Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 43
________________ જ્ઞાનધારા) અમૂર્ત ચિંતન આચાર્ય મહાપ્રજ્ઞજીની વિચારસૃષ્ટિ -અંજના રશ્મિકુમાર ઝવેરી જૈન ધર્મનાં અભ્યાસુ મુંબઈસ્થિત અંજનાબહેન તેરાપંથી સંપ્રદાયનાં આચાર્યોના ગ્રંથોના સ્વાધ્યાયમાં ખૂબ જ રસ ધરાવે છે અને જૈન સેમિનાર્સ માટે અભ્યાસ લેખો તૈયાર કરે છે. જીવન ઝરમર ટમકોર (રાજસ્થાન)માં જન્મેલા, એક ૧૧ વર્ષના અબુધ, સરળ અને ભોળા બાળકે માતાના સંસ્કાર અને સત્સંગથી ઉત્પન્ન આત્મસ્ટ્રરણાથી સંસારનો ત્યાગ કરી જૈન મુનિની દીક્ષા ગ્રહણ કરી. તેરાપંથના અણામાચાર્ય કાલગણિએ આ બાળક મુનિ નથમલને સદ્ભાગ્ય મુનિ તુલસી જેવા પ્રતિભાસંપન્ન શિક્ષાગુરુને સોંપી દીધા. એમણે નિષ્ણાત ઝવેરીની જેમ બાળમુનિના જીવનમાં અનેક પાસાંઓને પ્રમાર્જિત કરી નથમલમાંથી મહાપ્રજ્ઞ બનાવી દીધા. એક બાજુ શિષ્યનું સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા, બીજી બાજુ મહાજ્ઞાની શિક્ષાગુરુની પરમ કૃપાદૃષ્ટિ. નજીકના ઈતિહાસમાં આવા ગુરુશિષ્યની જોડી જડવી મુશ્કેલ છે. માધ્યમિક શાળા કે કૉલેજના અભ્યાસથી વંચિત રહેલ મુનિ નથમલે તુલસી વિશ્વવિદ્યાલયમાં રહી નિષ્ઠા અને શ્રમથી હિંદી, સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની આદિ ભાષાઓ, જૈન તત્ત્વ, આગમ, ઇતિહાસ, દર્શન, સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સૈધ્ધાંતિક પરિચર્યા, પ્રવચન, લેખન અને આગમ - સંપાદનના ક્ષેત્રમાં ઊતર્યા પછી પોતાના અધ્યયન ક્ષેત્રને તેમણે વ્યાપક બનાવ્યું. આધુનિક વિજ્ઞાન, આયુર્વેદ, રાજનીતિ, અર્થશારા, સામ્યવાદ અને સમાજવાદ આદિનું ગહન અધ્યયન કર્યું અને થોડા જ સમયમાં માત્ર તેરાપંથી સંપ્રદાયમાં જ નહીં પણ સમગ્ર જૈન સમાજમાં તેઓ એક વિરલ, વરિષ્ઠ અને વિદ્વાન મુનિ બની ગયા. સર્જકની વિચારસૃષ્ટિ) ગુરુદેવ આચાર્ય તુલસી સાથે કચ્છથી કોલકાતા અને કન્યાકુમારીથી પંજાબ સુધી ઐતિહાસિક પદયાત્રાઓ કરીને ધર્મના ક્ષેત્રમાં પ્રસરેલી ખોટી ધારણાઓ, દંભી ધાર્મિક કર્મકાંડો વગેરે ઉપર જાહેર સભાઓમાં એમણે વેધક પ્રહારો કર્યા. એ કહેતા કે જે ધર્મ માનવીના જીવનમાં પરિવર્તન લાવે અને શાંતિ પ્રદાન કરે એ જ સાચો ધર્મ છે. તામસિક અને પાશવિક વૃત્તિઓના પરિમાર્જન માટે એમણે પ્રાયોગિક ધર્મનું સ્વરૂપ પ્રક્ષાધ્યાનના રૂપમાં પ્રસ્તુત કર્યું. આગમ સાહિત્યમાં ઊંડું અનુસંધાન કરી દયાનપ્રક્રિયાના સૂત્રોનું ગહન અન્વેષણ કરી અને આજના મનોવૈજ્ઞાનિક શાસ્ત્રનો આધાર લઈ એમણે ધર્મ અને વિજ્ઞાનનો સુંદર સુમેળ રચ્યો છે. પોતાના શરીરને પ્રયોગશાળા (લેબોરેટરી) બનાવી ધ્યાન-સાધનાના અનેક પ્રયોગો કર્યા. મહિનાઓ સુધી એકાંતમાં રહીને એમણે આ સંપૂર્ણ દાર્શનિક-વૈજ્ઞાનિક પદ્ધતિ, સુવાંગીણ વિકાસ યોગ્ય બનાવી જગત સામે રજૂ કરી. આજે આ પ્રક્ષાધ્યાનની પ્રાયોગિક સાધના દેશ-વિદેશમાં સફળતાથી થઈ રહી છે. આજ સુધીમાં ૫૦૦થી વધુ પ્રેક્ષાધ્યાન શિબિરો દ્વારા હજારો લોકોએ પોતાના જીવનમાંથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક તણાવો દૂર કરી શાંતિ અને આનંદનો અનુભવ કર્યો છે. આંતઃસ્ત્રાવી ગ્રંથિઓ (endocrine glands)ના પ્રવાહો અને ચૈતન્ય કેન્દ્રો પર પ્રેક્ષા અને અનુપ્રેક્ષાના પ્રયોગથી સેંકડો સાધકો નિષેધાત્મક (negative) ભાવોને વિધેયાત્મક (positive) ભાવોમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યા છે. સાહિત્ય સર્જન આચાર્ય મહાપ્રજ્ઞ ઊચ્ચ કોટિના ચિંતક અને મનીષી હતા. એમણ વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓનું ચિંતન કરી એને માટે સમાધાન પણ આપ્યું. આરોગ્ય માટે મહાવીરનું આરોગ્યશાસ્ત્ર' ઇકોનોમિક્સ પર “મહાવીરનું અર્થશાસ્ત્ર', રાજકીય તંત્ર માટે ‘લોકતંત્ર: નવી શક્તિ નવો સમાજ અને જૈનતત્ત્વ માટે ‘જૈન દર્શન-મનન અને મીમાંસા' જેવા વિવિધ વિષયો પર ચિંતનશીલ પુસ્તકો લખ્યાં. મનની અશાંતિ અને ચિત્તની ચંચળતા દૂર કરવા માટે પચાસેક ગ્રંથોની રચના કરી. સાહિત્યના ક્ષેત્રમાં આગમ સાહિત્ય પર અનુસંધાન કરી જૈનાગમોના અનુવાદનું અને સંપાદનનું ભગીરથ કાર્ય કર્યું છે, જે માટે જૈન સમાજ એમનો ઋણી છે. જૈન આગમોમાં સૌથી પ્રાચીન તેમજ ગૂઢ મનાતા આચરાગ સૂત્ર પર એમણે સંસ્કૃતમાં પ્રથમવાર “આચરાંગ ભાષ્ય લખ્યું, જેમાં એમણે સ્વપ્રજ્ઞાથી કેટલાય ગૂઢ રહસ્યોને ૮૩ -

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100