________________
88
L
܀܀܀
જ્ઞાનધારા
૧૯૮૦-૮૧ના અરસામાં કાશીવાળા પ.પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના સમાધિમંદિરની પાસેના મકાનમાં શિવપુરીમાં સ્થિર થઈ, જ્યાં તેઓ સ્થિરતાપૂર્વક અભ્યાસ કરી શક્યા. શ્રી રતિભાઈના પિતાશ્રીને ધર્મધ્યાનમય જીવન રૂચતું હોવાથી તેમણે દીક્ષા અંગીકાર કરીને ‘દીપ વિજયજી’ નામ ધારણ કર્યું અને અઢી વર્ષના દીક્ષાપર્યાય બાદ વિ.સં. ૧૯૮૫ના ફાગણ સુદ બીજના દિવસે કાળધર્મ પામ્યા. રતિભાઈના કાકા શ્રી વીરચંદભાઈએ પોતાના ભાઈ દીપચંદભાઈના ત્રણેય સંતાનોના ઉછેરની જવાબદારી સુપેરે નિભાવી. તેઓના દીકરા બાલાભાઈ વીરચંદ દેસાઈ પણ શિવપુરીમાં અભ્યાસ માટે જોડાયા જેઓ આગળ જતાં લબ્ધપ્રતિષ્ઠિત લેખક તરીકે ‘જયભિખ્ખુ’ના નામે વાચકોનો ખૂબ પ્રેમ પામ્યા. શ્રી રતિભાઈ અને શ્રી જયભિખ્ખુ આ બંને પિતરાઈ ભાઈઓનો પ્રેમભાવ જીવનભર ટકી રહ્યો અને બંનેના સાહિત્યસભર જીવનની અસર સમગ્ર કુટુંબ ઉપર છવાઈ ગઈ.
શિવપુરીની પાઠશાળામાં રતિભાઈને કલકત્તા સંસ્કૃત એસોસિયેશનની ‘ન્યાયતીર્થ’ની પદવી મળી, તેનાથી પ્રેરાઈને શિવપુરીની પાઠશાળાએ તેમને ‘તાર્કિક શિરોમણિ’ની પદવી આપવાનું નક્કી કર્યું, પણ યુવાન રતભાઈ ‘આ પદવી માટે મારી પાત્રતા નથી' એમ કહીને પોતાના ગુરુ શ્રી વિદ્યાવિજયજી પાસે રડી પડચા, તેથી પાઠશાળાએ તેમની લાગણી સ્વીકારીને છેવટે ‘તર્કભૂષણ'ની પદવી આપી. ઈ.સ. ૧૯૩૦માં નોકરી શરૂ કરી પણ સંસ્કૃતમાં એમ.એ. કરવાના ધ્યેય સાથે અઢી વર્ષની નોકરી છોડીને અમદાવાદ આવ્યા. પોતાના કામમાં ન્યાયબુદ્ધિથી વિચારીને તેઓ જીવ્યા. તેથી તો ‘જ્ઞાનોદય ટ્રસ્ટ’, ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય’, ‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી’ વગેરે સંસ્થાઓમાં જ્યાં જ્યાં કામ કર્યું ત્યાં ત્યાં તેઓએ વેતન ઓછું લેવાનું સ્વીકાર્યું. 'ન્યાયસંપન્ન વૈભવ'ની તેમની આ જીવનશૈલીમાં તેમનાં ધર્મપત્ની શ્રી મૃગાવતીબહેનનો અનન્ય ફાળો હતો.
‘સાદું જીવન ઉચ્ચ વિચાર' ધરાવતા રતિભાઈના જીવનમાં સાદગી હતી. ગાંધીવાદી જીવનશૈલી અપનાવીને ખાદીના ઝભ્ભો, ધોતિયું, સફેદ ટોપી, બંડીનો સાદો પહેરવેશ. કામનેજ સતત પ્રાધાન્ય અને મહેમાનને મીઠો આવકાર. જીવનભર સાહિત્ય સર્જનમાં વ્યસ્ત રતિભાઈએ કંઈક નવા લેખકોને પ્રોત્સાહન આપ્યું. છેલ્લાં વર્ષોમાં શારીરિક અસ્વસ્થતાઓની વચ્ચે તપસ્વીની જેમ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના કામને પૂરું કર્યું અને તા. ૭મી ડિસેમ્બર, ૧૯૮૫ના રોજ તેઓએ પોતાની જીવનલીલા
૧૭૫
હું સર્જકની વિચારસૃષ્ટિ
હું હું
સંકેલી લીધી. સમાજકલ્યાણના વાંચ્છુ રતિભાઈ ચક્ષુદાન અને દેહદાન કરીને પોતાના મૃત્યુને પણ ધન્ય કરી ગયા.
