Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 62
________________ 61 L ܞ ં જ્ઞાનધારા સંત, એક આદર્શ સાહિત્યપ્રેમીની જૈન સમાજને ખોટ પડી. તેમના દ્વારા નિર્મિત વિશાલ ગ્રંથરાશિ તેમની કીર્તિને ચિરકાળ સુધી સ્થાયી રાખશે. પૂજ્યશ્રીએ પોતાના અથાગ પરિશ્રમ અને લગનથી જ્ઞાનયજ્ઞ શરૂ કર્યો હતો. ૩૨ આગમોના હિન્દી અનુવાદની સાથે કુલ ૧૦૧ પુસ્તકોની સુંદર રચના કરી, જૈન સમાજ સમક્ષ સાહિત્યનો ખજાનો ખોલી દીધો હતો. તેમાં દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ એ ચારે અનુયોગ પર તેમની કલમે કમાલ કરી છે. ‘મુક્તિ-સોપાન’ ગ્રંથમાં ગુણસ્થાનક ઉપર ૨૫૨ (બસો બાવન) દ્વાર ઉતારીને જટિલ વિષયને સરળ બનાવ્યો છે. જે ગ્રંથ મને મારા ‘ગુણસ્થાનક’ના Ph.D.ના મહાનિબંધમાં ઘણો ઉપયોગી થયો છે. પૂજ્યશ્રીનાં પુસ્તકોમાંથી અનેક પુસ્તકોના તો ભિન્ન ભિન્ન ભાષામાં અનુવાદ થયા છે અને અનેક આવૃત્તિઓ પણ પ્રસિદ્ધ થવા પામી. ‘સદ્ધર્મબોધ’ નામના પુસ્તકની હિન્દી, મરાઠી, કન્નડી, ઉર્દૂ આવૃત્તિઓ પ્રસિદ્ધ થવા પામી છે. પૂજ્યશ્રીએ લખેલાં બધાં પુસ્તકોની કુલ ૧,૬૫,૬૫૦ પ્રતો પ્રકાશિત થવા પામી છે. પૂજ્યશ્રીએ બત્રીસ આગમ, ૨૫ (પચ્ચીસ) જેટલા ચરિત્રગ્રંથો, દશ જેટલા તત્ત્વજ્ઞાન ગ્રંથો સહિત ૧૦૧ ગ્રંથોનું સર્જન કર્યું છે. પૂજ્યશ્રીની ‘જૈન તત્ત્વપ્રકાશ' એક અમૂલ્ય કૃતિ અને અજોડ સર્જન છે. આ વિશાળ ગ્રંથ ફક્ત ત્રણ મહિનામાં એકલા હાથે સમાપ્ત કર્યો હતો તે તેમની અપૂર્વ જ્ઞાનશક્તિ, વ્યવસ્થિત લેખનશક્તિ અને અગાધ શાસ્ત્રીય જ્ઞાનનો સુંદર પરિચય આપે છે. સૂત્ર સાહિત્યનું તત્ત્વદોહન કરી આ પુસ્તકને જૈન ધર્મની Refrence Book બનાવી દીધી છે. જૈન ધર્મના મર્મને સમજવાની જિજ્ઞાસુ વ્યક્તિઓ માટે આ ગ્રંથ પરમ નિતાન્ત ઉપયોગી છે. મેં પણ આ ગ્રંથનો ઉપયોગ ઘણી વાર કર્યો છે. આ ગ્રંથને પાઘડી બોર્ડની જૈન સિદ્ધાંત શાસ્ત્રી પરીક્ષા માટેના પાઠચક્રમમાં નિયુક્ત કર્યો છે. આ ગ્રંથની ઉપાદેયતા અને ઉપયાગિતાનું એક પ્રબળ પ્રમાણ એ છે કે આ ગ્રંથની અત્યાર સુધી બાર આવૃત્તિઓ (ગુજરાતી હિન્દી મળીને) પ્રકાશિત થઈ ચૂકી છે. - પ્રસ્તુત ગ્રંથમાં ૨ ખંડ છે. પ્રથમ ખંડના પાંચ પ્રકરણોમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના ગુણો અને સ્વરૂપ પર વિસ્તારથી પ્રકાશ પાડચો છે. બીજા ખંડનાં છ પ્રકરણમાં ધર્મનું