________________
59 L
ܞ
“ં જ્ઞાનધારા)
સિદ્ધાંત જેટલો ઉપયોગી છે તેટલો જ પરભવમાં આત્માનું ગમન ઉપયોગી છે અને એ માનવાથી કૃતનાશ અને અદ્ભુત અભ્યાગમ નામનાં બે દૂષણો દૂર થઈ જાય છે તેનું વિવરણ આખી કથામાં કર્તાએ કુશળતાથી દર્શાવ્યું છે.
પાંચ સમવાયી કારણો :- કોઈ પણ કાર્ય થવા માટે કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ આ પાંચ સમવાયી કારણો જરૂરી છે. અમુક વસ્તુ થવાનો સમય પાકવો જોઈએ, એમ થવાનો એનો સ્વભાવ હોવો જોઈએ, એમ થવું સંભવિત હોવું જોઈએ, તઘોગ્ય પૂર્વક્રિયા થયેલી હોવી જોઈએ અને તેને માટે પ્રયત્ન હોવો જોઈએ. આ પાંચ સમવાયી કારણોને બહુ યુક્તિપૂર્વક આખા ગ્રંથમાં કથારૂપે ગૂંથી લીધા છે જે કર્તાની કલા બતાવે છે.
--
સર્વવિરતિપણાનો ઉપદેશ ઃ- સર્વવિરતિની મુખ્યતા બતાવવા માટે જ્યારે જ્યારે ઉપદેશ અપવાનો પ્રસંગ આવે છે ત્યારે ચરણકરણાનુયોગને અંગે પ્રથમ સર્વવિરતિપણાનો ઉપદેશ કર્તાએ આપ્યો છે. ત્યાર પછી તેમાં જેની અશક્તિ હોય તેને માટે ગૃહસ્થધર્મ (દેશવિરતિ) બતાવ્યો છે.
૮. સંસાર અને નાટક :
સંસાર એક નાટક છે. એમાં રમનારાં પાત્રો સાથેનો આપણો સંબંધ કેવો છે ? આપણે પોતે એ નાટકમાં કેટલો અને કેવો ભાગ ભજવી રહ્યા છીએ ? આ આખું નાટક સિનેમાની ફિલ્મની માફ્ક પસાર થાય છે, પણ તેમાં આપણને જો ભાગ ભજવતાં આવડે અને થોડો તટસ્થભાવ અનુભવાય તો સંસારચિત્રમાં એક સાધારણ પરિસ્થિતિ અનુભવી એનાથી દૂરની દશા પ્રાપ્ત કરવાનું મન થાય. તેથી ગ્રંથકર્તાએ આ સંસારનાટકને શબ્દચિત્રમાં ઉતારવાનું સાહસ ખેડચું છે જેથી સંસારી જીવને સ્વ-પરની સાચી ઓળખ થાય અને આત્મપરિણતિ નિર્મળ બને.
૯. સમયની સંક્ષિપ્તતા :
કર્તાને એક રાજાનું, એક ભવનું ચિત્ર રજૂ કરવું નહોતું. એમને તો સદ્ગુણોનો પ્રભાવ બતાવવો હતો, સર્વ મનોવિકારો, દુર્ગુણોના પરિણામો ચિતરવાં હતાં અને આત્માનો ઉત્ક્રાંતિ ક્રમ વિકાસની નજરે બતાવવો હતો, પણ એમ કરવાથી પાત્રોની સંખ્યા વધે અને આખા ભવ સુધી કથા વાંચે તો પણ વાર્તાના ઉદ્દેશ્ય-વિભાગનો એક અંશ પૂરો થાય નહીં. આ સર્વ મુશ્કેલીઓ દૂર કરવા કર્તાએ એક જ્ઞાની ગુરુસદાગમનું પાત્ર દર્શાવ્યું
૧૧૭
હું સર્જકની વિચારસૃષ્ટિ
હું હું
છે. વસ્તુત: એ શ્રુતજ્ઞાનને પુરુષાકારે બતાવનાર મહપ્રજ્ઞાપુરુષ છે. આવી રીતે અનંતકાળની વાત સંસારી જીવના મુખમાં મૂકીને સદાગમની કૃપાથી નવ કલાકમાં (ત્રણ પહોર)માં આખું ચરિત્ર પૂરું કરે છે.
