Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 84
________________ iiiiiiiii જ્ઞાનધારા) વર્ણન ઉપરાંત તેના ફળાદેશ. પ્રભુનું વ્યવન કલ્યાણક જન્મકલ્યાણક દેવો - ૫૬ દિકકુમારી દેવી ઇન્દ્રો દ્વારા પ્રભુનો જન્મ મહોત્સવ આદિ વિસ્તારથી આપેલ છે. વિશેષ રૂચિપ્રેરક સર્જકશ્રીએ પ્રભુના લગ્ન પ્રસંગની પ્રત્યેક વિધિ વર્ણવેલ છે જે આજ પણ પ્રાયઃ જીવંત છે તેથી લગ્નપ્રથા-વિધિ ઋષભદેવના સમયથી શરૂ થઈ અવશેષ રૂપે પ્રચલિત રહી શકી છે. તાદૃશ અનુભવાય છે - છેડાછેડી વિગેરે પ્રસંગો રસમયછે. પ્રભુનાં સંતાનો બે યુગલ ભરત-બ્રાહ્મી ભાઈ-બહેન તથા બાહુબલિ-સુંદરી અને ૯૮ પત્રોનું વર્ણન છે. અને બાલ્યકાળ - યૌવનકાળથી લઈ દીક્ષા પર્યતનું દીક્ષાકલ્યાણક વરસીદાન વગેરે સમાવિષ્ટ છે. અંતમાં સમય/સ્થળ સંકોચથી જે જ્ઞાનધારા વહેવડાવવામાં આવી છે તે સંક્ષેપમાં આલેખી રસાસ્વાદને વિરામ આપીશ. ગાથા ૧૦૮માં પણ ઉલ્લેખ છે. ધન્ના સાર્થવાહ મુનિના સત્સંગ/બોધથી ધર્મનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, જીવતન્ય, પુણ્ય-પાપ, દાન, જ્ઞાન અને શીલ વિગેરે સાથે તપત્યાગ, નવ તત્ત્વનું જ્ઞાન પીરસેલ છે. વિશેષ ૧૧૧થી ૧૪૨માં જૈન ધર્મના સારરૂપ તત્ત્વજ્ઞાન પીરસેલ છે - વાંચનથી જ તેનો રસાસ્વાદ માણી શકાશે. ગાથા- ૭૫૯ : દીક્ષા સાથે પ્રભુને મન:પર્યવ જ્ઞાનની ઉત્પત્તિ. પ્રભુની સાથે ૪૦૦૦ કુમારો નીકળ્યા. પ્રભુનું મૌન. વિહારનાં કષ્ટો પરિપહો પ્રભુ સમભાવે સહે છે. સાથી સહન નથી કરી શકતા. લોકો અજ્ઞાન છે. સાધુ સમાચારી જાણતા નથી. સાથીઓ પણ નથી જાણતા. લોકો એકખ્ય વસ્તુ ભેટ ધરે છે. પ્રભુનો મૌન અસ્વીકાર. આમ અટવાતા સાથીઓ કમશઃ કર સહન ન થતા ક્ટા પડે છે. તાપસ બની જંગલમાં ભટકે છે. વલ્કલધારી - જટાધારી બને છે. જિનમાર્ગથી ચૂત થાય છે. નમિ વિનની કુમાર પ્રભુ પાસે આવે છે. ભક્તિથી સાથે રહેવા આગ્રહ. છેવટે ધરણેન્દ્રની સમજાવટથી વૈતાઢય પર્વત પર વસી વિદ્યાધર શ્રેણીમાં સ્થિર થાય છે. પ્રભુ ગજપુર પધારે છે. શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન-સ્વપ્ન-સંકેત મળતાં પ્રભુ જે હસ્તિનાપુર પહોંચ્યા છે ત્યાં જાય છે અને તેના સ્વહસ્તે પ્રભુના ૧ વર્ષના ઉપવાસનું પારણું ઇક્ષુરસથી થતા “અખાત્રીજ' અમર બને છે. જે આજે પણ વરસીતપના પારણા તરીકે અખંડ દિન તરીકે ઉજવાય છે. આ વૈશાખ સુદ-૩ (ત્રીજ)નો કદી ક્ષય થતો નથી. “અક્ષય તૃતીયા" રૂપે પ્રસિદ્ધ થઈ. પ્રભુ વિહાર કરી બાહુબલિની નગરી