________________
( જ્ઞાનધારા) મ્ અર્થાત થવું, હોવું એ ધાતુમાંથી માવના શબ્દ સિદ્ધ થયો છે. એટલે ભાવનાનો અર્થ ‘જેના જેવા આપણે થવું જોઈએ તે' થઈ શકે; તેવા વિચાર, આશય કે ઇચ્છા હોઈ શકે, પણ ખરો ભાવાર્થ એવો થઈ શકે કે એક સત્યયુક્ત અને હિતકર દઢ વિચાર કે જે મનુષ્યજીવન ઉપર કાયમની અસર નિપજાવી શકે તેને જ ‘ભાવના' કહી શકાય.
જેવી રીતે ગુણસ્થાનકો ક્રમ પ્રમાણે મોક્ષ તરફ લઈ જાય છે તેવી જ રીતે ભાવનામાં પણ ક્રમે ક્રમે આગળ વધી શકાય છે. સીડીના પગથિયાં સમાન બારે ભાવનાઓ આત્મકલ્યાણ તરફ લઈ જાય છે. પહેલી અનિત્ય ભાવના દ્વારા આ જગતની અનિત્યતાનું ચિંતન કરવાનું છે. જગતની કોઈ પણ વસ્તુ નિત્ય નથી. નિત્ય ફક્ત આત્મા છે અને તેને માટે જડ જગતની કોઈ ચીજ ઉપયોગી નથી. જે છે તે છે. અશરણ ભાવના-બીજી ભાવના- ત્રી સંસાર ભાવના દ્વારા સંસારની સારરહિતતાનું ચિંતન કરી વૈરાગ્યવાન થવાનું છે. સંસારભાવના દ્વારા મનુષ્ય રાગદ્વેષનો ત્યાગ કરવાનું જ્ઞાન મેળવવાનું છે.
આત્માના જડ વસ્તુઓ સાથેના સંબંધનું જ્ઞાન મેળવ્યા પછી તેની સૂક્ષ્મ સ્થિતિનું જ્ઞાન મેળવવાની જરૂર ઊભી થાય છે, જે ચોથી એકત્વ ભાવના અને પાંચમી અન્યત્વ ભાવના દ્વારા મેળવી શકાય છે. એકત્વ ભાવના દ્વારા આત્માની એકાંકિતાનું ચિંતન કરવાનું છે. જીવ એકલો જ જન્મે છે, એકલો જ મરે છે, તે એકલો જ કર્મનો કર્તા છે અને એકલો જ કર્મનો ભોક્તા છે. તેવી જ રીતે સર્વ વસ્તુઓથી ‘અન્ય’ અર્થાત્ ન્યારો છે.
આત્મા સિવાયની સર્વ બાહ્ય વસ્તુઓ જડ છે અને આત્માને તેની સાથે કશો સંબંધ નથી અને એટલે જ પોતાના દેહ સાથે પણ આત્માને સંબંધ નથી એવું દર્શાવતાં છઠ્ઠી અશુચિ ભાવનામાં દેહની અસારતાનું જ્ઞાન કરાવ્યું છે.
| મિથ્યાત્વ, અવિરતિ આદિ જે દોષોથી આત્માને કર્મ વળગે છે તે દોષોનું જ્ઞાન મેળવવું અને ઈચ્છવું કે એ દોષો દૂર થાય તે સાતમી આશ્રવ ભાવના છે.
પછી નવાં કર્મ આત્માને વળગે નહીં તે માટે સમ્યમ્ જ્ઞાનથી મિથ્યાત્વ અટકાવવું, વિરતિથી અવિરતિનો રોધ કરવો; ક્ષમતી ક્રોધનો ધ્વંસ કરવો ઇત્યાદિ વિધિ આઠમી સંવર ભાવના અંતર્ગત છે. નવાં કર્મો બંધાતાં અટક્યા પરંતુ જૂનાં કર્મોને ખપાવવાનું કાર્ય નવમી નિર્જરા ભાવના દ્વારા કરવાનું છે.
