Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 69
________________ જ્ઞાનધારા) એમના સાહિત્યસર્જનમાં વિવિધ ધર્મગ્રંથો ઉપરના એમણે રચેલા બાલાવબોધો સવિશેષ ધ્યાનપાત્ર છે. ‘ઉપદેશમાલા' પરનો બાલા. (રચના સં. ૧૪૮૫), 'પટિશતક' પરનો બાલા. (૨. સં. ૧૪૯૬), ‘યોગશાસ્ત્ર' પરનો બાલા., પડાવશ્યક' પરનો બાલા. ‘આરાધના પતાકા' પરનો બાલા. તથા ‘ગૌતમપૃચ્છા' પરનો બાલા. જેવા ગ્રંથો એમણે આપ્યા છે. એ ઉપરાંત કેટલાંક તીર્થસ્તવનો તેમજ ‘ભાગતપ ચૂર્ણિ', ‘કલ્યાણક સ્તવ’, ‘રત્નકોશ' જેવી સંસ્કૃત રચનાઓ એમણે આપી છે. એમની વિદ્વત્તા અને પ્રભાવકતાને લઈને જૈન સાહિત્યના ઇતિહાસમાં વિ.સં. ૧૪૫૦થી ૧૫૦૦ સુધીના અર્ધશતકના ગાળાને ‘સોમસુંદરયુગ' તરીકે ઓળખવામાં આવ્યો. બાલાવબોધનું સ્વરૂપ: પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મહદંશે પદ્યસાહિત્ય છે. પદ્યસાહિત્યની તુલનાએ ગદ્યસાહિત્ય પ્રયોગક્ષેત્ર અને પ્રકારનૈવિધ્યની દષ્ટિએ ઘણું સીમિત છે. જે ગદ્યસાહિત્ય ઉપલબ્ધ છે એમાં ‘પૃથ્વીચંદ્રચરિત્ર' જેવી કેટલીક ગદ્યકથાઓ, બાલાવબોધો, બાલાવબોધ-અંતર્ગત દષ્ટાંતકથાઓ અને વ્યાકરણની સમજૂતી આપતાં ઔક્તિકોને ગણાવી શકાય. આ બાલાવબોધ શું છે ? સમજશક્તિમાં કે જ્ઞાનસમૃદ્ધિમાં જે ઓ હજી બાળદશામાં છે એવા લોકોના અવબોધ માટે મૂળમાં સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓનો સાદી ભાષામાં સીધો ગદ્યાનુવાદ કે અનુવાદ સાથે મૂળ વિષય પરનું જરૂરી વિવરણ કરવામાં આવે તેને બાલાવબોધ કહેવામાં આવતો. આ બાલાવબોધ-અંતર્ગત કેટલીક વાર દષ્ટાંતકથાઓ પણ રજૂ કરાતી. વિષય-અવબોધના પ્રયોજને રચાતા આ બાલાવબોધોનું એક ભાષાકીય મહત્ત્વ પણ છે. રાસા, આખ્યાન, છંદ, પ્રબંધ આદિ પદ્ય-સ્વરૂપોમાં ભાષાનું વહેણ છંદોલયમાં ગતિ કરે છે. એ લયાત્મક ગતિમાં જ વર્ણ-શબ્દના પ્રાસ પણ એમાં સહજ રીતે પ્રયોજાતા આવે છે. પરિણામે આવાં પદ્યાત્મક સર્જનોમાં ભાષા એનો આગવો મિજાજ ધારણ કરી લે છે. એટલે અંશે ભાષા એના સાહજિક સ્વરૂપથી ઓછીવત્તી માત્રામાં પણ ઊંચકાયેલી હોય છે. જ્યારે બાલાવબોધોના ગદ્યમાં તત્કાલની બોલચાલની ભાષાનું સ્વરૂપ અને એની લઢણો યથાર્થપણે સચવાયાં હોય છે. એથી મધ્યકાલીન ગુજરાતી ગદ્યના અભ્યાસ માટે આ બાલાવબોધો વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સામગ્રી પૂરી પાડે છે. સર્જકની વિચારસૃષ્ટિ) શ્રી સોમસુંદરસૂરિકૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ' : સમીક્ષા : શ્રી સોમસુંદરસૂરિએ આ ગ્રંથની રચના સં. ૧૪૮૫માં કરી. એ રીતે આ રચના નરસિંહના કવનકાળથી અગાઉના સમયની ગણાય. આ અગાઉ તુરણપ્રભસૂરિનો ‘પડાવશ્યક બાલા'. (સં. ૧૪૧૧) અને મેરતંગસૂરિના સંસ્કૃત વ્યાકરણ પરના બાલા. મળે છે, પણ ‘ઉપદેશમાલા' પરનો સૌથી જૂનામાં જૂનો બાલા. સોમસુંદરસૂરિનો છે. | (i) વિષયવસ્તુ તો અહીં ‘ઉપદેશમાલા'નું જ હોય, પણ ત્યાં જે પ્રાકૃત પદ્યમાં હતું તે અહીં વિસ્તૃતપણે તત્કાલીન ગદ્યમાં આલેખાયું હોય એ રીતે વિષય દષ્ટિએ અહીં સાધુજીવનની આચારસંહિતા નિરૂપિત થઈ છે. સાધુઓના પાંચ મહાવ્રતો આદિ મૂળગુણ, પાંચ સમિતિ (સમ્યક પ્રવૃત્તિ) આદિ ઉત્તરગુણ, સાધુજીવનમાં મન-વચનકર્મે કરીને આચારવિચારોની હેયોપાદેયતા, સાચા સાધુ અને શિથિલાચારી સાધુ વચ્ચેનો તફાવત, પાસસ્થા, ઓસન્ન, કુશીલ, નિત્યવાસી, સંસક્ત, યથાણંદ અને સંવેશી સાધુઓના ભેદ, ગચ્છવાસી સાધુના લાભો અને એકલવાસી સાધુનાં ભયસ્થાનો, ગુરુશિષ્યના સંબંધો, વિનીત શિષ્યના સદ્ગુણો અને દુર્વિનીત શિષ્યના દોષો, શિષ્ય ગુરુ પ્રત્યે રાખવાના વિનય અને શ્રદ્ધા, સાધુ માટે તપ-વ્રત-સંયમ-નિયમની દઢતા, સાધુએ પાળવાની દસ પ્રકારની જયણા-એમ સાધુના આચાર-વિચારની અનેક ઝીણી ઝીણી વિગતો આવરી લેવાઈ છે. શ્રાવકધર્મના પાલનની વાત પણ અહીં કહેવાઈ છે. શ્રાવકે ત્યજવાનાં અભણ્યો, આજીવિકા-વ્યવસાયમાં જાળવવાની શુદ્ધિ, પરિગ્રહત્યાગની વાત ઉપરાંત હળુકર્મીભારેકર્મી જીવો, વસ્તુનું અનિત્યપણું, મોક્ષસુખની શ્રેષ્ઠતા, મોક્ષમાર્ગની વિરાધનાનાં નિમિત્તો, કર્મોનું સ્વરૂપ, દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકી લોકનાં સ્વરૂપો, મનુષ્યભવની દુર્લભતા જેવા અનેક તાત્વિક વિષયોને અનુલક્ષીને ધર્મોપદેશની અહીં છણાવટ છે. - (i) નિરૂપણરીતિ - કર્તા એમના આ બાલાવબોધમાં મૂળ ગાથાનો ક્રમશ: આંશિક નિર્દેશ કરતા જઈ, બહુધા એના શબ્દપર્યાયો-શબ્દાર્થો આપતા જઈ, ગાથાના કથ્ય વિષયને તત્કાલીન ગુજરાતી ભાષામાં રસળતા અનુવાદ સ્વરૂપે મૂકી આપે છે, પણ એ કેવળ અનુવાદ રહેતો નથી. વાચકને વિષયનો વિશદપણે અવબોધ થાય તે માટે તેઓ ખપ જેગો વિસ્તાર કરીને વિષયને સ્ફટ કરે છે. વિવરણ કરતી વેળા વિષયનો અતિવિસ્તાર કે બિનજરૂરી વિસ્તાર ન થઈ જાય એની કાળજી લીધાની છાપ પડે છે. બાલાવબોધ માટે એમની આ સહજસ્વીકૃત લેખનશિસ્ત જણાય છે. ૧૩૬ ૧૩૫ -

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100