________________
( જ્ઞાનધારા)
શ્રી સિદ્ધાર્ષગણ રચિત ઉપમિતિભવપ્રપંચાકથામાં સર્જકની વિચારસૃષ્ટિ
- ડૉ. રતનબેન ખીમજી છાડવા મુંબઈસ્થિત ડૉ. રતનબહેને શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘વ્રત વિચાર રાસ’ પર શોધ પ્રબંધ લખી Ph.D. કર્યું છે. લિપિ વાચન અને હસ્તપ્રતોનું સંશોધન તે તેમનો રસનો વિષય છે. “જીવદયા” અને “જૈન પ્રકાશ”ના સંપાદાનકાર્ય સાથે જોડાયેલાં છે.
શ્રી સિદ્ધર્ષિગણિનો પરિચય પ્રભાવક જૈનાચાર્યોની પરંપરામાં શ્રી સિદ્ધર્ષિગણિ પ્રકાંડ વિદ્વાન આચાર્ય હતા. તેમનો સમય વિ.સં. ૯૬૨ (ઈ.સ. ૯૦૬) એટલે કે દશમી શતાબ્દી માનવામાં આવે છે. તેમનો જન્મ ગુજરાતમાં આવેલ શ્રીમાલ (ભિલ્લમાલ) નગરમાં થયો હતો. ત્યારે ગુજરાતના રાજા વર્મલાત હતા અને સિદ્ધર્ષિગણિના પિતા મંત્રીપદે હતા. તેમને દત્ત અને શુભંકર નામે બે પુત્રો હતા. દત્તના પુત્રનું નામ માધ હતું. તેઓ ‘શિશુપાલ વધ' મહાકાવ્યના સર્જક માઘકવિ તરીકે પ્રસિદ્ધ થયા તેમ જ શુભંકરના પુત્રનું નામ સિદ્ધ (સિધ્ધર્ષિ) હતું.
- સિદ્ધર્ષિની માતાનું નામ લક્ષ્મી તેમ જ પત્નીનું નામ ધન્યા હતું. લક્ષ્મીની રેલમછેલ, રોકટોક વગરનું જીવન તેમને જુગાર જેવા કુવ્યસનની લતે ચડાવી રહ્યા, પરંતુ એકવાર માતાનો ઠપકો મળતાં તેમનું જીવન બદલાઈ ગયું. અઠંગ જુગારીમાંથી તે જૈનમુનિ બની ગયા. દીક્ષા લઈ તેમણે જૈન તેમ જ બૌદ્ધ ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો. તેમની બુદ્ધિ તીવ્ર તેમ જ વિચક્ષણ હતી. તેમની વ્યાખ્યાન શૈલી સરળ અને સચોટ હતી. કુશળ રચનાકાર પણ હતા. તેમણે રચેલ ઉપમિતિભવ પ્રપંચા થા જૈન સાહિત્યનો અજોડ
સર્જકની વિચારસૃષ્ટિ) વિદ્યાધર આ ચાર પ્રસિદ્ધ શિષ્યો હતા. નિવૃત્તિથી નિવૃત્તિનચ્છની સ્થાપના થઈ. આ નિવૃત્તિગચ્છમાં સુરાચાર્ય થઈ ગયા. તેમના શિષ્યનું નામગાર્મર્ષિ હતું. આ ગર્ગાર્ષિ સિદ્ધર્ષિગણિના વિદ્યાગુરુ તેમ જ દીક્ષાગુરુ હતા.
ઉપમિતિભવ પ્રપંચો કથાની, પ્રશસ્તિમાં સિદ્ધર્ષિગણિએ ધર્મ બોધદાયક ગુરુના રૂપમાં શ્રી હિરભદ્રસૂરિનું સ્મરણ કર્યું છે. તેમણે પોતાની ગુરુપરંપરામાં પ્રથમ સૂરાચાર્યનો ઉલ્લેખ કરી જ્યોતિષ અને નિમિત્તશાસ્ત્રના જાણકાર દેલ્લમહત્તરાચાર્યને દર્શાવ્યા છે. ત્યાર બાદ દુર્ગવામી થઈ ગયા. આ દુર્ગરસ્વામીના દીક્ષાગુર પણ ગર્ગાર્ષિ જ હતા.
સિદ્ધર્ષિગણિનું સાહિત્યસર્જનઃ સિદ્ધર્ષિગણિ ધર્મ, દર્શન અને અધ્યાત્મના મહાન વ્યાખ્યાકાર હતા. સિદ્ધહસ્ત લેખક અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. તેમણે ધર્મદાસગપણની ઉપદેશા માળા ઉપર હેયોપાદેયા નામની ટીકા લખી હતી. આ ટીકા હાલ પણ ઉપલબ્ધ છે. તેમની બીજી કૃતિ ઉપમિતિભવ પ્રપંચાકથા સાહિત્ય જગતની શ્રેષ્ઠ કૃતિ છે. તેમણે પોતાના ગુરભાતા દાક્ષિણ્યચંદ્રની (કુવલયમાલા કથાના રચનાકાર) પ્રેરણાથી આ કૃતિની રચના કરી હતી.
ઉપમિતિભવ પ્રપંચાકથા : આ સંસ્કૃત ગ્રંથ ગદ્ય અને પદ્યમાં રચાયેલો છે. તેમાં લગભગ સોળ હજાર શ્લોક છે. મુખ્યપણે ધર્મકથાનુયોગમાં આ ગ્રંથ રચાયેલ હોવા છતાં તેમાં ચારે અનુયોગોનો સુમેળ જોવા મળે છે. આ કથામાં ન્યાય, દર્શન, આયુર્વેદ,
જ્યોતિષશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, ધાતુવિદ્યા, વ્યાપાર, યુદ્ધનીતિ આદિ વિવિધ વિષયોનું વર્ણન છે. આ કથાના આઠ પ્રસ્તાવ છે (વિભાગ) છે. પ્રથમ પ્રસ્તાવ વિષયની ભૂમિકારૂપે છે. બીજા પ્રસ્તાવમાં કર્મ, જીવ અને સંસારની અવસ્થાઓનું રૂપક રૂપે વર્ણન છે. ત્રીજા પ્રસ્તાવમાં ક્રોધ, વિષયાસક્તિની પરિણતિ કથાના માધ્યમથી સમજાવી છે. ચોથા પ્રસ્તાવમાં પોતાના પ્રતિપાદ્ય વિષયનું વિસ્તારથી વર્ણન છે અને અનેક અવાન્તર કથાઓ છે. જોકે આઠમાંથી ચાર પ્રસ્તાવ મહત્ત્વના છે. તેમાં પણ ચોથો પ્રસ્તાવ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
આ ‘ઉપમિતિભવ પ્રપંચા કથા' ગ્રંથ સં. ૯૬૨ના જેઠ, સુદિ પાંચમ ને ગુરૂવારે પુનર્વસુ નક્ષત્રમાં પૂર્ણ થયો હતો. તેનું વાંચન ભિન્નમાલ નગરમાં થયું હતું. આ ગ્રંથની શુદ્ધ નકલ (પ્રતિ નકલ) ‘ગણા’ નામની સાધ્વીએ તૈયારી કરી હતી જે દુર્ગવામીની શિષ્યા હતી. ઉપશમભાવથી ભરેલી આ કથા સાંભળી જૈન સંઘે તેમને સિદ્ધ વ્યાખ્યાતાની પદવી આપી હતી.
૧૧૨ –
ગ્રંથ છે.
ગુરુપરંપરા : ‘પ્રભાવક ચરિત્ર’ અનુસાર જૈનાચાર્ય સિદ્ધર્ષિગણિ વજસ્વામીની પરંપરાના છે. વજસ્વામીના શિષ્ય વજસેન હતા. તેમના નાગેન્દ્ર, નિવૃત્તિ, ચન્દ્ર અને
= ૧૧૧