સર્જકની વિચારસૃષ્ટિ) દસમી લોકભાવનામાં લોકનો વિસ્તાર કેવો છે, કેટલો છે, કેવી રીતે ઋદ્ધિવાળા જીવો તેમાં રહેલા છે, કેવી કરણી દ્વારા તેઓ તેવી ઋદ્ધિને પ્રાપ્ત થયેલા છે વગેરેનું ચિંતન કરવાનું છે.
આ બધું જાણ્યા પછી જે કાંઈ બાકી રહે છે તે જ્ઞાન અને ધર્મની પ્રાપ્તિ જ માત્ર છે. સત્ય જ્ઞાન દુર્લભ છે માટે સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતો ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી, સને સત્ તરીકે અને અને અસત્ તરીકે ઓળખવું એ છે. બોધી દુર્લભ ભાવના-અગિયારમી ભાવના.
છેલ્લી-બારમી ભાવના ધર્મભાવના છે. એક ધર્મના આલંબનથી નિવણ સ્થિતિએ પહોંચી શકાય છે. આ છેલ્લી ભાવનાના ચિંતન તથા અનુસરણ દ્વારા આત્મા પોતાનું સંપૂર્ણ શ્રેય સાધી શકે છે.
આમ બાર ભાવગનાનો બોધ વિસ્તૃતરૂપે ફેલાવવા મુનિશ્રી રત્નચંદ્રજીએ ભાવના શતક ગ્રંથ રચ્યું છે. પ્રત્યેક ભાવનાની સમજુતીને માટે આઠ-આઠ શ્લોકની રચના કરી છે અને ઉપસંહાર રૂપે બીજા થોડા શ્લોકની રચના કરીને શતક-સો શ્લોકો પૂરા કરવામાં આવ્યા છે.
મુનિશ્રી રત્નચંદ્રજી દઢપણે માનતા હોવા જોઈએ કે મનુષ્યોનું જીવન આ બાર ભાવનાઓથી જ શ્રેષ્ઠ બને છે. જીવનને દુ:ખી કરનાર ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો જ છે. મહાદોષરૂપી આ કષાયોને દૂર કરવાની દવા ભાવનામાં છે. ભાવના આધિ-ઉપાધિને વિખેરી નાખવા સમર્થ છે. દુઃખનું મૂળ ઉપાધિ છે અને તે છૂટતાં દુ:ખનો ધ્વંશ થાય છે. હીરાને ઘસતાં જેમ પાસાદાર અને પ્રકાશિત બને છે તેમ ભાવના ભાવતાં ભાવતાં આત્માને ઓપ ચડે છે, અજ્ઞાન નષ્ટ થાય છે અને જ્ઞાનનો પ્રકાશ પ્રસરી રહે છે.
- કલ્યાણકારી મુનિ શ્રી રત્નચંદ્રજી બરાબર જાણતા હતા કે મનુષ્યજીવનનું લક્ષ્યબિંદુ એ નિર્વાણ-મોક્ષરૂપી ઉજ્જવલ દીપક છે અને આ દીપક પ્રગટાવવાનું કામ ભાવના જ કરી શકશે. એ આશયથી તેમણે ભાવના શતકનું નિર્માણ કર્યું. એમના માનસમાંથી એક ઉત્તમ સર્જન જગતને પ્રાપ્ત થયું.
ભાવાનાબોધક શ્લોકોનો પ્રેમથી, ખરા આદરથી જે પાઠ કે શ્રવણ કરવામાં આવે તો કષાયની શાંતિ વગેરે બતાવેલ ફળ અવશ્ય પ્રાપ્ત થાય. જે મનુષ્ય મન, વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક ખરી લાગણીથી ભાવના ભાવે તો તે કષાયો ઉપર વિજય મેળવી આધિ, વ્યાધિ કે ઉપાધિઓને દબાવી જ્ઞાનપ્રકાશ ફેલાવી દુઃખનો વિલય કરી શકે અને તેમ કરતાં અંતે મોક્ષનું અક્ષયસુખ મેળવી શકે જે સર્જકની ઉત્તમ વિચારસૃષ્ટિ જ છે. *
૮
- ૮૨