________________
જ્ઞાનધારા) કે મહાપુરુષોનો આધાર લીધો છે તેની સાભાર શુભ નામાવલિ ગ્રંથના અંતે આપેલ પરિશિષ્ટમાં રજૂ કરી છે.
પ્રસ્તુત વિષયને આ પ્રમાણે રજૂ કર્યા પછી, આગળનું વાંચન વિશેષ રસપ્રદ બને તે હેતુથી, રજૂ કરેલ સાધનાપદ્ધતિ કે સણોના ઇતિહાસપ્રસિદ્ધ દ્રષ્ટાંતો - બનાવો કે કસોટી-પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા છે. ગ્રંથમાં કહેલી વાતો ‘પોથીમાના રીંગણાં' નથી તેવી સ્પષ્ટ પ્રતીતિ સાધકને થાય તે અર્થે તેનું આયોજન કરેલ છે, વળી, આ વાચનથી સાધકને પોતાની સાધકદશાનું મૂલ્યાંકન કરવાની અને પૂર્વે થયેલા મહાપુપોના જીવનમાંથી પ્રેરણા લેવાનું પણ બની શકશે. આ ખંડમાં ક્ષમા, દાન, બ્રહ્મચર્ય, મૌન, વિનય, સંતોષ, સત્સમાગમ, કરુણા, વૈરાગ્ય, શ્રદ્ધા, તપ, મુમુક્ષુતા, પ્રમાદ જેવાં ૫૩ પ્રકરણોમાં સરળ છતાં સચોટ શૈલીમાં સમજૂતી આપી છે. ઉદાહરણ રૂપે “મૈત્રી’ નામના પ્રકરણમાં પૂજ્યશ્રી જણાવે છે, "સાચા જ્ઞાનથી સર્વ જીવોને જો પોતા સમાન જાણ્યા છે તો તે વેપારી ક્યા ગ્રાહકને છેતરીને હલકો માલ આપશે ? તે ડૉક્ટર ક્યા દરદીને ભળતી દવા આપશે ? તે શિક્ષક કયા વિદ્યાર્થી પ્રત્યે પક્ષાપાત દાખવશે ? તે વકીલ યા અસીલને ઊંધી સલાહ આપશે ? તે સાધક યા બીજા સાધકની નિંદા કરશે ?”
| (ii) પ્રશ્નોત્તર ખંડ: આ ખંડ નાનો છે. તેમાં વિવેક, મનુષ્યભાવ, સાચા સુખનું સ્વરૂપ, દેવ-ગુરનું સ્વરૂપ, આત્મસ્વરૂપ વગેરે સાત પ્રકરણ છે. પ્રશ્નોત્તરરૂપે તે તે વિષયનું આલેખન કરવામાં નીચેના ફાયદા જણાય છે :
(૧) વાચન સરળ બને છે. (૨) મોટા ભાગે પૂર્વાપર સંબંધ વિના પણ વાચન થઈ શકે છે. (૩) નવીનતાને લીધે વાચન રસપ્રદ બને છે.
(૪) રજૂઆતમાં મુદ્દાસર સ્પષ્ટતા આવવા ઉપરાંત ન્યાયપુર: સરતાને લીધે વિધાનની પ્રામાણિકતા વધારે સ્પષ્ટ થાય છે અને જ્ઞાનમાં નિઃશંકતા ઉપજે છે.
કોઈ કોઈ ઉત્તરો વધારે લંબાણવાળા થાય છે, પણ ત્યાં વિષય ખૂબ અગત્યનો હોવાથી વિસ્તારભયના દોષને પણ વહોરી લેવામાં આવ્યો છે.
ગ્રંથની મર્યાદા: (૧) આધ્યાત્મિક દષ્ટિની મુખ્યતા રાખવામાં આવી છે. આમ છતાં સાધનામય જીવન જીવવા માટે ઉપયોગી એવું જે કાંઈ જરૂરી પાથેય હોય તેનું સ્પષ્ટ અને વિવિધલક્ષી આલેખન કરવામાં આવ્યું છે, જેથી સાધક જ્ઞાનાર્જન કરી શકે. (૨) વસ્તુવિષયની રજૂઆત મધ્યમ વિસ્તારવાળી રાખવામાં આવી છે.
