________________
- જ્ઞાનધારા) સત્યકિ વિદ્યાધર, રાંક દેવ, કરકંડુ
(૭) કેટલાંક અન્ય પાત્રોની કથાઓ - ભીલ, રથકાર, દ્રમક ભિખારી, શિવભક્ત પુલિંદ, માતંગ, નાપિત અને ત્રિદંડી, ધૂર્ત બ્રાહ્મણ, જમાલિ, ગોસાલો, ચાર પ્રકારના ખેડૂતો, કાલરિયો ખાટકી, ખાટકીપુત્ર સુલસ વગેરે.
(૮) પશુ-પંખીઓની કથાઓ - મૃગલો, ગિરિશુક અને પુષ્પશુક, માસાહસ પંખી, દર, હાથી અને સસલું. કથાપ્રયોજનની દષ્ટિએ નોંધપાત્ર કથાઓ :
આમ તો અહીં એકએક દષ્ટાંતકથા કોઈ ને કોઈ પ્રયોજનથી કહેવાઈ છે, પણ એમાંથી બે પ્રયોજનોવાળી કથાઓ અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે.
(૧) નિટનાં સગાં જ સગાંનો અનર્થ કરે - એ પ્રયોજનવાળી કથાઓ - નિકટનાં સગાં જ સગાંનો કેવો અનર્થ કરે છે એ દર્શાવતી કથાઓનું આખું કશાગુચ્છ ૧૪૫થી ૧૫૧ સુધીના ક્રમાંકોવાળી ગાથાઓના બાલા.માં પ્રાપ્ત થાય છે, જેમાં માતા-પિતા, ભાઈ, પત્ની, પુત્ર, મિત્ર વગેરે પણ આ સંસારમાં કેવાં દુઃખો સર્જી શકે છે એની કથાઓ આપીને આ સ્વજનો પ્રત્યે પણ રાગ-આસક્તિ ન કરવા કર્તા પ્રતિબોધ કરે છે.
(૨) પૂર્વભવનાં કર્મોનો વિપાક અને એના સારા-માઠાં ફળ દર્શાવતી કથાઓ પણ અહીં મોટા પ્રમાણમાં છે.
નંદિપેણની કથા (પૂર્વભવમાં કરેલા વૈયાવૃજ્યાદિ તપનું ફળ), મેઘકુમારની કથા (વિચલિત મનની સ્થિરતા), ભીલની કથા અંતર્ગત અનંગસેન સોનીની (જા સા સા સા) કથા (પૂર્વનાં પાપકર્મોના વિપાક રૂપે આ ભવમાં બોલી પણ ન શકાય એવાં અઘટિત પાપકર્મ), મેતાર્યમુનિની કથા (જાતિકુળના ગર્વને લઈને નીચ કુળમાં જન્મ), હરિકેશબલની કથા (બ્રાહ્મણકુળના પૂર્વભવના મદને લઈને નીચ ગોત્રમાં જન્મ), મહાવીર પ્રભુના મરીચિ ભવની કથા (મરીચિભવમાં આડુંઅવળું વચન બોલતા જન્મજરા-મૃત્યુના મોટા સાગરનું નિર્માણ).
વિવિધ કથનરીતિ :
આ બધી કથાઓ કથનરીતિના વૈવિધ્યવાળી છે. રૂપકકથાઓ, સમસ્યાના ઉકેલ સ્વરૂપે આવતી કથાઓ, નાટ્યાત્મક ચોટવાળી થાઓ, અન્યોક્તિ સ્વરૂપે નિરૂપિત કથાઓ તથા જે દાંતનું આલંબન ન લેવું જોઈએ એવી મરુદેવીમાતાની કથા અહીં જોવા મળે છે.
- ૧૩૯ –
સર્જકની વિચારસૃષ્ટિ) ગદ્યશૈલી :
આ બાલાવબોધમાં અને એની ગદ્યકથાઓમાં તત્કાલીન ગુજરાતી ભાષાનું બોલચાલનું સાહજિક સ્વરૂપ જળવાયું છે. ૧૫મી સદીની જૂની ગુજરાતી ભાષાનું માળખું અને એના વ્યાકરણનો પરિચય પણ થાય છે. દા.ત. કર્માર્થે બીજી વિભક્તિના ‘ને' પ્રત્યયને સ્થાને હુઈ પ્રત્યય પ્રચુરપણે પ્રયોજાયેલો જોવા મળે છે. તત્કાલીન શબ્દભંડોળ અને એની આગવી અર્થચ્છાયાઓ નો પરિચય અહીં મળે છે. દષ્ટાંતક્થાઓમાં કર્તાનું ગદ્ય ટૂંકાં વાક્યોમાં, ક્યારેક તો ક્રિયાપદ વિનાનાં વાક્યોમાં ગતિ કરે છે. દા.ત. “રાજગૃહનગરી. શ્રેણિક રાજા. ચિલ્લણા પટ્ટરાણી, તેહનઈ એકવાર ગર્ભિ પુત્ર ઉપનઉ." ખાટકીપુત્ર સુલસની કથામાં સંવાદકળાના અંશો જોવા મળે છે તો માસાહસ પક્ષીની કથામાં માર્મિક વિનોદની લકીર ખેંચાયેલી છે.
વળી મૂળ ગ્રંથની ગાથાઓમાં પ્રયોજાયેલ ઉપમા-રૂપકાદિ અલંકારોનું બાલાવબોધકારે જે રીતે ગદ્યમાં રૂપાંતરણ-વિસ્તરણ કર્યું છે તેવાં સ્થાનોમાં ગદ્ય અલંકારવિભૂષિત બન્યું છે. એનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે :
“સાધુ નારીરૂપ જોઈને એ રીતે દષ્ટિ વાળી લે છે, જેમ માણસ સૂર્ય સામે ગયેલી દષ્ટિને".
જેમ કોઈ રાજાને સિંહાસને બેસી, કેવળ છત્ર-ચામર-ધજાનો આડંબર કરવાથી લક્ષ્ય સિદ્ધ ન થાય, તેમ આચાર વિના કેવળ લેશમાત્રથી મહાત્મા ન થવાય.”
“જેમ વસ્ત્ર વણતાં એનો મૂળ તાણ ઉજજવળ હોય પણ વાણાનો વરવો રંગ લાગતાં એ એની ધવલતા ગુમાવે, એમ સમ્યત્વ તાણા સરખું નિર્મળ છે, પણ વિષય-કષાયોનો રંગસ્પર્શ જીવનવને ખરાબ કરે છે.'
“જેમ ખરજવાને ખંજવાળતો માણસ દુઃખને સુખ માને છે એ જ રીતે માણસ કામવાસનાજનિત દુ:ખને સુખ માને છે.”
આ રીતે આ ગ્રંથ એની ધર્મોપદેશકતા અને વૈરાગ્ય પ્રેરકતાને લઈને તો મહત્ત્વનો છે જ, સાથે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રુચિ ધરાવનારાઓ માટે, તત્કાલીન ગદ્ય અને ભાષાસ્વરૂપની દષ્ટિએ એક મહત્ત્વનો અભ્યાસગ્રંથ બની રહે એમ છે.
સંદર્ભગ્રંથ : (૧) શ્રી સોમસુંદરસૂરિકૃતિ ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધઉત્તરાર્ધ), સંપા. : ડૉ. કાન્તિભાઈ બી. શાહ, પ્રકાશક - સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલો. ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬.
(૨) ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧, મુખ્ય સંપા. જયંત કોઠારી, જયંત ગાડીત, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ-૩૮૦૦૦૯.
- ૧૪૦