________________
જ્ઞાનધારા) શ્રી હેમચંદ્રાચાર્યની રચનાઓમાં સ્વ-મૌલિકતા, સિદ્ધરાજના સોલંકી યુગની ગરિમા, ચાલુક્યવંશીની કીર્તિગાથા, કુમારપાળ રાજાની સંસ્કારપ્રિયતા અને તેમની અપાર સરસ્વતી વંદના દષ્ટિગોચર થયો. બીજી તરફ સાહિત્ય-વ્યાકરણ, દર્શન-વિચારની સાથે તર્કશાસ્ત્રનો પ્રસાર જોવા મળે છે. એમનું એક સર્જન એક જ્ઞાનભંડાર સ્વરૂપ છે. એક-એક કૃતિ અગાધ છે. જીવનના દરેકેદરેક શાસ્ત્રોના તેઓ જ્ઞાતા હતા તેથી તેમણે તેમની રચનાઓમાં બધા જ શાસ્ત્રોનો નિચોડ તાણાવાણાની જેમ ગૂંથીને ગ્રંથોના વિપુલ સંપુટનું સર્જન કર્યું છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો સમય જ્ઞાનોપાસક સોલંકી રાજવી સિદ્ધરાજ અને સંસ્કારપ્રિય કુમારપાળ મહારાજાનો સમય. બંને રાજાના શ્રેયાર્થે તેમણે અદ્ભુત અલૌકિક રચનાઓનું સર્જન કર્યું હતું.
તેમના શિષ્ય સમુદાયમાં રામચંદ્ર, ગુણચંદ્ર અને મહેન્દ્ર જેવા વિદ્વાનો હતા. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનાં સર્જનો :
‘સિદ્ધહેમ શબ્દાનુશાસન' - વ્યાકરણ, દ્રવ્યાશ્રય (કુમારપાળ ચરિત), મહાકાવ્ય અને ત્રિષષ્ટિશલાકા પુરષચરિત જેવા વિશાળકાય ગ્રંથો શ્રી હેમચંદ્રાચાર્યના પ્રતિભા સ્તંભો જેવા છે.
સિદ્ધહેમ શબ્દાનુશાસનની વિષય ગોઠવણી અને પરિભાષાને કારણે Mr. E kelihorn એને The best grammar of the Indian middle ages' કહે છે. વિક્રમ સંવત ૧૧૯૩માં સિદ્ધરાજે શ્રી હેમચંદ્રાચાર્યને વ્યાકરણ લખવાનું સોંપ્યું. પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું નોંધપાત્ર વ્યાકરણ એટલે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન' ગણાય છે. આમાં ગુજરાતી સાહિત્યની સોનેરી પરોઢની ઉષા ઊગતી ભાસે છે. આના આઠ અધ્યાય છે. તેની કુલ સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. સંસ્કૃત વ્યાકરણના ૩૫૬૬ સૂત્રો છે. બાકીના પ્રાકૃત વ્યાકરણના સૂત્રો છે. જેમ પાણિનિએ ‘અધ્યાયી વ્યાકરણમાં વૈદિક વ્યાકરણ પ્રયોજ્યું છે તેમ શ્રી હેમચંદ્રાચર્યએ આ ગ્રંથના આઠમાં અધ્યયાયમાં પ્રાકૃત, અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ પ્રયોજ્યું છે. સાથોસાથ મહારાષ્ટ્રીયન, માગધી, શૌરસેની, પૈશાચિ, મૂલિકા પૈશાચી અને અપભ્રંશ એમ છે ભાષાઓની ચર્ચા કરી છે. આ ગ્રંથ જેવું વ્યાકરણ એ પછી આજ સુધી લખાયું નથી.
સિદ્ધહેમ શબ્દાનુશાસનના એક સ્વતંત્ર વિભાગ તરીકે હમલિંગશાસન’ છે. તેની રચના આઠ અધ્યાયમાં ૭૬૩ સૂત્રોમાં કરી છે. આ ગ્રંથ દ્વારા અભ્યાસીઓને લિંગ વિજ્ઞાનનું જ્ઞાન મળે છે.
