Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 63
________________ સર્જકની વિચારસૃષ્ટિ) પ્રકારના અવંદનીય સાધુ, સાધુની ૮૪ ઉપમા, બીજી ૩૨ ઉપમા વગેરેનું સચોટ વર્ણન કર્યું છે. આમ, જૈન તત્ત્વ પ્રકાશ ગ્રંથના પૂર્વાર્ધના પ્રથમ ખંડમાં પંચપરમેષ્ઠી પદના ૧૦૮ ગુણોનો સવિસ્તાર છે. પાંચેપાંચ પ્રકરણના અંતે પાંચે પદના ઉત્તમ ગુણ ધારકોને તેમણે ત્રણે કાળ, ત્રણે કરણથી શુદ્ધ વંદના-નમસ્કાર કર્યા છે. અંતિમ મંગલાચરણમાં સુપ્રસિદ્ધ ‘‘ગનો મવન મદિરા'' ની ગાથા મૂકી પોતાની ધર્મ પ્રતિ દઢ શ્રદ્ધાનું દર્શન કરાવ્યું છે. જૈન તત્ત્વ પ્રકાશના દ્વિતીય ખંડમાં ગ્રંથના પ્રારંભમાં જે ગાથા લખી છે તેના ઉત્તરાર્ધ પદનું વર્ણન છે. ઉત્તમ સુખના અર્થીઓ એટલે મુમુક્ષુઓને ગ્રહણ કરવા યોગ્ય શ્રત અને ચારિત્રધર્મને છે પ્રકરણમાં પૂજ્યશ્રીએ ગૂંચ્યા છે. જેમ શુદ્ધ રફટિકમય શ્વેત પારાઆને સુવર્ણ દોરાથી ગૂંથવામાં આવે છે ત્યારે તે પારામાંથી સુવર્ણમય ઝાંય દેખાય છે. તેવી રીતે જિનવાણીએ કથિત વિષયોરૂપી પારાને એકસૂત્રે ગૂંથ્યા છે અને તેમાં પૂજ્યશ્રીની ધર્મશ્રદ્ધારૂપી સુવર્ણમય ઝાંય દેખાઈ રહી િજ્ઞાનધારા) પ્રકરણમાં ૩ સંયમીઓની વાત છે. ત્રીજા પ્રકરણ “આચાર્ય'માં પાંચ મહાવ્રત, પંચાચાર, પાંચ ઇન્દ્રિય નિગ્રહ, બ્રહ્મચર્યની નવ વાડ, ૪ કષાયથી મુક્તિ, આચાર્યના ૩૬ ગુણો, ૮ સમ્મદા વગેરેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પૂજ્યશ્રીની એક ખાસિયત ઉડીને આંખે વળગે તેવી છે. તે એ છે કે તેમણે Footnoteમાં વિષયને વધુ સમજી શકાય તેવી માહિતી જ્ઞાનાભિલાષી માટે આપી છે, તો ક્યારેક જેઓ કાંઈ જ જાણતા નથી તેના માટે પાયાની માહિતી આપી માહિતગાર કર્યા છે. બંને વર્ગની જરૂરિયાતને સંતોષવાનો પૂજ્યશ્રીનો પ્રયાસ સફળ રહ્યો છે. અહીં Footnoteમાં ૩૩ આશાતના, ૩૪ અસક્ઝાય ને ૯૬ દોષ રહિત આહાર-પાણી વગેરે જે સાધુભગવંતો ભોગવે તેની સૂચિ જાણવા જેવી છે. તો બીજા પ્રકરણમાં Footnoteમાં પુરુષની ૭૨ કલા, સ્ત્રીની ૬૪ કલા, ૩૬ જાતિ, લોકોત્તર ૧૪ વિદ્યા, લૌકિક ૧૪ વિદ્યાની નામાવલી છે. ‘ઉપાધ્યાય' નામક ચોથા પ્રકરણમાં ઉપાધ્યાયના ૨૫ ગુણો તેમજ ૩૨ આગમોનું વિવેચન છે. તેમાં આગળ વધતાં ૧૨ ભાવના છે. તેમાં દરેક ભાવનામાં આગમકથિત દષ્ટાંત આપી પોતાની જ્ઞાનપ્રતિભાનું પ્રમાણ આપ્યું છે. દસ યતિ ધર્મના સ્વરૂપમાં પોતાના આગવા મૌલિક ચિંતનને અનુભવથી રજૂ કર્યું છે. દા.