Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 82
________________ 81 L જ્ઞાનધારા સંસારમાં ભોગાવલિ કર્મના ઉદયે અમૃતબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ બે પુત્રો તથા ચાર પુત્રીઓના પિતા બન્યા, જે પૈકી એક પુત્ર જયંતીલાલ (પૂ. જયંતમુનિ), બે પુત્રીઓ પૂ. પ્રભાબહેન (પૂ. પ્રભાબાઈ મહાસતીજી) તથા જયબહેન (પૂ. જયાબાઈ મહાસતીજી). સંયમપથ પર પોતાના સંયમ પરિવારના સભ્યો બન્યા. તે પહેલાં જગજીવનભાઈએ પોતે વૈરાગ્યવાસિત થઈ પૂ. પ્રાણલાલજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. આમ એક પરિવારના ચાર સભ્યો સંયમમાર્ગે વિચર્યા. જીવનના બીજા તબક્કામાં સૌરાષ્ટ્ર-સાવરકુંડલાથી પૂ. જયંતમુનિ સાથે તેમના (પૂ. જયંતમુનિના) વારાણસી (કાશી)માં દર્શનશાસ્ત્રના અભ્યાસાર્થે વિહારનો આરંભ માર્ચ ૧૯૪૮માં શરૂ કર્યો. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉત્તર પ્રદેશના ઉગ્ર વિહારમાં અનેક ઉપસર્ગ-પરિપહના કડવા-મીઠા અનુભવો બાદ આગ્રામાં ૧૯૪૮ના ચાતુર્માસ બાદ, આગ્રાથી કાનપુર થઈ વારણસીમાં ત્રણ વર્ષ ૧૯૪૯-૧૯૫૦-૧૯૫૧ રહ્યા. અભ્યાસ પૂર્ણ થતાં ૧૯૫૧ના અંતે પાછા ફરવાના સમયે ભાવિ પૂર્વભારતમાં નિર્માણ થયેલા હોઈ તે તરફ વિહાર થયો. પૂર્વભારતમાં છેક સૌરાષ્ટ્રથી વિહાર કરી પધારનાર પ્રથમ ગુજરાતી સ્થા. જૈન બેલડી હતા. રસ્તામાં જમશેદપુર, સમેતશિખર આદિ ક્ષેત્રો સ્પર્શી ધર્મ પ્રભાવના કરી. ૧૯૫૨ના ચાતુર્માસ અર્થે કલકત્તા મહાનગરી પ્રવેશ. નવનિર્મિત નવલખા પોલોક સ્ટ્રીટ ઉપાશ્રયમાં પૂર્વભારતનું યશસ્વી પ્રથમ ચાતુર્માસ, વર્ષના અંતે ૨૬-૧૧-૫૨ના ગિરીશમુનિની દીક્ષા. અવસર ઉજવ્યો. બેથી ત્રણ ચાણા થયા. પૂર્વભારતના ધનબાદ, ઝરીયા, બેરમો, આસનસોલ, જમશેદપુર વિગેરે વિગેરે અનેક ક્ષેત્રોની સ્પર્શના - ધર્મપ્રભાવના, તપશ્ચર્યા, પૂર્વભારતને ધર્મમય બનાવી, સ્થાનકવાસી મુનિ વિહોણા ક્ષેત્રને પાવન કર્યું. લોકોમાં માંસાહાર, વ્યસન ત્યાગ દ્વારા અહિંસક ક્રાંતિ કરાવી. અંતિમ તબક્કામાં ધનબાદથી વિહાર કરી રાજગૃહી નગરી સીમાડે ઉદયગિરિ પહાડની તળેટીમાં (પાંચમા ગણધર સુધર્માસ્વામીની અંતિમ આરાધના - સંલેખણા - સંચારા. અનસન ભૂમિ)ને પાવન કરી ૧૨-૧૨-૧૯૬૭ના પંદર ઉપવાસથી સંલેખણા તપ પૂ. જયંતીમુનિ પાસે ગ્રહણ કરી ૪૫ દિવસ સુધી તપ મહોત્સવ ચાલ્યો. છેવટે સંથારો સીઝતા કાળધર્મ પામી સાપ્રત જૈન ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરી જીવન-સંયમજીવન સાર્થક કરી ગયા. ઉદયગિરિના સંતને કોટિ કોટિ નમસ્કાર વંદણા ભક્તિપૂર્વક. ૧૬૧ ......