Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 37
________________ gu હું જે જ્ઞાનધારા આત્મશુદ્ધિ અંગેનું અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષગામી થાય તેવું સર્જકની વિચારસૃષ્ટિનું લક્ષ્યબિંદુ આ સમગ્ર ગ્રંથમાં વિસ્તારથી નિરૂપણ થયેલ છે. શૃંગારરસ, હાસ્યરસ, વીરરસ, રૌદ્રરસ વિગેરે અનેકવિધ રસથી ચઢિયાતો શાંતરસ એ રસાધિરાજ છે. શાંતરસ એટલે કે અમૃતરસ એ સર્વ રસમાં મહામાંગલિક છે. ચિરસ્થાયી, અંત વગરનો અપૂર્વ આનંદ તો શાંતરસની પ્રાપ્તિથી જ થાય. શાંતરસ એટલે કે અમૃતરસ આત્મપ્રદેશમાં વ્યાપ્ત થાય તેવા કેન્દ્રવર્તી ઉપદેશ માધ્યમથી આ સમગ્ર ગ્રંથને સાધ્ય રાખવામાં આવેલ છે. સ્વસ્થ મનથી વાંચતા, ઊંડાણપૂર્વક ચિંતન અને આત્મપ્રદેશમાં રમણ સમાન મનનથી આ ગ્રંથનું અધ્યયન થાય તો અનેક મિથ્યાત્વિ તત્ત્વોનો અંધકાર ઉલેચાઈ જાય અને મનપ્રદેશ પર આધ્યાત્મિકતાનો સૂર્યોદય થાય અને અપૂર્વ પ્રસન્નતાના પ્રદેશનું નિર્માણ થાય કે જે ચિત્ત, જગતના સમગ્ર ચેતઅચેત પદાર્થો સાથે મૈત્રી અને પ્રમોદભાવના સાધીને આત્માને ઉન્નતિમાર્ગે પ્રયાણ કરવાનું શુદ્ધિકરણ પ્રાપ્ત કરાવે. અનુવાદક અને વિવેચક શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ આ ગ્રંથનું ઉત્તમ આયોજન કરેલ છે. આવા મહાન ગ્રંથ ‘‘અધ્યાત્મ કલ્પદ્રુમ’’નો તલસ્પર્શી અભ્યાસ તેના ગૌરવ અંગે આપણા મનમાં વૃદ્ધિ કરાવે છે. સરળ છતાં સમૃધ્ધ ભાષા અને શ્રી મોતીચંદભાઈની વિચારસૃષ્ટિ અત્રે પ્રગટ થાય છે. અનંતભવોથી વિવિધ યોનિઓમાં અલ્પ અને દીર્ઘ આયુષ્યબંધ ભોગવી, પુણ્ય અને કર્મના આધારે ગતિ કરતા મોક્ષગામી મનુષ્યોને આ ગ્રંથના માધ્યમથી અધ્યાત્મજ્ઞાન અંગે માર્ગદર્શક થયા છે. પૂ. શ્રી મુનિસુંદરસૂરિ મ.સા. અને વર્તમાન સમયમાં શ્રી મોતીચંદ ગિ. કાપડયા જેઓનો પરિચય આપણે આગળ ઉપર જોઈશું. જ્ઞાન અને સ્વાધ્યાયથી આભૂષિત પંડિતજનો જ આ રસાધિરાજ શાંતરસના ઉપદેશ માટે યોગ્ય અને સક્ષમ છે. પંડિતો અને વિશ્વજનો જ આ શાંતરસના શાસ્ત્રની બારીકાઈ અને ખૂબીઓ સમજી શકે અને તે અંગે આલેખન અને પ્રવચન કરી શકે. શ્રી મુનિસુંદરસૂરિ મ.સા.એ ‘‘બુદ્ધ” શબ્ર્હ્મી પંડિતોને સંબોધન કરેલ છે. જેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજી અને પુદ્ગલો અને આત્માનો ભેદ સમજ્યા હોય, કર્મની પ્રક્રિયા સમજ્યા હોય અને તે દ્વારા ભવ્ય જીવોને આત્મશુદ્ધિની પ્રક્રિયા સમજાવવા, આચરણ કરાવવા સક્ષમ હોય તેને જ શાસ્ત્રકાર પંડિત કહે છે. ܀܀ ‘“સાધનરૂપ પુદ્ગલોથી જેઓની ક્ષમતા વિશુદ્ધ થઈ છે, તે સાધ્યરૂપ સમતા છે. ઉચ્ચ કોટીની સમતાના