Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 64
________________ 63 L "હું" જ્ઞાનધારા સવિસ્તાર છે. ત્યાર બાદ સાત નયનો વિચાર, નવ તત્ત્વ ઉપર સાત નય, ચાર નિક્ષેપ, નવ તત્ત્વ ઉપર ચાર નિક્ષેપ, ચાર પ્રમાણ, પાંચ જ્ઞાન, નવ તત્ત્વ ઉપર ચાર પ્રમાણ; ચૌદ ગુણસ્થાનક વગેરે અટપટા વિષયોને સરળતાથી સમજાવીને કહે છે કે શાસ્ત્રજ્ઞાનથી અનેક રીતિ વડે નવ તત્ત્વના સ્વરૂપનું સંપૂર્ણ જાણપણું હોવું તે સૂત્રધર્મ છે. માટે જેમ હંસ પાણીને છોડી દૂધને ગ્રહણ કરે છે તેમ વિવેકી પુરુષે સર્વમાંથી સાર ગ્રહણ કરી લેવો જોઈએ. પ્રકરણના અંતે “નિળયાં ગળુરત્તા''ની ગાથા મૂકીને જિનેશ્વરપ્રણીત વચનમાં અનુરક્ત બનવાની પ્રેરણા કરે છે. કર્મબંધનું મુખ્ય કારણ 'મિથ્યાત્વ' છે તેનું સ્વરૂપ ત્રીજા પ્રકરણમાં વર્ણિત છે. મિથ્યાત્વના પચીસ પ્રકારને લોકભોગ્ય ભાષામાં સાધારણ જન પણ સમજી શકે તેથી સાદીસીધી ભાષામાં સમજાવયાં છે. એંશી વરસની ઉંમરલાયક વ્યક્તિને આખા અખરોટ આપીએ તો તે ખાવા માટે અશક્ય છે, પણ તે અખરોટનો શીરો કરી ગરમાગરમ, ઉપર garnish કરી પૂજ્યશ્રીએ અહીં પીરસ્યો છે. અહીં ઘણી જગ્યાએ તેમણે શ્રીમદ્ ભાગવત્, વિષ્ણુપુરાણ, મનુસ્મૃતિના શ્લોક મૂકી તેમની અન્ય દર્શનની જાણકારીનો પરિચય આપ્યો છે. અહીં અસરકારક મુદ્દો જે નોંધવા જેવો છે તે એ છે કે હિંસાથી પૂજ્યશ્રીનો આત્મા કેટલો કકળી ઊઠતો હશે તે લૌકિક મિથ્યાત્વ અંતર્ગત સમજાવ્યું છે. અહીં વાયુકાય હિંસા, વનસ્પતિકાયની હિંસા, યજ્ઞમાં થતી હિંસા વગેરે હિંસામાં ધર્મ માનતા લોકોને અહિંસાનો મહિમા બતાવ્યો છે. કહે છે કે : न सा दीक्षा न सा भिक्षा, न तद्दानं न तत्तपः न तद्ज्ञानं न तद्ध्यानं, दया यत्र न विद्यते ॥ અર્થાત્ જેના હૃદયમાં દયા નથી તેની દીક્ષા, ભિક્ષા, દાન, તપ, જ્ઞાન, ધ્યાન સર્વે મિથ્યા છે. ‘‘હેતુણું મહાપદં’’–ના ન્યાયે ધર્મના કાર્યમાં અલ્પ દુઃખ તે મહાફળ આપનારું જાણી પરમ સુખી થવાની ચાવી બતાવી છે. આ જ પ્રકરણમાં આગળ વધતાં જિનપ્રણીત શાસ્ત્રોથી વિપરીત પ્રરૂપણા કરનાર જમાલી આદિ ૭ નિન્હેવોની વાત કરી ઉત્સૂત્ર પ્રરૂપણા કરનાર સામે લાલબત્તી ધરી છે. શુદ્ધ જૈન ધર્મમાં મુખ પર મુહપત્તિ બાંધવાના સચોટ કારણો અને સબળ પુરાવાઓ આપ્યા છે. પ્રકરણના અંતે વૈરાગ્યશતકની ગાથા ૧૨૫ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું દ્વારા કહે છે કે મિથ્યાત્વમાં કિંચિત્ માત્ર પણ ગુણ નથી, અનંત દોષનું પ્રત્યક્ષ સ્થાન છે, છતાં પણ મોહાંધ બનેલા જીવો તેનું આચરણ કરે છે તે સખેદાશ્ચર્ય છે. ચોથા પ્રકરણમાં મિથ્યાત્વના પ્રતિપક્ષી સમ્યક્ત્વની ધૂણી ધખાવી છે. જેમાં વ્યવહાર સમક્તિના ૬૭ બોલ, સમ્યક્ત્વની ૧૦ રુચિ વગેરે પર પ્રકાશ પાડ્યો છે. સમ્યગ્દર્શન પામવું જરૂરી છે, કારણ કે : “એક સમકિત પાયે બિના, તપ જપ ક્રિયા ફોક, જૈસે મુર્દા સિનગારવા, સમજ કહે તિલોક.'' પ્રકરણ પાંચમામાં આગારી ધર્મ-શ્રાવકાચારનું વિસ્તૃત વર્ણન છે. જેમાં શ્રાવકના ૨૧ ગુણ, ૨૧ લક્ષણ, ૧૨ વ્રત, ૧૧ પડિમા આદિથી સુસંસ્કૃત આ પ્રકરણ શ્રાવકો માટે ઘરેણાં સમાન છે. અહીં પ્રસ્તુત ૧૨ વ્રતની સમજણ શ્રાવક માટે ઉપયોગી છે. ગૃહવાસમાં રહીને પણ ધર્મકરણીનું સમાચરણ કેવી રીતે કરી શકાય એનું આલેખન કરવામાં આવ્યું છે. સાધકનું આખું જીવન અભ્યાસ છે તો તેનો અંતિમ સમય એ તેની પરીક્ષા છે. તેવા અંતિમ શુદ્ધિના સંથારાની સમજણ અંતિમ પ્રકરણમાં આપી છે. મૃત્યુના ૧૭ પ્રકાર, સાગારી-અણગારી સંથારો, સમાધિમરણ લેનારની ભાવના, સંથારો આત્મહત્યા છે કે નહીં ? તેની ચર્ચા, સમાધિ મૃત્યુ સ્થિતનાં ૪ ધ્યાન વગેરે દષ્ટિકોણને લઈને મૃત્યુને મહોત્સવ બનાવવાની પ્રક્રિયાનું પ્રરૂપણ કર્યું છે. દ્વિતીય ખંડના ઉપસંહારમાં ‘‘સ ધર્મો પૂવ નિચે’' - ઉત્તરાધ્યાયન સૂત્રની ગાથા મુજબ કહે છે કે, આ જ ધર્મ ધ્રુવ છે. જે ધર્મનું પ્રતિપાદન અનંત તીર્થંકરોએ કર્યું છે, કરે છે અને કરશે. આવા ધર્મનું આરાધન કરીન જ સિદ્ધ બની શકાય છે. ગ્રંથના અંતિમ મંગલમ્માં ધર્મની ધ્વજા ફરકાવતાં કહે છે : एय णं धम्मे पंचभवे य इहभवे य हियाए सुहाए । खेमाए णिस्सेयसाए, अणुगामीयताए भविस्सर | અર્થાત્ આ ભવમાં પરભવમાં હિતકારી, સુખકારી એવો આ ધર્મ મોક્ષના અપરિમિત સુખનો દેનારો થશે. પૂજ્યશ્રીની વિનમ્રતા, સરળતા, લઘુતા ને ઋજુતા તેમની અંતમાં આપેલી વિજ્ઞપ્તિના આધારે જાણી શકાય છે : માટે તેને અક્ષરશઃ અહીં લીધી છે : ૧૨૬ 63 R

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100