Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 66
________________ 65 L ܞܞ "હું" જ્ઞાનધારા જોઈએ કે, વાચક ઉમાસ્વાતિએ પોતાના સૂત્રના વિષય તરીકે જ્ઞાન, જ્ઞેય અને ચારિત્ર એ ત્રણે મીમાંસાઓને જૈન દિષ્ટ અનુસાર લીધેલી છે. પસંદ કરેલ વિષયને વાચક ઉમાસ્વાતિએ પોતાની દશાધ્યાયીમાં આ પ્રમાણે વહેંચી નાખ્યો છે. તેમણે પહેલા અધ્યાયમાં જ્ઞાનની, બીજાથી પાંચમા સુધીના ચાર અધ્યાયોમાં જ્ઞેયની અને છઠ્ઠાથી દસમા સુધીના પાંચ અધ્યાયોમાં ચારિત્રની મીમાંસા કરી છે. જ્ઞાનમીમાંસાની સારભૂત બાબતો ઃ પહેલા અધ્યાયમાં જ્ઞાન સાથે સંબંધ રાખનારી મુખ્ય બાબતો આઠ છે : ૧. નય અને પ્રમાણરૂપે જ્ઞાનનો વિભાગ, ૨. મતિ આદિ આગમ-પ્રસિદ્ધ પાંચ જ્ઞાનો અને તેમની પ્રત્યક્ષ-પરોક્ષ બે પ્રમાણમાં વહેંચણી, ૩. મતિજ્ઞાનની ઉત્પત્તિનાં સાધનો, તેમનો ભેદ-પ્રભેદ અને તેમની ઉત્પત્તિનો ક્રમ સૂચવતા પ્રકારો, ૪. જૈન પરંપરામાં પ્રમાણ માનતા આગમશાસ્ત્રનું શ્રુતજ્ઞાનરૂપે વર્ણન. ૫. અવધિ આદિ ત્રણ દિવ્ય પ્રત્યક્ષો અને તેમના ભેદ-પ્રભેદો તથા પારસ્પરિક અંતર, ૬. એ પાંચે જ્ઞાનનું તારતમ્ય જણાવતો તેમનો વિષયનિર્દેશ અને તેમની એક સાથે સંભવયનીયતા,૭. કેટલાં જ્ઞાનો ભ્રમાત્મક પણ હાઈ શકે તે, અને જ્ઞાનની યથાર્થતા તથા અયથાર્થતાનાં કારણો. ૮. નયના ભદપ્રભેદો. જ્ઞેયમીમાંસાની સારભૂત બાબતો ઃ જ્ઞેયમીમાંસામાં જગતના મૂળભૂત જીવ અને અજીવ એ બે તત્ત્વોનું વર્ણન છે. માત્ર જીવતત્ત્વની ચર્ચા બીજાથી ચોથા સુધીના ત્રણ અધ્યાયોમાં છે. બીજા અધ્યાયમાં જીવનના અનેક ભેદપ્રભેદોનું અને તેને લગતી અનેક બાબતોનું વર્ણન છે. ત્રીજા અધ્યાયમાં અધોલોકમાં વસતા નારકો અને મધ્યમ લોકમાં વસતા મનુષ્ય તથા પશુ-પક્ષી આદિનું વર્ણન હોવાથી, તેને લગતી અનેક બાબતો સાથે પાતાળ અને મનુષ્યલોકની આખી ભૂગોળ આવે છે. ચોથા અધ્યાયમાં દેવસૃષ્ટિનું વર્ણન હોઈ, તેમાં ખગોળ ઉપરાંત અનેક જાતનાં દિવ્ય ધામોનું અને તેમની સમૃદ્ધિનું વર્ણન છે. પાંચમા અધ્યાયમાં દરેક દ્રવ્યના ગુણધર્મનું વર્ણન કરી, તેનું સામાન્ય સ્વરૂપ જણાવી, સાધર્મવૈધર્મ દ્વારા દ્રવ્યમાત્રની વિસ્તૃત ચર્ચા કરી છે. જ્ઞેયમીમાંસામાં મુખ્ય ૧૬ બાબતો આવે છે, જે નીચે પ્રમાણે છે : અધ્યાય ૨જો : જીવતત્ત્વનું સ્વરૂપ, ૨. સંસારી જીવના પ્રકારો, ૩.