________________
સર્જકની વિચારસૃષ્ટિ)
( જ્ઞાનધારા) વિરત, ક્રિયારહિત અને પંડિત કહ્યા છે. તે પછી કેટલીક ‘સદાચારઘાતક માન્યતાઓ'ના વર્ણનથી સાધકને સાવધ કરે છે. ‘આદ્રકકુમાર’ અધ્યયનમાં ભગવાન મહાવીર પાસે જવા નીકળેલા સ્વયં દીક્ષિત આદ્રકમુનિને ગોશાલક, બૌદ્ધભિક્ષુ, વેદવાદી દ્વિજ, સાંખ્યમતવાદી અને હસ્તીતાપસ એ પાંચ મતવાદીઓ સાથે વાદ થતાં તે બધાને યુક્તિ, પ્રમાણ તેમજ નિગ્રંથ સિદ્ધાંત અનુસાર ઉત્તરો આપ્યા, તેનું વિસ્તૃત નિરૂપણ છે.
અંતમાં સાતમા ‘નાલંદા પ્રસંગ’ અધ્યયન દ્વારા શ્રાવકનાં વ્રત-પ્રત્યાખ્યાન સંબંધી તર્ક-વિતર્કપૂર્વક વિસ્તૃત ચર્ચા છે. ત્રેવીસમા તીર્થંકર પ્રભુ પાર્શ્વનાથ પરંપરાના શ્રમણ ઉક પેઢાલપુત્ર અને ગૌતમસ્વામી વચ્ચે ધર્મચર્ચા થઈ. તેમાં શ્રમણ પેઢાલપુત્ર દ્વારા શ્રમણોપાસકનાં પ્રત્યાખ્યાન વિશે અનેક પ્રશ્નો પૂછવા પર ગૌતમસ્વામીએ અનેક યુક્તિઓ અને દષ્ટાંતો દ્વારા વિસ્તારપૂર્વક ઉત્તરો આપ્યો તેથી પ્રભાવિત થઈને મહાવીરસ્વામીનો પંચમહાવ્રત ધર્મ અંગીકાર કરે છે.
ઉપસંહાર : જૈન ધર્મ અહિંસારૂપી એક જ વ્રતમાં તમામ પાપકર્મોનો ત્યાગ સમાવી લે છે. તે વિના સંપૂર્ણ અહિંસક થવાય નહીં. તેથી અહિંસા જ સંપૂર્ણ ધર્મ છે. આ રીતે આ સર્વ પ્રકરણોમાં સંપૂર્ણ સમાધિ, મોક્ષમાર્ગ કે ધર્મ કહી મુખ્યતાએ અહિંસા જ રજૂ કરેલ છે. જ્ઞાનીના જ્ઞાનનો સાર એ જ છે કે, “તે કોઈની હિંસા કરતો નથી. અહિંસાનો સિદ્ધાંત પણ એ જ છે તથા તેને જ શાંતિ કે નિર્વાણ કહે છે.”
બહષભર્ચારિત્રઃ મહાકાવ્યું તપોધની પૂ. જગજીવનજી મહારાજ સાહેબની વિચારસૃષ્ટિ
- રમેશભાઈ કે. ગાંધી મુંબઈસ્થિત નિવૃત્ત બેંક મેનેજર, જૈન ધર્મના અભ્યાસુ રમેશભાઈ ગાંધીએ મુંબઈ યુનિ. દ્વારા જૈનોલૉજીનો અભ્યાસ કર્યો છે. જૈન ધર્મનાં પુસ્તકોનું અંગ્રેજીમાં અનુવાદ કાર્ય અને સ્વાધ્યાયમાં વ્યસ્ત છે.
સર્જકનું જીવન આલેખન સર્જકશ્રી, મૂળ વતન બગસરાના મડિયા પરિવારના અણમોલ રત્ન. સંસાર અવસ્થામાં મુખ્ય વસવાટ સૌરાષ્ટ્રના દલખાણિયા ગામમાં થયો હતો.
પરિવારના આંબા તરફ દષ્ટિપાત કરતાં આંબાભાઈથી પરિવારની વિગત પ્રાપ્ત થાય છે. વિશાળ આંબામાં ઊતરતા ક્રમે શેઠશ્રી મોનજીભાઈ તે પૂ. જગજીવનભાઈના પિતાશ્રી, માતાનું જલબાઈ હતું. તેમને ત્યાં સંવત ૧૯૪૨ના માગસર વદ-૫ના જન્મ. (અંદાજે નવેમ્બર-ડિસેમ્બર-૧૮૮૬ની આસપાસ). નામકરણ પહેલાં "ટપુભાઈ' તરીકે વડીલોના લાડ-પ્યાર વચ્ચે ઉછર્યા. ‘જગજીવન' નામકરણ પણ હુલામણું નામ જગુભાઈ. માતએ અત્યંત લાડ-પ્યારથી ઉછેર્યો. વત્સલતાના વારિ પાયા. તેમને બે બહેન અને એક ભાઈ નામે મોતીચંદ હતા. મોતીચંદનું અવસાન થતાં અસહ્ય વિયોગ. મોટાભાઈજી પિતાંબરભાઈ દ્વારા ઉછેર.
બાળપણ તોફાની - અભ્યાસમનાં તેજસ્વી. શિક્ષકના પ્રિય. ગુજરાતી પાંચ ચોપડી સુધી અભ્યાસ પણ બુદ્ધિ તીવ્ર હતી. કોઠાસૂઝ ઘણી. કિશોરાવસ્થા વટાવી મોટા કાકાના કારોબારમાં જોડાયા. આર્થિક કટોકટી વેઠી ઘર છોડી મોસાળ વસ્યા. | મુનિશ્રીની પ્રેરણાથી હિંસક (પાંદડા)ના વ્યાપારનો ત્યાગ., પૂ. તપસ્વી માણેકચંદ્રજી મહારાજના સત્સંગે જૈન ધર્માનુરાગી થયા. બીજારોપણ બાદ દેવચંદજી મહારાજના આગમને ચાતુર્માસ, ધર્મધ્યાન, તપ આદિમાં અભિવૃદ્ધિ અભિરૂચિ કેળવાઈ. દલખાણિયાના ઉપાશ્રયની સ્થાપના.
૧૬૦ -
જ્ઞાનનો વિકાસ જ વ્યકિતને સામાન્યમાંથી વિશિષ્ટ બનાવે છે. જ્ઞાન પોતાના આચરણમાં મૂકે, સમજણ પોતાના
વર્તનમાં સ્વીકારે તે જ ખરો જ્ઞાની. • આપણે આપણા અજ્ઞાનને ઓળખીશું તો આપણા
જ્ઞાનની ક્ષિતિજનો વિસ્તાર થશે..
- ૧પ૯
-