(સર્જકની વિચારસૃષ્ટિ હું. પૂજ્યશ્રીના અન્ય સર્જન પૂ. જગજીવનજી મહારાજ સાહેબ પ્રકૃતિએ સરળ, ભદ્રિક, પોતાની કવિત્વશક્તિ, પદ, છંદ વિગેરે કાવ્યરચનાથી ગ્રામ્યજનતાને સરળતાથી આકર્ષી શકતા. તેમનો સાહિત્યવૈભવ અજોડ હતો. પોતાની રચનાઓ પ્રાયઃ પદ્યમાં થતી જેમાં કૃષ્ણચરિત્ર, સુદર્શનચરિત્ર, પશુકથા, ઈલાયચીનું ચરિત્ર અને છેવટે રાંચીમાં ચાતુર્માસ દરમ્યાન પ્રસ્તુત ગ્રંથ ઋષભચરિત્રનું સર્જન થયું. આ મુખ્ય સર્જનો - નાના નાના તો અનેક, ઉપરાંત ‘મંગલવિહાર’ ગ્રંથ કાવ્યરૂપે. તેમનાં સર્જનોમાં લોકસાહિત્ય સમકક્ષ રચનાઓ ગ્રામીણ જનતા સરળતાથી સમજી અપનાવી અને ગર્ભિત બોધ-તત્ત્વ ગ્રહણ કરી શકે તેવી સરળ હતી. તેમનો પ્રભાવ અનેરો હતો. પ્રાય: કાઠિયાવાડી ભાષાની છાંટ વર્તાતી. વ્યંગોક્તિ હૃદયસ્પર્શી હતી. તેમની રચના ‘‘મંગલવિહાર' વિશે સહેજ વિસ્તારથી જોઈએ. ܞܞܞ મંગલાવિહારમાં તેમતી સૌરાષ્ટ્રના સાવરકુંડલાથી કોલકાતા સુધીના વિહારના અનુભવોનું વર્ણન છે. ૧૬--૩-૧૯૪૮ના સાવરકુંડલાથી પૂ. ગુરુદેવના આશીર્વાદ સાથે પ્રસ્થાન. જયંતમુનિના વારાણસીમાં દર્શનશાસ્ત્રના અભ્યાસ માટેનું મુખ્ય પ્રયોજન અને આજ્ઞા. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશનો લાંબો ઉગ્ર વિહાર. ગુજરાતી સ્થા. સંપ્રદાયનો આ રૂટ પર પૂર્વભારત પ્રતિ પ્રથમ વિહાર. પ્રથમ ચાતુર્માસ વિહાર દરમ્યાન ૧૯૪૮. આગ્રામાં, ત્યાંથી કાનપુર થઈ વારાણસી ત્રણ ચાતુર્માસ. ૧૯૪૯-૧૯૫૦-૧૯૫૧. ૧૯૫૧ના અંતિમ ભાગમાં પૂર્વભારત તરફ પ્રયાણ. ધર્મપ્રભાવના, લોકોમાં અહિંસા, સમ વ્યસન ત્યાગની પ્રેરણા, સમ્મેતશિખર, રાજગૃહી, પાવાપુરી, જમશેદપુરની ક્ષેત્ર સ્પર્શના, કલકત્તા તા. ૭-૬-૨૦૧૪ના પ્રવેશ. વિહાર યાત્રાનો અંત. ગ્રંથ : ઋષભચરિત્ર અતિ સંક્ષેપમાં રસદર્શન તથા વિહંગાવલોકન પ્રસ્તુત ગ્રંથ ૧૫૮૮ ગાથા પ્રમાણે છે. પદ્ય રચના હોવાથી વધુ રસાસ્વાદ લઈ શકાય છે. ગીત-સંગીત મધુરતા સ્પર્શે છે - જળવાય છે. ગીત પ્રતિ રાગ ઉત્પન્ન થાય તો પણ તે પ્રશસ્ત પ્રમાદરૂપ છે. ભાવભક્તિની પ્રધાનતાથી આત્મસ્પર્શના પામે છે અને તેથી વર્જિત માનવામાં આવતો નથી. સર્જક પોતે સરળ અભિવ્યક્તિમાં ‘દેશી’ કાઠિવાયાડી છાંટ હોવાથી દોહા ૩૫ મહાકાવ્ય લોકહૃદયને સહેલાઈથી સ્પર્શી જતા. આચરણમાં બોધ પરિવર્તિત થયો. સુલભ બને છે. કથાનક-પ્રસંગ સાથે તત્ત્વજ્ઞાન વણી લેવાથી બોધપ્રદ ૧૬૨ 81 R

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100