________________
જ્ઞાનધારા) દર્શને તો બીજી બાબત ઉપર બીજા દર્શને ભાર આપેલો હોવાથી, તે તે બાબત તે તે દર્શનના એક ખાસ વિષય તર્ક અથવા એક વિશેષતા રૂપે પ્રસિદ્ધ થઈ ગઈ છે. દાખલા તરીકે, કર્મના સિદ્ધાંતો બૌદ્ધ અને યોગ દર્શનના કર્મના મૂળ સિદ્ધાંતો તો છે જ, યોગ દર્શનમાં તો એ સિદ્ધાંતોનું મુદ્દાવાર વર્ણન પણ છે; છતાં એ સિદ્ધાંતો વિષેનું જૈન દર્શનમાં એક વિસ્તૃત અને ઊંડું શાસ્ત્ર બની ગયેલું છે, જેવું બીજા કોઈ પણ દર્શનમાં દેખાતું નથી.
તેથી જ ચરિત્રમીમાંસામાં કર્મના સિદ્ધાંતોનું વર્ણન કરતાં જૈનસંમત આખું કર્મશાસ્ત્ર વાચક ઉમાસ્વાતિએ ટૂંકાણમાં પણ દાખલ કર્યું છે. તેવી જ રીતે તાત્વિક દષ્ટિએ ચારિત્રની મીમાંસા જૈન, બૌદ્ધ અને યોગ ત્રણે દર્શનમાં સમાન હોવા છતાં, કેટલાક કારણોથી વ્યવહારમાં ફેર પડી ગયેલો નજરે પડે છે અને એ ફેર જ તે તે દર્શનના અનુગામીઓની વિશેષતારૂપ થઈ પડ્યો છે. અને કષાયનો ત્યાગ એ જ બધાને મને ચારિત્ર છે; તેને સિદ્ધ કરવાના અનેક ઉપાયોમાંથી કોઈએ એક ઉપર તો બીજાએ બીજા ઉપર વધારે ભાર આપ્યો છે. જૈન આચારના બંધારણમાં દેહદમનની પ્રધાનતા દેખાય છે. બૌદ્ધ આચારના બંધારણમાં દેહદમનની જગ્યાએ ધ્યાન પર ભાર મૂક્યો છે, અને યોગદર્શનાનુસારી પરિવ્રાજકોના આચારના બંધારણમાં પ્રાણાયામ, શૌચ આદિ ઉપર વધારે ભાર અપાયો છે. જો મુખ્ય ચારિત્રની સિદ્ધિમાં જ દેહદમન, ધ્યાન અગર પ્રાણાયામ આદિનો બરાબર ઉપયોગ થાય, તો તો એ દરેકનું સરખું જ મહત્ત્વ છે; પણ જ્યારે એ બાહ્ય અંગો માત્ર વ્યવહારના ચીલા જેવાં બની જાય છે અને તેમાંથી મુખ્ય ચારિત્રની સિદ્ધિનો આત્મા ઊડી જાય છે, ત્યારે જ એમાં વિરોધની દુર્ગધ આવે છે અને એક સંપ્રદાયનો અનુગામી બીજા સંપ્રદાયના આચારનું નિરર્થકપણું બતાવે છે, બૌદ્ધ સાહિત્યમાં અને બૌદ્ધ અનુગામી વર્ગમાં જૈનોના દેહદમનની પ્રધાનતાવાળા તપની વગોવણી નજરે પડે છે.
જૈન સાહિત્ય અને જૈન અનુગામી વર્ગ બૌદ્ધોના સુખશીલ વર્તન અને ધ્યાનનો તેમ જ પરિવ્રાજકોના પ્રાણાયામ અને શૌચનો પરિહાસ દેખાય છે. આમ હોવાથી તે તે દર્શનની ચારિત્રમીમાંસાના ગ્રંથોમાં વ્યાવહારિક જીવનને લગતું વર્ણન વિશેષ જ દેખાય તે સ્વાભાવિક છે, એથી જ તત્ત્વાર્થની ચારિત્રમીમાંસામાં આપણે પ્રાણાયામ કે શૌચ ઉપર એકે સુત્ર નથી જોતા તેમ જ ધ્યાનનું પુષ્કળ વર્ણન તેમાં હોવા છતાં તેને સિદ્ધ કે યોગ દર્શનમાં વર્ણવવામાં આવ્યા છે તેવા વ્યાવહારિક ઉપાયો આપણ
સર્જકની વિચારસૃષ્ટિ) નથી જોતા. એ જ રીતે તત્વાર્થમાં જે પરીષહો અને તપનું વિસ્તૃત તેમ જ વ્યાપક વર્ણન છે, તેવું આપણે યોગ કે બૌદ્ધની ચારિત્રમીમાંસામાં નથી જોતા.
