________________
""""
જ્ઞાનધારા) આચાર્ય' પુસ્તકમાં પંજાબ કેસરી પ.પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજીના જીવનની ઘટનાઓ, ‘જ્ઞાનજ્યોતિની તેજરેખા'માં આગમ પ્રભાકર મુ. શ્રી પુણ્યવિજયજીના જીવનપ્રસંગો, ‘પ્રતિષ્ઠાનો અહેવાલ’ પુસ્તકમાં પાલીતાણા દાદાની ટૂંકમાં આકાર પામેલ નવી ટૂંકની વિગતો રજૂ કરી છે. ઐતિહાસિક દષ્ટિએ લખાયેલ તેમના અગત્યના પુસ્તક ‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ ભાગ-૧ અને ૨માં ત્રણ વર્ષની ઐતિહાસિક સામગ્રીનો અભ્યાસ કરીને ખૂબ આધારભૂત માહિતી દર્શાવવામાં આવી છે. જિંદગીના છેલ્લા દસકામાં અને ઘટતી જતી શારીરિક શક્તિ વચ્ચે તેમણે આ કામ પૂરું કર્યું તે તેમની ધીરજ, નિષ્ઠા જેવા ગુણોના દષ્ટાંતરૂપ છે. આ ઉપરાંત અનેક પુસ્તકોના સંપાદન તેમણે કરેલાં છે.
પત્રકાર તરીકે શ્રી રતિભાઈએ જૈન સત્યપ્રકાશ' સામયિકમાં ઈ.સ. ૧૯૭૫થી ૪૮ સુધી તેર વર્ષ અને “વિદ્યાર્થી’ સામયિકમાં ઈ.સ. ૧૯૩૯-૪૦ના વર્ષ દરમ્યાન સંપાદનકાર્ય કર્યું હતું. ભાવનગરથી શ્રી દેવચંદ દામજી શેઠ તથા પછીથી શ્રી ગુલાબચંદ દેવચંદ શેઠ દ્વારા બહાર પાડવામાં આવતા 'જૈન' અઠવાડિકમાં સુપ્રસિદ્ધ લેખક શ્રી સુશીલે પચ્ચીસેક વર્ષો પોતાની કલમ ચલાવી. તેઓની અસ્વસ્થ તબિયતમાં શ્રી રતિભાઈએ તે કામ કામચલાઉ રીતે સ્વીકાર્યું પણ પછી તેઓનો જૈન સાથેનો નાતો ખૂબ લંબાયો. તેમના આ 'જૈન'માં લખાયેલા સાહિત્યનો દરિયો ખૂંદીને તેમના સુપુત્ર પ્રો. શ્રી નીતિનભાઈ દેસાઈએ ત્રણ પુસ્તકોનું સંપાદન કર્યું. તેમાં ૧. ‘અમૃત સમીપે'માં શ્રી રતિભાઈએ લખેલા વ્યક્તિવિશેષો અંગેના લેખો રજૂ કરવામાં આવ્યા છે. ૨. ‘જિનમાર્ગનું જતન' અને ૩. “જિનમાર્ગનું અનુશીલન' આ બે પુસ્તકોમાં જૈન ધર્મ, સમાજ, સંસ્કૃતિ, વિચારધારાના ચિંતનાત્મક લેખો રજૂ થયા છે. 'ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’ દ્વારા ઈ.સ. ૨૦૦૩માં આ ગ્રંથોનું પ્રકાશન થયેલ છે જેમાં ગૂર્જર પરિવાર, જૈન પરિવાર અને દેસાઈ પરિવારની સદ્ભાવનાઓના સુમેળનું દર્શન થાય છે.