તક્ષશીલામાં પધારે છે. સ્વાગતની તૈયારીમાં રોકાયેલ બાહુબલિ પહોંચે તે પહેલાં પ્રભુનો વિહાર. બાહુબલિને પ્રભુનો વિરહ/દર્શનથી વંચિત થયા. - ૧૬૫. સર્જકની વિચારસૃષ્ટિ) પ્રભુ ૧૦૦૦ વર્ષ સુધી છવસ્થ અવસ્થામાં વિહારયાત્રામાં અનાર્યોના ઉપસર્ગ પરિષહ સમભાવે સહી અયોધ્યાનગરી મુરિતમાલ ઉપનગરમાંશક, સુખ ઉધાનમાં કેવલ્ય” પ્રગટ કર્યું. દેવો દ્વારા મહોત્સવ. તીર્થ સ્થાપના કરી. ઋષભસેન પ્રથમ ગણધર, બાહ્મી પ્રથમ સાધ્વી, સુંદરી શ્રાવિકા અને મરીચિ આદિ મુનિઓ દીક્ષિત થયા. પ્રથમ દેશનામાં પ્રભુનો બોધ-દેવો હાજર હતા. ભરત ચક્રવર્તી માતા મરૂદેવા સાથે પ્રભુદર્શને સમવસરણમાં પધાર્યા. હાથીની અંબાડી પર પુત્રવિયોગથી અશ્રુના તોરણ બાંધતી વત્સલ માતા. પ્રભુદર્શને અશ્રુના પ્રવાહ ભાવ નિર્મળ બની ધન્ય બની પુત્ર વૈભવે મોક્ષય થઈ કૈવલ્ય યાવત મુક્તિ પામ્યા. આ કાળના પ્રથમ અતીર્થ સિધ્ધા બન્યા. મોક્ષનાં દ્વાર ખોલ્યાં. ગાથા-૯૦૧થી ૧૧૦૦; ચક્રવર્તી થવા ભરતની ૬ ખંડની વિજયયાત્રા વર્ણન રોચક વિસ્તૃત છે, શક ન પ્રવેશતા બાહુબલિને જીતવાના બાકી રહ્યા હતા. તે અગાઉ ૯૮ ભાઈઓ રાજ્ય છીનવતા પ્રભુ પાસે આવી ફરિયાદના જવાબમાં બોધ પામી વૈરાગ્ય પામી મુનિ બન્યા. ચક્રવર્તીનો માર્ગ સરળ બન્યો. બાહુબલિ સાથે યુદ્ધનો પ્રસંગ-સંહાર ટાળવા દષ્ટિ, નાદ, મલ્લ તથા મુષ્ટિ યુદ્ધ -બાહુબલિ વિવેકી, ત્રણ યુદ્ધ ભરતના હારવા છતાં ભારતનું માન જાળવ્યું, જીતવા પ્રોત્સાહિત કર્યા, પણ ચક્રપ્રયોગે મુપ્રિહાર ક્રોધથી કરતાં છેવટે અધવચ્ચે ઝીલી લોચ કરી મુનિ બન્યા એ ૧ વર્ષના તપ બાદ માન કપાય વિજય થઈ કેવળી બન્યાં પ્રભુના બહેનો દ્વારા પાઠવેલા બોધ દ્વારા. ભરતની વિજયયાત્રા દરમ્યાન સુંદરીનું ૬૦૦૦૦ વર્ષનું આયંબિલ તપ પૂર્ણ થતા, આજ્ઞા મળતા દીક્ષિત થયા. ગાથા-૧૧૦૦-૧૫૮૮ સંક્ષિપ્ત સાર આ આખું કાવ્ય બોધથી ભરપુર છે. પ્રસંગોપાત તત્ત્વજ્ઞાન પીરસાયેલ છે. કથાનાયકોની વિશિષ્ટતા બાહુબલિનો ભાતૃસ્નેહ, ભરત ચક્રવર્તીના વૈરાગ્ય - કેવલ્ય મુનિદશાના પ્રસંગો ઉલ્લેખનીય છે. મરૂદેવીનો પુત્રમોહ કેવલ્યમાં પરિણમાવતી વૈરાગ્ય દશા ઉલ્લેખનીય. આમ મહકાવ્યનું વાચન-પઠન વાંચક-શ્રોતાઓને રસતરબોળ બનાવી વૈરાગ્યભાવ કેળવવામાં નિમિત્ત બનવાની ક્ષમતા ધરાવે છે. રસાસ્વાદ પ્રેરક-બોધક-ઉદ્ધારક છે. ઋષભચરિત્ર ભાગ : ૧-૨, રચના પૂ જગજીવનજી મ.સ.. વિવૃતિ પૂજયંતમુનિજી, પ્રકાશક : પ્રાણગુર જૈન સેંટર.

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100