________________
જ્ઞાનધારા) વખતે હાજર રહ્યા હતા. ખ્યાલમાં રહે કે પૂ. પુણ્યવિજયજી શ્વેતાંબર પરંપરાના સાધુ હતા.
‘નારીવર્ગની પ્રતિષ્ઠામાં જૈન સંઘનો ફાળો' લેખ (પૃ. ૧૮૦થી ૧૮૪). પ્રાચીનકાળથી જૈન ધર્મમાં નારીનું સમાન સ્થાન ધરાવે છે. વળી વર્તમાનમાં શ્રાવિકા સંઘની સ્થિતિ સુધરે અને સાધ્વી સંઘ જ્ઞાન-ક્રિયાની સાધનાના માર્ગે વિકાસ કરે તે જરૂરી છે તે સૂચવ્યું છે. 'કાંગડાતીર્થના પુનરુદ્ધાર” લેખમાં (પૃ. ૨૮૭-૨૯૨) પંજાબમાં કાંગડાતીર્થની પુન:સ્થાપના માટે કરવામાં આવેલ ભગીરથ પ્રયાસોની વિગતો નોંધી છે.
પરિવર્તનની દિશા સૂચવતા લેખો – વર્તમાન વ્યવસ્થા, રૂઢિગત આચારો વગેરે વિશે પ્રશ્ન કરીને બેસી રહેવાને બદલે તેઓ પરિવર્તનની નવી દિશાનો રાહ બતાવે છે. જેમ કે, “પુષ્પપૂજામાં જયણાની જરૂર” (પૃ. ૧૬૭) લેખમાં તેઓ પર્યુષણ પર્વમાં પરમાત્માની સોળ હજાર પુષ્પોથી અંગરચના” આ બનાવ વિશે પોતાનું મનોમંથને રજૂ કરીને પોતાના વિચારો રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. ધાર્મિક અભ્યાસક્રમ પાછળની દષ્ટિ' (પૃ. ૨૪૮-૨૫૩) લેખમાં આ પ્રશ્નની સુંદર છણાવટ કરી છે. ધાર્મિક શિક્ષકો પ્રત્યેની આપણી ફરજ' લેખ (પૃ. ૨૫૩-૨૫૪)માં તેઓને અપાતા ઓછા વેતન જેવા પ્રશ્નો વિચાર્યા છે. ‘યુવક વર્ગને અપનાવવાની જરૂર' લેખ (પૃ. ૨૧૧-૨૧૩)માં તેઓએ યુવાનોને સાંભળવાની વાત ઉપર ભાર મૂક્યો છે. 'સાધારણ ખાતું: સમસ્યા અને ઉકેલ' (પૃ. ૨ ૬૯- ૨૭૦)માં ઉપધાન તપની પાળની બોલીની મોટા ભાગની આવક સાધારણ ખાતે લઈ જવામાં આવી તે પ્રસંગની નોધમાં જણાવ્યું છે કે, “સાધારણ ખાતું એ એક જ એવું છે કે જેમાંથી પ્રભુકથિત સાતેય ક્ષેત્રોને પોષી શકાય તે છે. યુગની હાકલ સંચિત ક્ષેત્ર કરતાં વિશાળ મર્યાદાવાળાને પુષ્ટ કરવાની છે, કે જેથી જરૂર પડ્યે દોષાપત્તિનો સંભવ ન રહે અને સહાયની અગત્યવાળા ક્ષેત્રને સિંચન મળે.” પૃ. ૨૭૬-૨૭૮માં રજૂ થયેલ 'દેવદ્રવ્યના રોકાણનો સવાલમાં દેવદ્રવ્ય વિશે બદલાતા યુગમાં નવી વિચારણાની જરૂર દર્શાવી છે. પૃ ૨૭૮-૨૮૧માં ધાર્મિક પ્રસંગોની ઉછામણી રૂપિયાના બદલે સામાયિકમાં બોલવાનો પ્રસંગ નોંધ્યો છે. શ્રીમંતોની સંગ્રહ કરવાની વૃત્તિ સામે ‘વહેતાં પાણી નિર્મળા” લેખમાં પૃ. ૪૦૨-૪૦૪માં તેમના નાણાંને સમાજકલ્યાણ માટે વાપરવાની હિમાયત કરી છે.
