________________
37
L
(૩) અપત્ય મમત્વ મોચન (૪) ધન મમત્વ મોચન
(૫) દેહ મમત્વ મોચન
(૬) વિષય-પ્રમાદ ત્યાગ
(૭) કષાય ત્યાગ
(૮) શાસ્ત્રાભ્યાસ
જ્ઞાનધારા
(૧૧) ધર્મશુદ્ધિ (૧૨) ગુરુશુદ્ધિ
(૧૩) યતિશિક્ષા
(૧૪) મિથ્યાત્વાદિ નિરોધ–સંવરોપદેશ (૧૫) શુભવૃત્તિ
(૧૬) સામ્યસર્વસ્વ
ઉપરોક્ત સોળ વિષય અધ્યાત્મ અંગેના છે. એના ઉપર સંપૂર્ણ ગ્રંથમાં મૂળ શ્લોક, ભાષાંતર અને ઉત્તમ પ્રકારનું વિવેચન શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા દ્વારા થયેલ છે. આ ગ્રંથને અધ્યાત્મના કલ્પવૃક્ષ સમાન સન્માનીય દર્શાવ્યો છે. સુજ્ઞ વાચકોને તેનું વાંચન, મનન અને ચિંતન તથા નિદિધ્યાસન કરવા આગ્રહ કરી અનુરોધ કરેલ છે.
સર્જકની વિચારસૃષ્ટિ અંગે આ મહાન પ્રકરણ ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’’ના સારરૂપ એટલું તો અવશ્ય અનુભૂત થાય છે કે વિષયજન્ય સુખ ફક્ત માન્યતામાં જ રહે છે. તેથી કોઈ પ્રકારનો આનંદ થતો નથી. આનંદની અનુભૂતિ પણ મિથ્યા છે, અસ્થિર છે, અલ્પસમય માટે જ છે, તેનું કલ્પિત અસ્તિત્વ પણ અલ્પકાલિન છે. એટલે એનું સુખ ચિરકાલિન છે તેમ માનવું પણ ભૂલભરેલું છે. સુખનું ખરેખરું સ્થાન ચિત્તની પ્રસન્નતામાં છે, મનની સમતામાં છે. ચિત્તની આત્મપ્રદેશમાં રમણતામાં છે. આવા પ્રકારના સુખની પ્રાપ્તિ કરવાનું પરમ સાધન શાંતરસની ભાવના ચિત્તક્ષેત્રમાં સ્થિર કરવી એ જ છે. શાંતરસ ભાવતા જે સુખ પ્રાપ્ત થાય છે તે અનિર્વચનીય છે. મમતા એ સર્વ દુઃખોનું મૂળ છે અને સમતા એ સર્વ સુખોનું મૂળ છે. ચાર કપાયના નિવારણ અંગે ક્રોધાગ્નિને શમજળથી શરમાવવો, વિવેકવજ્રથી માનપવતનો છેદ કરવો, સરળતા ઔષધિથી માયાશલ્યનું નિવારણ કરવું અને સંતોષરૂપ જાંગુલિ મંત્રથી લોભ ભુજંગને વશ કરવો, આમ ચારેય કષાયને નાથવા અને વિષયોને ત્યજી દેવા એ સમતાપ્રાપ્તિનો ઉપાય છે. આ સમતા સમકિત દષ્ટિ તત્ત્વજીજ્ઞાસુને મન સર્વસ્વ છે; એની ખાતર ચિંતામણિરત્ન કે કામધેનુ ગાય ત્યજી દેવાય તો પણ કંઈ રંજ થતો નથી. આ ગ્રંથમાં સૂચવેલ સોળ અધિકારોનો બોધ જીવનમાં ઉતરે અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય, પુદ્ગલો અને પદાર્થોથી પ્રાપ્ત થતા શોક અને વ્યવહારના અવ્યવહારૂ અભ્યાસથી ઉદ્ભવતા મિથ્યાત્વ જ્ઞાનનો નાશ થાય અને ચિત્તને આત્મરમણમાં સ્થિરતા પ્રાપ્ત કરવા મદદરૂપ થાય અને અભ્યાસુ જીવને સાચા અર્થમાં પ્રબુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય એ જ લેખકની અંત:કરણની
૭૩
હું
સર્જકની વિચારસૃષ્ટિ
હું હું
