________________
જ્ઞાનધારા) મૂકે છે. ઉપાસક પણ પોતાના માટે સમાજે મૂકેલા ધાર્મિકતાના માપદંડ પર મુસ્તાક બની પોતાના ધાર્મિકપણાના અહને પોષે છે.
સાધક વર્ગ આ વર્ગનો સાધક ઉપર્યુક્ત ધર્મક્રિયાઓ કરતી વખતે તેમાં તન-મનથી ઓતપ્રોત હોય છે. તે ક્રિયાઓ કર્યા બાદ પણ નિરીક્ષણ કરતો રહે છે કે ગઈકાલ કરતાં આજે હું કંઈક આગળ વધ્યો કે નહીં ? મારા આચાર-વિચાર-વાણી-વર્તનમાં કેટલો ફરક પડ્યો ? સ્વાર્થ, લોભ, આસક્તિ, નૃણામાં કેટલો ઘટાડો થયો ? વિગેરેનું નિયમિત આત્મનિરીક્ષણ કરે અને તેમાં રહી જતી ક્ષતિઓને નિવારવા નિષ્ઠાપૂર્વક પ્રવૃત્ત બને. તેની કોઈ પણ ધાર્મિક ઉપાસના માત્ર કરી જવા માટે જ ન હોય પરંતુ સજાગતા સાથે કે આ ક્રિયાઓ હું શા માટે કરું છું ?
આ રીતે દરેક જીવે તટસ્થપણે જાત સાથે મુલાકાત કરતા રહી પ્રવૃત્તિના પરિણામનું વિશ્લેષણ કરતા રહેવું કે
- દયા, પ્રેમ, શાંતિ, આનંદ-ઔદાર્ય, દાક્ષિણ્ય તેનામાં પ્રગટ થયા કે નહીં ? - પ્રવૃત્તિઓની ગતિ મોક્ષ તરક્કી છે કે સંસારના ભવભ્રમણ વધારનારી છે ? - આ રીતે સતત નિરીક્ષણ કરતા રહી ગુણવિકાસ અને ક્ષતિનિવારણમાં પ્રવૃત્ત
રહેવું જોઈએ. પ્રચલિત ક્રિયાકાંડો કોઈ લક્ષ્ય વિના ગતાનુગતિકતાથી કરતા રહેવાથી આપણને મુક્તિનો પરવાનો મળી જતો નથી.
ધર્મનો પ્રારંભ સંકુચિત વૃત્તિઓનું કોચલું ફોડી, 'સ્વ'ની અંધાર કોટડીમાંથી બહાર આવી આત્મા ‘સર્વ’નો વિચાર કરતો થાય ત્યારે જ તેનું આધ્યાત્મિક જીવન શરૂ થાય છે.
ધર્મપ્રાપ્તિની યોગ્યતા માટે સામાન્ય સગુણોની મૂડી. - દુ:ખીમાત્ર પ્રત્યે અત્યંત કરૂણા - દયા. - ગુણવાન પ્રત્યે અદ્વેષ - સર્વત્ર ઔચિત્યપૂર્વકનું વર્તન - પરાર્થ ભાવના - બીજાના શોષણ ઉપર નિર્ભર ન હોય તેવી આજીવિકા - અંતરમાં નિઃસ્વાર્થ વૃત્તિ અને વિશ્વપ્રેમનો ઉઘાડ - આત્મસાધનામાં રત ગુણીજનો, માતાપિતા, ઉપકારીજનો તથા દીન-દુઃખીઓની
- ૧૯૫ -
સર્જકની વિચારસૃષ્ટિ) સેવા-ભક્તિ સહાયતા. - મૈત્રી, કરૂણા, પ્રમોદ, માધ્યસ્થ આદિ ભાવનાઓનો જેટલો વિકાસ તેટલા અંશે
મોક્ષમાર્ગે પ્રગતિ. મુમુક્ષનું અંતિમ લક્ષ્ય તૃષ્ણાલય, અહંનારા, વાર્થ વિસર્જન, ગુણવૃદ્ધિ અને દોષમુક્તિ. સમાજ અને સંન્યાસનાં ભયસ્થાનો અને નિંદક પ્રવૃત્તિઓ
સમાજમાં સુખેચ્છ અને સંકુચિત મનોવૃત્તિવાળી વ્યક્તિઓને લોભ, લાલચ, પ્રલોભન વડે સંમોહિત કરીને કેટલાક “અતિ ઉત્સાહી વૈરાગી વર્તુલો' દ્વારા “એકલા આવ્યા-એકલા જવાના - કોના છોરૂ ને કોના માઈ-બાપ, સ્વજન, પરિવાર આદિ સૌ પરાયા” વડે ભ્રમિત કરીને મુનિવેશની લહાણી કરી, દીક્ષિત કરી સાધુ-શ્રમણ સંખ્યા વધારવાની પ્રવૃત્તિ ખૂબ ફૂલીફાલી છે તેમાં આધ્યાત્મિકતા વધતી તો નથી, ઊલ્ટાનું તેમના નિપણામાં સ્વાર્થવૃત્તિ, પરિગ્રહવાદીપણું, અહં મમત્વ અને હું “મુક્તિ"ની સાધના કરી રહ્યો છું એવા ભ્રમમાં રહીને પોતાની અને સમાજની અધોગતિ નોતરે છે.
જૈન સમાજમાં ઘેર લગ્નગ્રસંગે સવારમાં સિદ્ધ ચક્રપૂજનનો મહોત્સવ, ખાણીપીણી તથા રાત્રે દાંડિયા-ડિસ્કોનું આયોજન કરનાર પરિવારો માત્ર પોતાનો વટ પાડવા વૈભવી સમારંભો કરે છે. એ જ રીતે દીર્ઘ તપશ્ચર્યા, સમૂહ દીક્ષા, ઉપધાન તપ પ્રસંગે થતી મસમોટી ઉછામણીઓ પાછળ ક્યા પ્રકારની ધર્મભાવના કામ કરે છે ?
ઉપરાંત તકતીઓ, સન્માન સમારંભો, મોટા મોટા સ્વાગત સામૈયા, ઉપકારીઓના જન્મદિન ઉજવણીનો ઠાઠ, પૂજન મહોત્સવોની મોંઘીદાટ પત્રિકાઓની ભરમાર, સ્પર્ધાત્મક જાહેરાતો. આ બધી ક્રિયાઓને અને શુદ્ધ ધર્મ અને અધ્યાત્મને શું લાગેવળગે ?
લક્ષ્ય-દદિ વિહિત સ્વાધ્યાય અને સાધક પ્રવૃત્તિઓ
સાધકનું મુખ્ય ધ્યેય સાધના, સત્સંગ, સ્વાધ્યાય અને આંતરનિરીક્ષણ કરતા કરતા આંતરપ્રકૃતિ ઉપર વિજય મેળવી વાસના-વિકારો-તૃષ્ણાઓથી મુક્ત થવાનું છે. તેમાં મોટા મોટા દર્શનશાસ્ત્રો, દાર્શનિક માન્યતાઓ (પોતાની ચિત્તશુદ્ધિ અને જીવનશુદ્ધિ સાથે જેને લેવાદેવા નથી તેવા) ધરાવતા ગ્રંથોના અધ્યયન અને ખંડનમંડન પાછળ સમય અને શક્તિ વેડફી ન દેવાય. સાધકને તેની યોગ્યતા, ક્ષમતા, રસરૂચિ અનુસાર
૧૯૬