Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 53
________________ સર્જકની વિચારસૃષ્ટિ) જ્ઞાનધારા) (૮) આઠમું અધ્યયન - આયારપ્પણિહિ - આચારપ્રસિધિ, આચાર્યની વિચારસરિતા આગળ વહી રહી છે. હજી મારો મુનિ પુત્ર કેમ વધારે ને વધારે આચારપ્રધાન બને એ વિચાર એમને આઠમું અચારપ્રણિધિની રચના કરવા પ્રેરી ગયો. આ અધ્યયનનું તાત્પર્ય એ છે કે, શ્રમણ નિગ્રંથે ઇંદ્રિય અને મનનો અપ્રશસ્ત પ્રયોગ ન કરવો જોઈએ. પ્રશસ્ત પ્રયોગ જ કરવો જોઈએ. આ અધ્યયનમાં બતાવેલ આચારધર્મની અપૂર્વ નિધિ જેને પ્રાપ્ત થાય છે એમનું જીવન ધન્ય થઈ જાય છે, એનો પ્રત્યેક વ્યવહાર ઉઠવું, બેસવું, બોલવું, સૂવું વગેરેમાં વિવેકપૂર્વક બદલાવ આવી જાય છે. એ પાંચ ઇંદ્રિયોના અમુક વિષયમાં આસક્ત ન થાય અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખિન્ન (નારાજ) નથી થતો પરંતુ સમભાવમાં રમણ રહે છે. (૯) નવમું અધ્યયન-વિણયસમાહિ- વિનય સમાધિ - ધર્મનું મૂળ વિનય છે. વિનયનો પ્રયોગ આચાર તેમજ એની વિવિધ ધારાઓના અર્થમાં થયો છે. વિનયનો અર્થ માત્ર નમ્રતા જ નથી, નમ્રતા આચારની જ એક ધારા છે. આચાર્ય અને સાધના પ્રતિ જે નમ્ર થાય છે તે જ આચારવાન બની શકે છે. માટે વિનયના વિચાર માટે આ અધ્યયનનું ચયન થયું છે. આ અધ્યયનના ચાર ઉદ્દેશ છે અને ૬૩ ગાથાઓ છે. સંયમી સાધકનો અત્યારની સમાધિ નિરંતર બની રહે માટે આ અધ્યયનમાં ચાર સમાધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વિનય-શ્રુત-તપ અને આચાર સમાધિ અને ચારે સમાધિ મોક્ષ અપાવે છે. (૧૦) દશમું અધ્યયન સાભિક ખુ - અભિક્ષ-અલ્પાયુ મુનિ માટે આટલા અધ્યયન રમ્યા પછી વિચાર આવ્યો કે એના છ મહિનાના આયુષ્ય માટે આટલું તો પૂરતું થઈ રહેશે એટલે ઉપસંહારરૂપે છેલ્લા દશમાં અધ્યયનની રચના કરી. પૂર્વેના નવ અધ્યયનોમાં વર્ણિત આચારાદિનું પાલન કરવા માટે જે ભિક્ષા કરે છે તે જ ભિક્ષુ છે. માત્ર ઉદરપૂર્તિ કરવાવાળા ભિક્ષુ નથી એ અધ્યયનનું પ્રતિપાદ્ય છે. ૨૧ ગાથાઓ દ્વારા સાચો ભિક્ષ કેવો હોય એનું વર્ણન કરવામાં આવ્યું છે. આવી રીતે દશ અધ્યયનમાં આચાર્ય શય્યભવસૂરિએ પોતાની વિચારસૃષ્ટિને ઉજાગર કરી છે. સ્વયંફૂરણાથી, સારગ્રાહી, જ્ઞાનસભર, આચારપ્રધાન અધ્યયનોની રચના કરીને અલ્પાયુ બાળમુનિનો ઉદ્ધાર કર્યો છે. સંદર્ભસૂચિ (૧) શ્રી દશવૈકાલિક સૂત્ર (૨) શ્રી આત્માનંદ પ્રકાશ (૩) શ્રી જૈનાચાર્ય ચરિત્ર (૪) શાન પ્રભાવક શ્રમણભગવંતો. “શિષષ્ટિશલાકા પુરુષચરિત” કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની વિચારસૃષ્ટિ - ડૉ. રેખા વોરા જૈન ધર્મના અભ્યાસુ ડૉ. રેખાબહેન વોરાએ ‘ભક્તામર સ્તોત્ર’ પર Ph.D. કર્યું છે. ભગવાન ઋષભદેવ પર તેમનો ગ્રંથ પ્રગટ થયો છે. તેઓ હાલ એકયુપ્રેસર નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યાં છે. Ocean of knowledge - Dr. Peterson કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને વિદેશી વિદ્વાન ડૉ. પીટરસને “જ્ઞાનનો મહાસાગર' કહ્યા છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય એ ગુજરાતી ભાષાની ઊગતી ઉષાના પ્રથમ અશ્વાર હતા જેમણે વિશ્વના વિશાળ ફલક પર ગુજરાતી ભાષાવ્યાકરણને સોપાન શ્રેણીના પ્રથમ પગથિયાં પર મૂકી. તેમની શ્રુતસાધના અનુપમ હતી. તેમની શ્રુતસાધના-પ્રભાવનામાં મા સરસ્વતીની વંદના, વિષયનું વૈવિધ્ય, ધ્યાનાકર્ષક, કુતુહલ જગાડનાર અને આશ્ચર્યકારક લાગે છે. યુદ્ધશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર ઇત્યાદિ શાસ્ત્રો, યંત્ર-મંત્ર-તંત્ર જેવી માંત્રિક તેમજ રત્ન વિદ્યા જેવી અનેક વિદ્યાઓનું અગાધજ્ઞાન તેમણે રચેલા ન્યાય, કોશ, યોગ, કાવ્ય, છંદ, અલંકાર, વ્યાકરણ, પુરાણ ઈત્યાદિમાં અખૂટ ભંડાર સ્વરૂપે વિદ્યમાન થાય છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ એમ ત્રણે ભાષાઓમાં તેમણે રચનાઓ કરી છે. તેથીયે વિશેષ આ ત્રણેય ભાષામાં શબ્દકોશ અને વ્યાકરણ રચીને બીજા અભ્યાસીઓ માટેનો માર્ગ સરળ બનાવી આપ્યો છે. આ ત્રણેય ભાષાઓ પર તેમનું પ્રભુત્વ અનન્ય હતું. પાંડિત્યપૂર્ણ ગ્રંથોની રચના કરી, તેથી જ તેઓ મહાન સર્જક -સંગ્રાહક અને સંયોજકપણ હતા. ધૂમકેતુએ તેમને સદાકાળના ‘મહાપુરષ' કહ્યા છે; શ્રી કનૈયાલાલ મુનશી તેમની ઓળખ ગુજરાતના ‘શિરોમણિ અને જ્યોતિર્ધર” તરીકે આપી છે. પંડિત બેચરદાસ દોશી તેમને જીવંત શબ્દકોશ’ કહીને નવાજે છે. ૧૦૪ ૧૦૩

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100