________________
60
L
પૂ
જ્ઞાનધારા
જૈન તત્ત્વપ્રકાશઃ અમોલખ ઋષિજીની વિચારસૃષ્ટિ
- ડૉ. કેતકી યોગેશ શાહ
કેતકીબહેને મુંબઈ યુનિ.માંથી ‘ગુણ સ્થાનક’ પર Ph.D. કર્યું છે. ૧૮ શ્રેણી સુધીના ધાર્મિક અભ્યાસ અને દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરી રહ્યાં છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રોમાં ભાગ લે છે.
ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું શાસન ૨૧૦૦૦ વર્ષ સુધી એટલે કે પાંચમા આરાના છેડા સુધી ચાલવાનું છે. તેને ત્યાં સુધી લઈ જવામાં ખભેખભા અને હાથેહાથ મિલાવીને સૌ પોતાની એક ઇંટ મૂકે તો જ આ શક્ય બને. તેમાં એક ઈંટ નહીં પણ ૨૫-૫૦ ઈંટ મૂકવાનું કામ પૂ. અમોલખઋષિજી મહારાજે કર્યું છે.
પિતા કેવલચન્દજી અને માતા હુલાસાબાઈનું અમોલ રતન હતા. મેડતા (મહારાષ્ટ્ર) ગામના નિવાસી, ઓસવાલ કુળના શ્રી કસ્તુરચંદજી કાંસ્ટિયા અને જવરીબાઈના પૌત્ર હતા. જવરીબાઈ અને પિતા કેવલચંદજીએ દીક્ષા લીધી હતી. પિતા સાથે દીક્ષા લેવાની આજ્ઞા ન મળી. પિતાશ્રીને દીક્ષા વેશમાં જોઈ પુનઃ વૈરાગ્ય આવ્યા. તે સમયે કેવળ સાડાદસ વર્ષની ઉંમરમાં સંવત ૧૯૪૪ના ફાગણ વદ-બીજના દીક્ષા થઈ. કેવલઋષિએ પુત્રને પોતાનો શિષ્ય ન બનાવતા પૂ. ખૂબાઋષિના જ્યેષ્ઠ શિષ્ય શ્રી ચૈનાઋષિજીના શિષ્ય બનાવ્યા.
પૂજ્યશ્રી પાસે સંવત ૧૯૪૮માં ૧૮ વર્ષના પન્નાલાલજીએ દીક્ષા લીધી. તે સમયે શ્રી કૃપારામજી મહારાજના શિષ્ય શ્રી રૂપચંદજી મહારાજ ગુરુવિયોગથી દુ:ખી થઈ રહ્યા હતા. ત્યારે તેમને સાંત્વન દેવા માટે શ્રી પન્નાઋષિને તેમને સમર્પિત કરી દીધા. એ એમની મહાન ઉદારતા હતી કે પોતાના પ્રથમ શિષ્યને સ્વેચ્છાએ બીજાને સોંપી દીધા.
૧૧૯
હું સર્જકની વિચારસૃષ્ટિ
શ્રી રત્નઋષિજીએ પૂજ્યશ્રીને યોગ્ય જાણીને શાસ્ત્રાભ્યાસ કરાવ્યા. ત્યાર બાદ સંવત ૧૯૬૯ના મુંબઈ, હનુમાનગલીમાં ચાતુર્માસ કર્યું. ત્યાં તેમણે ‘‘જૈન મૂલ્ય સુધા'' નામનું પદ્યબદ્ધ પુસ્તક પ્રકાશિત કર્યું. હૈદ્રાબાદ નિવાસી સાધુમાર્ગી શ્રાવક શ્રી પન્નાલાલજી કિમતીએ નિવેદન કર્યું કે, હૈદ્રાબાદમાં સાધુમાર્ગીઓના ઘર તો છે કિંતુ સાધુદર્શનના અભાવથી તેઓ અન્ય મતાવલંબી બની રહ્યા છે. જો આપ ત્યાં પધારો તો મોટો ઉપકાર થશે. શાસન અને ધર્મ પ્રભાવનાના હેતુથી તેમણે વિહાર શરૂ કર્યો. વચ્ચે જ્યાં જ્યાં ચાતુર્માસ થતા હતા ત્યાં ગ્રંથોનું સર્જન અને પ્રકાશન ચાલુ જ રહ્યું. ઈંગતપુરીના ચાતુર્માસ દરમિયાન ‘ધર્મતત્ત્વ સંગ્રહ’નું પ્રકાશન થયું.
હૈદ્રાબાદમાં ચાતુર્માસમાં અનેક ગ્રંથોનું પ્રકાશન લાલા સુખદેવ સહાયજી આદિ પ્રમુખ શ્રાવકોએ કરી, અમૂલ્ય ભેટ તરીકે વહેંચ્યા. હૈદ્રાબાદમાં તેમણે ૩ શિષ્યને દીક્ષા આપી. ત્યાર બાદ સિકન્દ્રાબાદના ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ એક જ વખત ગોચરી વાપરીને દિવસના ૭-૮ કલાક નિરંતર લેખન કરીને ૩ વર્ષમાં ૩૨ આગમોના હિન્દી ભાષાનુવાદ કર્યા. પૂજ્યશ્રી ઠાણા-૩ સાથે કર્ણાટક દેશના યાગિરી ગામમાં પધાર્યા. જૈનેતર લોકોને ધર્મપ્રેમી બનાવ્યા. તેમની કીર્તિથી પ્રાભાવિત થઈને બેંગલોરના શ્રાવકોની વિનંતીથી બેંગલોર પધાર્યા. ત્યાં જૈન સાધુમાર્ગી પૌષધશાળા, જૈન રત્ન અમોલ પાઠશાળા અને જૈન પુસ્તકાલયની સ્થાપના કરી. તેમની પ્રેરણાથી ઈરાનખાં અને ગોસ્તખાં નામક બે કસાઈઓએ જીવહિંસાનો ત્યાગ કર્યો અને ત્યાંના જજસાહેબે પંચેન્દ્રિયની હિંસા અને માંસાહારનો ત્યાગ કર્યો.
ફરી મહારાષ્ટ્ર દેશ તરફ પધાર્યા અને ધૂલિયા વગેરે ગામોમાં ચોમાસાં કર્યાં. ઈન્દોરમાં તેમને “પૂજ્ય પદવી'' આપવામાં આવી. ત્યાંથી ભોપાલ, સાદડી, જોધપુર, જયપુર, અમૃતસર (પંજાબ), જાલંધર, લુધિયાના, પંચકૂલા, સિમલા, દિલ્લી વગેરે વિહાર કરીને ચાતુર્માસ કર્યા. તે દરમિયાન અનેકોને દીક્ષા પ્રદાન કરી, જૈન પાઠશાળાઓની દિશાઓ ખોલી, પોતાના અમૃતમય ઉપદેશથી જનતાને લાભાન્વિત કરતા રહ્યા.
વિ.સં. ૧૯૯૩માં ધુલિયાના ચાતુર્માસમાં કાનમાં પીડાના કારણે ભાદરવા વદ દશમના, તા. ૧૩-૯-૧૯૩૬ના દિવસે અમોલ રત્નનું તેજ વિલીન થઈ ગયું ત્યારે તેમની ઉંમર ૬૦ વર્ષ ને ૬ દિવસની હતી. પૂજ્યશ્રીના સ્વર્ગવાસથી એક મહાન
૧૨૦
60
R