________________
જ્ઞાનધારા) (૩) શ્રી ઋષભદેવની માતા મરદેવીને આવેલાં સ્વપ્ન અને તેની ફળશ્રુતિ. (૪) શ્રી ઋષભદેવનો જન્મ અને સૌધર્મેન્દ્રએ દેવો સાથે મનાવેલા જન્મોત્સવનું
વર્ણન.
(૫) પ્રભુનું નામકરણ, વંશસ્થાપન અને રૂપનું વર્ણન. (૬) સુનંદના સહોદર યુગલિકનું અકાલમૃત્યુ. (૭) પ્રભુનાં લગ્ન અને સંતાન પ્રાપ્તિ. હેમચંદ્રાચાર્યએ પ્રભુના લગ્ન વિશે કહ્યું છે કે –
- પ્રવર્તત પરાથર મહતi fદ પ્રવૃતિય: II ૨/૨/૮૮૬)
અર્થાત્ શ્રી ઋષભદેવે દ્વાર્ય માટે લોકોમાં વિવાહપ્રથા ચાલુ રહે તે માટે તેમણે પાણિગ્રહણ કર્યું. સુનંદાને સ્વીકારી તેમનું અનાથપણું દૂર કર્યું.
(૮) રાજ્યાભિષેક અને કલાઓની શિક્ષા (૯) વૈરાગ્યભાવ પ્રાગટ્યનું વર્ણન (૧૦) મહાભિનિષ્ક્રમણ (૧૧) ઉગ્રતપશ્ચર્યા, ધ્યાન-સાધના. (૧૨) અક્ષયતૃતીયાએ શ્રેયાંસકુમારે ઇક્ષરસના કરાવેલાં પ્રભુનાં પારણાં. (૧૩) કેવળજ્ઞાનની પ્રાપ્તિ - સમવસરણ. હેમચંદ્રાચાર્યજીએ કેવળજ્ઞાનનું વર્ણન કરતાં કહ્યું છે કે.. प्रावर्तत दिशः प्रसेदुरभवन, वायवः सुखदायिनः । नरकाणामपि तदा, क्षण सुखमजायते ॥
અર્થાત્ પ્રભુના કેવળજ્ઞાનના સમયે દિશાઓ પ્રસન્ન થઈ, સુખદાયક હવા લહેરાવવા લાગી અને નરકના જીવોને પણ એક ક્ષણ માટે સુખનો અનુભવ થયો.
સમવસરણની રચનાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. (૧૪) મરુદેવી માતાને કેવળજ્ઞાન અને મોક્ષ (૧૫) ચતુર્વિધ સંઘની સ્થાપના (૧૬) ચક્રવર્તી ભરતના દિગ્વિજયનું વિવરણ (૧૭) ભરત-બાહુબલિ યુદ્ધ (૧૮) બાહુબલિની પ્રવજ્યા-કેવળજ્ઞાન. (૧૯) પરિવ્રાજકોની ઉત્પત્તિ
સર્જકની વિચારસૃષ્ટિ) (૨૦) બ્રાહ્મણો અને યશોપવીતની શરૂઆત (૨૧) પ્રભુનો ધર્મપરિવાર અને નિર્વાણ ઉત્સવ (૨૨) અષ્ટાપદ તીર્થ” - સિંહનિષદ્યાનું વર્ણન.
અહીં તેમણે અષ્ટાપદ અને સિંહનિષદ્યાનું વિગતે વર્ણન કર્યું છે. એના દસમાં અધ્યયનના પ્રારંભે ઉલ્લેખ મળે છે કે જે અષ્ટાપદ પર્વત પર પોતાની આધ્યાત્મિક શક્તિ (લબ્ધિ)થી જે ચઢે તે તીર્થ પર એક રાત્રિ વસે છે તેને તે જ ભવે મુક્તિ પ્રાપ્ત થાય છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સિંહનિષદ્યાનું પણ વર્ણન છે. ચાર, આઠ, દસ, બે એ પ્રમાણેની ૨૪ તીર્થંકરની પ્રતિષ્ઠાના ક્રમનું વર્ણન છે. મહાલક્ષ્મી દેવીનું દશ્યમાન વર્ણન તેમણે કર્યું છે.
(૨૩) ભરતને વૈરાગ્ય, કેવલજ્ઞાન અને નિર્વાણ.
ઈત્યાદિ વિષયોને લઈને તેમણે પહેલા પર્વમાં વર્ણન કર્યું છે. બાકીના ૬૧ શલાકા પુરુષોનું વર્ણન પણ બીજા પર્વોમાં તેમણે કર્યું છે. હેમચંદ્રાચાર્યએ પોતાની ઉત્તરાવસ્થામાં આવા મહાકાવ્યનું સર્જન કર્યું છે. કાવ્ય અને શબ્દનું વૈવિધ્યની દષ્ટિએ આ મહાકાવ્ય સ્વાધ્યાયને વિપુલ સામગ્રી પૂરી પાડે છે. કવિના મુખેથી આવી છંદોબદ્ધ, આલંકારિક વાણી કેવી અખલિત પ્રવાહિત થતી હશે તેની પ્રતીતિ થયા વિના રહેતી નથી. આ અખંડ મહાકાવ્યમાં જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન અને તે તે સમયની પ્રણાલીનો પરિચય પ્રાપ્ત થાય છે. તેમનું આ સુંદર સર્જન વિશાળ, ગંભીર અને સર્વદર્શી છે.
છેલ્લા દસમા પર્વમાં મહાવીર સ્વામીનું ચરિત્ર વિગતે વર્ણવ્યું છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ પછી તેમણે તેર સર્ગમાં પરિશિષ્ટ પર્વની રચના અનુટુપ છંદમાં કુલ ૩૪૫૦ લોકો દ્વારા કરી છે. તેમાં સુધર્મસ્વામી, જંબુસ્વામી ઇત્યાદિનાં જીવનચરિત્રો વર્ણવ્યાં છે.
તેમણે આવા વિવિધ વિષયોને લઈને સુંદર ગ્રંથોની ગૂંથણી કરી છે. તેમના માટે જુદા જુદા વિશેષણો જુદા જુદા વિદ્વાનોએ પ્રયોજ્યાં છે, પરંતુ કલિકાલસર્વા જેવું બીજું ઉત્તમ વિશેષણ ન હોય શકે. તમેની રચના ભાવ, ભાવના, ભાષા, ભક્તિથી ભરપૂર ભવ્ય કાવ્ય છે.
૧૦૯
૧૧૦