________________
િજ્ઞાનધારા) કથા પ્રકરણમાં અનર્થદંડરૂપ ચારે કથાઓની વાત સાથે શ્રી ઉમાસ્વાતિજી ઓક્ષેપણી, વિક્ષેપણી, સંવેદિની અને નિર્વેદની એમ ચાર સુદ્દાની વાત કરે છે. આ પ્રકરણ દ્વારા આપણને મૌનનો મહિમા સમજાવવામાં આવ્યો છે. મૌનને લીધે શક્તિ જળવાઈ રહે છે. બોલવું જ પડે તો ચાર વિકથા તો કરવી જ નહીં. ન બોલનાર અંતે જીતે છે તે કદી હારતો નથી. કથા પછી તત્વની વાત માંડતા શ્રી ઉમાસ્વાતિજી કહે છે કે જૈન ધર્મના સાત પદાર્થો એવી યોજનાથી ગોઠવાયેલા છે કે એની બહાર આ દુનિયામાં કે મોક્ષમાં કોઈ પદાર્થ રહેતો નથી. સાત તત્વોમાં પહેલું જીવ અને છેલ્લે મોક્ષ વચ્ચે આવતાં તત્વો કર્મબંધ, સંવર અને નિર્જરા માટેની હકીકત રજૂ કરે છે. જીવનના સાર રૂપ માત્ર બે જ તત્વો, જીવ અને મોક્ષ. વિશાળ દષ્ટિએ જોતાં તત્વમય આખું જીવન છે આખી દુનિયા છે. હવે મોક્ષને પ્રાપ્ત કરવા માટે શ્રી ઉમાસ્વાતિજી ગ્રંથના મધ્ય ભાગમાં સભ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્રની વાત કરે છે. નિશ્ચયનયની દષ્ટિએ જ્ઞાન, દર્શન આત્માના મૂળ ગુણો છે, પણ કર્મના આવરણને લીધે તે પુગલમાં રાચીમાયી રહેલા છે. વિષયકષાયની મંદતા, પરોપકાર, સક્રિયાથી આ ગુણો પ્રગટ કરવા યોગ્ય છે. દર્શન એટલે વીતરાગતાને પામવા જણાવેલ તત્ત્વોમાં શ્રદ્ધા. આવી શ્રદ્ધા સાથેનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન અને રાગદ્વેષની અને યોગની નિવૃત્તિરૂપ સ્વરૂપરમણતા તે સમ્યક ચારિત્ર. આ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પરિપૂર્ણ દશામાં પ્રાપ્ત થાય ત્યારે જ મોક્ષ સંભવે. એક પણ સાધન અપૂર્ણ હોય તો મોક્ષ ન મળે.
હવે લેખક પ્રશમની વાત કરે છે. પ્રશમરસની પેલી ખાસિયત એ છે કે એ હોય ત્યાં ક્રોધનો અભાવ જ હોય. પ્રામસુખના અભિલાષી પોતાના જે આત્મિક ગુણો હોય તેનો જ આખો વખત વિચાર કરે. પારકાની વાતો પ્રત્યે તે મૂંગા, બહેરા હોય. પ્રશમસુખની પ્રશંસા કરતા શ્રી ઉમાસ્વાતિજી ૨૩૭માં શ્લોકમાં લખે છે કે, સ્વર્ગના સુખ તો પરોક્ષ છે અને મોક્ષનું સુખ તો તેનાથી પણ પરોક્ષ છે, પણ પ્રશમનું સુખ તો પ્રત્યક્ષ છે. પારકાને આધીન નથી અને પૈસા આપીને ખરીદવાનું નથી. સ્વર્ગના સુખો કોઈએ નજરે જોયાં નથી. મોક્ષની વાત ત્યાં ગયા પછી આપણને કોઈ જણાવતું નથી. પ્રત્યક્ષ સુખ છે તે જ સચ્ચાઈ છે માટે માણસે પ્રશમનો લાભ લઈ નજરે જોવાય, અનુભવી શકાય એવો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રત્યક્ષ છે. પરવશ નથી અને પૈસા ખરચવાથી પ્રાપ્ત થાય તેમ નથી. આવા પ્રાણીને આ ભવમાં, આ દુનિયામાં જ મોક્ષનું સુખ પ્રાપ્ત થાય છે. અને આવા પ્રશમીનું વર્ણન કરતાં કહે છે કે વિષયસુખની