પ્રાપ્તિસ્થાન કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ, કોઈ પણ એકની ૭૧ સર્જકની વિચારસૃષ્ટિ પૂર્ણ સાધનાથી જીવનમાં અધ્યાત્મ સ્થિર થયું છે. સમતા વિશુદ્ધ થઈ છે, તો એ સમતા જ સાક્ષાત પરમાત્મા છે. નિંદા અને સ્તુતિને સમાન ગણે છે તે જ જ્ઞાની છે. શ્રીમાન યશોવિજયજી મહારાજ સાહેબ ‘“અધ્યાત્મકલ્પદ્રુમ’’નો અર્થ કહે છે. અધ્યાત્મ એ વ્યુત્પતિથી પંચાચારમાં વ્યવહારવર્તન કરવું અને રૂઢ અર્થ કરે છે કે બાહ્યવ્યવહારથી મહત્તા પ્રાપ્ત કરેલા મનને મંત્રી, પ્રમોદ વિગેરે ભાવનાઓથી વાક્ષિત કરવું એ થાય છે. કલ્પદ્રુમ એ સોળ શાખાવાળું આત્મિક ઉપલબ્ધિઓને પૂરક જ્ઞાન અર્પતું કલ્પવૃક્ષ છે. અધ્યાત્મજ્ઞાન અને પુદ્ગલો પ્રત્યેનો વૈરાગ્ય એકબીજાના પૂરક અને પોષણકર્તા છે. અજ્ઞાનથી સાચી સમજણ વગરનો વૈરાગ્ય એ વૈરાગ્ય નથી, પરંતુ રુંધાયેલો કપાય છે, જે તેના અનુકૂળ વાતાવરણમાં પાછો તેનું સ્વરૂપ બતાવે છે. અધ્યાત્મ દ્વારા પ્રગટેલો વૈરાગ્ય નિસ્પૃહતામાં વૃદ્ધિ કરે છે. અધ્યાત્મ જીવનને નિયમથી વૈરાગ્યમય થવા અનુકૂળ હોય છે. “અધ્યાત્મ કલ્પદ્રુમ” ગ્રંથમાં ગુરુભગવંતશ્રી મુનિસુંદરસૂરિ મ.સા. ક્રમવાર બોધ આપે છે જે ભાવાર્થથી આ પ્રમાણે છે, જે સર્જકની વિચારસૃષ્ટિનો નિર્દેશ કરે છે. હે મોક્ષાર્થી જીવ, તું જ્ઞાન અને સ્વાધ્યાયથી સમતામાં લીન ચિત્તવાળો થા. સ્ત્રી, પુત્ર, ધન અને શરીર ઉપરથી મમત્વ છોડી દે. વર્ણ, ગ્રંથ, રસ, સ્પર્શ વિગેરે ઇન્દ્રિયોના વિષયો અને ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયોને વશ નહીં થાય. શાસ્ત્રજ્ઞાનરૂપ લગાવ વડે તારા મનરૂપ અશ્વને તું કાબૂમાં રાખ. વૈરાગ્ય વડે શુદ્ધ-નિષ્કલંક ધર્મવાન થા. (સાધુના દશ, તિના બાર અને શ્રાવકના બાર વ્રતનો પાલક થા). દેવ, ગુરુ, ધર્મનું શુદ્ધ સ્વરૂપ જાણનારો થા, સર્વ પ્રકારના સાવદ્ય યોગથી નિવૃત્તિરૂપ વિરતી ધારણ કર, (સત્તાવન પ્રકારના) સંવરવાળો થા. તારી વૃત્તિઓને શુદ્ધ રાખ અને સમ્યકત્વને તું ભજ. ‘‘અધ્યાત્મકલ્પદ્રુમ’’ સર્વે આગમ, સુશાસ્ત્રના સમુદ્રના સારભુત અમૃતરસ સમાન રસાધિરાજ શાંતરસ, જે આલોક અને પરલોક સંબંધી અનંત આનંદ સમૂહની પ્રાપ્તિનું સાધન છે તે શાંતરસની ભાવનાવાળા આ ગ્રંથ પ્રકરણને નિપુણ પદ્મબંધ વડે શ્રી મુનિસુંદરસૂરિ મહારાજાએ આ અનુપમ રચના કરેલ છે. આ ગ્રંથમાં કહેવાતા સોળ અધિકારો સંક્ષિપ્તમાં અનુક્રમે સૂચવ્યા છે, તેની સૂચી આ પ્રમાણે છે : (૧) સમતા (૨) સ્ત્રી (લલના) મમત્વ મોચન ૭૨ (૯) ચિત્તમોદન (૧૦) વૈરાગ્યોપદેશ 36 R

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100