________________
િજ્ઞાનધારા) પ્રચંડ જ્ઞાનના દર્શન થાય છે. એની સોળસોળ ભાવનાઓમાંથી વૈરાગ્યરસ અવિરત ટપકતો જોવા મળે છે. એમની કાવ્યશક્તિ પણ અદ્ભુત હતી. આ ગ્રંથમાં તેઓએ અલગ અલગ રાગરાગણીરૂપે - ઢાળરૂપે - સંસ્કૃત ભાષામાં ભાવનાઓ ગાઈ છે. એમની કુશળ રચનાશક્તિ એવી છે કે રાગના તાલ-સૂરને કે ગ્રંથના વસ્તુવિષયને કે ભાષાના વ્યાકરણ-શબ્દ-અર્થને લેશમાત્ર બાધ નથી આવતો. સંસ્કૃત ભાષામાં આવી ઢાળો બીજે ક્યાંય જોવા નથી મળતી.
રચના વસ્તુ આ ગ્રંથનો વિષય છે - અનુપ્રેક્ષાની બાર ભાવનાઓ અને એને પુષ્ટિ કરતી અન્ય ચાર ભાવનાઓ. અનુપ્રેક્ષાની બાર ભાવનાઓ ક્રમશ: આ પ્રમાણે છે :
૧. અનિત્ય ૨. અશરણ ૩. સંસાર ૪. એકત્વ ૫. અન્યત્વ ૬. અશુચિ ૭. આશ્રવ ૮. સંવર ૯. નિર્જરા ૧૦. ધર્મ ૧૧. લોક અને ૧૨, બોધિ-દુર્લભ.
આ બાર અનુપ્રેક્ષાઓ બાર શાશ્વત વૈકાલિક સત્યને પ્રગટ કરે છે. આ અનુપ્રેક્ષાઓ ઉપરથી બાર વૈરાગ્યની ભાવનાઓનું વર્ણન આ ગ્રંથમાં છે. આ પ્રકારની ભાવનાઓ પર સંસ્કૃતમાં ગેય કાવ્યના રૂપમાં આ એક અદ્વિતીય રચના છે. આ પહેલાં શ્રી કુન્દકુંદાચાર્ય રચિત ‘બારસ-અણુવેખા’ અને સ્વામી કાર્તિકેય રચિત ‘કાન્તિકેયાનુપ્રેક્ષા'માં પણ આ બાર ભાવનાઓનું વર્ણન છે, પણ આ બંને ગ્રંથો પ્રાકૃત ભાષમાં છે. ઉમાસ્વાતિજી રચિત તત્ત્વાર્થ સૂત્રમાં સંસ્કૃતમાં આ બાર અનુપ્રેક્ષાઓનો પ્રાસંગિક ઉલ્લેખ મળે છે, પણ એ સૂત્રાત્મક છે. આ ઉપરાંત શ્રી આચારંગસૂત્ર, શ્રી ઉત્તરાધ્યાન સૂત્ર, શ્રી દશવૈકાલિક સૂત્ર આદિમાં પણ આ ભાવનાઓનો પ્રાસંગિક ઉલ્લેખ છે. શ્રી શિવાર્યકૃત ‘શ્રી ભગવતી-આરાધના', શ્રી વઢ઼કરકૃત ‘મૂલાચાર', પૂજ્યપાદકૃત ‘સર્વાર્થસિદ્ધિ' ‘મરણસમાધિ’ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ‘યોગશાસ્ત્ર' આદિમાં પણ અનુપ્રેક્ષાઓની ભાવનાઓનું વર્ણન જોવા મળે છે.
