Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 92
________________ જ્ઞાનધારા) wો કેવા હતા પ્રભુ મહાવીર પરમદાર્શનિક પૂ. જયંતમુનિની વિચારસૃષ્ટિ - ધનલક્ષ્મીબહેન શા. બદાણી (નાગપુરસ્થિત જૈન ધર્મના અભ્યાસુ ધનલક્ષ્મીબહેનનાં ત્રણ પુસ્તકો (લેખન અને સંપાદન) પ્રગટ થયાં છે. તેઓ જૈન સાહિત્ય સત્રોમાં નિબંધો પ્રસ્તુત કરે છે અને ચિંતનસભર લેખો લખે છે). ૫.પૂ. ગોંડલગચ્છ શિરોમણી વા.પ્ર.પૂ. જયંતમુનિનો પરિચય પ.પૂ. ગુરુદેવ એટલે જૈન-જગતના નભોમંડળના ચમક્તા સિતારા, નેત્ર જ્યોતિ પ્રદાતા, સેવાસમ્રાટ માનવતાના મસીહા, પૂર્વ ભારત ઉદ્ધારક, કરૂણાના સાગર આદિ અનેક અનેક પદવીઓના ધારક, પંડિતરત્ન પરમ દાર્શનિક ગોંડલ ગચ્છ શિરોમણી પૂ. જયંતીલાલજી મહારાજ સાહેબની વિદ્વતા અને જ્ઞાનની ગંગોત્રી માનવ સેવા અને શિક્ષણરૂપે ૫૫ વર્ષથી પૂર્વ ભારતના નાના સા ગામડા પેટરબારમાં વહી રહી છે. પ્રસિધ્ધિ તથા માન-સન્માનની ભાવનાથી સુર-માત્રને-માત્ર કરૂણાનાના લક્ષથી એક સંત સેવાયજ્ઞની અલખ જગાવી પોતાના કાર્યમાં મસ્ત છે. બિહાર અને ઝારખંડ મહાવીરની ભૂમિ બોકારો જીલ્લાના નાનકડા આદિવાસી ગ્રામ પેટરબારમાં. સૌષ્ટ્રના ગીર વિસ્તારમાં દલખાણીયા ગામમાં ૧૯૨૪ની વિજયાદશમીના દિવસે ધર્મ પરાયણ કુટુંબમાં તેમનો જન્મ થયો. પિતા-જગજીવનભાઈ (સંત પિતા) માતા અમૃતબેન. એક ઘરમાંથી પાંચ વ્યક્તિએ સોરાષ્ટ્ર કેસરી પ્રાણ પરિવારમાં દીક્ષા લીધી. પિતા પૂ. જગજીવનજી સ્વામી. જેમના નામ પરથી ૫૦ વર્ષથી જ્ઞાન સેવાની ગંગા પ્રવાહીત થઈ રહી છે. બે બહેનો પૂ. જયાબાઈ પ્રભાબાઈ સેવક-ગુરૂ-પ્રાણ મ, નાનપણથી જાગ્રત થયેલી જ્ઞાનજીજ્ઞાસાથી ગુરૂ આશા લઈને શાસ્ત્રાભ્યાસ માટે. જગજીવન મ. સાથે કાશી તરફ વિહાર કર્યો. કાશીમાં ૩ વર્ષ સુધી પંડિતો પાસે જૈન, વૈદિક, બૌધ્ધ સાંખ્ય દર્શન તેમજ સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણ, દર્શનનો ઉડો અભ્યાસ કર્યો. સૌરાષ્ટ્રથી વિહાર કરી કાશી ૧૮૧ વિસર્જકની વિચારસૃષ્ટિ) અભ્યાસ માટે જવું - તે વિરલ ઘટના હતી. સાધુ-સાધ્વી માટે મહાવીરની ભૂમિ બિહાર તરફ વિહારના દ્વાર ખોલી આપ્યા. સદીઓ પછી આ ભૂમિ પર જૈન સાધુના પગલા પડી રહ્યા હતા. પૂર્વ ભારતના ગીચ જંગલો તથા આદિવાસી વિસ્તારમાંથી પસાર થતા