાદ દેવનંદી. ૯૬ 48 R Page #50 -------------------------------------------------------------------------- ________________ િજ્ઞાનધારા) આચાર્ય શત્રુંભવસૂરિની દશવૈકાલિક સંદર્ભે વિચારસૃષ્ટિ - ડૉ. પાર્વતી નેણશી ખીરાણી (ડૉ. પાર્વતીબહેને “શ્રાવક કવિ ઋષભદાસના ‘જીવ વિચાર રાસ’ પર Ph.D. કર્યું છે. લિપિવાચન, હસ્તપ્રતોના સંશોધન અને જૈન શિક્ષણના કાર્યમાં રસ લે છે). પૂર્વભૂમિકા : આ અવસર્પિણીના ચતુર્યકાળના અંતમાં ચરમ તીર્થંકર મહાવીરસ્વામીરૂપ સૂર્ય અસ્ત થઈ ચૂક્યો હતો. પંચમકાળમાં ચમકેવળી જંબુસ્વામીરૂપ ચંદ્ર પણ અસ્તાચળે જઈ રહ્યો હતો ત્યારે શાસનધૂરા પ્રથમ શ્રુતકેવળીરૂપ દીપક એવા પ્રભવસ્વામીને સોંપાઈ ગઈ હતી. શ્રુતકેવળીરૂપ દીપકનો ટમટમાટ ચાલુ હતો ત્યારે પ્રભવસ્વામીએ પોતાના બુઝાવા આવેલા દીપકમાંથી બીજો શ્રુતકેવળીરૂપ દીપક પ્રગટાવ્યો તે જ આચાર્ય શય્યભવસૂરિ. આ. શયંભસૂરિનો જીવનવૃત્તાંત : ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી પાટાનુપાટ બિરાજતા શ્રુતકેવળી આચર્ય પ્રભવસ્વામી શાસનધૂરા એને યોગ્ય શિષ્યના દર્શન ન થતાં એમણે અન્ય સ્થાનોમાંથી શિષ્ય શોધવાનો પુરુષાર્થ આદર્યો. શ્રુતજ્ઞાનના પ્રભાવે એમની દષ્ટિમાં રાજગૃહ નગરમાં વી.સં. (વીર સંવત) ૩૬મા જન્મેલા (પ્રભુ નિર્વાણના ૩૬મા વર્ષે જન્મેલા) લસ ગોત્રીય ૨૮ વર્ષના યુવાન, યજ્ઞનિષ્ઠ, યજ્ઞવિશારદ, પ્રકાંડ પંડિત, વેદ-વેદાંગના જ્ઞાતા, સમર્થ વિદ્વાન, તત્ત્વચિવાળા એવા શય્યભવ ભટ્ટ' આવ્યા, જે એમને પોતાના ઉત્તરાધિકારી તરીકે સંપૂર્ણ રીતે યોગ્ય લાગ્યા. પણ એના માટે એ સમર્થ વેદજ્ઞ બ્રાહ્મણ પંડિતને જૈન ધર્માભિમુખ કરવા જરૂરી હતા તેથી એમણે પોતાના બે શિષ્યોને એમની યજ્ઞશાળામાં મોકલ્યા જ્યાં એ સર્જકની વિચારસૃષ્ટિ) પશુમેધ યજ્ઞ કરી રહ્યા હતા. ત્યાં પહોંચેલા મુનિ ભગવંતોનું ત્યાં ઉપસ્થિત બ્રાહ્મણોએ અપમાન કરીને બહાર કાઢયા ત્યારે મુનિ ભગવંતોએ જતાં જતાં શચંભવ ભદ્રને સંભળાય એમ કહ્યું, ‘ગદો ! È, મદો ! તત્ત્વ વિજ્ઞાવર્ત નદિ'” અરે દુઃખની વાત એ છે ભારે કષ્ટ ઉઠાવો છો પરંતુ ખરું તત્ત્વ તો જાણતા જ નથી. આ શબ્દો સાંભળતાં જ શવ્યંભવ ભટ્ટ વિચારમાં પડી ગયા કે જૈન સાધુ ક્યારેય જૂઠું ન બોલે. એક બ્રાહ્મણને પણ જૈન સાધુના આચાર પ્રત્યે કેટલી શ્રદ્ધા ? તેઓ એ વાક્યનું રહસ્ય સમજવા આચાર્ય પ્રભવસ્વામી સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે પ્રભવસ્વામીએ એમને આધ્યાત્મિક રીતે અહિંસક ભાવયજ્ઞનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું. તરૂપ અગ્નિ છે. જીવ સ્વયં અગ્નિકુંડ છે. યોગની શુભ ક્રિયાઓ ઘી હોમવાની કડછી છે. શરીરને શરીરના અવયવો છાણાં છે, કર્મ ઇંધણ છે. સંયમની પ્રવૃત્તિઓ શાંતિપાઠ છે. આવો જીવહિંસારહિત યજ્ઞ કરવો જોઈએ. શ્રુતકેવળીની વાણીનો પ્રભાવ ન પડે તો જ નવાઈ. આચાર્ય પ્રભવસ્વામીની જ્ઞાનગર્ભિત વાણીથી પ્રભાવિત થયેલા શäભવ ભટ્ટને સાચું તત્ત્વ સમજાઈ ગયું જેથી પ્રભવસ્વામી પાસે સમર્પિત થવા તૈયાર થઈ ગયા જેને કારણે જૈન શાસનને દશવૈકાલિકના રચયિતા તરક એક સમર્થ આચાર્યનો લાભ મળ્યો. પ્રભસ્વામીથી પ્રભાવિત થયેલા શય્યભવે ત્યારે ગર્ભવતી પત્ની, સ્વજનો, સ્નેહીજનો, ઘરબાર ત્યાગ કરીને વિ.સં. ૬૪માં ૨૮મા વર્ષે સાધુપણું અંગીકાર કર્યું. પછી અનુક્રમે જ્ઞાનભ્યાસ કતાં કરતાં ૧૪ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને શ્રુતકેવળીરૂપ શ્રતસાંકળની બીજી કડી બન્યા. પ્રથમ કડી એટલે પ્રભવભગવાન મહાવીરસ્વામીની પાટ પરંપરામાં ચોથા પટ્ટધર બન્યા. આચાર્ય પ્રભવસ્વામીએ એમને વિ.સં. ૭૫માં આચાર્યપદ આપ્યું ત્યારે એમની ઉમર ૩૯ વર્ષની હતી. સંયમી જીવનના ૩૪મા વર્ષમાં ૨૩ વર્ષ સુધી યુગપ્રાધનપદે રહી નિપૂણતાપૂર્વક જૈનશાસનની ધૂરા વહન કરીને ૬૨ વર્ષની વયે વિ.સં. ૯૮માં કાળધર્મ પામ્યા. શ્રી દશવૈકાલિકની રચના માટેની ભૂમિકા શવ્યંભવ ભટ્ટની ગર્ભવતી પત્નીને જ્યારે અન્ય સ્ત્રીઓ પૂછતી કે બહેન, ગર્ભની સંભાવના છે? ત્યારે તે સંકોચપૂર્વક કહેતી કે, ‘મન’ (મનાક-) કંઈક છે. પછી યથાસમયે પુત્ર પ્રસવ્યો. ત્યારે ‘મા’ શબ્દ પરથી પુત્રનું નામ મનક રાખ્યું. મનક આઠ વર્ષનો સમજણો થયો ત્યારે એણે પોતાની માતાને પોતાના પિતા વિશે પૂછયું. Page #51 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) ત્યારે માતાએ સર્વ વૃત્તાંત જણાવતા કહ્યું કે, તારા જન્મપૂર્વે જ પિતા જૈનમુનિ બન્યા છે જે અત્યારે ચંપાપુરીમાં બિરાજમાન છે. આ વાત સાંભળીને બાળકે માતાની અનુજ્ઞા લઈને ચંપાપૂરી તરફ પ્રયાણ કર્યું. પુણ્યાનુયોગે એનો મુનિપિતા સાથે ભેટો થઈ ગયો. પિતા એને ઓળખી ગયા, પણ એને પોતાની ઓળખ પિતા તરીકે ન આપતા. પિતાના અભિન્ન મિત્ર તરીકેની આપીને પોતાની પાસે રાખ્યો. એમના પ્રેરણાભર્યા બોધથી પ્રભાવિત થઈને મનકે એમની પાસે દીક્ષા લીધી. આચાય શર્યાભવસૂરિને શ્રુતજ્ઞાનના પ્રભાવથી એના છ મહિનાના અલ્પ આયુષ્યની જાણ થઈ. આટલા નાના આયુષ્યમાં સમગ્ર શાસ્ત્રાભ્યાસ કેવી રીતે થઈ શકે ? પરંતુ એનો ઉત્તમ મનુષ્યભવ વ્યર્થ પણ ન જવો જોઈએ એમ વિચારીને એમણે મનકમુનિ માટે પોતાના ૧૪ પૂર્વના જ્ઞાનમાંથી સાર તારવીને જેની રચના કરી તે જ દશવૈકાલિક સૂત્ર. મનકમુનિએ એ સૂત્રોનું જ્ઞાન અધ્યયન કર્યું અને શ્રુત અને ચારિત્રની સમ્યફ આરાધના કરીને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને કાળધર્મ પામ્યા. દશવૈકાલિક સૂત્ર - દશવૈકાલિક શબ્દ બે શબ્દથી બનેલો છે. દસવૈકાલિક જેમાં દસ શબ્દ સંખ્યાવાચક દશ અધ્યયનોનો સૂચક છે અને વૈકાલિકનો સંબંધ રચના-નિસ્પૃહણથી છે. વિકાસનો અર્થ છે સંધ્યા. આચાર્યએ એની શરૂઆત મધ્યાન્હ કરીને સંધ્યાકાળે પૂર્ણ કર્યું હશે. અથવા તો બીજી માન્યતા પ્રમાણે દસ વિકાસ (સંધ્યા)માં એની રચના થઈ હશે અને વિકાસમાં જ પૂર્ણ થઈ હશે. કાં તો આચાર્ય શય્યભવ ૧૪ પૂર્વધર હોવાને કારણે એમણે કાલને લક્ષ્ય કરીને એનું નિર્માણ કર્યું માટે દશવૈકાલિક નામ રાખ્યું હશે. આ સૂત્રમાં મુનિજીવનની આરસંહિતાનું વર્ણન છે. એના દશ અધ્યયનોમાં ઉચ્ચ કોટિનું આદર્શ મુનિજીવન કેવું હોય તેનું નિરૂપણ છે જે મનકમુનિ માટે પ્રેરણાદાયક છે. આચાર્ય ભદ્રબાહુસ્વામીની નિયુક્તિ અનુસાર આ સૂત્રનું ધર્મ પ્રાપ્તિ નામનું ચોથું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી પિંડેષણા નામનું પાંચમું અધ્યયન કર્મપ્રવાહ પૂર્વમાંથી, વાક્યશુદ્ધિ નામનું સાતમું અધ્યયન સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બાકીના અધ્યયનો નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ભૂત કરેલા છે. દશવૈકાલિક સૂત્ર સાથે સંયુક્ત રઈવક્કા અને વિવિત્તચર્ય નામની ચૂલિકાઓ પણ છે. આ બંને ચૂલિકાઓનો અભ્યાસ સંયમમાં અસ્થિર મુનિઓને સ્થિર કરવા માટે આલંબનભૂત છે. આ બંને ચૂલિકાઓ સૂત્રમાં પાછળથી જોડવામાં આવેલ હોય તેમ લાગે છે, કારણ કે આચાર્ય શર્માભવસ્વામીએ તો દશ અધ્યયનોનો ઉદ્ધાર કર્યો હતો. સર્જકની વિચારસૃષ્ટિ) મનકમુનિના દેહાવસાન પછી શય્યભવસૂરિએ એ સૂત્રને સંવરી લેવાનું જોર કર્યું ત્યારે શ્રી સંઘે એમને વિનંતી કરી કે આપે ભલે આ સૂત્રની રચના મનકમુનિ માટે કરી છે તો પણ હવે તે આખા જગતના ઉપકાર અર્થે ભલે યથાવત રહે. તેથી એ દશવૈકાલિક સૂત્ર યથાવત્ રહેવા દીધું. દશવૈકાલિક સૂત્રનો સમાવેશ ચરણકરણાનુયોગમાં થઈ શકે છે. એમાં સાધુજીવનના આચાર-ગોચરની સાથે સાથે જીવવિદ્યા, યોગવિદ્યા જેવા મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા પણ કરી છે. આ સૂત્રની રચના થઈ એ પહેલાં નવદીક્ષિત સાધુ-સાધ્વીઓને આચારંગ સૂત્રનું અધ્યયન કરાવવામાં આવતું હતું. એના શસ્ત્ર પરીક્ષા નામના પ્રથમ અધ્યયનથી એમને છેદો પસ્થાપનીય ચારિત્ર આપતું હતું, પરંતુ જયારથી દશવૈકાલિક સૂત્રની રચના થઈ ત્યારથી એના ચોથા અધ્યયનથી સ્થાપના કરવામાં આવે છે, અર્થાત્ વડી દીક્ષા થાય ત્યારે સામાયિક ચારિત્રમાંથી છેદાપસ્થાપનિયતા ચારિત્રની ઉપસ્થાપના થાય છે. દશવૈકાલિકની ગળાના મૂળ સૂત્રમાં કરવામાં આવી છે. મૂળસૂત્ર એટલે જેમાં જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો, વિચારો, ભાવનાઓ અને સાધનાનું પ્રતિપાદન છે. આમ દશવૈકાલિક સૂત્ર એક આચારપ્રધાન સૂત્ર છે. | સર્જકની વિચારસૃષ્ટિ : આચાર્ય શય્યભવે જ્યારે પોતાના પુત્રમુનિનું અલ્પ આયુષ્ય જાણ્યું ત્યારે ખૂબ મનોમંથન કર્યું હશે. કેવી રીતે અલ્પ સમયમાં એના ભવોદ્ધાર થાય એની ચિંતવના કરી હશે. વેદ-વેદાંગથી માંડીને જૈન દર્શનના ૧૪ પૂર્વ સુધીના સંપૂર્ણ જ્ઞાનના જ્ઞાતા હોવાના કારણે ‘ગાવા પરમો ધમો'નું સ્વરૂપ બરાબર જાંતા હતા. જૈનદર્શનમાં ચારિત્ર્ય (આચાર)ને જ મોક્ષનું સાક્ષાત્ કારણે માનવામાં આવ્યું છે જે દશવૈકાલિકના અભ્યાસથી ચરિતાર્થ થાય છે. જેને સમ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય એની વિચારસૃષ્ટિમાં આચારપુષ્ટિ ન હોય તો જ નવાઈ ! આખાય સૂત્રમાં આચારનો દરિયો ઊભરાય છે. આચારના સાગરને ગાગરમાં ભરવાનો પરમ પુરુષાર્થ કર્યો છે અને એમાં એ સફળ થયા છે. એમણે જૈનદર્શનના સિદ્ધાંતોને બરાબર આત્મસાત્ કર્યા હતા માટે એમને સમજાઈ ગયું. અને વિચારમાં પણ ઘુમરાયું કે સાધુ-સાધ્વીઓને દીક્ષા ગ્રહણ પછી આચારનું પાલન મહત્ત્વનું છે. અહીં આચાર સંબંધી જેટલું વ્યાપક, તલસ્પર્શી તથા સર્વગ્રાહી સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રતિપાદન થયું છે એટલું અન્ય ક્ષેત્રમાં મળવું દુર્લભ છે. કહ્યું પણ છે ૧૦૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ 51 L ܀܀ “ં જ્ઞાનધારા કે ‘વળાહિતો મોવો' ચારિત્ર (આચાર)થી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. વળી પ્રભુ મહાવીરનું જીવન આચારનું સાક્ષાત જીવંત રૂપ હતું એટલે મહાવીરસ્વામીનો ધર્મ પ્રચારપ્રધાન ન હોતા આચારપ્રધાન છે. આચાર જ સાધકની શ્રેષ્ઠતા અને નિકૃષ્ટતાનું થર્મોમીટર છે. આચારમાં જીવનને ઉચ્ચત્તમ શિખરે પહોંચાડવાવાળા સમસ્ત સાધનોનો સમાવેશ થઈ જાય છે. માટે એ ઉત્તમ આચારથી મારો મુનિપુત્ર વંચિત ન રહેવો જોઈએ એ વિચારધારામાંથી જ દશવૈકાલિક સૂત્રનું પ્રરૂપણ થયું છે એવા દશ અધ્યયન પર એક દિષ્ટ નાખતાં જ એમની આ વિચારસૃષ્ટિની અનુભૂતિ થઈ જાય છે. દશવૈકાલિક સૂત્રની વિષયવસ્તુમાંથી પ્રગટતી એમની વિચારસૃષ્ટિ(૧) પ્રથમ અધ્યયન - દુમપુષ્ક્રિયા - દ્રુમપુષ્પિક્ - આ અધ્યયનની પાંચ ગાથામાં એમના અહિંસાપ્રધાન માનસનું દર્શન થાય છે. પોતે એક પશુમેઘ જેવા હિંસક યજ્ઞો કરતા હતા. એમાંથી પરિવર્તિત થઈ અહિંસા ધર્મને આત્મસાત્ કર્યો હતો. એના ફળસ્વરૂપે આ પ્રથમ અધ્યયનનું ચયન થયું હતું. પ્રથમ ગાથામાં જ ધર્મનું સ્વરૂપ બતાવ્યું જેમાં હિંસાને પવિત્ર સ્થાન આપ્યું છે. પછી સંયમ અને તપને સ્થાન આપ્યું છે. આખા અધ્યયનનો સાર એ છે કે અહિંસા ધર્મની પૂર્ણ અરાધના કરવાવાળા શ્રમણો પોતાના જીવનનિર્વાહ માટે કોઈ પણ પ્રકારની હિંસા ન કરે, યથાકૃત આહાર લે માધુકરી (ભ્રમરની જેમ વૃક્ષના ફૂલને પીડા આપ્યા વગર રસ પીવો) વૃત્તિને અપનાવીને જીવનને સંયમ અને તપયુક્ત બનાવીને ધર્મ અને ધર્મીની એકતા સ્થાપિત કરે. (૨) બીજું અધ્યયન સામગ પુળ્વય શ્રામણ્યપૂર્વક અહિંસારૂપ ધર્મની પ્રરૂપણા પછી એમની વિચારધારા આગળ વધીને બીજા અધ્યયનમાં ૧૧ ગાથામાં શ્રમણ જીવનનું દિગ્દર્શન કરાવે છે. શ્રમણ જીવન કામવિકારોથી મુક્ત હોવું જોઈએ. જ્યાં કામ વિકાર છે ત્યાં ધર્મ નથી રહી શકતો. એના માટે રથનેમી અને રાજેમતીનું તથા અગંધક જાતિના સર્પનું ઉદાહરણ અસરકારક છે. જે સંયમમાં કેમ સ્થિર થવું એનું દિગ્દર્શન કરે છે. સાથે એ પણ બતાવ્યું છે કે જે સ્વેચ્છાથી ભોગોનો ત્યાગ કરે છે તે જ સાચા અર્થમાં ત્યાગી છે. શ્રમણનું મૂળ બીજ દ્યુતિ છે. એની રક્ષાના કારણોનું પણ અહીં વર્ણન થયું છે. (૩) ત્રીજું અધ્યયન મુક્રિયાચાર કડ્ડા લુલ્લિકાચાર કથા આચાર્યની વિચારસૃષ્ટિ આગળ વધી રહી છે કે જેનો આત્મા સંયમમાં સુસ્થિત હોય છે તે આચારનું પાલન કરે છે. સંયમની સ્થિરતા અને આરને ગાઢ સંબંધ છે. અનાચાર ૧૦૧ - હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું આચારનો પ્રતિપક્ષ છે. આચારનું પાલન અનાચારના ત્યાગથી જ થાય છે. એ અનાચારના ૫૨ (બાવન) પ્રકાર બતાવીને એને ત્યાગવાનો છે જેથી શ્રમાનુભવ સાર્થક થાય જેનું ૧૫ ગાથામાં વર્ણન થયું છે. (૪) ચોથું અધ્યયન છછવણિયા - છજીવનિક્ત જૈન દર્શનનો મુખાય આધાય છ’કાયના જીવોની અહિંસાનું પાલન કરવું એ છે એ વિચાર જ્યારે મનોમસ્તિકમાં છવાઈ ગયો ત્યારે જે અધ્યયનની રચના થઈ તે છજ્જવણિયા. આ અધ્યયનમાં છકાયના જીવોનું સ્વરૂપ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એ છ’કાય), એની રક્ષા કેવી રીતે થાય એનું નિરૂપણ છે. સંયમી સાધુ વિશ્વમાં રહેલા સર્વ સચરાચર જીવોની હિંસા મન, વચન, કાયાથી પોતે કરે નહિ, બીજા પાસેથી કરાવે નહિ અને હિંસા કરે એની અનુમોદના કરે નહિ એમ નવ કોટિએ પ્રત્યાખ્યાન કરે. વડી દીક્ષા આ પાઠથી આપવામાં આવે છે તેમ જ સાધુ કેવી રીતે ચાલે, ઊભો રહે, બેસે વગેરેનું નિરૂપણ ૧૩૦ ગાથામાં થયું છે. (૫) અધ્યયન પાંચમું - પિંડેપણા - દીક્ષિત થયા પછી આહાર ગ્રહણ કરવાની વિધિ આવડવી જોઈએ. એવા વિચારમાંથી આ પિંડેષણા અધ્યયનનો જન્મ થયો. આ અધ્યયન બે ઉદ્દેશમાં ૧૫૦ ગાથામાં ગૂંથાયેલું છે. પિંડ એટલે અસણં, પાણં, ખાઇમં, સાઈમેં એ ચારે આહાર, અપાહા એટલે વેષણા (તપાસપૂર્વક થાયના) ગ્રહણેષણા (આહારાદિ ગ્રહણ કરવાની વિધિ) અને પરિભોગેપણા (ગ્રહણ કરેલા આહારને ભોગવવાની વિધિ) ટૂંકમાં ભિક્ષાચારીના પિંડેણ અને ગ્રાસેષણનું વર્ણન છે. (ખાવાની) સાધુ-સાધ્વી સાવધાની-સતર્કતાપૂર્વક ગોચરી કરે તો મહાન ર્મોની નિર્જરા કરે છે એ આ અધ્યયનો સાર છે. - (૬) છઠ્ઠું અધ્યયન · માયાર કરી નિર્દોષ આહાર ગ્રહણ કરનાર સંયમીનો આચાર કેવો હોવો જોઈએ ? આ વિચારે સૂરિને છઠ્ઠું અધ્યયન રચવા પ્રેર્યા. ત્રીજામાં ક્ષુલ્લકાચારની અપેક્ષાએ આમાં આચારનું કથન વિસ્તારથી થયું છે માટે એનું નામ મહાચાર કથા છે. અહીં અઢાર સ્થાનકરૂપ શુદ્ધ સંયમનું વર્ણન ૬૯ ગાથામાં થયું છે. (૭) સાતમું અધ્યયન સુવક્કસુદ્ધી - સુવાક્યશુદ્ધિ-આચાર્યની વિચારધારા આગળ વધતા વધતા, વાણીના પ્રયોગ પર અટકી, સંયમી સાધુનો વાર્તાલાપ કેવો નિયંત્રિત હોય, હિતકારી, મિતકારી હોય એનું સુપેરે વર્ણન જેવું કર્યું એ છે વાક્યશુદ્ધિ અધ્યયન. સંયમી સાધકે કેવો ભાષાપ્રયોગ કરવો અને કેવી ભાષા ન બોલવી એનું વર્ણન ૫૭ ગાથામાં કરવામાં આવ્યું છે. ૧૦૨ - 51 R Page #53 -------------------------------------------------------------------------- ________________ સર્જકની વિચારસૃષ્ટિ) જ્ઞાનધારા) (૮) આઠમું અધ્યયન - આયારપ્પણિહિ - આચારપ્રસિધિ, આચાર્યની વિચારસરિતા આગળ વહી રહી છે. હજી મારો મુનિ પુત્ર કેમ વધારે ને વધારે આચારપ્રધાન બને એ વિચાર એમને આઠમું અચારપ્રણિધિની રચના કરવા પ્રેરી ગયો. આ અધ્યયનનું તાત્પર્ય એ છે કે, શ્રમણ નિગ્રંથે ઇંદ્રિય અને મનનો અપ્રશસ્ત પ્રયોગ ન કરવો જોઈએ. પ્રશસ્ત પ્રયોગ જ કરવો જોઈએ. આ અધ્યયનમાં બતાવેલ આચારધર્મની અપૂર્વ નિધિ જેને પ્રાપ્ત થાય છે એમનું જીવન ધન્ય થઈ જાય છે, એનો પ્રત્યેક વ્યવહાર ઉઠવું, બેસવું, બોલવું, સૂવું વગેરેમાં વિવેકપૂર્વક બદલાવ આવી જાય છે. એ પાંચ ઇંદ્રિયોના અમુક વિષયમાં આસક્ત ન થાય અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખિન્ન (નારાજ) નથી થતો પરંતુ સમભાવમાં રમણ રહે છે. (૯) નવમું અધ્યયન-વિણયસમાહિ- વિનય સમાધિ - ધર્મનું મૂળ વિનય છે. વિનયનો પ્રયોગ આચાર તેમજ એની વિવિધ ધારાઓના અર્થમાં થયો છે. વિનયનો અર્થ માત્ર નમ્રતા જ નથી, નમ્રતા આચારની જ એક ધારા છે. આચાર્ય અને સાધના પ્રતિ જે નમ્ર થાય છે તે જ આચારવાન બની શકે છે. માટે વિનયના વિચાર માટે આ અધ્યયનનું ચયન થયું છે. આ અધ્યયનના ચાર ઉદ્દેશ છે અને ૬૩ ગાથાઓ છે. સંયમી સાધકનો અત્યારની સમાધિ નિરંતર બની રહે માટે આ અધ્યયનમાં ચાર સમાધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વિનય-શ્રુત-તપ અને આચાર સમાધિ અને ચારે સમાધિ મોક્ષ અપાવે છે. (૧૦) દશમું અધ્યયન સાભિક ખુ - અભિક્ષ-અલ્પાયુ મુનિ માટે આટલા અધ્યયન રમ્યા પછી વિચાર આવ્યો કે એના છ મહિનાના આયુષ્ય માટે આટલું તો પૂરતું થઈ રહેશે એટલે ઉપસંહારરૂપે છેલ્લા દશમાં અધ્યયનની રચના કરી. પૂર્વેના નવ અધ્યયનોમાં વર્ણિત આચારાદિનું પાલન કરવા માટે જે ભિક્ષા કરે છે તે જ ભિક્ષુ છે. માત્ર ઉદરપૂર્તિ કરવાવાળા ભિક્ષુ નથી એ અધ્યયનનું પ્રતિપાદ્ય છે. ૨૧ ગાથાઓ દ્વારા સાચો ભિક્ષ કેવો હોય એનું વર્ણન કરવામાં આવ્યું છે. આવી રીતે દશ અધ્યયનમાં આચાર્ય શય્યભવસૂરિએ પોતાની વિચારસૃષ્ટિને ઉજાગર કરી છે. સ્વયંફૂરણાથી, સારગ્રાહી, જ્ઞાનસભર, આચારપ્રધાન અધ્યયનોની રચના કરીને અલ્પાયુ બાળમુનિનો ઉદ્ધાર કર્યો છે. સંદર્ભસૂચિ (૧) શ્રી દશવૈકાલિક સૂત્ર (૨) શ્રી આત્માનંદ પ્રકાશ (૩) શ્રી જૈનાચાર્ય ચરિત્ર (૪) શાન પ્રભાવક શ્રમણભગવંતો. “શિષષ્ટિશલાકા પુરુષચરિત” કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની વિચારસૃષ્ટિ - ડૉ. રેખા વોરા જૈન ધર્મના અભ્યાસુ ડૉ. રેખાબહેન વોરાએ ‘ભક્તામર સ્તોત્ર’ પર Ph.D. કર્યું છે. ભગવાન ઋષભદેવ પર તેમનો ગ્રંથ પ્રગટ થયો છે. તેઓ હાલ એકયુપ્રેસર નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યાં છે. Ocean of knowledge - Dr. Peterson કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને વિદેશી વિદ્વાન ડૉ. પીટરસને “જ્ઞાનનો મહાસાગર' કહ્યા છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય એ ગુજરાતી ભાષાની ઊગતી ઉષાના પ્રથમ અશ્વાર હતા જેમણે વિશ્વના વિશાળ ફલક પર ગુજરાતી ભાષાવ્યાકરણને સોપાન શ્રેણીના પ્રથમ પગથિયાં પર મૂકી. તેમની શ્રુતસાધના અનુપમ હતી. તેમની શ્રુતસાધના-પ્રભાવનામાં મા સરસ્વતીની વંદના, વિષયનું વૈવિધ્ય, ધ્યાનાકર્ષક, કુતુહલ જગાડનાર અને આશ્ચર્યકારક લાગે છે. યુદ્ધશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર ઇત્યાદિ શાસ્ત્રો, યંત્ર-મંત્ર-તંત્ર જેવી માંત્રિક તેમજ રત્ન વિદ્યા જેવી અનેક વિદ્યાઓનું અગાધજ્ઞાન તેમણે રચેલા ન્યાય, કોશ, યોગ, કાવ્ય, છંદ, અલંકાર, વ્યાકરણ, પુરાણ ઈત્યાદિમાં અખૂટ ભંડાર સ્વરૂપે વિદ્યમાન થાય છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ એમ ત્રણે ભાષાઓમાં તેમણે રચનાઓ કરી છે. તેથીયે વિશેષ આ ત્રણેય ભાષામાં શબ્દકોશ અને વ્યાકરણ રચીને બીજા અભ્યાસીઓ માટેનો માર્ગ સરળ બનાવી આપ્યો છે. આ ત્રણેય ભાષાઓ પર તેમનું પ્રભુત્વ અનન્ય હતું. પાંડિત્યપૂર્ણ ગ્રંથોની રચના કરી, તેથી જ તેઓ મહાન સર્જક -સંગ્રાહક અને સંયોજકપણ હતા. ધૂમકેતુએ તેમને સદાકાળના ‘મહાપુરષ' કહ્યા છે; શ્રી કનૈયાલાલ મુનશી તેમની ઓળખ ગુજરાતના ‘શિરોમણિ અને જ્યોતિર્ધર” તરીકે આપી છે. પંડિત બેચરદાસ દોશી તેમને જીવંત શબ્દકોશ’ કહીને નવાજે છે. ૧૦૪ ૧૦૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) શ્રી હેમચંદ્રાચાર્યની રચનાઓમાં સ્વ-મૌલિકતા, સિદ્ધરાજના સોલંકી યુગની ગરિમા, ચાલુક્યવંશીની કીર્તિગાથા, કુમારપાળ રાજાની સંસ્કારપ્રિયતા અને તેમની અપાર સરસ્વતી વંદના દષ્ટિગોચર થયો. બીજી તરફ સાહિત્ય-વ્યાકરણ, દર્શન-વિચારની સાથે તર્કશાસ્ત્રનો પ્રસાર જોવા મળે છે. એમનું એક સર્જન એક જ્ઞાનભંડાર સ્વરૂપ છે. એક-એક કૃતિ અગાધ છે. જીવનના દરેકેદરેક શાસ્ત્રોના તેઓ જ્ઞાતા હતા તેથી તેમણે તેમની રચનાઓમાં બધા જ શાસ્ત્રોનો નિચોડ તાણાવાણાની જેમ ગૂંથીને ગ્રંથોના વિપુલ સંપુટનું સર્જન કર્યું છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો સમય જ્ઞાનોપાસક સોલંકી રાજવી સિદ્ધરાજ અને સંસ્કારપ્રિય કુમારપાળ મહારાજાનો સમય. બંને રાજાના શ્રેયાર્થે તેમણે અદ્ભુત અલૌકિક રચનાઓનું સર્જન કર્યું હતું. તેમના શિષ્ય સમુદાયમાં રામચંદ્ર, ગુણચંદ્ર અને મહેન્દ્ર જેવા વિદ્વાનો હતા. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનાં સર્જનો : ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન' - વ્યાકરણ, દ્રવ્યાશ્રય (કુમારપાળ ચરિત), મહાકાવ્ય અને ત્રિષષ્ટિશલાકા પુરષચરિત જેવા વિશાળકાય ગ્રંથો શ્રી હેમચંદ્રાચાર્યના પ્રતિભા સ્તંભો જેવા છે. સિદ્ધહેમ શબ્દાનુશાસનની વિષય ગોઠવણી અને પરિભાષાને કારણે Mr. E kelihorn એને The best grammar of the Indian middle ages' કહે છે. વિક્રમ સંવત ૧૧૯૩માં સિદ્ધરાજે શ્રી હેમચંદ્રાચાર્યને વ્યાકરણ લખવાનું સોંપ્યું. પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું નોંધપાત્ર વ્યાકરણ એટલે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન' ગણાય છે. આમાં ગુજરાતી સાહિત્યની સોનેરી પરોઢની ઉષા ઊગતી ભાસે છે. આના આઠ અધ્યાય છે. તેની કુલ સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. સંસ્કૃત વ્યાકરણના ૩૫૬૬ સૂત્રો છે. બાકીના પ્રાકૃત વ્યાકરણના સૂત્રો છે. જેમ પાણિનિએ ‘અધ્યાયી વ્યાકરણમાં વૈદિક વ્યાકરણ પ્રયોજ્યું છે તેમ શ્રી હેમચંદ્રાચર્યએ આ ગ્રંથના આઠમાં અધ્યયાયમાં પ્રાકૃત, અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ પ્રયોજ્યું છે. સાથોસાથ મહારાષ્ટ્રીયન, માગધી, શૌરસેની, પૈશાચિ, મૂલિકા પૈશાચી અને અપભ્રંશ એમ છે ભાષાઓની ચર્ચા કરી છે. આ ગ્રંથ જેવું વ્યાકરણ એ પછી આજ સુધી લખાયું નથી. સિદ્ધહેમ શબ્દાનુશાસનના એક સ્વતંત્ર વિભાગ તરીકે હમલિંગશાસન’ છે. તેની રચના આઠ અધ્યાયમાં ૭૬૩ સૂત્રોમાં કરી છે. આ ગ્રંથ દ્વારા અભ્યાસીઓને લિંગ વિજ્ઞાનનું જ્ઞાન મળે છે. - ૧૦૫ - સર્જકની વિચારસૃષ્ટિ) વ્યાકરણ પછી શ્રી હેમચંદ્રાચાર્યની દષ્ટિ ગુજરાતીના જ્ઞાનદીપકને પ્રચલિત કરવા માગતા જ્ઞાનકોશો તરફ ગઈ. તેમણે અભિધાન ચિંતામણિ અનેકાર્થ સંગ્રહ એ નિઘંટુશેષ એમ ત્રણ સંસ્કૃત કોશોની રચના કરી. ‘અભિધાન ચિંતામણિ'ની કુલ શ્લોકસંખ્યા ૧૫૪૧ છે, પરંતુ ટીકાસહિત તેની શ્લોકસંખ્યા ૧૦,૦૦૦ની થાય છે. આ કોશમાં પર્યાયવાચી શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ‘અનેકાર્થ સંગ્રહની શ્લોકસંખ્યા ૧૮૨૯ છે. તેમાં એક શબ્દના અનેક અર્થોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘નિઘંટુશેષ’ના છ કાંડ છે. શ્લોકસંખ્ય ૩૯૬ છે અને તેમાં વૈદકશાસ્ત્રને માટે ઉપયોગી વનસ્પતિ કોશ છે. પ્રાકૃતમાં તેમણે 'દેશીના માળા'ની રચના કરી છે, તેમાં કુલ ૭૮૩ ગાથા છે. ત્યાર બાદ તેમણે ‘કાવ્યાનુશાસન'ની રચના કરી છે. તેના મુખ્ય ત્રણ ભાગ છે. (૧) સૂત્ર, (૨) વ્યાખ્યા અને (૩) વૃત્તિ. આમાં આઠ અધ્યાય છે અને કુલ ૨૦૮ સૂત્રો છે. આ સૂત્રોની વ્યાખ્યા કરનારી ચર્ચા “અલંકાર ચૂડામણિ'ને નામે પ્રસિદ્ધ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિ છે. સંસ્કૃત અને પ્રાકૃત 'દયા શ્રય'. આ ગુજરાતી અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે, જેમાં તેમણે ગુજરાતી ભાષા, સંસ્કારિતા અને અસ્મિતાનો ત્રિવેણીસંગમ નિરુપ્યો છે. આમાં કુમારપાળ મહારાજાના જીવનની કેટલીક ઘટનાઓનો આધાર લેવામાં આવ્યો છે. તેથી તેનું ઉપનામ 'કુમારપાળચરિત’ છે. તેમાંઆઠ સર્ગ છે અને ૭૪૭ ગાથા છે. ‘પ્રમાણ મીમાંસા' એ પાંચ અધ્યાયોનો ગ્રંથ છે. તેમાં પ્રમાણ લક્ષણ, પ્રમાણ વિભાગ, પરીક્ષણ લક્ષણ, પારાર્ધાનુમાન, હેત્વાભાવ, વાદલક્ષણો ઇત્યાદિની ચર્ચા કરવામાં આવી છે. ‘યોગશાસ્ત્ર' બે વિભાગમાં વહેંચાયેલો છે. (૧) ૧થી ૪ પ્રકરણમાં ગ્રહસ્થને ઉપયોગી એવા ધર્મનો ઉપદેશ. (૨) પથી ૧૨ પ્રકરણમાં પ્રાણાયામ આદિ યોગના વિષયનો નિર્દેશ છે. શ્લોકસંખ્યા ૧૦૧૩ પ્રમાણ છે. ‘અયોગ-વ્યવચ્છેદિક દ્ધાત્રિશિકા’ અને ‘અન્યયોગ વ્યરચ્છેદઢાત્રિસિંકર નામની ૩૨ શ્લોકવાળી દ્રાવિંશિકા લખી છે. ૩૧ શ્લોક ઉપમતિ છંદમાં અને ૩૨મો શ્લોક શિખરિણી છંદ છે. આ બંને ત્રિશીઓ તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે એમનું વીતરાગ સ્તોત્ર' ૧૮૮ શ્લોકનું અનુષ્કાર છંદમાં રચાયેલું ભક્તિભાવથી ઉછળતું સ્તોત્ર છે. તેમનું ‘સકલાહિત્ સ્તોત્ર' ૩૫ શ્લોક પ્રમાણવાળું છે. ૧૦૬. Page #55 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) તર્કપરાંત ઘણી કૃતિઓ તેમના નામે છે, પણ આજે ઉપલબ્ધિ નથી, જેવી કે પ્રમાણશાસ્ત્ર, અનેકાર્થશેષ, શેષસંગ્રહનામમાલા, સપ્તસંઘાત મહાકાવ્ય. ત્રિષષ્ટિશલાકાપુરષચરિત કુમારપાળ મહારાજાની વિનંતી સ્વીકારીને મહાભારત અને પુરાણોની બરાબરી કરી શકે તેવા મહાકાવ્યનું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ સર્જન કર્યું છે. આ મહાકાવ્ય એટલે "ત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત'. આ ગ્રંથમાં તેમણે દર્શાવ્યું છે કે યોગશાસ્ત્ર જેવા ગ્રંથો પોતાના માટે છે. શબ્દાનુશાસન જેવા ગ્રંથો સિદ્ધરાજ માટે છે તેમ આ ગ્રંથ ‘લોક’ માટે છે. સામાન્ય માનવી પણ કાવ્યનો અભ્યાસ કરી તેનો આસ્વાદ માણી શકે તે તેમના સર્જનનો હેતુ છે. આ કાવ્યની રચના અનુરુપ છંદમાં દસ પર્વોમાં ૩૬,૦૦૦થી વધુ શ્લોકોથી કરવામાં આવી છે. - ત્રિષષ્ટિ એટલે ૬૩. ૬૩ શલાકા પુરુષ કોને કહેવાય ? ૬૩ શલાકા પુરુષ એટલે જે મહાપુરુષોના મોક્ષ વિશે હવે સંદેહ નથી એવા પ્રભાવક પુરુષોને શલાકા પુરપ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શ્રી ઋષભદેવથી લઈને શ્રી મહાવીરસ્વામી સુધીના ૨૪ (ચોવીસ) તીર્થંકર + ૧૨ ચક્રવર્તી + ૯ વાસુદેવ + ૯ બળદેવ + ૯ પ્રતિવાસુદેવ = ૬૩ શલાકા પુરુષ. ૨૪ તીર્થંકર : (૧) ઋષભદેવ (૨) અજીતનાથ (૩) સંભવનાથ (૪) અભિનંદનસ્વામી (૫) સુમતિનાથ (૬) પદ્મપ્રભુ (૭) સુપાર્શ્વનાથ (૮) ચંદ્રપ્રભુ (૯) સુવિધિનાથ (૧૦) શીતલનાથ (૧૧) શ્રેયાંસનાથ (૧૨) વાસુપૂજ્ય (૧૩) વિમલનાથ (૧૪) અનંતનાથ (૧૫) ધર્મનાથ (૧૬) શાંતિનાથ (૧૭) કુંજાનાથ (૧૮) અરનાથ (૧૯) મલ્લીનાથ (૨૦) મુનિસુવ્રત (૨૧) નમિનાથ (૨૨) નેમનાથ (૨૩) પાર્શ્વનાથ (૨૪) મહાવીરસ્વામી. ૧૨ ચક્રવર્તી : (૧)ભરત ચક્રવર્તી (૨) સગર (૩) મધવા (૪) સનતકુમાર (૫) શાંતિનાથ (૬) કુંથુનાથ (૭) અરનાથ (૮) સુભમ (૯) પદ્ય (૧૦) હરિણ (૧૧) જય (૧૨) બ્રહ્મદત્ત. આ બાર ચક્રવર્તીમાંથી ત્રીજા મધવા, ચોથા સનતકુમાર, ત્રીજા દેવલોકમાં, આઠમા સુભમ તથા બારમા બ્રહ્મદત્ત સાતમી નરકે જઈ મોક્ષને જશે અને બાકીના આઠ સીધા મોક્ષે સીધાવ્યા. વાસુદેવ નર્કથી નીકળી પછી મોક્ષે જશે. નવ વાસુદેવ : (૧) ત્રિપૂટ (૨) દ્વિપૃષ્ઠ (૩) સ્વયંભૂ (૪) પુરુષોત્તમ સર્જકની વિચારસૃષ્ટિ) (૫) પુરુષસિંહ (૬) પુરુપુંડરિક (૭) દત્ત (૮) લક્ષ્મણ (૯) કૃષ્ણ. આ વાસુદેવો ત્રણ ખંડને જીતનારા તથા ચક્રવર્તી કરતાં અડધા બળવાળા હોય છે. દરેક વાસુદેવના મોટા ભાઈને બળદેવ કહેવામાં આવે છે. બળદેવ અને વાસુદેવના પિતા એક અને માતા જુદી જુદી હોય છે. ૯. બળદેવ : (૧) અચલ (૨) વિજય (૩) ભદ્ર (૪) સુપ્રભ (૫) સુદર્શન (૬) અનંદન (૭) નંદન (૮) યક્ષ-રામચંદ્ર (૯) બળભદ્ર. તેઓમાંના પ્રથમ આઠ મોક્ષે ગયા અને નવમાં દેવલોકમાં ગયા. નવ વાસુદેવોના સમયમાં નવ પ્રતિવાસુદેવો પણ થાય. પ્રતિવાદેવ : (૧) અથગ્રીવ (૨) તારક (૩) મેરક (૪) મધુ (૫) નિપકુંભ (૬) બલિ (૭) પ્રલાદ (૮) રાવણ (૯) જરાસંઘ. પતિવાસુદેવો પાસે એક ચક્ર હોય છે અને તે જ ચર્થી વાસુદેવો તેઓને મારે છે અને તેઓએ જીતેલા ત્રણ ખંડના વસુદેવો માલિક બને છે. પ્રતિ વાસુદેવો પણ નરકગામી થાય છે અને ભવાંતરમાં મોક્ષે ચોક્કસ જાય છે. આ ગ્રંથમાં ૬૩ શલાકા પુરુષના જીવજ્ઞચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત બીજી અનેક નાની-મોટી પૌરાણિક કથાઓ પણ નિરૂપવામાં આવી છે. જે તે શલાકા પુરૂષના સમયનો ઈતિહાસ, ધાર્મિક અને સામાજિક ઉત્સવોનું, રીતરિવાજો, દેશની આર્થિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિ, લોકોની રીતભાતનું ખૂબ જ સુંદર શબ્દચિત્ર દોર્યું છે જે દ્વારા વાચક પોતાના મન:ચક્ષુ સમક્ષ ભાવચિત્ર, છબીચિત્ર ઊભું કરી શકે છે. આ સાથે આ ગ્રંથમાં શલાકા પુરૂષના જૈન કથાનકો, તે સમયની પ્રાચીન કથાઓની સાથે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનું વૈવિધ્ય જોવા મળે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની આ મહાકાવ્ય ઉચ્ચ કોટિની કાવ્યરચના છે. કાવ્યના જે પણ લક્ષણ હોય તે સર્વે આ મહાકાવ્યમાં પૂર્ણતયા વિદ્યમાન છે. આ ગ્રંથ દસ પર્વોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. અહીં દસે પર્વો વિશે વાત કરવી ઘણી મુશ્કેલ છે. કારણ આ ગ્રંથકાવ્ય તો વિશાળ સાગર જેવો છે. ગ્રંથના પ્રથમ પર્વમાં શ્રી ઋષભદેવ અને ભરત ચક્રવર્તીનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. સાથે સાથે બીજી અનેક કથાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં શ્રી ઋષભદેવ પ્રભુના જીવનની જે ઘટનાઓને ગૂંથી લેવામાં આવી છે તે સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે : (૧) શ્રી ઋષભદેવ પ્રભુના પૂર્વ બાર ભવોનું વર્ણન. (૨) પ્રથમ કુલકર શ્રી વિમલવાહનનો પૂર્વભવ. ૧૦૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) (૩) શ્રી ઋષભદેવની માતા મરદેવીને આવેલાં સ્વપ્ન અને તેની ફળશ્રુતિ. (૪) શ્રી ઋષભદેવનો જન્મ અને સૌધર્મેન્દ્રએ દેવો સાથે મનાવેલા જન્મોત્સવનું વર્ણન. (૫) પ્રભુનું નામકરણ, વંશસ્થાપન અને રૂપનું વર્ણન. (૬) સુનંદના સહોદર યુગલિકનું અકાલમૃત્યુ. (૭) પ્રભુનાં લગ્ન અને સંતાન પ્રાપ્તિ. હેમચંદ્રાચાર્યએ પ્રભુના લગ્ન વિશે કહ્યું છે કે – - પ્રવર્તત પરાથર મહતi fદ પ્રવૃતિય: II ૨/૨/૮૮૬) અર્થાત્ શ્રી ઋષભદેવે દ્વાર્ય માટે લોકોમાં વિવાહપ્રથા ચાલુ રહે તે માટે તેમણે પાણિગ્રહણ કર્યું. સુનંદાને સ્વીકારી તેમનું અનાથપણું દૂર કર્યું. (૮) રાજ્યાભિષેક અને કલાઓની શિક્ષા (૯) વૈરાગ્યભાવ પ્રાગટ્યનું વર્ણન (૧૦) મહાભિનિષ્ક્રમણ (૧૧) ઉગ્રતપશ્ચર્યા, ધ્યાન-સાધના. (૧૨) અક્ષયતૃતીયાએ શ્રેયાંસકુમારે ઇક્ષરસના કરાવેલાં પ્રભુનાં પારણાં. (૧૩) કેવળજ્ઞાનની પ્રાપ્તિ - સમવસરણ. હેમચંદ્રાચાર્યજીએ કેવળજ્ઞાનનું વર્ણન કરતાં કહ્યું છે કે.. प्रावर्तत दिशः प्रसेदुरभवन, वायवः सुखदायिनः । नरकाणामपि तदा, क्षण सुखमजायते ॥ અર્થાત્ પ્રભુના કેવળજ્ઞાનના સમયે દિશાઓ પ્રસન્ન થઈ, સુખદાયક હવા લહેરાવવા લાગી અને નરકના જીવોને પણ એક ક્ષણ માટે સુખનો અનુભવ થયો. સમવસરણની રચનાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. (૧૪) મરુદેવી માતાને કેવળજ્ઞાન અને મોક્ષ (૧૫) ચતુર્વિધ સંઘની સ્થાપના (૧૬) ચક્રવર્તી ભરતના દિગ્વિજયનું વિવરણ (૧૭) ભરત-બાહુબલિ યુદ્ધ (૧૮) બાહુબલિની પ્રવજ્યા-કેવળજ્ઞાન. (૧૯) પરિવ્રાજકોની ઉત્પત્તિ સર્જકની વિચારસૃષ્ટિ) (૨૦) બ્રાહ્મણો અને યશોપવીતની શરૂઆત (૨૧) પ્રભુનો ધર્મપરિવાર અને નિર્વાણ ઉત્સવ (૨૨) અષ્ટાપદ તીર્થ” - સિંહનિષદ્યાનું વર્ણન. અહીં તેમણે અષ્ટાપદ અને સિંહનિષદ્યાનું વિગતે વર્ણન કર્યું છે. એના દસમાં અધ્યયનના પ્રારંભે ઉલ્લેખ મળે છે કે જે અષ્ટાપદ પર્વત પર પોતાની આધ્યાત્મિક શક્તિ (લબ્ધિ)થી જે ચઢે તે તીર્થ પર એક રાત્રિ વસે છે તેને તે જ ભવે મુક્તિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સિંહનિષદ્યાનું પણ વર્ણન છે. ચાર, આઠ, દસ, બે એ પ્રમાણેની ૨૪ તીર્થંકરની પ્રતિષ્ઠાના ક્રમનું વર્ણન છે. મહાલક્ષ્મી દેવીનું દશ્યમાન વર્ણન તેમણે કર્યું છે. (૨૩) ભરતને વૈરાગ્ય, કેવલજ્ઞાન અને નિર્વાણ. ઈત્યાદિ વિષયોને લઈને તેમણે પહેલા પર્વમાં વર્ણન કર્યું છે. બાકીના ૬૧ શલાકા પુરુષોનું વર્ણન પણ બીજા પર્વોમાં તેમણે કર્યું છે. હેમચંદ્રાચાર્યએ પોતાની ઉત્તરાવસ્થામાં આવા મહાકાવ્યનું સર્જન કર્યું છે. કાવ્ય અને શબ્દનું વૈવિધ્યની દષ્ટિએ આ મહાકાવ્ય સ્વાધ્યાયને વિપુલ સામગ્રી પૂરી પાડે છે. કવિના મુખેથી આવી છંદોબદ્ધ, આલંકારિક વાણી કેવી અખલિત પ્રવાહિત થતી હશે તેની પ્રતીતિ થયા વિના રહેતી નથી. આ અખંડ મહાકાવ્યમાં જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન અને તે તે સમયની પ્રણાલીનો પરિચય પ્રાપ્ત થાય છે. તેમનું આ સુંદર સર્જન વિશાળ, ગંભીર અને સર્વદર્શી છે. છેલ્લા દસમા પર્વમાં મહાવીર સ્વામીનું ચરિત્ર વિગતે વર્ણવ્યું છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ પછી તેમણે તેર સર્ગમાં પરિશિષ્ટ પર્વની રચના અનુટુપ છંદમાં કુલ ૩૪૫૦ લોકો દ્વારા કરી છે. તેમાં સુધર્મસ્વામી, જંબુસ્વામી ઇત્યાદિનાં જીવનચરિત્રો વર્ણવ્યાં છે. તેમણે આવા વિવિધ વિષયોને લઈને સુંદર ગ્રંથોની ગૂંથણી કરી છે. તેમના માટે જુદા જુદા વિશેષણો જુદા જુદા વિદ્વાનોએ પ્રયોજ્યાં છે, પરંતુ કલિકાલસર્વા જેવું બીજું ઉત્તમ વિશેષણ ન હોય શકે. તમેની રચના ભાવ, ભાવના, ભાષા, ભક્તિથી ભરપૂર ભવ્ય કાવ્ય છે. ૧૦૯ ૧૧૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાનધારા) શ્રી સિદ્ધાર્ષગણ રચિત ઉપમિતિભવપ્રપંચાકથામાં સર્જકની વિચારસૃષ્ટિ - ડૉ. રતનબેન ખીમજી છાડવા મુંબઈસ્થિત ડૉ. રતનબહેને શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘વ્રત વિચાર રાસ’ પર શોધ પ્રબંધ લખી Ph.D. કર્યું છે. લિપિ વાચન અને હસ્તપ્રતોનું સંશોધન તે તેમનો રસનો વિષય છે. “જીવદયા” અને “જૈન પ્રકાશ”ના સંપાદાનકાર્ય સાથે જોડાયેલાં છે. શ્રી સિદ્ધર્ષિગણિનો પરિચય પ્રભાવક જૈનાચાર્યોની પરંપરામાં શ્રી સિદ્ધર્ષિગણિ પ્રકાંડ વિદ્વાન આચાર્ય હતા. તેમનો સમય વિ.સં. ૯૬૨ (ઈ.સ. ૯૦૬) એટલે કે દશમી શતાબ્દી માનવામાં આવે છે. તેમનો જન્મ ગુજરાતમાં આવેલ શ્રીમાલ (ભિલ્લમાલ) નગરમાં થયો હતો. ત્યારે ગુજરાતના રાજા વર્મલાત હતા અને સિદ્ધર્ષિગણિના પિતા મંત્રીપદે હતા. તેમને દત્ત અને શુભંકર નામે બે પુત્રો હતા. દત્તના પુત્રનું નામ માધ હતું. તેઓ ‘શિશુપાલ વધ' મહાકાવ્યના સર્જક માઘકવિ તરીકે પ્રસિદ્ધ થયા તેમ જ શુભંકરના પુત્રનું નામ સિદ્ધ (સિધ્ધર્ષિ) હતું. - સિદ્ધર્ષિની માતાનું નામ લક્ષ્મી તેમ જ પત્નીનું નામ ધન્યા હતું. લક્ષ્મીની રેલમછેલ, રોકટોક વગરનું જીવન તેમને જુગાર જેવા કુવ્યસનની લતે ચડાવી રહ્યા, પરંતુ એકવાર માતાનો ઠપકો મળતાં તેમનું જીવન બદલાઈ ગયું. અઠંગ જુગારીમાંથી તે જૈનમુનિ બની ગયા. દીક્ષા લઈ તેમણે જૈન તેમ જ બૌદ્ધ ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો. તેમની બુદ્ધિ તીવ્ર તેમ જ વિચક્ષણ હતી. તેમની વ્યાખ્યાન શૈલી સરળ અને સચોટ હતી. કુશળ રચનાકાર પણ હતા. તેમણે રચેલ ઉપમિતિભવ પ્રપંચા થા જૈન સાહિત્યનો અજોડ સર્જકની વિચારસૃષ્ટિ) વિદ્યાધર આ ચાર પ્રસિદ્ધ શિષ્યો હતા. નિવૃત્તિથી નિવૃત્તિનચ્છની સ્થાપના થઈ. આ નિવૃત્તિગચ્છમાં સુરાચાર્ય થઈ ગયા. તેમના શિષ્યનું નામગાર્મર્ષિ હતું. આ ગર્ગાર્ષિ સિદ્ધર્ષિગણિના વિદ્યાગુરુ તેમ જ દીક્ષાગુરુ હતા. ઉપમિતિભવ પ્રપંચો કથાની, પ્રશસ્તિમાં સિદ્ધર્ષિગણિએ ધર્મ બોધદાયક ગુરુના રૂપમાં શ્રી હિરભદ્રસૂરિનું સ્મરણ કર્યું છે. તેમણે પોતાની ગુરુપરંપરામાં પ્રથમ સૂરાચાર્યનો ઉલ્લેખ કરી જ્યોતિષ અને નિમિત્તશાસ્ત્રના જાણકાર દેલ્લમહત્તરાચાર્યને દર્શાવ્યા છે. ત્યાર બાદ દુર્ગવામી થઈ ગયા. આ દુર્ગરસ્વામીના દીક્ષાગુર પણ ગર્ગાર્ષિ જ હતા. સિદ્ધર્ષિગણિનું સાહિત્યસર્જનઃ સિદ્ધર્ષિગણિ ધર્મ, દર્શન અને અધ્યાત્મના મહાન વ્યાખ્યાકાર હતા. સિદ્ધહસ્ત લેખક અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. તેમણે ધર્મદાસગપણની ઉપદેશા માળા ઉપર હેયોપાદેયા નામની ટીકા લખી હતી. આ ટીકા હાલ પણ ઉપલબ્ધ છે. તેમની બીજી કૃતિ ઉપમિતિભવ પ્રપંચાકથા સાહિત્ય જગતની શ્રેષ્ઠ કૃતિ છે. તેમણે પોતાના ગુરભાતા દાક્ષિણ્યચંદ્રની (કુવલયમાલા કથાના રચનાકાર) પ્રેરણાથી આ કૃતિની રચના કરી હતી. ઉપમિતિભવ પ્રપંચાકથા : આ સંસ્કૃત ગ્રંથ ગદ્ય અને પદ્યમાં રચાયેલો છે. તેમાં લગભગ સોળ હજાર શ્લોક છે. મુખ્યપણે ધર્મકથાનુયોગમાં આ ગ્રંથ રચાયેલ હોવા છતાં તેમાં ચારે અનુયોગોનો સુમેળ જોવા મળે છે. આ કથામાં ન્યાય, દર્શન, આયુર્વેદ, જ્યોતિષશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, ધાતુવિદ્યા, વ્યાપાર, યુદ્ધનીતિ આદિ વિવિધ વિષયોનું વર્ણન છે. આ કથાના આઠ પ્રસ્તાવ છે (વિભાગ) છે. પ્રથમ પ્રસ્તાવ વિષયની ભૂમિકારૂપે છે. બીજા પ્રસ્તાવમાં કર્મ, જીવ અને સંસારની અવસ્થાઓનું રૂપક રૂપે વર્ણન છે. ત્રીજા પ્રસ્તાવમાં ક્રોધ, વિષયાસક્તિની પરિણતિ કથાના માધ્યમથી સમજાવી છે. ચોથા પ્રસ્તાવમાં પોતાના પ્રતિપાદ્ય વિષયનું વિસ્તારથી વર્ણન છે અને અનેક અવાન્તર કથાઓ છે. જોકે આઠમાંથી ચાર પ્રસ્તાવ મહત્ત્વના છે. તેમાં પણ ચોથો પ્રસ્તાવ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ ‘ઉપમિતિભવ પ્રપંચા કથા' ગ્રંથ સં. ૯૬૨ના જેઠ, સુદિ પાંચમ ને ગુરૂવારે પુનર્વસુ નક્ષત્રમાં પૂર્ણ થયો હતો. તેનું વાંચન ભિન્નમાલ નગરમાં થયું હતું. આ ગ્રંથની શુદ્ધ નકલ (પ્રતિ નકલ) ‘ગણા’ નામની સાધ્વીએ તૈયારી કરી હતી જે દુર્ગવામીની શિષ્યા હતી. ઉપશમભાવથી ભરેલી આ કથા સાંભળી જૈન સંઘે તેમને સિદ્ધ વ્યાખ્યાતાની પદવી આપી હતી. ૧૧૨ – ગ્રંથ છે. ગુરુપરંપરા : ‘પ્રભાવક ચરિત્ર’ અનુસાર જૈનાચાર્ય સિદ્ધર્ષિગણિ વજસ્વામીની પરંપરાના છે. વજસ્વામીના શિષ્ય વજસેન હતા. તેમના નાગેન્દ્ર, નિવૃત્તિ, ચન્દ્ર અને = ૧૧૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ “શ્રી જૈન ધર્મપ્રકાશ' માસિકમાં હપ્ત-હપ્ત સં. ૧૯૫૬ના જેઠથી સં. ૧૯૫૯ના ફાગણ સુધી પ્રગટ થયો હતો. પ્રથમ ત્રણ વિભાગ (પ્રસ્તાવો)નું ભાષાંતર સં. ૧૯૭૭માં અને તેની બીજી આવૃત્તિ સં. ૧૯૮૧માં બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદ ચોથા અને પાંચમા પ્રસ્તાવનું ભાષાંતર સં. ૧૯૮૦માં કરવામાં આવ્યું હતું. બાકીના ત્રણ પ્રસ્તાવનું ગુજરાતી ભાષાંતર સં. ૧૯૮૨માં થયું હતું. આ ગ્રંથ ફક્ત અરેબિયન નાઈટ્સ કે રોબિન્સન દુજો જેવો કથાગ્રંથ નથી. રઘુ, માઘ કે કિરાત જેવું કાવ્ય નથી. એ માત્ર રૂપકકથા નથી કે ન્યાયનો ગ્રંથ નથી. એ અમુક નથી કે તે નથી એમ કહેવા કરતાં તે સર્વસ્વ છે. ગ્રંથના સંદર્ભે સર્જકની વિચારસૃષ્ટિ : જૈન લેખક કે જૈનાચાર્યો માત્ર લખવા ખાતર કે જન-મનોરંજન માટે લખતા નથી. આ ઉક્તિ અનુસાર શ્રી સિદ્ધર્ષિગણિનો પણ આ ગ્રંથની રચના કરવા પાછળ ખાસ આશય, હેતુ હતો. આ મહાન ગ્રંથની રચનાના સંદર્ભે તેમની વિચારસૃષ્ટિના અનેક પાસાંઓનું દિગ્દર્શન એમના ગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે જે નીચે મુજબ છે. ૧. ગ્રંથ પ્રયોજન - ગ્રંથકર્તાને ધર્મબોધકાર પાસેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે, પરંતુ ભવિષ્યમાં પણ તે ખૂબ મળ્યા કરે, તેના ઉપાય માટે પોતાની સદ્દબુદ્ધિ સાથે વિચારણા કરતા તેમને જણાયું કે આપેલ વસ્તુ ભવિષ્યમાં સારી રીતે મળે છે. આથી તેમણે નક્કી કર્યું કે, હવે જે કોઈ મારી પાસે આવશે તેને દાનમાં આ ત્રણ વસ્તુ આપશે. પરંતુ કોઈ પણ લેવા આવતું નથી, કારણકે લોકો તેમની જાત તરફ નજર કરે છે, તેમની યોગ્યતા જોયા કરે છે. ગ્રંથકર્તાને તો પરોપકાર કરવો હતો અને તે દ્વારા પોતાનો મહાસ્વાર્થ (પરમાર્થ) સાધવો હતો. આથી તેઓ ભગવાન મહાવીરના મતના સારભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે સર્વ લોકોને બતાવવા માગતા હતા, તેથી તેના જાણવા યોગ્ય, શ્રદ્ધા કરવા યોગ્ય અને આદરવા યોગ્ય અર્થની એક ગ્રંથના આકારમાં રચના કરી. જૈન શાસનના ભવ્ય જીવો સમક્ષ આ ગ્રંથ ખુલ્લો મૂકવાથી તેમાં રહેલાં જ્ઞાનાદિ સર્વ જીવોને ગ્રહણ કરવા યોગ્ય થશે, ઉપયોગી થશે. સર્વ જીવોમાંથી એકને પણ તે ભાવપૂર્વક પરિણમશે તો સર્વ પ્રયત્ન સફળ થયા એમ માનીને ગ્રંથકર્તાએ આ ગ્રંથની રચના કરી છે જેમાં આખા સંસારના ' ૧૧૩ સર્જકની વિચારસૃષ્ટિ પ્રપંચનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું છે. ૨. કથાનુયોગનો આશ્રય : સંસારરસિક મોહાસક્ત મુગ્ધ પ્રાણીઓનાં મનમાં શરૂઆતમાં ધર્મ પ્રત્યે રુચિ હોતી નથી, આકર્ષણ હોતું નથી ત્યારે કામ અને અર્થ સંબંધી વાતો કરીને તેઓનાં મનનું પરિવર્તન કરી શકાય એ વાત કર્યા બરાબર સમજતા હતા. તેમને માનસ સ્વભાવનો સારો અનુભવ હતો. તેઓ જાણતા હતા કે પ્રથમ વખત સાધુ સમીપે આવનારને એકદમ ધર્મની, ત્યાગની, સંવરની વાતો કરવામાં આવે તો તે બીજે દિવસે ગુરુ પાસે આવતો જ અટકી જાય. આથી તેમણે કથાનુયોગનો આશ્રય લઈ ધર્મ, અર્થ અને કામ આ ત્રણે વર્ગના ઉપાદનનો સંબંધ આવતો હોય એવી સંકીર્ણ કથા દ્વારા યુક્તિપૂર્વક મનુષ્યની માનસસ્થિતિ સમજી-કરી આડકતરી પદ્ધતિથી ઉપદેશ આપવાનો સહારો લીધો છે. ૩. ગ્રંથનું નામકરણ : ગ્રંથકર્તાએ આ ગ્રંથનું નામ ઉપમિતિભવ પ્રપંચાકથા રાખ્યું છે. કારણકે 'જીવ' એટલે સંસાર. ‘ભવ’ શબ્દ ‘ભૂ ધાતુ પરથી આવ્યો છે. તેમાં હોવાપણાનો ભાવ રહેલો છે. આપણી ચારે બાજુ, દૂર-નજીક જે જોઈએ તે આખો સંસાર છે, ભવ છે. એમાં પ્રાણીઓનું જીવન, એના અંતરંગ અને બહારના ભાવો, વસ્તુ સાથેનો સંબંધ, તેનું તાદાભ્ય, તેનો વિરહ વગેરે સ્થળ તેમ જ સૂક્ષ્મ ભાવો, બનાવો, ગમનાગમન આદિ સર્વનો સમાવેશ સંસાર-ભવમાં થાય છે. પ્રપંચ એટલે વિસ્તાર અથવા તો ઠગાઈ, ફસાવટ. અહીં સંસારનો ફેલાવો કેવી રીતે અને શા માટે થયેલો છે, એવો ભાવ છે. જ્યારે ઉપમિતિનો અર્થ ઉપમાન થાય છે. જેનો અર્થ સરખાપણાના જ્ઞાનનું સાધન થાય છે. સંસારના વિસ્તારના સરખાપણાનું જ્ઞાન જેનાથી થાય તેવી કથા. આ કથામાં ચતુતિરૂપ સંસારનો વિસ્તાર ઉપમા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તેથી આ ગ્રંથનું નામ યથાર્થ લેખાય. ૪. ગ્રંથ-વિષય વિમર્શ - કર્તાનો કથા દ્વારા સંસાર-વિસ્તાર બતાવવાનો હેતુ સ્પષ્ટ છે. ફક્ત વાતો કરવામાં આવે, ઇન્દ્રિયોનાં નામો કે ક્રોધાયમાન માયાનું સ્વરૂપ કહેવામાં આવે તો લોકોને એ વધારે અસર કરતું નથી, કારણકે એવી વૈરાગ્યની વાતો તો તેઓ ઘણી વાર સાંભળ્યા કરતા હોય છે. કોઈ નવીન પદ્ધતિથી આ વાત કરાય તો લોકો ખરી - ૧૧૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ 58 L જ્ઞાનધારા હૈ. વસ્તુસ્થિતિ સમજે એવું આત્મમંથન કર્તાને થયું હશે. તેમણ ચારે તરફ અવલોકન કર્યું હશે ત્યારે તેમને થયું કે ચારેબાજુ ચારિત્રરાજ અને મોહરાજાની લડાઈ દરરોજ ચાલ્યા કરે છે. વ્યક્તિગત શક્તિના આવિર્ભાવ પ્રમાણે બેમાંથી એક પક્ષની હાર-જીત થાય છે અને કર્મરાજ પણ કાળ પરિપક્વ થતાં શુભ-અશુભ વિપાક આપે છે. અચિંત્ય શક્તિવાળા આત્માનો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. એનું વ્યક્તિત્વ સિદ્ધાંતમાં જ રહી ગયું છે, પણ વસ્તુતઃ એ શોધ્યું જડતું નથી. આવા વિચારના પરિણામે એમણે પોતાના મંતવ્યો, અનુભવો અને આદર્શો પુસ્તકાકારે મૂકવાનો વિચાર કર્યો હોય એમ જણાય છે. આથી રૂપકથા દ્વારા આખા સંસારનો વિસ્તાર સમસ્ત જન-સમાજની સમજમાં આવે એ પદ્ધતિથી રચવાનો વિચાર કર્યો હશે તેમાં ભવપ્રપંચ ઉપમેય છે અને કથા, અવાંતરકથાઓ, તેનાં પાત્રો, સ્થાનો ઉપમાન સ્થાને છે. ૫. નવીન શૈલીનો પ્રયોગ (ઉપનયન સંસ્કાર) : કર્તાને તદ્દન નવીન શૈલી આદરવી હતી. એટલે શ્રોતાને એક પ્રકારે ઉપનયન સંસ્કાર કરાવ્યા. ‘ની’ ધાતુને ‘ઉપ’ ઉપસર્ગ લાગવાથી ‘ઉપનય’ શબ્દ બને છે. એનો અર્થ પાસે લાવવું એવો થાય. બીજો અર્થ ઉપનયન સંસ્કાર પણ થાય છે. ‘ઉપનયન’ એટલે મૂળ વસ્તુની વધારે નજીક જવું, વસ્તુનું ઊંડાણથી વિચારવું. જેમ ઉપનયન સંસ્કારથી ધર્મનો જન્મ થાય છે અને જીવ ધર્મની નજીક આવે છે તેમ ઉપનય દ્વારા વસ્તુના અંતરના જ્ઞાનથી સંસારી જીવ વાર્તાનું રહસ્ય સમજે છે એ હેતુથી કર્તા એ સંસ્કાર કરાવવા માટે ઉપોદ્ઘાતરૂપે પોતાનું ચરિત્ર કહી સંભળાવે છે તેમ જ પ્રત્યેક શબ્દનો રહસ્યાર્થ બતાવે છે. આખી કથા સંકેતરૂ૫ આલેખી હોવાથી એ સંકતેને પ્રથમથી જણાવવાની જરૂર હોવાથી પ્રથમ પ્રસ્તાવમાં પોતાનું ચરિત્ર આપી નવીન શૈલી દ્વારા આખી સંસારલીલાનું દર્શન કરાવ્યું છે. ૬. કથા-કથનની મૌલિકતા ઃ કર્તાએ વાર્તા કહેવાની પદ્ધતિમાં મૌલિકતા લાવવા માટે એક અદ્ભુત કથા ઊભી કરી છે. છ ખંડ સાધનાર મહાન ચક્રવર્તીને રસ્તા પર જતો કલ્પીને તેને ફાંસીએ ચડાવવા લઈ જવાતો બતાવી તેના મુખે આખી વાર્તા કહેવડાવી છે. જોકે તે સમયના ગ્રંથોમાં વાર્તાકથનની આ પદ્ધતિ પ્રચલિત હતી. માણકવિએ આખી કાદંબરીની કથા પોપટના મુખમાં મૂકી ત્યારે કર્તાએ આખી કથા એક વધ્યસ્થાનકે લઈ જવાતા સંસારી જીવના મુખમાં મૂકી છે. વાસ્તવિક રીતે એ મહાન ચક્રવર્તી છે તે બાબત આગળ સ્પષ્ટ થાય ૧૧૫ wee છે. અનેક ભવની કથાનું ચિત્ર તો તેની પાસે મોજૂદ હતું અને કર્તાનો વિષય આખો સંસાર હતો એટલે પોતાની રૂપક કથાને અનુકૂળ થાય તેવી યોજના માટે તેમણે કેટલીક વાતો સંસારી જીવે જે અનુભવી તે કહી અને કેટલીક તેણે સાંભળી તે કહી. આમ કથામાં કથા અને તેમાં પણ અવાંતર કથાઓ મૂકી હોવા છતાં કોઈ પણ જગાએ જરા પણ અસ્ત-વ્યસ્તતા થવા દીધી નથી. ૭. કથાગ્રંથ-તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ : ક્લાની નજરે આ ગ્રંથ રૂપકકથા, મહાકાવ્ય છે તો અધ્યાત્મની નજરે તત્ત્વજ્ઞાનનો ગ્રંથ દર્શાવવા ગ્રંથકર્તાએ આ કથાના પ્રત્યેક વાક્યમાં તત્ત્વજ્ઞાન મૂક્યું છે અને ખૂબી એ છે કે શ્રોતામાં કે વાચકમાં આવડત હોય તેટલું એ તત્ત્વજ્ઞાનામૃતનું પાન કરે નહિ તો અદ્ભુત વાર્તાનું રસપાન તો કરે જ. કથાના પાત્રોની પ્રત્યેક ચર્ચા તત્ત્વજ્ઞાનથી ભરેલી વાર્તા છે. થાના મુખ્ય મુખ્ય વિષયો નીચે મુજબ છે, પણ અંદરના વિષયોનો તો પાર નથી. આત્માનો વિકાસક્રમ :- જૈનદર્શનના અભિપ્રાય અનુસાર સંસારી જીવનું ચરિત્ર એટલે આત્માનો વિકાસક્રમ. પ્રથમ સંસારીજીવ અવ્યવહારરાશિમાં હોય છે, ત્યાંથી અકામ નિર્જરાના કારણે વ્યવહારરાશિમાં આવે. ત્યાર બાદ એકેન્દ્રિય. આદિમાં ફૂટાતો કૂટાતો પંચેન્દ્રિય તિર્યંચમાં આવે. ત્યાર ભાદ પુણ્યોદયે મનુષ્યગતિ-દેવગતિ મળે, પરંતુ જો પાપ કરે તો નરકગતિમાં જાય. આવી રીતે ચારેગતિમાં રખડચા કરે છે પણ જો વિવેકજ્ઞાન થાય, સ્વમાં ઉતરે અને પરને દૂર કરે તો મોક્ષગતિ પણ પ્રાપ્ત કરી શકે છે. આમ આખા વિકાસમાર્ગોને આ ગ્રંથમાં બતાવવાનો કર્તાનો આશય હતો. કર્મસિદ્ધાંત :- આઠે કર્મ સંસારમાં રખડાવનારાં છે અને એ સર્વમાં રાજાના સ્થાને મોહનીય કર્મ છે. આ કર્મો કેવી રીતે કામ કરે છે અને પ્રાણીઓને એના સ્વભાવધર્મમાં કેવી રીતે જવા દેતા નથી અને જાય તો કેવા પ્રયત્નોથી પાછા ખેંચી જાય છે, આ સર્વ બાબત પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા કર્મની ચર્ચા વિસ્તૃતરૂપે કરવાનો આશય કર્તાનો હોવો જોઈએ. પુણ્ય અને પાપનું ફળ ઃ સંસારમાં ઘણી વખત અતિદુર્જન માણસો સુખી હોય છે અને સજ્જન માણસો દુ:ખી હોય છે. એ વાતનો પ્રકટ ખુલાસો કરવા ગ્રંથકર્તાએ કર્મપરિણામ મહારાજાને રાજાધિરાજના સ્થાનકે બતાવી તેના સેનાપતિ તરીકે પુણ્ય અને પાપ દર્શાવી તેમનું કાર્ય બહુ વિસ્તારથી દર્શાવ્યું છે. આત્માનો પરભવગમન ઃ સંસારી જીવનાં ગમનાગમન દ્વારા પૂર્વકૃત કર્મનો ૧૧૬ 58 R Page #60 -------------------------------------------------------------------------- ________________ 59 L ܞ “ં જ્ઞાનધારા) સિદ્ધાંત જેટલો ઉપયોગી છે તેટલો જ પરભવમાં આત્માનું ગમન ઉપયોગી છે અને એ માનવાથી કૃતનાશ અને અદ્ભુત અભ્યાગમ નામનાં બે દૂષણો દૂર થઈ જાય છે તેનું વિવરણ આખી કથામાં કર્તાએ કુશળતાથી દર્શાવ્યું છે. પાંચ સમવાયી કારણો :- કોઈ પણ કાર્ય થવા માટે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ આ પાંચ સમવાયી કારણો જરૂરી છે. અમુક વસ્તુ થવાનો સમય પાકવો જોઈએ, એમ થવાનો એનો સ્વભાવ હોવો જોઈએ, એમ થવું સંભવિત હોવું જોઈએ, તઘોગ્ય પૂર્વક્રિયા થયેલી હોવી જોઈએ અને તેને માટે પ્રયત્ન હોવો જોઈએ. આ પાંચ સમવાયી કારણોને બહુ યુક્તિપૂર્વક આખા ગ્રંથમાં કથારૂપે ગૂંથી લીધા છે જે કર્તાની કલા બતાવે છે. -- સર્વવિરતિપણાનો ઉપદેશ ઃ- સર્વવિરતિની મુખ્યતા બતાવવા માટે જ્યારે જ્યારે ઉપદેશ અપવાનો પ્રસંગ આવે છે ત્યારે ચરણકરણાનુયોગને અંગે પ્રથમ સર્વવિરતિપણાનો ઉપદેશ કર્તાએ આપ્યો છે. ત્યાર પછી તેમાં જેની અશક્તિ હોય તેને માટે ગૃહસ્થધર્મ (દેશવિરતિ) બતાવ્યો છે. ૮. સંસાર અને નાટક : સંસાર એક નાટક છે. એમાં રમનારાં પાત્રો સાથેનો આપણો સંબંધ કેવો છે ? આપણે પોતે એ નાટકમાં કેટલો અને કેવો ભાગ ભજવી રહ્યા છીએ ? આ આખું નાટક સિનેમાની ફિલ્મની માફ્ક પસાર થાય છે, પણ તેમાં આપણને જો ભાગ ભજવતાં આવડે અને થોડો તટસ્થભાવ અનુભવાય તો સંસારચિત્રમાં એક સાધારણ પરિસ્થિતિ અનુભવી એનાથી દૂરની દશા પ્રાપ્ત કરવાનું મન થાય. તેથી ગ્રંથકર્તાએ આ સંસારનાટકને શબ્દચિત્રમાં ઉતારવાનું સાહસ ખેડચું છે જેથી સંસારી જીવને સ્વ-પરની સાચી ઓળખ થાય અને આત્મપરિણતિ નિર્મળ બને. ૯. સમયની સંક્ષિપ્તતા : કર્તાને એક રાજાનું, એક ભવનું ચિત્ર રજૂ કરવું નહોતું. એમને તો સદ્ગુણોનો પ્રભાવ બતાવવો હતો, સર્વ મનોવિકારો, દુર્ગુણોના પરિણામો ચિતરવાં હતાં અને આત્માનો ઉત્ક્રાંતિ ક્રમ વિકાસની નજરે બતાવવો હતો, પણ એમ કરવાથી પાત્રોની સંખ્યા વધે અને આખા ભવ સુધી કથા વાંચે તો પણ વાર્તાના ઉદ્દેશ્ય-વિભાગનો એક અંશ પૂરો થાય નહીં. આ સર્વ મુશ્કેલીઓ દૂર કરવા કર્તાએ એક જ્ઞાની ગુરુસદાગમનું પાત્ર દર્શાવ્યું ૧૧૭ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું છે. વસ્તુત: એ શ્રુતજ્ઞાનને પુરુષાકારે બતાવનાર મહપ્રજ્ઞાપુરુષ છે. આવી રીતે અનંતકાળની વાત સંસારી જીવના મુખમાં મૂકીને સદાગમની કૃપાથી નવ કલાકમાં (ત્રણ પહોર)માં આખું ચરિત્ર પૂરું કરે છે. ઉપરોક્ત મુદ્દાઓ ઉપર ગ્રંથર્તાએ ખૂબ મનન-મંથન કરી તેને કથાના માધ્યમ દ્વારા લોકો સમક્ષ એક ચિત્રકારની જેમ જીવંત ચિત્રરૂપી ગ્રંથ રજૂ કર્યો છે. આ ગ્રંથ કાવ્યગ્રંથ છે. એમાં નવેનવ રસની ગૂંથણી કરવામા આવી હોવાથી રસાળ છે. કર્તાને અનેક વિષયોનું જ્ઞાન હતું, તેની ઝલક આ ગ્રંથમાં જોવા મળે છે. તે ઉપરાંત તત્કાલીન વિનિનું કૃત્તિનું બાર્બેહુબ ચિત્ર કંપાવ્યું છે. તેમાં જે જે જોયું, અનુભવ્યું તે સર્વેનું સૂક્ષ્મતાથી વર્ણન કર્યું છે. દરેક પાત્રોમાં પ્રાણ પૂર્યા છે. માટે જ આ ગ્રંથ કોઈ એક ચરિત્રકથા ન બનતાં દરેક જીવની, મારી, તમારી, સર્વેની કથા છે. આખા સંસારનું સ્વરૂપ છે. આમ લોકકલ્યાણ અર્થે પોતાને જે જે મળ્યું તે આપવા માટે ગ્રંથકર્તાએ આ ગ્રંથની રચના કરી છે. જોકે આ ગ્રંથને ઉપરછલ્લું વાંચવાથી તેનો સાર પામી શકાય નહીં. તેનું મનન અને ચિંતન કરવાથી જ કાંઈક બોધ પામી શકાય. વિશેષ નોંધઃ- · સંક્ષિપ્ત ઉપમિતિભવ પ્રપંચાકથા સંસ્કૃત ગદ્યમાં શ્રી હંસરત્નએ લખી, તેનું ગુર્જર ભાષામાં વાર્તિક શ્રી અમૃતસાગરગણિએ કર્યું છે. આ ગુર્જર વાર્તિક શ્રાવક ભીમશી માણેકે શ્રી પ્રકરણરત્નાકરના પ્રથમ ભાગમાં છપાવ્યું છે. તેની ભાષા સુધારી શ્રી જૈન ધર્મ પ્રચારક સભાએ સં. ૧૯૫૩માં સુંદર પુસ્તક આકારે છપાવ્યું. ૧. ૨. જિજ્ઞાસુ તેમ જ વિદ્વાનોને વધુ ઉપયોગી થઈ શકે તેવી માહિતી : આ ગ્રંથના ૧થી ૩ ભાગ ગુજરાતીમાં અનુવાદ - લેખક મોતીચંદ ગિરધરલાલ કાપડિયા. પ્રકાશન જૈન ધર્મ પ્રાસરક સભા ભાવનગર. આ ગ્રંથના ૧થી ૩ ભાગ ગુજરાતીમાં અનુવાદ - લેખક ક્ષમાસાગર, પ્રકાશન જૈનતત્ત્વ પ્રસારક વિદ્યાલય, શિવગંજ. - - ૩. આ ગ્રંથ ઉપર એક સ્તવન, લેખક શ્રી વિનયવિજય ઉપાધ્યાય, તે શ્રી જૈન કથા રત્નકોષના ત્રીજા ભાગમાં (પૃ. ૧૦૬-૧૧૪) છપાયું છે. સં. ૧૭૧૬. ૧૧૮ 59 R Page #61 -------------------------------------------------------------------------- ________________ 60 L પૂ જ્ઞાનધારા જૈન તત્ત્વપ્રકાશઃ અમોલખ ઋષિજીની વિચારસૃષ્ટિ - ડૉ. કેતકી યોગેશ શાહ કેતકીબહેને મુંબઈ યુનિ.માંથી ‘ગુણ સ્થાનક’ પર Ph.D. કર્યું છે. ૧૮ શ્રેણી સુધીના ધાર્મિક અભ્યાસ અને દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરી રહ્યાં છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રોમાં ભાગ લે છે. ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી એટલે કે પાંચમા આરાના છેડા સુધી ચાલવાનું છે. તેને ત્યાં સુધી લઈ જવામાં ખભેખભા અને હાથેહાથ મિલાવીને સૌ પોતાની એક ઇંટ મૂકે તો જ આ શક્ય બને. તેમાં એક ઈંટ નહીં પણ ૨૫-૫૦ ઈંટ મૂકવાનું કામ પૂ. અમોલખઋષિજી મહારાજે કર્યું છે. પિતા કેવલચન્દજી અને માતા હુલાસાબાઈનું અમોલ રતન હતા. મેડતા (મહારાષ્ટ્ર) ગામના નિવાસી, ઓસવાલ કુળના શ્રી કસ્તુરચંદજી કાંસ્ટિયા અને જવરીબાઈના પૌત્ર હતા. જવરીબાઈ અને પિતા કેવલચંદજીએ દીક્ષા લીધી હતી. પિતા સાથે દીક્ષા લેવાની આજ્ઞા ન મળી. પિતાશ્રીને દીક્ષા વેશમાં જોઈ પુનઃ વૈરાગ્ય આવ્યા. તે સમયે કેવળ સાડાદસ વર્ષની ઉંમરમાં સંવત ૧૯૪૪ના ફાગણ વદ-બીજના દીક્ષા થઈ. કેવલઋષિએ પુત્રને પોતાનો શિષ્ય ન બનાવતા પૂ. ખૂબાઋષિના જ્યેષ્ઠ શિષ્ય શ્રી ચૈનાઋષિજીના શિષ્ય બનાવ્યા. પૂજ્યશ્રી પાસે સંવત ૧૯૪૮માં ૧૮ વર્ષના પન્નાલાલજીએ દીક્ષા લીધી. તે સમયે શ્રી કૃપારામજી મહારાજના શિષ્ય શ્રી રૂપચંદજી મહારાજ ગુરુવિયોગથી દુ:ખી થઈ રહ્યા હતા. ત્યારે તેમને સાંત્વન દેવા માટે શ્રી પન્નાઋષિને તેમને સમર્પિત કરી દીધા. એ એમની મહાન ઉદારતા હતી કે પોતાના પ્રથમ શિષ્યને સ્વેચ્છાએ બીજાને સોંપી દીધા. ૧૧૯ હું સર્જકની વિચારસૃષ્ટિ શ્રી રત્નઋષિજીએ પૂજ્યશ્રીને યોગ્ય જાણીને શાસ્ત્રાભ્યાસ કરાવ્યા. ત્યાર બાદ સંવત ૧૯૬૯ના મુંબઈ, હનુમાનગલીમાં ચાતુર્માસ કર્યું. ત્યાં તેમણે ‘‘જૈન મૂલ્ય સુધા'' નામનું પદ્યબદ્ધ પુસ્તક પ્રકાશિત કર્યું. હૈદ્રાબાદ નિવાસી સાધુમાર્ગી શ્રાવક શ્રી પન્નાલાલજી કિમતીએ નિવેદન કર્યું કે, હૈદ્રાબાદમાં સાધુમાર્ગીઓના ઘર તો છે કિંતુ સાધુદર્શનના અભાવથી તેઓ અન્ય મતાવલંબી બની રહ્યા છે. જો આપ ત્યાં પધારો તો મોટો ઉપકાર થશે. શાસન અને ધર્મ પ્રભાવનાના હેતુથી તેમણે વિહાર શરૂ કર્યો. વચ્ચે જ્યાં જ્યાં ચાતુર્માસ થતા હતા ત્યાં ગ્રંથોનું સર્જન અને પ્રકાશન ચાલુ જ રહ્યું. ઈંગતપુરીના ચાતુર્માસ દરમિયાન ‘ધર્મતત્ત્વ સંગ્રહ’નું પ્રકાશન થયું. હૈદ્રાબાદમાં ચાતુર્માસમાં અનેક ગ્રંથોનું પ્રકાશન લાલા સુખદેવ સહાયજી આદિ પ્રમુખ શ્રાવકોએ કરી, અમૂલ્ય ભેટ તરીકે વહેંચ્યા. હૈદ્રાબાદમાં તેમણે ૩ શિષ્યને દીક્ષા આપી. ત્યાર બાદ સિકન્દ્રાબાદના ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ એક જ વખત ગોચરી વાપરીને દિવસના ૭-૮ કલાક નિરંતર લેખન કરીને ૩ વર્ષમાં ૩૨ આગમોના હિન્દી ભાષાનુવાદ કર્યા. પૂજ્યશ્રી ઠાણા-૩ સાથે કર્ણાટક દેશના યાગિરી ગામમાં પધાર્યા. જૈનેતર લોકોને ધર્મપ્રેમી બનાવ્યા. તેમની કીર્તિથી પ્રાભાવિત થઈને બેંગલોરના શ્રાવકોની વિનંતીથી બેંગલોર પધાર્યા. ત્યાં જૈન સાધુમાર્ગી પૌષધશાળા, જૈન રત્ન અમોલ પાઠશાળા અને જૈન પુસ્તકાલયની સ્થાપના કરી. તેમની પ્રેરણાથી ઈરાનખાં અને ગોસ્તખાં નામક બે કસાઈઓએ જીવહિંસાનો ત્યાગ કર્યો અને ત્યાંના જજસાહેબે પંચેન્દ્રિયની હિંસા અને માંસાહારનો ત્યાગ કર્યો. ફરી મહારાષ્ટ્ર દેશ તરફ પધાર્યા અને ધૂલિયા વગેરે ગામોમાં ચોમાસાં કર્યાં. ઈન્દોરમાં તેમને “પૂજ્ય પદવી'' આપવામાં આવી. ત્યાંથી ભોપાલ, સાદડી, જોધપુર, જયપુર, અમૃતસર (પંજાબ), જાલંધર, લુધિયાના, પંચકૂલા, સિમલા, દિલ્લી વગેરે વિહાર કરીને ચાતુર્માસ કર્યા. તે દરમિયાન અનેકોને દીક્ષા પ્રદાન કરી, જૈન પાઠશાળાઓની દિશાઓ ખોલી, પોતાના અમૃતમય ઉપદેશથી જનતાને લાભાન્વિત કરતા રહ્યા. વિ.સં. ૧૯૯૩માં ધુલિયાના ચાતુર્માસમાં કાનમાં પીડાના કારણે ભાદરવા વદ દશમના, તા. ૧૩-૯-૧૯૩૬ના દિવસે અમોલ રત્નનું તેજ વિલીન થઈ ગયું ત્યારે તેમની ઉંમર ૬૦ વર્ષ ને ૬ દિવસની હતી. પૂજ્યશ્રીના સ્વર્ગવાસથી એક મહાન ૧૨૦ 60 R Page #62 -------------------------------------------------------------------------- ________________ 61 L ܞ ં જ્ઞાનધારા સંત, એક આદર્શ સાહિત્યપ્રેમીની જૈન સમાજને ખોટ પડી. તેમના દ્વારા નિર્મિત વિશાલ ગ્રંથરાશિ તેમની કીર્તિને ચિરકાળ સુધી સ્થાયી રાખશે. પૂજ્યશ્રીએ પોતાના અથાગ પરિશ્રમ અને લગનથી જ્ઞાનયજ્ઞ શરૂ કર્યો હતો. ૩૨ આગમોના હિન્દી અનુવાદની સાથે કુલ ૧૦૧ પુસ્તકોની સુંદર રચના કરી, જૈન સમાજ સમક્ષ સાહિત્યનો ખજાનો ખોલી દીધો હતો. તેમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ એ ચારે અનુયોગ પર તેમની કલમે કમાલ કરી છે. ‘મુક્તિ-સોપાન’ ગ્રંથમાં ગુણસ્થાનક ઉપર ૨૫૨ (બસો બાવન) દ્વાર ઉતારીને જટિલ વિષયને સરળ બનાવ્યો છે. જે ગ્રંથ મને મારા ‘ગુણસ્થાનક’ના Ph.D.