________________
જ્ઞાનધારા) સ્થિત કર્મ પગલના પ્રદેશ પરસમય જીવ જાણવો. જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત છે, તે સ્વસમય છે અને જે પુલકર્મના પ્રદેશોમાં સ્થિત છે તે પરસમય છે. સમય એટલે આત્મા. તે બે પ્રકારનો હોય છે. એક તો એ આત્મા જેણે પોતાના શુદ્ધ, સ્વભાવને ઓળખ્યો છે અને તેમાં જ પોતાપણું સ્થાપિત કર્યું છે, તેને જ નિજ જાણ્યું છે. તેમાં જ સ્થિત થઈ ગયો છે. તે સ્વસમય અર્થાત્ સમ્યગ્દષ્ટિ, સમ્યગ્દર્શન - જ્ઞાન - ચરિત્રથી સંપન્ન મુક્તિમાર્ગી છે.
જે અનાદિથી લઈ, નિગોદથી લઈ મોક્ષ સુધી એક, જેવો છે તેવો રહે છે - તેનું નામ છે સમય.
બંધની ચર્ચા કરવાથી અને બંધનું જ્ઞાન કરવાથી બંધનો નાશ નહીં થાય. આચાર્યદેવ કહે છે કે ભેદવિજ્ઞાન કરવું પડશે, બંધથી ભિન્ન ભગવાન આત્માને જાણવો પડશે, બંધ અને આત્મામાં ભેદ-વિજ્ઞાન કરીને અને બંધ પરથી ઉપયોગ હટાવીને આત્મા પર ઉપયોગ લઈ જવો - આ છે મુક્તિની પ્રાપ્તિનો ઉપાય.
જ્યાં સુધી આત્માની વાત સમજીને જીવનમાં ન ઉતારવામાં આવે તો એમ જ કહેવાશે કે જીવે ધર્મની વાત સાંભળી જ નથી. જે આત્માને જાણવાનું નામ સમ્યજ્ઞાન છે, ફક્ત જાણવાનું નામ નહિ, પણ “તે જ હું છું" એવું જાણવાનું નામ સમ્યજ્ઞાન છે. તેમાં જ પોતાપણું સ્થાપવું તેનું નામ સમ્યગ્દર્શન અને તેનું જ ધ્યાન કરવું તેનું નામ સમ્યચ્ચારિત્ર છે. તે આત્માને આખા જગતમાંથી ગોતી કાઢવો સમયસારનું કામ છે. સમયસારની મૂળ વસ્તુ અને પ્રતિપાદન કેન્દ્રબિંદુ તે આત્મા જ છે, તે આત્મસ્વભાવ જ છે કે જેના આશ્રયથી મુક્તિના માર્ગનો આરંભ થાય છે.
સમયસારનું મૂળ તાત્પર્ય ભગવાન આત્માને શોધી કાઢવો તે છે, કારણ કે ભગવાન આત્માના આશયથી જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. સમયસાર એક એવું શાસ્ત્ર છે જેમાં સાચો મોક્ષમાર્ગ, એટલે સુખી થવાનો ઉપાય બતાવ્યો છે. જ્યાં સુધી સમયસારમાં દેખાડેલ શુધ્ધાત્માનું સ્વરૂપ આપણા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી આપણે આત્માનો અનુભવ નહીં કરી શકીએ.
આત્માને ઓળખવા માટે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે સંપૂર્ણ લોકમાં જેટલા પણ પદાર્થો છે તેમાંથી આપણે આપણો આત્મા ગોતવાનો છે. ગાથા નંબર-૪૧૨માં કહ્યું છે કે, તારા પોતાના ભગવાન આત્મામાં વિહાર કરો એટલે કે પોતાના ભગવાન આત્માને જાણો. આ ભાવને પ્રદર્શિત કરવાવાળી ગાથા ૪૧૨ માં આચાર્ય કહે છે કે
- ૧૫૩
‘
સર્જકની વિચારસૃષ્ટિ) આ જ મારો દેશ છે, આ જ મારો ઉપદેશ છે અને આ જ સમયસારનો સાર છે. આ જગતમાં ન કંઈ ગ્રહણ કરવું છે અને ન કોઈનો ત્યાગ કરવો છે; કારણ કે આત્મા ત્યાગોપાદન શૂન્યત્વશક્તિથી યુક્ત છે. આત્માને જાણવા સિવાય બીજું કંઈ કામ નથી, આત્માની મર્યાદા જ્ઞાન સુધી જ છે.
જે આ ૨૫ (પચ્ચીસ) પ્રવનને સાંભળી, વાંચી કોઈ કહે કે તમે જે પણ કહો. અમે છોડવા તૈયાર છીએ તો સમજી લેવું કે આ સમયસારનો સાર તેની સમજમાં આવ્યો જ નથી; કેમકે જ્યારે એ પદાર્થ તમારા છે જ નહીં તો તેને શું છોડીશ ?
જો સમગ્ર સમયસારને સાંભળી કોઈ એમ કહે કે અમે સ્ત્રી, પુત્ર, મકાન, સંપત્તિ છોડી સાધુ બનવા તૈયાર છીએ, તો સમયસાર તેની સમજમાં નથી આવ્યું. કેમકે સમયસારમાં તો એમ કહ્યું છે કે, આ સ્ત્રી, પુત્ર, મકાન, સંપત્તિ તારાં છે જ નહીં. આત્મા તો ત્યાગોપાદન શૂન્યત્વ શક્તિથી યુક્ત છે એટલે કે આત્માએ આજ સુધી પરનું કંઈ ગ્રહ્યું નથી અને કંઈ છોડ્યું પણ નથી.
એટલા માટે આચાર્યદેવ ગાથા ૪૧૨માં કહે છે કે, બીજા બધા વિકલ્પો તોડી આત્મામાં જ સ્થિર થઈ જાવ અને તેનું જ ધ્યાન કરો.
વાસ્તવમાં આ ધ્યાન પણ કરવાની ચીજ નથી પણ થવાની ચીજ છે. આ કરવાની ભાષા તો ઉપદેશની ભાષા છે.
સમયસારની ભાષા તત્તપ્રતિપાદનની ભાષા છે, દ્રવ્યાનુયોગની ભાષા છે. “આવું થાય છે' - તે કરણાનુયોગની ભાષા છે, આવું કરવું જોઈએ’ તે ચરણાનુયોગની ભાષા છે. આવું થયું તે પ્રથમાનુયોગની ભાષા છે અને વસ્તુસ્વરૂપ આવું છે - તે દ્રવ્યાનુયોગની ભાષા છે.
- સમયસારમાં દ્રવ્યાનુયોગની ભાષાનો પ્રયોગ કરતા થકી આચાર્ય કુંદકુંદદેવ કહે છે કે, હું જ્ઞાનાનંદ સ્વભાવી છું અને આત્માનુભૂતિથી પ્રાપ્ત થવાવાળું તત્ત્વ છું.
આ જ્ઞાનાનંદસ્વભાવી આત્મતત્ત્વ આત્માનુભૂતિમાં જ પ્રાપ્ત થાય છે - એ સારને “સમયસારનો સાર'માં બતાવવામાં આવ્યો છે.
૧૫૪