- ૧૦૫ -
સર્જકની વિચારસૃષ્ટિ) વ્યાકરણ પછી શ્રી હેમચંદ્રાચાર્યની દષ્ટિ ગુજરાતીના જ્ઞાનદીપકને પ્રચલિત કરવા માગતા જ્ઞાનકોશો તરફ ગઈ. તેમણે અભિધાન ચિંતામણિ અનેકાર્થ સંગ્રહ એ નિઘંટુશેષ એમ ત્રણ સંસ્કૃત કોશોની રચના કરી. ‘અભિધાન ચિંતામણિ'ની કુલ શ્લોકસંખ્યા ૧૫૪૧ છે, પરંતુ ટીકાસહિત તેની શ્લોકસંખ્યા ૧૦,૦૦૦ની થાય છે. આ કોશમાં પર્યાયવાચી શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ‘અનેકાર્થ સંગ્રહની શ્લોકસંખ્યા ૧૮૨૯ છે. તેમાં એક શબ્દના અનેક અર્થોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘નિઘંટુશેષ’ના છ કાંડ છે. શ્લોકસંખ્ય ૩૯૬ છે અને તેમાં વૈદકશાસ્ત્રને માટે ઉપયોગી વનસ્પતિ કોશ છે.
પ્રાકૃતમાં તેમણે 'દેશીના માળા'ની રચના કરી છે, તેમાં કુલ ૭૮૩ ગાથા છે.
ત્યાર બાદ તેમણે ‘કાવ્યાનુશાસન'ની રચના કરી છે. તેના મુખ્ય ત્રણ ભાગ છે. (૧) સૂત્ર, (૨) વ્યાખ્યા અને (૩) વૃત્તિ. આમાં આઠ અધ્યાય છે અને કુલ ૨૦૮ સૂત્રો છે. આ સૂત્રોની વ્યાખ્યા કરનારી ચર્ચા “અલંકાર ચૂડામણિ'ને નામે પ્રસિદ્ધ છે.
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિ છે. સંસ્કૃત અને પ્રાકૃત 'દયા શ્રય'. આ ગુજરાતી અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે, જેમાં તેમણે ગુજરાતી ભાષા, સંસ્કારિતા અને અસ્મિતાનો ત્રિવેણીસંગમ નિરુપ્યો છે. આમાં કુમારપાળ મહારાજાના જીવનની કેટલીક ઘટનાઓનો આધાર લેવામાં આવ્યો છે. તેથી તેનું ઉપનામ 'કુમારપાળચરિત’ છે. તેમાંઆઠ સર્ગ છે અને ૭૪૭ ગાથા છે.
‘પ્રમાણ મીમાંસા' એ પાંચ અધ્યાયોનો ગ્રંથ છે. તેમાં પ્રમાણ લક્ષણ, પ્રમાણ વિભાગ, પરીક્ષણ લક્ષણ, પારાર્ધાનુમાન, હેત્વાભાવ, વાદલક્ષણો ઇત્યાદિની ચર્ચા કરવામાં આવી છે.
‘યોગશાસ્ત્ર' બે વિભાગમાં વહેંચાયેલો છે. (૧) ૧થી ૪ પ્રકરણમાં ગ્રહસ્થને ઉપયોગી એવા ધર્મનો ઉપદેશ. (૨) પથી ૧૨ પ્રકરણમાં પ્રાણાયામ આદિ યોગના વિષયનો નિર્દેશ છે. શ્લોકસંખ્યા ૧૦૧૩ પ્રમાણ છે.
‘અયોગ-વ્યવચ્છેદિક દ્ધાત્રિશિકા’ અને ‘અન્યયોગ વ્યરચ્છેદઢાત્રિસિંકર નામની ૩૨ શ્લોકવાળી દ્રાવિંશિકા લખી છે. ૩૧ શ્લોક ઉપમતિ છંદમાં અને ૩૨મો શ્લોક શિખરિણી છંદ છે. આ બંને ત્રિશીઓ તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે
એમનું વીતરાગ સ્તોત્ર' ૧૮૮ શ્લોકનું અનુષ્કાર છંદમાં રચાયેલું ભક્તિભાવથી ઉછળતું સ્તોત્ર છે. તેમનું ‘સકલાહિત્ સ્તોત્ર' ૩૫ શ્લોક પ્રમાણવાળું છે.
૧૦૬.