________________
િજ્ઞાનધારા) (5-4-168) ઉલ્લેખ કરીને સમન્તભદ્ર આચાર્ય પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો છે.
આચાર્ય દેવનંદિએ ભગવાન ઉમાસ્વાતિકૃત તત્વાર્થસૂત્ર ઉપર ‘સર્વાર્થસિદ્ધિ નામની ટીકા લખી છે. આ સર્વાર્થસિદ્ધિના ઉદ્ધરણો ભટ્ટ અકલંકદેવે તત્વાર્થ પરની એમણે લખેલી ટીકા-તત્વાર્થરાજ વાર્તિક (સમય ઈ.સ. ૬ ૨૦થી ૬૮૦) તથા પૂજ્ય વિદ્યાનંદ આચાર્ય તત્વાર્થે પરની ટીકા તત્વાર્થ શ્લોક વાર્તિકમાં ટાંક્યા છે. આ વાતો પણ એઓ ઈ.સ. ૬૨૦ પહેલાં થયાનું સૂચવે છે.
દેવસેનાચાર્યે દર્શનસાર નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, પૂજ્યપાદ દેવનંદિના એક શિષ્ય વજનંદિએ વિ.સં. પર૬માં દ્રાવિક સંઘની સ્થાપના કરી હતી. જોકે દેવસેનાચાર્ય દ્રાવિક સંઘનો સમાવેશ જૈનાભાસ તરીકે ઓળખાતા સંઘોમાં કર્યો છે.
તેમના અન્ય નામો જિનેન્દ્ર બુદ્ધિ પૂજ્યપાદ વગેરે પણ પ્રસિદ્ધ થયા હતા. ૧. તેઓ અદ્વિતીય મંત્ર-તંત્ર ઔષધિઓના જ્ઞાતા અને ધારક હતા. ૨. તેઓએ મહાવિદેહ સ્થિત જિનેન્દ્રોનાં દર્શન કર્યા હતાં. ૩. તેના પાદોદક (ચરણજલ)થી લોઢું સુવર્ણ થઈ ગયું હતું.
૪. ઘોર તપના કારણે તેમની આંખોની જ્યોતિ જતી રહી હતી. છતાંયે શાન્યષ્ટકની રચના અને પાઠથી તેમણે પુન:નેત્ર તેજ પ્રાપ્ત કર્યું હતું.
તેમના ગ્રંથોમાં જૈનેન્દ્ર વ્યાકરણ, શબ્દાવતાર, સર્વાર્થસિદ્ધિ, સમાધિતંત્ર, ઈબ્દોપદેશ, જૈનાભિષેક, ઇન્દ્રશાસ્ત્ર, દશભક્તિ, અસ્ત્રતિષ્ઠા, શાન્યષ્ટક, સારસંગ્રહ વગેરેનો સમાવેશ થાય છે.
તેમની સાધના સ્થળી મૈસૂર પાસેની તીર્થભૂમિ કનકગિરિ આજે પણ શ્રદ્ધાવંતો માટે યાત્રાસ્થળ છે.
ઇબ્દોપદેશ : આ ગ્રંથ ઉપર આશાધરજીએ વિ.સં. ૧૨૫૦ (ઈ.સ. ૧૧૯૪)માં સંસ્કૃત ભાષામાં વિદ્વત્તાપૂર્ણ ટીકા લખી છે જે પ્રખ્યાત છે. ધન્યકુમાર જૈને હિન્દી વિવેચન તથા બેરિસ્ટર ચમ્પરાય જેને (Discover Divine) નામે અંગ્રેજી વિવેચન પણ લખ્યું છે. શીતલપ્રસાદજીએ હિન્દી ભાષામાં દોહારૂપે અનુવાદ કર્યો છે, જ્યારે મોતીલાલ હીરાચંદ ગાંધીએ મરાઠી પદ્યાનુસાર અને શ્રી રાવજીભાઈ દેસાઈએ ગુજરાતી પદ્યાનુવાદ પ્રગટ કર્યા છે. ઉપરાંત એડવોકેટ જય ભગવાનજીએ વિસ્તૃત અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત કર્યો છે. પરમથુત પ્રભાવક મંડલ અગાસ દ્વારા આ મૂળ ગ્રંથ ૭ ભાષામાં સંયુક્ત રીતે
૯૩
સર્જકની વિચારસૃષ્ટિ) અનુવાદ-વિવેચન સાથે પ્રગટ કરાયો છે.
* આદિપુરાણ (જિનસેનાચાર્યકુત) * હરિવંશપુરાણ (જિનસેનસૂરિફત) * પાર્શ્વનાથ ચરિત્ર (વાદિરાજસૂરિકૃત) * જ્ઞાનાર્ણવ (શુભચન્દ્રકૃત) * જૈનેન્દ્ર મહાવૃત્તિ (અભયનંદિકૃત) * પાંડવપુરાણ (શુભચંદ્રભદ્વારકકૃત) * શ્રવણ બેલ્ગોલ શિલાલેખ * નગર તાલુકા શિલાલેખ * સમાધિતંત્ર ટીકા (પ્રભાચંદ્રકૃત)
વગેરે ગ્રંથોમાં વિવિધ મહાન આચાર્યો દ્વારા પૂજ્યપાદ દેવનંદિ પ્રત્યે અહોભાવપૂર્ણ સ્તવના કરાઈ છે જે એમના સંયમ તપોપૂત પ્રખર વ્યક્તિત્વના પુરાવા છે.
ઇષ્પોટદેશ ગ્રંથમાં ૫૧ શ્લોકોમાં અધ્યાત્મરસના ભાવો ઠાંસીઠાંસીને ભર્યા છે. આત્મ, શરીર, કર્મ, બંધન, સંસાર, મોક્ષ, ગુર, આસક્તિ, અનાસક્તિ, આત્મવિત, જ્ઞાની, દેહાસક્તિ, અજ્ઞાન, યોગી, યોગ, પુલ, રાગ-દ્વેષ, મોહનીય કર્મ, મનોનિગ્રહ, ધ્યાન, આત્મસ્વરૂપ, પરમાનંદ, તત્વસંગ્રહ, તસાર, શાસ્ત્ર અધ્યયન, પરદ્રવ્ય સંસર્ગજન્ય દોષ, વિષયોગીની વગેરે વિષયોની તર્કપૂર્ણ છણાવટ કરીને ગ્રંથના શ્લોકે શ્લોકે પોતાના નિજાનુભવની ગૂંથણી કરી છે. - દેહસક્તિ તથા પદાર્થાસક્તિને તોડવા, અનુરક્તિને છોડવા, અને મનોજગતને અનાસક્તિ તથા વિરક્તિ સાથે જોડવા માટે આ ગ્રંથ ગુરુચાવી છે - “માસ્ટર કી' છે.
ઇબ્દોપદેશની ગાથાઓમાં ગૂંતિ ઇટ, મિટ, શિષ્ટ અને વિશિષ્ટ વાતોની વહેંચણી સાધકને સહજ સાધનાના કિનારે દોરી જાય છે. વળી આ ગ્રંથમાં આત્મલક્ષી સારભૂત બાબતોનો નિર્દેશ પણ સરળ અને સર્વગ્રાહી ભાષામાં કરવામાં આવ્યો છે.
કેટલાક શ્લોકોના ભાવ ખરેખર આત્માને વિભોર બનાવવા માટે પર્યાપ્ત છે. થોડાક શ્લોકોનો સ્વાધ્યાય કરીએ.
૧. ઉપાદાન વસ્તુની સહજ નિજશક્તિ છે અને નિમિત્ત તો સંયોગરૂપ કારણ છે. કાર્ય પોતાના ઉપદાનથી જ થાય છે. તે વખતે તેને અનુકૂળ નિમિત્ત હોય જ! તેને શોધવાની ચા મેળવવાની વ્યગ્રતા જરૂરી હોય જ નહીં. (શ્લોક-૨).
૨. વ્રતો દ્વારા દિવ્ય સ્થાન મળે તો સારું છે, પણ અવ્રતો દ્વારા નરકનું સ્થાન મળે તે સારું નથી. છાયા અને તડકામાં ઊભેલી ને રાહ જોતી બંને વ્યક્તિઓ વચ્ચે મોટો તફાવત છે. (શ્લોક- ૩).
૩. મોક્ષ માટે પ્રવૃત્તિ કરનારને સ્વર્ગનું સુખ સહજે પ્રાપ્ત થાય છે. (યોલક-૪). ૪. સંસારી જીવોનાં સુખ-દુ:ખ કેવળ વાસનામાત્ર જ હોય છે. તે સુખ-દુ:ખરૂપ