Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 80
________________ જ્ઞાનધારા) કો, અસહ્ય વેદનાનું વિસ્તૃત નિરૂપણ છે. છઠું અધ્યયન ‘ભગવાન મહાવીર” ખૂબ જ મહત્વનું અધ્યયન છે જેમાં ૨૯ ગાથાઓમાં વીર પ્રભુના ગુણોનું હૃદયગ્રાહી વર્ણન છે. ભગવાન મહાવીરના વિશિષ્ટ ગુણો અને કવિધ ઉપમાઓ :* જ્ઞાતપુત્ર મહાવીર સર્વજ્ઞ - સર્વદર્શી, ઇતિમાન, સ્થિર ચિત્તવાળા હતા તેઓ. * બધી ગ્રંથિઓ પાર કરી ચૂકેલા, સૂર્ય સમાન તપ કરનારા તપસ્વી. * પ્રજ્ઞામાં અક્ષયસાગર, અગાધતામાં મહાસાગર, કુશળ, તીવ્ર બુદ્ધિમાન. * સહન કરવામાં પૃથ્વી સમાન, દોષોથી રહિત, પરિપૂર્ણ પરાક્રમો. * હાથીઓમાં ઐરાવત, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા, પક્ષીઓમાં ગરુડ. * નાગદેવતાઓમાં ધરણેન્દ્ર, રસોમાં ઈક્ષરસ, તપોમાં બ્રહ્મચર્ય. * દાનોમાં અભયદાન, વનોમાં નંદનવન, તારાઓમાં ચંદ્ર. * વધુ જીવનારાઓમાં લવ સપ્તમ દેવો, સભાઓમાં સુધર્મ દેવલોકની સભા. વગરે...વગેરે... જ્ઞાતપુત્ર મહામુનિ મહાવીર સર્વ મુનિઓમાં, સર્વ મનુષ્યોમાં, જ્ઞાન-શીલ-તપમાં સર્વોત્તમ અનેકવિધ શ્રેષ્ઠ ઉપમાઓથી ભગવાન મહાવીરને લોકમાં સર્વશ્રેષ્ઠ કહ્યા છે. ભગવાન મહાવીરનો સંયમધર્મ : ભગવાન મહાવીર આલોક-પરલોકના સર્વ કામભોગોનો ત્યાગ કરી, દુઃખદાયક હેતુથી અતિદુષ્કર તપ, સ્ત્રીભોગ, રાત્રિભોજન તથા તમામ ભોગપદાર્થોનો હંમેશા ત્યાગ કર્યો હતો. પછી સર્વોત્તમ ‘શુકલ ધ્યાન પ્રાપ્ત કરી તે મહામુનિ પરમ સિદ્ધિને પામ્યા હતા. સર્વ વિરોધી વાદો જાણવા છતાં જીવનપર્યત યોગ્ય સંયમધર્મ આચર્યો હતો. સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણી-દેખી લોકોનાં કલ્યાણ અર્થે હિતકર એવો તે ધર્મ દીપકની જેમ પ્રગટ કર્યો હતો. તેજસ્વી અગ્નિની જેમ સર્વ કર્મોનો સંપૂર્ણ નાશ કરનારા તે સંયમધર્મ છે. ત્યાર બાદ સાતમા અધ્યયનમાં અધર્મીઓ તેમજ સધર્મરૂપી માર્ગ પામેલા મુનિઓમાં જે સાધક અસંયમી છે, જેમનો આચાર વિશુદ્ધ નથી, તેઓનો પરિચય કરાવી... સર્વ જીવોને અભયદાન દેનારા નિર્મળ ચિત્તથી પાપવૃત્તિઓ સામે વીરની જેમ સામનો કરનારા છવો એકવાર કર્મો ખંખેરી નાખ્યા પછી, ફરી તે સંસાર તરફ ડગલું ભરતા નથી. તે ઉપરાંત ‘સાચું વીરત્વ'. અધ્યયનમાં વીરતા બે પ્રકારે દર્શાવી છે. સર્જકની વિચારસૃષ્ટિ) તેમાં પ્રમાદયુક્ત, સત્યધર્મથી વિમુખ પ્રવૃત્તિઓ કર્મરૂપ છે જે ત્યાજ્ય છે અને અપ્રમત્ત થઈ સદુધર્મરૂપ સર્વ પ્રવૃત્તિમાં સંયમની પ્રધાનતા છે તે અકર્મ છે, કરવા યોગ્ય છે જેમાં સાચું વિરત્વ છે. નવમા અધ્યયનમાં ભગવાન મહાવીરે બતાવેલા ધર્મનું નિરૂપણ છે તો 'સમાધિ’ અધ્યયનમાં પ્રભુએ ઉપદેશેલો “મોક્ષમાર્ગ' અમોઘ છે. તે માર્ગને નિષ્કપટતાથી અનુસરવાથી દુષ્કર સંસારને તરી શકાય છે. તે સમયનાં પ્રચિલત ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી તથા અજ્ઞાતવાદીઓનું તેમજ જ્યોતિષશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર વગેરેનું વર્ણન કરી અંતે જેઓ કોઈની હિંસા કરતા નથી, કરાવતા નથી કે કરનારને અનુમોદતા નથી તેઓ સર્વકાળ જિતેન્દ્રિય રહી મોક્ષમાર્ગમાં તત્પર બની વીરપદ પામે છે. તે પછી કેટલીક સાફ સાફ વાતો'માં પ્રજ્ઞામદ, તપમદ, ગોત્રમદ, ધનમદ વગેરે મદોથી રહિત સાધના કરનાર સાધક જ સાચા જ્ઞાની અને મોક્ષગામી છે. ‘જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે અધ્યયનમાં ગુરુની આજ્ઞાનું પાલન કરતાં કામભોગોની આસક્તિનો ત્યાગ, બ્રહ્મચર્ય પાલન અને પ્રમાદરહિત બનીને ચારિત્રપાલનનું નિરૂપણ છે. ‘ઉપસંહાર’ અને ‘ગાથા’ અધ્યયનમાં સર્વ સંશયનો અંત લાવનાર પ્રભુએ પ્રબોધેલા અનુપમ ધર્મનું વર્ણન કરી જેઓ ઇન્દ્રિય-નિગ્રહી; મુમુક્ષુ તથા શરીર પરની આસક્તિનો ત્યાગ કરનાર હોય તે જ બ્રાહ્મણ કહેવાય, શ્રમણ કહેવાય, ભિક્ષુ કહેવાય કે નિગ્રંથ કહેવાય તે સર્વનું વિસ્તૃત વર્ણન છે. બીજા ખંડના પ્રથમ અધ્યયન ‘પુંડરીક'માં અદ્ભુત રૂપક દ્વારા જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થવા છતાં કાદવથી અલિપ્ત રહે છે, તેમ મુનિરાજ સંસારથી નિર્લેપ રહી, સ્વયં નિરપેક્ષ ભાવમાં શુદ્ધ ચારિત્રવાન બની રહે છે. ‘ક્રિયાસ્થાન’ અધ્યયનમાં સુખ-દુઃખને અનુભવતા જીવોના ૧૩ પ્રકારનાં ક્રિયાસ્થાનોનું વર્ણન છે, જેમાં એકથી બાર ક્રિયાસ્થાનો સંસાર પરિભ્રમણનાં છે. તેરમું ક્રિયાસ્થાન સેવનારા વીતરાગી સિદ્ધિ, બુદ્ધિ અને મુક્તિ પામી સર્વ દુઃખોનો નાશ કરી મોક્ષસુખ પામે છે. ત્રીજા અધ્યયનમાં બીજકાયથી પ્રારંભ કરીને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને ત્રસમાં પંચેન્દ્રિય જીવોમાં મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયનું આહાર વિષયક વર્ણન છે. તે ઉપરાંત ‘વ્રત નિયમ અધ્યયનમાં પાપકર્મોથી મુક્ત થવા પ્રત્યાખ્યાન પરનું મહત્ત્વ સમજી તે પ્રમાણે વર્તનારા જે ભિક્ષુ બધા પાપોથી વિરત થાય છે તે સંયત, - ૧૫૮ - ૧૫૭ )

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100