________________
જ્ઞાનધારા) ત્યારે માતાએ સર્વ વૃત્તાંત જણાવતા કહ્યું કે, તારા જન્મપૂર્વે જ પિતા જૈનમુનિ બન્યા છે જે અત્યારે ચંપાપુરીમાં બિરાજમાન છે. આ વાત સાંભળીને બાળકે માતાની અનુજ્ઞા લઈને ચંપાપૂરી તરફ પ્રયાણ કર્યું. પુણ્યાનુયોગે એનો મુનિપિતા સાથે ભેટો થઈ ગયો. પિતા એને ઓળખી ગયા, પણ એને પોતાની ઓળખ પિતા તરીકે ન આપતા. પિતાના અભિન્ન મિત્ર તરીકેની આપીને પોતાની પાસે રાખ્યો. એમના પ્રેરણાભર્યા બોધથી પ્રભાવિત થઈને મનકે એમની પાસે દીક્ષા લીધી.
આચાય શર્યાભવસૂરિને શ્રુતજ્ઞાનના પ્રભાવથી એના છ મહિનાના અલ્પ આયુષ્યની જાણ થઈ. આટલા નાના આયુષ્યમાં સમગ્ર શાસ્ત્રાભ્યાસ કેવી રીતે થઈ શકે ? પરંતુ એનો ઉત્તમ મનુષ્યભવ વ્યર્થ પણ ન જવો જોઈએ એમ વિચારીને એમણે મનકમુનિ માટે પોતાના ૧૪ પૂર્વના જ્ઞાનમાંથી સાર તારવીને જેની રચના કરી તે જ દશવૈકાલિક સૂત્ર. મનકમુનિએ એ સૂત્રોનું જ્ઞાન અધ્યયન કર્યું અને શ્રુત અને ચારિત્રની સમ્યફ આરાધના કરીને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને કાળધર્મ પામ્યા.
દશવૈકાલિક સૂત્ર - દશવૈકાલિક શબ્દ બે શબ્દથી બનેલો છે. દસવૈકાલિક જેમાં દસ શબ્દ સંખ્યાવાચક દશ અધ્યયનોનો સૂચક છે અને વૈકાલિકનો સંબંધ રચના-નિસ્પૃહણથી છે. વિકાસનો અર્થ છે સંધ્યા. આચાર્યએ એની શરૂઆત મધ્યાન્હ કરીને સંધ્યાકાળે પૂર્ણ કર્યું હશે. અથવા તો બીજી માન્યતા પ્રમાણે દસ વિકાસ (સંધ્યા)માં એની રચના થઈ હશે અને વિકાસમાં જ પૂર્ણ થઈ હશે. કાં તો આચાર્ય શય્યભવ ૧૪ પૂર્વધર હોવાને કારણે એમણે કાલને લક્ષ્ય કરીને એનું નિર્માણ કર્યું માટે દશવૈકાલિક નામ રાખ્યું હશે.
આ સૂત્રમાં મુનિજીવનની આરસંહિતાનું વર્ણન છે. એના દશ અધ્યયનોમાં ઉચ્ચ કોટિનું આદર્શ મુનિજીવન કેવું હોય તેનું નિરૂપણ છે જે મનકમુનિ માટે પ્રેરણાદાયક છે.
આચાર્ય ભદ્રબાહુસ્વામીની નિયુક્તિ અનુસાર આ સૂત્રનું ધર્મ પ્રાપ્તિ નામનું ચોથું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી પિંડેષણા નામનું પાંચમું અધ્યયન કર્મપ્રવાહ પૂર્વમાંથી, વાક્યશુદ્ધિ નામનું સાતમું અધ્યયન સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બાકીના અધ્યયનો નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ભૂત કરેલા છે. દશવૈકાલિક સૂત્ર સાથે સંયુક્ત રઈવક્કા અને વિવિત્તચર્ય નામની ચૂલિકાઓ પણ છે. આ બંને ચૂલિકાઓનો અભ્યાસ સંયમમાં અસ્થિર મુનિઓને સ્થિર કરવા માટે આલંબનભૂત છે. આ બંને ચૂલિકાઓ સૂત્રમાં પાછળથી જોડવામાં આવેલ હોય તેમ લાગે છે, કારણ કે આચાર્ય શર્માભવસ્વામીએ તો દશ અધ્યયનોનો ઉદ્ધાર કર્યો હતો.
સર્જકની વિચારસૃષ્ટિ) મનકમુનિના દેહાવસાન પછી શય્યભવસૂરિએ એ સૂત્રને સંવરી લેવાનું જોર કર્યું ત્યારે શ્રી સંઘે એમને વિનંતી કરી કે આપે ભલે આ સૂત્રની રચના મનકમુનિ માટે કરી છે તો પણ હવે તે આખા જગતના ઉપકાર અર્થે ભલે યથાવત રહે. તેથી એ દશવૈકાલિક સૂત્ર યથાવત્ રહેવા દીધું.
દશવૈકાલિક સૂત્રનો સમાવેશ ચરણકરણાનુયોગમાં થઈ શકે છે. એમાં સાધુજીવનના આચાર-ગોચરની સાથે સાથે જીવવિદ્યા, યોગવિદ્યા જેવા મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા પણ કરી છે.
આ સૂત્રની રચના થઈ એ પહેલાં નવદીક્ષિત સાધુ-સાધ્વીઓને આચારંગ સૂત્રનું અધ્યયન કરાવવામાં આવતું હતું. એના શસ્ત્ર પરીક્ષા નામના પ્રથમ અધ્યયનથી એમને છેદો પસ્થાપનીય ચારિત્ર આપતું હતું, પરંતુ જયારથી દશવૈકાલિક સૂત્રની રચના થઈ ત્યારથી એના ચોથા અધ્યયનથી સ્થાપના કરવામાં આવે છે, અર્થાત્ વડી દીક્ષા થાય ત્યારે સામાયિક ચારિત્રમાંથી છેદાપસ્થાપનિયતા ચારિત્રની ઉપસ્થાપના થાય છે. દશવૈકાલિકની ગળાના મૂળ સૂત્રમાં કરવામાં આવી છે. મૂળસૂત્ર એટલે જેમાં જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો, વિચારો, ભાવનાઓ અને સાધનાનું પ્રતિપાદન છે. આમ દશવૈકાલિક સૂત્ર એક આચારપ્રધાન સૂત્ર છે.
| સર્જકની વિચારસૃષ્ટિ : આચાર્ય શય્યભવે જ્યારે પોતાના પુત્રમુનિનું અલ્પ આયુષ્ય જાણ્યું ત્યારે ખૂબ મનોમંથન કર્યું હશે. કેવી રીતે અલ્પ સમયમાં એના ભવોદ્ધાર થાય એની ચિંતવના કરી હશે. વેદ-વેદાંગથી માંડીને જૈન દર્શનના ૧૪ પૂર્વ સુધીના સંપૂર્ણ જ્ઞાનના જ્ઞાતા હોવાના કારણે ‘ગાવા પરમો ધમો'નું સ્વરૂપ બરાબર જાંતા હતા. જૈનદર્શનમાં ચારિત્ર્ય (આચાર)ને જ મોક્ષનું સાક્ષાત્ કારણે માનવામાં આવ્યું છે જે દશવૈકાલિકના અભ્યાસથી ચરિતાર્થ થાય છે. જેને સમ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય એની વિચારસૃષ્ટિમાં આચારપુષ્ટિ ન હોય તો જ નવાઈ ! આખાય સૂત્રમાં આચારનો દરિયો ઊભરાય છે. આચારના સાગરને ગાગરમાં ભરવાનો પરમ પુરુષાર્થ કર્યો છે અને એમાં એ સફળ થયા છે. એમણે જૈનદર્શનના સિદ્ધાંતોને બરાબર આત્મસાત્ કર્યા હતા માટે એમને સમજાઈ ગયું.
અને વિચારમાં પણ ઘુમરાયું કે સાધુ-સાધ્વીઓને દીક્ષા ગ્રહણ પછી આચારનું પાલન મહત્ત્વનું છે. અહીં આચાર સંબંધી જેટલું વ્યાપક, તલસ્પર્શી તથા સર્વગ્રાહી સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રતિપાદન થયું છે એટલું અન્ય ક્ષેત્રમાં મળવું દુર્લભ છે. કહ્યું પણ છે
૧૦૦