SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સર્જકની વિચારસૃષ્ટિ) િજ્ઞાનધારા) વિજ્ઞપ્તિ સુજ્ઞ પાઠક ગણ ! શ્રી જિનવરેન્દ્ર ભગવાને પ્રકાશેલાં અને શ્રી ગણધર મહારાજે ગૂંથેલાં સૂત્રોના તથા પૂર્વાચાર્ય દ્વારા પ્રતિપાદિત ગ્રંથોના અવલંબનથી વિદ્વાનોની સમ્મતિપુર્વક તથા નિજ મત્યનુસાર આ “જૈન તત્ત્વપ્રકાશ' ગ્રંથની રચના કરવામાં મેં જે શ્રમ લીધો છે તે કેવળ મારા દાનધર્મનું કર્તવ્ય બજાવવા તથા ભવ્યાત્માઓને લાભ પહોંચાડવાને માટે ઉપકારક દષ્ટિથી જ સાહસ કર્યું છે; નહીં કે મારી વિદ્વત્તા બતાવવા. કેમ કે હું વિદ્વાન હોવાનો દાવો કરતો નથી. એટલા માટે માર આશયને લક્ષમાં રાખી, આ ગ્રંથમાં મારા જીવપણાથી જે કંઈ દોષો રહી ગયા હોય તેને બાજુ પર રાખી મને ક્ષમા આપશો અને તેમાં કહેલા સબોધ અને સદ્ગુણોના ગુણાનુરાગી બની માત્ર ગુણોનેજ ગ્રહણ કરશો એટલી જ મારી નમ્ર વિનંતી છે. હિતેચ્છુ અમોલક ઋષિ - પૂજ્ય અમોલક ઋષિજી અમોલ અને અમૂલ્ય રત્ન છે જેમણે આવો દળદાર ગ્રંથ રચીને જૈન સમાજ ઉપર ઉપકાર કર્યો છે. હિમાલય પર્વત ઉપરથી ગંગાને પૃથ્વીપટ ઉપર ઉતારવા આ ગ્રંથમાં કોઈ પણ વિષય કે કોઈ પણ માહિતી આપવામાં ન આવી હોય તેવું નથી. માટે રાજા ભગીરથે જેવો પ્રયત્ન કર્યો હતો તેવો જ ભગીરથ પ્રયત્ન પૂજ્યશ્રીએ આગમના જટિલ વિષયોમાંથી તત્ત્વજ્ઞાનની ગંગાને આ “જૈન તત્ત્વપ્રકાશ'માં ઉતારવાનો ર્યો છે; તે ગંગામાંથી આપણે સૌ પોતપોતાની યથાશક્તિ મુજબ કળશો, લોટો, પ્યાલો કે બાલદી ભરી પાવન બનીએ એ જ શુભકામના. તસ્વાર્થ સૂત્રકાર ઉમાસ્વાતિની વિચારસૃષ્ટિ - ડૉ. પ્રવીણભાઈ સી. શાહ અમદાવાદસ્થિત ડૉ. પ્રવીણભાઈએ “જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા' વિષય પર Ph.D. કર્યું છે. જૈન ધર્મ પર દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે અને વિવિધ સેમિનાર્સમાં ભાગ લે છે. કોઈ પણ ભારતીય શાસ્ત્રકાર જ્યારે પોતાના વિષયનું શાસ્ત્ર રચે છે ત્યારે તે પોતાના વિષયના નિરૂપણના અંતિમ ઉદ્દેશ તરીકે મોક્ષને જ મૂકે છે; પછી ભલે રચનાનો ઉદ્દેશ તે વિષય અર્થ, કામ, જ્યોતિષ કે વૈદ્યક જેવો આધિભૌતિક દેખાતો હોય કે તત્ત્વજ્ઞાન અને યોગ જેવો આધ્યાત્મિક દેખાતો હોય. બધાં જ મુખ્ય વિષયનાં શાસ્ત્રોના પ્રારંભમાં તે તે વિદ્યાના અંતિમ ફળ તરીકે મોક્ષનો જ નિર્દેશ હોવાનો અને તે તે શાસ્ત્રોના ઉપસંહારમાં પણ છેવટે તે વિદ્યાથી મોક્ષ સિદ્ધ થયાનું કથન આવવાનું પહેલેથી જ જૈન આગમોની રચનારૌલી બૌદ્ધ પિટકો જેવી લાંબા વર્ણનાત્મક સ્વરૂપ ચાલી આવતી અને તે પ્રાકૃત ભાષામાં હતી, બીજી બાજુ બ્રાહ્મણ વિદ્વાનો-રચનાશૈલી એ સંસ્કૃત ભાષામાં શરૂ કરેલી ટૂંકા ટૂંકાં સૂત્રો રચવાની ધીરે ધીરે બહુ જ પ્રતિષ્ઠિત થઈ ગઈ હતી; એ શૈલીએ વાચક ઉમાસ્વાતિને આકર્ષ્યા તેમાં જ લખવા પ્રેર્યા. તત્ત્વાર્થ સૂત્રનો પરિચય વાચક ઉમાસ્વાતિએ પોતાના પ્રસ્તુત શાસ્ત્રના વિષય તરીકે એ નવ તત્ત્વો પસંદ કર્યા અને તેમનું જ વર્ણન સૂત્રોમાં કરી તે સૂત્રોને વિષયાનુરૂપ ‘તત્ત્વાર્થાધિગમ' એવું નામ આપ્યું. વાચક ઉમાસ્વાતિએ નવ તત્ત્વની મીમાંસામાં જોયપ્રધાન અને ચારિત્રપ્રધાન બંને દર્શનોનો સમન્વય જોયો છતાં તેમને તેમાં પોતાના સમયમાં વિશેષ ચર્ચાતી પ્રમાણમીમાંસાના નિરૂપણની ઊણપ જણાઈ; એથી એમણે પોતાના ધ્યાનમાં આવેલ બધી મીમાંસાઓથી પરિપૂર્ણ કરવા નવ તત્વ ઉપરાંત જ્ઞાનમીમાંસાને પણ વિષય તરીકે સ્વીકારી અને ન્યાયદર્શનની પ્રમાણમીમાંસાના સ્થાને જૈન જ્ઞાનમીમાંસા કેવી છે તે જણાવવાની પોતાના જ સૂત્રોમાં ગોઠવણ કરી. એટલે એકંદર એમ દેવું - ૧૨૮ - | સારાં પુસ્તકો માનવજીવનમાં દીવાદાંડી સમાન છે | - 2
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy