________________
58
L
જ્ઞાનધારા હૈ. વસ્તુસ્થિતિ સમજે એવું આત્મમંથન કર્તાને થયું હશે. તેમણ ચારે તરફ અવલોકન કર્યું હશે ત્યારે તેમને થયું કે ચારેબાજુ ચારિત્રરાજ અને મોહરાજાની લડાઈ દરરોજ ચાલ્યા કરે છે. વ્યક્તિગત શક્તિના આવિર્ભાવ પ્રમાણે બેમાંથી એક પક્ષની હાર-જીત થાય છે અને કર્મરાજ પણ કાળ પરિપક્વ થતાં શુભ-અશુભ વિપાક આપે છે. અચિંત્ય શક્તિવાળા આત્માનો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. એનું વ્યક્તિત્વ સિદ્ધાંતમાં જ રહી ગયું છે, પણ વસ્તુતઃ એ શોધ્યું જડતું નથી. આવા વિચારના પરિણામે એમણે પોતાના મંતવ્યો, અનુભવો અને આદર્શો પુસ્તકાકારે મૂકવાનો વિચાર કર્યો હોય એમ જણાય છે. આથી રૂપકથા દ્વારા આખા સંસારનો વિસ્તાર સમસ્ત જન-સમાજની સમજમાં આવે એ પદ્ધતિથી રચવાનો વિચાર કર્યો હશે તેમાં ભવપ્રપંચ ઉપમેય છે અને કથા, અવાંતરકથાઓ, તેનાં પાત્રો, સ્થાનો ઉપમાન સ્થાને છે.
૫. નવીન શૈલીનો પ્રયોગ (ઉપનયન સંસ્કાર) :
કર્તાને તદ્દન નવીન શૈલી આદરવી હતી. એટલે શ્રોતાને એક પ્રકારે ઉપનયન સંસ્કાર કરાવ્યા. ‘ની’ ધાતુને ‘ઉપ’ ઉપસર્ગ લાગવાથી ‘ઉપનય’ શબ્દ બને છે. એનો અર્થ પાસે લાવવું એવો થાય. બીજો અર્થ ઉપનયન સંસ્કાર પણ થાય છે. ‘ઉપનયન’ એટલે મૂળ વસ્તુની વધારે નજીક જવું, વસ્તુનું ઊંડાણથી વિચારવું. જેમ ઉપનયન સંસ્કારથી ધર્મનો જન્મ થાય છે અને જીવ ધર્મની નજીક આવે છે તેમ ઉપનય દ્વારા વસ્તુના અંતરના જ્ઞાનથી સંસારી જીવ વાર્તાનું રહસ્ય સમજે છે એ હેતુથી કર્તા એ સંસ્કાર કરાવવા માટે ઉપોદ્ઘાતરૂપે પોતાનું ચરિત્ર કહી સંભળાવે છે તેમ જ પ્રત્યેક શબ્દનો રહસ્યાર્થ બતાવે છે. આખી કથા સંકેતરૂ૫ આલેખી હોવાથી એ સંકતેને પ્રથમથી જણાવવાની જરૂર હોવાથી પ્રથમ પ્રસ્તાવમાં પોતાનું ચરિત્ર આપી નવીન શૈલી દ્વારા આખી સંસારલીલાનું દર્શન કરાવ્યું છે.
૬. કથા-કથનની મૌલિકતા ઃ
કર્તાએ વાર્તા કહેવાની પદ્ધતિમાં મૌલિકતા લાવવા માટે એક અદ્ભુત કથા ઊભી કરી છે. છ ખંડ સાધનાર મહાન ચક્રવર્તીને રસ્તા પર જતો કલ્પીને તેને ફાંસીએ ચડાવવા લઈ જવાતો બતાવી તેના મુખે આખી વાર્તા કહેવડાવી છે. જોકે તે સમયના ગ્રંથોમાં વાર્તાકથનની આ પદ્ધતિ પ્રચલિત હતી. માણકવિએ આખી કાદંબરીની કથા પોપટના મુખમાં મૂકી ત્યારે કર્તાએ આખી કથા એક વધ્યસ્થાનકે લઈ જવાતા સંસારી જીવના મુખમાં મૂકી છે. વાસ્તવિક રીતે એ મહાન ચક્રવર્તી છે તે બાબત આગળ સ્પષ્ટ થાય
૧૧૫
wee
છે. અનેક ભવની કથાનું ચિત્ર તો તેની પાસે મોજૂદ હતું અને કર્તાનો વિષય આખો સંસાર હતો એટલે પોતાની રૂપક કથાને અનુકૂળ થાય તેવી યોજના માટે તેમણે કેટલીક વાતો સંસારી જીવે જે અનુભવી તે કહી અને કેટલીક તેણે સાંભળી તે કહી. આમ કથામાં કથા અને તેમાં પણ અવાંતર કથાઓ મૂકી હોવા છતાં કોઈ પણ જગાએ જરા પણ અસ્ત-વ્યસ્તતા થવા દીધી નથી.
૭. કથાગ્રંથ-તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ :
ક્લાની નજરે આ ગ્રંથ રૂપકકથા, મહાકાવ્ય છે તો અધ્યાત્મની નજરે તત્ત્વજ્ઞાનનો ગ્રંથ દર્શાવવા ગ્રંથકર્તાએ આ કથાના પ્રત્યેક વાક્યમાં તત્ત્વજ્ઞાન મૂક્યું છે અને ખૂબી એ છે કે શ્રોતામાં કે વાચકમાં આવડત હોય તેટલું એ તત્ત્વજ્ઞાનામૃતનું પાન કરે નહિ તો અદ્ભુત વાર્તાનું રસપાન તો કરે જ. કથાના પાત્રોની પ્રત્યેક ચર્ચા તત્ત્વજ્ઞાનથી ભરેલી વાર્તા છે. થાના મુખ્ય મુખ્ય વિષયો નીચે મુજબ છે, પણ અંદરના વિષયોનો તો પાર નથી.
આત્માનો વિકાસક્રમ :- જૈનદર્શનના અભિપ્રાય અનુસાર સંસારી જીવનું ચરિત્ર એટલે આત્માનો વિકાસક્રમ. પ્રથમ સંસારીજીવ અવ્યવહારરાશિમાં હોય છે, ત્યાંથી અકામ નિર્જરાના કારણે વ્યવહારરાશિમાં આવે. ત્યાર બાદ એકેન્દ્રિય. આદિમાં ફૂટાતો કૂટાતો પંચેન્દ્રિય તિર્યંચમાં આવે. ત્યાર ભાદ પુણ્યોદયે મનુષ્યગતિ-દેવગતિ મળે, પરંતુ જો પાપ કરે તો નરકગતિમાં જાય. આવી રીતે ચારેગતિમાં રખડચા કરે છે પણ જો વિવેકજ્ઞાન થાય, સ્વમાં ઉતરે અને પરને દૂર કરે તો મોક્ષગતિ પણ પ્રાપ્ત કરી શકે છે. આમ આખા વિકાસમાર્ગોને આ ગ્રંથમાં બતાવવાનો કર્તાનો આશય હતો.
કર્મસિદ્ધાંત :- આઠે કર્મ સંસારમાં રખડાવનારાં છે અને એ સર્વમાં રાજાના સ્થાને મોહનીય કર્મ છે. આ કર્મો કેવી રીતે કામ કરે છે અને પ્રાણીઓને એના સ્વભાવધર્મમાં કેવી રીતે જવા દેતા નથી અને જાય તો કેવા પ્રયત્નોથી પાછા ખેંચી જાય છે, આ સર્વ બાબત પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા કર્મની ચર્ચા વિસ્તૃતરૂપે કરવાનો આશય કર્તાનો હોવો જોઈએ.
પુણ્ય અને પાપનું ફળ ઃ
સંસારમાં ઘણી વખત અતિદુર્જન માણસો સુખી હોય છે અને સજ્જન માણસો દુ:ખી હોય છે. એ વાતનો પ્રકટ ખુલાસો કરવા ગ્રંથકર્તાએ કર્મપરિણામ મહારાજાને રાજાધિરાજના સ્થાનકે બતાવી તેના સેનાપતિ તરીકે પુણ્ય અને પાપ દર્શાવી તેમનું કાર્ય બહુ વિસ્તારથી દર્શાવ્યું છે.
આત્માનો પરભવગમન ઃ સંસારી જીવનાં ગમનાગમન દ્વારા પૂર્વકૃત કર્મનો
૧૧૬
58
R