- ૧૭૧
વિસર્જકની વિચારસૃષ્ટિ)
અભિલાષા વગરના અને સમતા ગુણોથી અલંકારાયેલા સાધપર સર્વ સૂર્યના તેજથી પણ એવા વધારે દીપે છે, શોભે છે કે સર્વ સૂર્યોનું તેજ પણ તેમની આગળ ઝાંખું પડે છે. શીલાંગના પ્રકરણમાં શ્રી ઉમાસ્વાતિજી જણાવે છે કે શીલાંગ એટલે સાધુવર્તનનું ધોરણ. દશ પ્રકારના યતિધર્મ, પૃથ્વી વિગેરે દશ પ્રકારની હિંસાથી અટકવું-વિરમણ, તેને મન, વચન, કાયાથી કરણ, કરાવણ અને અનુમોદન સાથે મેળવતાં અઢાર હજાર શીલાંગોની ઉત્પત્તિ થાય છે. શીલ એટલે શુદ્ધ વર્તન. તેનો રથનો આકાર ચિતરવામાં આવ્યો છે. તે આકાર બરાબર સન્મુખ રાખવાથી અઢાર હજાર ભેદ રથના આકારમાં બતાવી શકાય.
શીલાંગ સમજ્યા પછી હવે આગળ પ્રગતિ કરવા ધર્મધ્યાન અને ક્ષપકશ્રેણી બતાવે છે. મોટા દેવતાની જે ઋધ્ધિ હોય તે આશ્ચર્ય ઉપજાવનાર હોય છે પણ ધ્યાતા મુનિની આંતરસંપત્તિની કિંમત આગળ તે અડધી પણ ન થાય. રાગ, દ્વેષ અને કષાયથી વિજય મેળવેલો તે સર્વથા નિર્લેપ હોય છે. તેના દરેક કાર્યમાં સમતા ઓતપ્રોત થઈ ગયેલી દેખાય છે. અપ્રમત્ત, અપ્રમાદી એવા તેને આઠમું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે અને એના જ અનુસંધાનમાં ક્ષપકશ્રેણી પ્રકરણમાં શ્રી ઉમાસ્વાતિજી જણાવે છે કે બે પ્રકારની શ્રેણી જીવ માંડે છે ક્ષપક અને ઉપશમ. સાતમા ગુણસ્થાનકથી લઈ આગળ જતાં સર્વ ગુણસ્થાનકોમાં આત્માનાં પરિણામ એટલાં સ્થિર અને શુદ્ધ થઈ જાય છે કે જેથી એ ગુણસ્થાનકોમાં આયુષ્યનો બંધ તો થતો નથી પણ કેટલાંક ઉપામ તો કેટલાંક ક્ષપકશ્રેણી બાંધે છે. આવતાં કર્મોને ભોગવી લે પણ બાકીના કર્મોને અંદર ભારેલા અગ્નિની જેમ બેસાડી દે તે ઉપશમશ્રેણી. ક્ષેપકમાં તો કર્મની કાપણી જ કરે ને આગળ પ્રગતિ કરતો જાય. આવી રીતે ચાર ઘાતી કર્મોનો ક્ષય થતાં, હંમેશનું, અંત વગરનું, સર્વથી ચઢિયાતું, જેને કોઈ ઉપમા આપી ન શકાય તેવું, જેનાથી વધારે સુખ નથી તેવું પરિપૂર્ણ અને જેમાં સામે ટકો પડતો નથી એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
હવે આ ગ્રંથના સમુઘાતના પ્રકરણમાં સમુદ્રઘાતની વાત કરે છે જે તે તત્વાર્થસૂત્રમાં નથી કરવામાં આવી. આત્માના પ્રદેશ શરીર બહાર નીકળે તેને સમુદ્રઘાત કહે છે. સાત પ્રકારના સમુદ્ધાત તે વેદના, કષાય, મરણ, વૈદિય, તેજસ, આહાર અને આપણે જેના વિશે વાત કરવાના છીએ તે કેવળી સમુઘાત... જે કેવળજ્ઞાનીના કર્મ આયુષ્યથી વધારે હોય તે કેવળી તેમને સરખાં કરવા તેના આત્મપ્રદેશ શરીરથી બહાર
૧૭૨