________________
જ્ઞાનધારા) પ્રયોગમાં ગાંધી વિચાર પાયારૂપ છે ગાંધીજી માત્ર માનસિક ગુરુ રૂપ છે. સામુદાયિક અહિંસાની પ્રવૃત્તિઓ આ વિભાગમાં થશે નઈ તાલીમનું શિક્ષણ, અર્થકરણના વિકેન્દ્રીકરણના પ્રયોગો અને અભ્યાસ પણ આ વિભાગમાં કરાશે.
સંતબાલજીના અન્યાય સામે લડત અને આંદોલન, વ્યસનમૂક્તિ અભિયાન, સત્યાગ્રહ રૂપ શુદિધપ્રયોગ અંગેના લખાણો અને કાર્યોમાં ગાંધીવિચાર પ્રતિબિંબિત થાય છે. આ કાર્યોની સફળતા માટે તેણે સત્યાગ્રહ, શુદ્ધિપ્રયોગ એ ઉપવાસના શસ્ત્રને પણ અપનાવ્યું હતું.
પત્રકારત્વક્ષેત્રે સંતબાલજીનું યોગદાન તેમની પ્રેરણાથી ત્રણપત્રોનું પ્રકાશન ચાલુ થયેલું નવા માનવી પ્રયોગ દર્શન અને વિશ્વ વાત્સલ્ય.
આ ત્રણે પાક્ષિકોમાં મુનિશ્રી લેખો લખતા નવા માનવીમાં પ્રાસંગિક લેખો પ્રયોગ દર્શન અને વિશ્વાત્સલ્યમાં અગ્રલેખો લખતા.
આ લેખોમાં વર્તમાન સમયના પ્રશ્નોની છણાવટ થતી મુનિશ્રી પોતાના વિચારો સ્પષ્ટ અને પારદર્શક રીતે નિડરતાથી તથા પૂર્વગ્રહરહિત રજુ કરતાં.
આ લખાણોમાં મુનિશ્રીના એક આદર્શ લોકશિક્ષક રૂપે આપણને દર્શન થતાં પત્રકારત્વમાં જૈન દષ્ટિ ઝળહળતી હતી.
મુનીશ્રીના જીવનકાળ દરમ્યાન તેમણે સાઈઠ કરતાં વધુ ગ્રંથોનું વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે.
તેમના સંસ્થાઓ, જીવન કાર્ય અને સાહિત્ય પર બે પ્રોફેસરે શોધ પ્રબંધ લખી Ph.D. કર્યું છે. | મુનિશ્રી સંતબાલજી વિશે અનેક ગ્રંથો લખાયા છે. તેમના જીવન અને કાર્યને ઉજાગર કરતા પાસાઓ વિશે જસ્ટીસ ઉ. મહેતા, મનુ પંડિત, બળવંત ખડેરીયા, મીરાબહેન અને ગુણવંત બરવાળિયાના પુસ્તકો પ્રગટ થયાં છે. તેમના કાળધર્મ પછી તેમની હસ્તલિખિત નોંધો અને પત્રોનું સંપાદન કરી વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘે પ્રગટ કર્યા છે.
સંતબાલજીની જીવનસાધના પર દુલેરાય માટલીયા અને પૂ. મુનિશ્રીના વિહાર અંગે સાધુતાની પગદંડી જેવા ગ્રંથો મણિભાઈ પટેલે લખ્યા છે. તેમાં નોંધે છે કે જ્યારે વીરમગામમાં કોલેરા ફેલાયો ત્યારે ઝાડુ લઈને આ સંતે શેરીઓ સાફ કરી અને મળ પર રાખ છાંટી હતી.
