Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 74
________________ જ્ઞાનધારા) સાતવારની પ્રાર્થનામાં રામ, મહાવીર બુધ્ધ, કૃષ્ણ, મહમદ સાહેબ, અશો જરથુષ્ટ અને ઈશુના વિશિષ્ટ ગુણોને સ્મરીને અભિવંદના કરી છે. આ પ્રાર્થના બધા ધર્મો માટેના સ્નેહ અને આનંદનું પ્રતીક છે. એમણે રચેલ કુચગીત • પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવતો જા... અંતરના અજવાળા વીર પંથતારો કારપે.... દુર્ગમપંથ કાવ્યોની આ કાવ્યને પ્રાથમિક શાળાના અભ્યાપરાક્રમમાં પણ સ્થાન મળ્યું. સર્વ ધર્મના સંરશ્રવણે ઉદ્દેશીને કાવ્ય લખ્યું • પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમસહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને તો આત્મચિંત કાવ્યમાં વિશ્વપ્રત્યેનું વાત્સલ્ય • ધર્મ અમારો એક માત્ર સર્વધર્મ સેવા કરવી ધ્યેય અમારું છે વત્સલતા વિશ્વમહી એને ભરવી સર્વતે સુખી થવાની અભિલસા પ્રગટ કરતી દુભની લોકપ્રિય પંક્તિ • સર્વથા સૌ સુખી થાઓ સમતા સૌમા સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો પૂ. સંતબાલજીનું પત્ર સાહિત્ય આપણે ત્યાં પત્ર સાહિત્ય ઘણું જ ઓછું પ્રગટ થયું છે તેમાં મુનિશ્રીના પત્રોના પાંચ પુસ્તકો પ્રગટ થયા છે. ૧. અનંતની આરાધના - સાધકોને પત્રો ૨. શ્રીમદ્રજી અંગેના સાધકને પત્રો ૩. સંતબાલ પત્ર સુધા - સાધક સેવિકા - કાશી બહેનને પત્રો ૪. સંતબાલ પત્ર સરિતા - સાધ્વીજીઓ અને સાધકોને પત્રો ૫. અમરતાના આરાધક પુસ્તકમાં સાધકોને લખેલ પત્રો અનંતની આરાધનામાં સાધકોને લખેલા પત્રો સાધકોની મૂંઝવણનો ઉકેલ દર્શાવતા સાધકોને માર્ગદર્શન આપતા સર્જકની વિચારસૃષ્ટિ કાશીબહેને કૌમાર્યવ્રત સ્વીકારી મુનિશ્રીના કાર્યને જીવન સમર્પિત કર્યું તો મુનિશ્રીએ એક કેળવણીકારની અદાથી તેમનું પ્રત્યક્ષ અને પત્રો દ્વારા જીવન ઘટિત કર્યું છોટુભાઈ મહેતા અને કાશીબેન મહેતા આ પિતા-પુત્રીએ મુનિશ્રી પ્રેરિત ભાલનળકાંઠા પ્રયોગને પોતાનું જીવન સમર્પણ કર્યું. આ પત્રો દ્વારા અમૃતપાન કરીને પિતા-પુત્રીએ પોતાના જીવન ધન્ય બનાવ્યા અને જીવન સાફલ્યનો આત્માનંદ અનુભવ્યો. મુનિશ્રીએ સાધકોને લખેલા વિશ્વચેતના સાથે અનુસંધાન કરાવતા આ પત્રો વાંચતા મુનિશ્રીમાં, ગુરુપદમાં લોકોત્તર પ્રતિષ્ઠાનું ચિંતન કરનાર આત્મ સંતના દર્શન થાય છે. પત્રોમાં લખાયેલ એક એક સૂત્રો પાછળ અનેક સાધકોની વૃત્તિ વિહવળતા સ્પંદનો અને આંખોના આંસુડાનો ઈતિહાસ છે. શ્રીમદ્જીના તત્ત્વજ્ઞાનને લગતું સાહિત્ય. મહાવીરનગર આંતરરાષ્ટ્રિય કેન્દ્રની સ્થાપના કરી તેમાં ચાર વિભાગોની કલ્પના આપી તે વિભાગો સ્થાપવાની પ્રેરણા આપી તેમાં પ્રથમ જ શ્રીમદ્ રાજચંદ્રનો એક વિભાગ છે. આજે પણ ચીંચણમાં પ્રતિ વર્ષ શ્રીમદના સાહિત્ય અને ભક્તિ અંગે શિબિરો થાય છે ને શ્રીમદ્ રાજચંદ્ર લગતા ચાર પુસ્તકોનું પ્રકાશન પણ થયું છે. શ્રીમદજીના અપૂર્વ અવસર કાવ્યનું વિવેચન જે સિદ્ધિના સોપાન નામે પ્રગટ થયું છે. - સાધક સહયરી : જૈન આગમો દશવૈકાલિક ઉતરાધ્યયન આચારાંગ સૂયગડાંગ વિગેરે શાસ્ત્રોમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે તેમાંથી તારવેલું નવનીત એટલે સાધક સહચરી જૈન-જૈનેતર, સાધુ ગ્રહથી તેમ જ સામાન્ય સાધક પણ ખૂબ ઉપયોગી આ લોકપ્રિય પુસ્તિકાની ચાર આવૃતિઓ પ્રગટ થઈ છે. ગાંધી વિચારના પુરસ્કતાં કવિવર્ય નાનચંદ્રજી મહારાજ ગાંધીજીના વિચારના પુરકર્તા હતા. તેમના શિષ્ય સંતબાલજી પણ ગાંધી વિચારના રંગે રંગાયેલા હતા. દીક્ષા લીધા પહેલા જ તેઓ ખાદીના વસ્ત્રો પહેરતા હતા. જૈન આગમ (આચારાંગ) ગ્રંથ તેમણે મહાત્મા ગાંધીજીને અર્પણ કરેલ. ચીંચણીમાં મહાવીર નગર આ.રા.કેન્દ્રની સ્થાપના સમયે જે ચારે વિભાગ સ્થાપવાની પ્રેરણા કરી તેમાં મહાત્મા ગાંધી વિભાગ અંગે મુનિશ્રી જણાવે છે કે આ ૧૪૬ પત્રો છે. શ્રીમદ્ રાજચંદ્ર અંગે સાધક અરવિંદભાઈ અને સાધિકા પુષ્પાબહેનને લખેલ પત્રોમાં શ્રીમદ રાજચંદ્રજીના જીવન સાહિત્ય અને તેમના વિચારો અંગેનું સંપૂર્ણ વિશ્લેષણ છે. ૧૪૫ -

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100