________________
જ્ઞાનધારા)
જૈન દષ્ટિએ ગીતાદર્શન મુનિશ્રી સંતબાલજીની વિચારસૃષ્ટિ
- ગુણવંત બરવાળિયા (સી.એ. સુધી અભ્યાસ કર્યા પછી ટેક્ષ. ઇન્ડ.માં પ્રવૃત્ત છે. મુંબઈની કેટલીક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ ગુણવંતભાઈએ પચાસથી વધુ પુસ્તકોનું સર્જન-સંપાદન કર્યું છે અને જ્ઞાનસત્રોનું
આયોજન કરે છે) વિશ્વની અનેક સંસ્કૃતિ અને દાર્શનિક પરંપરાઓનું પિયરઘર ભારત છે એમ જ્ઞાની પુરુષોનું કથન છે, એવા ભારત દેશના ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તાર એ સંતો અને વીરપુરૂષોની ભૂમિ છે. મહાત્મા ગાંધીજી જેવા રાષ્ટ્રભક્ત, શ્રીમદ્ રાજચંદ્ર, દયાનંદ સરસ્વતી જેવી વિભૂતિ આ ધરાની દેન છે એવા સૌરાષ્ટ્રના મોરબી તાલુકામાં આવેલા ટોળ નામના નાનકડા ગામમાં ૨૬-૦૮-૧૯૦૪ના રોજ સંતબાલજીનો જન્મ થયો હતો. પિતા નાગજીભાઈ દેવજીભાઈ ને ત્યાં માતા મોતીબહેનની કૂખે અવતરેલા આ બાળકનું નામ શિવલાલ રાખવામાં આવ્યું. અને તેમની નાની બહેનનું નામ મણિબહેન હતું. પિતાની નાની દુકાનથી પૂરતી કમાણી નહોતી તેથી રાજકોટ ગયા. ત્યાં ન ફાવતા ફ્રી ટોળ આવ્યા. ઘરખર્ચને પહોંચી વળવા ખૂબ મહેનત કરવી પડતી. અતિશ્રમથી પિતાને માંદગી આવી ને ખૂબ જ નાની વયે શિવલાલે પિતાનું છત્ર ગુમાવ્યું.
ટોળમાં શિક્ષણની સુવિધા ન હોવાથી બે માઈલ દૂર અરણી ટીંબા ગામે બે ગુજરાતીનો અભ્યાસ કર્યો અને પછી મોસાળ બાલંભામાં સાત ગુજરાતી ભણ્યા ને થોડું અંગ્રેજી શીખ્યા પછી મામા સાથે મુંબઈ ગયા. પહેલા કપડાના વેપારીને ત્યાં અને પછી પારસીને ત્યાં નોકરી કરી.
શિવલાલને મુંબઈનું દેશભક્તિના આંદોલનનું વાતાવરણ પર્શવા લાગ્યું અને ખાદી પહેરવાની શરૂઆત કરી. રાજસ્થાનથી પધારેલા સૌભાગ્યમલજી મહારાજથી
૦ ૧૪૧
સર્જકની વિચારસૃષ્ટિ) પ્રભાવિત થયા. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધ્યો. તેમની પાસે દીક્ષીત થવાના ભાવ જાગ્યા. પછી નાનચંદ્રજી મહારાજના વિશેષ પ્રભાવ હેઠળ આવ્યા.
ટોળમાં શિવલાલના માતા મોતીબાએ ઈમામ સાહેબની આગાહીથી ગભરાઈને શિવલાલની સગાઈ કરી. દેશમાં આવી શિવલાલ મણીબહેનનાં લગ્નનું કાર્ય પૂર્ણ કરી કુટુંબની ફરજ પૂર્ણ કરી. મોતીબાની તબિયત નાદુરસ્ત હતી. પેટના વ્યાધિના ઑપરેશન બાદ તેઓનો સ્વર્ગવાસ થયો. વૈરાગ્ય દઢ થતાં પૂ. નાનચંદ્રજી મહારાજને પત્ર લખી પોતાની ભાવના દર્શાવી.
પૂ. નાનચંદ્રજી મહારાજે પોતાની પાસે બોલાવી, સંસારત્યાગ પૂર્વેની તૈયારી તથા અભ્યાસ કરાવ્યો.
શિવલાલે કાકા દાદાની રજા-આજ્ઞા મેળવી. શિવાલાલની જેમની સાથે સગાઈ થઈ હતી તે દીવાળીબહેન પાસે ગયા અને કહ્યું :
“...મારી ઈચ્છા વીતરાગ માર્ગમાં પ્રવેશવાની છે. ભાગવતી દીક્ષા લેવી છે. આપને આવવું હોય તો સંતો મદદ કરશે અને સંસાર માર્ગે જવું હોય તો મારી એક ભાઈ તરક શુભેચ્છા છે" અને તેને વીરપસલીની સાડી ભેટ આપી. બહેને પણ ગોળની ગાંગડી ખવડાવી શુભમાર્ગે આગળ વધવાની શુભેચ્છા આપી.
મણીબહેનની આજ્ઞા લીધી. પૂ. સૌભાગ્યમલજી મ.સા.ની આજ્ઞા અને આશીર્વાદ પણ મળ્યા. પછી નાનચંદ્રજી મ.સા. સાથે શિવલાલ મોરબી આવ્યા. રાજવી લખધિરસિંહે ત્યાં વૈરાગી ભાવદિક્ષીત શિવલાલના ટૂંકા પ્રવચનથી રાજવી પ્રભાવિત થયા ને મોરબીમાં દીક્ષા થાય તેવા ભાવ દર્શાવ્યા, પરંતુ મોરબીમાં જૈન દીક્ષા પર પ્રતિબંધ છે, તે બાબત રાજવીનું ધ્યાન દોર્યું. રાજવીએ હુકમથી પ્રતિબંધ દૂર કરી સ. ૧૯૮૫ ઈ.સ. ૧૯૨૯ના જાન્યુઆરીમાં રાજ તરફથી બધી જ સુવિધા આપી, દીક્ષા માટે કરવી તેવો હુકમ કર્યો ને તે શિવલાલમાંથી સૌભાગ્યચંદ્ર થયા.
પુ. ગુરુદેવ કવિવર્ય નાનચંદ્રજી મહારાજના સાન્નિધ્ય સાધનામાં આગળ વધતાં સોભાગ્યચંદ્ર મુનિશ્રી સંતબાલ બન્યા.
સંતબાલજીએ જૈન આગમો, ભારતીય દર્શનો પર્દર્શન અને વિશ્વની વિવિધ દાર્શનિક પરંપરા અને અન્ય ધર્મો અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો.
- સંતબાલજી એ એમના વિચારોનો આદર્શોનો ચરિતાર્થ કરવા કેટલીક સંસ્થાઓની સ્થાપના કરી જેમ ભાલનળ કાંઠા પ્રાયોગિક સંઘ ગુંદી વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘ
૧૪૨