ના મહાનિબંધમાં ઘણો ઉપયોગી થયો છે. પૂજ્યશ્રીનાં પુસ્તકોમાંથી અનેક પુસ્તકોના તો ભિન્ન ભિન્ન ભાષામાં અનુવાદ થયા છે અને અનેક આવૃત્તિઓ પણ પ્રસિદ્ધ થવા પામી. ‘સદ્ધર્મબોધ’ નામના પુસ્તકની હિન્દી, મરાઠી, કન્નડી, ઉર્દૂ આવૃત્તિઓ પ્રસિદ્ધ થવા પામી છે. પૂજ્યશ્રીએ લખેલાં બધાં પુસ્તકોની કુલ ૧,૬૫,૬૫૦ પ્રતો પ્રકાશિત થવા પામી છે. પૂજ્યશ્રીએ બત્રીસ આગમ, ૨૫ (પચ્ચીસ) જેટલા ચરિત્રગ્રંથો, દશ જેટલા તત્ત્વજ્ઞાન ગ્રંથો સહિત ૧૦૧ ગ્રંથોનું સર્જન કર્યું છે. પૂજ્યશ્રીની ‘જૈન તત્ત્વપ્રકાશ' એક અમૂલ્ય કૃતિ અને અજોડ સર્જન છે. આ વિશાળ ગ્રંથ ફક્ત ત્રણ મહિનામાં એકલા હાથે સમાપ્ત કર્યો હતો તે તેમની અપૂર્વ જ્ઞાનશક્તિ, વ્યવસ્થિત લેખનશક્તિ અને અગાધ શાસ્ત્રીય જ્ઞાનનો સુંદર પરિચય આપે છે. સૂત્ર સાહિત્યનું તત્ત્વદોહન કરી આ પુસ્તકને જૈન ધર્મની Refrence Book બનાવી દીધી છે. જૈન ધર્મના મર્મને સમજવાની જિજ્ઞાસુ વ્યક્તિઓ માટે આ ગ્રંથ પરમ નિતાન્ત ઉપયોગી છે. મેં પણ આ ગ્રંથનો ઉપયોગ ઘણી વાર કર્યો છે. આ ગ્રંથને પાઘડી બોર્ડની જૈન સિદ્ધાંત શાસ્ત્રી પરીક્ષા માટેના પાઠચક્રમમાં નિયુક્ત કર્યો છે. આ ગ્રંથની ઉપાદેયતા અને ઉપયાગિતાનું એક પ્રબળ પ્રમાણ એ છે કે આ ગ્રંથની અત્યાર સુધી બાર આવૃત્તિઓ (ગુજરાતી હિન્દી મળીને) પ્રકાશિત થઈ ચૂકી છે. - પ્રસ્તુત ગ્રંથમાં ૨ ખંડ છે. પ્રથમ ખંડના પાંચ પ્રકરણોમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના ગુણો અને સ્વરૂપ પર વિસ્તારથી પ્રકાશ પાડચો છે. બીજા ખંડનાં છ પ્રકરણમાં ધર્મનું સ્વરૂપ, સૂત્રધર્મ અને ચારિત્રધર્મનું નિરૂપણ ૧૨૧ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું કરતાં સમ્યક્ત્વ, મિથ્યાત્વ, શ્રાવક ધર્મ અને અણગાર ધર્મની વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી છે. વિષયોના ક્રમ અને નિરૂપણ શૈલીમાં સ્વાભાવિક પ્રવાહ છે, અખંડ રસ-પ્રવાહની પ્રતીતિ થાય છે. આગમ સાહિત્ય અંતર્ગત રહેલ તત્ત્વ ઉપર પ્રકાશ પાડતો ગ્રંથ એટલે ‘‘જૈન તત્ત્વ પ્રકાશ''. જેના પ્રારંભમાં પ્રવેશિકાની ગાથા ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૨૦ની પ્રથમ ગાથા છે : “સિદ્ધાળું ળમાં વિજ્યા, સંનળાયું ૨ માવો | अत्यधम्मंगई तथं, अणुसठ्ठी सुठोह मे ।। અર્થ : સિદ્ધ અને સંયતિઓને ભાવપૂર્વક નમસ્કાર કરીને ધર્મ અને અર્થ ધર્મના યથાર્થ સ્વરૂપને સાંભળો. પૂજ્યશ્રીએ પસંદ કરેલી ગાથા જ કહી જાય છે કે તેમના મનમાં આખા ગ્રંથનું માળખું તૈયાર હશે. પ્રથમ ખંડમાં નવકારમંત્રના પદના ક્રમ મુજબ પ્રથમ પ્રકરણમાં અરિહંત ભગવાનના ૧૨ ગુણો, ૩૪ અતિશય, ૩૫ વાણીના ગુણો, ૧૮ દોષ રહિતતા તેમજ ભૂત ભાવિ અને સાંપ્રતના ૭૨૦ તીર્થંકરની નામાવલી છે. પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં વિષયને અનુરૂપ આવશ્યકતા લાગી છે ત્યાં ત્યાં આગમની ગાથા આપીને વિષયને પુષ્ટ બનાવ્યો છે તે તેમના આગમપ્રેમ અને આગમ જ્ઞાનની અનુભૂતિ કરાવે છે. તો ક્યારેક ભક્તામરની ગાથા કે લોગસ્સના પાઠ મૂકી વિષયને રસાળ બનાવ્યો છે. “અરિહંત સ્તવ' નામક આ અધ્યયનમાં અનંતાનંત ગુણોના ધારક, સફળ પાપોના નાશક, ત્રિલોકના વંદનીય, પૂજનીય અરિહંત ભગવાનની મન, વચન, કાયાથી સ્તુતિ કરી છે. બીજું ‘સિદ્ધ' નામક પ્રકરણમાં નમોત્ક્રુષ્ણના પાઠ સિવ, મયમ, મય, મદાંત, મઘ્યય, મધ્વાચાઇ, અપુળાવિત્તિ, સિદ્ધિારૂ નામધેયથી શરૂ કરવામાં આવ્યું છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગે બિરાજે છે તેટલું કહીને અટકતા નથી, પરંતુ આખા લોકાલોકનું સ્વરૂપ કાવ્યચક્રનું વર્ણન, ચક્રવર્તીની રિદ્ધિથી ભગવાનની સિદ્ધિનું સદૃશ વર્ણન ખરેખર વાંચવા લાયક છે. અહીં તો જાણે એમ લાગે છે કે નાની પગદંડી પર ચાલતા ક્યારે ગલી, રસ્તો ને મોટા ધોરીમાર્ગ પર આવી ગયા તે ખબર જ ન પડે ! એવી સરળતાથી એમની કલમ ચાલે છે. પ્રવેશિકાની ગાથાના બીજા ચરણ ‘સંગયાનું ૫ માવો' અનુસાર હવેના ૧૨૨ 61 R Page #63 -------------------------------------------------------------------------- ________________ સર્જકની વિચારસૃષ્ટિ) પ્રકારના અવંદનીય સાધુ, સાધુની ૮૪ ઉપમા, બીજી ૩૨ ઉપમા વગેરેનું સચોટ વર્ણન કર્યું છે. આમ, જૈન તત્ત્વ પ્રકાશ ગ્રંથના પૂર્વાર્ધના પ્રથમ ખંડમાં પંચપરમેષ્ઠી પદના ૧૦૮ ગુણોનો સવિસ્તાર છે. પાંચેપાંચ પ્રકરણના અંતે પાંચે પદના ઉત્તમ ગુણ ધારકોને તેમણે ત્રણે કાળ, ત્રણે કરણથી શુદ્ધ વંદના-નમસ્કાર કર્યા છે. અંતિમ મંગલાચરણમાં સુપ્રસિદ્ધ ‘‘ગનો મવન મદિરા'' ની ગાથા મૂકી પોતાની ધર્મ પ્રતિ દઢ શ્રદ્ધાનું દર્શન કરાવ્યું છે. જૈન તત્ત્વ પ્રકાશના દ્વિતીય ખંડમાં ગ્રંથના પ્રારંભમાં જે ગાથા લખી છે તેના ઉત્તરાર્ધ પદનું વર્ણન છે. ઉત્તમ સુખના અર્થીઓ એટલે મુમુક્ષુઓને ગ્રહણ કરવા યોગ્ય શ્રત અને ચારિત્રધર્મને છે પ્રકરણમાં પૂજ્યશ્રીએ ગૂંચ્યા છે. જેમ શુદ્ધ રફટિકમય શ્વેત પારાઆને સુવર્ણ દોરાથી ગૂંથવામાં આવે છે ત્યારે તે પારામાંથી સુવર્ણમય ઝાંય દેખાય છે. તેવી રીતે જિનવાણીએ કથિત વિષયોરૂપી પારાને એકસૂત્રે ગૂંથ્યા છે અને તેમાં પૂજ્યશ્રીની ધર્મશ્રદ્ધારૂપી સુવર્ણમય ઝાંય દેખાઈ રહી િજ્ઞાનધારા) પ્રકરણમાં ૩ સંયમીઓની વાત છે. ત્રીજા પ્રકરણ “આચાર્ય'માં પાંચ મહાવ્રત, પંચાચાર, પાંચ ઇન્દ્રિય નિગ્રહ, બ્રહ્મચર્યની નવ વાડ, ૪ કષાયથી મુક્તિ, આચાર્યના ૩૬ ગુણો, ૮ સમ્મદા વગેરેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પૂજ્યશ્રીની એક ખાસિયત ઉડીને આંખે વળગે તેવી છે. તે એ છે કે તેમણે Footnoteમાં વિષયને વધુ સમજી શકાય તેવી માહિતી જ્ઞાનાભિલાષી માટે આપી છે, તો ક્યારેક જેઓ કાંઈ જ જાણતા નથી તેના માટે પાયાની માહિતી આપી માહિતગાર કર્યા છે. બંને વર્ગની જરૂરિયાતને સંતોષવાનો પૂજ્યશ્રીનો પ્રયાસ સફળ રહ્યો છે. અહીં Footnoteમાં ૩૩ આશાતના, ૩૪ અસક્ઝાય ને ૯૬ દોષ રહિત આહાર-પાણી વગેરે જે સાધુભગવંતો ભોગવે તેની સૂચિ જાણવા જેવી છે. તો બીજા પ્રકરણમાં Footnoteમાં પુરુષની ૭૨ કલા, સ્ત્રીની ૬૪ કલા, ૩૬ જાતિ, લોકોત્તર ૧૪ વિદ્યા, લૌકિક ૧૪ વિદ્યાની નામાવલી છે. ‘ઉપાધ્યાય' નામક ચોથા પ્રકરણમાં ઉપાધ્યાયના ૨૫ ગુણો તેમજ ૩૨ આગમોનું વિવેચન છે. તેમાં આગળ વધતાં ૧૨ ભાવના છે. તેમાં દરેક ભાવનામાં આગમકથિત દષ્ટાંત આપી પોતાની જ્ઞાનપ્રતિભાનું પ્રમાણ આપ્યું છે. દસ યતિ ધર્મના સ્વરૂપમાં પોતાના આગવા મૌલિક ચિંતનને અનુભવથી રજૂ કર્યું છે. દા.ત. ગૂમડું જ્યારે મટવા આવે ત્યારે તેમાં ચળ આવે છે તે સમયે જો ખંચવાળે તો ગૂમડામાંથી લોહી નીકળે અને મટતાં સમય લાગે. જો ત્યારે મનને વશ કરી ગૂમડાને હાથ ન લગાડે તો થોડા વખતમાં આરામ થઈ જાય. તેવી રીતે મનુષ્યભવમાં કામવિકારરૂપી ગૂમડું પાકી ગયું છે. હવે તેને વધારે છંછેડીએ નહીં તો મોક્ષરૂપી આરામ મેળવવાનો સમય આવી ગયો છે. ૧૨ ભાવના અને દસ યતિધર્મનું વર્ણન ખરેખર મમળાવવા જેવું અને વારંવાર વાગોળવા જેવું છે, જે સાચા દઢધર્મી બનાવવામાં સહાય કરે તેવું છે. આ જ પ્રકરણમાં ૧૭ પ્રકારનો સંયમ, ૮ પ્રભાવના, ઉપાધ્યાયની ૧૬ ઉપમાઓનું વર્ણન છે. પાંચમાં પ્રકરણ 'સાધુજી'ની શરૂઆતમાં સૂયગડાંગ સૂત્રના ૧લા શ્રુતસ્કંધના ૧૬મા અધ્યાયની ગાથા છે જેમાં સાધુને ૪ નામથી વર્ણવામાં આવ્યા છે. માહણ, સમણ, ભિકખ, નિર્ગથ - તેની વ્યાખ્યા આપી સાધુજીવનનાં દરેક પાસાંઓને અહીં ઉજાગર કયાં છે. સાધુના ૨૭ ગુણો, ૨૨ પરિષહ, બાવન અનાચરણ, ૨૦ અસમાધિ દોષ, ૨૧ સબળા (મોટા) દોષ, ૩૨ યોગસંગ્રહ, ૬ પ્રકારના નિયંઠા, ૫ - ૧૨૩ દ્વિતીય ખંડના પહેલાં “ધર્મની પ્રાપ્તિ' નામના પ્રકરણમાં ધર્મની દુર્લભતા બતાવી છે. આગમમાંથી વીણીવીણીને સારબોધ ધારદાર અને વૈરાગ્યસભર ગાથા લઈ વિષયને મજબૂત બનાવવાનું કાર્ય પૂજ્યશ્રીએ કર્યું છે. __“लभन्ति बिमला भोओ, लान्भन्ति सुरसंपदा । लन्भन्ति पुत्तमित्तं च, हगो धम्मो न लान्भई। અહીં પૂજ્યશ્રીએ ઉપદેશાત્મક શૈલીમાં “સવ્વી જીવ કરું શાસનરસી''ની ભાવનાથી ધર્મ પમાડ્યો છે. આ જગતમાં કોઈ એવી જાતિ, યોનિ, કુળ કે સ્થાન નથી કે જ્યાં આ જીવ જમ્યો ન હોય કે મરણ પામ્યો ન હોય. તેમાં જીવે અનંતા પુલ પરાવર્તન કર્યા. અહીં પુલ પરાવર્તન, દસ બોલોની દુર્લભતા વગેરેની સમજૂતીથી વાચક વર્ગને મનુષ્યભવમાં મળેલાં સાધનોથી સાધના કરી લેવાની અતિનમ્ર વિનંતી કરી છે. બીજા “સૂત્રધર્મ' નામનું પ્રકરણ ‘‘પઢમં ના તો સવ''ની ગાથાથી શરૂ થયું છે. પ્રથમ જ્ઞાન હશે તો દયા પળાશે. એમ કહી સૂત્ર ધર્મની મહત્ત્વતા ગણાવી છે. સંસ્થાનન યાત્રિાઉન મોક્ષમાઃ અનુસાર સર્વપ્રથમ નવ તત્વની શ્રદ્ધાનો - ૧૨૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ 63 L "હું" જ્ઞાનધારા સવિસ્તાર છે. ત્યાર બાદ સાત નયનો વિચાર, નવ તત્ત્વ ઉપર સાત નય, ચાર નિક્ષેપ, નવ તત્ત્વ ઉપર ચાર નિક્ષેપ, ચાર પ્રમાણ, પાંચ જ્ઞાન, નવ તત્ત્વ ઉપર ચાર પ્રમાણ; ચૌદ ગુણસ્થાનક વગેરે અટપટા વિષયોને સરળતાથી સમજાવીને કહે છે કે શાસ્ત્રજ્ઞાનથી અનેક રીતિ વડે નવ તત્ત્વના સ્વરૂપનું સંપૂર્ણ જાણપણું હોવું તે સૂત્રધર્મ છે. માટે જેમ હંસ પાણીને છોડી દૂધને ગ્રહણ કરે છે તેમ વિવેકી પુરુષે સર્વમાંથી સાર ગ્રહણ કરી લેવો જોઈએ. પ્રકરણના અંતે “નિળયાં ગળુરત્તા''ની ગાથા મૂકીને જિનેશ્વરપ્રણીત વચનમાં અનુરક્ત બનવાની પ્રેરણા કરે છે. કર્મબંધનું મુખ્ય કારણ 'મિથ્યાત્વ' છે તેનું સ્વરૂપ ત્રીજા પ્રકરણમાં વર્ણિત છે. મિથ્યાત્વના પચીસ પ્રકારને લોકભોગ્ય ભાષામાં સાધારણ જન પણ સમજી શકે તેથી સાદીસીધી ભાષામાં સમજાવયાં છે. એંશી વરસની ઉંમરલાયક વ્યક્તિને આખા અખરોટ આપીએ તો તે ખાવા માટે અશક્ય છે, પણ તે અખરોટનો શીરો કરી ગરમાગરમ, ઉપર garnish કરી પૂજ્યશ્રીએ અહીં પીરસ્યો છે. અહીં ઘણી જગ્યાએ તેમણે શ્રીમદ્ ભાગવત્, વિષ્ણુપુરાણ, મનુસ્મૃતિના શ્લોક મૂકી તેમની અન્ય દર્શનની જાણકારીનો પરિચય આપ્યો છે. અહીં અસરકારક મુદ્દો જે નોંધવા જેવો છે તે એ છે કે હિંસાથી પૂજ્યશ્રીનો આત્મા કેટલો કકળી ઊઠતો હશે તે લૌકિક મિથ્યાત્વ અંતર્ગત સમજાવ્યું છે. અહીં વાયુકાય હિંસા, વનસ્પતિકાયની હિંસા, યજ્ઞમાં થતી હિંસા વગેરે હિંસામાં ધર્મ માનતા લોકોને અહિંસાનો મહિમા બતાવ્યો છે. કહે છે કે : न सा दीक्षा न सा भिक्षा, न तद्दानं न तत्तपः न तद्ज्ञानं न तद्ध्यानं, दया यत्र न विद्यते ॥ અર્થાત્ જેના હૃદયમાં દયા નથી તેની દીક્ષા, ભિક્ષા, દાન, તપ, જ્ઞાન, ધ્યાન સર્વે મિથ્યા છે. ‘‘હેતુણું મહાપદં’’–ના ન્યાયે ધર્મના કાર્યમાં અલ્પ દુઃખ તે મહાફળ આપનારું જાણી પરમ સુખી થવાની ચાવી બતાવી છે. આ જ પ્રકરણમાં આગળ વધતાં જિનપ્રણીત શાસ્ત્રોથી વિપરીત પ્રરૂપણા કરનાર જમાલી આદિ ૭ નિન્હેવોની વાત કરી ઉત્સૂત્ર પ્રરૂપણા કરનાર સામે લાલબત્તી ધરી છે. શુદ્ધ જૈન ધર્મમાં મુખ પર મુહપત્તિ બાંધવાના સચોટ કારણો અને સબળ પુરાવાઓ આપ્યા છે. પ્રકરણના અંતે વૈરાગ્યશતકની ગાથા ૧૨૫ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું દ્વારા કહે છે કે મિથ્યાત્વમાં કિંચિત્ માત્ર પણ ગુણ નથી, અનંત દોષનું પ્રત્યક્ષ સ્થાન છે, છતાં પણ મોહાંધ બનેલા જીવો તેનું આચરણ કરે છે તે સખેદાશ્ચર્ય છે. ચોથા પ્રકરણમાં મિથ્યાત્વના પ્રતિપક્ષી સમ્યક્ત્વની ધૂણી ધખાવી છે. જેમાં વ્યવહાર સમક્તિના ૬૭ બોલ, સમ્યક્ત્વની ૧૦ રુચિ વગેરે પર પ્રકાશ પાડ્યો છે. સમ્યગ્દર્શન પામવું જરૂરી છે, કારણ કે : “એક સમકિત પાયે બિના, તપ જપ ક્રિયા ફોક, જૈસે મુર્દા સિનગારવા, સમજ કહે તિલોક.'' પ્રકરણ પાંચમામાં આગારી ધર્મ-શ્રાવકાચારનું વિસ્તૃત વર્ણન છે. જેમાં શ્રાવકના ૨૧ ગુણ, ૨૧ લક્ષણ, ૧૨ વ્રત, ૧૧ પડિમા આદિથી સુસંસ્કૃત આ પ્રકરણ શ્રાવકો માટે ઘરેણાં સમાન છે. અહીં પ્રસ્તુત ૧૨ વ્રતની સમજણ શ્રાવક માટે ઉપયોગી છે. ગૃહવાસમાં રહીને પણ ધર્મકરણીનું સમાચરણ કેવી રીતે કરી શકાય એનું આલેખન કરવામાં આવ્યું છે. સાધકનું આખું જીવન અભ્યાસ છે તો તેનો અંતિમ સમય એ તેની પરીક્ષા છે. તેવા અંતિમ શુદ્ધિના સંથારાની સમજણ અંતિમ પ્રકરણમાં આપી છે. મૃત્યુના ૧૭ પ્રકાર, સાગારી-અણગારી સંથારો, સમાધિમરણ લેનારની ભાવના, સંથારો આત્મહત્યા છે કે નહીં ? તેની ચર્ચા, સમાધિ મૃત્યુ સ્થિતનાં ૪ ધ્યાન વગેરે દષ્ટિકોણને લઈને મૃત્યુને મહોત્સવ બનાવવાની પ્રક્રિયાનું પ્રરૂપણ કર્યું છે. દ્વિતીય ખંડના ઉપસંહારમાં ‘‘સ ધર્મો પૂવ નિચે’' - ઉત્તરાધ્યાયન સૂત્રની ગાથા મુજબ કહે છે કે, આ જ ધર્મ ધ્રુવ છે. જે ધર્મનું પ્રતિપાદન અનંત તીર્થંકરોએ કર્યું છે, કરે છે અને કરશે. આવા ધર્મનું આરાધન કરીન જ સિદ્ધ બની શકાય છે. ગ્રંથના અંતિમ મંગલમ્માં ધર્મની ધ્વજા ફરકાવતાં કહે છે : एय णं धम्मे पंचभवे य इहभवे य हियाए सुहाए । खेमाए णिस्सेयसाए, अणुगामीयताए भविस्सर | અર્થાત્ આ ભવમાં પરભવમાં હિતકારી, સુખકારી એવો આ ધર્મ મોક્ષના અપરિમિત સુખનો દેનારો થશે. પૂજ્યશ્રીની વિનમ્રતા, સરળતા, લઘુતા ને ઋજુતા તેમની અંતમાં આપેલી વિજ્ઞપ્તિના આધારે જાણી શકાય છે : માટે તેને અક્ષરશઃ અહીં લીધી છે : ૧૨૬ 63 R Page #65 -------------------------------------------------------------------------- ________________ સર્જકની વિચારસૃષ્ટિ) િજ્ઞાનધારા) વિજ્ઞપ્તિ સુજ્ઞ પાઠક ગણ ! શ્રી જિનવરેન્દ્ર ભગવાને પ્રકાશેલાં અને શ્રી ગણધર મહારાજે ગૂંથેલાં સૂત્રોના તથા પૂર્વાચાર્ય દ્વારા પ્રતિપાદિત ગ્રંથોના અવલંબનથી વિદ્વાનોની સમ્મતિપુર્વક તથા નિજ મત્યનુસાર આ “જૈન તત્ત્વપ્રકાશ' ગ્રંથની રચના કરવામાં મેં જે શ્રમ લીધો છે તે કેવળ મારા દાનધર્મનું કર્તવ્ય બજાવવા તથા ભવ્યાત્માઓને લાભ પહોંચાડવાને માટે ઉપકારક દષ્ટિથી જ સાહસ કર્યું છે; નહીં કે મારી વિદ્વત્તા બતાવવા. કેમ કે હું વિદ્વાન હોવાનો દાવો કરતો નથી. એટલા માટે માર આશયને લક્ષમાં રાખી, આ ગ્રંથમાં મારા જીવપણાથી જે કંઈ દોષો રહી ગયા હોય તેને બાજુ પર રાખી મને ક્ષમા આપશો અને તેમાં કહેલા સબોધ અને સદ્ગુણોના ગુણાનુરાગી બની માત્ર ગુણોનેજ ગ્રહણ કરશો એટલી જ મારી નમ્ર વિનંતી છે. હિતેચ્છુ અમોલક ઋષિ - પૂજ્ય અમોલક ઋષિજી અમોલ અને અમૂલ્ય રત્ન છે જેમણે આવો દળદાર ગ્રંથ રચીને જૈન સમાજ ઉપર ઉપકાર કર્યો છે. હિમાલય પર્વત ઉપરથી ગંગાને પૃથ્વીપટ ઉપર ઉતારવા આ ગ્રંથમાં કોઈ પણ વિષય કે કોઈ પણ માહિતી આપવામાં ન આવી હોય તેવું નથી. માટે રાજા ભગીરથે જેવો પ્રયત્ન કર્યો હતો તેવો જ ભગીરથ પ્રયત્ન પૂજ્યશ્રીએ આગમના જટિલ વિષયોમાંથી તત્ત્વજ્ઞાનની ગંગાને આ “જૈન તત્ત્વપ્રકાશ'માં ઉતારવાનો ર્યો છે; તે ગંગામાંથી આપણે સૌ પોતપોતાની યથાશક્તિ મુજબ કળશો, લોટો, પ્યાલો કે બાલદી ભરી પાવન બનીએ એ જ શુભકામના. તસ્વાર્થ સૂત્રકાર ઉમાસ્વાતિની વિચારસૃષ્ટિ - ડૉ. પ્રવીણભાઈ સી. શાહ અમદાવાદસ્થિત ડૉ. પ્રવીણભાઈએ “જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા' વિષય પર Ph.D. કર્યું છે. જૈન ધર્મ પર દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે અને વિવિધ સેમિનાર્સમાં ભાગ લે છે. કોઈ પણ ભારતીય શાસ્ત્રકાર જ્યારે પોતાના વિષયનું શાસ્ત્ર રચે છે ત્યારે તે પોતાના વિષયના નિરૂપણના અંતિમ ઉદ્દેશ તરીકે મોક્ષને જ મૂકે છે; પછી ભલે રચનાનો ઉદ્દેશ તે વિષય અર્થ, કામ, જ્યોતિષ કે વૈદ્યક જેવો આધિભૌતિક દેખાતો હોય કે તત્ત્વજ્ઞાન અને યોગ જેવો આધ્યાત્મિક દેખાતો હોય. બધાં જ મુખ્ય વિષયનાં શાસ્ત્રોના પ્રારંભમાં તે તે વિદ્યાના અંતિમ ફળ તરીકે મોક્ષનો જ નિર્દેશ હોવાનો અને તે તે શાસ્ત્રોના ઉપસંહારમાં પણ છેવટે તે વિદ્યાથી મોક્ષ સિદ્ધ થયાનું કથન આવવાનું પહેલેથી જ જૈન આગમોની રચનારૌલી બૌદ્ધ પિટકો જેવી લાંબા વર્ણનાત્મક સ્વરૂપ ચાલી આવતી અને તે પ્રાકૃત ભાષામાં હતી, બીજી બાજુ બ્રાહ્મણ વિદ્વાનો-રચનાશૈલી એ સંસ્કૃત ભાષામાં શરૂ કરેલી ટૂંકા ટૂંકાં સૂત્રો રચવાની ધીરે ધીરે બહુ જ પ્રતિષ્ઠિત થઈ ગઈ હતી; એ શૈલીએ વાચક ઉમાસ્વાતિને આકર્ષ્યા તેમાં જ લખવા પ્રેર્યા. તત્ત્વાર્થ સૂત્રનો પરિચય વાચક ઉમાસ્વાતિએ પોતાના પ્રસ્તુત શાસ્ત્રના વિષય તરીકે એ નવ તત્ત્વો પસંદ કર્યા અને તેમનું જ વર્ણન સૂત્રોમાં કરી તે સૂત્રોને વિષયાનુરૂપ ‘તત્ત્વાર્થાધિગમ' એવું નામ આપ્યું. વાચક ઉમાસ્વાતિએ નવ તત્ત્વની મીમાંસામાં જોયપ્રધાન અને ચારિત્રપ્રધાન બંને દર્શનોનો સમન્વય જોયો છતાં તેમને તેમાં પોતાના સમયમાં વિશેષ ચર્ચાતી પ્રમાણમીમાંસાના નિરૂપણની ઊણપ જણાઈ; એથી એમણે પોતાના ધ્યાનમાં આવેલ બધી મીમાંસાઓથી પરિપૂર્ણ કરવા નવ તત્વ ઉપરાંત જ્ઞાનમીમાંસાને પણ વિષય તરીકે સ્વીકારી અને ન્યાયદર્શનની પ્રમાણમીમાંસાના સ્થાને જૈન જ્ઞાનમીમાંસા કેવી છે તે જણાવવાની પોતાના જ સૂત્રોમાં ગોઠવણ કરી. એટલે એકંદર એમ દેવું - ૧૨૮ - | સારાં પુસ્તકો માનવજીવનમાં દીવાદાંડી સમાન છે | - 2 Page #66 -------------------------------------------------------------------------- ________________ 65 L ܞܞ "હું" જ્ઞાનધારા જોઈએ કે, વાચક ઉમાસ્વાતિએ પોતાના સૂત્રના વિષય તરીકે જ્ઞાન, જ્ઞેય અને ચારિત્ર એ ત્રણે મીમાંસાઓને જૈન દિષ્ટ અનુસાર લીધેલી છે. પસંદ કરેલ વિષયને વાચક ઉમાસ્વાતિએ પોતાની દશાધ્યાયીમાં આ પ્રમાણે વહેંચી નાખ્યો છે. તેમણે પહેલા અધ્યાયમાં જ્ઞાનની, બીજાથી પાંચમા સુધીના ચાર અધ્યાયોમાં જ્ઞેયની અને છઠ્ઠાથી દસમા સુધીના પાંચ અધ્યાયોમાં ચારિત્રની મીમાંસા કરી છે. જ્ઞાનમીમાંસાની સારભૂત બાબતો ઃ પહેલા અધ્યાયમાં જ્ઞાન સાથે સંબંધ રાખનારી મુખ્ય બાબતો આઠ છે : ૧. નય અને પ્રમાણરૂપે જ્ઞાનનો વિભાગ, ૨. મતિ આદિ આગમ-પ્રસિદ્ધ પાંચ જ્ઞાનો અને તેમની પ્રત્યક્ષ-પરોક્ષ બે પ્રમાણમાં વહેંચણી, ૩. મતિજ્ઞાનની ઉત્પત્તિનાં સાધનો, તેમનો ભેદ-પ્રભેદ અને તેમની ઉત્પત્તિનો ક્રમ સૂચવતા પ્રકારો, ૪. જૈન પરંપરામાં પ્રમાણ માનતા આગમશાસ્ત્રનું શ્રુતજ્ઞાનરૂપે વર્ણન. ૫. અવધિ આદિ ત્રણ દિવ્ય પ્રત્યક્ષો અને તેમના ભેદ-પ્રભેદો તથા પારસ્પરિક અંતર, ૬. એ પાંચે જ્ઞાનનું તારતમ્ય જણાવતો તેમનો વિષયનિર્દેશ અને તેમની એક સાથે સંભવયનીયતા,૭. કેટલાં જ્ઞાનો ભ્રમાત્મક પણ હાઈ શકે તે, અને જ્ઞાનની યથાર્થતા તથા અયથાર્થતાનાં કારણો. ૮. નયના ભદપ્રભેદો. જ્ઞેયમીમાંસાની સારભૂત બાબતો ઃ જ્ઞેયમીમાંસામાં જગતના મૂળભૂત જીવ અને અજીવ એ બે તત્ત્વોનું વર્ણન છે. માત્ર જીવતત્ત્વની ચર્ચા બીજાથી ચોથા સુધીના ત્રણ અધ્યાયોમાં છે. બીજા અધ્યાયમાં જીવનના અનેક ભેદપ્રભેદોનું અને તેને લગતી અનેક બાબતોનું વર્ણન છે. ત્રીજા અધ્યાયમાં અધોલોકમાં વસતા નારકો અને મધ્યમ લોકમાં વસતા મનુષ્ય તથા પશુ-પક્ષી આદિનું વર્ણન હોવાથી, તેને લગતી અનેક બાબતો સાથે પાતાળ અને મનુષ્યલોકની આખી ભૂગોળ આવે છે. ચોથા અધ્યાયમાં દેવસૃષ્ટિનું વર્ણન હોઈ, તેમાં ખગોળ ઉપરાંત અનેક જાતનાં દિવ્ય ધામોનું અને તેમની સમૃદ્ધિનું વર્ણન છે. પાંચમા અધ્યાયમાં દરેક દ્રવ્યના ગુણધર્મનું વર્ણન કરી, તેનું સામાન્ય સ્વરૂપ જણાવી, સાધર્મવૈધર્મ દ્વારા દ્રવ્યમાત્રની વિસ્તૃત ચર્ચા કરી છે. જ્ઞેયમીમાંસામાં મુખ્ય ૧૬ બાબતો આવે છે, જે નીચે પ્રમાણે છે : અધ્યાય ૨જો : જીવતત્ત્વનું સ્વરૂપ, ૨. સંસારી જીવના પ્રકારો, ૩.ઇંદ્રિયોની વહેંચણી, ૪. મૃત્યુ અને જન્મ વચ્ચેની સ્થિતિ, ૫. જન્મના અને તેનાં સ્થાનોના પ્રકારો તથા તેમની જાતિવાર વહેંચણી, ૬. શરીરના પ્રકારો, તેમનું તારતમ્ય, તેમના ૧૨૯ હું સર્જકની વિચારસૃષ્ટિ સ્વામીઓ અને એકસાથે તેમનો સંભવ, ૭. જાતિઓનો લિંગવિભાગ અને ન તૂટી શકે એવા આયુષ્યને ભોગવનારાઓનો નિર્દેશ. અધ્યાય ૩ જો અને ૪થો : ૮. અધોલોકના વિભાગો, તેમાં વસતા નારક જીવો અને તેમની દશા તથા જીવનમર્યાદા વગેરે. ૯. દ્વીપ, સમુદ્ર, પર્વત, ક્ષેત્ર આદિ દ્વારા મધ્યમ લોકનું ભૌગોલિક વર્ણન તથા તેમાં વસતા મનુષ્ય, પશુ-પક્ષી આદિનો જીવનકાળ, ૧૦. દેવની વિવિધ જાતિઓ, તેમનો પરિવાર, ભોગ, સ્થાન, સમૃદ્ધિ, જીવનકાળ અને જ્યોતિમંડળ દ્વારા ખગોળનું વર્ણન. અધ્યાય ૫મો ૧૧. દ્રવ્યના પ્રકારો, તેમનું સ્વરૂપ સાધર્મ-વૈધર્મા; તેમનું સ્થિતિક્ષેત્ર અને તે દરેકનું કાર્ય, ૧૨. પુદ્ગલનું સ્વરૂપ, તેના પ્રકારો અને તેની ઉત્પત્તિનાં કારણો. ૧૩. સત્ અને નિત્યનું સહેતુક સ્વરૂપ, ૧૪. પૌદ્ગલિક બંધની યોગ્યતા અને અયોગ્યતા, ૧૫. દ્રવ્ય સામાન્યનું લક્ષણ; કાળને દ્રવ્ય માનનાર મતાંતર અને તેની દૃષ્ટિએ કાળનું સ્વરૂપ, ૧૬. ગુણ અને પરિણામનાં લક્ષણો અને પરિણામના પ્રકારો. ચારિત્રમીમાંસાની સારભૂત બાબતો : જીવનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હોય છે ? એવી હેય પ્રવૃત્તિઓનું મૂળબીજ શું છે ? હેય પ્રવૃત્તિઓનો ત્યાગ શક્ય હોય તો તે કયા કયા પ્રકારના ઉપાયો દ્વારા થઈ શકે અને હેય પ્રવૃત્તિના સ્થાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ જીવનમાં દાખલ કરવી ? તેનું પરિણામ જીવનમાં ક્રમશઃ અને છેવટે શું આવે ? એ બધો વિચાર છઠ્ઠાથી દશમા અધ્યાય સુધીની ચારિત્રમીમાંસામાં આવે છે. ચારિત્રમીમાંસની મુખ્ય બાબતો અગિયાર છે : ? છઠ્ઠો અધ્યાય : ૧. આસવસેવનથી કયા કયા કર્મો બંધાય છે તેનું વર્ણન. સાતમો અધ્યયાય ૨. વ્રતનું સ્વરૂપ, વ્રત લેનાર અધિકારીઓના પ્રકારો અને વ્રતની સ્થિરતાના માર્ગો. ૩. હિંસા આદિ દોષોનું સ્વરૂપ. ૪. વ્રતમાં સંભવતા દોષો. પ. દાનનું સ્વરૂપ અને તેના તારતમ્યના હેતુઓ. આઠમો અધ્યાય : ૬ કર્મબંધના મૂળ હેતુઓ અને કર્મબંધના પ્રકારો. નવમો અધ્યાય : ૭, સંવર અને તેના વિવિધ ઉપાયો અને તેના ભેદ-પ્રભેદો. ૮. નિર્જરા અને તેનો ઉપાય. ૯. જુદા જુદા અધિકારવાળા સાધકો અને તેમની મર્યાદાનું તારતમ્ય. દશમો અધ્યાય ૧૦. કેવળજ્ઞાનના હેતુઓ અને મોક્ષનું સ્વરૂપ. ૧૧. મુક્તિ મેળવનાર આત્માની કઈ રીતે ક્યાં ગતિ થાય છે તેનું વર્ણન. આ સિવાય કેટલીક બબતો એવી પણ છે કે, જેમાંથી એક બાબત ઉપર એક ૧૩૦ 65 R Page #67 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) દર્શને તો બીજી બાબત ઉપર બીજા દર્શને ભાર આપેલો હોવાથી, તે તે બાબત તે તે દર્શનના એક ખાસ વિષય તર્ક અથવા એક વિશેષતા રૂપે પ્રસિદ્ધ થઈ ગઈ છે. દાખલા તરીકે, કર્મના સિદ્ધાંતો બૌદ્ધ અને યોગ દર્શનના કર્મના મૂળ સિદ્ધાંતો તો છે જ, યોગ દર્શનમાં તો એ સિદ્ધાંતોનું મુદ્દાવાર વર્ણન પણ છે; છતાં એ સિદ્ધાંતો વિષેનું જૈન દર્શનમાં એક વિસ્તૃત અને ઊંડું શાસ્ત્ર બની ગયેલું છે, જેવું બીજા કોઈ પણ દર્શનમાં દેખાતું નથી. તેથી જ ચરિત્રમીમાંસામાં કર્મના સિદ્ધાંતોનું વર્ણન કરતાં જૈનસંમત આખું કર્મશાસ્ત્ર વાચક ઉમાસ્વાતિએ ટૂંકાણમાં પણ દાખલ કર્યું છે. તેવી જ રીતે તાત્વિક દષ્ટિએ ચારિત્રની મીમાંસા જૈન, બૌદ્ધ અને યોગ ત્રણે દર્શનમાં સમાન હોવા છતાં, કેટલાક કારણોથી વ્યવહારમાં ફેર પડી ગયેલો નજરે પડે છે અને એ ફેર જ તે તે દર્શનના અનુગામીઓની વિશેષતારૂપ થઈ પડ્યો છે. અને કષાયનો ત્યાગ એ જ બધાને મને ચારિત્ર છે; તેને સિદ્ધ કરવાના અનેક ઉપાયોમાંથી કોઈએ એક ઉપર તો બીજાએ બીજા ઉપર વધારે ભાર આપ્યો છે. જૈન આચારના બંધારણમાં દેહદમનની પ્રધાનતા દેખાય છે. બૌદ્ધ આચારના બંધારણમાં દેહદમનની જગ્યાએ ધ્યાન પર ભાર મૂક્યો છે, અને યોગદર્શનાનુસારી પરિવ્રાજકોના આચારના બંધારણમાં પ્રાણાયામ, શૌચ આદિ ઉપર વધારે ભાર અપાયો છે. જો મુખ્ય ચારિત્રની સિદ્ધિમાં જ દેહદમન, ધ્યાન અગર પ્રાણાયામ આદિનો બરાબર ઉપયોગ થાય, તો તો એ દરેકનું સરખું જ મહત્ત્વ છે; પણ જ્યારે એ બાહ્ય અંગો માત્ર વ્યવહારના ચીલા જેવાં બની જાય છે અને તેમાંથી મુખ્ય ચારિત્રની સિદ્ધિનો આત્મા ઊડી જાય છે, ત્યારે જ એમાં વિરોધની દુર્ગધ આવે છે અને એક સંપ્રદાયનો અનુગામી બીજા સંપ્રદાયના આચારનું નિરર્થકપણું બતાવે છે, બૌદ્ધ સાહિત્યમાં અને બૌદ્ધ અનુગામી વર્ગમાં જૈનોના દેહદમનની પ્રધાનતાવાળા તપની વગોવણી નજરે પડે છે. જૈન સાહિત્ય અને જૈન અનુગામી વર્ગ બૌદ્ધોના સુખશીલ વર્તન અને ધ્યાનનો તેમ જ પરિવ્રાજકોના પ્રાણાયામ અને શૌચનો પરિહાસ દેખાય છે. આમ હોવાથી તે તે દર્શનની ચારિત્રમીમાંસાના ગ્રંથોમાં વ્યાવહારિક જીવનને લગતું વર્ણન વિશેષ જ દેખાય તે સ્વાભાવિક છે, એથી જ તત્ત્વાર્થની ચારિત્રમીમાંસામાં આપણે પ્રાણાયામ કે શૌચ ઉપર એકે સુત્ર નથી જોતા તેમ જ ધ્યાનનું પુષ્કળ વર્ણન તેમાં હોવા છતાં તેને સિદ્ધ કે યોગ દર્શનમાં વર્ણવવામાં આવ્યા છે તેવા વ્યાવહારિક ઉપાયો આપણ સર્જકની વિચારસૃષ્ટિ) નથી જોતા. એ જ રીતે તત્વાર્થમાં જે પરીષહો અને તપનું વિસ્તૃત તેમ જ વ્યાપક વર્ણન છે, તેવું આપણે યોગ કે બૌદ્ધની ચારિત્રમીમાંસામાં નથી જોતા. આ સિવાય ચારિત્રમીમાંસાને અંગે એક વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે અને તે એ કે ઉક્ત ત્રણે દર્શનોમાં જ્ઞાન અને ચારિત્ર (ક્રિયા) બંનેને સ્થાન હોવા છતાં જૈન દર્શનમાં ચારિત્રને જ મોક્ષના સાક્ષાત્ કારણ તરીકે સ્વીકારી, જ્ઞાનને તેના અંગ તરીકે સ્વીકારવામાં આવ્યું છે; જ્યારે બૌદ્ધ અને યોગ દર્શનમાં જ્ઞાનને જ મોક્ષનું સાક્ષાત્ કારણ માની, જ્ઞાનના અંગ તરીકે ચારિત્રને સ્થાન આપવામાં આવ્યું છે. આમ હોવાથી તત્ત્વાર્થની ચારિત્રમીમાંસામાં ચારિત્રલક્ષી ક્રિયાઓનું અને તેમના ભેદપ્રભેદોનું વધારે વર્ણન હોય તે સ્વાભાવિક છે. ચારિત્રમીમાંસાના અંતિમ સાધ્ય મોક્ષના સ્વરૂપ વિષે ઉક્ત દર્શનોની કઈ અને કેવી કલ્પના છે તે પણ જાણી લેવી આવશ્યક છે. દુ:ખના ત્યાગમાંથી જ મોક્ષની કલ્પના જન્મેલી હોવાથી, બધાં દર્શનો દુઃખની આત્યંતિક નિવૃત્તિને જ મોક્ષ માને છે. ન્યાય, વૈશેષિક, યોગ અને બૌદ્ધ એ ચારે એમ માને છે કે, દુ:ખના નાશ ઉપરાંત મોક્ષમાં બીજી કોઈ ભાવાત્મક વસ્તુ નથી; તેથી એમને મતે મોક્ષમાં જો સુખ હોય તો તે કાંઈ સ્વતંત્ર વસ્તુ નહીં, પણ તે દુઃખના અભાવ પૂરતું જ છે. જ્યારે જૈન દર્શન વેદાંતની પેઠે એમ માને છે કે, મોક્ષ અવસ્થા એ માત્ર દુઃખનિવૃત્તિ નથી, પણ એમાં વિષયનિરપેક્ષ સ્વાભાવિક સુખ જેવી સ્વતંત્ર વસ્તુ પણ છે. માત્ર સુખ જ નહીં પણ તે ઉપરાંત જ્ઞાન જેવા બીજા સ્વાભાવિક ગુણોનો આવિર્ભાવ જૈન દર્શન એ અવસ્થામાં સ્વીકારે છે, જ્યારે બીજા દર્શનની પ્રક્રિયા એમ સ્વીકારવાની ના પાડે છે. મોક્ષના સ્થાન વિષે જૈન દર્શનનો મત સૌથી નિરાળો છે. બૌદ્ધ દર્શનમાં તો સ્વતંત્ર આત્મતત્ત્વને સ્પષ્ટ સ્થાન ન હોવાથી, મોક્ષના સ્થાન વિષે તેમાંથી કાંઈ પણ વિચાર મેળવવાની આશા અસ્થાને છે. પ્રાચીન બધાં વૈદિક દર્શનો આત્મવિભુત્વવાદી હોવાથી, તેમને મતે મોક્ષનું સ્થાન કોઈ અલાયદું હોય એવી કલ્પના જ થઈ શકતી નથી, પરંતુ જેન દર્શન સ્વતંત્ર આત્મત્ત્વવાદી છે અને છતાં આત્મવિભજ્વવાદી નથી; તેથી તેને મોક્ષનું સ્થાન ક્યાં છે એનો વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે અને એ વિચાર એણે દર્શાવ્યો પણ છે. તત્ત્વાર્થના અંતમાં વાચક ઉમાસ્વાતિ કહે છે કે, “મુક્ત થયેલ છવ દરેક પ્રકારના શરીરથી છૂટી, ઊર્ધ્વગામી થઈ, છેવટે લોકના અંતમાં સ્થિર થાય છે અને ત્યાં જ હંમેશને માટે રહે છે. ૦ ૧૩૧ - ૧૩૨ - Page #68 -------------------------------------------------------------------------- ________________ iiiiiiiii જ્ઞાનધારા) ઉપદેશમાલા બાલાવબોધ શ્રી સોમસુંદરસૂરિજીની વિચારસૃષ્ટિ - ડૉ. કાન્તિભાઈ બી. શાહ અમદાવાદસ્થિત ડૉ. કાન્તિભાઈના “ગુણરત્નકર છંદ” અને ઉપદેશમાલા બાલાવબોધ ગ્રંથો પુરસ્કૃત થયા છે.. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-સંશોધન સંપાદન કાર્યમાં || તેઓશ્રીનું ઘણું જ યોગદાન છે. આ નિબંધનો વિષય 'શ્રી સોમસુંદરસૂરિકૃત ઉપદેશમાલા બાલાવબોધ' છે, પણ પહેલાં આ બાલાવબોધના મૂળ ગ્રંથ અને એના સર્જક વિશે થોડીક વાત કરવી પ્રસ્તુત ગણાશે. મૂળ ગ્રંથ ‘ઉપદે શમાલા’ : કતાં શ્રી ધર્મદાસગણિ : ‘ઉપદેશમાલા’ એ પ્રાકૃત ભાષામાં ૫૪૪ ગાથાનો શ્રી ધર્મદાસગણિએ રચેલો ગ્રંથ છે. કહેવાય છે કે ગ્રંથકર્તા શ્રી ધર્મદાસગણિ અવધિજ્ઞાની હતા. ધર્મવિમુખ બનેલા પોતાના સંસારી પુત્ર રણસિંહને ધર્માભિમુખ કરવા માટે એમણે આ ગ્રંથની રચના કરી. એના ઉપદેશ દ્વારા રણસિંહને એમણે પ્રતિબોધિત કર્યો. ધર્મદાસગણિના જીવનકાળ અંગે કેટલાંક મતમતાંતરો છે. કેટલાક એમને શ્રી મહાવીર પ્રભુને હાથે દીક્ષિત થયેલા માને છે, જ્યારે ઇતિહાસવિદો એમને મહાવીરના સમકાલીન નહીં, પરંતુ મહાવીરનિર્વાણના પાંચ સૈકા પછી થયાનું માને છે. વળી, ત્રીજો એક મત એવો છે કે મહાવીરદીક્ષિત ધર્મદાસગણિ અને ઉપદેશમાલાકાર ધર્મદાસગણિ અલગ અલગ છે. ‘ઉપદેશમાલા' પર ટીકાગ્રંથો અને બાલાવબોધો : આ ગ્રંથ ઉપદેશપ્રધાન, વૈરાગ્યપ્રેરક અને ધર્માભિમુખ કરનારો હોઈને, એની મોટી સિદ્ધિ એ છે કે એના ઉપર અનેક ટીકાગ્રંથો રચાયા છે. સંસ્કૃત-પ્રાકૃતમાં ટીકા, અવચૂરિ, વૃત્તિ, કથાઓ ઉપરાંત જૂની ગુજરાતીમાં રચાયેલા બાલાવબોધોની ઘણી મોટી -૧૩ સર્જકની વિચારસૃષ્ટિ) સંખ્યા જ આ ગ્રંથની પ્રભાવિકતાનો મોટો પુરાવો છે. | ‘ઉપદેશમાલા' પરનો સૌથી મહત્ત્વનો ટીકગ્રંથ સં. ૯૭૪માં શ્રી સિદ્ધર્ષિગણિએ “હેયોપાદેય ટીકા' નામક રચ્યો છે. આ ગ્રંથમાં એમણે મૂળ પાઠોને વ્યવસ્થિત કરી આપવા સાથે ગાથાઓમાં જે દષ્ટાંતો નિર્દેશાયાં છે એની કથાઓને સંક્ષેપમાં સંસ્કૃત ભાષામાં આલેખી છે. એમના અનુગામી ટીકાકારો ઘણુંખરું આ ‘હયોપાદેય ટીકા'ને અનુસર્યા છે. ‘ઉપદેશમાલા” ગ્રંથ પર જેમ સંસ્કૃત-પ્રાકૃત ટીકગ્રંથો રચાયા એ જ રીતે જૂની ગુજરાતીમાં બાલાવબોધો પણ રચાયા છે. એમાં સૌથી જૂનો બાલાવબોધ શ્રી સોમસુંદરસૂરિએ સં. ૧૪૮૫માં રચ્યો છે. એ પછી સં. ૧૫૪૩માં કોરટ ગચ્છના શ્રી નમ્નસૂરિએ ‘ઉપદેશમાલા બાલા.' રચ્યો છે. આ ઉપરાંત કેટલાક અજ્ઞાત કર્તાઓના આ જ ગ્રંથ પરના બાલાવબોધો નોંધાયેલા છે, પણ એ બધા અપ્રકાશિત હોવાથી એ કેટલી અલગ અલગ કર્તુત્વવાળી રચનાઓ હશે એ વિશે કશું સ્પષ્ટ કરી શકાય એમ નથી. શ્રી સોમસુંદરસૂરિનું જીવન-કવન : શ્રી સોમસુંદરસૂરિનો જન્મ વિ.સં. ૧૪૩૦ના મહા વદ ૧૪ને દિને પાલણપુર ખાતે થયો. પિતાનું નામ સર્જન અને માતા માહદેવી. પોતાનું સંસારી નામ સોમ. જ્ઞાતિ પ્રાગ્વાટ, સાત વર્ષની વયે સં. ૧૪૩૭માં તેઓ દીક્ષિત થયા. તેમના દીક્ષાગુરુ જયાનંદસૂરિ હતા. સં. ૧૪૫૭માં ૨૭ વર્ષની ભરયુવાનીમાં એમને પાટણ ખાતે આચાર્યપદવી પ્રદાન થઈ. તપાગચ્છના ૪૯મા પટ્ટધર શ્રી દેવસુંદરસૂરિની નિશ્રામાં આ સૂરિપદપ્રદાન મહોત્સવ યોજાયો. પછીથી તેઓ ગચ્છાધિપતિ થયા અને બહોળો શિષ્યસમુદાય ધરાવતા હતા. વ્યાકરણ, છંદ, કોશ આદિ અનેક શાસ્ત્રોના તેઓ વિદ્વાન હતા. એમના સમુદાયમાં મુનિસુંદરસૂરિ, જયસુંદરસૂરિ, ભુવનસુંદરસૂરિ, જિનસુંદરસૂરિ જેવા શાસ્ત્રજ્ઞ સાધુભગવંતો હતા. એમની નિશ્રામાં અનેક તીર્થયાત્રાઓ યોજાઈ અને ચૈત્યોનાં જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. જેમ કે, તારંગાના અજિતનાથ પ્રભુની અને રાણકપુરના સુપ્રસિદ્ધ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા એમની નિશ્રામાં થઈ હતી. ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરવામાં, એમની જાળવણીમાં અને તાડપત્રીય ગ્રંથોની પ્રતિલિપિમાં એમનું મહત્ત્વનું પ્રદાન હતું. સં. ૧૪૯૯માં એમનો સ્વર્ગવાસ થયો. ૧૩૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) એમના સાહિત્યસર્જનમાં વિવિધ ધર્મગ્રંથો ઉપરના એમણે રચેલા બાલાવબોધો સવિશેષ ધ્યાનપાત્ર છે. ‘ઉપદેશમાલા' પરનો બાલા. (રચના સં. ૧૪૮૫), 'પટિશતક' પરનો બાલા. (૨. સં. ૧૪૯૬), ‘યોગશાસ્ત્ર' પરનો બાલા., પડાવશ્યક' પરનો બાલા. ‘આરાધના પતાકા' પરનો બાલા. તથા ‘ગૌતમપૃચ્છા' પરનો બાલા. જેવા ગ્રંથો એમણે આપ્યા છે. એ ઉપરાંત કેટલાંક તીર્થસ્તવનો તેમજ ‘ભાગતપ ચૂર્ણિ', ‘કલ્યાણક સ્તવ’, ‘રત્નકોશ' જેવી સંસ્કૃત રચનાઓ એમણે આપી છે. એમની વિદ્વત્તા અને પ્રભાવકતાને લઈને જૈન સાહિત્યના ઇતિહાસમાં વિ.સં. ૧૪૫૦થી ૧૫૦૦ સુધીના અર્ધશતકના ગાળાને ‘સોમસુંદરયુગ' તરીકે ઓળખવામાં આવ્યો. બાલાવબોધનું સ્વરૂપ: પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મહદંશે પદ્યસાહિત્ય છે. પદ્યસાહિત્યની તુલનાએ ગદ્યસાહિત્ય પ્રયોગક્ષેત્ર અને પ્રકારનૈવિધ્યની દષ્ટિએ ઘણું સીમિત છે. જે ગદ્યસાહિત્ય ઉપલબ્ધ છે એમાં ‘પૃથ્વીચંદ્રચરિત્ર' જેવી કેટલીક ગદ્યકથાઓ, બાલાવબોધો, બાલાવબોધ-અંતર્ગત દષ્ટાંતકથાઓ અને વ્યાકરણની સમજૂતી આપતાં ઔક્તિકોને ગણાવી શકાય. આ બાલાવબોધ શું છે ? સમજશક્તિમાં કે જ્ઞાનસમૃદ્ધિમાં જે ઓ હજી બાળદશામાં છે એવા લોકોના અવબોધ માટે મૂળમાં સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓનો સાદી ભાષામાં સીધો ગદ્યાનુવાદ કે અનુવાદ સાથે મૂળ વિષય પરનું જરૂરી વિવરણ કરવામાં આવે તેને બાલાવબોધ કહેવામાં આવતો. આ બાલાવબોધ-અંતર્ગત કેટલીક વાર દષ્ટાંતકથાઓ પણ રજૂ કરાતી. વિષય-અવબોધના પ્રયોજને રચાતા આ બાલાવબોધોનું એક ભાષાકીય મહત્ત્વ પણ છે. રાસા, આખ્યાન, છંદ, પ્રબંધ આદિ પદ્ય-સ્વરૂપોમાં ભાષાનું વહેણ છંદોલયમાં ગતિ કરે છે. એ લયાત્મક ગતિમાં જ વર્ણ-શબ્દના પ્રાસ પણ એમાં સહજ રીતે પ્રયોજાતા આવે છે. પરિણામે આવાં પદ્યાત્મક સર્જનોમાં ભાષા એનો આગવો મિજાજ ધારણ કરી લે છે. એટલે અંશે ભાષા એના સાહજિક સ્વરૂપથી ઓછીવત્તી માત્રામાં પણ ઊંચકાયેલી હોય છે. જ્યારે બાલાવબોધોના ગદ્યમાં તત્કાલની બોલચાલની ભાષાનું સ્વરૂપ અને એની લઢણો યથાર્થપણે સચવાયાં હોય છે. એથી મધ્યકાલીન ગુજરાતી ગદ્યના અભ્યાસ માટે આ બાલાવબોધો વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સામગ્રી પૂરી પાડે છે. સર્જકની વિચારસૃષ્ટિ) શ્રી સોમસુંદરસૂરિકૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ' : સમીક્ષા : શ્રી સોમસુંદરસૂરિએ આ ગ્રંથની રચના સં. ૧૪૮૫માં કરી. એ રીતે આ રચના નરસિંહના કવનકાળથી અગાઉના સમયની ગણાય. આ અગાઉ તુરણપ્રભસૂરિનો ‘પડાવશ્યક બાલા'. (સં. ૧૪૧૧) અને મેરતંગસૂરિના સંસ્કૃત વ્યાકરણ પરના બાલા. મળે છે, પણ ‘ઉપદેશમાલા' પરનો સૌથી જૂનામાં જૂનો બાલા. સોમસુંદરસૂરિનો છે. | (i) વિષયવસ્તુ તો અહીં ‘ઉપદેશમાલા'નું જ હોય, પણ ત્યાં જે પ્રાકૃત પદ્યમાં હતું તે અહીં વિસ્તૃતપણે તત્કાલીન ગદ્યમાં આલેખાયું હોય એ રીતે વિષય દષ્ટિએ અહીં સાધુજીવનની આચારસંહિતા નિરૂપિત થઈ છે. સાધુઓના પાંચ મહાવ્રતો આદિ મૂળગુણ, પાંચ સમિતિ (સમ્યક પ્રવૃત્તિ) આદિ ઉત્તરગુણ, સાધુજીવનમાં મન-વચનકર્મે કરીને આચારવિચારોની હેયોપાદેયતા, સાચા સાધુ અને શિથિલાચારી સાધુ વચ્ચેનો તફાવત, પાસસ્થા, ઓસન્ન, કુશીલ, નિત્યવાસી, સંસક્ત, યથાણંદ અને સંવેશી સાધુઓના ભેદ, ગચ્છવાસી સાધુના લાભો અને એકલવાસી સાધુનાં ભયસ્થાનો, ગુરુશિષ્યના સંબંધો, વિનીત શિષ્યના સદ્ગુણો અને દુર્વિનીત શિષ્યના દોષો, શિષ્ય ગુરુ પ્રત્યે રાખવાના વિનય અને શ્રદ્ધા, સાધુ માટે તપ-વ્રત-સંયમ-નિયમની દઢતા, સાધુએ પાળવાની દસ પ્રકારની જયણા-એમ સાધુના આચાર-વિચારની અનેક ઝીણી ઝીણી વિગતો આવરી લેવાઈ છે. શ્રાવકધર્મના પાલનની વાત પણ અહીં કહેવાઈ છે. શ્રાવકે ત્યજવાનાં અભણ્યો, આજીવિકા-વ્યવસાયમાં જાળવવાની શુદ્ધિ, પરિગ્રહત્યાગની વાત ઉપરાંત હળુકર્મીભારેકર્મી જીવો, વસ્તુનું અનિત્યપણું, મોક્ષસુખની શ્રેષ્ઠતા, મોક્ષમાર્ગની વિરાધનાનાં નિમિત્તો, કર્મોનું સ્વરૂપ, દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકી લોકનાં સ્વરૂપો, મનુષ્યભવની દુર્લભતા જેવા અનેક તાત્વિક વિષયોને અનુલક્ષીને ધર્મોપદેશની અહીં છણાવટ છે. - (i) નિરૂપણરીતિ - કર્તા એમના આ બાલાવબોધમાં મૂળ ગાથાનો ક્રમશ: આંશિક નિર્દેશ કરતા જઈ, બહુધા એના શબ્દપર્યાયો-શબ્દાર્થો આપતા જઈ, ગાથાના કથ્ય વિષયને તત્કાલીન ગુજરાતી ભાષામાં રસળતા અનુવાદ સ્વરૂપે મૂકી આપે છે, પણ એ કેવળ અનુવાદ રહેતો નથી. વાચકને વિષયનો વિશદપણે અવબોધ થાય તે માટે તેઓ ખપ જેગો વિસ્તાર કરીને વિષયને સ્ફટ કરે છે. વિવરણ કરતી વેળા વિષયનો અતિવિસ્તાર કે બિનજરૂરી વિસ્તાર ન થઈ જાય એની કાળજી લીધાની છાપ પડે છે. બાલાવબોધ માટે એમની આ સહજસ્વીકૃત લેખનશિસ્ત જણાય છે. ૧૩૬ ૧૩૫ - Page #70 -------------------------------------------------------------------------- ________________ 69 L ܞܞܞ કે જ્ઞાનધારા) (iii) સાક્ષીપાઠો - કેટલીક ગાથાઓના બાલાવબોધમાં કર્તાએ સંસ્કૃત-પ્રાકૃત શાસ્ત્રગ્રંથોમાંથી પ્રમાણો/સુભાષિતો ઉદ્ધત કરીને મૂક્યાં છે અને સાક્ષીપાઠ આપતાં કવચિત જે-તે ગ્રંથસંદર્ભ પણ ટાકે છે. જેમકે મૂળ ગ્રંથની ૩૩૬મી ગાથામાં સાધુઓ શરીરની શોભા કરવાનું ટાળે છે એ વાત આવે છે. સોમસુંદરસૂરિ આ ગાથાના બાલાવબોધમાં ‘વત્ તમ્ શ્રી યશવ‘જિદ્દ સૂત્રે’ એમ સંદર્ભ નિર્દેશીને સૂત્રનું પ્રમાણ આપે છે : ‘વિભૂષાવત્તિયં મિવુ, નાં સંધ ચિતળળ ।’ બાલાવબોધના આલેખન અને ગદ્યનું ઉદાહરણ : મૂળ ગાથા ૩૫૧મી - ‘ગુણહીણો ગુણચ્ચણાયરેસુ, જો ફુઈ તુલ્લમપ્પાણં, સુત્તવસિણો ય હીલઈ સમ્મત્ત કોમલ તાઃ' (મૂળ ગાથાનો અનુવાદ - ‘જે સાધુ ગુણમાં હીણો હોવા છતાં ગુણરત્નોના ભંડાર સમા અન્ય સાધુ સાથે પોતાની તુલના કરે છે અને ઉત્તમ તપસ્વી સાધુની નિંદા કરે છે તેનું સમ્યક્ત્વ અસાર જાણવું.) સોમસુંદરસૂરિનો ઉપરોક્ત ગાથાનો બાલા. - જે આપણપ ચારિત્રાદિક ગુણે કરી હીન રહિત હુંત ગુણ-રૂપિયા રત્નના આગર સુસાધુ મહાત્માસિ આપણપ. તુલ્ય=સરીખઉં કરઈ, ‘અઉ મહાત્મા' ઇસિ પરિ લોકમાહિં ખ્યાતિ કરઈ, સુત્તવર્સિ.=રૂડા મહાત્મા હૂઈં હીલઈ-નિંદઈ, ‘એ માયાવીઆ, લોકહૂઈં ધુતારા' ઈસી પરિ, સમ્મત્ત. - તે તપસ્વીના નિંદણહારનઉ સમ્યક્ત્વ કોમલ=અસાર ને મિથ્યાત્વી જિ કહીઈ. ‘ઉપદેશમાલા બાલા.'ની દૃષ્ટાંતકથાઓ : આ ગ્રંથની સાહિત્યિક દષ્ટિએ આપણે માટે મોટી ઉપલબ્ધિ છે તે તો કર્તાએ બાલા.ની સાથે જોડેલી દષ્ટાંતકથાઓ. આગળ જણાવ્યું તેમ મૂળ ગ્રંથમાં ધર્મદાસગણિએ જે દષ્ટાંતોનો કેવળ નિર્દેશ કયો છે તે દષ્ટાંતોનું વસ્તુ લઈને બાલાવબોધકારે અહીં નાના મોટા કદવાળી દષ્ટાંતથાઓ આપી છે. અહીં એવી ૬૮ દષ્ટાંતકથાઓ જે-તે બાલા.ના છેડે અલગ કથાઓ રૂપે રજૂ થઈ છે. જ્યારે ૧૫ જેટલી દષ્ટાંતકથાઓ બાલા. - અંતર્ગત જ સંક્ષેપમાં સાંકળી લેવાઈ છે. એમ અહીં કુલ ૮૩ કથાઓ પ્રાપ્ત થાય છે. આમ આ ગ્રંથમાં, જૈન પરિભાષામાં કહીએ તો, ચરણકરણાનુયોગની સાથે જાણે કે ધર્મકથાનુયોગ પણ સંલગ્ન છે અથવા એમ કહી શકાય કે આ ગ્રંથ કેવળ બોધનો ૧૩૭ હું સર્જકની વિચારસૃષ્ટિ ... નહીં, કથાબોધનો-કથાના માધ્યમથી પ્રાપ્ત થતા બોધનો ગ્રંથ છે. આ કથાઓ વાચકના કથારસને પોષવા સાથે ધર્મોપદેશને મિષ્ટતાપૂર્વક હૃદયસ્થ કરવામાં સહાયક બને છે. જોકે એક વાત સ્પષ્ટ કરવી જોઈએ કે આ બધી કથાઓનો આધારસ્રોત તો આપણું આગમસાહિત્ય જ છે. કથાઓનું પાત્રાનુસારી વર્ગીકરણ : (૧) સાધુમહાત્માઓની ચરિત્રકથાઓ - આખો ગ્રંથ જ મુખ્યત્વે સાધુમહાત્માઓના આચારવિચાર અંગેનો હોઈને અહીં મોટા ભાગની દષ્ટાંતકથઓ સાધુઓના ચરિત્ર-પ્રસંગોને લગતી અને ગુરુ-શિષ્ય સંબંધોને વિષય કરતી છે. બાહુબલિ, જંબૂસ્વામી, ચિંતાતીપુત્ર, ઢણકુમાર, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, સ્કંદક અને એમના ૫૦૦ શિષ્યો, હરિકેશબલ ઋષિ, વયર (વજ્ર) સ્વામી, નંદિપેણ, ગજસુકુમાલ, સ્થૂલભદ્ર, સિંહગુફાવાસી મુનિ, અવંતી સુકુમાલ, પીઢ-મહાપીઢ, મેતાર્યમુનિ, દત્તમુનિ, સુનક્ષત્ર મહાત્મા, કેશી ગણધર, કાલિકાચાર્ય, વારત્તક મહાત્મા, સાગરચંદ્ર, દઢપ્રહારી મુનિ, સહસ્યમલ મહાત્મા, આર્ય મહાગિરિ, મેઘકુમાર, ચંડરુદ્રગુરુ અને એમના સુશિષ્ય, અંગારમર્દક, મંગુ આચાર્ય, સેલગસૂરિ, પુંડરીક-કંડરીક, સંગમસૂરિ, અર્ણિકપુત્ર વગેરે મહાત્માઓની કથાઓ અહીં છે. (૨) મહાસતીઓ અને અન્ય નારીપાત્રોની કથાઓ - મૃગાવતી, સુકુમાલિકા, ચંદનબાળા, મરુદેવીમાતા, સૂર્યકાન્તા, ચલણીમાતા, ચેલ્લણા, પુચૂલાની કથાઓ અહીં છે. (૩) ચક્રવર્તીઓ/રાજાઓ/મંત્રીઓની કથાઓ ܞܞܝ ભરતેશ્વર ચક્રવર્તી, સનન્કુમાર ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી, ઉદાયી રાજા, ચંડપ્રદ્યોત રાજા, ચંદ્રાવતસક રાજા, પ્રદેશી રાજા, શ્રેણિક રાજા અને પુત્ર કોણિક, પર્વતક રાજા, ચાણક્ય મંત્રી, પરશુરામ અને સુભૂમિ, દશાર્ણેય કૃષ્ણ મહારાજા, વસુદેવ, બલદેવ, અભયકુમાર વગેરેની કથાઓ. (૪) શ્રેષ્ઠીઓની કથાઓ - તામલિ શ્રેષ્ઠી, શાલિભદ્ર, કામદેવ શ્રાવક, પૂરણ શ્રેષ્ઠી. (૫) તીર્થંકર / ગણધરની કથાઓ - મહાવીર પ્રભુનો મરીચિ ભવ, ઋષભદેવ, ગૌતમસ્વામી. (૬) વિદ્યાધર/દેવ/પ્રત્યેકબુદ્ધની કથાઓ - ૧૩૮ 69 R Page #71 -------------------------------------------------------------------------- ________________ - જ્ઞાનધારા) સત્યકિ વિદ્યાધર, રાંક દેવ, કરકંડુ (૭) કેટલાંક અન્ય પાત્રોની કથાઓ - ભીલ, રથકાર, દ્રમક ભિખારી, શિવભક્ત પુલિંદ, માતંગ, નાપિત અને ત્રિદંડી, ધૂર્ત બ્રાહ્મણ, જમાલિ, ગોસાલો, ચાર પ્રકારના ખેડૂતો, કાલરિયો ખાટકી, ખાટકીપુત્ર સુલસ વગેરે. (૮) પશુ-પંખીઓની કથાઓ - મૃગલો, ગિરિશુક અને પુષ્પશુક, માસાહસ પંખી, દર, હાથી અને સસલું. કથાપ્રયોજનની દષ્ટિએ નોંધપાત્ર કથાઓ : આમ તો અહીં એકએક દષ્ટાંતકથા કોઈ ને કોઈ પ્રયોજનથી કહેવાઈ છે, પણ એમાંથી બે પ્રયોજનોવાળી કથાઓ અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે. (૧) નિટનાં સગાં જ સગાંનો અનર્થ કરે - એ પ્રયોજનવાળી કથાઓ - નિકટનાં સગાં જ સગાંનો કેવો અનર્થ કરે છે એ દર્શાવતી કથાઓનું આખું કશાગુચ્છ ૧૪૫થી ૧૫૧ સુધીના ક્રમાંકોવાળી ગાથાઓના બાલા.માં પ્રાપ્ત થાય છે, જેમાં માતા-પિતા, ભાઈ, પત્ની, પુત્ર, મિત્ર વગેરે પણ આ સંસારમાં કેવાં દુઃખો સર્જી શકે છે એની કથાઓ આપીને આ સ્વજનો પ્રત્યે પણ રાગ-આસક્તિ ન કરવા કર્તા પ્રતિબોધ કરે છે. (૨) પૂર્વભવનાં કર્મોનો વિપાક અને એના સારા-માઠાં ફળ દર્શાવતી કથાઓ પણ અહીં મોટા પ્રમાણમાં છે. નંદિપેણની કથા (પૂર્વભવમાં કરેલા વૈયાવૃજ્યાદિ તપનું ફળ), મેઘકુમારની કથા (વિચલિત મનની સ્થિરતા), ભીલની કથા અંતર્ગત અનંગસેન સોનીની (જા સા સા સા) કથા (પૂર્વનાં પાપકર્મોના વિપાક રૂપે આ ભવમાં બોલી પણ ન શકાય એવાં અઘટિત પાપકર્મ), મેતાર્યમુનિની કથા (જાતિકુળના ગર્વને લઈને નીચ કુળમાં જન્મ), હરિકેશબલની કથા (બ્રાહ્મણકુળના પૂર્વભવના મદને લઈને નીચ ગોત્રમાં જન્મ), મહાવીર પ્રભુના મરીચિ ભવની કથા (મરીચિભવમાં આડુંઅવળું વચન બોલતા જન્મજરા-મૃત્યુના મોટા સાગરનું નિર્માણ). વિવિધ કથનરીતિ : આ બધી કથાઓ કથનરીતિના વૈવિધ્યવાળી છે. રૂપકકથાઓ, સમસ્યાના ઉકેલ સ્વરૂપે આવતી કથાઓ, નાટ્યાત્મક ચોટવાળી થાઓ, અન્યોક્તિ સ્વરૂપે નિરૂપિત કથાઓ તથા જે દાંતનું આલંબન ન લેવું જોઈએ એવી મરુદેવીમાતાની કથા અહીં જોવા મળે છે. - ૧૩૯ – સર્જકની વિચારસૃષ્ટિ) ગદ્યશૈલી : આ બાલાવબોધમાં અને એની ગદ્યકથાઓમાં તત્કાલીન ગુજરાતી ભાષાનું બોલચાલનું સાહજિક સ્વરૂપ જળવાયું છે. ૧૫મી સદીની જૂની ગુજરાતી ભાષાનું માળખું અને એના વ્યાકરણનો પરિચય પણ થાય છે. દા.ત. કર્માર્થે બીજી વિભક્તિના ‘ને' પ્રત્યયને સ્થાને હુઈ પ્રત્યય પ્રચુરપણે પ્રયોજાયેલો જોવા મળે છે. તત્કાલીન શબ્દભંડોળ અને એની આગવી અર્થચ્છાયાઓ નો પરિચય અહીં મળે છે. દષ્ટાંતક્થાઓમાં કર્તાનું ગદ્ય ટૂંકાં વાક્યોમાં, ક્યારેક તો ક્રિયાપદ વિનાનાં વાક્યોમાં ગતિ કરે છે. દા.ત. “રાજગૃહનગરી. શ્રેણિક રાજા. ચિલ્લણા પટ્ટરાણી, તેહનઈ એકવાર ગર્ભિ પુત્ર ઉપનઉ." ખાટકીપુત્ર સુલસની કથામાં સંવાદકળાના અંશો જોવા મળે છે તો માસાહસ પક્ષીની કથામાં માર્મિક વિનોદની લકીર ખેંચાયેલી છે. વળી મૂળ ગ્રંથની ગાથાઓમાં પ્રયોજાયેલ ઉપમા-રૂપકાદિ અલંકારોનું બાલાવબોધકારે જે રીતે ગદ્યમાં રૂપાંતરણ-વિસ્તરણ કર્યું છે તેવાં સ્થાનોમાં ગદ્ય અલંકારવિભૂષિત બન્યું છે. એનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે : “સાધુ નારીરૂપ જોઈને એ રીતે દષ્ટિ વાળી લે છે, જેમ માણસ સૂર્ય સામે ગયેલી દષ્ટિને". જેમ કોઈ રાજાને સિંહાસને બેસી, કેવળ છત્ર-ચામર-ધજાનો આડંબર કરવાથી લક્ષ્ય સિદ્ધ ન થાય, તેમ આચાર વિના કેવળ લેશમાત્રથી મહાત્મા ન થવાય.” “જેમ વસ્ત્ર વણતાં એનો મૂળ તાણ ઉજજવળ હોય પણ વાણાનો વરવો રંગ લાગતાં એ એની ધવલતા ગુમાવે, એમ સમ્યત્વ તાણા સરખું નિર્મળ છે, પણ વિષય-કષાયોનો રંગસ્પર્શ જીવનવને ખરાબ કરે છે.' “જેમ ખરજવાને ખંજવાળતો માણસ દુઃખને સુખ માને છે એ જ રીતે માણસ કામવાસનાજનિત દુ:ખને સુખ માને છે.” આ રીતે આ ગ્રંથ એની ધર્મોપદેશકતા અને વૈરાગ્ય પ્રેરકતાને લઈને તો મહત્ત્વનો છે જ, સાથે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રુચિ ધરાવનારાઓ માટે, તત્કાલીન ગદ્ય અને ભાષાસ્વરૂપની દષ્ટિએ એક મહત્ત્વનો અભ્યાસગ્રંથ બની રહે એમ છે. સંદર્ભગ્રંથ : (૧) શ્રી સોમસુંદરસૂરિકૃતિ ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધઉત્તરાર્ધ), સંપા. : ડૉ. કાન્તિભાઈ બી. શાહ, પ્રકાશક - સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલો. ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. (૨) ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧, મુખ્ય સંપા. જયંત કોઠારી, જયંત ગાડીત, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ-૩૮૦૦૦૯. - ૧૪૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) જૈન દષ્ટિએ ગીતાદર્શન મુનિશ્રી સંતબાલજીની વિચારસૃષ્ટિ - ગુણવંત બરવાળિયા (સી.એ. સુધી અભ્યાસ કર્યા પછી ટેક્ષ. ઇન્ડ.માં પ્રવૃત્ત છે. મુંબઈની કેટલીક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ ગુણવંતભાઈએ પચાસથી વધુ પુસ્તકોનું સર્જન-સંપાદન કર્યું છે અને જ્ઞાનસત્રોનું આયોજન કરે છે) વિશ્વની અનેક સંસ્કૃતિ અને દાર્શનિક પરંપરાઓનું પિયરઘર ભારત છે એમ જ્ઞાની પુરુષોનું કથન છે, એવા ભારત દેશના ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તાર એ સંતો અને વીરપુરૂષોની ભૂમિ છે. મહાત્મા ગાંધીજી જેવા રાષ્ટ્રભક્ત, શ્રીમદ્ રાજચંદ્ર, દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિ આ ધરાની દેન છે એવા સૌરાષ્ટ્રના મોરબી તાલુકામાં આવેલા ટોળ નામના નાનકડા ગામમાં ૨૬-૦૮-૧૯૦૪ના રોજ સંતબાલજીનો જન્મ થયો હતો. પિતા નાગજીભાઈ દેવજીભાઈ ને ત્યાં માતા મોતીબહેનની કૂખે અવતરેલા આ બાળકનું નામ શિવલાલ રાખવામાં આવ્યું. અને તેમની નાની બહેનનું નામ મણિબહેન હતું. પિતાની નાની દુકાનથી પૂરતી કમાણી નહોતી તેથી રાજકોટ ગયા. ત્યાં ન ફાવતા ફ્રી ટોળ આવ્યા. ઘરખર્ચને પહોંચી વળવા ખૂબ મહેનત કરવી પડતી. અતિશ્રમથી પિતાને માંદગી આવી ને ખૂબ જ નાની વયે શિવલાલે પિતાનું છત્ર ગુમાવ્યું. ટોળમાં શિક્ષણની સુવિધા ન હોવાથી બે માઈલ દૂર અરણી ટીંબા ગામે બે ગુજરાતીનો અભ્યાસ કર્યો અને પછી મોસાળ બાલંભામાં સાત ગુજરાતી ભણ્યા ને થોડું અંગ્રેજી શીખ્યા પછી મામા સાથે મુંબઈ ગયા. પહેલા કપડાના વેપારીને ત્યાં અને પછી પારસીને ત્યાં નોકરી કરી. શિવલાલને મુંબઈનું દેશભક્તિના આંદોલનનું વાતાવરણ પર્શવા લાગ્યું અને ખાદી પહેરવાની શરૂઆત કરી. રાજસ્થાનથી પધારેલા સૌભાગ્યમલજી મહારાજથી ૦ ૧૪૧ સર્જકની વિચારસૃષ્ટિ) પ્રભાવિત થયા. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધ્યો. તેમની પાસે દીક્ષીત થવાના ભાવ જાગ્યા. પછી નાનચંદ્રજી મહારાજના વિશેષ પ્રભાવ હેઠળ આવ્યા. ટોળમાં શિવલાલના માતા મોતીબાએ ઈમામ સાહેબની આગાહીથી ગભરાઈને શિવલાલની સગાઈ કરી. દેશમાં આવી શિવલાલ મણીબહેનનાં લગ્નનું કાર્ય પૂર્ણ કરી કુટુંબની ફરજ પૂર્ણ કરી. મોતીબાની તબિયત નાદુરસ્ત હતી. પેટના વ્યાધિના ઑપરેશન બાદ તેઓનો સ્વર્ગવાસ થયો. વૈરાગ્ય દઢ થતાં પૂ. નાનચંદ્રજી મહારાજને પત્ર લખી પોતાની ભાવના દર્શાવી. પૂ. નાનચંદ્રજી મહારાજે પોતાની પાસે બોલાવી, સંસારત્યાગ પૂર્વેની તૈયારી તથા અભ્યાસ કરાવ્યો. શિવલાલે કાકા દાદાની રજા-આજ્ઞા મેળવી. શિવાલાલની જેમની સાથે સગાઈ થઈ હતી તે દીવાળીબહેન પાસે ગયા અને કહ્યું : “...મારી ઈચ્છા વીતરાગ માર્ગમાં પ્રવેશવાની છે. ભાગવતી દીક્ષા લેવી છે. આપને આવવું હોય તો સંતો મદદ કરશે અને સંસાર માર્ગે જવું હોય તો મારી એક ભાઈ તરક શુભેચ્છા છે" અને તેને વીરપસલીની સાડી ભેટ આપી. બહેને પણ ગોળની ગાંગડી ખવડાવી શુભમાર્ગે આગળ વધવાની શુભેચ્છા આપી. મણીબહેનની આજ્ઞા લીધી. પૂ. સૌભાગ્યમલજી મ.સા.ની આજ્ઞા અને આશીર્વાદ પણ મળ્યા. પછી નાનચંદ્રજી મ.સા. સાથે શિવલાલ મોરબી આવ્યા. રાજવી લખધિરસિંહે ત્યાં વૈરાગી ભાવદિક્ષીત શિવલાલના ટૂંકા પ્રવચનથી રાજવી પ્રભાવિત થયા ને મોરબીમાં દીક્ષા થાય તેવા ભાવ દર્શાવ્યા, પરંતુ મોરબીમાં જૈન દીક્ષા પર પ્રતિબંધ છે, તે બાબત રાજવીનું ધ્યાન દોર્યું. રાજવીએ હુકમથી પ્રતિબંધ દૂર કરી સ. ૧૯૮૫ ઈ.સ. ૧૯૨૯ના જાન્યુઆરીમાં રાજ તરફથી બધી જ સુવિધા આપી, દીક્ષા માટે કરવી તેવો હુકમ કર્યો ને તે શિવલાલમાંથી સૌભાગ્યચંદ્ર થયા. પુ. ગુરુદેવ કવિવર્ય નાનચંદ્રજી મહારાજના સાન્નિધ્ય સાધનામાં આગળ વધતાં સોભાગ્યચંદ્ર મુનિશ્રી સંતબાલ બન્યા. સંતબાલજીએ જૈન આગમો, ભારતીય દર્શનો પર્દર્શન અને વિશ્વની વિવિધ દાર્શનિક પરંપરા અને અન્ય ધર્મો અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. - સંતબાલજી એ એમના વિચારોનો આદર્શોનો ચરિતાર્થ કરવા કેટલીક સંસ્થાઓની સ્થાપના કરી જેમ ભાલનળ કાંઠા પ્રાયોગિક સંઘ ગુંદી વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘ ૧૪૨ Page #73 -------------------------------------------------------------------------- ________________ 72 ܞܞ જ્ઞાનધારા મુંબઈ, મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ચીંચણ, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ ભાલનળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ રાણપુર, માતૃસમાજ, ઘાટકોપર, સી.પી. ટેંક-મુંબઈ અને અમદાવાદ સહિત વીશેક સંસ્થાઓની સ્થાપના કરેલી. સંતબાલજીએ વ્યસનમુક્તિ બલિપ્રથા બંધ કરાવવાનાં, ખેડૂતોના પ્રશ્નો સોલ કરવા, પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાના એવાં અનેક કર્યો કર્યાં. ૧૯૩૧માં દિનકર માસિકમાં સુખનો સાક્ષાત્કારના નામે તેઓના લેખોનું સંકલન કરી પુસ્તિકા પ્રકાશિત થયેલ જેમાં વ્યક્તિગત કે સમાજગત સુખ માટે બંધારણીય માર્ગે પ્રયાસ કરવાની વિગતો દર્શાવેલ. મુનિશ્રી સંતબાલજીએ રાણપુર નજીક નર્મદાના કાંઠે ઈ.સ.૧૯૩૬નો પૂરો એક વર્ષ મૌન સાધનાનો ગાળ્યો. આ કાળ દરમ્યાન તેમણે બધા ધર્મોનો અભ્યાસ કર્યો ઉપરાંત કાવ્યો – લેખ વિગેરેની લેખન પ્રવૃત્તિ જોરદાર બની ગઈ. વિશેષમાં ધાર્મિક અને આધ્યાત્મિક સાધના ઉપરાંત સંતે સામાજિક બાબતો અંગે શું કરવું લોકકલ્યાણ માટેની પ્રવૃત્તિઓમાં કેવી રીતે સક્રિય થવું વિગેરે બાબતોના સંપૂર્ણ ક્રાંતિકારી વિચારો ઉદ્ભવ્યા. ૧૯૩૭માં તેમણે મૌન તોડયા પછી એક જાહેર નિવેદન બહાર પાડ્યું. આ નિવેદનથી રૂઢિચુસ્ત જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો. તેઓએ દર્શાવ્યું કે જૈન સંત તરીકે દીક્ષા લીધા પછી તેઓ વિશાળવિધ યોજનાનો એક ભાગ બની ગયા છે, જૈન સાધુઓએ સમાજસુધારણા માટે કામ ન કરવું જોઈએ તેવી કોઈ મનાઈ ફરમાવવામાં આવતી નથી. લોકસેવાના કાર્યથી તેઓ સંપ્રદાયથી જુદા થયા. સાધુવેશ ન છોડયો. ગુરુ નાનચંદ્રજી મહારાજે કહ્યું કે સંતબાલ જૈન સાધુ નહિ, જગત સાધુ છે અહીં તેમનાં લખાણોમાં ધર્મ આધારિત સમાજરચનાના વિચારો સ્પષ્ટ થયા. તેમના ધર્માનુબંધી વિષદર્શનના ૧૦ પુસ્તકો પ્રગટ થયા. ધર્મપ્રાણ લોકશાહીની લેખમાળા લખી પાછળથી તે પુસ્તક રૂપે પ્રગટ થઈ જેમાં ધર્મમાં આડંબર, આરંભ-સમારંભ અને ચૈત્યવાદના વિકારો સામે લાલબતી ધરી. આ લેખોની સાધુ સમાજ પર અસર થઈ. સમાજમાં પણ ઘણો ઉહાપોહ થયો. મુનીશ્રીએ આચારાંગ સૂત્રનો અનુવાદ અને વિવેચના કરી. તેની પ્રસ્તાવનામાં લખેલ કે શ્રી આચરાંગ સૂત્ર પ્રત્યેક સાધક પછી તે ગૃહસ્થ હોય કે સન્યાસી, ધનિક કે ગરીબ સાધન-સંપન્ન કે સાધન વિહિન એને નવી દિષ્ટ અને નવી પ્રેરણા આપી શકે છે. ૧૪૩ $.....સર્જકની વિચારસૃષ્ટિ ઉતરાધાયન સૂત્ર : ઉતરાધ્યયન સૂત્રના ગ્રંથ અંગે મુનિશ્રીના વિચારો હતા કે આજે આપણી પાસે ઉત્તરાધ્યયન સૂત્રની દીપિકા, નિર્યુક્તિ ભાષ્ય, ચૂર્ણિ, ગુજરાતી ટબ્બાઓ અને હિન્દી ટીકાઓ જૂદી જૂદી સંસ્થાઓ તરફથી બહાર પડી છે પરંતુ આ ગ્રંથમાં ખાસ કરીને કેવળ તાત્ત્વિક બુદ્ધિએ જ કાર્ય કરવાનો ઉદ્દેશ કાયમ જાળવી રાખ્યો છે. આ બધા દષ્ટિબિંદુઓ રાખવાનું એક જ કારણ એ છે કે આ ગ્રંથમાં રહેલી વિશ્વવંદ્ય ભગવાન મહાવીરની પ્રેરણાત્મક વાણીનો લાભ જૈન જૈનેતરો સૌ લઈ શકે. ܀܀܀܀ ભગવતી સૂત્ર પર મુનિશ્રીએ લખાણ કરેલું પરંતુ તે તેમના જીવનકાળ દરમ્યાન પ્રકાશિત થયેલ નહિ, કારણકે તાજેતરમાં ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદીની લાયબ્રેરીમાંથી આશરે ૪૦૦ પાનાના હસ્તલિખિત ભગવતી સૂત્ર વિવૃત્તિ પ્રત પ્રાપ્ત થઈ છે જે ટૂંક સમયમાં પ્રગટ થશે. મુનીશ્રી સંતબાલજીએ જૈન રામાયણ અને મહાભારત પર પણ ગ્રંથો લખ્યા છે. દાર્શનિક દૃષ્ટિ ભિન્ન ભિન્ન દર્શનો વિશે મુનિશ્રીએ પોતાની ડાયરીમાં અલગ અલગ વિષયની નોંધ કરેલી જેમાંથી દાર્શનિક દષ્ટિ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું જેમાં, ઋગવેદ સંહિતા, મહાભારત, આરણ્યપક ઉપનિષદ, જૈન બૌધ્ધ ઈતિહાસ, પાંચ કોસની સ્પષ્ટતા સ્મૃતિના શ્લોકો, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, કેવલા દૈતનો સિદ્ધાંત, વિશિષ્ટતા દૈત સિદ્ધાંત શ્રી વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈત નિર્ણાયક, સાંખ્ય દર્શન, યોગ દર્શન, વૈૌષ્ટિક અને નૈયાપક, રામાયણ અને યોગવશિષ્ટ અન્યાન્ય પુરાણો, કબીરના પદોનું રસદર્શન તુલસીદાસ, નાનક, મીરા સૂરદાસ, તથા ચૈતન્ય સ્વામી સહજાનંદ સ્વામીના સર્જન અંગેની સુંદર નોંધો જોવા મળે છે. રાજારામમોહનરાય, મહર્ષિ દયાનંદ સરસ્વતી, કૃષ્ણમૂર્તિ વિશેના વિચારો અને જૈન આગમ અંગેની નોંધ ઉપલબ્ધ છે. મીરા બહેને લખેલ પુસ્તક સંતબાલ : મારી મા પુસ્તકમાં સંબાલના વાત્સલ્યભાવનાં દર્શન થાય છે. સંતબાલજીની કાવ્યરચનાઓ સતબાલજીએ કેટલાંક યાદગાર કાવ્યોનું સર્જન કર્યું છે. તેમાન કાવ્યોમાં ૐ મૈયા એટલે સમગ્ર નારી પ્રત્યે આદરભાવ, વિધવાત્સલ્ય અને સર્વધર્મ સમભાવના વિચારો પ્રતિબિંબિત થાય છે. ૧૪૪ 72 R Page #74 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) સાતવારની પ્રાર્થનામાં રામ, મહાવીર બુધ્ધ, કૃષ્ણ, મહમદ સાહેબ, અશો જરથુષ્ટ અને ઈશુના વિશિષ્ટ ગુણોને સ્મરીને અભિવંદના કરી છે. આ પ્રાર્થના બધા ધર્મો માટેના સ્નેહ અને આનંદનું પ્રતીક છે. એમણે રચેલ કુચગીત • પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવતો જા... અંતરના અજવાળા વીર પંથતારો કારપે.... દુર્ગમપંથ કાવ્યોની આ કાવ્યને પ્રાથમિક શાળાના અભ્યાપરાક્રમમાં પણ સ્થાન મળ્યું. સર્વ ધર્મના સંરશ્રવણે ઉદ્દેશીને કાવ્ય લખ્યું • પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમસહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને તો આત્મચિંત કાવ્યમાં વિશ્વપ્રત્યેનું વાત્સલ્ય • ધર્મ અમારો એક માત્ર સર્વધર્મ સેવા કરવી ધ્યેય અમારું છે વત્સલતા વિશ્વમહી એને ભરવી સર્વતે સુખી થવાની અભિલસા પ્રગટ કરતી દુભની લોકપ્રિય પંક્તિ • સર્વથા સૌ સુખી થાઓ સમતા સૌમા સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો પૂ. સંતબાલજીનું પત્ર સાહિત્ય આપણે ત્યાં પત્ર સાહિત્ય ઘણું જ ઓછું પ્રગટ થયું છે તેમાં મુનિશ્રીના પત્રોના પાંચ પુસ્તકો પ્રગટ થયા છે. ૧. અનંતની આરાધના - સાધકોને પત્રો ૨. શ્રીમદ્રજી અંગેના સાધકને પત્રો ૩. સંતબાલ પત્ર સુધા - સાધક સેવિકા - કાશી બહેનને પત્રો ૪. સંતબાલ પત્ર સરિતા - સાધ્વીજીઓ અને સાધકોને પત્રો ૫. અમરતાના આરાધક પુસ્તકમાં સાધકોને લખેલ પત્રો અનંતની આરાધનામાં સાધકોને લખેલા પત્રો સાધકોની મૂંઝવણનો ઉકેલ દર્શાવતા સાધકોને માર્ગદર્શન આપતા સર્જકની વિચારસૃષ્ટિ કાશીબહેને કૌમાર્યવ્રત સ્વીકારી મુનિશ્રીના કાર્યને જીવન સમર્પિત કર્યું તો મુનિશ્રીએ એક કેળવણીકારની અદાથી તેમનું પ્રત્યક્ષ અને પત્રો દ્વારા જીવન ઘટિત કર્યું છોટુભાઈ મહેતા અને કાશીબેન મહેતા આ પિતા-પુત્રીએ મુનિશ્રી પ્રેરિત ભાલનળકાંઠા પ્રયોગને પોતાનું જીવન સમર્પણ કર્યું. આ પત્રો દ્વારા અમૃતપાન કરીને પિતા-પુત્રીએ પોતાના જીવન ધન્ય બનાવ્યા અને જીવન સાફલ્યનો આત્માનંદ અનુભવ્યો. મુનિશ્રીએ સાધકોને લખેલા વિશ્વચેતના સાથે અનુસંધાન કરાવતા આ પત્રો વાંચતા મુનિશ્રીમાં, ગુરુપદમાં લોકોત્તર પ્રતિષ્ઠાનું ચિંતન કરનાર આત્મ સંતના દર્શન થાય છે. પત્રોમાં લખાયેલ એક એક સૂત્રો પાછળ અનેક સાધકોની વૃત્તિ વિહવળતા સ્પંદનો અને આંખોના આંસુડાનો ઈતિહાસ છે. શ્રીમદ્જીના તત્ત્વજ્ઞાનને લગતું સાહિત્ય. મહાવીરનગર આંતરરાષ્ટ્રિય કેન્દ્રની સ્થાપના કરી તેમાં ચાર વિભાગોની કલ્પના આપી તે વિભાગો સ્થાપવાની પ્રેરણા આપી તેમાં પ્રથમ જ શ્રીમદ્ રાજચંદ્રનો એક વિભાગ છે. આજે પણ ચીંચણમાં પ્રતિ વર્ષ શ્રીમદના સાહિત્ય અને ભક્તિ અંગે શિબિરો થાય છે ને શ્રીમદ્ રાજચંદ્ર લગતા ચાર પુસ્તકોનું પ્રકાશન પણ થયું છે. શ્રીમદજીના અપૂર્વ અવસર કાવ્યનું વિવેચન જે સિદ્ધિના સોપાન નામે પ્રગટ થયું છે. - સાધક સહયરી : જૈન આગમો દશવૈકાલિક ઉતરાધ્યયન આચારાંગ સૂયગડાંગ વિગેરે શાસ્ત્રોમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે તેમાંથી તારવેલું નવનીત એટલે સાધક સહચરી જૈન-જૈનેતર, સાધુ ગ્રહથી તેમ જ સામાન્ય સાધક પણ ખૂબ ઉપયોગી આ લોકપ્રિય પુસ્તિકાની ચાર આવૃતિઓ પ્રગટ થઈ છે. ગાંધી વિચારના પુરસ્કતાં કવિવર્ય નાનચંદ્રજી મહારાજ ગાંધીજીના વિચારના પુરકર્તા હતા. તેમના શિષ્ય સંતબાલજી પણ ગાંધી વિચારના રંગે રંગાયેલા હતા. દીક્ષા લીધા પહેલા જ તેઓ ખાદીના વસ્ત્રો પહેરતા હતા. જૈન આગમ (આચારાંગ) ગ્રંથ તેમણે મહાત્મા ગાંધીજીને અર્પણ કરેલ. ચીંચણીમાં મહાવીર નગર આ.રા.