સ્વરૂપ, સૂત્રધર્મ અને ચારિત્રધર્મનું નિરૂપણ ૧૨૧ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું કરતાં સમ્યક્ત્વ, મિથ્યાત્વ, શ્રાવક ધર્મ અને અણગાર ધર્મની વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવી છે. વિષયોના ક્રમ અને નિરૂપણ શૈલીમાં સ્વાભાવિક પ્રવાહ છે, અખંડ રસ-પ્રવાહની પ્રતીતિ થાય છે. આગમ સાહિત્ય અંતર્ગત રહેલ તત્ત્વ ઉપર પ્રકાશ પાડતો ગ્રંથ એટલે ‘‘જૈન તત્ત્વ પ્રકાશ''. જેના પ્રારંભમાં પ્રવેશિકાની ગાથા ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૨૦ની પ્રથમ ગાથા છે : “સિદ્ધાળું ળમાં વિજ્યા, સંનળાયું ૨ માવો | अत्यधम्मंगई तथं, अणुसठ्ठी सुठोह मे ।। અર્થ : સિદ્ધ અને સંયતિઓને ભાવપૂર્વક નમસ્કાર કરીને ધર્મ અને અર્થ ધર્મના યથાર્થ સ્વરૂપને સાંભળો. પૂજ્યશ્રીએ પસંદ કરેલી ગાથા જ કહી જાય છે કે તેમના મનમાં આખા ગ્રંથનું માળખું તૈયાર હશે. પ્રથમ ખંડમાં નવકારમંત્રના પદના ક્રમ મુજબ પ્રથમ પ્રકરણમાં અરિહંત ભગવાનના ૧૨ ગુણો, ૩૪ અતિશય, ૩૫ વાણીના ગુણો, ૧૮ દોષ રહિતતા તેમજ ભૂત ભાવિ અને સાંપ્રતના ૭૨૦ તીર્થંકરની નામાવલી છે. પૂજ્યશ્રીએ જ્યાં જ્યાં વિષયને અનુરૂપ આવશ્યકતા લાગી છે ત્યાં ત્યાં આગમની ગાથા આપીને વિષયને પુષ્ટ બનાવ્યો છે તે તેમના આગમપ્રેમ અને આગમ જ્ઞાનની અનુભૂતિ કરાવે છે. તો ક્યારેક ભક્તામરની ગાથા કે લોગસ્સના પાઠ મૂકી વિષયને રસાળ બનાવ્યો છે. “અરિહંત સ્તવ' નામક આ અધ્યયનમાં અનંતાનંત ગુણોના ધારક, સફળ પાપોના નાશક, ત્રિલોકના વંદનીય, પૂજનીય અરિહંત ભગવાનની મન, વચન, કાયાથી સ્તુતિ કરી છે. બીજું ‘સિદ્ધ' નામક પ્રકરણમાં નમોત્ક્રુષ્ણના પાઠ સિવ, મયમ, મય, મદાંત, મઘ્યય, મધ્વાચાઇ, અપુળાવિત્તિ, સિદ્ધિારૂ નામધેયથી શરૂ કરવામાં આવ્યું છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગે બિરાજે છે તેટલું કહીને અટકતા નથી, પરંતુ આખા લોકાલોકનું સ્વરૂપ કાવ્યચક્રનું વર્ણન, ચક્રવર્તીની રિદ્ધિથી ભગવાનની સિદ્ધિનું સદૃશ વર્ણન ખરેખર વાંચવા લાયક છે. અહીં તો જાણે એમ લાગે છે કે નાની પગદંડી પર ચાલતા ક્યારે ગલી, રસ્તો ને મોટા ધોરીમાર્ગ પર આવી ગયા તે ખબર જ ન પડે ! એવી સરળતાથી એમની કલમ ચાલે છે. પ્રવેશિકાની ગાથાના બીજા ચરણ ‘સંગયાનું ૫ માવો' અનુસાર હવેના ૧૨૨ 61 R

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100