Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 68
________________ iiiiiiiii જ્ઞાનધારા) ઉપદેશમાલા બાલાવબોધ શ્રી સોમસુંદરસૂરિજીની વિચારસૃષ્ટિ - ડૉ. કાન્તિભાઈ બી. શાહ અમદાવાદસ્થિત ડૉ. કાન્તિભાઈના “ગુણરત્નકર છંદ” અને ઉપદેશમાલા બાલાવબોધ ગ્રંથો પુરસ્કૃત થયા છે.. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-સંશોધન સંપાદન કાર્યમાં || તેઓશ્રીનું ઘણું જ યોગદાન છે. આ નિબંધનો વિષય 'શ્રી સોમસુંદરસૂરિકૃત ઉપદેશમાલા બાલાવબોધ' છે, પણ પહેલાં આ બાલાવબોધના મૂળ ગ્રંથ અને એના સર્જક વિશે થોડીક વાત કરવી પ્રસ્તુત ગણાશે. મૂળ ગ્રંથ ‘ઉપદે શમાલા’ : કતાં શ્રી ધર્મદાસગણિ : ‘ઉપદેશમાલા’ એ પ્રાકૃત ભાષામાં ૫૪૪ ગાથાનો શ્રી ધર્મદાસગણિએ રચેલો ગ્રંથ છે. કહેવાય છે કે ગ્રંથકર્તા શ્રી ધર્મદાસગણિ અવધિજ્ઞાની હતા. ધર્મવિમુખ બનેલા પોતાના સંસારી પુત્ર રણસિંહને ધર્માભિમુખ કરવા માટે એમણે આ ગ્રંથની રચના કરી. એના ઉપદેશ દ્વારા રણસિંહને એમણે પ્રતિબોધિત કર્યો. ધર્મદાસગણિના જીવનકાળ અંગે કેટલાંક મતમતાંતરો છે. કેટલાક એમને શ્રી મહાવીર પ્રભુને હાથે દીક્ષિત થયેલા માને છે, જ્યારે ઇતિહાસવિદો એમને મહાવીરના સમકાલીન નહીં, પરંતુ મહાવીરનિર્વાણના પાંચ સૈકા પછી થયાનું માને છે. વળી, ત્રીજો એક મત એવો છે કે મહાવીરદીક્ષિત ધર્મદાસગણિ અને ઉપદેશમાલાકાર ધર્મદાસગણિ અલગ અલગ છે. ‘ઉપદેશમાલા' પર ટીકાગ્રંથો અને બાલાવબોધો : આ ગ્રંથ ઉપદેશપ્રધાન, વૈરાગ્યપ્રેરક અને ધર્માભિમુખ કરનારો હોઈને, એની મોટી સિદ્ધિ એ છે કે એના ઉપર અનેક ટીકાગ્રંથો રચાયા છે. સંસ્કૃત-પ્રાકૃતમાં ટીકા, અવચૂરિ, વૃત્તિ, કથાઓ ઉપરાંત જૂની ગુજરાતીમાં રચાયેલા બાલાવબોધોની ઘણી મોટી -૧૩ સર્જકની વિચારસૃષ્ટિ) સંખ્યા જ આ ગ્રંથની પ્રભાવિકતાનો મોટો પુરાવો છે. | ‘ઉપદેશમાલા' પરનો સૌથી મહત્ત્વનો ટીકગ્રંથ સં. ૯૭૪માં શ્રી સિદ્ધર્ષિગણિએ “હેયોપાદેય ટીકા' નામક રચ્યો છે. આ ગ્રંથમાં એમણે મૂળ પાઠોને વ્યવસ્થિત કરી આપવા સાથે ગાથાઓમાં જે દષ્ટાંતો નિર્દેશાયાં છે એની કથાઓને સંક્ષેપમાં સંસ્કૃત ભાષામાં આલેખી છે. એમના અનુગામી ટીકાકારો ઘણુંખરું આ ‘હયોપાદેય ટીકા'ને અનુસર્યા છે. ‘ઉપદેશમાલા” ગ્રંથ પર જેમ સંસ્કૃત-પ્રાકૃત ટીકગ્રંથો રચાયા એ જ રીતે જૂની ગુજરાતીમાં બાલાવબોધો પણ રચાયા છે. એમાં સૌથી જૂનો બાલાવબોધ શ્રી સોમસુંદરસૂરિએ સં. ૧૪૮૫માં રચ્યો છે. એ પછી સં. ૧૫૪૩માં કોરટ ગચ્છના શ્રી નમ્નસૂરિએ ‘ઉપદેશમાલા બાલા.' રચ્યો છે. આ ઉપરાંત કેટલાક અજ્ઞાત કર્તાઓના આ જ ગ્રંથ પરના બાલાવબોધો નોંધાયેલા છે, પણ એ બધા અપ્રકાશિત હોવાથી એ કેટલી અલગ અલગ કર્તુત્વવાળી રચનાઓ હશે એ વિશે કશું સ્પષ્ટ કરી શકાય એમ નથી. શ્રી સોમસુંદરસૂરિનું જીવન-કવન : શ્રી સોમસુંદરસૂરિનો જન્મ વિ.સં. ૧૪૩૦ના મહા વદ ૧૪ને દિને પાલણપુર ખાતે થયો. પિતાનું નામ સર્જન અને માતા માહદેવી. પોતાનું સંસારી નામ સોમ. જ્ઞાતિ પ્રાગ્વાટ, સાત વર્ષની વયે સં. ૧૪૩૭માં તેઓ દીક્ષિત થયા. તેમના દીક્ષાગુરુ જયાનંદસૂરિ હતા. સં. ૧૪૫૭માં ૨૭ વર્ષની ભરયુવાનીમાં એમને પાટણ ખાતે આચાર્યપદવી પ્રદાન થઈ. તપાગચ્છના ૪૯મા પટ્ટધર શ્રી દેવસુંદરસૂરિની નિશ્રામાં આ સૂરિપદપ્રદાન મહોત્સવ યોજાયો. પછીથી તેઓ ગચ્છાધિપતિ થયા અને બહોળો શિષ્યસમુદાય ધરાવતા હતા. વ્યાકરણ, છંદ, કોશ આદિ અનેક શાસ્ત્રોના તેઓ વિદ્વાન હતા. એમના સમુદાયમાં મુનિસુંદરસૂરિ, જયસુંદરસૂરિ, ભુવનસુંદરસૂરિ, જિનસુંદરસૂરિ જેવા શાસ્ત્રજ્ઞ સાધુભગવંતો હતા. એમની નિશ્રામાં અનેક તીર્થયાત્રાઓ યોજાઈ અને ચૈત્યોનાં જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. જેમ કે, તારંગાના અજિતનાથ પ્રભુની અને રાણકપુરના સુપ્રસિદ્ધ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા એમની નિશ્રામાં થઈ હતી. ગ્રંથભંડારોને વ્યવસ્થિત કરવામાં, એમની જાળવણીમાં અને તાડપત્રીય ગ્રંથોની પ્રતિલિપિમાં એમનું મહત્ત્વનું પ્રદાન હતું. સં. ૧૪૯૯માં એમનો સ્વર્ગવાસ થયો. ૧૩૪

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100