કેન્દ્રની સ્થાપના સમયે જે ચારે વિભાગ સ્થાપવાની પ્રેરણા કરી તેમાં મહાત્મા ગાંધી વિભાગ અંગે મુનિશ્રી જણાવે છે કે આ ૧૪૬ પત્રો છે. શ્રીમદ્ રાજચંદ્ર અંગે સાધક અરવિંદભાઈ અને સાધિકા પુષ્પાબહેનને લખેલ પત્રોમાં શ્રીમદ રાજચંદ્રજીના જીવન સાહિત્ય અને તેમના વિચારો અંગેનું સંપૂર્ણ વિશ્લેષણ છે. ૧૪૫ - Page #75 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) પ્રયોગમાં ગાંધી વિચાર પાયારૂપ છે ગાંધીજી માત્ર માનસિક ગુરુ રૂપ છે. સામુદાયિક અહિંસાની પ્રવૃત્તિઓ આ વિભાગમાં થશે નઈ તાલીમનું શિક્ષણ, અર્થકરણના વિકેન્દ્રીકરણના પ્રયોગો અને અભ્યાસ પણ આ વિભાગમાં કરાશે. સંતબાલજીના અન્યાય સામે લડત અને આંદોલન, વ્યસનમૂક્તિ અભિયાન, સત્યાગ્રહ રૂપ શુદિધપ્રયોગ અંગેના લખાણો અને કાર્યોમાં ગાંધીવિચાર પ્રતિબિંબિત થાય છે. આ કાર્યોની સફળતા માટે તેણે સત્યાગ્રહ, શુદ્ધિપ્રયોગ એ ઉપવાસના શસ્ત્રને પણ અપનાવ્યું હતું. પત્રકારત્વક્ષેત્રે સંતબાલજીનું યોગદાન તેમની પ્રેરણાથી ત્રણપત્રોનું પ્રકાશન ચાલુ થયેલું નવા માનવી પ્રયોગ દર્શન અને વિશ્વ વાત્સલ્ય. આ ત્રણે પાક્ષિકોમાં મુનિશ્રી લેખો લખતા નવા માનવીમાં પ્રાસંગિક લેખો પ્રયોગ દર્શન અને વિશ્વાત્સલ્યમાં અગ્રલેખો લખતા. આ લેખોમાં વર્તમાન સમયના પ્રશ્નોની છણાવટ થતી મુનિશ્રી પોતાના વિચારો સ્પષ્ટ અને પારદર્શક રીતે નિડરતાથી તથા પૂર્વગ્રહરહિત રજુ કરતાં. આ લખાણોમાં મુનિશ્રીના એક આદર્શ લોકશિક્ષક રૂપે આપણને દર્શન થતાં પત્રકારત્વમાં જૈન દષ્ટિ ઝળહળતી હતી. મુનીશ્રીના જીવનકાળ દરમ્યાન તેમણે સાઈઠ કરતાં વધુ ગ્રંથોનું વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. તેમના સંસ્થાઓ, જીવન કાર્ય અને સાહિત્ય પર બે પ્રોફેસરે શોધ પ્રબંધ લખી Ph.D. કર્યું છે. | મુનિશ્રી સંતબાલજી વિશે અનેક ગ્રંથો લખાયા છે. તેમના જીવન અને કાર્યને ઉજાગર કરતા પાસાઓ વિશે જસ્ટીસ ઉ. મહેતા, મનુ પંડિત, બળવંત ખડેરીયા, મીરાબહેન અને ગુણવંત બરવાળિયાના પુસ્તકો પ્રગટ થયાં છે. તેમના કાળધર્મ પછી તેમની હસ્તલિખિત નોંધો અને પત્રોનું સંપાદન કરી વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘે પ્રગટ કર્યા છે. સંતબાલજીની જીવનસાધના પર દુલેરાય માટલીયા અને પૂ. મુનિશ્રીના વિહાર અંગે સાધુતાની પગદંડી જેવા ગ્રંથો મણિભાઈ પટેલે લખ્યા છે. તેમાં નોંધે છે કે જ્યારે વીરમગામમાં કોલેરા ફેલાયો ત્યારે ઝાડુ લઈને આ સંતે શેરીઓ સાફ કરી અને મળ પર રાખ છાંટી હતી. - ૧૪૭ : સર્જકની વિચારસૃષ્ટિ) જૈન દષ્ટિએ ગીતાદર્શન : એક જૈન મુનિની ગીતા પર લખવાની આ પહેલ હતી. ગુરુ નાનચંદ્ર મહારાજે એક શ્લોક સંગ્રહ કર્યો હતો. તેમાં ગીતાના શ્લોક પણ હતા. ગુરુદેવે આ શ્લોકો મુનિશ્રીને પણ કંઠસ્થ કરાવેલ, ત્યાંથી ગીતાજી પર તેનું ખેંચાણ થયું હતું. | મુનિશ્રી ગીતાને એક જૈન ગ્રંથની દક્ષતામાં જ મૂકે છે. તરે અનુરોધ કરે છે કે ગીતાના પાઠકો આચરાંગને વાંચે અને આચારાંગના પાઠકો જરૂરથી એકવાર ગીતાને વાંચે એ ગીતાને માતા કહે છે તો આચારાંગને પિતા એ બન્નેના યોગે જન્મતી સંસ્કૃતિ એ વિશ્વવ્યાપી સંસ્કૃતિ છે. ગીતામાં કોઈપણ વિષય એવો નથી કે જે જૈન સૂત્રોમાં ન હોય ગીતા એને જૈન દષ્ટિના જેટલી આકર્ષક ઢબે મૂકી છે એવી ઢબે એ બીજે ક્યાંય મૂકાઈ નથી. આથી જ ગીતાગ્રંથ વિશ્વમાન્ય થયો છે. જૈન દષ્ટિ એટલે જગતના સર્વ મતો, પંથો કે સર્વ ધર્મમાં રહેલા સત્યને આવકારવું તે ખોટો છે એમ ન કહેતા તું અમુક દૃષ્ટિએ સાચો છે એમ સાબિત કરીને અલ્પદષ્ટિમાંથી મહાસત્ય તરફ પ્રેરી જવો. ગીતાએ આ દષ્ટિમાં અજબ સફળતા મેળવી છે તેથી જ ચુસ્ત મીમાંસકથી માંડીને ચૂસ્ત વેદાંતીએ એ માતા આગળ દોડી જઈને બાળક બનવાની ઈચ્છા આપોઆપ થઈ છે, અલબત ગીતાનું વસ્ત્ર વેદાંત છે અને ભૌતિક યુદ્ધની પીંછીથી ગીતાની શરૂઆત થાય છે મુનિશ્રી કહે છે કે એટલે જ ગીતા જૈન સંસ્કૃતિનો આત્મા છે એમ માનવા અને ગીતાને સવગે અપનાવવામાં જૈન વર્ગમાં આવતી આ મુશ્કેલી નાનીસૂની નથી જ. તેને આ ગ્રંથમાં વિસ્તારથી સમજાવી છે. જૈન પરિભાષા અને ગીતા મુનિશ્રી કહે છે કે ગીતામાં સમત્વ છે એ જ જૈન સૂત્રોનું સમક્તિ છે. ગીતાનું કર્મ કૌશલ ત્યાં જૈન સૂત્રોનું ચરિત્ર ઘડતર. જૈન પરિભાષાના બહિરાત્મને ઠેકાણે ગીતાનું સવિકારક્ષેત્ર અને અંતરાત્માને સ્થાને ક્ષેત્રજ્ઞ, પરમાત્માને સ્થાને પરધામ અથવા પરમાત્મા જૈન સૂત્રોનું શુભાશ્વવને સ્થાને ગીતાનું સકૃત, અશુભ આશ્રવને સ્થાને ગીતાનું દુષ્કૃત્ય, સંવરને ઠેકાણે ગીતાનું સમત્વયોગ જૈન સૂરોની સકામ નિર્જરા એ જ ગીતાનો અનાસક્ત યોગ અથવા કર્મફળની આકાંક્ષાનો ત્યાગ. જૈન સૂત્રોનો કર્મબંધ ગીતાની ભૂત-પ્રકૃતિ જૈન સૂત્રોનો રાગદ્વેષ અને ગીતાનો કામક્રોધ જૈન સુત્રોનું સિધ્ધસ્થાન એ ગીતાનું પરમધામ. ગીતા એ જૈનત્વનો ભોમિયો છે. કારણ કે ગીતામાં એક પણ તત્ત્વ જૈન ધર્મ વિરોધી નથી. ૧૪૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ સર્જકની વિચારસૃષ્ટિ) જ્ઞાનધારા) ગુરુ આજ્ઞાથી સંતબાલજી અવધાન પ્રયોગોના પ્રદર્શન બંધ કર્યા હતા, સુધારણાના કાર્યક્રમો અને આંદોલનોના અડાબીડ જંગલો વચ્ચે પણ ધર્માનુબંધ વિશ્વદર્શન અને આગમોની વિવેચના લખી અધ્યાત્મનું નંદનવન સર્જતા મુનિશ્રી સ્વપર સાધના માટે ખૂબ જાગૃત હતા. પ્રત્યેક સાધક માટે એકાત્મતાનો અનુભવ કરતાં તેઓના આ શબ્દો પ્રત્યેક સાધકને પોતાના બનાવી દે છે. સાધકનો વિકાસ મારો પ્રમોદ છે. સાધકોનું સુક્ષ્મ પતન પણ મારું આંસુડ છે. ગુજરાત નવનિર્માણ આંદોલન પછી રાજકીય આગેવાન પ્રધાનમંડળની રચના માટે મુનીશ્રીની સલાહ લેવા અમદાવાદથી ચીંચણ આવે છે અહીં પ્રત્યેક વર્ગમાં મુનિશ્રીની લોક્શાહનના દર્શન થાય છે. બંગલા દેશમાં મુજબીર રહેમાનની હત્યા પ્રસંગે ઉપવાસ કરતાં મુનિશ્રીમાં પ્રબુધ્ધ કરુણાના દર્શન થાય છે. ૩ મૈયાના આરાધક વિશ્વ વાત્સલ્યના સંદેશવાહક મુનિશ્રી સંતબાલજીના જીવનમાં નિશ્ચય અને વ્યવહારનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. વક્તવ્ય અને કર્તવ્યને એક રેખા પર રાખનાર આ આત્મસ્થ સંતે ૨૬-૦૩૮૨ના ગુડીપડવાને દિને મુંબઈની ધરતી પર અંતિમ શ્વાસ લીધો પૂર્વપંતપ્રધાન મોરારજી દેસાઈના અધ્યક્ષ સ્થાને ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ સભામાં ચિંતક ચીમનલાલ ચકુભાઈ સહિત અનેક સંઘોના પ્રમુખો શ્રેષ્ઠીઓએ શ્રદ્ધાંજલિ આપી. અંતિમ સંસ્કારમહાવીરનગર ચીંચણીના દરિયા કિનારે થયા અને ત્યાં જ સમાધી બનાવવામાં આવી એ આત્મમસ્તીમાં જીવનાર લોક માંગલ્યના કાર્યો કરનાર શતાવધાની ક્રાંત દટા હતાં. વિપુલ સાહિત્યનું સર્જન કરનાર વ્યુત સાધક મુનિશ્રીને અભિવંદના. સમયસારનો સાર: ડૉ. હુકમચંદ ભાઈરલ્લની વિચારસૃષ્ટિ - ડૉ. ઉત્પલા કાન્તિલાલ મોદી (ડૉ. ઉત્પલાબહેન M.A., Ph.D. છે. ભવન્સ સોમાની કૉલેજના ફિલોસોફી વિષયનાં હેડ ઑફ ધી ડિપાર્ટમેન્ટ છે. તેમનો “જૈન જ્ઞાનસરિતા’ નામે અભ્યપૂર્ણ ગ્રંથ પ્રગટ થયો છે). ડૉ. હુકમચંદજી ભારિલ્લનું નામ આજે જૈન સમાજના ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં થાય છે. જેઠ વદ-આઠમ, વિ.સં. ૧૯૯૨, શનિવાર, તા. ૨૫ મે, ૧૯૩૫ના દિને લલિતપૂર (ઉ.પ્ર.) જિલ્લાના બરોદાસ્વામી ગામના એક ધાર્મિક જૈન પરિવારમાં જન્મેલા ડૉ. ભારિલ્લ શાસ્ત્રી, ન્યાયતીર્થ, સાહિત્યરત્ન તથા એમ.એ. પીએચ.ડી. છે. સમાજ દ્વારા વિદ્યાવાચસ્પતિ, વાણી વિભૂષણ, જૈનરત્ન, પરમાગમ વિશારદ, તત્ત્વવેતા, અધ્યાત્મશિરોમણિ આદિ અનેક ઉપાધિઓથી સમય-સમય પર તેમને વિભૂષિત કરવામાં આવ્યા છે. સરલ, સુબોધ, તર્કસંગત તેમજ આકર્ષક શૈલીના પ્રવચનકાર ડૉ. ભારિલ્લ આજે સૌથી વધારે લોકપ્રિય આધ્યાત્મિક પ્રવકતા છે. એમને સાંભળવા માટે દેશવિદેશમાં પણ હજારો શ્રોતા હંમેશાં ઉત્સુક રહે છે. આધ્યાત્મિક જગતમાં કોઈ એવું ઘર નહીં હોય, જ્યાં રોજ તેમનાં પ્રવચનોની કૅસેટ ન સાંભળતાં હોય, અને જ્યાં તેમનું સાહિત્ય ન મળતું હોય. ધર્મના પ્રચાર અર્થે તેઓએ અનેકવાર વિદેશયાત્રા પણ જેમ માનસરોવર ઉપર હંસલાઓ આવે છે, ઊતરે છે, મોતીનો ચારો ચરે છે, એમ જ્ઞાની પુરુષો જ્યાં જ્યાં જતા હશે ત્યાં ત્યાં શુભ તત્ત્વોનો જ આસ્વાદ લેતા હશે. કરી છે. ડૉ. ભારિલે આજ સુધીમાં નાનાં-મોટાં ૫૧ પુસ્તકો લખ્યાં છે અને અનેક ગ્રંથોનું સંપાદન કરેલ છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે આજ સુધીમાં આઠ ભાષાઓમાં તેમની ૪૦ લાખથી પણ વધુ કૃતિઓ જન-જન સુધી પહોંચી ચૂકી છે. સૌથી વધુ વેચાણવાળા જૈન આધ્યાત્મિક માસિક વીતરાગ-વિજ્ઞાન હિંદી તથા ૧૫૦ ૧૪૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) મરાઠીના સંપાદક છે. પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટની સમસ્ત પ્રવૃત્તિઓના સંચાલનમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. શ્રી અખિલ ભારતીય દિગમ્બર જૈન વિદ્ધપરિષદના કાર્યાધ્યક્ષ છે. સુખડિયા વિશ્વવિદ્યાલય ઉદયપુરથી ડૉ. મહાવીર જૈને ડૉ. હુકમચંદ ભારિલ્લ “વ્યક્તિત્વ અને કતૃત્વ' વિષય ઉપર સંશોધન કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે જે ગૌરવનો વિષય છે. પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના તેઓ અનન્યતમ શિષ્ય છે. હુકમચંદ ભારિલે સમયસાર, યોગસાર, અનેકાંત, પ્રવચનસાર, ગોમટેશ્વર કાનજીસ્વામી વીતરાગ વિજ્ઞાન પાઠશાળા, સત્યની શોધ વિગેરે વિષય પર પુસ્તકો લખ્યાં છે. તેમના ‘ક્રમબદ્ધ પર્યાય' અને 'જૈન દર્શન'ના પરિપ્રેક્ષમાં “શાકાહાર” પુસ્તકો ખૂબ લોકપ્રિય બન્યાં. ડૉ. હુકમચંદ ભારિલ્લનાં પ્રકાશનો લગભગ હિન્દીમાં વધારે છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, તેમના ‘શાકાહાર” પુસ્તકનો ગુજરાતી અનુવાદ ડૉ. મધુબહેન ગુણવંતભાઈ બરવાળિયાએ કરેલ, તે પુસ્તિકાની અલ્પ સમયમાં દોઢ લાખથી વધારે પ્રતોનું પ્રકાશન થયું ને રેકર્ડબ્રેક કર્યો. હું આ લેખમાં ડૉ. હુકમચંદજી ભારિલ્લના ‘સમયરસારનો સાર' જેનો ગુજરાતીમાં અનુવાદ કાંતિભાઈ મોટાણીએ કરેલ છે તેનો આછો પરિચય આપવાની કોશિશ કરીશ. ડૉ. હુકમચંદજી ભારિત્યે સમયસાર શાસ્ત્રનો સાર તેમનાં ફક્ત ૨૫ પ્રવચનોમાં આચાર્ય ભગવાન આખા સમયસાર શાસ્ત્રમાં શું કહ્યું છે તેનું સંક્ષિપ્તમાં વિશ્લેષણ કરેલ છે. જેમની પાસે સમય ઓછો છે તેવા મુમુક્ષુઓને પૂરા સમયસારનો સાર સમજવા માટે પુસ્તક ઘણું ઉપયોગી છે. આચાર્ય શ્રી કુંદકુંદદેવ જે કહેવા માગે છે તે સીધું સમજવું અઘરું પડે છે તેથી આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે ટીકા લખી અને તેને પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણું સરળ કરી આપણને ગુજરાતીમાં સમજાવવામાં આવ્યું છે. આ સમયસાર નામનું પરમાગમ છે. આચાર્ય કુંદકુંદદેવે બે હજાર વર્ષ પહેલાં આ પવિત્ર ભારતભૂમિ પર બનાવ્યું. જો આચાર્ય કુંદકુંદ દિગમ્બર જૈનાચાર્યોની પરંપરાના શિરોમણિ આચાર્ય છે તો શુદ્ધાત્માનો પ્રતિપાદક તેમનો આ સમયસાર ગ્રંથ - ૧૫૧ - વિસર્જકની વિચારસૃષ્ટિ) સંપૂર્ણ જિનવાણીનો શિરમોર છે. ભગવાન આત્માનો પ્રતિપાદક આ ગ્રંથાધિરાજ સમયસાર જિનાગમનું અજોડ રત્ન છે. આચાર્ય અમૃતચંદ્ર આ ગ્રંથને જગતનું અદ્વિતીય અક્ષય ચક્ષુ કહે છે. તેઓ કહે છે કે જગતમાં આનાથી મહાન કંઈ પણ નથી. આચાર્ય કુંદકુંદ પોતેજ સમયસારનું સમાપન કરતાં અંતમાં લખે છે કે જે વ્યક્તિ આ સમયસાર ગ્રંથાધિરાજનો સ્વાધ્યાય તત્ત્વથી અને અર્થથી કરશે એટલે કે તેના પ્રતિપાદક તત્ત્વને વસ્તરપથી જાણશે તે નિશ્ચયરૂપથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ કરશે, અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરશે, મુક્તિની પ્રાપ્તિ કરશે એવો મહાન ક્રાંતિકારી ગ્રંથ છે આ ! લાખો લોકોનું જીવન આ સમયસારના અધ્યયનથી બદલાયું છે. કવિવર બનારસીદાસજી, શ્રીમદ્ રાજચંદ્રજી, આધ્યત્મિક સત્પુરુષ શ્રી કાનજીસ્વામી - એ બધાના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાવાળો આ ગ્રંથાધિરાજ સમયસાર જ છે. સમયસાર જેનોની ગીતા, કુરાન અને બાઈબલ છે. આમાં એ શુદ્ધ આત્માનું વર્ણન કરેલ છે કે જે શુદ્ધાત્માના આશયથી સમ્યગ્દર્શન, સમ્યગ્દાન અને સમ્યચ્ચારિત્ર પ્રાપ્ત થાય છે. સમય શબ્દના આમ તો ઘણા અર્થ થાય છે. સમય એટલે કાળ, સમય એટલે દેશ વા ક્ષેત્ર, સમય એટલે શાસ્ત્ર, સમય માને મત: ત્યાં સુધી કે સમય એટલે યુદ્ધ પણ થાય છે, પણ અહીં સમય શબ્દ આત્માના અર્થમાં છે. સમય શબ્દના અસલમાં બે અર્થ થાય છે - એક અર્થ છે છ દ્રવ્ય અને બીજે અર્થ છે આત્મા. જ્યારે આપણે સમય શબ્દનો અર્થ એ દ્રવ્ય કરીએ છીએ તો સાર શબ્દનો અર્થ એક થાય છે કે - છ એ દ્રવ્યોમાં સર્વશ્રેષ્ઠ સારભૂત પદાર્થ આત્મા છે. “સાર પદારથ આત્મા સકલ પદારથ જાન". સંપૂર્ણ પદાર્થોમાં આ આત્મા જ એક સારભૂત છે. જો આપણે સમયનો અર્થ આત્મા કરીએ છીએ તો સારનો અર્થ - દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નૌકર્મથી રહિત શુદ્ધ આત્મા થાય છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મ અને તેની ૧૪૮ કર્મપ્રકૃતિઓ જ દ્રવ્યકર્મ છે. આત્મામાં જે મોહ-રાગ-દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે, તેને ભાવકર્મ કહે છે. શરીર, સ્ત્રી-પુરુષ, મકાન, સંપત્તિ, રૂપિયા, પૈસા વિગેરે બધા પદાર્થોને નૌકર્મ કહે છે. જીવન ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો. • ૧૫૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) સ્થિત કર્મ પગલના પ્રદેશ પરસમય જીવ જાણવો. જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત છે, તે સ્વસમય છે અને જે પુલકર્મના પ્રદેશોમાં સ્થિત છે તે પરસમય છે. સમય એટલે આત્મા. તે બે પ્રકારનો હોય છે. એક તો એ આત્મા જેણે પોતાના શુદ્ધ, સ્વભાવને ઓળખ્યો છે અને તેમાં જ પોતાપણું સ્થાપિત કર્યું છે, તેને જ નિજ જાણ્યું છે. તેમાં જ સ્થિત થઈ ગયો છે. તે સ્વસમય અર્થાત્ સમ્યગ્દષ્ટિ, સમ્યગ્દર્શન - જ્ઞાન - ચરિત્રથી સંપન્ન મુક્તિમાર્ગી છે. જે અનાદિથી લઈ, નિગોદથી લઈ મોક્ષ સુધી એક, જેવો છે તેવો રહે છે - તેનું નામ છે સમય. બંધની ચર્ચા કરવાથી અને બંધનું જ્ઞાન કરવાથી બંધનો નાશ નહીં થાય. આચાર્યદેવ કહે છે કે ભેદવિજ્ઞાન કરવું પડશે, બંધથી ભિન્ન ભગવાન આત્માને જાણવો પડશે, બંધ અને આત્મામાં ભેદ-વિજ્ઞાન કરીને અને બંધ પરથી ઉપયોગ હટાવીને આત્મા પર ઉપયોગ લઈ જવો - આ છે મુક્તિની પ્રાપ્તિનો ઉપાય. જ્યાં સુધી આત્માની વાત સમજીને જીવનમાં ન ઉતારવામાં આવે તો એમ જ કહેવાશે કે જીવે ધર્મની વાત સાંભળી જ નથી. જે આત્માને જાણવાનું નામ સમ્યજ્ઞાન છે, ફક્ત જાણવાનું નામ નહિ, પણ “તે જ હું છું" એવું જાણવાનું નામ સમ્યજ્ઞાન છે. તેમાં જ પોતાપણું સ્થાપવું તેનું નામ સમ્યગ્દર્શન અને તેનું જ ધ્યાન કરવું તેનું નામ સમ્યચ્ચારિત્ર છે. તે આત્માને આખા જગતમાંથી ગોતી કાઢવો સમયસારનું કામ છે. સમયસારની મૂળ વસ્તુ અને પ્રતિપાદન કેન્દ્રબિંદુ તે આત્મા જ છે, તે આત્મસ્વભાવ જ છે કે જેના આશ્રયથી મુક્તિના માર્ગનો આરંભ થાય છે. સમયસારનું મૂળ તાત્પર્ય ભગવાન આત્માને શોધી કાઢવો તે છે, કારણ કે ભગવાન આત્માના આશયથી જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. સમયસાર એક એવું શાસ્ત્ર છે જેમાં સાચો મોક્ષમાર્ગ, એટલે સુખી થવાનો ઉપાય બતાવ્યો છે. જ્યાં સુધી સમયસારમાં દેખાડેલ શુધ્ધાત્માનું સ્વરૂપ આપણા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી આપણે આત્માનો અનુભવ નહીં કરી શકીએ. આત્માને ઓળખવા માટે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે સંપૂર્ણ લોકમાં જેટલા પણ પદાર્થો છે તેમાંથી આપણે આપણો આત્મા ગોતવાનો છે. ગાથા નંબર-૪૧૨માં કહ્યું છે કે, તારા પોતાના ભગવાન આત્મામાં વિહાર કરો એટલે કે પોતાના ભગવાન આત્માને જાણો. આ ભાવને પ્રદર્શિત કરવાવાળી ગાથા ૪૧૨ માં આચાર્ય કહે છે કે - ૧૫૩ ‘ સર્જકની વિચારસૃષ્ટિ) આ જ મારો દેશ છે, આ જ મારો ઉપદેશ છે અને આ જ સમયસારનો સાર છે. આ જગતમાં ન કંઈ ગ્રહણ કરવું છે અને ન કોઈનો ત્યાગ કરવો છે; કારણ કે આત્મા ત્યાગોપાદન શૂન્યત્વશક્તિથી યુક્ત છે. આત્માને જાણવા સિવાય બીજું કંઈ કામ નથી, આત્માની મર્યાદા જ્ઞાન સુધી જ છે. જે આ ૨૫ (પચ્ચીસ) પ્રવનને સાંભળી, વાંચી કોઈ કહે કે તમે જે પણ કહો. અમે છોડવા તૈયાર છીએ તો સમજી લેવું કે આ સમયસારનો સાર તેની સમજમાં આવ્યો જ નથી; કેમકે જ્યારે એ પદાર્થ તમારા છે જ નહીં તો તેને શું છોડીશ ? જો સમગ્ર સમયસારને સાંભળી કોઈ એમ કહે કે અમે સ્ત્રી, પુત્ર, મકાન, સંપત્તિ છોડી સાધુ બનવા તૈયાર છીએ, તો સમયસાર તેની સમજમાં નથી આવ્યું. કેમકે સમયસારમાં તો એમ કહ્યું છે કે, આ સ્ત્રી, પુત્ર, મકાન, સંપત્તિ તારાં છે જ નહીં. આત્મા તો ત્યાગોપાદન શૂન્યત્વ શક્તિથી યુક્ત છે એટલે કે આત્માએ આજ સુધી પરનું કંઈ ગ્રહ્યું નથી અને કંઈ છોડ્યું પણ નથી. એટલા માટે આચાર્યદેવ ગાથા ૪૧૨માં કહે છે કે, બીજા બધા વિકલ્પો તોડી આત્મામાં જ સ્થિર થઈ જાવ અને તેનું જ ધ્યાન કરો. વાસ્તવમાં આ ધ્યાન પણ કરવાની ચીજ નથી પણ થવાની ચીજ છે. આ કરવાની ભાષા તો ઉપદેશની ભાષા છે. સમયસારની ભાષા તત્તપ્રતિપાદનની ભાષા છે, દ્રવ્યાનુયોગની ભાષા છે. “આવું થાય છે' - તે કરણાનુયોગની ભાષા છે, આવું કરવું જોઈએ’ તે ચરણાનુયોગની ભાષા છે. આવું થયું તે પ્રથમાનુયોગની ભાષા છે અને વસ્તુસ્વરૂપ આવું છે - તે દ્રવ્યાનુયોગની ભાષા છે. - સમયસારમાં દ્રવ્યાનુયોગની ભાષાનો પ્રયોગ કરતા થકી આચાર્ય કુંદકુંદદેવ કહે છે કે, હું જ્ઞાનાનંદ સ્વભાવી છું અને આત્માનુભૂતિથી પ્રાપ્ત થવાવાળું તત્ત્વ છું. આ જ્ઞાનાનંદસ્વભાવી આત્મતત્ત્વ આત્માનુભૂતિમાં જ પ્રાપ્ત થાય છે - એ સારને “સમયસારનો સાર'માં બતાવવામાં આવ્યો છે. ૧૫૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાનધારા) સર્જકની વિચારસૃષ્ટિ) ભાવાનુવાદ કરેલ છે. તે ઉપરાંત અનેક કૃતિઓની રચના કરી હતી. ઈ.સ. ૧૯૫૭માં સંસ્કૃત-ગુજરાતી વિનીત કોષનું સંપાદન કર્યું હતું. તેમની કૃતિઓની સૂચિ જોતાં જ ખ્યાલ આવે કે કેટલા જુદા જુદા વિષયો પરનું એમનું જ્ઞાન અદ્ભુત હતું. જીવનનાં છેલ્લાં ૨૪ વર્ષ લકવાની બીમારીમાં પથારીવશ રહ્યા. તે છતાં હિંમત હાર્યા નહીં. પથારીમાં સૂતાસૂતા પણ અનેક પુસ્તકો લખ્યાં. આવું પ્રતિભાવાન વ્યક્તિત્વ તેમનું હતું. ઘણાં અપ્રાપ્ય પુસ્તકો હાલમાં શ્રી સુનીલભાઈ ઉપાધ્યાય દ્વારા નવજીવન પ્રેસમાં પ્રકાશિત થઈ રહ્યાં છે જે ગૌરવપ્રદ છે. તેમનું અવસાન ૯૧ વર્ષની ઉંમરે ૨ જુલાઈ, ૧૯૯૬માં થયું હતું. ગોપાલભાઈએ ભગવાન મહાવીર, ગૌતમ બુદ્ધ, કુંદકુંદાચાર્ય, શ્રીમદ રાજચંદ્ર, સમુદ્રગુપ્ત, ટૉલસ્ટોય જેવા મહાપુરુષો વિશે પુસ્તકો લખ્યાં. ઈતિહાસ, ભૂગોળ, ગણિત, ભાષા પરના પુસ્તકો, ગીતાના છાયાનુવાદ સહિત પચાસ કરતાં વધારે પુસ્તકોનું સર્જન મહાવીર સ્વામીનો સંયમધર્મ’ ગોપાલદાસ પટેલની વિચારસૃષ્ટિ - જાગૃતિ નલિન ઘીવાલા અમદાવાદસ્થિત જૈન ધર્મનાં અભ્યાસુ જાગૃતિબહેને જૈનીઝમમાં M. Phil. કર્યું છે. સેમિનાર્સમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે. ‘મહાવીર સ્વામીનો સંયમધર્મ’ પુસ્તક એ સૌથી પ્રાચીન બાર અંગગ્રંથોમાં મહત્ત્વનું બીજું સ્થાન ધરાવતા ‘સૂત્રકૃતાંગ ગ્રંથ'નો છાયાનુવાદ છે, જેના સંપાદક શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલે સરળ માત્ર ગુજરાતી ભાષામાં ગ્રંથ આધારિત વીરપ્રભુના ઉપદેશનું નિરૂપણ કર્યું છે. શ્રી ગોપાલભાઈ જીવાભાઈ પટેલનો સંક્ષિપ્ત જીવનપરિચય : શ્રી ગોપાલભાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૫માં એપ્રિલ માસની ૨૮ તારીખે ગુજરાતના કરમસદમાં થયો હતો. શ્રી ગોપાલદાસભાઈ ગાંધીના રંગે પૂરા રંગાયેલા હતા તેથી જ ગુજરાત વિદ્યાપીઠ સાથે ખૂબ ગાઢ નાતો રહ્યો. તેઓએ સ્નાતકની પદવી વિદ્યાપીઠમાં જ લીધી હતી. તેમના પુત્ર ડૉ. વિહારીભાઈ તેમ જ પૌત્ર હર્ષ પટેલને પણ ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ અપાવ્યું હતું. તેમના ગુરુ શ્રી મગનભાઈ દેસાઈ સાથે ગુજરાત વિદ્યાપીઠનાં કાર્યોમાં જોડાયા. ગ્રંથાલય સમિતિમાં મંત્રી તર્ક તેમજ ગ્રંથપાલ તરીકે પણ ઘણાં વર્ષો સેવા આપી. આઝાદીની લડતમાં સાચા સૈનિક બની બધી લડતમાં સક્રિય ભાગ લઈને અનેક વખત જેલમાં પણ ગયેલા. તે ઉપરાંત ‘સત્યાગ્રહ’ અને ‘ટંકારવ' જેવા માસિકપત્રોમાં કોઈની પણ શેહશરમ રાખ્યા વગર પોતાની કલમ ચલાવી હતી. ગાંધીજીના સત્સંગે તેમનો મુખ્ય રસ રચનાત્મક પ્રવૃત્તિઓ, શિક્ષણ, ગ્રંથાલય, પત્રકારત્વ, સાહિત્ય વગેરેનો રહ્યો હતો. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા પર વિશેષ પ્રભુત્વ હતું. ભાષાંતરના શિરોમણિ ગણાતા હતા. તેમણે અનેક ગ્રંથો પર સરળ ૦ ૧પપ - ગ્રંથ વિવેચન : જેમાં સૌ પ્રથમ ‘બંધન કોને કહ્યું છે ?? તે પ્રશ્નના ઉત્તરમાં ગણધર સુધર્માસ્વામી જંબુસ્વામીને પરિગ્રહ, બંધ અને હિંસાને વેરવૃત્તિનું કારણ જણાવી બુદ્ધિમાન મુમુક્ષુ પોતાના જીવનનું સાચું મહત્ત્વ સમજી કર્મબંધનનાં કારણોથી દૂર રહેવાનું જણાવે છે. કર્મનાશના માર્ગ પર વિકાસ સાધવા જરૂરી સાવધાની :* પ્રથમ પોતાનામાં રહેલો પૂર્વસંબંધીઓ પ્રત્યેનો માયા-મમત્વનો ત્યાગ. * મનમાં અભિમાનરહિત પ્રમત્ત બની સંયમધર્મમાં સમવૃત્તિ. * સમિતિ - ગુપ્તિપૂર્વક સમાધિ અને તપમાં પરાક્રમ. * કામભોગોને રોગરૂપી સમજી સ્ત્રી સંબંધી પરીષહો પર સમભાવ. * સર્વે અનુકૂળ - પ્રતિકૂળ પરીષહો પર જય મેળવવો. * આત્મકલ્યાણ માટે તત્પરતા સાથે ધર્માર્થની ઉત્કંઠા. * ક્રોધાદિ તેમજ રાગ-દ્વેષાદિના ત્યાગ સાથે નિરંતર પરમાર્થ પ્રાપ્તિનો પુરુષાર્થ. તદુપરાંત મુમુક્ષુના માર્ગમાં આવતાં આંતર-બાહ્ય વિનો એ પ્રલોભનોથી સાવધ રહી વીરપ્રભુએ બતાવેલ માર્ગના અનુસરણનું નિર્દેશન છે. સ્ત્રી પ્રસંગ’ અધ્યયનમાં પણ ભિક્ષુને ભિક્ષા તથા ઉપદેશાદિ પ્રસંગે સારી-નરસી અનેક સ્ત્રીઓના પ્રસંગમાં નિર્લેપતાનું વર્ણન છે. ‘પાપનું ફળ’ અધ્યયનમાં નરકના જીવોને સહેવા પડતાં ભયંકર ૧૫૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) કો, અસહ્ય વેદનાનું વિસ્તૃત નિરૂપણ છે. છઠું અધ્યયન ‘ભગવાન મહાવીર” ખૂબ જ મહત્વનું અધ્યયન છે જેમાં ૨૯ ગાથાઓમાં વીર પ્રભુના ગુણોનું હૃદયગ્રાહી વર્ણન છે. ભગવાન મહાવીરના વિશિષ્ટ ગુણો અને કવિધ ઉપમાઓ :* જ્ઞાતપુત્ર મહાવીર સર્વજ્ઞ - સર્વદર્શી, ઇતિમાન, સ્થિર ચિત્તવાળા હતા તેઓ. * બધી ગ્રંથિઓ પાર કરી ચૂકેલા, સૂર્ય સમાન તપ કરનારા તપસ્વી. * પ્રજ્ઞામાં અક્ષયસાગર, અગાધતામાં મહાસાગર, કુશળ, તીવ્ર બુદ્ધિમાન. * સહન કરવામાં પૃથ્વી સમાન, દોષોથી રહિત, પરિપૂર્ણ પરાક્રમો. * હાથીઓમાં ઐરાવત, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા, પક્ષીઓમાં ગરુડ. * નાગદેવતાઓમાં ધરણેન્દ્ર, રસોમાં ઈક્ષરસ, તપોમાં બ્રહ્મચર્ય. * દાનોમાં અભયદાન, વનોમાં નંદનવન, તારાઓમાં ચંદ્ર. * વધુ જીવનારાઓમાં લવ સપ્તમ દેવો, સભાઓમાં સુધર્મ દેવલોકની સભા. વગરે...વગેરે... જ્ઞાતપુત્ર મહામુનિ મહાવીર સર્વ મુનિઓમાં, સર્વ મનુષ્યોમાં, જ્ઞાન-શીલ-તપમાં સર્વોત્તમ અનેકવિધ શ્રેષ્ઠ ઉપમાઓથી ભગવાન મહાવીરને લોકમાં સર્વશ્રેષ્ઠ કહ્યા છે. ભગવાન મહાવીરનો સંયમધર્મ : ભગવાન મહાવીર આલોક-પરલોકના સર્વ કામભોગોનો ત્યાગ કરી, દુઃખદાયક હેતુથી અતિદુષ્કર તપ, સ્ત્રીભોગ, રાત્રિભોજન તથા તમામ ભોગપદાર્થોનો હંમેશા ત્યાગ કર્યો હતો. પછી સર્વોત્તમ ‘શુકલ ધ્યાન પ્રાપ્ત કરી તે મહામુનિ પરમ સિદ્ધિને પામ્યા હતા. સર્વ વિરોધી વાદો જાણવા છતાં જીવનપર્યત યોગ્ય સંયમધર્મ આચર્યો હતો. સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણી-દેખી લોકોનાં કલ્યાણ અર્થે હિતકર એવો તે ધર્મ દીપકની જેમ પ્રગટ કર્યો હતો. તેજસ્વી અગ્નિની જેમ સર્વ કર્મોનો સંપૂર્ણ નાશ કરનારા તે સંયમધર્મ છે. ત્યાર બાદ સાતમા અધ્યયનમાં અધર્મીઓ તેમજ સધર્મરૂપી માર્ગ પામેલા મુનિઓમાં જે સાધક અસંયમી છે, જેમનો આચાર વિશુદ્ધ નથી, તેઓનો પરિચય કરાવી... સર્વ જીવોને અભયદાન દેનારા નિર્મળ ચિત્તથી પાપવૃત્તિઓ સામે વીરની જેમ સામનો કરનારા છવો એકવાર કર્મો ખંખેરી નાખ્યા પછી, ફરી તે સંસાર તરફ ડગલું ભરતા નથી. તે ઉપરાંત ‘સાચું વીરત્વ'. અધ્યયનમાં વીરતા બે પ્રકારે દર્શાવી છે. સર્જકની વિચારસૃષ્ટિ) તેમાં પ્રમાદયુક્ત, સત્યધર્મથી વિમુખ પ્રવૃત્તિઓ કર્મરૂપ છે જે ત્યાજ્ય છે અને અપ્રમત્ત થઈ સદુધર્મરૂપ સર્વ પ્રવૃત્તિમાં સંયમની પ્રધાનતા છે તે અકર્મ છે, કરવા યોગ્ય છે જેમાં સાચું વિરત્વ છે. નવમા અધ્યયનમાં ભગવાન મહાવીરે બતાવેલા ધર્મનું નિરૂપણ છે તો 'સમાધિ’ અધ્યયનમાં પ્રભુએ ઉપદેશેલો “મોક્ષમાર્ગ' અમોઘ છે. તે માર્ગને નિષ્કપટતાથી અનુસરવાથી દુષ્કર સંસારને તરી શકાય છે. તે સમયનાં પ્રચિલત ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી તથા અજ્ઞાતવાદીઓનું તેમજ જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર વગેરેનું વર્ણન કરી અંતે જેઓ કોઈની હિંસા કરતા નથી, કરાવતા નથી કે કરનારને અનુમોદતા નથી તેઓ સર્વકાળ જિતેન્દ્રિય રહી મોક્ષમાર્ગમાં તત્પર બની વીરપદ પામે છે. તે પછી કેટલીક સાફ સાફ વાતો'માં પ્રજ્ઞામદ, તપમદ, ગોત્રમદ, ધનમદ વગેરે મદોથી રહિત સાધના કરનાર સાધક જ સાચા જ્ઞાની અને મોક્ષગામી છે. ‘જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે અધ્યયનમાં ગુરુની આજ્ઞાનું પાલન કરતાં કામભોગોની આસક્તિનો ત્યાગ, બ્રહ્મચર્ય પાલન અને પ્રમાદરહિત બનીને ચારિત્રપાલનનું નિરૂપણ છે. ‘ઉપસંહાર’ અને ‘ગાથા’ અધ્યયનમાં સર્વ સંશયનો અંત લાવનાર પ્રભુએ પ્રબોધેલા અનુપમ ધર્મનું વર્ણન કરી જેઓ ઇન્દ્રિય-નિગ્રહી; મુમુક્ષુ તથા શરીર પરની આસક્તિનો ત્યાગ કરનાર હોય તે જ બ્રાહ્મણ કહેવાય, શ્રમણ કહેવાય, ભિક્ષુ કહેવાય કે નિગ્રંથ કહેવાય તે સર્વનું વિસ્તૃત વર્ણન છે. બીજા ખંડના પ્રથમ અધ્યયન ‘પુંડરીક'માં અદ્ભુત રૂપક દ્વારા જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થવા છતાં કાદવથી અલિપ્ત રહે છે, તેમ મુનિરાજ સંસારથી નિર્લેપ રહી, સ્વયં નિરપેક્ષ ભાવમાં શુદ્ધ ચારિત્રવાન બની રહે છે. ‘ક્રિયાસ્થાન’ અધ્યયનમાં સુખ-દુઃખને અનુભવતા જીવોના ૧૩ પ્રકારનાં ક્રિયાસ્થાનોનું વર્ણન છે, જેમાં એકથી બાર ક્રિયાસ્થાનો સંસાર પરિભ્રમણનાં છે. તેરમું ક્રિયાસ્થાન સેવનારા વીતરાગી સિદ્ધિ, બુદ્ધિ અને મુક્તિ પામી સર્વ દુઃખોનો નાશ કરી મોક્ષસુખ પામે છે. ત્રીજા અધ્યયનમાં બીજકાયથી પ્રારંભ કરીને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને ત્રસમાં પંચેન્દ્રિય જીવોમાં મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયનું આહાર વિષયક વર્ણન છે. તે ઉપરાંત ‘વ્રત નિયમ અધ્યયનમાં પાપકર્મોથી મુક્ત થવા પ્રત્યાખ્યાન પરનું મહત્ત્વ સમજી તે પ્રમાણે વર્તનારા જે ભિક્ષુ બધા પાપોથી વિરત થાય છે તે સંયત, - ૧૫૮ - ૧૫૭ ) Page #81 -------------------------------------------------------------------------- ________________ સર્જકની વિચારસૃષ્ટિ) ( જ્ઞાનધારા) વિરત, ક્રિયારહિત અને પંડિત કહ્યા છે. તે પછી કેટલીક ‘સદાચારઘાતક માન્યતાઓ'ના વર્ણનથી સાધકને સાવધ કરે છે. ‘આદ્રકકુમાર’ અધ્યયનમાં ભગવાન મહાવીર પાસે જવા નીકળેલા સ્વયં દીક્ષિત આદ્રકમુનિને ગોશાલક, બૌદ્ધભિક્ષુ, વેદવાદી દ્વિજ, સાંખ્યમતવાદી અને હસ્તીતાપસ એ પાંચ મતવાદીઓ સાથે વાદ થતાં તે બધાને યુક્તિ, પ્રમાણ તેમજ નિગ્રંથ સિદ્ધાંત અનુસાર ઉત્તરો આપ્યા, તેનું વિસ્તૃત નિરૂપણ છે. અંતમાં સાતમા ‘નાલંદા પ્રસંગ’ અધ્યયન દ્વારા શ્રાવકનાં વ્રત-પ્રત્યાખ્યાન સંબંધી તર્ક-વિતર્કપૂર્વક વિસ્તૃત ચર્ચા છે. ત્રેવીસમા તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથ પરંપરાના શ્રમણ ઉક પેઢાલપુત્ર અને ગૌતમસ્વામી વચ્ચે ધર્મચર્ચા થઈ. તેમાં શ્રમણ પેઢાલપુત્ર દ્વારા શ્રમણોપાસકનાં પ્રત્યાખ્યાન વિશે અનેક પ્રશ્નો પૂછવા પર ગૌતમસ્વામીએ અનેક યુક્તિઓ અને દષ્ટાંતો દ્વારા વિસ્તારપૂર્વક ઉત્તરો આપ્યો તેથી પ્રભાવિત થઈને મહાવીરસ્વામીનો પંચમહાવ્રત ધર્મ અંગીકાર કરે છે. ઉપસંહાર : જૈન ધર્મ અહિંસારૂપી એક જ વ્રતમાં તમામ પાપકર્મોનો ત્યાગ સમાવી લે છે. તે વિના સંપૂર્ણ અહિંસક થવાય નહીં. તેથી અહિંસા જ સંપૂર્ણ ધર્મ છે. આ રીતે આ સર્વ પ્રકરણોમાં સંપૂર્ણ સમાધિ, મોક્ષમાર્ગ કે ધર્મ કહી મુખ્યતાએ અહિંસા જ રજૂ કરેલ છે. જ્ઞાનીના જ્ઞાનનો સાર એ જ છે કે, “તે કોઈની હિંસા કરતો નથી. અહિંસાનો સિદ્ધાંત પણ એ જ છે તથા તેને જ શાંતિ કે નિર્વાણ કહે છે.” બહષભર્ચારિત્રઃ મહાકાવ્યું તપોધની પૂ. જગજીવનજી મહારાજ સાહેબની વિચારસૃષ્ટિ - રમેશભાઈ કે. ગાંધી મુંબઈસ્થિત નિવૃત્ત બેંક મેનેજર, જૈન ધર્મના અભ્યાસુ રમેશભાઈ ગાંધીએ મુંબઈ યુનિ. દ્વારા જૈનોલૉજીનો અભ્યાસ કર્યો છે. જૈન ધર્મનાં પુસ્તકોનું અંગ્રેજીમાં અનુવાદ કાર્ય અને સ્વાધ્યાયમાં વ્યસ્ત છે. સર્જકનું જીવન આલેખન સર્જકશ્રી, મૂળ વતન બગસરાના મડિયા પરિવારના અણમોલ રત્ન. સંસાર અવસ્થામાં મુખ્ય વસવાટ સૌરાષ્ટ્રના દલખાણિયા ગામમાં થયો હતો. પરિવારના આંબા તરફ દષ્ટિપાત કરતાં આંબાભાઈથી પરિવારની વિગત પ્રાપ્ત થાય છે. વિશાળ આંબામાં ઊતરતા ક્રમે શેઠશ્રી મોનજીભાઈ તે પૂ. જગજીવનભાઈના પિતાશ્રી, માતાનું જલબાઈ હતું. તેમને ત્યાં સંવત ૧૯૪૨ના માગસર વદ-૫ના જન્મ. (અંદાજે નવેમ્બર-ડિસેમ્બર-૧૮૮૬ની આસપાસ). નામકરણ પહેલાં "ટપુભાઈ' તરીકે વડીલોના લાડ-પ્યાર વચ્ચે ઉછર્યા. ‘જગજીવન' નામકરણ પણ હુલામણું નામ જગુભાઈ. માતએ અત્યંત લાડ-પ્યારથી ઉછેર્યો. વત્સલતાના વારિ પાયા. તેમને બે બહેન અને એક ભાઈ નામે મોતીચંદ હતા. મોતીચંદનું અવસાન થતાં અસહ્ય વિયોગ. મોટાભાઈજી પિતાંબરભાઈ દ્વારા ઉછેર. બાળપણ તોફાની - અભ્યાસમનાં તેજસ્વી. શિક્ષકના પ્રિય. ગુજરાતી પાંચ ચોપડી સુધી અભ્યાસ પણ બુદ્ધિ તીવ્ર હતી. કોઠાસૂઝ ઘણી. કિશોરાવસ્થા વટાવી મોટા કાકાના કારોબારમાં જોડાયા. આર્થિક કટોકટી વેઠી ઘર છોડી મોસાળ વસ્યા. | મુનિશ્રીની પ્રેરણાથી હિંસક (પાંદડા)ના વ્યાપારનો ત્યાગ., પૂ. તપસ્વી માણેકચંદ્રજી મહારાજના સત્સંગે જૈન ધર્માનુરાગી થયા. બીજારોપણ બાદ દેવચંદજી મહારાજના આગમને ચાતુર્માસ, ધર્મધ્યાન, તપ આદિમાં અભિવૃદ્ધિ અભિરૂચિ કેળવાઈ. દલખાણિયાના ઉપાશ્રયની સ્થાપના. ૧૬૦ - જ્ઞાનનો વિકાસ જ વ્યકિતને સામાન્યમાંથી વિશિષ્ટ બનાવે છે. જ્ઞાન પોતાના આચરણમાં મૂકે, સમજણ પોતાના વર્તનમાં સ્વીકારે તે જ ખરો જ્ઞાની. • આપણે આપણા અજ્ઞાનને ઓળખીશું તો આપણા જ્ઞાનની ક્ષિતિજનો વિસ્તાર થશે.. - ૧પ૯ - Page #82 -------------------------------------------------------------------------- ________________ 81 L જ્ઞાનધારા સંસારમાં ભોગાવલિ કર્મના ઉદયે અમૃતબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ બે પુત્રો તથા ચાર પુત્રીઓના પિતા બન્યા, જે પૈકી એક પુત્ર જયંતીલાલ (પૂ. જયંતમુનિ), બે પુત્રીઓ પૂ. પ્રભાબહેન (પૂ. પ્રભાબાઈ મહાસતીજી) તથા જયબહેન (પૂ. જયાબાઈ મહાસતીજી). સંયમપથ પર પોતાના સંયમ પરિવારના સભ્યો બન્યા. તે પહેલાં જગજીવનભાઈએ પોતે વૈરાગ્યવાસિત થઈ પૂ. પ્રાણલાલજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. આમ એક પરિવારના ચાર સભ્યો સંયમમાર્ગે વિચર્યા. જીવનના બીજા તબક્કામાં સૌરાષ્ટ્ર-સાવરકુંડલાથી પૂ. જયંતમુનિ સાથે તેમના (પૂ. જયંતમુનિના) વારાણસી (કાશી)માં દર્શનશાસ્ત્રના અભ્યાસાર્થે વિહારનો આરંભ માર્ચ ૧૯૪૮માં શરૂ કર્યો. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉત્તર પ્રદેશના ઉગ્ર વિહારમાં અનેક ઉપસર્ગ-પરિપહના કડવા-મીઠા અનુભવો બાદ આગ્રામાં ૧૯૪૮ના ચાતુર્માસ બાદ, આગ્રાથી કાનપુર થઈ વારણસીમાં ત્રણ વર્ષ ૧૯૪૯-૧૯૫૦-૧૯૫૧ રહ્યા. અભ્યાસ પૂર્ણ થતાં ૧૯૫૧ના અંતે પાછા ફરવાના સમયે ભાવિ પૂર્વભારતમાં નિર્માણ થયેલા હોઈ તે તરફ વિહાર થયો. પૂર્વભારતમાં છેક સૌરાષ્ટ્રથી વિહાર કરી પધારનાર પ્રથમ ગુજરાતી સ્થા. જૈન બેલડી હતા. રસ્તામાં જમશેદપુર, સમેતશિખર આદિ ક્ષેત્રો સ્પર્શી ધર્મ પ્રભાવના કરી. ૧૯૫૨ના ચાતુર્માસ અર્થે કલકત્તા મહાનગરી પ્રવેશ. નવનિર્મિત નવલખા પોલોક સ્ટ્રીટ ઉપાશ્રયમાં પૂર્વભારતનું યશસ્વી પ્રથમ ચાતુર્માસ, વર્ષના અંતે ૨૬-૧૧-૫૨ના ગિરીશમુનિની દીક્ષા. અવસર ઉજવ્યો. બેથી ત્રણ ચાણા થયા. પૂર્વભારતના ધનબાદ, ઝરીયા, બેરમો, આસનસોલ, જમશેદપુર વિગેરે વિગેરે અનેક ક્ષેત્રોની સ્પર્શના - ધર્મપ્રભાવના, તપશ્ચર્યા, પૂર્વભારતને ધર્મમય બનાવી, સ્થાનકવાસી મુનિ વિહોણા ક્ષેત્રને પાવન કર્યું. લોકોમાં માંસાહાર, વ્યસન ત્યાગ દ્વારા અહિંસક ક્રાંતિ કરાવી. અંતિમ તબક્કામાં ધનબાદથી વિહાર કરી રાજગૃહી નગરી સીમાડે ઉદયગિરિ પહાડની તળેટીમાં (પાંચમા ગણધર સુધર્માસ્વામીની અંતિમ આરાધના - સંલેખણા - સંચારા. અનસન ભૂમિ)ને પાવન કરી ૧૨-૧૨-૧૯૬૭ના પંદર ઉપવાસથી સંલેખણા તપ પૂ. જયંતીમુનિ પાસે ગ્રહણ કરી ૪૫ દિવસ સુધી તપ મહોત્સવ ચાલ્યો. છેવટે સંથારો સીઝતા કાળધર્મ પામી સાપ્રત જૈન ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરી જીવન-સંયમજીવન સાર્થક કરી ગયા. ઉદયગિરિના સંતને કોટિ કોટિ નમસ્કાર વંદણા ભક્તિપૂર્વક. ૧૬૧ ......(સર્જકની વિચારસૃષ્ટિ હું. પૂજ્યશ્રીના અન્ય સર્જન પૂ. જગજીવનજી મહારાજ સાહેબ પ્રકૃતિએ સરળ, ભદ્રિક, પોતાની કવિત્વશક્તિ, પદ, છંદ વિગેરે કાવ્યરચનાથી ગ્રામ્યજનતાને સરળતાથી આકર્ષી શકતા. તેમનો સાહિત્યવૈભવ અજોડ હતો. પોતાની રચનાઓ પ્રાયઃ પદ્યમાં થતી જેમાં કૃષ્ણચરિત્ર, સુદર્શનચરિત્ર, પશુકથા, ઈલાયચીનું ચરિત્ર અને છેવટે રાંચીમાં ચાતુર્માસ દરમ્યાન પ્રસ્તુત ગ્રંથ ઋષભચરિત્રનું સર્જન થયું. આ મુખ્ય સર્જનો - નાના નાના તો અનેક, ઉપરાંત ‘મંગલવિહાર’ ગ્રંથ કાવ્યરૂપે. તેમનાં સર્જનોમાં લોકસાહિત્ય સમકક્ષ રચનાઓ ગ્રામીણ જનતા સરળતાથી સમજી અપનાવી અને ગર્ભિત બોધ-તત્ત્વ ગ્રહણ કરી શકે તેવી સરળ હતી. તેમનો પ્રભાવ અનેરો હતો. પ્રાય: કાઠિયાવાડી ભાષાની છાંટ વર્તાતી. વ્યંગોક્તિ હૃદયસ્પર્શી હતી. તેમની રચના ‘‘મંગલવિહાર' વિશે સહેજ વિસ્તારથી જોઈએ. ܞܞܞ મંગલાવિહારમાં તેમતી સૌરાષ્ટ્રના સાવરકુંડલાથી કોલકાતા સુધીના વિહારના અનુભવોનું વર્ણન છે. ૧૬--૩-૧૯૪૮ના સાવરકુંડલાથી પૂ. ગુરુદેવના આશીર્વાદ સાથે પ્રસ્થાન. જયંતમુનિના વારાણસીમાં દર્શનશાસ્ત્રના અભ્યાસ માટેનું મુખ્ય પ્રયોજન અને આજ્ઞા. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશનો લાંબો ઉગ્ર વિહાર. ગુજરાતી સ્થા. સંપ્રદાયનો આ રૂટ પર પૂર્વભારત પ્રતિ પ્રથમ વિહાર. પ્રથમ ચાતુર્માસ વિહાર દરમ્યાન ૧૯૪૮. આગ્રામાં, ત્યાંથી કાનપુર થઈ વારાણસી ત્રણ ચાતુર્માસ. ૧૯૪૯-૧૯૫૦-૧૯૫૧. ૧૯૫૧ના અંતિમ ભાગમાં પૂર્વભારત તરફ પ્રયાણ. ધર્મપ્રભાવના, લોકોમાં અહિંસા, સમ વ્યસન ત્યાગની પ્રેરણા, સમ્મેતશિખર, રાજગૃહી, પાવાપુરી, જમશેદપુરની ક્ષેત્ર સ્પર્શના, કલકત્તા તા. ૭-૬-૨૦૧૪ના પ્રવેશ. વિહાર યાત્રાનો અંત. ગ્રંથ : ઋષભચરિત્ર અતિ સંક્ષેપમાં રસદર્શન તથા વિહંગાવલોકન પ્રસ્તુત ગ્રંથ ૧૫૮૮ ગાથા પ્રમાણે છે. પદ્ય રચના હોવાથી વધુ રસાસ્વાદ લઈ શકાય છે. ગીત-સંગીત મધુરતા સ્પર્શે છે - જળવાય છે. ગીત પ્રતિ રાગ ઉત્પન્ન થાય તો પણ તે પ્રશસ્ત પ્રમાદરૂપ છે. ભાવભક્તિની પ્રધાનતાથી આત્મસ્પર્શના પામે છે અને તેથી વર્જિત માનવામાં આવતો નથી. સર્જક પોતે સરળ અભિવ્યક્તિમાં ‘દેશી’ કાઠિવાયાડી છાંટ હોવાથી દોહા ૩૫ મહાકાવ્ય લોકહૃદયને સહેલાઈથી સ્પર્શી જતા. આચરણમાં બોધ પરિવર્તિત થયો. સુલભ બને છે. કથાનક-પ્રસંગ સાથે તત્ત્વજ્ઞાન વણી લેવાથી બોધપ્રદ ૧૬૨ 81 R Page #83 -------------------------------------------------------------------------- ________________ 82 L ܞܞܞ (જ્ઞાનધારા """" અને મનનીય બને છે. પરમ દાર્શનિક જયંતમુનિએ પ્રત્યેક દોહાની અર્થ સભર સુંદર વિવૃત્તિ કરી છે. ગાથા-૧ : મંગલાચરણમાં અરિહંત વંદના અને સ્તુતિનો મહિમા. ગાથા-૨ : સ્તુતિનો મહિમા દર્શાવેલ છે. ગાથા-૩ : ગુરુપ્રાણને વંદના ઉપરાંત તેમના ઉપકારને સ્મરણમાં લાવી બધી શક્તિ (સર્જકની)ના મૂળ સ્ત્રોત રૂપ ગણી પ્રેરણામૂર્તિ ગુરુને બનાવી ભક્તિનું સર્જકે અનુપમ દર્શન કરાવેલ છે. દીક્ષાગુરુનું ઋણ સ્વીકારી બધું શ્રેય તેમને અર્પેલ છે. ગાથા-૧૦ : અરિહંત-સિદ્ધ - ગુરુને વંદણા ભક્તિની અભિવ્યક્તિ. ગાથા-૧૪ : અને પદ્યના રાગની વિશેષતા અહીં બોધ-પ્રવચન અને સંગીત વચ્ચે ભેદ દર્શાવી તેની વિશેષતા પ્રસ્થાપિત કરવામાં આવી છે. જેમકે ગાથા-૧૯ : વાંચન સ્વાધ્યાયમાં વિસ્મૃતિની શક્યતા વધુ. સંગીત કર્ણપ્રિય હોવાથી આત્મસ્પર્શના સહજ સ્વાભાવિક બને. લીનતા સંભવે. તદુપરાંત વીરરસ અને વૈરાગ્ય રસની ઉત્પત્તિમાં પદ્ય માધ્યમ બની રહે છે. દોહાની રચના સરળતાથી સર્જકે પોતાને ભક્તિરસમાં ડુબાડી, સાથે સાથે શ્રોતા-વાચકને પણ રસતરબોળ બનાવ્યા છે જેનો અનુભવ સતત પ્રસંગોપાત થતો રહે છે. ગાથા-૨૩થી ૪૭ : ચોવીસ તીર્થંકરોની એક-એક ગાથા પ્રમાણ સ્તુતિ છે. ચોવીસ તીર્થંકરો તણી સ્તુતિ કરી પ્રભુ આજ તેમાં પ્રથમ ઋષભદેવજી જીવન કિર્તન કરવા કાજ સમકિત આત્મા પામિયો, પ્રથમ ભાવથી તે વિસ્તાર. કેવળ પામી સિદ્ધ થયા ત્યાં સુધીનો અધિકાર ...(૪૮) ગાથા-૪૮ થી ૧૫૩ : હવે પ્રભુ ઋષભદેવના ૧૦ ભવોની ગણતરી થાય છે જેનો ક્રમ નિમ્નલિખિત છે. ૧લો ભવ ધના સાર્થવાહનો - વસંતપુરનગર તરફ વિશાળ સંઘ કાઢી ઉત્તમ સંઘભક્તિ-સર્વ ઇચ્છુકનો સમાવેશ - ધર્મઘોષ આચાર્ય સપરિવાર આજ્ઞા લઈ જોડાયા. વર્ષાવાસ દરમ્યાન પ્રમાદવશ યથાર્થ સંભાળ નહીં લઈ શકાતા ક્ષમાયાચના અને પ્રતિલાભની વિનંતી સાથે ‘‘ઘી’’નું સુઝતા આહાર દાન - ઉચ્ચ ભાવનાથી સમ્યક્ દર્શનની સ્પર્શના અને ભવગણતરી શરૂઆત. ગાથા-૧૫૪થી ૨૬૨ : બીજા ભવ યુગલિકનો - સુખપ્રધાન. ત્રીજો ભવ સૌધર્મ દેવોકમાં ઉત્પતિ. ચોથો ભવ- મહાબલ કુમારનો. પિતા શતબલનો અશુચિ ભાવનાના ચિંતને ૧૬૩ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું વૈરાગ્યભાવ અજ્ઞાન અને મમત્વ શરીર પ્રત્યે મોહગ્રસ્ત બનાવે છે. તે બોધ કામ, ક્રોધ, મોહથી અંતરાત્મા દુભાય છે. કષાયનો સંતાપ ભયંકર. નશ્વર યૌવન. લક્ષ્મી આદિ સંસાર પ્રતિ વિરક્તતા કેળવવા અનુપમ ચિંતન સામગ્રી. શતબલની ચિંતનધારા પ્રેરણાત્મક છે. તપોધની સર્જક તપ અને જ્ઞાનનું તત્ત્વજ્ઞાન પ્રબોધે છે. આ ગાથાઓમાં રાજાના બે મંત્રીઓની સલાહના વિરોધાભાષી વિવાદ. આસ્તિકતા-નાસ્તિકતાના અભિપ્રાયો વિચારણીય છે. સ્થળસંકોચના કારણે વિસ્તાર કરેલ નથી. મહાબલકુમાર જાગૃત આત્મા છે. ગેરમાર્ગે દોરવાતા નથી. આ ગાથાઓ અધ્યાત્મભાવમાં વૃદ્ધિ કરનાર છે. પૂર્વભવની કથા પણ સાકળેલ છે. ગાથા ૨૬૩થી ૩૫૪ : પાંચમા ભવ બલિનાંગકુમાર નામે દેવનો છે. દેવના ભૌતિક વૈભવ દર્શાવે છે. સ્વયં પ્રભાદેવી પ્રતિ અનુરાગ-ચ્યવનથી વિષાદ, ઝુરણા - પૂર્વમંત્રી, સ્વયંબુદ્ધ ઈશાન દેવલોકના દેવ તરીકેની શાંત્વના. નારીમોહથી વિરક્ત થવા બોધ. અતિ મોહ કષ્ટદાયક. તે દેવી નિર્નામિકાનો ભવ – કેવળીમુનિના સત્સંગે બોધવચનો સ્પર્શતા પુણ્યોદય જાગૃત થયો. જીવનપરિવર્તન થયું. પોતાને અભાગી દુઃખી માનતી નિર્નામિકાને દેવલીલા દેખાડતા પ્રેરે છે જે નિદાન કરવાની પુનઃ દેવી થઈ લલિંતાગનો વિરહ શમાવે છે. સ્વયંપ્રભા રૂપે દેવી મળે છે. ગાથા ૩૫૫થી ૩૮૧ : ૬ઠ્ઠો ભવ જીવાનંદ વૈદ્ય તરીકેનો પ્રભુનો છે. પાંચ મિત્રો સાથે સેવાવૃત્તિથી પ્રેરાઈ મુનિને રોગમુક્ત વૈયાવચ્ચથી કર્યા. આ ૬ મિત્રોનું મુનિસેવા વિગેરે વિસ્તારથી આપી છે. ઘણી જ પ્રેરક કથા છે. વિસ્તૃત વર્ણન શક્ય નથી - બોધપ્રદ છે. છેવટે મિત્રો દીક્ષા લઈ સાધના કરી ૭મા ભવે બારમા દેવલોકમાં સાથે ઉત્પન્ન થયા. ગાથા ૩૮૭થી ૪૧૩ : ૮મો ભવ વજ્રનાભ ચક્રવર્તી તરીકનો છે, જેમાં તીર્થંકર નામ કર્મ (જિન નામકર્મ) ૨૦ બોલની આરાધનાથી બંધાય છે. ૯મા ભવે સર્વાધસિદ્ધિ વિમાનમાં ઉત્પન્ન થાય છે. ગાથા-૪૧૪થી ૪૬૦: વિષયાંતર ૨૫ સાગરદત્ત - તેનો મિત્ર અશોકચંદ્ર જે કપટ-માયાચારથી પ્રિયદર્શના જે સાગરદત્તની પ્રિયા છે. તેમાં ફૂટ પડાવવા - શંકાશીલ બનાવવા નિષ્ફળ પ્રયત્ન કરી તિરસ્કૃત થાય છે. ગાથા-૪૭૭થી ૪૫૮ : હવે ઋષભદેવ પ્રભુનો ચરમભવ શરૂ થાય છે. તેના પ્રત્યેક પ્રસંગો ગ્રંથના અંત સુધીમાં વર્ણવી લેવાયા છે. યુગલિક યુગનો અંત ત્રીજા આરાના અંતે આવતા સુમંગલા સુનંદાના પ્રસંગો. નાભિકુલકર મરૂદેવા માતાના ચૌદ સ્વપ્નોનું ૧૬૪ 82 R Page #84 -------------------------------------------------------------------------- ________________ iiiiiiiii જ્ઞાનધારા) વર્ણન ઉપરાંત તેના ફળાદેશ. પ્રભુનું વ્યવન કલ્યાણક જન્મકલ્યાણક દેવો - ૫૬ દિકકુમારી દેવી ઇન્દ્રો દ્વારા પ્રભુનો જન્મ મહોત્સવ આદિ વિસ્તારથી આપેલ છે. વિશેષ રૂચિપ્રેરક સર્જકશ્રીએ પ્રભુના લગ્ન પ્રસંગની પ્રત્યેક વિધિ વર્ણવેલ છે જે આજ પણ પ્રાયઃ જીવંત છે તેથી લગ્નપ્રથા-વિધિ ઋષભદેવના સમયથી શરૂ થઈ અવશેષ રૂપે પ્રચલિત રહી શકી છે. તાદૃશ અનુભવાય છે - છેડાછેડી વિગેરે પ્રસંગો રસમયછે. પ્રભુનાં સંતાનો બે યુગલ ભરત-બ્રાહ્મી ભાઈ-બહેન તથા બાહુબલિ-સુંદરી અને ૯૮ પત્રોનું વર્ણન છે. અને બાલ્યકાળ - યૌવનકાળથી લઈ દીક્ષા પર્યતનું દીક્ષાકલ્યાણક વરસીદાન વગેરે સમાવિષ્ટ છે. અંતમાં સમય/સ્થળ સંકોચથી જે જ્ઞાનધારા વહેવડાવવામાં આવી છે તે સંક્ષેપમાં આલેખી રસાસ્વાદને વિરામ આપીશ. ગાથા ૧૦૮માં પણ ઉલ્લેખ છે. ધન્ના સાર્થવાહ મુનિના સત્સંગ/બોધથી ધર્મનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, જીવતન્ય, પુણ્ય-પાપ, દાન, જ્ઞાન અને શીલ વિગેરે સાથે તપત્યાગ, નવ તત્ત્વનું જ્ઞાન પીરસેલ છે. વિશેષ ૧૧૧થી ૧૪૨માં જૈન ધર્મના સારરૂપ તત્ત્વજ્ઞાન પીરસેલ છે - વાંચનથી જ તેનો રસાસ્વાદ માણી શકાશે. ગાથા- ૭૫૯ : દીક્ષા સાથે પ્રભુને મન:પર્યવ જ્ઞાનની ઉત્પત્તિ. પ્રભુની સાથે ૪૦૦૦ કુમારો નીકળ્યા. પ્રભુનું મૌન. વિહારનાં કષ્ટો પરિપહો પ્રભુ સમભાવે સહે છે. સાથી સહન નથી કરી શકતા. લોકો અજ્ઞાન છે. સાધુ સમાચારી જાણતા નથી. સાથીઓ પણ નથી જાણતા. લોકો એકખ્ય વસ્તુ ભેટ ધરે છે. પ્રભુનો મૌન અસ્વીકાર. આમ અટવાતા સાથીઓ કમશઃ કર સહન ન થતા ક્ટા પડે છે. તાપસ બની જંગલમાં ભટકે છે. વલ્કલધારી - જટાધારી બને છે. જિનમાર્ગથી ચૂત થાય છે. નમિ વિનની કુમાર પ્રભુ પાસે આવે છે. ભક્તિથી સાથે રહેવા આગ્રહ. છેવટે ધરણેન્દ્રની સમજાવટથી વૈતાઢય પર્વત પર વસી વિદ્યાધર શ્રેણીમાં સ્થિર થાય છે. પ્રભુ ગજપુર પધારે છે. શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન-સ્વપ્ન-સંકેત મળતાં પ્રભુ જે હસ્તિનાપુર પહોંચ્યા છે ત્યાં જાય છે અને તેના સ્વહસ્તે પ્રભુના ૧ વર્ષના ઉપવાસનું પારણું ઇક્ષુરસથી થતા “અખાત્રીજ' અમર બને છે. જે આજે પણ વરસીતપના પારણા તરીકે અખંડ દિન તરીકે ઉજવાય છે. આ વૈશાખ સુદ-૩ (ત્રીજ)નો કદી ક્ષય થતો નથી. “અક્ષય તૃતીયા" રૂપે પ્રસિદ્ધ થઈ. પ્રભુ વિહાર કરી બાહુબલિની નગરી તક્ષશીલામાં પધારે છે. સ્વાગતની તૈયારીમાં રોકાયેલ બાહુબલિ પહોંચે તે પહેલાં પ્રભુનો વિહાર. બાહુબલિને પ્રભુનો વિરહ/દર્શનથી વંચિત થયા. - ૧૬૫. સર્જકની વિચારસૃષ્ટિ) પ્રભુ ૧૦૦૦ વર્ષ સુધી છવસ્થ અવસ્થામાં વિહારયાત્રામાં અનાર્યોના ઉપસર્ગ પરિષહ સમભાવે સહી અયોધ્યાનગરી મુરિતમાલ ઉપનગરમાંશક, સુખ ઉધાનમાં કેવલ્ય” પ્રગટ કર્યું. દેવો દ્વારા મહોત્સવ. તીર્થ સ્થાપના કરી. ઋષભસેન પ્રથમ ગણધર, બાહ્મી પ્રથમ સાધ્વી, સુંદરી શ્રાવિકા અને મરીચિ આદિ મુનિઓ દીક્ષિત થયા. પ્રથમ દેશનામાં પ્રભુનો બોધ-દેવો હાજર હતા. ભરત ચક્રવર્તી માતા મરૂદેવા સાથે પ્રભુદર્શને સમવસરણમાં પધાર્યા. હાથીની અંબાડી પર પુત્રવિયોગથી અશ્રુના તોરણ બાંધતી વત્સલ માતા. પ્રભુદર્શને અશ્રુના પ્રવાહ ભાવ નિર્મળ બની ધન્ય બની પુત્ર વૈભવે મોક્ષય થઈ કૈવલ્ય યાવત મુક્તિ પામ્યા. આ કાળના પ્રથમ અતીર્થ સિધ્ધા બન્યા. મોક્ષનાં દ્વાર ખોલ્યાં. ગાથા-૯૦૧થી ૧૧૦૦; ચક્રવર્તી થવા ભરતની ૬ ખંડની વિજયયાત્રા વર્ણન રોચક વિસ્તૃત છે, શક ન પ્રવેશતા બાહુબલિને જીતવાના બાકી રહ્યા હતા. તે અગાઉ ૯૮ ભાઈઓ રાજ્ય છીનવતા પ્રભુ પાસે આવી ફરિયાદના જવાબમાં બોધ પામી વૈરાગ્ય પામી મુનિ બન્યા. ચક્રવર્તીનો માર્ગ સરળ બન્યો. બાહુબલિ સાથે યુદ્ધનો પ્રસંગ-સંહાર ટાળવા દષ્ટિ, નાદ, મલ્લ તથા મુષ્ટિ યુદ્ધ -બાહુબલિ વિવેકી, ત્રણ યુદ્ધ ભરતના હારવા છતાં ભારતનું માન જાળવ્યું, જીતવા પ્રોત્સાહિત કર્યા, પણ ચક્રપ્રયોગે મુપ્રિહાર ક્રોધથી કરતાં છેવટે અધવચ્ચે ઝીલી લોચ કરી મુનિ બન્યા એ ૧ વર્ષના તપ બાદ માન કપાય વિજય થઈ કેવળી બન્યાં પ્રભુના બહેનો દ્વારા પાઠવેલા બોધ દ્વારા. ભરતની વિજયયાત્રા દરમ્યાન સુંદરીનું ૬૦૦૦૦ વર્ષનું આયંબિલ તપ પૂર્ણ થતા, આજ્ઞા મળતા દીક્ષિત થયા. ગાથા-૧૧૦૦-૧૫૮૮ સંક્ષિપ્ત સાર આ આખું કાવ્ય બોધથી ભરપુર છે. પ્રસંગોપાત તત્ત્વજ્ઞાન પીરસાયેલ છે. કથાનાયકોની વિશિષ્ટતા બાહુબલિનો ભાતૃસ્નેહ, ભરત ચક્રવર્તીના વૈરાગ્ય - કેવલ્ય મુનિદશાના પ્રસંગો ઉલ્લેખનીય છે. મરૂદેવીનો પુત્રમોહ કેવલ્યમાં પરિણમાવતી વૈરાગ્ય દશા ઉલ્લેખનીય. આમ મહકાવ્યનું વાચન-પઠન વાંચક-શ્રોતાઓને રસતરબોળ બનાવી વૈરાગ્યભાવ કેળવવામાં નિમિત્ત બનવાની ક્ષમતા ધરાવે છે. રસાસ્વાદ પ્રેરક-બોધક-ઉદ્ધારક છે. ઋષભચરિત્ર ભાગ : ૧-૨, રચના પૂ જગજીવનજી મ.સ.. વિવૃતિ પૂજયંતમુનિજી, પ્રકાશક : પ્રાણગુર જૈન સેંટર. Page #85 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) પ્રશમરતિઃ શ્રી ઉમાસ્વાતિજીની વિચારસૃષ્ટિ - ઈલા શાહ (જૈન દર્શનના અભ્યાસુ, ઈલાબહેને, પેક્ષાધ્યાન, યોગ અને જીવનવિજ્ઞાનમાં M.A. કર્યું છે. વર્લ્ડ જેના કૉન્ફડરેશન મુંબઈ સાથે સંકળાયેલાં છે). કુશાગ્ર બુદ્ધિના ધણી, વિસ્તૃત આગમિક વિષયોનું સંક્ષિપ્તમાં સંકલન કરવાવાળા, 'વાચસ્વય” બિરુદ ધારણ કરવાવાળા શ્રી ઉમાસ્વાતિજી રચિત પ્રશમરતિ માટે કંઈ કહેવું કે લખવું, મારા જેવી અલ્પજ્ઞાની માટે મુશ્કેલ છે, પણ આ એક જ નાનકડો પ્રયાસ છે. પ્રશમરતિના રચયિતા ઉમાસ્વાતિજીનો જન્મ શૈવધર્મી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બ્રાહ્મણ પરિવારમાં જન્મ હોવાથી સંસ્કૃત ભાષા એમની છઠ્ઠા ઉપર હતી. એમને સંસ્કૃત ભાષાના પ્રધાન સંગ્રહાક' (આદ્ય લેખક) કહેવામાં આવ્યા છે. સંસ્કૃત ભાષાનું ચલણ ત્યારે હશે કારણકે દ્વાદશ અંગ-દષ્ટિવાદના તૃતીય ભેટ સ્વરૂપ જે ચૌદ પૂર્વ છે, તે સંસ્કૃતમાં હતા એવું જૈન સાહિત્યમાં લખેલું છે. ચાર મૂળ સૂત્રોમાંનું એક ‘અનુયોગ દ્વાર' પણ પાકૃત અને સંસ્કૃતમાં હોવાનો ઉલ્લેખ છે. શ્રી ઉમાસ્વાતિ વાચકવંશના હતા. પૂર્વકાળમાં વાચકવંશ વિદ્યમાન હતો જે વિદ્યાપ્રિય હોવાની સાથે સાથે આગમોનું અધ્યયન અને કંઠસ્થ કરીને એના પઠન અને પાઠનમાં તલ્લીન રહેતો. આ વર્ગ શ્વેતાંબર અને દિગંબરોના તીવ્ર મદભેદો વચ્ચે પણ તટસ્થ રહીને આમિક પરંપરાને સંપૂર્ણ સમર્પિત હોવાની પુષ્ટિ મળે છે. કદાચ એટલે જ એમના દ્વારા રચિત તત્વાર્થસૂત્ર બધા જ ફિરકાઓમાં ભક્તિ અને બહુમાનપૂર્વક સ્વીકાર્ય છે. | શ્રી ઉમાસ્વાતિજી દ્વારા રચિત ‘પ્રશમરતિ' ગ્રંથ અધ્યાત્મનો સ્વાધ્યાય માટેનો અદભુત ગ્રંથ છે. સંસારી જીવોનું ચાર ગતિમાં ભ્રમણનું કારણ રાગ અને દ્વેષ છે. આ ગ્રંથમાં રાગદ્વેષ દ્વારા થતા કર્મબંધન, તેના વિસ્તૃત કારણો અને એ કારણોથી - ૧૬૭ ‘ સર્જકની વિચારસૃષ્ટિ) બચવાના ઉપાયોનું નિરૂપણ કર્યું છે. આગમમર્મજ્ઞ શ્રી ઉમાસ્વાતિજીએ તત્વાર્થસૂત્રમાં આગમોને નાના સૂત્રો દ્વારા ઉજાગર કર્યા છે તો પ્રશમરતિમાં જૈન આગમોના પ્રવેશદ્વાર સમા આચારંગ સૂત્રના આચારધર્મને વાચા આપી છે. તત્ત્વોને જાણ્યા પછી જો તે આચારમાં ન ઊતરે તો ફક્ત જાણ્યાનું સુખ મળે. તેની ફલશ્રુતિ તો એ તત્ત્વો જીવનમાં, આચારમાં, વ્યવહારમાં ઊતરે ત્યારે જ મળે. જૈન ધર્મ આચારપ્રધાન ધર્મ છે. આમ કારણ સમજ્યા પછી તેને વ્યવહારમાં મૂકવાનો અનુરોધ હોવાથી પ્રશમરતિ’ને આચારપ્રધાન ગ્રંથ કહી શકાય. આ ગ્રંથનું શીષર્ક ‘પ્રશમરતિ’ બે શબ્દનો બનેલો છે. શમનો અર્થ છે શમન, સમાપ્તિ. જ્યારે બધાં કર્મોનો ક્ષય થાય ત્યારે જે આનંદ ઉત્પન્ન થાય તે અલૌકિક છે. પ્રશમ અટલે એવું શમન કે જેમાં રાગદ્વેષ ફરીથી ઉત્પન્ન ન થાય. રાગદ્વેષનું કારણ મિથ્યાદર્શન છે. ઉમાસ્વાતિજી રાગને મમકાર અને દ્વેષને અહંકાર તરીકે કરે છે. રોગનો વિસ્તાર માયા અને લોભમાં થાય છે જ્યારે દ્વેષનો ક્રોધ અને માનમાં થાય છે. એનાથી બચવા માટે વિવિધ ઉપાયોનું વર્ણન ૩૧૪ શ્લોકો દ્વારા વિસ્તારથી આલેખ્યું છે. અને તે ઉપાયો છે - પાંચ વ્રત, બાર ભાવના, દશ યતિધર્મ, ત્રિવિધ મોક્ષમાર્ગ અને ધ્યાન ઉપરાંત નવ તત્વ, છ દ્રવ્ય અને તત્વાર્થસૂત્રમાં જેના વિશે નથી લખાયું એવા કેવલિસમૃદ્ધતાનું પણ વર્ણન કરે છે. અહીં એ વાતનું સ્મરણ રહે કે તત્ત્વાર્થસૂત્ર દાર્શનિક ગ્રંથ છે જ્યારે પ્રશમરતિ આચારને પ્રાધાન્ય આપે છે. એવું વિદિત થાય કે તત્વાર્થસૂત્ર પછી એમણે પ્રશમરતિની રચના કરી હશે. શ્રી ઉમાસ્વાતિજીના બીજા સર્જનનો વિચાર કરીએ તો એમણે પાંચસો ગ્રંથોની રચના કરી હતી, પણ અત્યારે ફક્ત પાંચ જ કૃતિઓ ઉપલબ્ધ છે જેમાં તત્વાર્થસૂત્ર, પ્રશમરતિ, જંબૂદ્વીપસમાસ, પૂજા પ્રકરણ અને સાવયપષ્ણતિ છે.. પ્રશમરતિની શરૂઆત, એ સમયના રિવાજ પ્રમાણે મંગલની સાથે કરતાં શ્રી ઉમાસ્વાતિજી લખે છે કે ચરમશરીરી અને યતિધર્મના જાણકાર, નાભિપુત્ર શ્રી આદિનાથ પ્રથમ અને સિદ્ધાર્થ પુત્ર મહાવીરસ્વામી અંતિમ છે એવા ૫+૯+૧૦ (૨૪) તીર્થકરોનો જય હો. ૫, ૯ અને ૧૦ના આંકડાનો ગુણાંક ચોવીસી દર્શક હોવાની સાથે સાથે પાંચ મહાવ્રત, નવકારનાં નવ પદ અને દશ પ્રકારના શ્રમણધર્મની તરફ ઈશારો કરતાં હોવાનું જણાવતાં લેખક કહે છે કે આ જ સાધના રહસ્ય છે ચરમશરીરી બનવાનો. સાથે જ પાંચ પરિમેષ્ઠિને પણ વંદન કરીને - ૧૬૮ - 84 Page #86 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે, પ્રશમરસમાં પ્રીતિ, તલ્લીનતા અને રતિ કેવી રીતે ઉત્પન્ન થાય જે દીર્ઘકાળ સુધી ટકી રહે તે કહીશ. અશક્તિની કલ્પના કરીને આળસુ બનેલા સંસારી જીવોને દ્વાદશાંગીના ગહન અર્થોનો ખૂબ જ સરળતાથી પરિચય કરાવીને ભવ્ય પ્રેરણાનું પાન કરાવ્યું છે. આ ગ્રંથની મૂળભૂત વસ્તુઓ ચૌદપૂર્વમાંથી આવેલી છે. શ્રી ઉમાસ્વાતિજીને પ્રશમ-વૈરાગ્ય બહુ જ પ્રિય હતો. જેને જે પ્રિય હોય તે બીજાને આપવા પ્રેરાય. તત્વાર્થસૂત્રમાં મોક્ષમાર્ગ બતાવ્યો હોવા છતાં સંસારીના ચંચળ મનથી સુપરિચિત એમણે પ્રશમરતિની રચના કરી. ગ્રંથની શરૂઆતમાં નમસ્કાર કરીને લેખકે પોતાની નમ્રતા બતાવી છે. તે ઉપરાંત આ પ્રકરણમાં શું કહેવાનું છે અને કયા હેતુથી કહેવાનું છે તે સબંધી વાત કરી છે. બીજું વૈરાગ્ય, ત્રીજું કષાયો અને વિષયોના પ્રકરણમાં લેખક કહે છે, અજરઅમર સિદ્ધબદ્ધ થવાનો માર્ગ કપાય પર વિજયમાં છે. એટલા માટે પ્રથમ તો આપણને ઇન્દ્રિયોને સમજવી પડે. ઇન્દ્રિયજન સુખોને સ્થાયી માનીને મિથ્યાત્વની ઊંડી ખીણમાં પડે છે. પૌલિક વિષયો અને ઇન્દ્રિયનાં સુખો મૃગજળ છે. સંસારનો કોઈ પણ પદાર્થ રાગ કરવા જેવો નથી. ઉત્તરાધ્યાન સૂત્રમાં કહે છે કે - न सा जाई, न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया, न मुआ जत्थ, सब्बे जीवाडणंतसो॥ એવી કોઈ જાતિ, યોનિ નથી, એવું કોઈ સ્થાન કે કુળ નથી જ્યાં પ્રત્યેક પ્રાણી અનંતવારના જન્મ-મરણ ન પામ્યો હોય. - જ્યાં સુધી પૌગલિત વિષયોથી વિમુખ થઈને વૈરાગ્ય ભાવના દઢ નથી થતી ત્યાં સુધી કષાયોથી ઘેરાયેલો જીવ ચારે ગતિમાં ભ્રમણ કરતો રહે છે. શરૂઆતમાં જ વિષયોને જન્મ આપનાર રાગદ્વેષના પર્યાયો અને એના દ્વારા બંધાતા આઠ કર્મોનું વર્ણન છે. પાંચ ઇન્દ્રિયના ત્રેવીસ વિષયો અને ચાર કષાયો પર અંકુશ મેળવવા ઉદાસીનભાવ, વૈરાગ્યની વાત કરી છે. આ વૈરાગ્યભાવને કેવી રીતે લાવવો એ ૪થા પ્રકરણમાં બતાવે છે. ૪થું આચાર પ્રકરણ અત્યંત મહત્ત્વનું છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર આ પાંચ પ્રકારના આચારમાં સમગ્ર જૈનદર્શનનો સાર છે. શ્રી સુધર્માસ્વામી આચારાંગસૂત્રમાં જે આચાર બતાવે છે તેનો સાર આ પ્રકરણમાં બતાવવામાં આવ્યો છે. આ પંચાચાર પાળવાથી વૃત્તિઓ ઉપર અજબ સંયમ સ્વાભાવિક રીતે આવે છે. ૧૬૯ સર્જકની વિચારસૃષ્ટિ) - પાંચમા સુખ પ્રકરણમાં કદાચ પુનરોક્તિ પણ ઇન્દ્રિયસુખની અભિલાષા ન કરતાં વૈરાગ્ય તરફ જવાની, વૈરાગ્યમાર્ગમાં વિઘ્ન તરીકે આવતા ઈન્દ્રિયના વિષયોની વાત છે. ખરું સુખ કોને અને ક્યારે મળે તે સમજવા માટે પ્રશમસુખનો ખરેખર અભ્યાસ કરવો. સાચું આચરણ કરવાના નિયમો જાણી લીધા પછી સાચા શાશ્વત સુખને સમજવું અને સમજીને તેને બરાબર આદરવું અને તે મેળવવા આદર્શ રાખવો. Moral of the story કે કષાયો જે કષ+આય સંસારને વધારનારા છે તેનાથી વિમુક્ત થવું અને છોડ્યા પછી જ સાચા સુખનો, શાશ્વત સુખનો અનુભવ થશે તે અવર્ણનીય છે. આ કષાયોને ઉદયમાં આવવાના જે જે નિમિત્તો હોય તેનાથી દૂર રહીને કષાયોને શાન કરવાના ઉપાયોનું આસેવન પણ મન, વચન અને કાયાથી નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. આત્મસંકલ્પપૂર્વક જો આ ઉપાયો કરવામાં આવે તો કષાયોની પ્રબળતા ઘટે જે રાગદ્વેષના કાતિલ વિષને ઉતારવા સમાદિનું આ સેવન દઢ નિર્ધાર સાથે કરવું પડશે. કષાયવિજય માટે શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે પાંચ આશ્રવોથી વિરતિ, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, ચાર કષાયો પર વિજય અને ત્રણ દંડથી (મન દંડ, વચન દંડ, (દંડ)થી વિરામ, આ સત્તર પ્રકારના સંયમ એટલે પાપસ્થાનોથી વિરામ પામવાનો હોય છે. મન, વચન અને કાયા જ્યારે શુભ પ્રવૃત્તિઓમાં હોય ત્યારે તેમને ‘ગુપ્તિ' કહેવામાં આવે છે અને અશુભ હોય ત્યારે દંડ કારણ કે આત્મા તેની સાથે દંડાય છે. એનો ઉપાય બતાવતાં ૧૮૦મા શ્લોકમાં શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે, અહંકાર અને મમકારના ત્યાગથી આત્મા અત્યંત દુર્જય અને બળવાન બની પરિષહ, ગારવ, કષાય, દંડ અને ઇન્દ્રિયોના વ્યહનો નાશ કરી નાખે છે. હવે આપણે ભાવના વિશે વિચારીએ. ભાવનાનો પ્રદેશ મન છે. પહેલાં મનમાં સત્યસ્વરૂપ સમજવું જોઈએ. આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, આ આખો સંસાર સમજ્યા-જાણ્યા વગર તેનો ત્યાગ સંભવ નથી, અશરણ, અનિત્ય વગેરેની ચિંતવના કરતાં જ્ઞાન, દર્શન પર શુદ્ધ શ્રદ્ધારૂપ બોધિદુર્લભભાવના ભાવતાં ભાવતાં બીજું બધું ત્યાગીને પોતાનું કંઈ સારું થાય તેવી પ્રગતિ કરવાનું શ્રી ઉમાસ્વાતિજી લખે છે. યતિધર્મ ને ભાવના પછી મૂકવાનું કારણ તે ફક્ત ભાવનાના વિચારમાં ને વિચારમાં પડી ન રહેતાં હવે એ વિચારણાને દશ યતિધર્મરૂપી વ્યવહારમાં મૂક. કારણ કે દશ પ્રકારના યતિધર્મો જૈન શાસ્ત્રનો સાર છે અને ખૂબ શાંતિ અપાવનાર હોઈ ખાસ આરાધવા લાયક છે. - ૧૭o - Page #87 -------------------------------------------------------------------------- ________________ િજ્ઞાનધારા) કથા પ્રકરણમાં અનર્થદંડરૂપ ચારે કથાઓની વાત સાથે શ્રી ઉમાસ્વાતિજી ઓક્ષેપણી, વિક્ષેપણી, સંવેદિની અને નિર્વેદની એમ ચાર સુદ્દાની વાત કરે છે. આ પ્રકરણ દ્વારા આપણને મૌનનો મહિમા સમજાવવામાં આવ્યો છે. મૌનને લીધે શક્તિ જળવાઈ રહે છે. બોલવું જ પડે તો ચાર વિકથા તો કરવી જ નહીં. ન બોલનાર અંતે જીતે છે તે કદી હારતો નથી. કથા પછી તત્વની વાત માંડતા શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે જૈન ધર્મના સાત પદાર્થો એવી યોજનાથી ગોઠવાયેલા છે કે એની બહાર આ દુનિયામાં કે મોક્ષમાં કોઈ પદાર્થ રહેતો નથી. સાત તત્વોમાં પહેલું જીવ અને છેલ્લે મોક્ષ વચ્ચે આવતાં તત્વો કર્મબંધ, સંવર અને નિર્જરા માટેની હકીકત રજૂ કરે છે. જીવનના સાર રૂપ માત્ર બે જ તત્વો, જીવ અને મોક્ષ. વિશાળ દષ્ટિએ જોતાં તત્વમય આખું જીવન છે આખી દુનિયા છે. હવે મોક્ષને પ્રાપ્ત કરવા માટે શ્રી ઉમાસ્વાતિજી ગ્રંથના મધ્ય ભાગમાં સભ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્રની વાત કરે છે. નિશ્ચયનયની દષ્ટિએ જ્ઞાન, દર્શન આત્માના મૂળ ગુણો છે, પણ કર્મના આવરણને લીધે તે પુગલમાં રાચીમાયી રહેલા છે. વિષયકષાયની મંદતા, પરોપકાર, સક્રિયાથી આ ગુણો પ્રગટ કરવા યોગ્ય છે. દર્શન એટલે વીતરાગતાને પામવા જણાવેલ તત્ત્વોમાં શ્રદ્ધા. આવી શ્રદ્ધા સાથેનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન અને રાગદ્વેષની અને યોગની નિવૃત્તિરૂપ સ્વરૂપરમણતા તે સમ્યક ચારિત્ર. આ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પરિપૂર્ણ દશામાં પ્રાપ્ત થાય ત્યારે જ મોક્ષ સંભવે. એક પણ સાધન અપૂર્ણ હોય તો મોક્ષ ન મળે. હવે લેખક પ્રશમની વાત કરે છે. પ્રશમરસની પેલી ખાસિયત એ છે કે એ હોય ત્યાં ક્રોધનો અભાવ જ હોય. પ્રામસુખના અભિલાષી પોતાના જે આત્મિક ગુણો હોય તેનો જ આખો વખત વિચાર કરે. પારકાની વાતો પ્રત્યે તે મૂંગા, બહેરા હોય. પ્રશમસુખની પ્રશંસા કરતા શ્રી ઉમાસ્વાતિજી ૨૩૭માં શ્લોકમાં લખે છે કે, સ્વર્ગના સુખ તો પરોક્ષ છે અને મોક્ષનું સુખ તો તેનાથી પણ પરોક્ષ છે, પણ પ્રશમનું સુખ તો પ્રત્યક્ષ છે. પારકાને આધીન નથી અને પૈસા આપીને ખરીદવાનું નથી. સ્વર્ગના સુખો કોઈએ નજરે જોયાં નથી. મોક્ષની વાત ત્યાં ગયા પછી આપણને કોઈ જણાવતું નથી. પ્રત્યક્ષ સુખ છે તે જ સચ્ચાઈ છે માટે માણસે પ્રશમનો લાભ લઈ નજરે જોવાય, અનુભવી શકાય એવો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રત્યક્ષ છે. પરવશ નથી અને પૈસા ખરચવાથી પ્રાપ્ત થાય તેમ નથી. આવા પ્રાણીને આ ભવમાં, આ દુનિયામાં જ મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે. અને આવા પ્રશમીનું વર્ણન કરતાં કહે છે કે વિષયસુખની - ૧૭૧ વિસર્જકની વિચારસૃષ્ટિ) અભિલાષા વગરના અને સમતા ગુણોથી અલંકારાયેલા સાધપર સર્વ સૂર્યના તેજથી પણ એવા વધારે દીપે છે, શોભે છે કે સર્વ સૂર્યોનું તેજ પણ તેમની આગળ ઝાંખું પડે છે. શીલાંગના પ્રકરણમાં શ્રી ઉમાસ્વાતિજી જણાવે છે કે શીલાંગ એટલે સાધુવર્તનનું ધોરણ. દશ પ્રકારના યતિધર્મ, પૃથ્વી વિગેરે દશ પ્રકારની હિંસાથી અટકવું-વિરમણ, તેને મન, વચન, કાયાથી કરણ, કરાવણ અને અનુમોદન સાથે મેળવતાં અઢાર હજાર શીલાંગોની ઉત્પત્તિ થાય છે. શીલ એટલે શુદ્ધ વર્તન. તેનો રથનો આકાર ચિતરવામાં આવ્યો છે. તે આકાર બરાબર સન્મુખ રાખવાથી અઢાર હજાર ભેદ રથના આકારમાં બતાવી શકાય. શીલાંગ સમજ્યા પછી હવે આગળ પ્રગતિ કરવા ધર્મધ્યાન અને ક્ષપકશ્રેણી બતાવે છે. મોટા દેવતાની જે ઋધ્ધિ હોય તે આશ્ચર્ય ઉપજાવનાર હોય છે પણ ધ્યાતા મુનિની આંતરસંપત્તિની કિંમત આગળ તે અડધી પણ ન થાય. રાગ, દ્વેષ અને કષાયથી વિજય મેળવેલો તે સર્વથા નિર્લેપ હોય છે. તેના દરેક કાર્યમાં સમતા ઓતપ્રોત થઈ ગયેલી દેખાય છે. અપ્રમત્ત, અપ્રમાદી એવા તેને આઠમું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે અને એના જ અનુસંધાનમાં ક્ષપકશ્રેણી પ્રકરણમાં શ્રી ઉમાસ્વાતિજી જણાવે છે કે બે પ્રકારની શ્રેણી જીવ માંડે છે ક્ષપક અને ઉપશમ. સાતમા ગુણસ્થાનકથી લઈ આગળ જતાં સર્વ ગુણસ્થાનકોમાં આત્માનાં પરિણામ એટલાં સ્થિર અને શુદ્ધ થઈ જાય છે કે જેથી એ ગુણસ્થાનકોમાં આયુષ્યનો બંધ તો થતો નથી પણ કેટલાંક ઉપામ તો કેટલાંક ક્ષપકશ્રેણી બાંધે છે. આવતાં કર્મોને ભોગવી લે પણ બાકીના કર્મોને અંદર ભારેલા અગ્નિની જેમ બેસાડી દે તે ઉપશમશ્રેણી. ક્ષેપકમાં તો કર્મની કાપણી જ કરે ને આગળ પ્રગતિ કરતો જાય. આવી રીતે ચાર ઘાતી કર્મોનો ક્ષય થતાં, હંમેશનું, અંત વગરનું, સર્વથી ચઢિયાતું, જેને કોઈ ઉપમા આપી ન શકાય તેવું, જેનાથી વધારે સુખ નથી તેવું પરિપૂર્ણ અને જેમાં સામે ટકો પડતો નથી એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. હવે આ ગ્રંથના સમુઘાતના પ્રકરણમાં સમુદ્રઘાતની વાત કરે છે જે તે તત્વાર્થસૂત્રમાં નથી કરવામાં આવી. આત્માના પ્રદેશ શરીર બહાર નીકળે તેને સમુદ્રઘાત કહે છે. સાત પ્રકારના સમુદ્ધાત તે વેદના, કષાય, મરણ, વૈદિય, તેજસ, આહાર અને આપણે જેના વિશે વાત કરવાના છીએ તે કેવળી સમુઘાત... જે કેવળજ્ઞાનીના કર્મ આયુષ્યથી વધારે હોય તે કેવળી તેમને સરખાં કરવા તેના આત્મપ્રદેશ શરીરથી બહાર ૧૭૨ Page #88 -------------------------------------------------------------------------- ________________ સર્જકની વિચારસૃષ્ટિ) જ્ઞિાનધારા) કાઢે. પહેલે સમયે પોતાના દેહપ્રમાણ દંડ બનાવી આત્મપ્રદેશોને લોકના અંત સુધી ઉપર અને નીચે મોકલે. બીજે સમયે ઉત્તર-દક્ષિણ તરફ વિસ્તારી કપાટ બનાવે. પૂર્વપશ્ચિમમાં ગોઠવી મથાન જેવું ત્રીજે સમયે બનાવે. ચોથે સમયે એક એક આકાશપ્રદેશ ઉપર આત્મપ્રદેશ મૂકી ચૌદ રાજલોકમાં પ્રસરી જાય. પાંચમે સમયે આત્મપ્રદેશો સંકોચી મળ્યાન, છઠે સમયે મન્થાનના પ્રદેશો સંકોચી કપાટ, સાતમે કપાટને સંકોચી દંડ અને આઠમે સમયે દંડને સંવરીને મૂળ સ્થિતિમાં આવી જાય. આ સમુદ્ધાતથી આયુષ્યથી વધારે કર્મોને આઠ સમયમાં ભોગવી બધું સમ કરે છે. આ આઠ સમયનું આત્મિક પ્રદેશોનું કાર્ય આંખ મીંચીને ઉઘાડીએ એટલો સમય પણ ભાગ્યે જ લે છે અને પછી રૌલેશીકરણની વાત કરતાં શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે પાંચ હૃવ બોલતાં (અ, ઈ, ઉ, 8 લુ) જેટલો સમય લાગે તેટલા વખતમાં, સંયમથી પ્રાપ્ત કરેલી શક્તિના જોરે તે લેણ્યા વગરનો થઈ શૈલેશીકરણની દશાને પામે છે. કર્મો ગમે તેટલી મોટી સંખ્યામાં હોય તે છેલ્લી ઘડીએ ખપાવે છે, પછી તેને કોઈ રોકી શકતું નથી. કોઈ ઇંદ્રનું વજ આડું હોય તો તે આરપાર નીકળી જઈને મોક્ષે પહોંચી જાય છે. સિદ્ધશીલા ચૌદ રાજલોકને અંતે છે તે અવર્ણનીય છે. ગ્રંથને અંતે ગ્રંથનું ફળ બતાવતાં શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે આ પ્રશમરતિ ગ્રંથ અભ્યાસ અને વર્તનનું ફળ આ દુનિયામાં સારું મળે છે. ને અણગારો અને ગૃહસ્થો પરભવે સ્વર્ગ અથવા મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રશમરતિમાં જણાવ્યા પ્રમાણે જીવે છે તેમને બે પ્રકારનાં ફળ મળે છે - આ જીવનમાં અને આવતા ભવમાં. આ ભવમાં જેને પ્રશમનો, સુખનો, શાંતિનો અનુભવ થાય તેને પરભવમાં ચોક્કસ સુખપ્રાપ્તિ થાય. શ્રી ઉમાસ્વાતિજીએ આગળ વર્ણવ્યું છે તેમ સ્વર્ગસુખ પરોક્ષ છે, મોક્ષસુખ એનાથી પણ પરોક્ષ છે. જે સુખ છે તે સુખને, પ્રશમરસને જો આ ભવમાં છવાય તો આગળ નિશ્ચિત સુખ જ સુખ છે. (સંદર્ભ : પૂ. વિજયભદ્રગુપ્તસૂરિનું અને મોતીલાલ કાપડીયાનું પ્રશમરતિ વિવેચન.) જિળમાર્ગનું જતન રતિલાલ દીપચંદ દેસાઈની વિચારસૃષ્ટિ - ડૉ. માલતી શાહ ભાવનગરસ્થિત માલતીબહેને જેન ફિલોસોફીમાં Ph. D. કર્યું છે. શામળઘસ કૉલેજમાં વિઝિટીંગ લેક્ઝરર તરીકે સેવા આપેલ. તેમણે ચાર પુસ્તકોનું લેખન સંપાદન કર્યું છે. જૈન સંસ્કૃતિના પ્રાણતત્ત્વને ઉજાગર કરતાં અનેક સામયિકોમાં જેનું અગત્યનું સ્થાન છે તેવા , ઈ.