ગ્રંથની શરૂઆત ઉપોદઘાતથી કરે છે. પ્રથમ શ્લોક શાર્દૂલવિક્રીડિત છદંમાં તીર્થકરની મંગલ વાણીનું મહાભ્ય બતાવે છે. અત્યંત સુંદર શબ્દરચના સાથે ભયંકર ભવરૂપી જંગલમાં પાંચ આશ્રવરૂપ વરસાદનું નિરંતર વરસવું, વિવિધ પ્રકારની કર્મરૂપી વેલીઓનું ઊંડા મૂળ નાખી ફેલાઈ જવું; આવાં ભયંકર સંસારરૂપી વનમાં ગાઢ અંધકારનું છવાઈ જવું - આવી અત્યંત ભયાનક પરિસ્થિતિમાં ભટકતા નિરાધાર જીવોને જોઈ જેમને કરણા ઉપજી છે એવા મહાન કરુણા કરનારા તીર્થંકર ભગવાનના વચનામૃતોની જે રચના કરી છે - જેની સહાયથી ૮૪ લાખ જીવાયોનિમાં ભટકતા જીવો આવા
સર્જકની વિચારસૃષ્ટિ) સંસાર સમુદ્રને પાર પામી શકે છે; એવા એ પવિત્ર વચનામૃતો તમારું રક્ષણ કરો. આમ પ્રથમ શ્લોકમાં આવી ઉદાર પવિત્ર વાણીની મહત્તા બતાવી સાતમાં અને આઠમા શ્લોકમાં અનિત્ય આદિ ૧૨ ભાવનાઓના નામોલ્લેખ છે.
પ્રથમ ભાવના - અનિત્ય ભાવના પ્રથમ ત્રણ શ્લોકમાં શરીરની, જુવાનીની, આયુષ્યની, ઇન્દ્રિયોના વિષયોની, મિત્ર-સ્ત્રી, સ્વજન આદિની તથા જગતની, ક્ષણભંગુર ઘટમાળની અનિત્યત્યાનું વર્ણન કરી “રામગિરિ રાગ'માં પ્રથમ અનિત્ય ભાવના કહે છે.
બીજી અશરણ ભાવના બહુ જ સુંદર ‘મારુણીન રાગ'માં છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ - એ ચાર જ સાચાં શરણાં છે. બાકી દુનિયાની બધી વસ્તુ, બધા સંબંધો ત્રાણ દેનાર નથી એનું વર્ણન આ ભાવનામાં છે. આની ધ્રુવ ગાથામાં સુંદર શબ્દરચનાનો પ્રાસ છે.
વિનય વિધીયતાં રે શ્રી જિનધર્મ શરણ
અનુસંધીયતાં રે શુચિતર ચરણ સ્મરણમ્ II ત્રીજી સંસારભાવના કંદારા' રાગમાં છે. આમાં સંસારની વિચિત્રતા, સંસારની અસારતા ને સંસારનું ભયંકર સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે.
ચોથી એકત્વ ભાવના ‘પરજીયો રાગ'માં છે. આમાં આત્માના એકાકી સ્વરૂપનું વર્ણન છે. આમાં ઉપમા આપતા કહે છે કે, દારૂ પીધેલો માણસ જેમ પોતાનું ભાન ભૂલી જાય છે તેમ મોહનીય કર્મને વશ આત્મા પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. વળી સોનાનું શુદ્ધ સ્વરૂપ માટી વગેરે સાથે મળતાં અશુદ્ધ ભાસે છે, પણ એ અશુદ્ધિ દૂર થતાં સોનાનું શુદ્ધ સ્વરૂપ જોવા મળે છે. એમ આત્માથી કર્મરૂપી કચરો દૂર કરવાથી શુદ્ધ આત્મા પ્રકાશે છે.
વસ્તુતઃ ‘એકત્વ’ અને ‘અન્યત્વ ભાવનાઓ સિક્કાની બે બાજુ સમાન છે. પાંચમી અન્યત્વ ભાવનામાં પોતાના શુદ્ધ આત્મા સિવાય-દુનિયાની બધી ચીજવસ્તુઓ, ઘર, દુકાન, ધન, દોલત, જર-જમીન, સંબંધો, પોતે ધારણ કરેલું શરીર - આ બધું અન્ય છે. આ ભાવનાની શરૂઆતના શ્લોકોના પ્રથમ શ્લોકમાં જ બહ સુંદર ઉપમા આપી કહે છે કે, ‘પ: પ્રવિણ: ફરતે વિનાશ” - કોઈ પણ પર-પારકી અન્ય વસ્તુ આપણી અંદર પ્રવેશે ત્યારે એ વિનાશ જ નોતરે છે. ચિકિત્સાશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, શરીરમાં પ્રવેશેલું "foreign body" ભયંકર રોગ બની જાય છે. - છઠ્ઠી ‘અશુચિ' ભાવનામાં અશુચિમય શરીર પર મોહ ન રાખવાનો ઉપદેશ છે.
૩૮