પ્રાર્થના અને ઇચ્છા છે, તેવી આ ગ્રંથના અભ્યાસથી સતત ને સતત પ્રતીતિ થાય છે. વિશ્વના અનેક પ્રાચીન ધર્મ, મત કે સંપ્રદાય અથવા તો આધુનિક જગતના વર્તમાન સમયના અનેક ધર્મ, મત, વિચારક કે સંપ્રદાયના આધારથી વિચારોનું અનેક માધ્યમ દ્વારા સંક્રમણ જોવા મળે છે. મુખ્યત્વે તો ધર્મસંપ્રદાયો અને ધર્મગુરુઓની વાણી Painkillerનું કામ કરતી હોય છે. સમાજોને insulation (આવરણ) પૂરું પાડે છે. જ્ઞાની ભવ્ય આત્માઓ, વિચારકો એવા હોય છે કે જેઓ આ સંસારમાં રહેલ મિથ્યાત્વના આક્રમણમાં જીવતા ભાવિક માનવજનોની વાસ્તવિક સ્થિતું નિરીક્ષણ કરે છે, એને વિશે વિચારે છે. પોતાના ઉત્કૃષ્ટ જ્ઞાનના આધારથી ચિંતન કરે છે અને ભાવિક જીવોને અધ્યાત્મની સાચી દિશા સૂચવે છે. સામાન્યજન અનેક ગ્રંથિઓના બંધનોથી બંધાયેલ હોય છે, એ ગ્રંથિઓ જ્ઞાનના માધ્યમથી છોડાવવાનું કાર્ય એ જ આવા મહાન આત્મઉદ્ધારક ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’’ ગ્રંથનું સર્જન, ભાષાંતર અને વિવેચન.
આ ગ્રંથના કર્તા શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા સાહેબનો પરિચય અત્રે સંક્ષિપ્ત રીતે જોઈએ. પ.પૂ. શ્રી મુનિસુંદરસૂરિ મ.સા.નો જન્મ વિ.સં. ૧૪૩૬ (ઈ.સ. ૧૩૮૦)માં થયેલ. જન્મસ્થળ વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ય નથી. વિ.સં. ૧૪૪૩ની સાલમાં બાલ્યવય સાત વર્ષની ઉમરે પ્રવજ્યા સ્વીકારી જૈન સાધુપણું સ્વીકારીને જૈન શાસનને પ્રાપ્ત થયા હતા. શ્રી વજ્રસ્વામી, શ્રી અભયદેવસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી સોમસુંદરસૂરિ, શ્રી યશોવિજયજી આ તમામ તથા પરંપરાએ અનેક વીર મહાત્માઓએ બાલ્યવયમાં જ દીક્ષા ગ્રહણ કરેલ. આજે વર્તમાન સમયમાં પણ આ પરંપરાએ બાલ્યદીક્ષાઓના પ્રસંગો બને છે. જૈન શાસનના દૃષ્ટિકોણ મુજબ ઊંડાણપૂર્વક શાસ્ત્રાભ્યાસ અને ઉત્તમ પ્રકારના સાધુઆચારના પ્રશિક્ષણ માટે બાલ્યઅવસ્થામાં દીક્ષા એ જ યોગ્ય વય અવસ્થા અનેક વખત પુરવાર થયેલ છ. માટે સુજ્ઞ સાધર્મિક ભાઈ-બહેનોએ ક્યારેય મુમુક્ષોનાં ચારિત્રગ્રહણમાં અંતરાય ન કરવો અને અનુમોદના કરી શાસન પ્રત્યે અભિપ્રાય પ્રગટ કરવો ઘટે.
ન
શ્રેષ્ઠ સ્વચ્છ બુદ્ધિપ્રતિભા ધરાવતા શ્રી મુનિસુંદરસૂરિ મ.સા. આ ગ્રંથ પોતાના આચાર્યપદ મેળવવા પહેલા એટલે કે વાચકેન્દ્ર (ઉપાધ્યાયજી) સંબોધનથી આ ગ્રંથમાં પોતાની ઓળખ અપાયેલ. ત્યાર બાદ વડનગરના ઉત્તમ શ્રેષ્ઠીઓએ ખૂબ જ ભવ્ય રીતે તેઓની આચાર્યપદવી સમારંભ કરેલ અને ખૂબ જ વિશાળ સંખ્યા સહિત તેઓની નિશ્રાએ શત્રુંજયગિરિનો છ’રિ પાલિત સંઘ આયોજન પરિપૂર્ણ કરેલ અને દૈવનાચલ (ગિરિનારજી) પણ શ્રી સંઘ લઈને ગયા હતા. સુયુક્તિથી ભરપૂર સંસ્કૃત બોલવાની શક્તિ, એક હજાર
૭૪
37
R