________________
5
L
“ં
જ્ઞાનધારા ""
પણ ૧૯૩૮ના પર્યુષણ પર્વના વ્યાખ્યાનમાં આ બધા સંપ્રદાયોએ પોતપોતાના ચોકામાં રહીને અથવા ચોકામાંથી બહાર નીકળીને વાસ્તવિક ઉદારતા સાથે આઝાદીના આંદોલનની આગેવાની સંભાળતી રાષ્ટ્રીય મહાસભા સાથે સહયોગ સાધવો જોઈએ એમ તેઓ માનતા હતા. વળી આ મહાસભા એ રાષ્ટ્રીય સંસ્થા હોઈ ધાર્મિક નથી એવી ભ્રમણાથી મુક્ત થવા ભલામણ કરતા હતા. બધા પોતાની સ્વતંત્ર દષ્ટિએ વિચાર કરતા થાય એવી તેમની ઇચ્છા હતી અને તેથી તેઓ અર્થશાસ્ત્ર, ઇતિહાસ કે રાજકારણના ઊંડા જ્ઞાતા નહોતા, તેમ છતાં દેશની સ્થિતિના સતત પરિચયમાં રહીને એ વિશે સ્વતંત્ર ચિંતન કરતા હતા. એમણે સ્વતંત્રતાનો અર્થ સમજાવતાં કહ્યું કે, “સ્વતંત્રતામાં શાસકોએ જનતાના હિતને પોતાનું હિત સમજવું જોઈએ એમ ગરીબ અને અમીર વચ્ચેનું અંતર મિટાવવા પ્રયત્ન કરવો જોઈએ. જો સંપત્તિ અને ગરીબીનો ભેદ ભૂંસાય નહીં, તો લોકતંત્ર નામનું જ રહે - એમ તેઓ માનતા હતા. તેઓ કહે છે કે- સ્વરાજ્ય અને સુરાજ્ય એક નથી. હજી સ્વરાજ્ય સુરાજ્યમાં પરિણમ્યું નથી. આ ઉપરાંત બાળશિક્ષણની મૉન્ટેસોરી પદ્ધતિ અને પુરુષ-સ્ત્રીની સમાનતા જેવા વિષયો અંગે પણ એમણે પ્રતિભાવ આપ્યા છે. ૧૯૫૬ના મે મહિનામાં ‘ગૃહમાધુરી’ સામયિકમાં એમણે લખ્યું,
‘સ્ત્રી અને પુરષનાં જીવનક્ષેત્રો અમુક અંશે જુદાં હોવા છતાં તે બંનેની સમાન શક્તિઓને દબાવ્યા વિના કામ કરવાની બધી તકો પૂરી પાડવી. પુરુષની પેઠે સ્ત્રી પણ કમાઈ શકે અને સ્ત્રીની પેઠે પુરુષ પણ ઘરની કેટલીક જવાબદારીઓ સંભાળી શકે. સ્ત્રી કમાય તો એનો આત્મવિશ્વાસ વધે અને પુરુષની અવિવેકી સત્તાનો ભોગ બનવું ન પડે. વળી, સ્ત્રી કમાઈ શકતી હોય તો એને પુરુષોપાર્જિત ધન ઉપર કબજો મેળવવાની દૃષ્ટિએ અનેક કૃત્રિમ આકર્ષણો ઊભાં કરવાં ન પડે. સાથે જ પુરુષનો બોજ પણ હલકો થાય.''
આ રીતે માત્ર શાસ્ત્ર, સાહિત્ય ને સંસ્કૃતિને સ્પર્શે તેવા નહીં, પરંતુ સામાજિક વિષયો તથા વ્યક્તિગત જીવનને લગતા પ્રશ્નોની પણ તેઓ વ્યવહારુ ચર્ચા કરતા હતા. તેઓ માનતા હતા કે પ્રત્યેક વ્યક્તિ પોતાના વ્યક્તિગત અને સામાજિક કર્તવ્ય પ્રત્યે સભાન હોય. કર્તવ્યને રસપૂર્વક મૂર્ત કરી દેખાડવાના પુરુષાર્થ માટેની જાગૃતિ હોય તો પ્રજાજીવનમાં સમગ્રપણે પલટો આવે અને એવી સ્થિતિનું નિર્માણ કરવું એ જ ધર્મનું એક ધ્યેય ગણી શકાય.
હું
સર્જકની વિચારસૃષ્ટિ
હું હું
પં. સુખલાલજીએ જીવનની પળેપળ જાગૃતિમાં વિતાવી હતી એટલું જ નહીં, પણ સમાજ્યું કોઈ પણ કામ કરવામાં એમને સંદેવ આનંદ આવતો હતો. એમની જીવનસાધના ઉત્કૃષ્ટ હતી. બે જોડી કપડાં અને પુસ્તકો સિવાય કોઈ દુન્યવી મિલકત નહોતી. લોભ-લાલચ કે પ્રશંસાના મોહમાં ફસાઈ ન જવાય એની અહર્નિશ તકેદારી રાખતા. પ્રમાદને ક્યારેય પોતાની પાસે ફૂંકવા દેતા નહીં. અમદાવાદમાં એમનું પોતાનું ઘર પણ નહોતું અને એમના પરિચિતો એમની સમક્ષ ઘર બાંધવાનો પ્રસ્તાવ મૂકે, ત્યારે હસતા હસતા કહેતા, ‘“હું જ્યાં બેસું, ત્યાં મારું ઘર.’’
વડોદરામાં મહાવીરજયંતીના પ્રસંગે પ્રો. નરસિંહરાવ દોશી પં. સુખલાલજીનો પરિચય આપવા ઊભા થયા. આ સમયે પં. સુખલાલજીએ પોતે ઊભા થઈને એમને પરિચય આપતાં અટકાવ્યા અને પોતાના ભાષણમાં કહ્યું, “મારે પ્રો. દોશીને રોકવા પડચા તે માટે મને તેઓ માફ કરે, પણ આજે તો મહાવીરજયંતી છે. એમાં મારી પ્રશંસા શા માટે હોય ? મારી સામે જ મારી પ્રશસ્તિ ગવાય તે ઉચિત નથી.’’
પં. સુખલાલજીનું સમાજદર્શન અને સંસારદર્શન એક સત્યશોધકનું દર્શન હતાં અને તેથી જ ધાર્મિક ક્રિયાકાંડો પાછળ થતા લખલૂટ ખર્ચને જોઈને તેઓને વેદના થતી હતી અને કહેતા કે આવી બાબતો વ્યક્તિના વિકાસ અને સમાજની તંદુરસ્તી માટે બાધક છે.
પં. સુખલાલજી પાસે સમષ્ટિને બાથમાં લેતું દર્શન હતું, આથી જ એ સમષ્ટિદ્રષ્ટાને માણસ વચ્ચે ઊંચ-નીચના અવાસ્તવિક ભેદનું પોષણ કરનારી કોઈ પણ પ્રવૃત્તિ કોઈ કાળે મંજૂર નહોતી. કોઈ પણ શાસ્ત્રગ્રંથ હોય કે પછી કોઈ મહાન વ્યક્તિ હોય, પરંતુ એ માનવ-માનવ વચ્ચે ભેદનું સર્જન કરતી હોય તો એવી પ્રવૃત્તિનું પં. સુખલાલજીને મન લેશમાત્ર મૂલ્ય નહોતું. બીજી બાજુ મનુષ્યજાતિને પ્રેમ, મૈત્રી અને બંધુત્વથી જોડવા માટે પ્રયાસ કરનાર નાનામાં નાની વ્યક્તિ કે પ્રવૃત્તિનું એમને મન ઘણું મોટું મૂલ્ય હતું. આવા સમષ્ટિદ્રષ્ટા હોવાને કારણે જ માહાત્મા ગાંધી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરને પણ પં. સુખલાલજી માટે અગાધ સ્નેહ હતો.
એક વાર પં. સુખલાલજી યુવાન વાડીલાલ ડગલીને લઈને મહાત્મા ગાંધીજીને મળવા માટે ગયા હતા. ગાંધીજીની તેઓએ વિદાય લીધી ત્યારે ગાંધીજીએ યુવાન વાડીલાલ ડગલીને કહ્યું, “છોકરા, એમને છોડતો મા. એ તો આપણી ચાલતી-ફરતી વિદ્યાપીઠ છે.''
આ જ સમદ્રિા પંડિત સુખલાલજીએ ભારતીય તત્ત્વજ્ઞાનમાં એમણે આપેલા
૧૦
5
R