________________
જ્ઞાનધારા) પધરામણી માટે ખૂલ્લા મૂક્યાં તો શરીર વડીલ મહાસતીજીઓની સેવામાં સંલગ્ન બની ગયું. પરિણામે જ્ઞાનનો દીપક પ્રવળી ઉઠ્યો. એ પ્રકાશે સંઘ-સમા-શ્રાવકોમાં દીપ્તિ પ્રસરાવી તો બીજી બાજુ શિખ્યાઓનું જીવનઘડતર થયું. સર્વ જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિના માર્ગે અગ્રસર થયાં.
જન્મભૂમિના પ્રદેશને છોડી, મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, આંધ, બિહાર, બંગાળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ વગેરે પ્રદેશોમાં હજારો માઈલની પદયાત્રા વડે, ભાવિકોને પોતાની વાણીથી ભિંજવતાની સાથે જૈન ધર્મના ગોંડલગચ્છની, ગુરુ-ગુરણીની શાન વધારી તેમનું નામ રોશન કર્યું. - સાધુ-સાધ્વી સમાજમાં તેમજ શ્રાવક-શ્રાવિકાઓનાં અંતરમાં એક આગવી છાપ ઊભી કરી. સહની શ્રદ્ધા-ભક્તિનાં ભાજન બનવાની સાથે પોતાની વિચક્ષણતા, દીર્ધદર્શિતા, ગંભીરતા, વાત્સલ્ય, કરૂણા, પ્રેમ આદિ અનુપમ ગુણોના કારણે ચતુર્વિધ સંઘના માર્ગદર્શક બનતા રહ્યાં તેમજ મુંઝાતી વ્યક્તિઓ માટે ‘પૂછવા ઠેકાણું' કહેવાયાં.
આધ્યાત્મિક સમજ, વિચારોની સ્પષ્ટતા, સમાંતર ભાવોનું અવલોકન, સ્વપરિણતી પ્રત્યે સજાગતા, પોતાના પરીક્ષણમાં પ્રામાણિકતા આદિના ધારક વિ.ના કારણે અધ્યાત્મયોગિનીના સાર્થક નામધારી થયાં. રાત-દિન માત્ર સ્વરૂપ ચિંતન કરતાં રહ્યાં, જેના કારણે અધ્યાત્મ રહસ્યો એમના અંતરમાં પ્રગટ થતાં ગયાં....જે મર્મો ગ્રંથોમાં ન સમજાય તે અનુભવીના અનુભવમાં સમજાય છે.
વળી, પૂ. બાપજી ચિંતન સાથે ધ્યાન-સાધનામાં રત રહ્યાં. જે કમ જીવનનાં અંત સુધી ચાલતો રહ્યો. આખાયે જીવનનું સરવૈયું મૃત્યુશૈયા પર આલોકિત થાય છે, જે પૂ. બાપજીના અંતિમ સમયે સ્પષ્ટરૂપે દર્શનીય હતું.
છેલ્લા શ્વાસ સુધીની પૂર્ણ જાગૃતિ અને પ્રસન્નતા જીવંત વ્યક્તિનાં જીવનમાં મળવી જોઈએ એવી કાંતિ દેખાય, તે પૂ.બાપજીના મુખ પરની રેખાઓમાં ઝળકતું હતું તથા દેહ-આત્માની ભિન્નતાની અનુભૂતિનું અમૃત ચારે બાજુ પ્રસર્યું.
સમગ્ર જીવન પ્રભુચરણે ધરી અલિપ્ત-અનાસક્ત થઈને જીવ્યા અને નિર્લેપતા સાથે આત્મસ્થ થઈને સર્વ છોડી દઈ, સ્વમાં સમાહિત થઈ ગયા.
આત્માના ગષક પૂબાપજીએ સાહિત્યિક ક્ષેત્રે પણ ચંચુપાત કર્યો. તેઓશ્રીની કુશાગ્ર પ્રજ્ઞાએ જૈન દર્શનની કર્મ-ફિલોસોફીના સૂક્ષ્મ રહસ્યોને અતિ ટૂંકા ગાળામાં આત્માસાત ર્યા.