- ૧૪૭ :
સર્જકની વિચારસૃષ્ટિ) જૈન દષ્ટિએ ગીતાદર્શન :
એક જૈન મુનિની ગીતા પર લખવાની આ પહેલ હતી. ગુરુ નાનચંદ્ર મહારાજે એક શ્લોક સંગ્રહ કર્યો હતો. તેમાં ગીતાના શ્લોક પણ હતા. ગુરુદેવે આ શ્લોકો મુનિશ્રીને પણ કંઠસ્થ કરાવેલ, ત્યાંથી ગીતાજી પર તેનું ખેંચાણ થયું હતું. | મુનિશ્રી ગીતાને એક જૈન ગ્રંથની દક્ષતામાં જ મૂકે છે. તરે અનુરોધ કરે છે કે ગીતાના પાઠકો આચરાંગને વાંચે અને આચારાંગના પાઠકો જરૂરથી એકવાર ગીતાને વાંચે એ ગીતાને માતા કહે છે તો આચારાંગને પિતા એ બન્નેના યોગે જન્મતી સંસ્કૃતિ એ વિશ્વવ્યાપી સંસ્કૃતિ છે. ગીતામાં કોઈપણ વિષય એવો નથી કે જે જૈન સૂત્રોમાં ન હોય ગીતા એને જૈન દષ્ટિના જેટલી આકર્ષક ઢબે મૂકી છે એવી ઢબે એ બીજે ક્યાંય મૂકાઈ નથી. આથી જ ગીતાગ્રંથ વિશ્વમાન્ય થયો છે. જૈન દષ્ટિ એટલે જગતના સર્વ મતો, પંથો કે સર્વ ધર્મમાં રહેલા સત્યને આવકારવું તે ખોટો છે એમ ન કહેતા તું અમુક દૃષ્ટિએ સાચો છે એમ સાબિત કરીને અલ્પદષ્ટિમાંથી મહાસત્ય તરફ પ્રેરી જવો. ગીતાએ આ દષ્ટિમાં અજબ સફળતા મેળવી છે તેથી જ ચુસ્ત મીમાંસકથી માંડીને ચૂસ્ત વેદાંતીએ એ માતા આગળ દોડી જઈને બાળક બનવાની ઈચ્છા આપોઆપ થઈ છે,
અલબત ગીતાનું વસ્ત્ર વેદાંત છે અને ભૌતિક યુદ્ધની પીંછીથી ગીતાની શરૂઆત થાય છે મુનિશ્રી કહે છે કે એટલે જ ગીતા જૈન સંસ્કૃતિનો આત્મા છે એમ માનવા અને ગીતાને સવગે અપનાવવામાં જૈન વર્ગમાં આવતી આ મુશ્કેલી નાનીસૂની નથી જ. તેને આ ગ્રંથમાં વિસ્તારથી સમજાવી છે.
જૈન પરિભાષા અને ગીતા મુનિશ્રી કહે છે કે ગીતામાં સમત્વ છે એ જ જૈન સૂત્રોનું સમક્તિ છે. ગીતાનું કર્મ કૌશલ ત્યાં જૈન સૂત્રોનું ચરિત્ર ઘડતર. જૈન પરિભાષાના બહિરાત્મને ઠેકાણે ગીતાનું સવિકારક્ષેત્ર અને અંતરાત્માને સ્થાને ક્ષેત્રજ્ઞ, પરમાત્માને સ્થાને પરધામ અથવા પરમાત્મા જૈન સૂત્રોનું શુભાશ્વવને સ્થાને ગીતાનું સકૃત, અશુભ આશ્રવને સ્થાને ગીતાનું દુષ્કૃત્ય, સંવરને ઠેકાણે ગીતાનું સમત્વયોગ જૈન સૂરોની સકામ નિર્જરા એ જ ગીતાનો અનાસક્ત યોગ અથવા કર્મફળની આકાંક્ષાનો ત્યાગ.
જૈન સૂત્રોનો કર્મબંધ ગીતાની ભૂત-પ્રકૃતિ જૈન સૂત્રોનો રાગદ્વેષ અને ગીતાનો કામક્રોધ જૈન સુત્રોનું સિધ્ધસ્થાન એ ગીતાનું પરમધામ. ગીતા એ જૈનત્વનો ભોમિયો છે. કારણ કે ગીતામાં એક પણ તત્ત્વ જૈન ધર્મ વિરોધી નથી.
૧૪૮