નીરક્ષીરજા દર્શાવતા લેખો - જૈન ધર્મ, સંસ્કૃતિ, સમાજની સારી પરંપરાઓ તારવીને નીરક્ષર ન્યાયે રજૂ કરી છે. જેમકે પૃ. ૧૦૧માં ભગવાન મહાવીરના જીવનનું
સર્જકની વિચારસૃષ્ટિ મૂલ્યાંકન કરતાં લખે છે, “ભગવાન મહાવીરને તો આત્મશુદ્ધિ કે જીવનશુદ્ધિ સિવાય બીજું કશું જ ખપતું ન હતું. એમણે જોઈ લીધું કે પ્રત્યેક વ્યક્તિની શુદ્ધિની જો ઉપેક્ષા કરવામાં આવે તો ધર્મશુદ્ધિ કે સંઘશુદ્ધિ એ કેવળ આકાશ કુસુમ જેવી વાત બની રહે.' પૃ. ૧૭૨ - ૧૭૫માં તેઓ ચંબલના બહારવટિયાઓના આત્મસમર્પણ માટે પૂ. વિનોબાજી, પૂ. જયપ્રકાશ નારાયણ તથા તેમના સૈનિકોના પ્રયત્નો અને તપસ્યાનો ઉપકાર માને છે. પૃ. ૨૫૬-૨૬૫ના લેખમાં તેઓ પૂ. સાધ્વી શ્રી નિર્મળાશ્રીજી દ્વારા યોજાતા 'કન્યાસંસકારસોની અનુમોદના કરે છે. શરીરશ્રમ અને તંદુરસ્તી” લેખ (પૃ. ૪૭૨-૪૭૫)માં તેઓએ વર્તમાન સમયમાં વધી ગયેલા રોગો માટે શરીરશ્રમનું ગૌરવ દર્શાવ્યું છે. પૃ. ૪૬૧ ઉપર સાદાઈથી થતા લગ્નપ્રસંગનું વર્ણન કરી તેનો આનંદ વ્યક્ત કરે છે. શિક્ષણ માટે યુવાનો અને તેમના કુટુંબીઓ પ્રત્યે મમતાભર્યું વર્તન દાખવવાનું જણાવ્યું છે. પૃ. ૪૫૦ ઉપર જૈન સમાજના વિકાસ માટે સહધર્મીઓને ધ્યાનમાં રાખવાનું જણાવ્યું છે.
ઉપસંહાર - ‘જિનમાર્ગનું જતન' પુસ્તકમાં લગભગ સવાસોથી વધુ સંકલિત લેખોમાં શ્રી રતિભાઈના કેટલાક વિષયોને લગતા વિચારો રજૂ થયા છે. આ પુસ્તકને આવકાર આપતાં પ.પૂ.આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી જણાવે છે, “વાચકોને ખાસ ભલામણ કરવાનું મન થાય છે કે આ પુસ્તકને હાથમાં લઈ ઉપર-ઉપરથી પાનાં ફેરવી મૂકી ન દેશો, પણ રસ પડે એવા ઘણા વિષયો છે; તે-તે વિષયના એ લખાણને કમ-સે-કમ બે વખત વાંચવાનું અને પછી તે ઉપર વિચારવાનું રાખજો.”
શ્રી રતિભાઈના સર્જનકાર્યની પાછળ તેમના સાત્ત્વિક જીવન, સ્પષ્ટ વિચારો, સાચુકલો વ્યવહાર, સંશોધનની ચીવટ, નિઃસ્પૃહતા, નિર્દભતા જેવા સદ્ગુણોનું બળ હતું એટલે તેમનું લખાણ વાચકોને સ્પર્શી જતું.
૧૮૦