શ્રી દેવેન્દ્રસૂરિ દ્વારા વિરચિત પ્રાકૃત ભાષાના કર્મગ્રન્થની ગાથાઓ પર પ્રજ્ઞાચક્ષુ
પંડિત સુખલાલજીએ વિસ્તૃત વિવેચન હિન્દી ભાષામાં કર્યું હતું. ગુજરાત-કાઠિયાવાડના વિદ્યાર્થીઓ માટે હિન્દી ભાષા અપરિચિત હતી, જેથી સર્વને સરળ થાય તે હેતુથી પૂ. બાપજીએ તેનું સરળ ગુજરાતીમાં અનુવાદ કરી જૈન વિદ્યાર્થજગત પર મહાઉપકાર કર્યો.
જૈન પરંપરાના આવશ્યક સૂત્ર રૂપ પ્રતિક્રમણની અર્ધમાગધી ભાષા સર્વેને સમજવી સુલભ નથી હોતી. આ વાત લક્ષ્યમાં રાખી બાપજીએ શ્રાવક પ્રતિક્રમણનાં ભાવો “આલોચનાની આંખે અને પ્રાયશ્ચિતની પાંખે' નામક ગ્રંથમાં ગૂંચ્યા. જે વ્યક્તિ અભ્યાસુ ન હોય તે પણ સહજ સમજી શકે.
‘જાગે તે પામે’ નામનું અતિશય નાનું પુસ્તક ‘સમાધિ મરણ'નો દસ્તાવેજ છે. છે તો એ મુમુક્ષને લખાયેલો પત્ર, પરંતુ આયુષ્ય પૂરા થવાના સમયે જીવને અસમાધિ વરતતી હોય, દેહાદિની આસક્તિમાં જીવ અટવાતો હોય, આત્મલક્ષ જાગૃત ન થયું હોય, એ સમયે આ પત્રનું પારાયણ વ્યક્તિ સમીપે કોઈ કહે, એક-બે અને ત્રણ વાર આ પત્ર વાંચી સંભળાવે, તો એ જીવની પરિણતી પરિવર્તિત થઈ જઈ, સમાધિભાવ થઈ જાય અને શાંતિ-પ્રસન્નતા સાથે પ્રભુના સ્મરણ સાથે સદ્ગતિ થાય, તેવા કેટલા પ્રસંગો બન્યા છે જેના સાક્ષી અનેક ભાવુકો છે.
પૂ. બાપજીએ અધ્યાત્મ ચિંતનથી જે દેહ-આત્માની ભિન્તાને માણી, તે આ પત્રરૂપે પ્રગટ થઈ છે.
રહી વાત ‘અધ્યાત્મ પળે'ની તે તો બાપજીના સમગ્ર જીવનનો નિચોડ છે. નાની-નાની કાપલીઓમાં લખેલી બહુ મોટી વાતો, સાધકને સ્પર્યા વિના નથી રહેતી.
આગમમાં કહ્યું છે કે ‘ા નાનાદિ gિ” ક્ષણને પામે, અનુભવે તે પંડિતજ્ઞાની.
ધ્યાનની ગાઢ રુચિના કારણે, કોઈ અદશ્ય શક્તિનું માર્ગદર્શન તેમજ પ્રેરણા મળી અને પૂ. બાપજી એ માર્ગે ડગ ભરતાં-ભરતાં આગળ વધતાં રહ્યાં.
ધ્યાન થાય તે માટે માનસિક તેમજ વૈચારિક યોગ્યતા કેવી જોઈએ, તે વાત બતાવતાં પૂ. બાપજી, પ્રેરક આત્માના શબ્દોમાં જ લખે છે - ‘પહેલાં વિકલ્પોને ટાળવા, સંકલ્પ કર, એટલે કે અશુભ વિચારોને છોડી શુભ વિચાર કર, પછી તત્ત્વોનો વિચાર. તત્ત્વોનો વિચાર કર્યા પછી, તેનું જાણપણું થયા પછી તેનું ચિંતવન કર. પહેલાં જીવ-અજીવ એ તત્ત્વોનું ચિંતવન કરવું. ચિંતવન કરતાં કરતાં મનને એકાગ્રતાની તાલીમ આપવી... શરૂઆત ભલે એક સેકન્ડથી થાય.'
૨૩
૨૪