ઉપરોક્ત મુદ્દાઓ ઉપર ગ્રંથર્તાએ ખૂબ મનન-મંથન કરી તેને કથાના માધ્યમ દ્વારા લોકો સમક્ષ એક ચિત્રકારની જેમ જીવંત ચિત્રરૂપી ગ્રંથ રજૂ કર્યો છે. આ ગ્રંથ કાવ્યગ્રંથ છે. એમાં નવેનવ રસની ગૂંથણી કરવામા આવી હોવાથી રસાળ છે. કર્તાને અનેક વિષયોનું જ્ઞાન હતું, તેની ઝલક આ ગ્રંથમાં જોવા મળે છે. તે ઉપરાંત તત્કાલીન વિનિનું કૃત્તિનું બાર્બેહુબ ચિત્ર કંપાવ્યું છે. તેમાં જે જે જોયું, અનુભવ્યું તે સર્વેનું સૂક્ષ્મતાથી વર્ણન કર્યું છે. દરેક પાત્રોમાં પ્રાણ પૂર્યા છે. માટે જ આ ગ્રંથ કોઈ એક ચરિત્રકથા ન બનતાં દરેક જીવની, મારી, તમારી, સર્વેની કથા છે. આખા સંસારનું સ્વરૂપ છે. આમ લોકકલ્યાણ અર્થે પોતાને જે જે મળ્યું તે આપવા માટે ગ્રંથકર્તાએ આ ગ્રંથની રચના કરી છે. જોકે આ ગ્રંથને ઉપરછલ્લું વાંચવાથી તેનો સાર પામી શકાય નહીં. તેનું મનન અને ચિંતન કરવાથી જ કાંઈક બોધ પામી શકાય.
વિશેષ નોંધઃ- · સંક્ષિપ્ત ઉપમિતિભવ પ્રપંચાકથા સંસ્કૃત ગદ્યમાં શ્રી હંસરત્નએ લખી, તેનું ગુર્જર ભાષામાં વાર્તિક શ્રી અમૃતસાગરગણિએ કર્યું છે. આ ગુર્જર વાર્તિક શ્રાવક ભીમશી માણેકે શ્રી પ્રકરણરત્નાકરના પ્રથમ ભાગમાં છપાવ્યું છે. તેની ભાષા સુધારી શ્રી જૈન ધર્મ પ્રચારક સભાએ સં. ૧૯૫૩માં સુંદર પુસ્તક આકારે છપાવ્યું.
૧.
૨.
જિજ્ઞાસુ તેમ જ વિદ્વાનોને વધુ ઉપયોગી થઈ શકે તેવી માહિતી :
આ ગ્રંથના ૧થી ૩ ભાગ ગુજરાતીમાં અનુવાદ - લેખક મોતીચંદ ગિરધરલાલ કાપડિયા. પ્રકાશન જૈન ધર્મ પ્રાસરક સભા
ભાવનગર.
આ ગ્રંથના ૧થી ૩ ભાગ ગુજરાતીમાં અનુવાદ - લેખક ક્ષમાસાગર, પ્રકાશન જૈનતત્ત્વ પ્રસારક વિદ્યાલય, શિવગંજ.
-
-
૩. આ ગ્રંથ ઉપર એક સ્તવન, લેખક શ્રી વિનયવિજય ઉપાધ્યાય, તે શ્રી જૈન કથા રત્નકોષના ત્રીજા ભાગમાં (પૃ. ૧૦૬-૧૧૪) છપાયું છે. સં. ૧૭૧૬.
૧૧૮
59 R