જીવભર પ્રામાણિકતા, ન્યાય, ધર્મ, પ્રેમના ઉપાસક શ્રી રતિભાઈ એક સર્જક તરીકે સાહિત્યકાર હતા, પત્રકાર પણ હતા અને સંશોધક પણ હતા. તેઓના લખાણમાં સર્જકની સંવેદનશીલતા અને સંશોધકની ચીવટ હતી. તેઓએ એક બાજુથી વિવિધ ક્ષેત્રને લગતી કથાઓ ઉપર પોતાની કલમ અજમાવી, બીજી બાજુ સંશોધક દષ્ટિથી ઐતિહાસિક વિગતોનું નિરૂપણ કરતા ગ્રંથો સમાજને ભેટ આપ્યા અને પત્રકાર તરીકે સમાજજીવનની છબી વ્યક્ત કરતા લેખો લખ્યા.
તેઓએ નિરૂપણ કરેલ કથાઓના કુલ દસ વાર્તાસંગ્રહો પ્રકાશિત થયા. ૧. અભિષેક, ૨. સુવર્ણકંકણ, ૩ રાગ અને વિરાગ, ૪. પંદ્યપરાગ ૫. કવ્યાણમૂર્તિ, ૬. હિમગિરીની કન્યા ૭. સમર્પણનો જય, ૮. મહાયાત્રા ૯. સત્યવતી અને ૧૦. મંગળમૂર્તિ. આ દસ વાર્તાસંગ્રહોની થાઓને પાંચ પુસ્તકોમાં સમાવીને ઈ.સ. ૧૯૯૪માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પાંચ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં જેમાં કથાઓનું થોડુંક વિભાગીકરણ કરવામાં આવ્યું. ૧. ‘મંગળમૂર્તિ'માં પ્રસિદ્ધ નારીગાથાઓ, ૨. ‘અભિષેક’માં તીર્થંકરો અને સાધુઓની કથાઓ ૩. ‘માનવની મહાયાત્રા'માં રાજકથાઓ. ૪. ‘રાગ અને વિરણ’માં જૈન વિભૂતિઓ અને ૫. ‘દિલનો ધર્મ’માં વાસ્તવજીવનની કથાઓ રજૂ કરવામાં આવેલી છે. આ પાંચ પુસ્તકોના વિષયો સૂચવે છે તેમ શ્રી રતિભાઈની કથાઓનું મૂળ પ્રાચીનજૈન આગમ સાહિત્ય, આગમેતર સાહિત્ય, તેજસ્વી નારીપાત્રો, પોતાની આજુબાજુના સમાજની મૂલ્યવાન ઘટનાઓ વગેરેમાં પડેલું જોઈ શકાય છે. નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક મૂલ્યો ધરાવતી કથાઓ સંસ્કારી વાચકવર્ગમાં ખૂબ આદર પામી.
એક સંશોધક તરીકે ઐતિહાસિક દસ્તાવેજો, આધારો વગેરેનો અભ્યાસ કરીને તેમણે કેટલુંક મૂલ્યવાન સાહિત્ય વિદ્વાનોને ખૂબ ઉપયોગી થાય તે રીતે તૈયાર કર્યું છે. ભગવાન મહાવીરના ગણધર ‘ગુરુ ગૌતમસ્વામી'ના ચરિત્રને કથારસમાં તરબોળ કરી દે તે રીતે સરળ શૈલીમાં આલેખ્યું છે, જેમાં ઐતિહાસિક આધારોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ‘ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ' પુસ્તકમાં કચ્છમાં આવેલ ભદ્રેશ્વર તીર્થનો ઇતિહાસ વિસ્તૃત ફૂટનોટો દ્વારા રસપ્રદ વિગતો આપીને રજૂ કર્યો છે. ‘વિદ્યાલયની વિકાસગાથામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય'નાં ૫૦ વર્ષની વિગતો, ‘સમયદર્શી
૧૭૬
88
R