________________
69 L
ܞܞܞ
કે જ્ઞાનધારા)
(iii) સાક્ષીપાઠો - કેટલીક ગાથાઓના બાલાવબોધમાં કર્તાએ સંસ્કૃત-પ્રાકૃત શાસ્ત્રગ્રંથોમાંથી પ્રમાણો/સુભાષિતો ઉદ્ધત કરીને મૂક્યાં છે અને સાક્ષીપાઠ આપતાં કવચિત જે-તે ગ્રંથસંદર્ભ પણ ટાકે છે. જેમકે મૂળ ગ્રંથની ૩૩૬મી ગાથામાં સાધુઓ શરીરની શોભા કરવાનું ટાળે છે એ વાત આવે છે. સોમસુંદરસૂરિ આ ગાથાના બાલાવબોધમાં ‘વત્ તમ્ શ્રી યશવ‘જિદ્દ સૂત્રે’ એમ સંદર્ભ નિર્દેશીને સૂત્રનું પ્રમાણ આપે છે : ‘વિભૂષાવત્તિયં મિવુ, નાં સંધ ચિતળળ ।’ બાલાવબોધના આલેખન અને ગદ્યનું ઉદાહરણ : મૂળ ગાથા ૩૫૧મી -
‘ગુણહીણો ગુણચ્ચણાયરેસુ, જો ફુઈ તુલ્લમપ્પાણં, સુત્તવસિણો ય હીલઈ સમ્મત્ત કોમલ તાઃ'
(મૂળ ગાથાનો અનુવાદ - ‘જે સાધુ ગુણમાં હીણો હોવા છતાં ગુણરત્નોના ભંડાર સમા અન્ય સાધુ સાથે પોતાની તુલના કરે છે અને ઉત્તમ તપસ્વી સાધુની નિંદા કરે છે તેનું સમ્યક્ત્વ અસાર જાણવું.)
સોમસુંદરસૂરિનો ઉપરોક્ત ગાથાનો બાલા. -
જે આપણપ ચારિત્રાદિક ગુણે કરી હીન રહિત હુંત ગુણ-રૂપિયા રત્નના આગર સુસાધુ મહાત્માસિ આપણપ. તુલ્ય=સરીખઉં કરઈ, ‘અઉ મહાત્મા' ઇસિ પરિ લોકમાહિં ખ્યાતિ કરઈ, સુત્તવર્સિ.=રૂડા મહાત્મા હૂઈં હીલઈ-નિંદઈ, ‘એ માયાવીઆ, લોકહૂઈં ધુતારા' ઈસી પરિ, સમ્મત્ત. - તે તપસ્વીના નિંદણહારનઉ સમ્યક્ત્વ કોમલ=અસાર ને મિથ્યાત્વી જિ કહીઈ.
‘ઉપદેશમાલા બાલા.'ની દૃષ્ટાંતકથાઓ :
આ ગ્રંથની સાહિત્યિક દષ્ટિએ આપણે માટે મોટી ઉપલબ્ધિ છે તે તો કર્તાએ બાલા.ની સાથે જોડેલી દષ્ટાંતકથાઓ. આગળ જણાવ્યું તેમ મૂળ ગ્રંથમાં ધર્મદાસગણિએ જે દષ્ટાંતોનો કેવળ નિર્દેશ કયો છે તે દષ્ટાંતોનું વસ્તુ લઈને બાલાવબોધકારે અહીં નાના
મોટા કદવાળી દષ્ટાંતથાઓ આપી છે. અહીં એવી ૬૮ દષ્ટાંતકથાઓ જે-તે બાલા.ના છેડે અલગ કથાઓ રૂપે રજૂ થઈ છે. જ્યારે ૧૫ જેટલી દષ્ટાંતકથાઓ બાલા. - અંતર્ગત જ સંક્ષેપમાં સાંકળી લેવાઈ છે. એમ અહીં કુલ ૮૩ કથાઓ પ્રાપ્ત થાય છે. આમ આ ગ્રંથમાં, જૈન પરિભાષામાં કહીએ તો, ચરણકરણાનુયોગની સાથે જાણે કે ધર્મકથાનુયોગ પણ સંલગ્ન છે અથવા એમ કહી શકાય કે આ ગ્રંથ કેવળ બોધનો
૧૩૭
હું સર્જકની વિચારસૃષ્ટિ ...