ઇંદ્રિયોની વહેંચણી, ૪. મૃત્યુ અને જન્મ વચ્ચેની સ્થિતિ, ૫. જન્મના અને તેનાં સ્થાનોના પ્રકારો તથા તેમની જાતિવાર વહેંચણી, ૬. શરીરના પ્રકારો, તેમનું તારતમ્ય, તેમના ૧૨૯ હું સર્જકની વિચારસૃષ્ટિ સ્વામીઓ અને એકસાથે તેમનો સંભવ, ૭. જાતિઓનો લિંગવિભાગ અને ન તૂટી શકે એવા આયુષ્યને ભોગવનારાઓનો નિર્દેશ. અધ્યાય ૩ જો અને ૪થો : ૮. અધોલોકના વિભાગો, તેમાં વસતા નારક જીવો અને તેમની દશા તથા જીવનમર્યાદા વગેરે. ૯. દ્વીપ, સમુદ્ર, પર્વત, ક્ષેત્ર આદિ દ્વારા મધ્યમ લોકનું ભૌગોલિક વર્ણન તથા તેમાં વસતા મનુષ્ય, પશુ-પક્ષી આદિનો જીવનકાળ, ૧૦. દેવની વિવિધ જાતિઓ, તેમનો પરિવાર, ભોગ, સ્થાન, સમૃદ્ધિ, જીવનકાળ અને જ્યોતિમંડળ દ્વારા ખગોળનું વર્ણન. અધ્યાય ૫મો ૧૧. દ્રવ્યના પ્રકારો, તેમનું સ્વરૂપ સાધર્મ-વૈધર્મા; તેમનું સ્થિતિક્ષેત્ર અને તે દરેકનું કાર્ય, ૧૨. પુદ્ગલનું સ્વરૂપ, તેના પ્રકારો અને તેની ઉત્પત્તિનાં કારણો. ૧૩. સત્ અને નિત્યનું સહેતુક સ્વરૂપ, ૧૪. પૌદ્ગલિક બંધની યોગ્યતા અને અયોગ્યતા, ૧૫. દ્રવ્ય સામાન્યનું લક્ષણ; કાળને દ્રવ્ય માનનાર મતાંતર અને તેની દૃષ્ટિએ કાળનું સ્વરૂપ, ૧૬. ગુણ અને પરિણામનાં લક્ષણો અને પરિણામના પ્રકારો. ચારિત્રમીમાંસાની સારભૂત બાબતો : જીવનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ હોય છે ? એવી હેય પ્રવૃત્તિઓનું મૂળબીજ શું છે ? હેય પ્રવૃત્તિઓનો ત્યાગ શક્ય હોય તો તે કયા કયા પ્રકારના ઉપાયો દ્વારા થઈ શકે અને હેય પ્રવૃત્તિના સ્થાનમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ જીવનમાં દાખલ કરવી ? તેનું પરિણામ જીવનમાં ક્રમશઃ અને છેવટે શું આવે ? એ બધો વિચાર છઠ્ઠાથી દશમા અધ્યાય સુધીની ચારિત્રમીમાંસામાં આવે છે. ચારિત્રમીમાંસની મુખ્ય બાબતો અગિયાર છે : ? છઠ્ઠો અધ્યાય : ૧. આસવસેવનથી કયા કયા કર્મો બંધાય છે તેનું વર્ણન. સાતમો અધ્યયાય ૨. વ્રતનું સ્વરૂપ, વ્રત લેનાર અધિકારીઓના પ્રકારો અને વ્રતની સ્થિરતાના માર્ગો. ૩. હિંસા આદિ દોષોનું સ્વરૂપ. ૪. વ્રતમાં સંભવતા દોષો. પ. દાનનું સ્વરૂપ અને તેના તારતમ્યના હેતુઓ. આઠમો અધ્યાય : ૬ કર્મબંધના મૂળ હેતુઓ અને કર્મબંધના પ્રકારો. નવમો અધ્યાય : ૭, સંવર અને તેના વિવિધ ઉપાયો અને તેના ભેદ-પ્રભેદો. ૮. નિર્જરા અને તેનો ઉપાય. ૯. જુદા જુદા અધિકારવાળા સાધકો અને તેમની મર્યાદાનું તારતમ્ય. દશમો અધ્યાય ૧૦. કેવળજ્ઞાનના હેતુઓ અને મોક્ષનું સ્વરૂપ. ૧૧. મુક્તિ મેળવનાર આત્માની કઈ રીતે ક્યાં ગતિ થાય છે તેનું વર્ણન. આ સિવાય કેટલીક બબતો એવી પણ છે કે, જેમાંથી એક બાબત ઉપર એક ૧૩૦ 65 R

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100