આ સિવાય ચારિત્રમીમાંસાને અંગે એક વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે અને તે એ કે ઉક્ત ત્રણે દર્શનોમાં જ્ઞાન અને ચારિત્ર (ક્રિયા) બંનેને સ્થાન હોવા છતાં જૈન દર્શનમાં ચારિત્રને જ મોક્ષના સાક્ષાત્ કારણ તરીકે સ્વીકારી, જ્ઞાનને તેના અંગ તરીકે સ્વીકારવામાં આવ્યું છે; જ્યારે બૌદ્ધ અને યોગ દર્શનમાં જ્ઞાનને જ મોક્ષનું સાક્ષાત્ કારણ માની, જ્ઞાનના અંગ તરીકે ચારિત્રને સ્થાન આપવામાં આવ્યું છે.
આમ હોવાથી તત્ત્વાર્થની ચારિત્રમીમાંસામાં ચારિત્રલક્ષી ક્રિયાઓનું અને તેમના ભેદપ્રભેદોનું વધારે વર્ણન હોય તે સ્વાભાવિક છે.
ચારિત્રમીમાંસાના અંતિમ સાધ્ય મોક્ષના સ્વરૂપ વિષે ઉક્ત દર્શનોની કઈ અને કેવી કલ્પના છે તે પણ જાણી લેવી આવશ્યક છે. દુ:ખના ત્યાગમાંથી જ મોક્ષની કલ્પના જન્મેલી હોવાથી, બધાં દર્શનો દુઃખની આત્યંતિક નિવૃત્તિને જ મોક્ષ માને છે. ન્યાય, વૈશેષિક, યોગ અને બૌદ્ધ એ ચારે એમ માને છે કે, દુ:ખના નાશ ઉપરાંત મોક્ષમાં બીજી કોઈ ભાવાત્મક વસ્તુ નથી; તેથી એમને મતે મોક્ષમાં જો સુખ હોય તો તે કાંઈ સ્વતંત્ર વસ્તુ નહીં, પણ તે દુઃખના અભાવ પૂરતું જ છે. જ્યારે જૈન દર્શન વેદાંતની પેઠે એમ માને છે કે, મોક્ષ અવસ્થા એ માત્ર દુઃખનિવૃત્તિ નથી, પણ એમાં વિષયનિરપેક્ષ સ્વાભાવિક સુખ જેવી સ્વતંત્ર વસ્તુ પણ છે. માત્ર સુખ જ નહીં પણ તે ઉપરાંત જ્ઞાન જેવા બીજા સ્વાભાવિક ગુણોનો આવિર્ભાવ જૈન દર્શન એ અવસ્થામાં સ્વીકારે છે, જ્યારે બીજા દર્શનની પ્રક્રિયા એમ સ્વીકારવાની ના પાડે છે. મોક્ષના સ્થાન વિષે જૈન દર્શનનો મત સૌથી નિરાળો છે. બૌદ્ધ દર્શનમાં તો સ્વતંત્ર આત્મતત્ત્વને સ્પષ્ટ સ્થાન ન હોવાથી, મોક્ષના સ્થાન વિષે તેમાંથી કાંઈ પણ વિચાર મેળવવાની આશા અસ્થાને છે. પ્રાચીન બધાં વૈદિક દર્શનો આત્મવિભુત્વવાદી હોવાથી, તેમને મતે મોક્ષનું સ્થાન કોઈ અલાયદું હોય એવી કલ્પના જ થઈ શકતી નથી, પરંતુ જેન દર્શન સ્વતંત્ર આત્મત્ત્વવાદી છે અને છતાં આત્મવિભજ્વવાદી નથી; તેથી તેને મોક્ષનું સ્થાન ક્યાં છે એનો વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે અને એ વિચાર એણે દર્શાવ્યો પણ છે. તત્ત્વાર્થના અંતમાં વાચક ઉમાસ્વાતિ કહે છે કે, “મુક્ત થયેલ છવ દરેક પ્રકારના શરીરથી છૂટી, ઊર્ધ્વગામી થઈ, છેવટે લોકના અંતમાં સ્થિર થાય છે અને ત્યાં જ હંમેશને માટે રહે છે.
૦ ૧૩૧
- ૧૩૨
-