નહીં, કથાબોધનો-કથાના માધ્યમથી પ્રાપ્ત થતા બોધનો ગ્રંથ છે. આ કથાઓ વાચકના કથારસને પોષવા સાથે ધર્મોપદેશને મિષ્ટતાપૂર્વક હૃદયસ્થ કરવામાં સહાયક બને છે. જોકે એક વાત સ્પષ્ટ કરવી જોઈએ કે આ બધી કથાઓનો આધારસ્રોત તો આપણું આગમસાહિત્ય જ છે.
કથાઓનું પાત્રાનુસારી વર્ગીકરણ :
(૧) સાધુમહાત્માઓની ચરિત્રકથાઓ - આખો ગ્રંથ જ મુખ્યત્વે સાધુમહાત્માઓના આચારવિચાર અંગેનો હોઈને અહીં મોટા ભાગની દષ્ટાંતકથઓ સાધુઓના ચરિત્ર-પ્રસંગોને લગતી અને ગુરુ-શિષ્ય સંબંધોને વિષય કરતી છે.
બાહુબલિ, જંબૂસ્વામી, ચિંતાતીપુત્ર, ઢણકુમાર, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, સ્કંદક અને એમના ૫૦૦ શિષ્યો, હરિકેશબલ ઋષિ, વયર (વજ્ર) સ્વામી, નંદિપેણ, ગજસુકુમાલ, સ્થૂલભદ્ર, સિંહગુફાવાસી મુનિ, અવંતી સુકુમાલ, પીઢ-મહાપીઢ, મેતાર્યમુનિ, દત્તમુનિ, સુનક્ષત્ર મહાત્મા, કેશી ગણધર, કાલિકાચાર્ય, વારત્તક મહાત્મા, સાગરચંદ્ર, દઢપ્રહારી મુનિ, સહસ્યમલ મહાત્મા, આર્ય મહાગિરિ, મેઘકુમાર, ચંડરુદ્રગુરુ અને એમના સુશિષ્ય, અંગારમર્દક, મંગુ આચાર્ય, સેલગસૂરિ, પુંડરીક-કંડરીક, સંગમસૂરિ, અર્ણિકપુત્ર વગેરે મહાત્માઓની કથાઓ અહીં છે.
(૨) મહાસતીઓ અને અન્ય નારીપાત્રોની કથાઓ -
મૃગાવતી, સુકુમાલિકા, ચંદનબાળા, મરુદેવીમાતા, સૂર્યકાન્તા, ચલણીમાતા, ચેલ્લણા, પુચૂલાની કથાઓ અહીં છે.
(૩) ચક્રવર્તીઓ/રાજાઓ/મંત્રીઓની કથાઓ
ܞܞܝ
ભરતેશ્વર ચક્રવર્તી, સનન્કુમાર ચક્રવર્તી, બ્રહ્મદત્ત ચક્રવર્તી, ઉદાયી રાજા, ચંડપ્રદ્યોત રાજા, ચંદ્રાવતસક રાજા, પ્રદેશી રાજા, શ્રેણિક રાજા અને પુત્ર કોણિક, પર્વતક રાજા, ચાણક્ય મંત્રી, પરશુરામ અને સુભૂમિ, દશાર્ણેય કૃષ્ણ મહારાજા, વસુદેવ, બલદેવ, અભયકુમાર વગેરેની કથાઓ.
(૪) શ્રેષ્ઠીઓની કથાઓ -
તામલિ શ્રેષ્ઠી, શાલિભદ્ર, કામદેવ શ્રાવક, પૂરણ શ્રેષ્ઠી. (૫) તીર્થંકર / ગણધરની કથાઓ - મહાવીર પ્રભુનો મરીચિ ભવ, ઋષભદેવ, ગૌતમસ્વામી. (૬) વિદ્યાધર/દેવ/પ્રત્યેકબુદ્ધની કથાઓ -
૧૩૮
69 R