- ૫ -
સર્જકની વિચારસૃષ્ટિ (૩) પારિભાષિક શબ્દોનો પ્રયોગ ઓછા પ્રમાણમાં કર્યો છે. (૪) રજૂઆતની પદ્ધતિમાં બિનસાંપ્રદાયિક દષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે.
ગ્રંથનું પ્રયોજન : ગૃહસ્થધર્મની મર્યાદામાં રહીને સાધના કરવા ઇચ્છતા જિજ્ઞાસુઓને ઘણી વાર જરૂરી માર્ગદર્શન મળતું નથી. સમાજનો નાનકડો વિવેકવર્ગ સંપ્રદાયબુદ્ધિથી અતીત થઈ, આત્મશુધ્ધિ જેનું મૂળ છે, આત્મશાંતિ જેમાં રહેલી છે અને પૂર્ણ આત્મસમાધિ જેનું ફળ છે તેવા શુદ્ધ ધર્મને ઉપસ્થિત થાય છે, જેમકે હું કોણ છું ? મારું સાચું સ્વરૂપ શું છે ? શું મેં જીવનને ખરેખર સાર્થક કર્યું છે ? જીવનને સફળ બનાવવા માટે મારે શું કરવું જોઈએ ? મારે કોનો સત્સંગ કરવો ? સત્સાધનો કેવી રીતે ઉપાસવાં ? આવા અનેક વિચારો જેના મનમાં ઊગ્યા છે તેવા સાધકને મુખ્યપણે સહાયક હોવાથી આ ગ્રંથને ‘સાધકસાથી” એવું નામ આપવામાં આવ્યું છે. જોકે શાશ્વત આનંદની પ્રાપ્તિની ઇચ્છાવાળા મનુષ્યો આ કળિયુગમાં ઓછા હોય છે, છતાં સાધના કરવા માગતા નાનકડા વર્ગને આ ગ્રંથ મોક્ષમાર્ગના ભોમિયા રૂપે ઉપયોગ થાય તેમ છે.
ગ્રંથની ઉપયોગિતા ? (૧) જે કોઈ સાત્ત્વિક ગુણોને અભિનંદે છે અને જે પોતાના જીવનને ઊંચે સ્તરે લઈ
જઈ સ્વાધ્યાયપરાયણ, ઉદાર, શિસ્તબદ્ધ, શાંત અને નિરુપાધિક થવા માગે
છે તેવા સજ્જનોને આ ગ્રંથ ઉપયોગી છે. (૨). ધર્મશાસ્ત્રના તથા તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થીઓને, આધ્યાત્મિક વિષયો પર સંશોધન
કરતા અભ્યાસીઓને તથા આધ્યાત્મિક પ્રવચનકાર થવા માટેની દોરવણી જેઓ લઈ રહ્યા હોય તેવા પંડિતવર્ગને ઉપયોગી છે. આત્મજ્ઞ સંતપુરુષોને તથા દશપ્રાપ્ત ત્યાગીજનોને પણ આત્માના અભ્યાસનો મહિમા બતાવનાર તથા નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિમાં વિશેષ પ્રેરણા આપનાર પ્રકરણો એક સારા સહાધ્યાયીની ગરજ સારશે અને આત્મભાવના ભાવવા માટેનું પાથેય આ ગ્રંથના અધ્યયનથી મળી રહેશે.
પૂજ્યશ્રી આત્માનંદજીએ પોતાની આધ્યાત્મની સાધનાના ભાગરૂપે કરવામાં આવેલ સ્વાધ્યાયશીલતા અને ઊંડા ચિંતન-મનનના દીર્ધ પ્રયોગના ફળરૂપે પ્રાપ્ત થયેલું જીવનનું જે અનુભવરૂપી નવનીત, તેને સ્વશક્તિ પ્રમાણે વ્યવસ્થિત કરીને આલેખવાથી આ ગ્રંથની રચના થઈ છે. આ ગ્રંથના અધ્યયન અને પ્રયોગ દ્વારા સૌ સાધકો પોતાના સાધ્યને પ્રાપ્ત કરે તેવી અભ્યર્થના. -
૪૬.