તેમની ગીરીબી તથા નિસહાયતાના કરૂણ દશ્યો તેમના હૃદયને કંપાવી ગયા. તેથી જૈન સાધુઓની પરંપરાગત આચાર-સંહિતાનું પાલન કરીને સ્વકલ્યાણની સાથે પરકલ્યાણ શરૂ થઈ શકે છે - તેવો વિશ્વાસ આવતો ગયો. જયંતમુનિના જીવનનું લક્ષ સ્પષ્ટ થતું ગયુ. કલકત્તા પ્રથમ ચાતુર્માસ કરી જ્યાં શિષ્ય ગિરીશમુનિની ભવ્યાતિભવ્ય દિક્ષા થઈ. ૧૯૬૭ના બિહારના દુષ્કાળમાં દુષ્કાળગ્રસ્ત ક્ષેત્રમાં વિહાર કર્યા. અને સક્રિય રીતે રાહતગ્રસ્ત કાર્ય કર્યું. જ્ઞાનની સાર્થકતા - પીડિત અને પછાત માનવ જનની સેવામાં છે તે સમજાઈ ગયું. પૂ. પિતા જગજીવન મહારાજના ૪૫ દિવસના રાજગૃહમાં સંથારા બાદ નેત્ર જ્યોતિ તથા જ્ઞાન-જ્યોતિ દ્વારા આદિવાસી પ્રજાની સવાંગીણ સેવાનું કાર્ય એકલે હાથે આરંભી દીધુ. ૧૯૮૧થી આજ પર્યત ઝારખંડના પેટરબાર ગામમાં પૂ.ત. જગજીવનજી મ. ચક્ષુ ચિકિત્સાલય, જગજીવન મહારાજ જ્યોતિ સરસ્વતિ વિદ્યાલય સાથે આદિવાસીના અનેક ગામડાઓ બોકારો, રાજગિરીમાં ૨૦ વિદ્યાલયો. ભારતીય પદ્ધતિથી ચાલી રહ્યા છે. તેમના પુરુષાર્થ ૨૫ આદિવાસી ગામોનો અહિંસક નિવ્યસની બનાવી અહિંસા-સંઘની સ્થાપના કરી છે. સેવા અને શિક્ષણ સાથે ગુરૂદેવ જ્ઞાન તથા સાધના પ્રત્યે પણ સજગ સક્રિય, તલ્લીન છે. તેમનું જ્ઞાન અમાપ તથા અવર્ણનીય છે. તેઓ જે લખાવે છે તે સ્વયં ફુરણાથી, ભક્તિભાવથી કોઈ પણ પુસ્તકની સહાય લીધા વગર લખાવે છે. તેમનું ચિંતનશીલ સર્જન: (૧) જયંતવચનારવિંદ પ્રવચન સંગ્રહ (૨) જયંતવાણી (પ્રવચનોનો સંગ્રહ) (૩) અધ્યાત્મપત્ર પ્રભાસ્વામીની બીમારી વખતે તેમના લખાયેલ પત્રો) (૪) પ્રવચન સંગ્રહનિવણનો પથ (પૂ.ત. જગજીવનજી મહારાજના સંથારાનું વિવરણ) (૫) શાશ્વતી સાધના (આધ્યાત્મિક લેખોનો સંગ્રહ) (૬) જીવનરેખા ગુરુ પ્રાણલાલજી સા. જીવનચરિત્ર.(૭) તત્વાભિનય (સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન, સમ્યક ચરિત્ર, નિક્ષેપ, ઈશ્વર - પાંચ આધ્યાત્મિક લેખ. (૮) જયંત કથા કળશ સંગ્રહ - જયંતમુનિ ભક્તોને સંભળાવેલ દષ્ટાંત કથા સંગ્રહ. મુંહપતી બત્રીશી (મુંહપતીનું રહસ્ય) (૯) ૧૪ મંગલ સ્વપ્ન અને રહસ્ય (૧૦) કહો કે વા હતા પ્રભુ મહાવીર પુ૭િ સુગં.(૧૧) સાધુતાનું શિખર અને માનવતાની મહેક - ૧૮૨ -

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100