________________
સર્જકની વિચારસૃષ્ટિ)
જ્ઞિાનધારા) કાઢે. પહેલે સમયે પોતાના દેહપ્રમાણ દંડ બનાવી આત્મપ્રદેશોને લોકના અંત સુધી ઉપર અને નીચે મોકલે. બીજે સમયે ઉત્તર-દક્ષિણ તરફ વિસ્તારી કપાટ બનાવે. પૂર્વપશ્ચિમમાં ગોઠવી મથાન જેવું ત્રીજે સમયે બનાવે. ચોથે સમયે એક એક આકાશપ્રદેશ ઉપર આત્મપ્રદેશ મૂકી ચૌદ રાજલોકમાં પ્રસરી જાય. પાંચમે સમયે આત્મપ્રદેશો સંકોચી મળ્યાન, છઠે સમયે મન્થાનના પ્રદેશો સંકોચી કપાટ, સાતમે કપાટને સંકોચી દંડ અને આઠમે સમયે દંડને સંવરીને મૂળ સ્થિતિમાં આવી જાય. આ સમુદ્ધાતથી આયુષ્યથી વધારે કર્મોને આઠ સમયમાં ભોગવી બધું સમ કરે છે. આ આઠ સમયનું આત્મિક પ્રદેશોનું કાર્ય આંખ મીંચીને ઉઘાડીએ એટલો સમય પણ ભાગ્યે જ લે છે અને પછી રૌલેશીકરણની વાત કરતાં શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે પાંચ હૃવ બોલતાં (અ, ઈ, ઉ, 8 લુ) જેટલો સમય લાગે તેટલા વખતમાં, સંયમથી પ્રાપ્ત કરેલી શક્તિના જોરે તે લેણ્યા વગરનો થઈ શૈલેશીકરણની દશાને પામે છે. કર્મો ગમે તેટલી મોટી સંખ્યામાં હોય તે છેલ્લી ઘડીએ ખપાવે છે, પછી તેને કોઈ રોકી શકતું નથી. કોઈ ઇંદ્રનું વજ આડું હોય તો તે આરપાર નીકળી જઈને મોક્ષે પહોંચી જાય છે. સિદ્ધશીલા ચૌદ રાજલોકને અંતે છે તે અવર્ણનીય છે.
ગ્રંથને અંતે ગ્રંથનું ફળ બતાવતાં શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે આ પ્રશમરતિ ગ્રંથ અભ્યાસ અને વર્તનનું ફળ આ દુનિયામાં સારું મળે છે. ને અણગારો અને ગૃહસ્થો પરભવે સ્વર્ગ અથવા મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રશમરતિમાં જણાવ્યા પ્રમાણે જીવે છે તેમને બે પ્રકારનાં ફળ મળે છે - આ જીવનમાં અને આવતા ભવમાં. આ ભવમાં જેને પ્રશમનો, સુખનો, શાંતિનો અનુભવ થાય તેને પરભવમાં ચોક્કસ સુખપ્રાપ્તિ થાય. શ્રી ઉમાસ્વાતિજીએ આગળ વર્ણવ્યું છે તેમ સ્વર્ગસુખ પરોક્ષ છે, મોક્ષસુખ એનાથી પણ પરોક્ષ છે. જે સુખ છે તે સુખને, પ્રશમરસને જો આ ભવમાં છવાય તો આગળ નિશ્ચિત સુખ જ સુખ છે.
(સંદર્ભ : પૂ. વિજયભદ્રગુપ્તસૂરિનું અને મોતીલાલ કાપડીયાનું પ્રશમરતિ વિવેચન.)
જિળમાર્ગનું જતન રતિલાલ દીપચંદ દેસાઈની વિચારસૃષ્ટિ
- ડૉ. માલતી શાહ ભાવનગરસ્થિત માલતીબહેને જેન ફિલોસોફીમાં Ph. D. કર્યું છે. શામળઘસ કૉલેજમાં વિઝિટીંગ લેક્ઝરર તરીકે સેવા આપેલ. તેમણે ચાર પુસ્તકોનું લેખન સંપાદન
કર્યું છે. જૈન સંસ્કૃતિના પ્રાણતત્ત્વને ઉજાગર કરતાં અનેક સામયિકોમાં જેનું અગત્યનું સ્થાન છે તેવા , ઈ.સ. ૧૯૦૨માં શરૂ થયેલા ભાવનગરથી પ્રગટ થતાં “જૈન” અઠવાડિકમાં ઈ.સ. ૧૯૪૭થી ૧૯૭૯ના બત્રીસેક વર્ષો ‘તંત્રીલેખ', સામયિક ફુરણ', ‘મણકો વગેરે લેખો દ્વારા પોતાનું વિચારવલોણું સમાજ સમક્ષ રજૂ કરનાર શ્રી રતિભાઈનો જન્મ વિ.સં. ૧૯૬૩ના ભાદરવા સુદ-પાંચમ, તા. ૧૨મી સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રગનર જિલ્લાના ખેરાળી ગામે પોતાના મોસાળમાં માતા શિવકોરબહેનની કૂખે થયો. મૂળ વતન સાયલ (ભગતનું ગામ). પિતા દીપચંદભાઈ ભક્તિ પરાયણ અને ‘દીપચંદ ભગત'ના નામે ઓળખાતા. રતિભાઈનું પ્રાથમિક શિક્ષણ યેવલા, ધૂળિયા, વઢવાણ, સાયલા, ધૂળિયા, સુરેન્દ્રનગર એમ જુદા જુદા સ્થળે સંપન્ન થયું. ત્યાં વિ.સં. ૧૯૭૭માં તેમની ૧૪ વર્ષની ઉમરે તેઓનાં માતુશ્રીનું અવસાન થયું. આ કપરા સમયે રતિભાઈ એ તેમના બીજા બે નાના ભાઈઓ એમ ત્રણ સંતાનોના પિતા શ્રી દીપચંદભાઈએ પોતાની પત્નીની પુનિત સ્મૃતિ જાળવી રાખવા સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી (કાશીવાળા) પાસે જઈને ચતુર્થવ્રતની પ્રતિજ્ઞા લીધી અને તેમની જ સલાહથી માતાની ખોટ ન સાલે તે માટે શ્રી રતિભાઈને મુંબઈ વિલે પારલામાં આવેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ” નામની પાઠશાળામાં અભ્યાસ કરવા માટે મૂક્યા.
જિંદગીમાં હજી સ્થળાંતર બાકી હોય તેમ આ પાઠશાળા વિ.સં. ૧૯૭૮ (ઈ.સ. ૧૯૨૨)માં પહેલા બનારસ અને પછી આગ્રા ખસેડાઈ, છેવટે વિ.સં.
૧૭૩
૧૭૪
હું
-