ત. ગૂમડું જ્યારે મટવા આવે ત્યારે તેમાં ચળ આવે છે તે સમયે જો ખંચવાળે તો ગૂમડામાંથી લોહી નીકળે અને મટતાં સમય લાગે. જો ત્યારે મનને વશ કરી ગૂમડાને હાથ ન લગાડે તો થોડા વખતમાં આરામ થઈ જાય. તેવી રીતે મનુષ્યભવમાં કામવિકારરૂપી ગૂમડું પાકી ગયું છે. હવે તેને વધારે છંછેડીએ નહીં તો મોક્ષરૂપી આરામ મેળવવાનો સમય આવી ગયો છે. ૧૨ ભાવના અને દસ યતિધર્મનું વર્ણન ખરેખર મમળાવવા જેવું અને વારંવાર વાગોળવા જેવું છે, જે સાચા દઢધર્મી બનાવવામાં સહાય કરે તેવું છે. આ જ પ્રકરણમાં ૧૭ પ્રકારનો સંયમ, ૮ પ્રભાવના, ઉપાધ્યાયની ૧૬ ઉપમાઓનું વર્ણન છે. પાંચમાં પ્રકરણ 'સાધુજી'ની શરૂઆતમાં સૂયગડાંગ સૂત્રના ૧લા શ્રુતસ્કંધના ૧૬મા અધ્યાયની ગાથા છે જેમાં સાધુને ૪ નામથી વર્ણવામાં આવ્યા છે. માહણ, સમણ, ભિકખ, નિર્ગથ - તેની વ્યાખ્યા આપી સાધુજીવનનાં દરેક પાસાંઓને અહીં ઉજાગર કયાં છે. સાધુના ૨૭ ગુણો, ૨૨ પરિષહ, બાવન અનાચરણ, ૨૦ અસમાધિ દોષ, ૨૧ સબળા (મોટા) દોષ, ૩૨ યોગસંગ્રહ, ૬ પ્રકારના નિયંઠા, ૫ - ૧૨૩ દ્વિતીય ખંડના પહેલાં “ધર્મની પ્રાપ્તિ' નામના પ્રકરણમાં ધર્મની દુર્લભતા બતાવી છે. આગમમાંથી વીણીવીણીને સારબોધ ધારદાર અને વૈરાગ્યસભર ગાથા લઈ વિષયને મજબૂત બનાવવાનું કાર્ય પૂજ્યશ્રીએ કર્યું છે. __“लभन्ति बिमला भोओ, लान्भन्ति सुरसंपदा । लन्भन्ति पुत्तमित्तं च, हगो धम्मो न लान्भई। અહીં પૂજ્યશ્રીએ ઉપદેશાત્મક શૈલીમાં “સવ્વી જીવ કરું શાસનરસી''ની ભાવનાથી ધર્મ પમાડ્યો છે. આ જગતમાં કોઈ એવી જાતિ, યોનિ, કુળ કે સ્થાન નથી કે જ્યાં આ જીવ જમ્યો ન હોય કે મરણ પામ્યો ન હોય. તેમાં જીવે અનંતા પુલ પરાવર્તન કર્યા. અહીં પુલ પરાવર્તન, દસ બોલોની દુર્લભતા વગેરેની સમજૂતીથી વાચક વર્ગને મનુષ્યભવમાં મળેલાં સાધનોથી સાધના કરી લેવાની અતિનમ્ર વિનંતી કરી છે. બીજા “સૂત્રધર્મ' નામનું પ્રકરણ ‘‘પઢમં ના તો સવ''ની ગાથાથી શરૂ થયું છે. પ્રથમ જ્ઞાન હશે તો દયા પળાશે. એમ કહી સૂત્ર ધર્મની મહત્ત્વતા ગણાવી છે. સંસ્થાનન યાત્રિાઉન મોક્ષમાઃ અનુસાર સર્વપ્રથમ નવ તત્વની શ્રદ્ધાનો - ૧૨૪

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100