________________
48 L
ܞ
જ્ઞાનધારા
ભોગા આપત્તિ-કાલે રોગસમાન ઉદ્વેગ પમાડે છે (શ્લોક-૬).
૫. કોઈ વસ્તુ-સુખદુઃખરૂપ નથી, પરંતુ અજ્ઞાનતાને લીધે તેમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી જીવ રાગ-દ્વેષ કરી સુખ-દુ:ખ અનુભવે છે.
૬. મોહથી ઢંકાયેલું જ્ઞાન સ્વરૂપને પામી શકતું નથી. જેમ મદનકોદ્રવથી ઉન્મત થયેલો પુરુષ પદાર્થોનું (સ્વરૂપ જાણી શકતો નથી. (શ્લોક-૭)
૭. શરીર, ઘર, ધન, પત્ની,પુત્રો, મિત્રો, શત્રુઓ આ બધા સર્વથા અન્ય સ્વભાવના હોવા છતાં પણ મૂઢ જીવ તેમને પોતાના સમજે છે. (શ્લોક-૮).
૮. દિશાઓ એ પ્રદેશોમાંથી પંખીઓ આવીને વૃક્ષ પર વસે છે અને પોતપોતાના કાર્યથી સવારે સવારે ભિન્ન પ્રદેશમાં અને ભિન્ન દિશાઓમાં જાય છે. (શ્લોક-૯)
૯. મિથ્યાત્વયુક્ત રાગ-દ્વેષ-એ સંસાર-સમુદ્રમાં બહુ લાંબા કાળ સુધી ભ્રમણનું કારણ છે. (શ્લોક-૧૧)
૧૦. સંસારરૂપી આપદાવર્ત્તમાં નાના રસ્તાની જેમ જ્યાં સુધીમાં એક આપત્તિને પસાર કરવામાં આવે ત્યાં સુધીમાં તો બીજી અનેક આપત્તિઓ આવી પડે છે. (શ્લોક-૧૨)
૧૧. જેઓ શરૂઆતમાં સંતાપ આપે છે, મળ્યા પછી અતૃપ્તિ આપે છે અને અંતે જેમનો ત્યાગ કરવો ખૂબ મુશ્કેલ થઈ પડે છે, એવા કામોનું કયો ડાહ્યો માણસ અત્યંત સેવન કરે ? (શ્લોક-૧૭)
૧૨. મમતાવાળો અને નિર્મમ જીવ ક્રમશઃબંધ અને મોક્ષ પામે છે. માટે સર્વ પ્રયત્નથી નિર્મમત્વનું વિભાવન કરવું જોઈએ. (શ્લોક-૨૬)
૧૩. હું એક, નિર્મમ, શુદ્ધ, જ્ઞાની અને યોગીન્દ્ર વિષય છું. સંયોગજનિત સર્વ ભાવો મારાથી સર્વથા બાહ્ય છે. (શ્લોક-૨૭)
૧૪. જીવો સંયોગથી દુ:ખોના સમૂહના ભાગી થાય છે. માટે એ સર્વનો હું મનવચન-કાયાથી ત્યાગ કરું છું. (શ્લોક-૨૮)
૧૫. મારું મૃત્યુ નથી, ડર શાનો ? મને રોગ નથી, વ્યથા શાની ? હું બાળ, વૃદ્ધ કે યુવાન નથી, એ તો પુદ્ગલમાં હોય છે. (શ્લોક-૨૯)
૧૬. ગુરુના ઉપદેશથી, અભ્યાસથી અને સ્વસંવેદનશીલથી જે પોતાનું અને બીજાનું અંતર જાણે છે તે નિરંતર મોક્ષસુખને જાણે છે. (શ્લોક-૩૩)
૯૫
હું
સર્જકની વિચારસૃષ્ટિ
હું હું
૧૭. પોતાના વિશે પ્રશસ્ત અભિલાષી હોવાથી, ઇષ્ટનો જ્ઞાપક હોવાથી અને સ્વયં પોતનું હિત કરનાર હોવાથી, આત્માનો ગુરુ છે. (શ્લોક-૩૪)
જેમ જેમ ઉત્તમ તત્ત્વ સંવેદનમાં આવે તેમતેમ સુલભ વિષયો પણ રૂચતા નથી. (શ્લોક-૩૭)
૧૮. ધ્યાન-પરાયણ યોગીને પોતાના દેહનું પણ ભાન હોતું નથી. (શ્લોક-૪૨) ૧૯. પર તે પર છે, તેનો આશ્રય કરવાથી દુ:ખ છે અને આત્મા તે આત્મા છે; તેનાથી સુખ છે. તેથી મહાત્માઓ આત્માર્થે જ ઉદ્યમ કરે છ. (શ્લોક-૪૫)
૨૦. જે અજ્ઞાની પુદ્ગલને અભિનંદે છે તેનો કેડો (પીછો) ચાર ગતિમાં પુદ્ગલ કદી છોડતું નથી. (શ્લોક-૪૬)
૨૧. અવિદ્યાને દૂર કરવાવાળી મહાન ઉત્કૃષ્ટ જ્ઞાનજ્યોતિ છે. મુમુક્ષુઓએ તેના સંબંધમાં પૃચ્છા કરવી, તેની જ વાછા કરવી અને તેનો જ અનુભવ કરવો જોઈએ. (શ્લોક-૪૯)
y
૨૨. જીવ અન્ય છે અને પુદ્ગલ અન્ય છે - એ તત્વકથનનો સાર છે. બીજું જે કાંઈ કહેવામાં આવ્યું છે તે બધો તેનો જ વિસ્તાર છે. (શ્લોક-૫૦)
અને છેલ્લે ઉપસંહાર ને સમાપન કરતા પૂજ્યપાદ દેવનંદીજી સ્વરચિત ઇષ્ટોપદેશના સ્વાધ્યાય માટે પ્રેરણા કરીને સાધક માટે આત્મકલ્યાણનો સીધો સટ નકશો દોરી આપે છે.
૨૩. ‘‘જે બુદ્ધિમાન ભવ્ય આ ઇષ્ટોપદેશનું સમ્યક્ અધ્યયન કરે, એ પોતાના મતથી માન-અપમાન પ્રત્યે સમતાનો વિસ્તાર કરે, આગ્રહરહિત બનેલો તે આત્મા લોકસહિત સ્થાનમાં કે વનમાં રહેતો હોય તોય નિરૂપમ એવી મોક્ષલક્ષ્મીને પામે છે’. (શ્લોક-૫૧)
સંદર્ભ : ઇષ્ટોપદેશ - ભાગ : ૧-૨-૩ /પૂજ્યપાદ દેવનંદી.
૯૬
48 R