‘જિનમાર્ગનું જતન’ પુસ્તક એ રતિભાઈએ 'જૈન'માં લખેલા લેખોનો એક સંગ્રહ છે, જેમાં જેના સંપાદક પ્રો. નીતિનભાઈએ તેમાં રજૂ થયેલા લેખોના વિષયોને અનુલક્ષીને પંદર વિભાગો પાડેલા છે. આ વિભાગોમાં તો માત્ર વિચારણાની સરળતાની દષ્ટિએ જ પાડવામાં આવેલા છે, બાકી રતિભાઈ તો પોતાની ફરજ રૂપે જૈનમાં દર અઠવાડિયે લેખ લખીને મોકલતા, એટલે તેઓની વિચારસૃષ્ટિનો અહીં મર્યાદિત પરિચય થાય છે. આ વિભાગોમાં જૈન ફિરકાઓની એકતા, ધાર્મિક દ્રવ્ય, તીર્થરક્ષા અને
- ૧૭૭
વિસર્જકની વિચારસૃષ્ટિ)
તીર્થસેવન, વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા, ધાર્મિક પર્વો, સામાજિક સુધારો અને વિકાસ, સ્વતંત્ર ભારત, જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો, આરોગ્ય વગેરે વિષયના લેખોને રજૂ કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાક લેખોમાં તેઓએ કેટલીક બાબતોમાં પોતાનો વિરોધ દર્શાવ્યો છે, સારી બાબતોને આવકાર આપ્યો છે, ક્યાંક પરિવર્તનની દિશા ચિંધી છે, તો ક્યાંક નીરક્ષીર-ન્યાયપૂર્વક સત્ય અને સત્ત્વ તારવી આપ્યું છે.
વિરોધ દર્શાવતા લેખો - ‘આપણા તહેવારોમાં શિસ્તની સદંતર ખામી' લેખ (પૃ. ૩૮૮-૮૯)માં તેઓ લખે છે : “...અને એકલા પર્વદિવસોમાં જ શા માટે ? આપણી ગેરશિસ્તનાં ચિત્રો તો પવિત્ર તીર્થસ્થાનોમાં પણ થોકબંધ જોવા મળે છે. આપણી ધર્મશાળાઓ જુઓ : જાણે આપણે એને પવિત્ર સ્થાન નહીં, પણ ઉકરડો સમજીને જ વર્તીએ છીએ. આપણે શાણા અને ધાર્મિક ગણાતા હોવા છતાં આ અવ્યવસ્થા અને ગંદવાડના પાશવી દોષો આપણામાં ક્યાંથી પેસી ગયા હશે ? અમને તો લાગે છે કે આપણે વધારે પડતા પરલોકલક્ષી બન્યા એનું જ આ દુષ્પરિણામ છે.”
‘જૈનત્વનો વિનાશકારી કેફી લેખ (પૃ. ૫૫-૫૯)માં સમાજે ભ્રામક અને વિચિત્ર ખ્યાલો છોડી દેવા જોઈએ તે જણાવ્યું છે. ‘મહામંત્રી ઉદયનનો ઇતિહાસ' લેખ (પૃ. ૧૫-૧૮)માં તેઓએ સુપ્રસિદ્ધ લેખક શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના મહામંત્રી ઉદયનના પાત્ર અંગે વિચારણીય મુદ્દાઓ રજૂ કર્યા છે. ‘એકત્વ સામે પડકાર: કટ્ટરતા’ (પૃ. ૭૬-૮૦)માં તેઓએ જણાવ્યું છે કે કટ્ટરતાને કારણે જૈન ફિરકાઓમાં એકતા આણવી મુશ્કેલ બની જાય છે.
એમના લેખોમાં વાતનો વિરોધ કરીને તેઓ બેસી નથી રહ્યા. સમાજમાં કોઈક સારો બનાવ બને, કોઈ નવો વિચાર હોય તેને તેઓએ વધાવી લીધો છે. દા.ત. પૃ. ૮૩ ઉપર તેઓએ એક સુંદર બનાવને આવકાર આપ્યો છે. આ પ્રસંગ પ્રમાણે એક યજમાને પોતાના ઘરમાં દેરાસર બનવેલ અને તેઓ દિગંબર પરંપરા પ્રમાણે પૂજા વગેરે કરતા. એક વખત તેમને ત્યાં આવેલ મહેમાને થતાંબર પરંપરા પ્રમાણે પૂજા કરવાની સ્વાભાવિક રીતે અને સહજતાથી સંમતિ આપી. આ પ્રસંગને અંતે તેઓ જણાવે છે કે, “જૈન સંઘની એકતા સાંપ્રદાયિક છે ક્રિયાકાંડની કટ્ટરતાને વેગળી મૂકવાથી જ સિદ્ધ થઈ શકે તેમ છે.” પૃ. ૮૭ ઉપર પ.પૂ. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મારવાડમાં હતા ત્યારે સાદડી મુકામે મળેલ સ્થાનકવાસી જૈન સમાજના યુનિસંમેલન
- ૧૭૮