સ. ૧૯૦૨માં શરૂ થયેલા ભાવનગરથી પ્રગટ થતાં “જૈન” અઠવાડિકમાં ઈ.સ. ૧૯૪૭થી ૧૯૭૯ના બત્રીસેક વર્ષો ‘તંત્રીલેખ', સામયિક ફુરણ', ‘મણકો વગેરે લેખો દ્વારા પોતાનું વિચારવલોણું સમાજ સમક્ષ રજૂ કરનાર શ્રી રતિભાઈનો જન્મ વિ.સં. ૧૯૬૩ના ભાદરવા સુદ-પાંચમ, તા. ૧૨મી સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રગનર જિલ્લાના ખેરાળી ગામે પોતાના મોસાળમાં માતા શિવકોરબહેનની કૂખે થયો. મૂળ વતન સાયલ (ભગતનું ગામ). પિતા દીપચંદભાઈ ભક્તિ પરાયણ અને ‘દીપચંદ ભગત'ના નામે ઓળખાતા. રતિભાઈનું પ્રાથમિક શિક્ષણ યેવલા, ધૂળિયા, વઢવાણ, સાયલા, ધૂળિયા, સુરેન્દ્રનગર એમ જુદા જુદા સ્થળે સંપન્ન થયું. ત્યાં વિ.સં. ૧૯૭૭માં તેમની ૧૪ વર્ષની ઉમરે તેઓનાં માતુશ્રીનું અવસાન થયું. આ કપરા સમયે રતિભાઈ એ તેમના બીજા બે નાના ભાઈઓ એમ ત્રણ સંતાનોના પિતા શ્રી દીપચંદભાઈએ પોતાની પત્નીની પુનિત સ્મૃતિ જાળવી રાખવા સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી (કાશીવાળા) પાસે જઈને ચતુર્થવ્રતની પ્રતિજ્ઞા લીધી અને તેમની જ સલાહથી માતાની ખોટ ન સાલે તે માટે શ્રી રતિભાઈને મુંબઈ વિલે પારલામાં આવેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ” નામની પાઠશાળામાં અભ્યાસ કરવા માટે મૂક્યા. જિંદગીમાં હજી સ્થળાંતર બાકી હોય તેમ આ પાઠશાળા વિ.સં. ૧૯૭૮ (ઈ.સ. ૧૯૨૨)માં પહેલા બનારસ અને પછી આગ્રા ખસેડાઈ, છેવટે વિ.સં. ૧૭૩ ૧૭૪ હું - Page #89 -------------------------------------------------------------------------- ________________ 88 L ܀܀܀ જ્ઞાનધારા ૧૯૮૦-૮૧ના અરસામાં કાશીવાળા પ.પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના સમાધિમંદિરની પાસેના મકાનમાં શિવપુરીમાં સ્થિર થઈ, જ્યાં તેઓ સ્થિરતાપૂર્વક અભ્યાસ કરી શક્યા. શ્રી રતિભાઈના પિતાશ્રીને ધર્મધ્યાનમય જીવન રૂચતું હોવાથી તેમણે દીક્ષા અંગીકાર કરીને ‘દીપ વિજયજી’ નામ ધારણ કર્યું અને અઢી વર્ષના દીક્ષાપર્યાય બાદ વિ.સં. ૧૯૮૫ના ફાગણ સુદ બીજના દિવસે કાળધર્મ પામ્યા. રતિભાઈના કાકા શ્રી વીરચંદભાઈએ પોતાના ભાઈ દીપચંદભાઈના ત્રણેય સંતાનોના ઉછેરની જવાબદારી સુપેરે નિભાવી. તેઓના દીકરા બાલાભાઈ વીરચંદ દેસાઈ પણ શિવપુરીમાં અભ્યાસ માટે જોડાયા જેઓ આગળ જતાં લબ્ધપ્રતિષ્ઠિત લેખક તરીકે ‘જયભિખ્ખુ’ના નામે વાચકોનો ખૂબ પ્રેમ પામ્યા. શ્રી રતિભાઈ અને શ્રી જયભિખ્ખુ આ બંને પિતરાઈ ભાઈઓનો પ્રેમભાવ જીવનભર ટકી રહ્યો અને બંનેના સાહિત્યસભર જીવનની અસર સમગ્ર કુટુંબ ઉપર છવાઈ ગઈ. શિવપુરીની પાઠશાળામાં રતિભાઈને કલકત્તા સંસ્કૃત એસોસિયેશનની ‘ન્યાયતીર્થ’ની પદવી મળી, તેનાથી પ્રેરાઈને શિવપુરીની પાઠશાળાએ તેમને ‘તાર્કિક શિરોમણિ’ની પદવી આપવાનું નક્કી કર્યું, પણ યુવાન રતભાઈ ‘આ પદવી માટે મારી પાત્રતા નથી' એમ કહીને પોતાના ગુરુ શ્રી વિદ્યાવિજયજી પાસે રડી પડચા, તેથી પાઠશાળાએ તેમની લાગણી સ્વીકારીને છેવટે ‘તર્કભૂષણ'ની પદવી આપી. ઈ.સ. ૧૯૩૦માં નોકરી શરૂ કરી પણ સંસ્કૃતમાં એમ.એ. કરવાના ધ્યેય સાથે અઢી વર્ષની નોકરી છોડીને અમદાવાદ આવ્યા. પોતાના કામમાં ન્યાયબુદ્ધિથી વિચારીને તેઓ જીવ્યા. તેથી તો ‘જ્ઞાનોદય ટ્રસ્ટ’, ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય’, ‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી’ વગેરે સંસ્થાઓમાં જ્યાં જ્યાં કામ કર્યું ત્યાં ત્યાં તેઓએ વેતન ઓછું લેવાનું સ્વીકાર્યું. 'ન્યાયસંપન્ન વૈભવ'ની તેમની આ જીવનશૈલીમાં તેમનાં ધર્મપત્ની શ્રી મૃગાવતીબહેનનો અનન્ય ફાળો હતો. ‘સાદું જીવન ઉચ્ચ વિચાર' ધરાવતા રતિભાઈના જીવનમાં સાદગી હતી. ગાંધીવાદી જીવનશૈલી અપનાવીને ખાદીના ઝભ્ભો, ધોતિયું, સફેદ ટોપી, બંડીનો સાદો પહેરવેશ. કામનેજ સતત પ્રાધાન્ય અને મહેમાનને મીઠો આવકાર. જીવનભર સાહિત્ય સર્જનમાં વ્યસ્ત રતિભાઈએ કંઈક નવા લેખકોને પ્રોત્સાહન આપ્યું. છેલ્લાં વર્ષોમાં શારીરિક અસ્વસ્થતાઓની વચ્ચે તપસ્વીની જેમ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના કામને પૂરું કર્યું અને તા. ૭મી ડિસેમ્બર, ૧૯૮૫ના રોજ તેઓએ પોતાની જીવનલીલા ૧૭૫ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું સંકેલી લીધી. સમાજકલ્યાણના વાંચ્છુ રતિભાઈ ચક્ષુદાન અને દેહદાન કરીને પોતાના મૃત્યુને પણ ધન્ય કરી ગયા. જીવભર પ્રામાણિકતા, ન્યાય, ધર્મ, પ્રેમના ઉપાસક શ્રી રતિભાઈ એક સર્જક તરીકે સાહિત્યકાર હતા, પત્રકાર પણ હતા અને સંશોધક પણ હતા. તેઓના લખાણમાં સર્જકની સંવેદનશીલતા અને સંશોધકની ચીવટ હતી. તેઓએ એક બાજુથી વિવિધ ક્ષેત્રને લગતી કથાઓ ઉપર પોતાની કલમ અજમાવી, બીજી બાજુ સંશોધક દષ્ટિથી ઐતિહાસિક વિગતોનું નિરૂપણ કરતા ગ્રંથો સમાજને ભેટ આપ્યા અને પત્રકાર તરીકે સમાજજીવનની છબી વ્યક્ત કરતા લેખો લખ્યા. તેઓએ નિરૂપણ કરેલ કથાઓના કુલ દસ વાર્તાસંગ્રહો પ્રકાશિત થયા. ૧. અભિષેક, ૨. સુવર્ણકંકણ, ૩ રાગ અને વિરાગ, ૪. પંદ્યપરાગ ૫. કવ્યાણમૂર્તિ, ૬. હિમગિરીની કન્યા ૭. સમર્પણનો જય, ૮. મહાયાત્રા ૯. સત્યવતી અને ૧૦. મંગળમૂર્તિ. આ દસ વાર્તાસંગ્રહોની થાઓને પાંચ પુસ્તકોમાં સમાવીને ઈ.સ. ૧૯૯૪માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પાંચ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં જેમાં કથાઓનું થોડુંક વિભાગીકરણ કરવામાં આવ્યું. ૧. ‘મંગળમૂર્તિ'માં પ્રસિદ્ધ નારીગાથાઓ, ૨. ‘અભિષેક’માં તીર્થંકરો અને સાધુઓની કથાઓ ૩. ‘માનવની મહાયાત્રા'માં રાજકથાઓ. ૪. ‘રાગ અને વિરણ’માં જૈન વિભૂતિઓ અને ૫. ‘દિલનો ધર્મ’માં વાસ્તવજીવનની કથાઓ રજૂ કરવામાં આવેલી છે. આ પાંચ પુસ્તકોના વિષયો સૂચવે છે તેમ શ્રી રતિભાઈની કથાઓનું મૂળ પ્રાચીનજૈન આગમ સાહિત્ય, આગમેતર સાહિત્ય, તેજસ્વી નારીપાત્રો, પોતાની આજુબાજુના સમાજની મૂલ્યવાન ઘટનાઓ વગેરેમાં પડેલું જોઈ શકાય છે. નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક મૂલ્યો ધરાવતી કથાઓ સંસ્કારી વાચકવર્ગમાં ખૂબ આદર પામી. એક સંશોધક તરીકે ઐતિહાસિક દસ્તાવેજો, આધારો વગેરેનો અભ્યાસ કરીને તેમણે કેટલુંક મૂલ્યવાન સાહિત્ય વિદ્વાનોને ખૂબ ઉપયોગી થાય તે રીતે તૈયાર કર્યું છે. ભગવાન મહાવીરના ગણધર ‘ગુરુ ગૌતમસ્વામી'ના ચરિત્રને કથારસમાં તરબોળ કરી દે તે રીતે સરળ શૈલીમાં આલેખ્યું છે, જેમાં ઐતિહાસિક આધારોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ‘ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ' પુસ્તકમાં કચ્છમાં આવેલ ભદ્રેશ્વર તીર્થનો ઇતિહાસ વિસ્તૃત ફૂટનોટો દ્વારા રસપ્રદ વિગતો આપીને રજૂ કર્યો છે. ‘વિદ્યાલયની વિકાસગાથામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય'નાં ૫૦ વર્ષની વિગતો, ‘સમયદર્શી ૧૭૬ 88 R Page #90 -------------------------------------------------------------------------- ________________ """" જ્ઞાનધારા) આચાર્ય' પુસ્તકમાં પંજાબ કેસરી પ.પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજીના જીવનની ઘટનાઓ, ‘જ્ઞાનજ્યોતિની તેજરેખા'માં આગમ પ્રભાકર મુ. શ્રી પુણ્યવિજયજીના જીવનપ્રસંગો, ‘પ્રતિષ્ઠાનો અહેવાલ’ પુસ્તકમાં પાલીતાણા દાદાની ટૂંકમાં આકાર પામેલ નવી ટૂંકની વિગતો રજૂ કરી છે. ઐતિહાસિક દષ્ટિએ લખાયેલ તેમના અગત્યના પુસ્તક ‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ ભાગ-૧ અને ૨માં ત્રણ વર્ષની ઐતિહાસિક સામગ્રીનો અભ્યાસ કરીને ખૂબ આધારભૂત માહિતી દર્શાવવામાં આવી છે. જિંદગીના છેલ્લા દસકામાં અને ઘટતી જતી શારીરિક શક્તિ વચ્ચે તેમણે આ કામ પૂરું કર્યું તે તેમની ધીરજ, નિષ્ઠા જેવા ગુણોના દષ્ટાંતરૂપ છે. આ ઉપરાંત અનેક પુસ્તકોના સંપાદન તેમણે કરેલાં છે. પત્રકાર તરીકે શ્રી રતિભાઈએ જૈન સત્યપ્રકાશ' સામયિકમાં ઈ.સ. ૧૯૭૫થી ૪૮ સુધી તેર વર્ષ અને “વિદ્યાર્થી’ સામયિકમાં ઈ.સ. ૧૯૩૯-૪૦ના વર્ષ દરમ્યાન સંપાદનકાર્ય કર્યું હતું. ભાવનગરથી શ્રી દેવચંદ દામજી શેઠ તથા પછીથી શ્રી ગુલાબચંદ દેવચંદ શેઠ દ્વારા બહાર પાડવામાં આવતા 'જૈન' અઠવાડિકમાં સુપ્રસિદ્ધ લેખક શ્રી સુશીલે પચ્ચીસેક વર્ષો પોતાની કલમ ચલાવી. તેઓની અસ્વસ્થ તબિયતમાં શ્રી રતિભાઈએ તે કામ કામચલાઉ રીતે સ્વીકાર્યું પણ પછી તેઓનો જૈન સાથેનો નાતો ખૂબ લંબાયો. તેમના આ 'જૈન'માં લખાયેલા સાહિત્યનો દરિયો ખૂંદીને તેમના સુપુત્ર પ્રો. શ્રી નીતિનભાઈ દેસાઈએ ત્રણ પુસ્તકોનું સંપાદન કર્યું. તેમાં ૧. ‘અમૃત સમીપે'માં શ્રી રતિભાઈએ લખેલા વ્યક્તિવિશેષો અંગેના લેખો રજૂ કરવામાં આવ્યા છે. ૨. ‘જિનમાર્ગનું જતન' અને ૩. “જિનમાર્ગનું અનુશીલન' આ બે પુસ્તકોમાં જૈન ધર્મ, સમાજ, સંસ્કૃતિ, વિચારધારાના ચિંતનાત્મક લેખો રજૂ થયા છે. 'ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ દ્વારા ઈ.સ. ૨૦૦૩માં આ ગ્રંથોનું પ્રકાશન થયેલ છે જેમાં ગૂર્જર પરિવાર, જૈન પરિવાર અને દેસાઈ પરિવારની સદ્ભાવનાઓના સુમેળનું દર્શન થાય છે. ‘જિનમાર્ગનું જતન’ પુસ્તક એ રતિભાઈએ 'જૈન'માં લખેલા લેખોનો એક સંગ્રહ છે, જેમાં જેના સંપાદક પ્રો. નીતિનભાઈએ તેમાં રજૂ થયેલા લેખોના વિષયોને અનુલક્ષીને પંદર વિભાગો પાડેલા છે. આ વિભાગોમાં તો માત્ર વિચારણાની સરળતાની દષ્ટિએ જ પાડવામાં આવેલા છે, બાકી રતિભાઈ તો પોતાની ફરજ રૂપે જૈનમાં દર અઠવાડિયે લેખ લખીને મોકલતા, એટલે તેઓની વિચારસૃષ્ટિનો અહીં મર્યાદિત પરિચય થાય છે. આ વિભાગોમાં જૈન ફિરકાઓની એકતા, ધાર્મિક દ્રવ્ય, તીર્થરક્ષા અને - ૧૭૭ વિસર્જકની વિચારસૃષ્ટિ) તીર્થસેવન, વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા, ધાર્મિક પર્વો, સામાજિક સુધારો અને વિકાસ, સ્વતંત્ર ભારત, જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો, આરોગ્ય વગેરે વિષયના લેખોને રજૂ કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાક લેખોમાં તેઓએ કેટલીક બાબતોમાં પોતાનો વિરોધ દર્શાવ્યો છે, સારી બાબતોને આવકાર આપ્યો છે, ક્યાંક પરિવર્તનની દિશા ચિંધી છે, તો ક્યાંક નીરક્ષીર-ન્યાયપૂર્વક સત્ય અને સત્ત્વ તારવી આપ્યું છે. વિરોધ દર્શાવતા લેખો - ‘આપણા તહેવારોમાં શિસ્તની સદંતર ખામી' લેખ (પૃ. ૩૮૮-૮૯)માં તેઓ લખે છે : “...અને એકલા પર્વદિવસોમાં જ શા માટે ? આપણી ગેરશિસ્તનાં ચિત્રો તો પવિત્ર તીર્થસ્થાનોમાં પણ થોકબંધ જોવા મળે છે. આપણી ધર્મશાળાઓ જુઓ : જાણે આપણે એને પવિત્ર સ્થાન નહીં, પણ ઉકરડો સમજીને જ વર્તીએ છીએ. આપણે શાણા અને ધાર્મિક ગણાતા હોવા છતાં આ અવ્યવસ્થા અને ગંદવાડના પાશવી દોષો આપણામાં ક્યાંથી પેસી ગયા હશે ? અમને તો લાગે છે કે આપણે વધારે પડતા પરલોકલક્ષી બન્યા એનું જ આ દુષ્પરિણામ છે.” ‘જૈનત્વનો વિનાશકારી કેફી લેખ (પૃ. ૫૫-૫૯)માં સમાજે ભ્રામક અને વિચિત્ર ખ્યાલો છોડી દેવા જોઈએ તે જણાવ્યું છે. ‘મહામંત્રી ઉદયનનો ઇતિહાસ' લેખ (પૃ. ૧૫-૧૮)માં તેઓએ સુપ્રસિદ્ધ લેખક શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના મહામંત્રી ઉદયનના પાત્ર અંગે વિચારણીય મુદ્દાઓ રજૂ કર્યા છે. ‘એકત્વ સામે પડકાર: કટ્ટરતા’ (પૃ. ૭૬-૮૦)માં તેઓએ જણાવ્યું છે કે કટ્ટરતાને કારણે જૈન ફિરકાઓમાં એકતા આણવી મુશ્કેલ બની જાય છે. એમના લેખોમાં વાતનો વિરોધ કરીને તેઓ બેસી નથી રહ્યા. સમાજમાં કોઈક સારો બનાવ બને, કોઈ નવો વિચાર હોય તેને તેઓએ વધાવી લીધો છે. દા.ત. પૃ. ૮૩ ઉપર તેઓએ એક સુંદર બનાવને આવકાર આપ્યો છે. આ પ્રસંગ પ્રમાણે એક યજમાને પોતાના ઘરમાં દેરાસર બનવેલ અને તેઓ દિગંબર પરંપરા પ્રમાણે પૂજા વગેરે કરતા. એક વખત તેમને ત્યાં આવેલ મહેમાને થતાંબર પરંપરા પ્રમાણે પૂજા કરવાની સ્વાભાવિક રીતે અને સહજતાથી સંમતિ આપી. આ પ્રસંગને અંતે તેઓ જણાવે છે કે, “જૈન સંઘની એકતા સાંપ્રદાયિક છે ક્રિયાકાંડની કટ્ટરતાને વેગળી મૂકવાથી જ સિદ્ધ થઈ શકે તેમ છે.” પૃ. ૮૭ ઉપર પ.પૂ. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મારવાડમાં હતા ત્યારે સાદડી મુકામે મળેલ સ્થાનકવાસી જૈન સમાજના યુનિસંમેલન - ૧૭૮ Page #91 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) વખતે હાજર રહ્યા હતા. ખ્યાલમાં રહે કે પૂ. પુણ્યવિજયજી શ્વેતાંબર પરંપરાના સાધુ હતા. ‘નારીવર્ગની પ્રતિષ્ઠામાં જૈન સંઘનો ફાળો' લેખ (પૃ. ૧૮૦થી ૧૮૪). પ્રાચીનકાળથી જૈન ધર્મમાં નારીનું સમાન સ્થાન ધરાવે છે. વળી વર્તમાનમાં શ્રાવિકા સંઘની સ્થિતિ સુધરે અને સાધ્વી સંઘ જ્ઞાન-ક્રિયાની સાધનાના માર્ગે વિકાસ કરે તે જરૂરી છે તે સૂચવ્યું છે. 'કાંગડાતીર્થના પુનરુદ્ધાર” લેખમાં (પૃ. ૨૮૭-૨૯૨) પંજાબમાં કાંગડાતીર્થની પુન:સ્થાપના માટે કરવામાં આવેલ ભગીરથ પ્રયાસોની વિગતો નોંધી છે. પરિવર્તનની દિશા સૂચવતા લેખો – વર્તમાન વ્યવસ્થા, રૂઢિગત આચારો વગેરે વિશે પ્રશ્ન કરીને બેસી રહેવાને બદલે તેઓ પરિવર્તનની નવી દિશાનો રાહ બતાવે છે. જેમ કે, “પુષ્પપૂજામાં જયણાની જરૂર” (પૃ. ૧૬૭) લેખમાં તેઓ પર્યુષણ પર્વમાં પરમાત્માની સોળ હજાર પુષ્પોથી અંગરચના” આ બનાવ વિશે પોતાનું મનોમંથને રજૂ કરીને પોતાના વિચારો રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. ધાર્મિક અભ્યાસક્રમ પાછળની દષ્ટિ' (પૃ. ૨૪૮-૨૫૩) લેખમાં આ પ્રશ્નની સુંદર છણાવટ કરી છે. ધાર્મિક શિક્ષકો પ્રત્યેની આપણી ફરજ' લેખ (પૃ. ૨૫૩-૨૫૪)માં તેઓને અપાતા ઓછા વેતન જેવા પ્રશ્નો વિચાર્યા છે. ‘યુવક વર્ગને અપનાવવાની જરૂર' લેખ (પૃ. ૨૧૧-૨૧૩)માં તેઓએ યુવાનોને સાંભળવાની વાત ઉપર ભાર મૂક્યો છે. 'સાધારણ ખાતું: સમસ્યા અને ઉકેલ' (પૃ. ૨ ૬૯- ૨૭૦)માં ઉપધાન તપની પાળની બોલીની મોટા ભાગની આવક સાધારણ ખાતે લઈ જવામાં આવી તે પ્રસંગની નોધમાં જણાવ્યું છે કે, “સાધારણ ખાતું એ એક જ એવું છે કે જેમાંથી પ્રભુકથિત સાતેય ક્ષેત્રોને પોષી શકાય તે છે. યુગની હાકલ સંચિત ક્ષેત્ર કરતાં વિશાળ મર્યાદાવાળાને પુષ્ટ કરવાની છે, કે જેથી જરૂર પડ્યે દોષાપત્તિનો સંભવ ન રહે અને સહાયની અગત્યવાળા ક્ષેત્રને સિંચન મળે.” પૃ. ૨૭૬-૨૭૮માં રજૂ થયેલ 'દેવદ્રવ્યના રોકાણનો સવાલમાં દેવદ્રવ્ય વિશે બદલાતા યુગમાં નવી વિચારણાની જરૂર દર્શાવી છે. પૃ ૨૭૮-૨૮૧માં ધાર્મિક પ્રસંગોની ઉછામણી રૂપિયાના બદલે સામાયિકમાં બોલવાનો પ્રસંગ નોંધ્યો છે. શ્રીમંતોની સંગ્રહ કરવાની વૃત્તિ સામે ‘વહેતાં પાણી નિર્મળા” લેખમાં પૃ. ૪૦૨-૪૦૪માં તેમના નાણાંને સમાજકલ્યાણ માટે વાપરવાની હિમાયત કરી છે. નીરક્ષીરજા દર્શાવતા લેખો - જૈન ધર્મ, સંસ્કૃતિ, સમાજની સારી પરંપરાઓ તારવીને નીરક્ષર ન્યાયે રજૂ કરી છે. જેમકે પૃ. ૧૦૧માં ભગવાન મહાવીરના જીવનનું સર્જકની વિચારસૃષ્ટિ મૂલ્યાંકન કરતાં લખે છે, “ભગવાન મહાવીરને તો આત્મશુદ્ધિ કે જીવનશુદ્ધિ સિવાય બીજું કશું જ ખપતું ન હતું. એમણે જોઈ લીધું કે પ્રત્યેક વ્યક્તિની શુદ્ધિની જો ઉપેક્ષા કરવામાં આવે તો ધર્મશુદ્ધિ કે સંઘશુદ્ધિ એ કેવળ આકાશ કુસુમ જેવી વાત બની રહે.' પૃ. ૧૭૨ - ૧૭૫માં તેઓ ચંબલના બહારવટિયાઓના આત્મસમર્પણ માટે પૂ. વિનોબાજી, પૂ. જયપ્રકાશ નારાયણ તથા તેમના સૈનિકોના પ્રયત્નો અને તપસ્યાનો ઉપકાર માને છે. પૃ. ૨૫૬-૨૬૫ના લેખમાં તેઓ પૂ. સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી દ્વારા યોજાતા 'કન્યાસંસકારસોની અનુમોદના કરે છે. શરીરશ્રમ અને તંદુરસ્તી” લેખ (પૃ. ૪૭૨-૪૭૫)માં તેઓએ વર્તમાન સમયમાં વધી ગયેલા રોગો માટે શરીરશ્રમનું ગૌરવ દર્શાવ્યું છે. પૃ. ૪૬૧ ઉપર સાદાઈથી થતા લગ્નપ્રસંગનું વર્ણન કરી તેનો આનંદ વ્યક્ત કરે છે. શિક્ષણ માટે યુવાનો અને તેમના કુટુંબીઓ પ્રત્યે મમતાભર્યું વર્તન દાખવવાનું જણાવ્યું છે. પૃ. ૪૫૦ ઉપર જૈન સમાજના વિકાસ માટે સહધર્મીઓને ધ્યાનમાં રાખવાનું જણાવ્યું છે. ઉપસંહાર - ‘જિનમાર્ગનું જતન' પુસ્તકમાં લગભગ સવાસોથી વધુ સંકલિત લેખોમાં શ્રી રતિભાઈના કેટલાક વિષયોને લગતા વિચારો રજૂ થયા છે. આ પુસ્તકને આવકાર આપતાં પ.પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી જણાવે છે, “વાચકોને ખાસ ભલામણ કરવાનું મન થાય છે કે આ પુસ્તકને હાથમાં લઈ ઉપર-ઉપરથી પાનાં ફેરવી મૂકી ન દેશો, પણ રસ પડે એવા ઘણા વિષયો છે; તે-તે વિષયના એ લખાણને કમ-સે-કમ બે વખત વાંચવાનું અને પછી તે ઉપર વિચારવાનું રાખજો.” શ્રી રતિભાઈના સર્જનકાર્યની પાછળ તેમના સાત્ત્વિક જીવન, સ્પષ્ટ વિચારો, સાચુકલો વ્યવહાર, સંશોધનની ચીવટ, નિઃસ્પૃહતા, નિર્દભતા જેવા સદ્ગુણોનું બળ હતું એટલે તેમનું લખાણ વાચકોને સ્પર્શી જતું. ૧૮૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) wો કેવા હતા પ્રભુ મહાવીર પરમદાર્શનિક પૂ. જયંતમુનિની વિચારસૃષ્ટિ - ધનલક્ષ્મીબહેન શા. બદાણી (નાગપુરસ્થિત જૈન ધર્મના અભ્યાસુ ધનલક્ષ્મીબહેનનાં ત્રણ પુસ્તકો (લેખન અને સંપાદન) પ્રગટ થયાં છે. તેઓ જૈન સાહિત્ય સત્રોમાં નિબંધો પ્રસ્તુત કરે છે અને ચિંતનસભર લેખો લખે છે). ૫.પૂ. ગોંડલગચ્છ શિરોમણી વા.પ્ર.પૂ. જયંતમુનિનો પરિચય પ.પૂ. ગુરુદેવ એટલે જૈન-જગતના નભોમંડળના ચમક્તા સિતારા, નેત્ર જ્યોતિ પ્રદાતા, સેવાસમ્રાટ માનવતાના મસીહા, પૂર્વ ભારત ઉદ્ધારક, કરૂણાના સાગર આદિ અનેક અનેક પદવીઓના ધારક, પંડિતરત્ન પરમ દાર્શનિક ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. જયંતીલાલજી મહારાજ સાહેબની વિદ્વતા અને જ્ઞાનની ગંગોત્રી માનવ સેવા અને શિક્ષણરૂપે ૫૫ વર્ષથી પૂર્વ ભારતના નાના સા ગામડા પેટરબારમાં વહી રહી છે. પ્રસિધ્ધિ તથા માન-સન્માનની ભાવનાથી સુર-માત્રને-માત્ર કરૂણાનાના લક્ષથી એક સંત સેવાયજ્ઞની અલખ જગાવી પોતાના કાર્યમાં મસ્ત છે. બિહાર અને ઝારખંડ મહાવીરની ભૂમિ બોકારો જીલ્લાના નાનકડા આદિવાસી ગ્રામ પેટરબારમાં. સૌષ્ટ્રના ગીર વિસ્તારમાં દલખાણીયા ગામમાં ૧૯૨૪ની વિજયાદશમીના દિવસે ધર્મ પરાયણ કુટુંબમાં તેમનો જન્મ થયો. પિતા-જગજીવનભાઈ (સંત પિતા) માતા અમૃતબેન. એક ઘરમાંથી પાંચ વ્યક્તિએ સોરાષ્ટ્ર કેસરી પ્રાણ પરિવારમાં દીક્ષા લીધી. પિતા પૂ. જગજીવનજી સ્વામી. જેમના નામ પરથી ૫૦ વર્ષથી જ્ઞાન સેવાની ગંગા પ્રવાહીત થઈ રહી છે. બે બહેનો પૂ. જયાબાઈ પ્રભાબાઈ સેવક-ગુરૂ-પ્રાણ મ, નાનપણથી જાગ્રત થયેલી જ્ઞાનજીજ્ઞાસાથી ગુરૂ આશા લઈને શાસ્ત્રાભ્યાસ માટે. જગજીવન મ. સાથે કાશી તરફ વિહાર કર્યો. કાશીમાં ૩ વર્ષ સુધી પંડિતો પાસે જૈન, વૈદિક, બૌધ્ધ સાંખ્ય દર્શન તેમજ સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ, દર્શનનો ઉડો અભ્યાસ કર્યો. સૌરાષ્ટ્રથી વિહાર કરી કાશી ૧૮૧ વિસર્જકની વિચારસૃષ્ટિ) અભ્યાસ માટે જવું - તે વિરલ ઘટના હતી. સાધુ-સાધ્વી માટે મહાવીરની ભૂમિ બિહાર તરફ વિહારના દ્વાર ખોલી આપ્યા. સદીઓ પછી આ ભૂમિ પર જૈન સાધુના પગલા પડી રહ્યા હતા. પૂર્વ ભારતના ગીચ જંગલો તથા આદિવાસી વિસ્તારમાંથી પસાર થતા તેમની ગીરીબી તથા નિસહાયતાના કરૂણ દશ્યો તેમના હૃદયને કંપાવી ગયા. તેથી જૈન સાધુઓની પરંપરાગત આચાર-સંહિતાનું પાલન કરીને સ્વકલ્યાણની સાથે પરકલ્યાણ શરૂ થઈ શકે છે - તેવો વિશ્વાસ આવતો ગયો. જયંતમુનિના જીવનનું લક્ષ સ્પષ્ટ થતું ગયુ. કલકત્તા પ્રથમ ચાતુર્માસ કરી જ્યાં શિષ્ય ગિરીશમુનિની ભવ્યાતિભવ્ય દિક્ષા થઈ. ૧૯૬૭ના બિહારના દુષ્કાળમાં દુષ્કાળગ્રસ્ત ક્ષેત્રમાં વિહાર કર્યા. અને સક્રિય રીતે રાહતગ્રસ્ત કાર્ય કર્યું. જ્ઞાનની સાર્થકતા - પીડિત અને પછાત માનવ જનની સેવામાં છે તે સમજાઈ ગયું. પૂ. પિતા જગજીવન મહારાજના ૪૫ દિવસના રાજગૃહમાં સંથારા બાદ નેત્ર જ્યોતિ તથા જ્ઞાન-જ્યોતિ દ્વારા આદિવાસી પ્રજાની સવાંગીણ સેવાનું કાર્ય એકલે હાથે આરંભી દીધુ. ૧૯૮૧થી આજ પર્યત ઝારખંડના પેટરબાર ગામમાં પૂ.ત. જગજીવનજી મ. ચક્ષુ ચિકિત્સાલય, જગજીવન મહારાજ જ્યોતિ સરસ્વતિ વિદ્યાલય સાથે આદિવાસીના અનેક ગામડાઓ બોકારો, રાજગિરીમાં ૨૦ વિદ્યાલયો. ભારતીય પદ્ધતિથી ચાલી રહ્યા છે. તેમના પુરુષાર્થ ૨૫ આદિવાસી ગામોનો અહિંસક નિવ્યસની બનાવી અહિંસા-સંઘની સ્થાપના કરી છે. સેવા અને શિક્ષણ સાથે ગુરૂદેવ જ્ઞાન તથા સાધના પ્રત્યે પણ સજગ સક્રિય, તલ્લીન છે. તેમનું જ્ઞાન અમાપ તથા અવર્ણનીય છે. તેઓ જે લખાવે છે તે સ્વયં ફુરણાથી, ભક્તિભાવથી કોઈ પણ પુસ્તકની સહાય લીધા વગર લખાવે છે. તેમનું ચિંતનશીલ સર્જન: (૧) જયંતવચનારવિંદ પ્રવચન સંગ્રહ (૨) જયંતવાણી (પ્રવચનોનો સંગ્રહ) (૩) અધ્યાત્મપત્ર પ્રભાસ્વામીની બીમારી વખતે તેમના લખાયેલ પત્રો) (૪) પ્રવચન સંગ્રહનિવણનો પથ (પૂ.ત. જગજીવનજી મહારાજના સંથારાનું વિવરણ) (૫) શાશ્વતી સાધના (આધ્યાત્મિક લેખોનો સંગ્રહ) (૬) જીવનરેખા ગુરુ પ્રાણલાલજી સા. જીવનચરિત્ર.(૭) તત્વાભિનય (સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન, સમ્યક ચરિત્ર, નિક્ષેપ, ઈશ્વર - પાંચ આધ્યાત્મિક લેખ. (૮) જયંત કથા કળશ સંગ્રહ - જયંતમુનિ ભક્તોને સંભળાવેલ દષ્ટાંત કથા સંગ્રહ. મુંહપતી બત્રીશી (મુંહપતીનું રહસ્ય) (૯) ૧૪ મંગલ સ્વપ્ન અને રહસ્ય (૧૦) કહો કે વા હતા પ્રભુ મહાવીર પુ૭િ સુગં.(૧૧) સાધુતાનું શિખર અને માનવતાની મહેક - ૧૮૨ - Page #93 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) (૧૨) આત્મસિદ્ધિ શાસ્ત્ર ભાગ.(૧૩) ભક્તોમર સ્તોત્ર - ભક્તામર પર ગુરૂદેવનું વિસ્તારરૂપેણ આલેખન (૧૪) અરિહંત વંદનાવલી.(૧૫)ઋષભ ચરિત્ર મહાકાવ્ય - પૂ. જગજીવનજી મહારાજ દ્વારા રચિત દોહારૂપે અષભચરિત્ર-પૂ. જયંતમુની દ્વારા ગદ્યકથા. (૧૬) ઈલા અલંકાર - ૫ જગજીવજી મ. દ્વારા લિખિત ઈલાયચી કુમારની કથા ઉપર દોહા પૂ. જયંતમુનીએ દોહાનું વિવેચન કર્યું છે. (૧૭) અલૈકિકા ઉપલબ્ધિ શ્રીમદ રાજચંદ્રના અપૂર્વ અવસરના પદોનું જયંતમુનીએ કરેલું વિવેચન. (૧૮). આચાર્ય સિદ્ધસેન દિવાકર વિરચિત પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી વિવૃત્ત શ્રી કલ્યાણ મંદિર (૧૯) ચિંતામણી પાર્શ્વનાથ સ્તોત્ર વિવૃત્તિ. આ બધા ગ્રંથોના સંપાદનનું કાર્ય, હર્ષદભાઈ દોશી (કલકત્તા) ગુણવંતભાઈ બરવાળિયા (મુંબઈ) અને ધનલક્ષ્મી બહેન બદાણી (નાગપુર) દ્વારા કરવામાં આવ્યું છે. આમાંના મોટા ભાગના ગ્રંથોનું પ્રકાશન સૌરાષ્ટ્ર કેસરી જૈન સેંટર મુંબઈ દ્વારા કરવામાં આવેલ છે. કહો કેવા હતા પ્રભુ મહાવીર'માં પરમ દાર્શનિક બા.બ્ર.પૂ. જયંતમુનિની વિચાર સૃષ્ટિ દિવ્ય છે. પુચિાસુર્ણ વીર સ્મૃતિ વિદ્વાન શ્રમણો બ્રાહ્મણો, ગૃહસ્થો અને અને અન્ય ધર્મીઓ ઉત્સાહથી પૂછે છે. આવા અનુપમ, સર્વજન હિતકારી સમ્યક ધર્મના પ્રરૂપનાર કેવા હતા? અમને કહો ભગવાન મહાવીરના જ્ઞાન દર્શન અને ચરિત્ર જેવા હતા? પુચ્છિસુર્ણ પુછે છે કે – એવા એક પ્રશ્નના સમાધાન રૂપે આખું અધ્યયન પ્રરૂપાય છે. પરમ દર્શનિક બા.બ્ર.પૂ. જયંતમુનિએ આ ગ્રંથમાં તેમના આધ્યાત્મિક ચિંતનનો અર્ક પ્રસ્તુત કર્યો છે. જૈન-દર્શન વિશેની તેઓની વિચારણાની આધારશીલા છે. ૨૯ ગાથાનું આ પુરિછસુર્ણ સુત્ર ભાષા, ભક્તિ, સાહિત્ય, કલ્પના અને અલંકાર તથા દાર્શનિકતા એ તમામ દષ્ટિયે જૈન સાહિત્યનું વિરલ સૂત્ર છે. પૂ. જયંતમુનીએ તેમાં ભક્તિ સહ-અલંકાર વૈભવ, કાવ્યાત્મકતાની સાથોસાથ ગુણમહિમા અને દાર્શનિક રહસ્ય એકરૂપ બની ગયા છે સુયગડાંગ સુત્રમાં વાચકને જૈન-દર્શન સાથે અન્ય દર્શનનો તુલનાત્મક અભ્યાસ કરવાનો અવસર મળે છે, જે પરમ દાર્શનિક પૂ. જયંતમુનીએ ભગવાન મહાવીરના અનુપમ ગુણોની વિવિધ ઉપમાઓ તથા અલંકાર યુક્ત ભાષામાં વિવેચન કર્યું છે. પ્રસ્તુત સુત્ર સુયગડાંગ સુત્રના પ્રથમ શ્રુત સ્કંધમાં છઠ્ઠા અધ્યયન વીરથુઈ વીર સ્તુતિ સાથે પ્રસ્તુત થઈ છે. જેમાં ગાથા નહી પરંતુ પ્રત્યેક શબ્દમાં ગહન અને વિશ્લેષણ યુક્ત ચર્ચા કરવામાં આવી છે. પૃચ્છિસુણ એ ભગવાન મહાવીરની સહુથી પ્રાચીન સ્મૃતિ છે. જેમાં મંગલમય પ્રારંભ સહજ અને સ્વાભાવિક પ્રશ્ન દ્વારા - ૧૮૩ સર્જકની વિચારસૃષ્ટિ કરવામાં આવ્યો છે. અહીં પ્રશ્નકર્તા કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ તે સમયની ભારતની બે મહાન સંસ્કૃતિ બ્રાહ્મણ સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિનું પ્રતિનીધિત્વ કરનારા ઉચ્ચકોટિના સંસ્કારવાળા વિદ્વાનો છે. જ્યારે ઉત્તર આપનાર સુધર્મસ્વામીના પટ્ટધર શિખ્ય જખ્ખસ્વામી છે, આ અધ્યનની ભાષા અર્ધમાગધી છે. આ ભાષા તે સમયની પ્રાકૃતિક ભાષા છે. સર્વજન વ્યાપક બને તે માટે સંસ્કૃત-ભાષાનો પરિહાર કરી લોકભાષાનો સ્વીકાર કર્યો હતો. ધર્મનો સંદેશ, અહિંસાના સંદેશ ઘર-ઘર જન-જન સુધી પહોંચાડવા માટે માગધી ભાષાનું અવલમ્બન લેવામાં આવ્યું હતુ. વીરસ્તૃતીના અર્ધમાગધી ભાષા ગંગાની ધારથી પણ વધુ પવિત્ર છે. પૂ. જયંતમુનિ વીરતૂતીના એક એક શબ્દની એટલા ભાવિત તથા મહાવીરના ગુણોથી ઉલ્લશિત થઈ ગયા છે કે યા પુસ્તકમાં એક એક ગાથાના વૈભવ અલંકાર ઉપમા ભક્તિ દ્વારા છ પૃષ્ઠોમાં અંકિત કરી દિધા છે. જમ્મુ સ્વામી દ્વારા રચિત પૂ. જયંતમુનિ દ્વારા વિવૃત્ત પુચ્છિસુણમાં ભગવાન મહાવીરના ઉત્કૃષ્ટ ગુણોનું યશોગાન ૨૯ ગાથાના આ અધ્યયનમાં ભગવાન મહાવીરની અનુપમ સ્તુતિ દ્વારા તેમણે પ્રરૂપેલ વિશ્વ કલ્યાણકારી અને જીવમાત્ર માટે પરમ હિતકારી ધર્મનું સ્વરૂપ અને સ્વયં ભગવાન મહાવીરના અપ્રતિમ ધૈર્ય, આધ્યાત્મિક પરાક્રમ, કષાય-વિજય અને જ્ઞાન દર્શન ચરિત્રનું અદ્ભુત વર્ણન ભાવવાહી શૈલીથી કરવામાં આવ્યા છે. તેમ જ જૈન દર્શનના પાયાના સિદ્ધાંતોનો તેની સાથે ગુંથવામાં આવ્યા છે. પૂ. જયંતમુનિ ભાવ-વિભોર થઈ કહે છે કે પુચ્છિસર્ણ જીવનભર મારા માટે દીવાદાંડી બન્યું છે. વીરસ્કૃતિના અદ્ભુત ભાવ મારા ચિંતનનો આધાર રહ્યો છે. તેઓ એમ પણ ફરમાવે છે કે ભક્તામરની જેમ પુચ્છિસુણનું પણ રોજ નિયમિત પઠન થવું જોઈએ. પુચ્છિસૂર્ણ સ્તુતિની વિશેષતા એ છે કે ગુણ-દર્શન સાથે એમાં જૈન-દર્શનની વિશેષતાઓ કુશળતાથી વણી લીધી છે. પરિણામે વિવિધ ઉપમાઓ દ્વારા પ્રભુ મહાવીરનું ગુણ-દર્શન એ જૈન-ધર્મના મૌલિક તત્વોનું પ્રકટીકરણ બની જાય છે. જીજ્ઞાસા એ જ્ઞાન-અને વિજ્ઞાનની જનની છે એવી જીજ્ઞાસાથી આ સ્તુતિનો શુભારંભ થાય છે. આ જીજ્ઞાસા અન્ય દર્શન અને અન્ય મતાવલંબીઓની વિચારણાને આદરપૂર્વક પ્રગટ કરે છે આમાં ઉત્કંઠા છે - ભગવાન મહાવીરના જ્ઞાન-દર્શન અને શીલને ઓળખવાની. તેથી જ તો પુસ્તક્મ શીર્ષક કહો. ‘કેવા હતા પ્રભુ મહાવીર’થી પુસ્તકનો શુભારંભ થાય છે. જૈન ધર્મના મૂળરૂપને પામવાનો - અને અન્ય ધર્મોનું ૧૮૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ 93 L ܞܞ જ્ઞાનધારા)". ખંડન નથી, પરંતુ અન્ય દર્શનના વિચારના સંદર્ભમાં જૈન-દર્શનનો વિચાર પ્રગટ કરવામાં આવ્યો છે. આમાં ભગવાન મહાવીરનો માર્ગ સમજવાની ઉત્સુકતા છે. એમનું દર્શન જાણવાની આતુરતા છે. અને એને પામવાની ઉત્કંઠા છે. પૂ. જયંતમુનીએ સ્મૃતિમાં શુભારંભમાં સાંસ્કૃતિક અને દાર્શનિક ભેદો દર્શાવ્યા છે. વૈદિક સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ તથા જૈન-દર્શન અને બૌધ્ધ-દર્શનની ભિન્નતા સૂચવી છે. અન્ય સંપ્રદાયોની વ્યક્તિઓ માટે પરાનિર્થીક તથા તીર્થ જેવો આદર ભર્યા શબ્દ પ્રયોજ્યા છે તેના મૂળમાં અનેકાંતવાદ અને સમન્વયની ભાવના રહેલી છે. પુચ્છિસુણના વિવેચનના ગુરૂદેવના ભૌતિક જ્ઞાન, સભર તથા ભક્તિપૂર્વકનું દાર્શનિક ચિંતનને સમજવાના અવસર પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરના એકાંત હિતકારી ધર્મ અને દર્શનને અનેકાંતદષ્ટિથી સમજવાનો - તેમ જ દરેક ગાથા તથા શબ્દમાંથી ઝરતા ભક્તિભાવમાં તરવાનો પૂ. ગુરુદેવ સાથે સંપાદક હર્ષદ દોશીને અવસર પ્રાપ્ત થયો. સાહિત્યની દષ્ટિયે પુચ્છિસુર્ણ લાધવતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેના એક એક શબ્દ અને ઉપમામાં અનેક ભાવો સમાયેલા છે. પૂ. જયંતમુનીએ આ દરેક ભાવ અને અર્થન સ્ટિક જેવી સ્પષ્ટતાથી અભિવ્યક્ત કર્યા છે. તેમાં પણ અંતિમ ગાથાઓમાં અભય, સત્ય, બ્રહ્મચર્ય અને રાત્રિ-ભોજન વિષેના અદ્ભુત વિવેચનમાં તેમની પ્રતિભાનો ચમત્કાર ઝળહળી રહ્યો છે. પચ્છિસુર્ણમાં પ્રશ્નકર્તા તથા તેના ઉત્તર આપનારનો નામનો કોઈ ઉલ્લેખ નથી તેમ ભગવાન મહાવીર વિશે જેવું સાંભળ્યુ છે અને જેવું સમજ્યા છો તે અમને કહો - એવી પ્રશ્નથી જમ્બુસ્વામીને ઉદ્દેશીને સંભવી શકે છે. હવે પ્રત્યેક ગાથાનું સંક્ષેપમાં અર્થ-ઘટન ગુરૂદેવનું સમજીયે પુચ્છિસુણના પ્રશ્નકર્તા સામાન્ય નથી તેમને ભગવાન મહાવીરના નિગ્રંથ ધર્મને જોઈને આશ્ચર્ય થતુ હતું. ભગવાન મહાવીરને એમના ઉપદેશ દ્વારા ત્યાગ માર્ગને ફરીથી પ્રતિષ્ઠિત કર્યો. પંચમકાળને લક્ષમાં રાખીને નિયમોને વધુ કડક કર્યા. તે રીતે ધર્મનો પકાશ સર્વત્ર ફેલાવ્યો. પ્રાણીમાત્રના કલ્યાણની ભાવના ઉપસાવી નાનામાં નાના જીવ, વૃક્ષ, વનસ્પતિ, પૃથ્વી, પાણી અગ્નિ અનેવાયુ આદિ બધા જીવોમાં જીવન દર્શાવીને એમની રક્ષા થાય તે માટે જાગૃતિ ફેલાવી. જીવ હિંસા, વ્યક્તિગત હિંસા, માનસિક હિંસા અને છેક હિંસાની અનુમોદનાથી દૂર રહેવાનું જણાવ્યુ આથી બ્રાહ્મણ અને અન્ય પરંપરાના શ્રમણ અને બ્રાહ્મણ બન્ને સંસ્કૃતિના માંધાતાઓને આશ્ચર્ય ઉપજતું હતું. તેઓ ઉચ્ચકોટિના જ્ઞાની સંત સાથે વાર્તાલાપ કરીને સમાધાન મેળવા ઈચ્છતા હતા આ પૃષ્ઠભૂમિનો લક્ષમાં રાખી શાસ્ત્રકારો પુચ્છિસુગં ૧૮૫ સર્જકની વિચારસૃષ્ટિ ગાથાનો પ્રારંભ કર્યો. અહીં આખો પ્રશ્ન પૂછીને ભગવાન મહાવીર તથા તેમના ધર્મનો સુંદર સંશ્લેષ કરવામાં આવ્યો છે. પૂરું અધ્યયન પ્રશ્નના સમાધાન રૂપે જીજ્ઞાસા સાથે સહેજ કુતૂહલ પણ છે. સાથોસાથ ચિત્તમાં આશ્ચર્ય ભાવ છે. શ્રમણો બ્રાહ્મણો બ્રાહ્મણોએ પૂછવાની શૈલી એવી ઉત્તમ ઉપનાવી છે કે એમની વિનમ્રશીલતા જોઈને આજે મનમાં આદર જાગે છે. ભગવાન મહાવીરના માર્ગ પ્રત્યે કશો ભંગ કટાક્ષ કે ટીકા કર્યા વિના અથવા જીનમાર્ગની ગરિમા સહેજ ઓછી કર્યા વિના પ્રશ્ન પૂછ્યા છે આ માર્ગને તેઓએ સારી રીતે સમજવાના પ્રયાસ કર્યા છે. અને તે રીતે તેઓએ પ્રશ્ન પૂછ્યા છે. તેઓ પૂછે છે કે ઊગતહિય... અર્થાત એકાંત હિતકારી માર્ગ જેણે દર્શાવ્યા છે તે મહાપુરૂષ કોણ છે? આવા વિરલમાર્ગોનું મૂલ્યાંકન કર્યા પછી એની ગરીમા જોઈને જાણે તેઓ નતમસ્તક થયા હોય અને માર્ગ પ્રગટતા પ્રત્યો જાણે અતિ આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરતા હોય તે રીતે પ્રશ્નની શરૂઆત કરી છે. પ્રશ્ન પૂછવાની આ શૈલીમાં લેશમાત્ર અવિનય તોછડાઈ કે છીછરાપણું નથી પરિણામે એ ફાલિત થાય છે કે વિપક્ષી વિચાર ધરાવનારા પંડિતો કેટલા વિનીત છે. વળી એ પણ સમજી શકાય છે કે તેમાં અત્યંત વ્યવહાર કુશળ, શબ્દોના ઉંડા અભસી નીતિમાર્ગ પામવાના જીજ્ઞાસું છે. અને વચન માત્રથી લેશમાત્ર દુઃખ પહોંચાડચા વિના તેઓ અમૃતવાણી ઉચ્ચારીને પ્રસન્નચિત્તે પ્રશ્ન પૂછે છે. એકાંત હિતકારી. શાસ્ત્રકારી એ સ્વીકારે છે કે જૈન-દર્શન એકાંત હિતકારી છે. બોદ્ધ દર્શન કે અન્ય દર્શનોમાં ઘણા જીવોનું કલ્યાણ થતું હોય તો થોડાનું દુ:ખ અવગણી શકાય જેમ કે સેંકડો બકરાની જગ્યાએ એકાદ બળદની હત્યાને તેઓ અનુચિત નથી માનતા તેથી જ બૌદ્ધ પ્રજા તથા બૌદ્ધ ભિક્ષુ અધિકાંશ માંસાહારી છે. બૌદ્ધ સમાજ પણ માંસાહારથી અલિપ્ત નથી. યા અધ્યયનની પ્રથમ ગાથા એ સમયના ઐતિહાસિક કાળ પર પ્રકાશ પાડે છે. સામાન્ય જીવન ધર્મ પ્રધાન હેતુ લોકો જ્ઞાની અને ત્યાગી મહાત્માઓને સહજ ભાવે મળી પરસ્પર સમાદર કરતા જ્ઞાન ચર્ચાઓ કરતા એક બીજાઓને સમજવાની કોશીશ કરતા પ્રથમ ગાથામાં ધર્મસભામાં સર્વોદયનો સુર્યોદય થયો છે. પૂ. ગુરુદેવ જયંતમુનિએ ઉત્કૃષ્ટ ભાવે આ ગાથાનું વિવેચન કર્યું છે. પૂ. ગુરૂદેવ અહીં અધ્યયન વિષે વિચારણા કહે છે કે સૂક્ષ્મ વિવેચન કરવાનો મને જે યોગ મળ્યો છે. તે સૌભાગ્યનો અવસર છે. પ્રત્યેક પદની વ્યાખ્યા કરતા ઉત્કૃષ્ટ . ૧૯૬ 93 R Page #95 -------------------------------------------------------------------------- ________________ સર્જકની વિચારસૃષ્ટિ) - જ્ઞાનધારા) જ્ઞાનભાવના પ્રકટ થતી રહી. દિવ્ય ક્ષયોપશમના આધારે પરમાત્માની કૃપાથી જે કંઈ મનોભૂમિમાં અવતરીત થયું તેમાંથી પ્રગટેલા વિચારો શબ્દસ્થ કરાય છે. ૨૯ ગાથાનું આ અધ્યયન સમસ્ત જૈન જગતમાં દિવ્ય ભાવનાથી ભરપુર શ્રેષ્ઠ રતન જેવું છે. આ આલેખન થઈ સમસ્ત જગતમાં નવ પલ્લવિત બનતું રહે એજ અભ્યર્થના. સંદર્ભ : કેવા હતા પ્રભુ મહાવીર : પ્રસ્તાવના : ડૉ. કુમારપાળ દેસાઈ : પ્રકાશક હર્ષદભાઈ મહેતા, જૈન એકેડમી કલકત્તા - જ્ઞાન એ અંજ્ઞાનના અંધકારમાં આત્માને ઓળખવાના દીપક જેવું કામ કરે છે. • પુસ્તકાલય અને ગ્રંથાલય જ્ઞાનની પરબ છે પાઠશાળા અને આચાર્ય પ્રદ્યુમ્નસૂરિની વિચારસૃષ્ટિ - ડૉ. ગુલાબ દેઢિયા ડૉ. ગુલાબભાઈએ સ્વામી આનંદના જીવન અને સાહિત્ય પર Ph.D. કર્યું છે. તેમના ચિંતનાત્મક લેખો. અનેક સામયિકોમાં પ્રગટ થાય છે. તેઓ સારા વક્તા અને પ્રવક્તા છે. - ઘરને ઉબરે આવી છે પાઠશાળા: ‘પાઠશાળા'ના લેખક આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિ મહારાજ છે. વિજયનેમિસૂરિશ્વરજી શાસનસમ્રાટ ગણાયા છે. તેમના શિષ્ય વિજયઅમૃતસૂરિ મહારાજ, તેમના શિષ્ય વિજયહેમચંદ્રસૂરિ મહારાજના લઘુબંધુ અને શિષ્ય આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિ મ.સા. છે. લેખક એમની વિદ્વત્તા, શાસ્ત્ર અધ્યયન, પ્રભાવક પ્રવચન શૈલી, સંયમ સાધનામાં કડક સાવચેતી, પ્રાચીન હસ્તપ્રતોના સંશોધન - સંપાદનમાં પ્રવૃત્ત રહ્યા છે. કાવ્યમીમાંસા, છંદોવિધાન, શિલ્પ-સ્થાપત્ય, મૂર્તિવિધાન, વનસ્પતિ - ઔષધશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર વગેરે અનેક જ્ઞાનશાખાઓમાં રુચિ અને જિજ્ઞાસા રાખે છે. એમની વાણીમાં સંસ્કૃતપ્રાકૃત સાહિત્યની ફોરમ છે. આધુનિક ગુજરાતી સાહિત્ય સાથે જીવંત સંપર્ક છે. સુંદર ગદ્યપદ્યના ચાહક-ભાવક છે. પ્રદ્યુમ્નસૂરિ મ.સા.નો જન્મ સંવત ૨૦૦૩, આસો વદ-૧૨ના દિવસે જંબુસર પાસેના અખણી ગામે થયો હતો. એમનું સંસારી નામ પ્રવીણકુમાર હતું. એમનો વસવાટ સાબરમતીમાં હતો. સમગ્ર પરિવાર ધર્મના અમીટ રંગે રંગાયેલો હતો. પરિવારના પાંચ સભ્યો દીક્ષિત થયા છે. એમણે ૧૩ વર્ષની વયે સંવત ૨૦૧૭માં માગસર સુદ પાંચમના દીક્ષા અંગીકાર કરી હતી. વડીલબંધુ વિજય હેમચંદ્રસૂરિ મ.સા.ના શિષ્ય બન્યા હતા. પં. દુર્ગાનાથ ઝા અને પં. બંસીધર ઝા પાસે વ્યાકરણ અને દર્શનશાસ્ત્ર ભણ્યા. સંવત ૨૦૩૬માં ગણિપદ અને સંવત ૨૦૫૨માં અમદાવાદ મુકામે એમને આચાર્યપદ ૧૮૮ T Page #96 -------------------------------------------------------------------------- ________________ " જ્ઞાનધારા) પ્રદાન થયું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત ગુર્જર સાહિત્ય સંગ્રહ ‘યશોવાણી'ની ત્રીજી આવૃત્તિનું સંપાદન કર્યું છે. ગ્રંથને અપ્રગટ કૃતિઓના ઉમેરણ, શુદ્ધિ અને ચિત્રોથી સમૃદ્ધ બનાવ્યો છે. સંપાદન અને લેખન પાછળ એમની દષ્ટિ એ રહી છે કે, 'મને મળ્યું. મને ગમ્યું અને મને ફળ્યું તેવું બધાને મળો, બધાંને ગમો અને બધાંને ફળો.' 'પાઠશાળા' સામયિકના બે ડબલ ક્રાઉન સાઉઝના ગ્રંથો પ્રકાશિત થયા છે. ૩૩૦ પાનાંનો પાઠશાળા'નો પ્રથમ ગ્રંથ ૨૦૦૫માં પ્રગટ થયો છે. તે વખતે ૩૦૦૦ પ્રત છપાઈ હતી, જેની બીજી આવૃત્તિ, ત્રીજી આવૃત્તિ થઈ ત્યારે ૧૦૦૦ પ્રત છપાઈ છે. ‘પાઠશાળા'નો ભાગ-૨ પ્રગટ થયો છે. ઉત્તમ જૈન ગ્રંથ ભાવપૂર્વક વંચાય છે તેનો આ તાજો પુરાવો છે. 'જૈન ગુર્જર કવિઓ’ની સંવર્ધિત આવૃત્તિનું ઉત્તમ રીતે ખૂબ ખંતથી સંપાદનકાર્ય શ્રી જયંત કોઠારીએ પાર પાડ્યું, ત્યારે એ પ્રસંગને ઓચ્છવ તરીકે ઉજવવાની પ્રેરણા પ્રદ્યુમ્નસૂરિ મ.સાહેબે આપી પોતાની જ્ઞાનપ્રીતિનો પુરાવો આપ્યો છે. હરિવલ્લભ ભાયાણી સહેબ, ભોળાભાઈ પટેલ અને અન્ય સાહિત્યકારો મ.સા.ના નિકટના સંપર્કમાં હતા, જે એક આનંદદાયક યોગાનુયોગ છે. દરેક સામયિકની એક વિશેષ પ્રતિભા હોય છે. એનો ખાસ વાચક વર્ગ હોય છે. અમુક સામયિકો એકસાથે ઘણા વિષયોને સાથે લઈને ચાલે છે, જ્યારે થોડાં એવાં સામયિકો હોય છે જે ખાસ વિષયને લઈને જ કાર્ય કરે છે. અમુક સામયિકો આગ્રહી અને હઠીલાં હોય છે, તેઓ એક વાર આપણા ઘરમાં અને મનમાં પ્રવેશે કે પાછી જવાનું નામ ન લે. જે સામયિકને પસ્તીમાં ન કાઢી શકાય તે આ વર્ગમાં આવે છે. આવા સામયિકો ફરી ફરી વાંચવા પડે છે. દર વખતે કંઈક નવું મળે છે. જૂની વાતનો પણ નવો અર્થ મળે છે. 'પાઠશાળા’ના આઠ-દસ પાનાનું ૫.પૂઆચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ સાહેબ લિખિત એક વિશિષ્ટ સામયિક છે. “પાઠશાળા"નું પહેલું દર્શન એક ઝેરોક્ષ નકલ રૂપે થયું હતું. પછી ક્રમશ: અંક મળવા લાગ્યા. આગળના અંક મેળવવાની ઇચ્છા થઈ. સુરત રમેશભાઈ શાહને લખ્યું. ખટતા અંકની ઝેરોક્ષ મોકલી આપી. “પાઠશાળા'ના એકથી પિસ્તાળીસ અંક સાચવવા પડે એવા એના પાઠ છે. જે દિવસ પાઠશાળા ઘરે આવે તે દિવસની તાજગી વધી જાય. મન પ્રસન્ન થઈ ઊઠે. પાઠ શીખવા પાઠશાળામાં જવું પડે પણ આ તો ઊલટો પ્રવાહ છે. પાઠશાળા ધર્મનો મર્મ લઈને આપણા બારણે ટકોરા મારે છે. પાઠશાળાના પિસ્તાળીસ અંક સાચવીને, ગોઠવીને મૂક્ય તો હતા, પણ એ બધા છૂટા છૂટા હતા. હવે એ પિસ્તાળીસ અંક ‘પાઠશાળા' ગ્રંથરૂપે આવ્યા ત્યારે તો આનંદ ૧૮૯ સર્જકની વિચારસૃષ્ટિ પિસ્તાળીશ ગણો વધી જાય એવું થયું. ઉત્તમ સામયિકો જ્યારે ગ્રંથનું રૂપ ધારણ કરે છે ત્યારે વધુ સુંદર બની રહે છે. આ ગ્રંથ વાચકો, મુદ્રકો, વ્યાખ્યાનકારો, લખનારા, સંપાદકો સોને ઠીક ઠીક અપ લાગે એવો છે. ધર્મનાં અનેક પુસ્તકો છપાય છે. અમુક પુસ્તકો નિઃશંક ઉત્તમ હોય છે, પરંતુ સમગ્ર દષ્ટિએ, એની ભાષા, વિષયવસ્તુ, રજૂઆત, આયોજન, મુદ્રણ અને સજાવટ બધું મનને ઠારે એવું દરેક પુસ્તકના ભાગ્યમાં નથી હોતું. અધુરાં વાક્યો છોડી પછી ટપકાંની હાર કરવી. આશ્ચર્ય ચિહ્નો અને પ્રશ્નાર્થ ચિહ્નોના તોરણ બાંધી દેવાં ?!! બિનજરૂરી અંગ્રેજી વાક્યો અને શબ્દોનો મારો કરવો. અકાવ્યત્વ છતું થાય એવી શાયરીઓનો છંટકાવ કરવો. આવા અનેક દોષો ધાર્મિક પુસ્તકોનું આજનું સરેરાશ પ્રકાશન જોઈને તરત નજરે પડે. | ‘પાઠશાળા'ની વાત નોખી છે. અહીં સાફસુથરી સ્વસ્થ ભાષા છે. અને એવી સરળ, રસિક, પ્રમાણભાનવાળી ભાષાનો કોઈ પર્યાય નથી. જેમ સ્વચ્છ સરનામાનો વિકલ્પ નથી તેમ ઔચિત્યથી ધબકતો ભાષાનો ક્યાં વિકલ્પ છે ? કાવ્યનો આત્મા ‘ઔચિત્ય'ને માનવામાં આવેલ છે તેમ ઉત્તમ પુસ્તક તરીકે ‘પાઠશાળા'માં સવાંગે કશું નજરે ચડે તે ઔચિત્ય છે. ધર્મની વાત માનવતાની પાંખ લઈને આવી છે. જીવન જીવવાની અનેક ચાવીઓ અહીં છે. સદ્ગણોને શોધી શોધીને કલાત્મક રીતે, રસતરબોળ કરે એવી કથન શૈલીમાં મૂકવામાં આવ્યાં છે. અતિશયોક્તિ કે અતિરેક કે વિષયાંતર તો ક્યાંથી શોધ્યાં જડે ? એક એક વાક્ય રસાઈને, ઘડાઈને રોચક બનીને આવ્યું છે. મુખોમુખ વાત થતી હોય એવી રજૂઆત છે. આ જીવન જીવવા જેવું છે, આ જીવનમાં ઉત્કર્ષ શક્ય છે, હજી સુગરાજન અહીં વસે છે. બધેથી આશા ખોઈ બેસવા જવું નથી. એવી વિધાયક વાતો અહીં વાંચવા મળે છે. અંગત પ્રસંગોને પૂરા તાટસ્થ સાથે મૂક્યા છે. હું ક્યાંય કઠતો નથી, વાગતો નથી. વિવેક વગર આમ થવું શક્ય નથી.. ગ્રંથમાં જે કલાવૈભવ છે, ચિત્રો છે, રેખાચિત્રો છે, કાવ્યો છે, આસ્વાદ છે. આ બધું જાણે પરિતૃપ્ત હૃદયમાંથી ઊભરાઈને આવતું. સૌને સ્પર્શતું વિસ્તરતું રહે છે. જૈન સાધુ પાસે ધર્મની વાતો તો હોય એ સ્વાભાવિક છે, પણ જૈન સાધુની કલાદષ્ટિ, મુદ્રણકળાની સમજ, રસિકતાના ટેસ્ટ કેવાં હોઈ શકે છે તે અહીં જોવા મળે છે. વાચકને એક પગથિયું ઉપર થવું પડે એવું ચુંબકીય ખેંચાણ અહીં છે. મૃતક અસંભવ દષ્ટાંતો ૦ ૧૯૦ Page #97 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) નથી, પ્રતીતિ કરતા આગલી હરોળમાં બેઠી છે. વામજથી વિહાર કરી શેરીસા પહોંચતાં, વિહારમાં મહારાજ સાહેબને જે સૌન્દર્યની અનુભૂતિ થઈ તે એમણે ‘પાઠશાળા'માં આ રીતે મૂકી છે. પણ આનંદની અવધિ હજ ક્યાં આવી હતી ! ખૂલતાં પીળાં ફૂલથી લચી પડેલાં આવળ જોયાં ને કુદતી કરામત પર આફરીન થઈ જવાયું. આ રંગો કોણ પૂરે છે? રંગોનું વૈવિધ્ય પણ કેવું ? રાઈનાં ફૂલ પીળાં, કરેણના ફૂલ પણ પીળાં અને આવળાનાં ફૂલ પણ પીળાં. પીળાશમાં તરતમ ભાવ જોઈ, કુદરત પર ઓવારી જવાય છે.' (પૃ. ૧૭૧). સાધુજીવનમાં વિહાર સ્વાભાવિક હોય પણ આ અનુભૂતિ અને આલેખન કેવાં આફ્લાદક છે ! આ પાઠશાળા’ સમજણને મૂળ મંત્ર માનીને ચાલે છે. પાને પાને સમજની વાતો છે. માનવજીવનની વિવિધતા, વિચિત્રતા અને વિશિષ્ટતા અહીં આલેખાઈ છે. પદસ્તવન, કાવ્ય અને મુક્તકોનો જે રસાસ્વાદ છે તે લેખકની સજ્જતાને દેખાડે છે. મહારાજ સાહેબના લેખનની ચીવટ તેવી જ સંપાદક શ્રી રમેશભાઈ શાહની સંપાદકીય સૂઝ. શ્રેષ્ઠથી તસુભાર નીચું કંઈ જ નથી. તમે રસિક હો એ જ પાઠાશાળામાં પ્રવેશ મેળવવાની એક માત્ર શરત છે. પંદર વિભાગોમાં જ્ઞાનબાગ ખીલ્યો છે. હિતની વાતો છે, ચિંતનની પળો છે, દાદાના અભિષેકની પ્રસાદી છે, મુનિવરોનું પાવન સ્મરણ છે, શ્રાવક-શ્રાવિકાઓનાં જીવનના ઉત્તમનું આલેખન છે, અશ્રુમાળા ધન્ય કરે એવી છે, વહીવટદાર કેવો હોય તે પણ અહીં જોવા મળે છે. શબ્દકથા છે, ચિત્રકારો, છબીકારોનો મેળો છે. ઘરને ઉબરે આવેલ ‘પાઠશાળા' ગ્રંથને ઉંબરેથી ઉરે સ્થાપીએ. આ ગ્રંથ કબાટની નહિ કાળજાની શોભા બની રહેશે. આજે અનેક પત્ર-પત્રિકાઓમાં આધુનિકતાને નામે મોંઘા કાગળ, સ્ટાઈલીસ પ્રિન્ટિંગ, ગ્રાફિક્સ, ફોટોગ્રાફી ઘણું બધું જોવા મળે છે, પણ એ પાછળ લખાણની અરાજકતા, ખોટાં વિશેષણો, ભભકાની ભરમાર બધા પર પાણી ફેરવી દે છે. ટૅકનોલૉજીને સમજીને વાપવાની જરૂર છે. વસ્તુ કલાત્મક બનવી જોઈએ, થોડી વાર માટે આકર્ષક લાગે પણ સત્વહીનતા એને નીચે પછાડે છે જેનાથી સાવચેત થવાની જરૂર છે. ‘પાઠશાળા' પાછળ જે કલાદષ્ટિ છે, સુરુચિપૂર્ણ માવજત છે તે સમજવાની જરૂર છે. લેખકના ગદ્યની તાસીર પ્રસન્નતાભરી છે. કાકાસાહેબ કાલેલકર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ફાધર વાલેસ અને રસિક ઝવેરીના ગદ્યની અહીં યાદ આવે છે. | ‘પાઠશાળા' વાંચતાં રસતરબોળ થઈ જઈએ છીએ. ધર્મ કે ધાર્મિક સાહિત્ય સર્જકની વિચારસૃષ્ટિ) શુષ્ક નથી, નિર્જીવ નથી કે અરુચિકર નથી તેની પ્રતીતિ અહીં થાય છે, જે આપણા માટે પાઠશાળાનો મોટો પાઠ છે. આજની પેઢીને આપવા જેવું સત્ત્વશીલ અહીં પાઠ છે. 'કુમાર', 'સંસ્કૃતિ', 'અખંડ આનંદની અહીં યાદ આવે છે. ‘પાઠશાળા'માં આચાર્યશ્રી આપણી સન્મુખ છે, મુખામુખ વાત કરે છે. એમની સરળતા, નમ્રતા, પારદર્શકતા સુખકર અને શાતાદાયક છે. જે એમની શીલ તેવી શૈલીમાં પ્રતીત થાય છે. વર્ષોના ઉત્તમ સ્વાધ્યાયથી એમને સમજાયું હશે કે, 'સારા લેખકે શું ન લખવું જોઈએ'. અંદરથી, ઉલટથી જે આવે તે જ લખવું. ‘પાઠશાળા'માં વિષયાંતર નથી, અતિશયોક્તિ નથી, શબ્દાળુ શાયરીઓ નથી, પુનરાવર્તન નથી, કંટાળાજનક પ્રસ્તાર નથી, તર્ક છે. મનોવિજ્ઞાન છે, હકારાત્મક અભિગમ છે. વર્તમાન નજર સામે છે જેન ધર્મને કેન્દ્રમાં રાખીને, કેવી રમ્ય વાતો થઈ શકે, કેવા કેવા જીવનલક્ષી વિચારો ધર્મ સાથે સુસંગત છે તે અહીં પાને પાને વાંચવા મળે છે. સંસ્કૃત ભાષાનો મીઠો પ્રભાવ પ્રભાવના બનીને આવે છે. આચાર્યશ્રીનો વિદ્વાનો, કલાકારો, સાહિત્યકારોનો સત્સંગ અહીં મહોર્યો છે. ‘પાઠશાળા' એક રીતે ઉપનિષદ છે. અહીં પ્રશ્નો છે, જિજ્ઞાસા છે અને તેના મન ઠારે એવા ઉત્તર છે. ‘પાઠશાળામાં લિઓનાર્ડો દ વિન્સી, રોંદા, ગગનેન્દ્રનાથ ટાગોર, નંદલાલ બસુ, રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ, અશ્વિન મહેતા, ગોકુળભાઈ કાપડિયા, વાસુદેવ સ્માત, સવજી છાયા જેવા અનેક ઉત્તમ કલાકારોનાં ચિત્રો-છબીઓ અહીં બિરાજમાન છે. કવિવર રવીન્દ્રનાથ, મકરંદ દવે, રાજેન્દ્ર શુક્લ, ગંગાસતી, ધ્રુવ ભટ્ટ જેવા કવિઓની કૃતિઓના રસાસ્વાદ છે. હા, રોબર્ટ ફ્રોસ્ટ પણ છે. જૈન ધર્મને સમજવા રસિકતાને પ્રાથમિકતા કઈ રીતે આપી શકાય તેની દિશા અહીં છે. ‘પાઠશાળા'ના સંપાદક શ્રી રમેશભાઈ બી. શાહની સજજતા, કલાદષ્ટિ, ચીવટ, ઉત્તમ આપવામાં ભાગીદાર ખરેખર વખાણવા લાયક છે. અજૈન વાચક પણ ‘પાઠશાળા’ના ગ્રંથને વાંચી ધન્ય થઈ જાય એ આ ગ્રંથની સીમોલંઘનની ઉજ્જવળ નિશાની છે. પ.પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિ મ.સા.ને આપણને ચિરંજીવ પાઠશાળા આપવા બદલ ભાવપૂર્વક વંદન કરું છું. ૧૯૧ ૧૯૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) આપણે આત્મનિરીક્ષણ કરીશું ? મુળ અમરેન્દ્ર વિજયજીની વિચારસૃષ્ટિ - જિતેન્દ્ર કામદાર ( મુંબઈસ્થિત જૈનદર્શનના અભ્યાસુ જિતેન્દ્રભાઈ કામદાર પૂ. શ્રી બંધુ ત્રિપુટી પ્રેરિત શાંતિનિકેતન સાધના કેન્દ્ર - તીથલ સાથે સંકળાયેલા છે). ગ્રંથના રચયિતા અધ્યાત્મમૂર્તિ મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મ.સા. જૈન અને જૈનતર વર્ગમાં એક વિશિષ્ટ અધ્યાત્મ પુરુષ તરીકેનું સ્થાન પ્રાપ્ત કરનારા ઊંડા ચિંતક અને આત્મસાધક હતા. મૌનના આરાધક અને કમાલના કસબી એવા પૂ. મુનિશ્રી યુવાન વયે દીક્ષિત થયા. અનેક શાસ્ત્રો, ગ્રંથો, આગમોનો અભ્યાસ કરી તેના પર પોતાનું ચિંતન, નિરીક્ષણ, પરીક્ષણ, તારવણ કરી તેઓશ્રીએ કેટલાક ગ્રંથોનું સર્જન કર્યું. મને સને ૧૯૯૦ દમિયાન એક જિજ્ઞાસુ ચાહક સાથે પૂ. મુનિશ્રી સાથે ૧૫૧૦ મિનિટ સત્સંગનો લાભ મળ્યો. એક પ્રશ્ન “શું નવકારમંત્રના દરેક પદની આગળ ૩નું ઉચ્ચારણ કરવું જરૂરી છે ?' ના જવાબમાં પૂ.શ્રીએ જણાવ્યું કે ડું એ નવકારમંત્રના દરેકેદરેક પદમાં સંકળાયેલો છે માટે નું ઉચ્ચારણ જરૂરી નથી. અન્ય એક ભક્તની તીવ્ર ઇચ્છાને માન આપી પૂ.શ્રીએ તેમનો ફોટો પાડવા દીધો. ભક્ત ફોટોગ્રાફ ઉપર તેમના હસ્તાક્ષર લેવા વિનંતી કરી. ફોટો ઉપર તેઓશ્રીએ લખ્યું : “આ ફોટામાં જે દેખાય છે તે હું નથી અને હું છું તે આમાં દેખાતો નથી.” વર્તમાનમાં તીથલ મુકામે શાંતિનિકેતન સાધના કેન્દ્રના સ્થાપક અને સંચાલક પૂ, “બંધુ ત્રિપુટી' મુનિવરોના તેઓશ્રી સંસારી ‘કાકા’ હતા. તા. ૨૩મી જૂન, ૧૯૯૨ના રોજ પૂ.શ્રીએ ૬૭ વર્ષની વયે ત્યાં શાંતિનિકેતન તીથલ મુકામે દેહત્યાગ કર્યો હતો. સર્જકની વિચારસૃષ્ટિ) ગ્રંથકતાં પૂ. મુનિશ્રીનાં અન્ય સર્જનો ૧. આત્માજ્ઞાન અને સાધનાપથ : સંસારી કે સન્યાસી, જૈન કે જૈનેતર દરેક આત્મસાધક વ્યક્તિના જીવનમાં પ્રેરણાનો પ્રકાશ પાથરનાર અને હાથ પકડીને મંઝીલ સુધી પહોંચાડે તેવો ઉત્તમ, ધ્યાનમાર્ગને ઉજાગર કરતો પ્રેરણાત્મક ગ્રંથ. ૨. વિજ્ઞાન અને અધ્યાત્મ : યુવા પેઢી માટે શૈક્ષણિક મૂલ્યો ધરાવતો ઉમદા ગ્રંથ ૩. અચિંત્ય ચિંતામણિ નવકાર : નવકારમંત્રની સાધનાની સાચી પ્રક્રિયા અને મહત્ત્વના અંગો વિશે મુનિશ્રીનું માર્ગદર્શન. ૪. સાધનાનું હૃદય. ૫. મુક્તિપથ અને વિપશ્યના, ઇત્યાદિ. ગ્રંથસાર સંસારમાં વસતા દરેક સામાન્ય માનવીનું જીવન સુખ-ચેનભર્યું બની રહે તે માટેની તેમની પ્રાથમિક જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને ઘર છે. તે જ રીતે શાંત, સ્વસ્થ, સંતુષ્ટ અને સંવાદી જીવન માટે ધર્મની, ધર્મમય જીવનની આવશ્યકતા છે, પરંતુ વર્ષોથી તપત્યાગ, વ્રત-નિયમ, અનેક ક્રિયાકાંડ કરી રહ્યા હોવા છતાં ચિંતા, ભય, દ્વેષ, વિષાદથી વ્યાકુળ સામાન્ય જન ઘેરાયેલો રહે છે, કારણ કે ધર્મ વિશેની તેની ભ્રાંત ધૂંધળી અને અધૂરી સમજ છે. આ માટે મુનિશ્રીએ જનસમૂહને બે વિભાગમાં વહેંચી દીધા છે. ૧) ઉપાસક વર્ગ અને ૨) સાધક વર્ગ. ઉપાસક વર્ગ : માત્ર કુળપરંપરા કે રૂઢિથી પ્રાપ્ત થયેલી ધર્મક્રિયાઓ અને અનુષ્ઠાનોમાં જ તે સંતોષ માને છે. નિત્યક્રમ, દેવદર્શન, વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, પ્રતિકમણ, સેવા-પૂજા, આયંબિલ, ઉપવાસ, તીર્થયાત્રા વિગેરે ગતાનગતિકતાથી કે યાંત્રિક રીતે આટલું કર્યું એટલે ધર્મક્ષેત્રે કરવા યોગ્ય ઘણું મોટું કાર્ય થઈ ગયું એમ સમજી તેમાં જ ઇતિશ્રી માને છે. ત્યાર બાદ પોતાની વ્યવહારિક દિનચર્યામાં એવો ઓતપ્રોત બની જાય કે તેનો જીવનવ્યવહાર ધર્મશ્રદ્ધા રહિત અન્ય વ્યક્તિ જેવો જ બની રહે છે અને સમાજ પણ તેના બાહ્ય આચરણ જોઈને તેની ધાર્મિકતાનો આંક - ૧૯૪ ૧૩ - Page #99 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધારા) મૂકે છે. ઉપાસક પણ પોતાના માટે સમાજે મૂકેલા ધાર્મિકતાના માપદંડ પર મુસ્તાક બની પોતાના ધાર્મિકપણાના અહને પોષે છે. સાધક વર્ગ આ વર્ગનો સાધક ઉપર્યુક્ત ધર્મક્રિયાઓ કરતી વખતે તેમાં તન-મનથી ઓતપ્રોત હોય છે. તે ક્રિયાઓ કર્યા બાદ પણ નિરીક્ષણ કરતો રહે છે કે ગઈકાલ કરતાં આજે હું કંઈક આગળ વધ્યો કે નહીં ? મારા આચાર-વિચાર-વાણી-વર્તનમાં કેટલો ફરક પડ્યો ? સ્વાર્થ, લોભ, આસક્તિ, નૃણામાં કેટલો ઘટાડો થયો ? વિગેરેનું નિયમિત આત્મનિરીક્ષણ કરે અને તેમાં રહી જતી ક્ષતિઓને નિવારવા નિષ્ઠાપૂર્વક પ્રવૃત્ત બને. તેની કોઈ પણ ધાર્મિક ઉપાસના માત્ર કરી જવા માટે જ ન હોય પરંતુ સજાગતા સાથે કે આ ક્રિયાઓ હું શા માટે કરું છું ? આ રીતે દરેક જીવે તટસ્થપણે જાત સાથે મુલાકાત કરતા રહી પ્રવૃત્તિના પરિણામનું વિશ્લેષણ કરતા રહેવું કે - દયા, પ્રેમ, શાંતિ, આનંદ-ઔદાર્ય, દાક્ષિણ્ય તેનામાં પ્રગટ થયા કે નહીં ? - પ્રવૃત્તિઓની ગતિ મોક્ષ તરક્કી છે કે સંસારના ભવભ્રમણ વધારનારી છે ? - આ રીતે સતત નિરીક્ષણ કરતા રહી ગુણવિકાસ અને ક્ષતિનિવારણમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. પ્રચલિત ક્રિયાકાંડો કોઈ લક્ષ્ય વિના ગતાનુગતિકતાથી કરતા રહેવાથી આપણને મુક્તિનો પરવાનો મળી જતો નથી. ધર્મનો પ્રારંભ સંકુચિત વૃત્તિઓનું કોચલું ફોડી, 'સ્વ'ની અંધાર કોટડીમાંથી બહાર આવી આત્મા ‘સર્વ’નો વિચાર કરતો થાય ત્યારે જ તેનું આધ્યાત્મિક જીવન શરૂ થાય છે. ધર્મપ્રાપ્તિની યોગ્યતા માટે સામાન્ય સગુણોની મૂડી. - દુ:ખીમાત્ર પ્રત્યે અત્યંત કરૂણા - દયા. - ગુણવાન પ્રત્યે અદ્વેષ - સર્વત્ર ઔચિત્યપૂર્વકનું વર્તન - પરાર્થ ભાવના - બીજાના શોષણ ઉપર નિર્ભર ન હોય તેવી આજીવિકા - અંતરમાં નિઃસ્વાર્થ વૃત્તિ અને વિશ્વપ્રેમનો ઉઘાડ - આત્મસાધનામાં રત ગુણીજનો, માતાપિતા, ઉપકારીજનો તથા દીન-દુઃખીઓની - ૧૯૫ - સર્જકની વિચારસૃષ્ટિ) સેવા-ભક્તિ સહાયતા. - મૈત્રી, કરૂણા, પ્રમોદ, માધ્યસ્થ આદિ ભાવનાઓનો જેટલો વિકાસ તેટલા અંશે મોક્ષમાર્ગે પ્રગતિ. મુમુક્ષનું અંતિમ લક્ષ્ય તૃષ્ણાલય, અહંનારા, વાર્થ વિસર્જન, ગુણવૃદ્ધિ અને દોષમુક્તિ. સમાજ અને સંન્યાસનાં ભયસ્થાનો અને નિંદક પ્રવૃત્તિઓ સમાજમાં સુખેચ્છ અને સંકુચિત મનોવૃત્તિવાળી વ્યક્તિઓને લોભ, લાલચ, પ્રલોભન વડે સંમોહિત કરીને કેટલાક “અતિ ઉત્સાહી વૈરાગી વર્તુલો' દ્વારા “એકલા આવ્યા-એકલા જવાના - કોના છોરૂ ને કોના માઈ-બાપ, સ્વજન, પરિવાર આદિ સૌ પરાયા” વડે ભ્રમિત કરીને મુનિવેશની લહાણી કરી, દીક્ષિત કરી સાધુ-શ્રમણ સંખ્યા વધારવાની પ્રવૃત્તિ ખૂબ ફૂલીફાલી છે તેમાં આધ્યાત્મિકતા વધતી તો નથી, ઊલ્ટાનું તેમના નિપણામાં સ્વાર્થવૃત્તિ, પરિગ્રહવાદીપણું, અહં મમત્વ અને હું “મુક્તિ"ની સાધના કરી રહ્યો છું એવા ભ્રમમાં રહીને પોતાની અને સમાજની અધોગતિ નોતરે છે. જૈન સમાજમાં ઘેર લગ્નગ્રસંગે સવારમાં સિદ્ધ ચક્રપૂજનનો મહોત્સવ, ખાણીપીણી તથા રાત્રે દાંડિયા-ડિસ્કોનું આયોજન કરનાર પરિવારો માત્ર પોતાનો વટ પાડવા વૈભવી સમારંભો કરે છે. એ જ રીતે દીર્ઘ તપશ્ચર્યા, સમૂહ દીક્ષા, ઉપધાન તપ પ્રસંગે થતી મસમોટી ઉછામણીઓ પાછળ ક્યા પ્રકારની ધર્મભાવના કામ કરે છે ? ઉપરાંત તકતીઓ, સન્માન સમારંભો, મોટા મોટા સ્વાગત સામૈયા, ઉપકારીઓના જન્મદિન ઉજવણીનો ઠાઠ, પૂજન મહોત્સવોની મોંઘીદાટ પત્રિકાઓની ભરમાર, સ્પર્ધાત્મક જાહેરાતો. આ બધી ક્રિયાઓને અને શુદ્ધ ધર્મ અને અધ્યાત્મને શું લાગેવળગે ? લક્ષ્ય-દદિ વિહિત સ્વાધ્યાય અને સાધક પ્રવૃત્તિઓ સાધકનું મુખ્ય ધ્યેય સાધના, સત્સંગ, સ્વાધ્યાય અને આંતરનિરીક્ષણ કરતા કરતા આંતરપ્રકૃતિ ઉપર વિજય મેળવી વાસના-વિકારો-તૃષ્ણાઓથી મુક્ત થવાનું છે. તેમાં મોટા મોટા દર્શનશાસ્ત્રો, દાર્શનિક માન્યતાઓ (પોતાની ચિત્તશુદ્ધિ અને જીવનશુદ્ધિ સાથે જેને લેવાદેવા નથી તેવા) ધરાવતા ગ્રંથોના અધ્યયન અને ખંડનમંડન પાછળ સમય અને શક્તિ વેડફી ન દેવાય. સાધકને તેની યોગ્યતા, ક્ષમતા, રસરૂચિ અનુસાર ૧૯૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ ને સર્જકની વિચારસષ્ટિ) િજ્ઞાનધારા) ચોક્કસ ગ્રંથોનું અધ્યયન અને તેમાં જ વિશેષ દ્વારા મળી શકે તેવો પ્રબંધ થાય તો સાધકની તન્મયતા, એકાગ્રતા અને તે ક્ષેત્રમાં કુશળતા વધી શકે અને બિનજરૂરી અધ્યયન પાછળ સમય, શક્તિનો વેડફાટ ટાળી શકાય. શ્રેયસ્કર માર્ગ સાધકની ધર્મઆરાધનામાં થતી પ્રગતિ, વર્તમાન જીવનમાં સંતોષ અને પ્રસન્નતા, ઊંડી શાંતિ અને તૃપ્તિ, એ અધ્યાત્મ જીવનના આવશ્યક અંગો અને ધર્મજીવનનું વરદાન છે. અનુભવી સંતોના અને વિદ્વાનોના ઉપદેશમાંથી, તેમની રૂબરૂમાં જરૂરી પ્રેરણા અને માર્ગદર્શન મેળવી દરેક સંસ્કારી યા સન્યાસી સાધકે પોતાના જીવનઘડતરમાં રસ લેવો. શીલ, સદાચાર આદિ આત્માના ગુણોનો વિકાસ અને બળ વધારવું. સાધનામાર્ગને અવરોધતા અવગુણો અને બિનજરૂરી પ્રવૃત્તિઓથી મુક્ત થઈ, પોતાની દરેક પ્રવૃત્તિઓનું સતત આત્મનિરીક્ષણ કરતા રહી પેતાના નિર્ધારિત લક્ષ્ય ભણી દોરતા સાધનામાર્ગે આગળ વધતા રહેવું એ જ દરેકને માટે શ્રેયસ્કર માર્ગ છે. ઉપસંહાર જીવનભર થતી રહેલી પ્રવૃત્તિઓમાં પૌષધ, આયંબિલ, વિશિષ્ટ પૂજનો, આગમોનું વાંચન, સંયમ, પર્યાયના વર્ષોની ગણતરીઓ કરાય છે, પરંતુ આ બધી આરાધનાથી આપણી વૃત્તિઓમાં કેટલું પરિવર્તન આવ્યું ? સ્વાર્થવૃત્તિ કેટલી મોળી પડી? મોહ કેટલો ઘટ્યો ? મૈત્રી આદિ ભાવો કેટલા સ્થિર થયા તેની ગણતરીઓ મૂકવાની જરૂરિયાત જ જણાતી નથી. પોતાનાં નામ અને કામની યશોગાથાની હોડમાં આત્મસાધના વિસરાઈ તો નથી ને ? ત્યાગ-વૈરાગ્યમાં અટકી ગયા કે અટવાઈ ગયા છીએ ? જીવનભર ઔપચારિકપણે થતી રહેતી પ્રવૃત્તિઓને કારણે ક્યાંક પહોંચવાનું છે તેનું ભુલાઈ ગયેલું ભાન, તેનાથી ઉપર ઊઠી નિજ ભાન જગાડી, દરેકેદરેક સાધનાને હૃદયસ્પર્શી બનાવી આત્મજાગૃત બનીએ. “આત્મનિરીક્ષણ સાથે અને સતત જાગૃતિપૂર્વક થતી સમગ્ર સાધના, દેહ અને મનથી પર થવા માટે છે.” આ છે પૂ. અમરેન્દ્રમુનિશ્રીનો દિવ્યસંદેશ. આપણે આત્મનિરીક્ષણ “હવે ક્યારે" કરીશું ? - ઇતિ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફીકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર મુંબઈ - ઘાટકોપર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની વ્યુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોને સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રાભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભમાં પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ લલિતાબાઈ મ.સ.ના વિદ્વાન શિખ્યા પૂ. ડૉ તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણસુર જન્મશતાબ્દી સમિતિ, મુંબઈના સહયોગથી ગરદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર જૈન ફિલોસોફી ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટર ઉદ્દેશ આ પ્રમાણે છે : * જૈન તત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. * સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. * જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. * પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. : જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. * જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનના માટે Work-shop કાર્ય - શાળાનું આયોજન કરવું. * જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. * વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. * ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. * અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ - વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો... Old Jain, Manuscript)નું વાચન * જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D., M. Phill કરનારાં જિજ્ઞાસુ. શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. * જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઈન્ટરનેટ પર ‘વેબસાઈટ' દ્વારા જૈન તત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આપના સક્યોગની અપેક્ષા સાથે જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ટ્રસ્ટી અને માનદ્ સંયોજક અહંમ સ્પિરિટ્યુઅલ સેન્ટર ગુણવંત બરવાળિયા E-mail : gunvant.barvala @ gmail.com મો. : 09820215542 - 198